Malvu Chhe.. ! Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Malvu Chhe.. !

મળવું છે

Sultan Singh

[ ]

+91 - 9586875658

એક અલગજ કશમકશ છે આજ મનમાં જણે કોઈ વિશાળ અને અગાધ સાગર ના કોઈક નાનકડા ખૂણામાં, સમજાતું નથી કે કેમ અને એ શું છે જે આમ સતાવે છે. અત્યાર સુધીની વાતો પણ તને કદાચ વધુ વિચારવા પર મજબુર કરે અથવા ના પણ કરે પણ હા એ મહાલતા મહાસાગર સમાં મનમાં કેટલાયે સવાલો આમને તેમ હિલોરે ચડ્યા હશે અને તારા મનમાંય ઉદભવતાં પણ હશે.

અત્યાર સુધીની વાતોમાં કદાચ બધું તનેય થોડુક વિચાર કરવા માટે મજબુર કરે અથવા કેટલાય વિચારો માં તને ના ઈચ્છવા છતાય લઇ પણ જાય. પણ આ બધું શા માટે વિચારવું અને કેટલી હદે વિચારોમાં ખોવાઈ જવું એતો મને અને તનેય ખબરજ છે કે તારી પોતાની મરજીની વાત છે અથવા એ તારી મરજી વિરુદ્ધ પણ તને ધકેલી જતું હોય આવું પણ બની શકેને..?

મને માફ કરજે કદાચ મારાથી કઈંક અજાણતા જ બોલાઈ જાય પણ એ તો મને નથી ખબર કે શું હશે એ તારા વિશાળ મનના અઘાધ સાગરના ઊંડાણ માં અને એના પછીના તારા હાવભાવ પણ કેવાં હશે અથવા મારી આટલી બધી સમજાવટ અને એટલી બારીકાઇ થી કરેલી છાણવટ બાદ તું મારા વિષે શું વિચારતી હોઈશ.. આમ તો કદાચ તું જાણે છે એમજ દુનિયામાં કોઈ કે પછી કોણ શું વિચારે એનાથી મને કોઈજ પ્રકારનો ફર્ક તો પડતોજ નથી પણ કદાચ હજુય મનમાં એવુજ કેમ લાગે છે જાણેકે તારા જવાબથી મને ફર્ક પડતો હશે...

તનેય એમ હશે કે બધું હું મારા માંનનુજ વિચાર્યે રાખું એ જરાય યોગ્ય નથી પણ હા એક વાત કે તારા મનમાં જે કઈ પણ છે મારા માટે એ જાણવું પણ એટલુજ જરૂરી છે. આ બધી વાતો આમ જોતા દરેક સાથે તો નજ કરી શકાય પણ મારા મત મુજબ એમ કે તારા વિશે ની દરેકે દરેક વાત સોઉંપ્રથમ તને તો કહેવીજ જોઈએ. કદાચ ન કહેવી એ પણ એક રીત તો હસેજ પણ મારા મનમાં વધુ બોજ રાખી શકું એટલી ક્ષમતા મારામાં નથી. હા કદાચ અને તું મારી સારી આદત પણ કહી શકે અથવા તારી ઈચ્છા મુજબ એને ખરાબ પણ સમજી સકે ? તારા મત માટે તું સમ્પૂર્ણ સ્વતત્ર છે..

તને મળવું છે એક વાર કેટલાય સમય થી આ વિચાર પણ મારા મનમાં તો છેજ પણ સાથો સાથ એક સવાલ પણ છે કે કેમ ? અને આ સવાલ નો જવાબ અત્યાર સુધી મારી પાસે પણ નથી. અને બીજી વાત એ કે એના માટેનું કોઈ નક્કર કારણ પણ મારી પાસે નથી અને બીજી વાત તો એ પણ સત્ય છે કે એવો કોઈ અત્યાર શુધી આપણી વચ્ચેનો સબંધ પણ નથી. કે જેના આધારે હું તને મારી પાસે બોલાવી શકું અથવા જરૂર પડ્યે મળી શકું તેમ છતાય મારું મન જાણે તારી સાથે વાતો કરવાના કેટલાય ઓંરતા સેવી ને બેઠું છે પણ આ બધા ઓરતા કેમ કરીને તને કહેવા એની થોડીક મુશ્કેલી જાણે અજેય છેજ મનમાં . આવું નથી કે ડર છે કે કૈક થઇ જાય તો કે પછી બીજું કઈ બસ એક ચીંતા છે મન ના કોઈક ખૂણે કે કદાચ મારી આવી વાતો તને ગમશે કે પછી ?

