Dastan a galib books and stories free download online pdf in Gujarati

દાસ્તાન-એ-ગાલીબ

મેરી કિસ્મત મેં ગમ અગર ઇતના થા

દિલ ભી યા રબ કઈ દીયે હોતે !!!!!

ટપકે છે ને શબ્દે શબ્દે દર્દ ? અને દર્દ ટપકે જ ને ... જે માણસ હક્કના પેન્શનની એક એક પાઈ માટે સરકાર સામે જંગ લડી રહ્યો હોય ....ગળા સુધી દેવામાં ડૂબી ગયો હોય .. ઘરે લેણદારોના ધક્કા ને ધમકીઓ વધી ગઈ હોય ...પત્ની સાથે રોજ મુફલિસીના નામે ઝગડા થતા હોય ...નાના નાના પોતાના બાળકોને જોઇને રડતો રહ્યો હોય ને સૌથી બદતર કે એ એક શાયર હોય ...તો પછી આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાયે એની વાત આટલા વજનદાર અને દર્દીલા શેરમાં નીકળે નહી તો જ નવાઈ ...પછી એ નિસહાય ને લાચાર શાયર સીધું ખુદાને જ પૂછે ને કે આટલું દુઃખ આપવું જ હતું તો હે માલિક દિલ ભી બે અપાય ને ? એક દિલ તો ક્યાંથી સહન કરે એટલા દર્દો ?

‘ થી ખબર ગર્મ કી ગાલીબ ઉડેંગે પુર્જે , દેખને હમ ભી ગયે પર તમાશા ના હુઆ ‘ .. યસ હવે તમે સમજી ગયા હશો કે કોની વાત થઇ રહી છે ? વાત છે જેનું નામ જ ઉર્દુ શાયરીનું પર્યાય છે એવા મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાં અથવા મિર્ઝા નૌશા અથવા મિર્ઝા ગાલીબની . આ ગાલીબ ઉપનામ પાછળ પણ મસ્ત વાત છે , અસલમાં ગાલીબ પહેલા અસદના નામે ગઝલો લખતા પણ પછી એમ,ને ખબર પડી કે આ જ નામે કોઈ બીજો શાયર પણ સાવ ફાલતું ગઝલો લખે છે એટલે એમણે પોતાનું ઉપનામ અસદથી બદલીને ગાલીબ કરી નાખ્યું .૧૫ મી ફેબ્રુઆરી એ આ કમનસીબ શાયરની પુણ્યતિથી છે . ૧૮૬૯માં આ દિવસે જ આ વિશ્વપ્રસિદ્ધ શાયરે વિદાઈ લીધેલી . ..ગાલીબ એટલે વિજયી પણ એમના માટે આગળ કમનસીબ વિશેષણ એટલા માટે લગાડ્યું કે જેટલું પણ આ મહાન શાયર જીવ્યા એટલું સતત દુઃખ અને દુર્દશામાં જ જીવ્યા . એકથી એક ચડિયાતી ગઝલો એમણે લખી પણ શોહરત તો એમને એમના મર્યા પછી જ મળી અને મળી તો એવી મળી કે આજે પણ એમ જ કહેવાય છે કે ઉર્દુ શાયરી એટલે ગાલીબ અને ગાલીબ એટલે ઉર્દુ શાયરી ..!!!

કુછ ઇસ તરહ મૈંને જિંદગી કો આસાં કર લિયા, કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા. ... હા આ અદ્ભુત શાયરને જિંદગીએ હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું ને ગાલિબે માફ કરવામાં પણ પાછું વાળીને નહોતું જોયું . જિંદગી ચલાવવા અનેક નાનામોટા કામ કરતા રહ્યા અનેક રાજાઓ માટે પૈસા માટે પ્રશસ્તિ કાવ્યો પણ એમણે લખ્યા , અરે એમ તો નાનપણથી જ નવાબોની જેમ શતરંજ અને જુગારના શોખીન હતા અને દિલ્હીમાં તો એમની કોઠી ધીરે ધીરે દોસ્તોથી જુગાર રમવા ઉભરાતી એમાં એક વાર પોલીસે જુગારખાના બની ગયેલા ગાલીબના ઘર પર દરોડો પડ્યો ને બે વાર પકડાયા ને એકવાર જેલવાસ પણ ભોગવ્યો . બદનામી ઘણી થઇ .એમનાથી ઉતરતી કક્ષાના શાયરોને રાજદરબારોમાં સ્થાન મળતું રહ્યું અને ઉતરતી ઉમરે ગાલીબને મોગલ દરબારમાં સ્થાન મળ્યું તો મોગલો જ ઉજડી ગયા કૌટુંબિક દ્રષ્ટિએ પણ ગાલીબ ઘણા દુખી હતા. એમનો ભાઈ પાગલ થઇ ગયો હતો. તેમને સાત સંતાનો થયા હતા. પણ તેમાંથી એક પણ જીવ્યું ન હતું. સાળીના છોકરા આરીફને દત્તક લીધો. તો એ પણ ભર યુવા વયે એ અલ્લાહના દરબારમાં પહોંચી ગયો. પણ આટઆટલી મુસીબતોવાળી જિંદગી હોવા છતાં પણ ગાલિબે એની ગઝલને જીવાડી રાખી અને સરવાળે ભારતના ટોચના શાયર ગણાયા અને હજુયે ગાલીબનું સ્થાન ઉર્દુ શાયરીમાં સદાય ટોચે જ છે ને રહેશે .