કોણ મારા વિષે શું વિચારે છે અથવા આગળ શું વિચારશે એની પરવા તો મેં કદી કરી પણ નથી અને કદાચિત કરીશ અથવા કરવાનો પણ નથી તેમ છતાય આ લખું છું ત્યારે કેમ આવું લાગે છે જાણે કે તારા કઈ પણ વિચારવા થી મને ફર્ક પડતો હશે અથવા આ વિચાર ની પણ કોઈ નક્કર પ્રમાણતા નજ હોય એવુય બની શકે , કેમ સાચું ને ?

હજુ શુધી મારી તને મળવાની વાત કદાચજ તારા મનમાં ખટકતી નઈ હોય અથવા તું સમજી સકતી હોય પણ મને એટલી તો ખબર છેજ કે એ સવાલ હજુય તારા મનમાં એટલોજ વિચિત્રતાથી ઘુમળાતો તો હશેજ ને ..?

એનો પણ કોઈ જવાબ તો હજુય નથી મારી પાસે પણ હા દિલ કોઈક નવીજ લાગણીઓ અનુભવી રહ્યું છે પણ એને વર્ણવી શકાય એવી મારી પાસે કોઈ ભાષા જ નથી, અથવા આવી કોઈ ભાષા કે જે દિલની લાગણી , ભાવના અને ઊર્મિઓ ને વ્યક્ત કરી શકે તે હજુ શુધી શોધીજ નથી શકાઈ. તારા મનને આ લાગણીઓ કદાચ સમજી શકાતી હોય અથવા સમજી શકવામાં નિષ્ફળતા મળતી હોય એવુય બને ? સમજાતું નથી કે કેમ મન તારી તરફ વારંવાર ખેચી જતું હશે આજથી થોડાક વર્ષો પહેલા તો તું મારા માટે કઈ હતી પણ નઈ કે હું તારા માટે આટલું વિચારું . મન હજુય કેટલીયે આશંકાઓ માં ઘેરાયેલુજ છે જાણે કેમ આમ મન તારી તરફ આકર્ષાઈ જાય છે વારંવાર કેટલીયે લાગણીઓ ઉદભવે છે જેમકે થોડીક પળ પણ તારી સાથે વાત કરવી જાણે મન આનંદ થી જુમી ઉઠે છે , ગમે તેટલો વ્યસ્ત હોવા છતાય તારા માટે સમય કાઢવામાંય એક પ્રસન્નતા અનુભવાય છે . દિલના આ મધસાગર ના એ પાણીમાં કેટલીયે વિચિત્ર સંવેદનાઓના વહેણ જાણે છલકાઈ રહ્યા છે તને જોઇને પણ એક અલગ જ આનંદ અનુભવાય છે આ બધું કેમ થાય છે અને શું છે એને કઈ નામ નથી આપી શકતો પણ કઇક તો છેજ ? એક નવીજ દુનિયા અનુભવાય છે જયારે તારી સાથે વાત કરતો હોઉં અથવા ક્યાય દુર મનમાં એ વિશાળ વાળનો ની હારમાળા માં શેર કરી લેતો હોઉં ને એવું કેમ કહું આ બધું તને એ મારા માટેની અતિ ખુશીની પળો જેને શબ્દો માં દર્શાવવી મારા માટે જાણે અજેય અશક્યજ છે.

કદાચ તુજ સમજાવી શકે અથવા મારી સામે આંખો થી આંખોને આમ મિલાવી શકે , કદાચ અવુય હોય કે મારું દિલ તારા પ્રત્યેના પ્રેમ રોગ થી ગાયલ હોય પણ એવુય કેમ બની શકે એ પણ નથી સમજાતું જે રોગ મને પેલા પણ આમ તડપાવી ચુક્યો છે એ આજ ફરી ... પણ કેમ...? તારા ખ્યાલો પણ મને બધુજ ભુલાવી દે છે તારા માટે એક અલગજ પ્રકારની તડપ છે મનમાં તારા કોન્ટેકટ્સ પણ છે મારી પાસે છતાય તારી સાથે જોડવામાં સાધારણ માત્ર જાણે અટકી જાઉં છું. એક વિચિત્ર ડર છે આજ મનમાં જાણે કઈ સીધું વિચારતા પેલાજ તારું મન ઊંધું વિચાર કરી બેસે તો ? સાથોસાથ મારા કરને તને આવનાર ભાવી મુસીબતો ના વળખાય તરત ઉપસી આવે છે નજર સમક્ષ અને હું પાછો પડી જાઉં છું. શું કરું કે તને કોઈ મુશીબત માં પણ દેખવા નથી માંગતો ને કદાચ એટલેજ ? અને તારી વિચાર ધારા વિરુધ્ધ્તો મારા મનને માનવી શકવું મારા પોતાના માટેજ અશક્ય થઇ રહે છે .

કદાચ મારી આ સમસ્યા નો જવાબ તારી પાસે હોય અથવા ના પણ હોય.. કદાચ તારું મન માની લે અને અવુય બને કે તારું મન તરતજ સમું થઇ ને બળવો પોકારી દે... અને આજની આ દુનિયાદારી , સોસાયટી અને સમાજ તો તને મારા સવાલો નો જવાબ શુધ્ધાય ન આપવા દે... તારું અંતર મન પણ આજ દુવિધામાં માં ફસાઈને જાણે મનને મારીને વિરીધાભાસ કરી બેસે... પણ તારે આનો જવાબ તો જરૂર આપવો જોઈએ અને એ પણ દુનિયાદારી અને લોકલાજ થી દુર રહી અથવા થોડોક સમય આ બધુજ સાઈડે કરી દઈને પણ દિલના ઊંડાણ માં રહેલ જવાબ સ્પસ્ટ પણે કહેવો તો જોઈએજ ને ?

જો રહી વાત બનવા કે બની જવાની તો, બની જવામાં તો બધુજ અચાનક બની જતું હોય છે દુનિયામાં કઈ લાગણીઓના રીમોટ કંટ્રોલ તો હોતાજ નથી કે સમય આવ્યે રોકી લેવાય અને સમય સાથે વહેતા મૂકી દેવાય ? ક્યારે કોઈ પોતાનું પારકું અને ક્યારે પારકું જાણે આમ અચાનક જ પોતાનું બની જતું હોય છે. આમ જોતા તો બહુજ વિચિત્ર લાગણીઓ છે જે દિલના ઊંડાણ માં ક્યારથીયે સંગ્રાયેલી હતીજ બસ એને વાચા મળવા માં કદાચ વખત વહી ગયો છે. આમતો એ પણ સારુંજ છે નઈતો બધુજ ગુમાવ બેસવાનો સમય પણ આવી સકતને ? બધાજ વહેણ આમ અચાનકજ વહેતા રહ્યા જેની કોઈ ભનક પણ ના પડી શકી એપણ એક વિચારવા લાયક વાત છેને ?

મારી આંખો માં અજેય જાણે એ નવરાત્રી ના દિવસો ફરયાજ કરે છે, રંગબેરંગી રાત્રીના રંગો અને ઢોલના તાલ પર તાલ મિલાવતા ઢગલાબંધ ચહેરાઓની એ એક વિશાળ વણજાર હોવા છતાય આ નજર કેમ ના જાણે એકજ ચહેરા તરફ ખેચાઈ જતી હશે ? આમતો ગના દિવસો હતા પણ અમાંય દરેક રૂપ માં ખીલી ઉઠતું એ યૌવન તે દિવસે કઈક અલગજ રૂપ માં જળહળતું હતું. દૂધ જેવા એ સફેદ વાન સાથે એ ખીલ્ખીલાતો ચહેરો અને અન પર વહેતું નિરંતર સ્મિત અને નવી બનતી એ ફ્લેટ્સ ની દીવાલો સાથે ટેકાઈને મેદાન ના એ વિશાળ પટ પર નજરો ફેરવતો એજ ચહેરો, કેટકેટલા ચહેરાઓ હતા ત્યાં અને કેટકેટલી નજરો પણ હતીજને ત્યાં તેમ છતાય નજર ના જાણે કેમ ત્યાજ ટેકી જતી અને કેટલીયે શેર પર નીકળી જતી જતી.

એવો દરેક પળ હાલ પણ માનસ પટ પર ભમી રહ્યો છે જયારે એ ચહેરો મંદમંદ હાસ્યની રેલીઓ રેલાવતો અને જાણે આસપાસની એ દુનિયા ક્યાય ઓલવાઈ જતી બસ એકમાત્ર એ ચહેરો અને ભુલાયેલી જીવનની યાદો અને એક ઘોર પાપ કર્યા ની લાગણી મનને ઊંડે સુધી ચીરી નાખતી. મનને મનાવવાની કેટલીયે વાર નિરર્થક કોશીશો કરતો પણ પોતાનાજ મનને તારાજ ચહેરા ને આમતેમ શોધતું અને આમ ખોવાઈ જાતને હું રોકી નજ શકતો. એ ગરબે રમતી અને અખા મેદાનમાં પથરાયેલી અક્રુતીઓના એ ઢગલાબંધ ચહેરાઓમાં પણ જાણે એક તારોજ ચહેરો નઝરો સમક્ષ ઉપસી આવતો... પણ તને કહેવું તો ત્યારેય મારા માટે મુસ્કેલ હતું અને કદાચ આજે પણ છેજ .....

ઘણી વખત તો મારું મન મક્કમ પણ થતું કે ચલ પુછીજ લઉં આખરે તરથીજ મનની વાત ક્યાં સુધી છુપાવીશ ? ખરેખર તો મનની વાતોને છુપાવી રાખવા કરતા પૂછી લેવી વધુ સારી પણ દિલની ફરિયાદો માં મન મારોજ સાથ છોડીને જાણે ક્યાય ભાગી જતું.સમજાતું તો નજ હતું છતાય દિલના કોઈક ખૂણે કોઈક વાતની કમી સાલતી હોવા છતાય હું કઈ પણ કઈ ના સકતો કે રહી પણ ના શકતો... કેમ કરીને કહેવું જયારે તું મને થીક્થો ઓળખતી પણ ના હોય અને તને કેમ કરી ને સમજાવવું જોકે તારી સામાજિક ઓળખાણ સાથે મારે કોઈજ લેવાદેવા ના હતો મારા માટે તો મારી એ પ્રથમ નઝરની ઓળખાણ જ સર્વોપરી હતી બીજી કોઈ ની જરૂરજ ના હતી...

સમય સાથે ઘણુય બદલવા લાગ્યું, હવે મન પણ મક્કમ થઇ શકતું અને તારા સાથે ની ઓળખાણ સાથો સાથ નિકટતા પણ વધતી ગઈ મેં ત્યારે પણ મારા દિલની વાત કરેલી પણ તારો ત્યારનો જવાબ મારા વિચાર પ્રમાણેનોજ હતો. તેમ છતાં એટલો અસર ના થયો મારા મનમાં જેટલો કદાચ અજમા થઇ શકે કારણ તે સમય માં મારી જીવન ના વિચારો તારી લાગણી કરતા કદાચ મઝબુત હતા પણ હવે આવું નથી... કદાચ તારોય જવાબ યોગ્યજ હશે અ વખતનો ?

સાચી વાત કઉ તો તને કોઈ પણ વાત કરવી કર સમજાવવી અજેય એટલીજ મુશ્કેલ તો છેજ જેટલું કે મુશ્કેલ તને પ્રથમ નઝરે જોયા પછી હતું. ત્યારે તને ખોઈ દેવાનો ડર હતો પણ આજે મારા કારણે તારા દિલ પર વીતતી લાગણીઓનો છે . રાતના ૩;૪૧ થઇ રહ્યા છે જયારે અ બધા વિચારો મનમાં વિખેરાયેલા પડ્યા છે જેને સમેટવા ની કદાચ મારી તૈયારી નથી ... કેટલાય વિચારો મનમાં જાણે ભરતીની જેમ ઉભરાઈ રહ્યા છે પણ તેમ છતાં તારી વાત જાણે વધુ મહત્વ ની છે. એક અદભુત લાગણી છે દિલના ઊંડાણ માં જેના ના કોઈ નામ છે કે ના કોઈ કારણ હયાત માં છે મારી પાસે હાલમાં..

લાગણીઓ આમ પણ ક્યાં કોઈ કારણો ની મર્યાદા રેખાઓમાં બંધાઈને રહેતી હોય છે ? આ બધુજ મારા માટે જુનું હોવા છતાં પણ જાણે એક દમ નવુજ છે અને એવુજ દરેક પળ લાગ્યા કરે છે. શું કહેવું અને શું ના કહેવું અથવા કેમ કરીને બધું કહેવું ? ના મારી પાસે બધુજ કહી દેવાના કારનો છે ત્યાજ સાથો સાથ એને છુપાવી રાખવાના પણ મારી પાસે ઇચ્છિત કારણો તો નથીજ ને ? ના એના મારી પાસે કોઈ જવાબો છે કે ના એ બધા મારા માંથીજ મળવાની આશા પણ છે , તેમ છતાય એક વિશ્વાસ છે મુજ મનમાં કે કદાચ તું આના જવાબો મારા કરતા સારી રીતે આપી શકીશ પણ તું એવું ઈચ્છે અને ના પણ ઈચ્છે એના વિષે મારા મત કદાચ સ્પષ્ટ નથી.