"પૂછતે હૈ વહ કે ગાલીબ કૌન હૈ , કોઈ બતલાઓ કિ હમ બતલાયે કયા ?" આમ તો ગાલીબ નાનપણથી જ શેરો શાયરી લખતા હતા પણ લગ્ન પછી આગ્રા છોડીને દિલમાં આવીને કાયમી વસ્યા એ પછી દિલ્હીના શાયરીનુંમાં વાતાવરણમાં એ વધુ ખીલ્યા . એમની ચાંદ , મહેબુબ , હુશ્ન , ઇશ્ક જેવી ગઝલની કાયમી બોર્ડરો થી પાર નીકળેલી શાયરીઓ એ દિલ્હીના દિલમાં જગા બનાવી લીધી . ગાલીબ આ ઈશ્ક , મહેબુબ વગેરે જેવા શબ્દોથી બનેલી ગઝલોને ગઝલની તંગ ગલી કહેતા હતા . એમનું કહેવું હતું કે આવી સાંકડી જગ્યામાંથી મારી ગઝલ ના નીકળી શકે એટલે તો નવા શબ્દો અને નવા જ ભાવો સાથેની એમની ગઝલો મશહુર થવા લાગી . શોહરત મળવા લાગી પણ એમની મજાક પણ બહુ ઉડી ...ઘણાએ એમને મુશ્કિલ પસંદ શાયર કહી મેલ્યા ...પણ ગાલિબે બધી ટીકાઓ , વિરોધોનો સરસ જવાબ વાળ્યો કે ...‘ હૈ ઓર ભી દુનિયામે સુખનવર બહોત અચ્છે , કહેતે હૈ કી ગાલીબકા હૈ અંદાજ-એ-બયા ઓંર ...’ ગાલીબની દર્શનથી ભરપુર અને અમુક અંશે મુશ્કેલ લાગતી પણ સમજવામાં સહેલી શાયરીઓએ ગાલીબને ઝડપથી મુશાયરાઓની જાન બનાવી દીધા. પણ ગાલીબ હતા ઉદારદીલ. કમાવા કરતા ખર્ચવાનું વધુ ને એમાંને એમાં મુફલિસી પણ સાથે સાથે આંટો મારવા લાગી . સદાયે આર્થિક સ્થિતિ તંગ જ હોય . કરજ વધતું ગયું . ઉધારમાં શરાબ પી ને પૈસા ના આપવા બદલ કોર્ટમાં રજુ કરાયા તો ગાલીબ બોલી ઉઠ્યા ‘ ‘કર્જ કી પીતે થે મય (શરાબ) ઔર સમજતે થે કી , હાં, રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન.. ‘ આ શેર સાંભળીને ઉલટાના જજે એમનો દંડ ભરીને ગાલીબને છોડાવ્યા .