એક મક્ક્ક્મ વિચારો ની જો કોઈ હારમાળા હાલ મનમાં ઉદ્ભવી રહી હોય તો એ બસ એટલીજ છે માત્ર કે હાલની ક્ષણે મારા મનમાં જે કઈ પણ છે અને જેમ છે એજ રીતે તારા પ્રત્યેના દરેકે દરેક વિચાર ને તારા સામે ખુલ્લા કરી દઉ તને બતાવી દઉ કે જો મારું મન હાલ અને આ ઘડીએ પણ તારા માટે શું અનુભવી રહ્યું છે બસ બધુજ તારા સામે સાચે સચ કહી દેવું છે ને આમ પણ ક્યાં સુધી દરેક વાતને હું તારાથી છુપાવી શકવાનો છું. મારા વાણી અને વર્તન માં દરેક પળે આમ પણ બધું ઉભરાઈ આવાનું તો છેજ ને તારા સમક્ષ આમ પણ બધું છતું તો થવાનું છેજ ને તો પછી અ કાલ અથવા આવનારા દિવસો માં કેમ આજેજ કેમ નહિ ?

મારા મનની તમામ લાગણીઓ માટે કદાચિત તારા મનમાં ગુસ્સો પણ ઉભરતો હોય પણ એના માટે વધાર પડ્યે હું માફી માગી સકું પણ તોય જે છે એતો નથીજ બદલાવાનું ને એતો એમજ રહેશે ને જેમ એ છેજ ? અને રહી વાત માફી માંગવાની તો જો મારી આમ માફી માંગી લેવાથી તારા મનના મંતવ્યો જો બદલાઈ જતા હોય તો સ્યોર હું અન માટે પણ તૈયારજ છું એમાં ક્યાં હું પીછે હઠ કરવાનો હતો વળી.

હા આવું બની શકે કે આટલું બધું સાંભળી લીધા પછી અથવા આજ દિન પછી તું મને ના બોલાવે અથવા રિસાઈ જાય તેમ છતાં પણ વાત તો જ્યાં છે ત્યાજ આવીને જ અટકી જવાની ને ? કદાચ તું મારી વાત સ્વીકારી લે મનથી પણ અને શબ્દો માં સ્વીકારી ના શકે અથવા સ્વીકારી પણ લે અવુય બને તો ખરા ! પણ હા એબધા કરતા પણ જો તું એક વાર મારી આ બધીજ વાતો ને એકાંત માં શાંત ચિતે અને દુનિયાની માયાઝાળ ને એક તરફ મૂકી ને વિચારી અને દિલની ઘહેરાઈ પૂર્વક અનુભવી શકે એ પણ મારા માટે ખુબજ મોટી વાત હશે. અના માટે નવા કોઈજ કારણો ની જરૂર નથી કારણ હું જાતે પણ સમજુ છું કે મારા દરેક પળ ની દરેક વાત અને યાદ માં ભલે તું સામેલ હોય પણ સચ્ચાઈ તો એજ છે ને કે આ બધીજ મારા દિલમાં વસતા વિચારોના વહેણ માં રચાયેલી સૃષ્ટિ છે પણ તારા વિચારો આનાથી અલગ પણ હોઈ શકે એ હું સમજી શકું છું ? અને કદાચ એજ વસ્તુ સ્વાભાવિક પણ છે ?

આટઆટલું કહ્યા છતાં પણ જાણે ઘણુય હજુય અધુરુજ છે અથવા મનેજ આવું લાગી રહ્યું છે જાણે કે બદલાઈ રહેલી પરિસ્થિતિઓ મુજબ મારી વાત તો હજુય ત્યાજ છે અને અટકી પડી છે જ્યાં પહેલા પણ હતીજ કદાચ એ આવશ્યક પણ છે એવુય લાગે તો છેજ ને ?

કદાચ બધું તું માનવા તૈયાર થાય અથવા મારા વિચારો અને લાગણીઓ ની જીત અથવા એ પણ મારા બસ ની વાત તો નથીજ ને કે મારી ભાવનાઓ ની આ પોટલી ને કોઈના પર મજબૂરી પૂર્વક થોપી દેવી.

કેટલીયે ભાવનાઓની લહેરો મનમાં ઉથલપાથલ થઇ ને આમતેમ પછડાઈ રહી છે જેમાંથી મહત્વપૂર્ણ ગણી શકાય એવી ઈચ્છતો એજ છે કે તને મળવાની મનમાં એક તમન્ના છે આખરે અજુય એજ વાત કઈશ કે મારે તને મળવું છે....

કદાચ મારા આ દિલને તને ધ્યાનથી જોવાની ઝંખના હોય કે પછી તને આમ મારી અ આંખો વડે પારખી લેવાની ખેવના હોય અને અવુય બને કદાચ તારી આંખોના એ વિશાળ જળાશય માં એક ડૂબકી લગાવી ને એ તમામ તેમાં આમતેમ ફરતી અને તરતી તારી અભિલાષાઓ , ઈચ્છાઓ અને અમુક સપનાઓ ને જાની અને જીવી લેવાનીજ ત્રીવ્ર ઇચ્છા કે કામના કેમ ના હોય ?

સવાલ તો મારો હજુય જાણે એજ પગથીયે ઉભો રહીને ડોકાચીયા કરી રહ્યો છે જે પગથીયે અને પ્રથમ શબ્દ થીજ પહેલ કરી હતી. હાલ પણ ત્યાજ છે જ્યાં હતો .

પણ શું તું એનો એ જવાબ આપી શકે ખરા ?

શું તું એક વાળ ખરેખરે મળી શકે ?

કેમ ? તારોય આ સવાલ તો સ્વાભાવિકજ છે પણ મેં પેલા પણ કહ્યું છે બસ એમજ એનું કોઈ ચોક્કસ કારણ તો મારી પાસે નથી.

મારા તારણો છે પણ ખાલી તારે સમજવા પૂરતા કે આખરે કેમ મળવું છે ?

એક મુલાકાત ને ખાતર ...

મનની એ વાતને ખાતર ...

થોડોક સંગાથ ને ખાતર ...

હાથોમાં હાથને ખાતર ...

તને સમજાવવી છે ...

તને મનાવવી છે ...

તને જોઈ લેવી છે ...

તને અનુભવવી છે ...

કેટલાય આમ તેમ દિલના ખૂણાઓમાં અને એ વિશાળ મારા રુદિયાની દરેક સડક પર હિલોળે ચડેલા સવાલો ને ઉકેલવા મળવું છે...

તારા દ્વારા કે પછી અત્યાર સુધીના સાથ અને કેટલાય દ્વારા મળેલા વિચિત્ર થી પણ વિચિત્ર જવાબો ને જણવાય માનવું તો છે ...

તારી આશાઓ અને નિરાશાઓ જણવા તેમજ તારા મનમાં ઉમડતા અરમાનોને એક વાર સાથે બેસીને મનાવવાય મળવું છે....

બસ તને મળવું છે ........

એક વાર મળવું છે ....

તારીખ ૩૧મી ઓગસ્ટ નો દિવસ મારીજ ડાયરી માંથી લીધેલ .....

મારા વિશે......

હું એક વિદ્યાર્થી છું સાચા અર્થમાં દરેક વસ્તુને સીખી લેવા અધીરો અને તલપાપડ રહું છું. હું એક વિચિત્ર પ્રકારનો લેખક અને વિચારક છું પણ ક્યાં સમયે હું શું વિચારું કદાચ મનેય એની ખબર હોતીજ નથી પણ જે કઈ વિચારું અથવા જોઉં કે પછી અનુભવું એને ખુબ ઊંડાણ પૂર્વક તપાસવા ની મને ખોટી ટેવ છે. હું મારી જાતને વારંવાર સવાલો કરતો રઉ છું મારી અંતર આત્માને જંજોડી નાખું છું. ઝડપ ભેર ફેસલા પર આવવાની જગ્યાએ પણ હું કઈ પણ કરતા પહેલા થોડોક વિચાર કરી લઉં છું.

દુનિયા માટે અને કદાચ સાચેજ એક દમ નફફટ માનસ છું, મારા કામો માટે તો સેલ્ફીશ પણ છું, મારા કર્યો પુરતો મતલબી પણ છું, મારી પસંદ બહાર ના લોકો માટે હું ગમંડી માણસ જેવો છું, એક નંબર નો નપાવટ અને નાકારાય છું, ફાલતું અને કોઈ કામ કાજ વગરનો અથવા પાગલમાં ગણી લેવાય એવો વ્યક્તિ છું, અલગાવવાદી અને બળવાખોર તેમજ અસામાજિક વીચારધારા ધારવનાર એક ખરાબ વ્યક્તિ છું, કોલેજ અને શાળા બંક કરીને કેન્ટીન અને સ્ટેશનો પર રઝળપાટ કરતો રખડું માનસ છું અને ઘણા લોકોના કહ્યા મુજબ મારા મનમાં ઉદ્ભવતી નિરર્થક વાતો અને વિચારો કરી ને વ્યક્ત લોકોને બોર કરી દઉ છું તેમજ મારા ફલતુના લખાણ વડે બધાને હેરાન પરેશાન કરી મુકું છું. પણ મારા મત મુજબ તો હુજ મારો હીરો છું પોતેજ મારો આદર્શ અને મારા પોતાની અંતરમનની તરસ છીપવનારો એ અઘાધ સાગર છું, પોતાની હિંમત વધારતું અને દરેક પળે વધાવી લેનાર પ્રેરણાનું એક અવિરત વહેતું વિશાળ ઝરણા સમાન છું હુજ મારો પસંદીદા અને મોસ્ટ ફેવરેટ અને એકમાત્ર શિક્ષક છું..

દુનિયાની કોઈ જાતની ફિકર કર્યા સિવાય સ્પષ્ટ અને સાચું કહેનારો વ્યક્તિ છું, દુનિયાદારી ના લાખો બંધન હોવા છતાય એક મુક્ત પને આકાશના ખુલ્લા વદળો ને ઓળંગતો તેમજ દરેક બંધનો ને તોડીને મુક્ત જીવન જીવતો માણસ છું. મારા જીવન માં દોસ્તોની પણ કોઈજ કમી નથી પણ ચાહનારાઓ ની છે, એક તૂટેલો અને પ્રેમના દરેક યુદ્ધ માં હારી ચુકેલો પ્રેમી છું તેમ છતાય રણમેદાન માં દરેક વખતે મારા તડપી ને દમ તોડી ચુકેલા પ્રેમની નનામી ઉઠાવનારો એ મજબુત અને અડીખમ વ્યક્તિ પણ હુજ છું કદાચ એટલે હું પત્થર દિલ તરીકે ઓર્ખાઈ જાઉં છું.

આમ જોતા બઉ કડક અને અંદર થી એકદમ પોચો માણસ છું, મારી એકદમ નાની અમથી સફળતા માટેય મન ભરીને જુમી ઉઠું છું દરેક પળ ને માણું છું. મારી ખુશીની પળોમાં હું દિલ ખોલી ને નાચતો કૂદતો નઝરે પડું છું એક પાગલની જેમ જુમી ઉઠું છું નાચી લઉં છું. એકાંત માં રડી લઉં છું પણ મારા દુખોનો પોટલો કોઈના માથે મઢી નથી દેતો. સામાન્ય શબ્દો માં હું એક ખુલ્લો માણસ છું.

લેખક તેમજ વિચારક અને તર્ક ચિંતક કરતાય વધુ હું જીવિત માણસ છું એક સાચા અને સટીક અર્થ માં દિલના દરેક રંગોને મન ભરીને જીવતો વ્યક્તિ છું. મને મારા સપનાની કલ્પનાઓની વિશાળ સૃષ્ટિમાં કોઈનીયે દખલ અંદાજી પસંદ નથી હું દરેક પળ ને ખુલીને જીવી લેવામાં માનું છું. વધુ વિચારોના મોઝાઓ માં ખેચાઈ જઈને તડપવા કરતા મારા મનના વ્હેણોમાં મુક્તપણે મોઝ થી રમી લેવામાં માનું છું. સપનાઓ અને કલ્પના થી ભરપુર આ દુનિયામાં જીવન ના દરેક રંગ ને પચાવનારો એક અસાધારણ વ્યક્તિ છું. હું કોણ છું અનો જવાબ પણ મારી પાસે છે અને હું મસ્ત અને મોઝ્થી જીવું છું એ વાતની મને અત્યંત ખુસી છે મારા માટે હું દુનિયાનો સોંથી નસીબદાર વ્યક્તિ પણ છું. મારી દુનિયા મારા સપના અને કલ્પનાઓને હકીકત ની દુનીયામય મન મૂકી ને જીવી જાણે છે જે મારા વિચારોમાં સ્પષ્ટ પાને ઉભરી આવતું પણ દેખાઈ આવે છે..

સ્કૂલો અને કોલેઝો કરતા મારા માટે દુનિયાની આમ વિશાળ અને અગાધ લંબે સુધી વિસત્રાયેલી અને એક અજાણ્યા માયાજાળ માં ખોવાયેલી આ સૃષ્ટિ વધુ મહત્વ પૂર્ણ શિક્ષણ ક્ષેત્ર છે. એક પ્રેમી છું આ કુદરત અને પરમાત્માનો અને એની બનાવેલી દુનિયાનો અને અનીયે સાથે અસ્તિત્વ ધરાવતી મારી એક અલગ દુનિયાનો અને મારી આ સ્વપ્ન સૃષ્ટિ ના આ વિશાળ આકાશમાં મુક્ત પણે ઉડતો રહેતો હોઉં છું, લાખો સપનાઓ જોઉં છું અને વધુ પડતું તો હકીકત કરતાય સપનાની દુનિયામાંય મસ્ત બનીને ખોવાઇનેય જીવી જાણું છું. કારણકે મારી એ સ્વપ્ન સૃષ્ટિ નો હું એક માત્ર ભગવાન રઝા અથવા શાસક છું, ત્યાં બધુજ મારા વિચારો મુજબ થાય છે મારી ઈચ્છા વગર એક પત્તુય ફરકતું નથી.

અત્યાર સુધી મારી કોઈજ એવી ઓર્ખાણ નથી અને કોઈ દશા કે દિશા પણ નથી એક કારણ અને મતલબ વગર રખડતો રહેતો સાવજ નકામો છું, હું કોઈ ચોક્કસ વિચારધારા માં બંધાયેલો નથી પરિવર્તનશીલ અને દિલની નાની મોટી દરેકે તમન્ના ને મનમુકીને જીવી લેનારો એક સફળ અને મારા માટે તો સર્વશ્રેષ્ઠ અને યોગ્ય વ્યક્તિ છું. ચિત્ર , વાણીજ્ય અને સંચાલન જેવા વિષયો માંથી પસાર થયા બાદ હવે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયોની માયાજાળમાં કુદી પડનારો વિચિત્ર વિચારો ધરાવતો મઝાનો માણસ છું. હેતુ બસ દુનિયાદારી ને સમજવાનો લોકોના મનને જાણવાનો અને કેટ કેટલુય શીખી લેવાનો ગાંડો શોખ લાગ્યો છે. હું બધાજ બંધનો થી મુક્ત છું અને જડપ ભેર પરિવર્તન ને સ્વીકારી નવી વિચારધારા સાથે કદમ મિલાવતો વ્યક્તિ છું.

દુનિયાનો નંબર એક ગણી શકાય આવો નાસ્તિક પણ છું અને દુનિયા જેવા દેખાવો કરનારા જીવનથીયે ત્રાસી ગયેલો છું. પારદર્શક અને સ્પષ્ટ વલણ ધરાવું છું જાતિવાદ અને કોમવાદ ને મારામાં ક્યાય સ્થાન નથી. હું પરમાત્મા માં માનું છું અને મને એવી તો હવાય છે કે મારા જેટલું નાઝીકથી કદાચજ કોઈ પરમાત્માને જણતું હશે. પ્રગતિશીલ વ્યક્તિ છું ઝડપભેર પરિવર્તન સ્વીકારી શકું છું. માનવામાં તો હું કઈજ નથી માનતો અને જેટલું જાણું છું એનેજ સત્ય સમજુ છું, કારણકે હું દરેક વસ્તુ પર સવાલ ઉઠાવી લઇ એને જાણવાનોય એક ગાંડોતુર શોખ ધરાવું છે. હું તર્ક વિતર્ક કરી ને સાચા અર્થમાં જીવીત માણસ છું હું દરેક પળ અને એમાં છુપાયેલા કેટલાય પળો ને મન મુકીને જીવી જાણું છું અને મારા દિલને હું પ્રાથમિકતા અપુ છું.

મને કોઈ ફોલો કરે એના કરતા મારો દોસ્ત બની મને સાફ સાફ કહી સકે એવા માણસો મને વધુ પસંદ છે. હું મારા ચાહનારા માટે ગમે ત્યાંથી સમય કાઢી શકું છું.

લી. સુલતાન સિંહ

મોબાઈલ. +૯૧ – ૯૫૮૬૮૭૫૬૫૮

મેઈલ .

ટ્વીટર પર . imsultansingh

લિન્ક્ડ ઇન પર . imsultansingh

ગુગલ પ્લસ પર . raosultansingh

વેબપેજ . thepsychomind.page.tl