‘ હમકો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન , દિલ કો ખુશ રખને કો ગાલીબ એ ખયાલ અચ્છા હૈ ‘....શાયર બહારથી તો ઠીક પણ ઘરથી પણ દુખી જ હતો . પત્ની ઉમરાવજાન અને ગાલીબ વચ્ચે સતત અહંકારનો ટકરાવ થયા કરતો . બેગમને લાગતું કે ગાલીબ ખુદામાં નથી માનતો એટલે દુખી થાય છે અને ગાલીબ લહેતા કે ખુદાને બધી ખબર હોય એને આપવું હશે ત્યારે આપશે ને આમેય ગાલીબ કોઈ એક ધર્મને નહિ માનવતા ધર્મમાં માનતા હતા . બીવી સાથે ના સબંધોમાં તિરાડો વધતી ગઈ .’ ન થા કુછ તો ખુદા થા , કુછ નાં હોતા તો ખુદા હોતા , ડુબોયા મુજકો ન હોને ને , ન હોતા મૈ તો ક્યાં હોતા ‘..એ માનતા કે ખુદા બધે જ છે ..’ ઝાહીદ શરાબ પીને દે મસ્જીદ મેં બૈઠકર , યા ફિર કોઈ ઐસી જગહ બતા દે જહાં ખુદા નાં હો ‘.....એક તો રુજુદીલ શાયર ને ઉપરથી ઘરમાં મળતા પ્રેમનો અભાવ , સરવાળે ગાલીબ એક ગાયિકાને દિલ દઈ બેઠા જો કે એ પણ અચાનક મૃત્યુ પામી ને એના આઘાતમાં ગાલીબની કલમમાંથી નીકળી અનેક દર્દભરી કૃતિઓ . ‘ સિતારે જો સમજતે હૈ યહ ગલત ફહેમીયા હૈ ઉનકી , ફલક પર આહ પહુચી હૈ મેરી , ચીન્ગારીયા બનકર ‘ પણ આ તો ગાલીબ ..કદાચ એમણે માની લીધેલું કે શાયરના નસીબમાં તો મુશ્કેલીઓ અને વિપત્તિઓ જ આવે . મુશ્કેલીઓએ ગાલીબની શાયરીને વધુ સંગીન અને વધુ ભાવપૂર્ણ બનાવી દીધી. ‘ રંજ સે ખુજર હુઆ ઇન્સાન તો મીટ જાતા હૈ રંજ , મુશ્કીલે મુજ પર પડી ઇતની કી આસાન હો ગઈ ‘ મુશ્કેલીઓને આસન તો ગાલીબ જ માની શકે . ગાલીબની દ્રષ્ટીએ મુશ્કેલીઓ એટલે શું ? વાંચો આ શેર : ...’ બાગીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે , હોતા હૈ શબ-ઓ-રોઝ તમાશા મેરે આગે ‘ ગાલીબ અને તમાશાને તો રોજની જુગલબંદી હતી . ગાલીબના આખાયે જીવનમાં જો કોઈ સતત અને શાશ્વત રહ્યું તો એ હતા તમાશાઓ .... અપમાનના , દુખના , જીલ્લ્તના , માયુસીના , બીમારીના , હક્કની લડાઈના , અમન-ઓ-ચૈન ના કે પછી મુફલિસી ને કડકાઈના ...

’ હજારો ખ્વાહિશે ઐસી કઈ હર ખ્વાહીશ પે દમ નિકલે , બહોત નિકલે મેરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે ‘ ....૧૮૪૭મા જુગારખાનાવાળા કેસમાં ગાલીબને જેલમાં ધકેલવામાં આવ્યા એ વર્ષ ગાલીબ માટે મિશ્ર સાબિત થયું . એક તો જેલની બદકિસ્મતીનો થપ્પો ગાલીબથી સહન નાં થયો પણ બીજું સારું એ થયું કે એ મોગલ સલ્તનતના સમ્પર્કમાં આવ્યા અને આ સંબંધ એક દશકો ચાલ્યો .આ એક દશકમાં ગાલિબે પ્રેમ અને જિંદગીના દર્શન પર એકદમ સચોટ રચનાઓ લખી . ‘ કતરા દરિયામેં જો મિલ જાયે, તો દરિયા હો જાયે, કામ અચ્છા હૈ વહ જિસકા કિ મઆલ અચ્છા હૈ..’ જવાનીમાં ઉસ્તાદે સલાહ આપેલી કે મધની મજા લેવા માખી બનજે પણ મધ પર બેસી નાં રહીશ ને ગાલિબે આખી જિંદગી એ વાત પકડી રાખી ...ક્યારેય એક સરખું લખું નહિ કે એક જગ્યા એ ટકવું સ્વીકાર્યું નહી . જિંદગીની રાહ પર ભટકતા રહ્યા અને અનુભવો મેળવતા રહ્યા. એ અનુભવો જ ગાલીબની જિંદગી બની ગઈ ને એ જ બની ગઈ એમની વિશ્વપ્રસિદ્ધ શાયરીઓ .અનુભવો મેળવવાની અને મુશ્કેલીઓને ગળે લગાડવાની એમની ચાહત મારતા સુધી ક્યારેય ઓછી ના થઇ .. ‘ ગો હાથ કો ઝુંબિશ નહી આંખો મેં તો દમ હૈ , રહને દો અભી સાગર-ઓ-મીના મેરે આગે ..’

‘ ઉમ્ર ફાની હૈ તો ફિર મૌત સે ક્યા ડરના , ઇક નાં ઇક રોઝ એ હંગામા હુઆ રખ્ખા હૈ ‘....મુશ્કેલીઓનો સમંદર સામે લહેરાતો રહેતો છતાયે આ ફનકારે એની કળા પર જ ધ્યાન કેન્દ્રિત કરેલું .બાકી જેવા તેવા તો આમાં ભાંગી જ પડે પણ આ મસ્ત મૌલાને તો શાયરી સાથે જ નિસ્બત ને એમાં પણ ચોક્કસ ને વેધક . પોતાની શાયરીઓના પોતે જ આલોચક . અનેકો શેર લખીને સંતોષ નાં થતા એમણે જ મિટાવી દીશેલા . ચોક્ક્સ્તાના સમ્પૂર્ણ આગ્રહી એટલે જ તો એમનું સંકલન ‘ દિવાન-એ-ગાલીબ ‘માં બાળપણથી છેક વૃદ્ધાવસ્થા સુધી લખેલા અનેકો શેરમાંથી બહુ થોડાને સ્થાન આપેલું છે. આજ સંકલન તૈયાર કરતી વખતે એમણે ખુદના બે હાજર જેવા શેર તો એમ જ રદબાતલ કરી દીધેલા એટલે તો ઓછા શેર છતાં આ સંગ્રહ શાયરીની દ્રષ્ટીએ નાયબ અને શિરમોર છે . આવો થોડું આચમન કરીએ

નીકલના ખુલ્દ સે આદમ ક સુનતે આયે થે લેકિન , બહુત બેઆબરૂ હોકર તેરે કુચે સે હમ નિકલે ....મત પૂછ કી ક્યા હાલ હૈ મેરા તેરે પીછે , તુ દેખ કી ક્યાં રંગ હૈ તેરા મેરે આગે .."જી ઢુંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન બેઠે રહે તસવ્વુર મેં જાનાં કિયે હુએ"..."દિલે નાદા તુઝે હુઆ કયા હૈ આખરી ઇસ દર્દ કી દવા કયા હૈ ....હમકો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ જો નહિ જાનતે વફા કયા હૈ" ...."ઉમ્ર ભર ગાલીબ યહી ભૂલ કરતા રહા ધૂલ ચહેરે પર થી, ઔર આયના સાફ કરતા રહા" ...ગયા રાગ આયે ના આયે હેજાજ કી બયાર આયે ના આયે .....ઇસ ફકીર કે દિન પૂરે હુએ દુસરા દીદાવર આયે ના આયે"....આહ કો ચાહિયે એક ઉમ્ર, અસર હોને તક, કૌન જીતા હૈ તેરી, જુલ્ફ કે સર હોને તક.......’ ઉનકે દેખે સે, જો આ જાતી હૈ મુંહ પર રૌનક, વો સમજતે હૈ કિ બીમાર કા હાલ અચ્છા હૈ..’......’ ’ઇશ્ક ને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા,

વર્ના હમ ભી આદમી થે કામ કે.’......રગોમેં દૌડતે ફિરનેકે હમ નહી કાયલ જબ આંખ હી સે ના ટપકા તો ફિર લહુ ક્યા હૈ?’......હુએ મરકે હમ જો રુસવા, હુએ ક્યું ના ગરકે દરિયા ન કભી જનાજા ઊઠતા, ન કહી મજાર હોતા…

એક જીંદગીમાં આ માણસ કેટલું બધું જીવી ગયો , અનુભવી ગયો . સતત સંઘર્ષ એના જીવનની શાન હતી તો પણ એ પલાયનવાદી ક્યારેય નાં થયા . હમેશા દરેક પરીશ્થીતીને સ્વીકારતા રહ્યા ને સાથે સાથે મુશ્કિલ થી મુશ્કિલ સ્થિતિ પર પણ હસતા રહ્યા . ગાલીબના વિનોદી સ્વભાવે પણ આમાં ભાગ ભજવ્યો . ગમે એવી મુફલીસીમાં પણ શાનથી જીવ્યો હા જિંદગીભર એનું પોતાનું મકાન ના બનાવી શક્યો પણ જ્યાં પણ રહ્યો હમેશા શાનથી, નોકર ચાકરો સાથે રહ્યો ગાલીબના કલામ આજે પણ આંખ ઉઘાડનારા અને અત્યારના સમયમાં પ્રસ્તુત છે . એમનું દર્શન અને આમ આદમીના ભાવો થી ભરપુર ગઝલો આજેય એટલી જ હોશથી વંચાય છે .૭૧ વર્ષ કટકે કટકે અને ડગલે ને પગલે મરનાર આ શહેનશાહ-એ-શાયરી એ એકદમ તંગહાલ અને બીમારી સાથે ૧૫મી ફેબ્રુઆરી ૧૮૬૯ ના દિવસે તજુર્બાના આ માલિકે આખો મીંચી દીધી ત્યારે કદાચ છેલ્લે મનમાં આ જ ગણગણ્યા હશે ....’ રહીએ અબ ઐસી જગહ ચલકર જહાં કોઈ નાં હો ....’ !!!!!

હોગા કોઈ ઐસા ભી જો ગાલીબ કો નાં જાને , શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહોત હૈ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED