Abla Kon ? Nari Ke Samaaj ? books and stories free download online pdf in Gujarati

Abla kon ? Nari Ke Samaj ?

અબલા કોણ...?

નારી કે સમાજ...?

Sultan Singh

૯૯૦૪૧૮૫૦૦૭

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણા લેખમાં કહ્યું છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી બસ એક વિનતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી સકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.

નામ ;- સુલતાન સિંહ બારોટ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું.. ]

અબલા કોણ...? નારી કે સમાજ...?

મને લગભગ આ જીવનમાં સોંથી વધારે જો કઈ ખટકતું હોય તો આ દુનિયાદારી અને સમાજના રીત-રીવાઝો પાછળની આ આપણી આંધળી, બહેરી અને મૂંગી મુકાયેલી દોડ છે. કદાચ એના કારણે જ આજે આપણો ભારત દેશ ખુબજ પાછળ છે મને નથી લાગતું કે આપણે રૂપિયે પૈસેથી પાછળ છીએ પણ હા આપણે જરૂરથી આ ખોખલી દુનીયાદારીથીજ અત્યાર સુધી વિકાસ કરી શક્યા નથી અને આવુજ ચાલશે તો કદાચ આવતા ૫૦૦ વર્ષ સુધી પણ નહિજ કરી શકીએ. કદાચ થોડું વધુજ થઇ ગયું નઈ પણ ચાલો હવે બોલાઈ ગયું એનું શું હવે મુદ્દાની વાત કરી લઈએ.

વાત જરા એમ છે મને કાલે મારી એક મિત્રએ એક વિચિત્ર એવો પ્રશ્ન કરેલો એનો પ્રશ્ન ખરેખર મારા દિલમાં ઉતર્યો એકદમ સચોટ અને ગણા વિચાર્યા બાદ પુછાયેલો એ સવાલ અને કદાચ આ સવાલનો જે જવાબ મેં આપ્યો એજ જવાબ જો બધા આપવાની સાથોસાથ એને કરી બતાવાની હિમત રાખી શકે તો મને નથી લાગતું કે ભારત જેવા લોકશાહી દેશમાં કોઈ નિર્ભયાની ભર્યા દિવસે તો શું રાતના ત્રણ વાગે પણ એની લાજ લુંટાઈ શકે શરત મારીને કઈ શકું કે કોઈની તાકાત નથી. ઓહ મેઈન વાત તો હજુય રઈ જાય છે ચાલો એ વાત પેલા કરીએ તો એનો સવાલ જરા એમ હતો કે...

“ કોઈ છોકરીને એકલા કે બેકલા મતલબ કે ગમેતે સ્થળે છોકરાઓ છેડતા હોય અને તમે, સમજો છોને તમે પોતેજ ત્યાંથી નીકળો છો. અને મેઈન વાત કે તમે બધુજ તમારી સગી આંખે જોઈ રહ્યા છો તો તમે એ પરિસ્થિતિમાં શું કરશો ? ” એટલોજ એનો સવાલ હતો અને મારો જવાબ પણ એટલોજ ટૂંકો પણ એ મને હજુય જાણે યોગ્ય નથી લાગ્યો.

“ મેં એને કહેલું કે આવા સમયે જો એજ સ્થળે હું હોઉં તો પેલાતો એ છેડતી કરનારને મારું અને એકાદ તો પેલી સ્ત્રી, છોકરી, કે મહિલા કહો એને પણ...”

આ વાત જરા એની સમજ શક્તિ બહારની થઇ ગઈ એવું મને લાગ્યું પણ જે કહ્યું એ બઉ ઊંડા અર્થ મુજબજ હતું. એને બીજો સવાલ એમ ન કર્યો કે એ છોકરીને કેમ ? તો પણ એનો મારી પાસે જવાબ છે અને કદાચ સાચો છે પણ સમાજ અને સોસાયટીને કે આ ગુંગા, બહેરા અને આંધળા સમાજને પચે એવો નથી. તેમ છતાં મેં એને જવાબ આપ્યો હોત કે છોકરીને એટલે કે “ એ બિચારી બનીને બધું સહેજ કેમ ? શું એનામાં અને આપણામાં ભગવાને કોઈ કમીઓ રાખી છે ખરા ? બે હાથ, બેય પગ, અને કદાચ એ હાલતમાં લડી શકાય એ બધુજ છેજ અને જયારે આપણે પોતાનું સ્વમાન બચાવા માટે એનો ઉપયોગ ના કરીએ તો એમાં કદાચ દુનિયાને દોષ દેવા કરતા પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ. કેમ સાચુંને અરે ખરેખર સાચું લાગે તોજ હા કહેજો બાકી છેલ્લે તમારા માટે એક સવાલ જરૂર મુકતો જવાનો છું જેનો જવાબ તમારેજ આપવો પડશે સમજ્યાને ?

કદાચ હવેનો સવાલ એવો હોય કે સ્ત્રી અને પુરુષમાં ફરક હોય એટલે. હા વાત સાચી એમાં ફરક હોય પણ કદાચ મને નથી લાગતું એ ફરક આમાં ભાગ ભજવતો હોય કારણકે મારી જાણ મુજબ કરાટે, જૂડો, બોક્સિંગ, ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, બધેજ મહિલાઓ છેજ અને એમને એ શારીરિક ફરક નથી નડતા અને એ નડવા પણ ના જોઈએ કારણકે આ સ્ત્રી પુરુષના ભેદભાવની ખાઈ ભગવાને કે સર્જનહારે નઈ પણ આ પુરુષ પ્રધાન દુનિયાએ બનાવી છે કદાચ ભારતન માટેજ આ બધું માર્યાદિત ગણવું વધુ ઉચિત રહેશે કારણકે વિદેશોમાં એવો ફરક નથી હોતો કારણકે એ બસ માનસીક છે સત્યતા તો નથીજ અરે ભૂલી ગયો આતો સાધારણ ક્ષેત્રો કહ્યા પોલીસ, વાયુસેના અને હદતો ત્યારે છેકે આજકાલ સ્ત્રીઓ આર્મીમાંય છે તો એમનામાંય ફરક તો છેજ પણ તોય... હવે તો એ વાસ્તવિકતા સમજાય ને ?

અને જયારે પોતાના સર્વસ્વ અને લાજની અડી પડી હોય ત્યારે થોડી વાર માટે આ દુનિયાદારી, સમાજ અને સોસાયટીને એક બાજુ કરીને જે મનમાં આવે એ પગલું લઈજ લેવું કારણકે બધું વીતી ગયા પછી અને કદાચ વીતતું હશે ત્યારે પણ કઈ આ દુનિયા તમારા વારે કે સાથે નથીજ રહેવાની આતો પાંગળી અને કદાચ જીવતી લાશ જેવી છે બસ બધુજ જોવે છે અને વિચાર્યા વગર જેતે બોલી કાઢે છે. આમ પણ તમારી વ્હારે કોઈ નથી આવાનું એ તમે જાણો છો તો પછી અબલા બનીને હણાઈ જવું એના કરતા મહાકાળી બનીને હણી નાખવામાં ખોટું શું છે. કદાચ એમાં એકાદ પાપ થઇ પણ જાય તો શું પણ કદાચ એની ગણતરી પાપમાં થાયજ નઈને પોતાની લાજ બચાવવા કરેલા પ્રયત્નોને કઈ પાપ ના કહેવાય એતો અકર્મ ગણાઇ જાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચારીનેજ બોલી ગયા હશે કે પોતાની રક્ષા ખાતર અથવા દુનિયાના હિત ખાતર આચરવામાં આવેલું કર્મ પાપ નથી અને પુણ્ય પણ નથી ગણાતું અને એજ સાચું છે કદાચ આજ આપણા સંવિધાનમાં પણ છેજ કે પોતાનો જીવ બચાવતા કરાયેલા પ્રયત્નોને કઈ ગુનો ના ગણી શકાય.

ચલો હવે ફરી અપણે સોસાયટી અને દુનીયાની કડવી હકીકતો પર નઝર નાખીએ અત્યારે એવા સવાલ થાય કે બળ્યું દુનિયાદારી ક્યાં એમને એવું કરવાથી રોકે છે. પણ એમ કરવામય સ્ત્રીઓનેજ ભોગવવાનું તો આવેને હવે ફરી સવાલો થાય કઈ રીતે... ચાલો જોઈએ એક જલક..

જયારે પણ કોઈ મહિલા કે દીકરીજ કહોને વધુ યોગ્ય લાગશે એની સાથે કોઈ આવી છેડતી કે અકર્મ થઇ જાય અથવા થઇ ચુક્યું હોય પછી શું આજ સમાજ કે દુનિયા એની વારે આવે ખરી ? ના હરગીઝ નહિ ઉપરથી મેણા-ટોણા મારીને એતો શું સુખ કરે એના આખા પરિવારનું જીવવું બદતર કરી નાખે અને સોસાયટી સમાજમાં એમની ઈજ્જત આબરૂના કચ્ચરગાણ કાઢી નાખે. અને છેવટે કાં તો એ પરિવાર રીબાઇ રીબાઈ ને જીવી લે કે પછી દીકરીને જ્યાં ત્યાં જેવા તેવા હરે પરણાવીને છુટકારો મેળવી લે પણ તોય એ પરિવારે છેક સુધી સાંભળવાનું તો ખરુજ જાણે એ બિચારીએ બધું જાણી જોઈનેજ ના કર્યું હોય. જે પરિવારની એ રાજકુમારી બનીને રહી હોય એજ નાઝરોમાં એ કુલગાતિની જેવી થઇ પડે કદાચ પરિવાર પણ એનો સાથ છોડી દે, એનો પોતાનો કહેવાય એવો એનો પતિ પણ આ વાત વીત્યા પછી એનો નથી રહેતો એપણ સત્ય છે, અને જો સગાઇ થઇ હોય તો એ છોકરો પણ કદાચ એ દીક્રીનોજ વાંક કાઢે અને છેલ્લે સસરો અને સાસુ પણ એને પોતાની દીકરી સમજી એનું જીવન બનાવવાને બદલે આખાય સમાજમાં ફરી ફરી એને ઉપરથી જીવવા લાયક ના રાખે. બહાર આવું જવું પણ એ દીકરી માટે જાણે પાપ બની જાય આ સમાજ અને સોસાયટીના ઠેકેદારો દ્વારા એના નામ પર કાળો થપ્પો લગાવી દેવામાં આવે. અને પછી હાલતા ફર્તાય એને જાણે રમકડું બનાવી દેવાય એની ભર્યા માર્ગે બૈજ્જતી થાય અને એના પાછળ લોકો ખરી ખોટી વાતોય કરે.

અરે બાપરે આતો બઉ આગળની વાત થઇ ગઈ એવુજ લાગતું હશેને પણ એવું નથી આજ સત્ય છે આપણી સોસાયટીમાં મહિલાની નાની અમથી વાતોને ખેચીને ચ્વીન્ગમ બનાવાની રીત છે. અને સમાજની આવી આદતોના કારણેજ દીકરીઓ ભોગ બની જાય છે ના કહેવાય કે ના સહેવાય એવી પરિસ્થિતિમાં જીવવાનો પણ એમનો વારો આવે છે. કદાચ ત્યારે જયારે એની સાથે છેડતી થઇ ત્યારે પણ જો એને કોઈ એક્શન લીધી પણ હોત તો સમજદાર લોકોતો એને સાથ આપત પણ આ સમાજના સડેલા લોકો એમાય કઈક આવી વાતોજ કરત “ મુઈ આય કઈ ઓછી ની હોય એમને એમ કોઈ થોડે હેરાન કર...” “ એનાય ભેગ ભેળા હસેજ, આપણને તો કોઈ કઈ નથી કહેતું...” “આતો છેજ એવી એટલે છોકરા તો હેરાન કરવાનાજ ને” “ એને ખબર છેકે જમાનો ખરાબ છે તો આવા લૂગડાં શું કામ પેરે” “ છોડીઓને કઈ કોલેઝો ના કરવાની હોય” “દીકરી તો ઘરમાંજ શોભે બારે જાયતો મોં કાળા કરાવે” “ એય એને ભાવ આલતીજ હશે” “ આવા કપડા પહેરેતો છોકરા તો હેરાન કરવાનાજને” “ થોડી ઓછી રોપ મારેતો કોઈ ના છેડે...” બસ આવા ગણાય શબ્દો તો છે પણ બધા અહી કઈશને તો આ આર્ટીકલની જગ્યાએ પુરાણ થઇ જશે આતો મેં સાંભળેલા થોડાક વાક્યો કહ્યા. હવે બોલો જો બોલે તોય કઇક આવાજ વાતાકડા મંડાય પણ શું ફરક પડે બસ આટલું જો એ મનમાં ભરાવી લેને તો મને નથી લાગતું કે દુનિયામાં આવા કિસ્સા બને ખરા. અરે જયારે પોતાના સ્વમાનની વાત હોય અને સમાજ અને સોસયટી જો પગમાં બેડી બનતી હોયને તો એને બેફીકર પગેથી ઠોકરે ઉડાડી દેજો પણ એમાં ફસાઈને જીવન બગડવા તો દેવાયાજ નઈ.

આજનો સમાજ રીત રિવાજોમાં એટલો ઉલ્જી ગયો છે કે એજ ભૂલાઈ ગયું છે કે રીત રીવાજ માણસની સુરક્ષા અને શાંતિ માટે બનાવાયેલા છે નાકે એમના જીવનમાં જેલની જંજીરો બની જવા માટે. અને જો એવાજ સમાજમાં બંધાવું હોય તો પછી એ વાતને ભૂલી જજો કે તમે તમારા જીવનમાં ધારેલું કરી શકશો કારણકે માંગ્યા વગર તો માએ નથી આપતી તો સમાજ કે દુનિયા તમને શું આપી દેવાની છે. બસ બધા બંધનો તોડીને જીવાવનું શીખી લેવું છે પણ એક વાત સાથો સાથ મનમાં રાખવી કે બંધનો તોડવા એ યોગ્ય છે પણ માણસાઈની હદ વટાવવી એ ઉચિત નથી એટલેકે કોઈકને નુકશાન ના પહોચે એનું ધ્યાન રાખીને દિલ ખોલીને દિલની અવાજ સાંભળી લેવી એજ તો જીવન છે.

કદાચ આજ કારણો અને સમસ્યાઓના કારણે દેશ પાછળ છે અને ભારત દેશમાં સ્ત્રીઓ કરતા પુરુષોનું પ્રમાણ વધારે છે. બધાને દીકરા જોઈએ છે દીકરી નઈ કારણ કે સમાજમાં નારી જાતિની પરિસ્થિતિથી બધા અવગત છે પણ એનો શું અર્થ એને બદલવાના બીજા રસ્તા પણ છે. દીકરીને આવતાજ મારી નાખવી એ કઈ હાલ નથી મુસીબત નો ભગવાનના આશીર્વાદ જેવી દીકરીને આ દુનિયાના બંધનોમાં ફસાઈને મારી નાખવી એના કરતા કેમ પોતાની દીકરીને જીવાડીને આ આંધળા સમાંજનેજ રસ્તે કરી દેવો. મારા માટે બીજું પગલું વધુ યોગ્ય છે દીકરી તો બે ઘર તારવે છે જયારે દીકરો તો એક ઘર તારે એમાય કપૂત ઉછળે તો કેટલાય ઘર બરબાદ પણ કરી નાખે છે. કદાચ ગણું બોલી જવાતું હોય એવું લાગે છે પણ મેં આવુજ જોયું છે, આજ શીખ્યો છું અને આજ સમાજની ગંદગીમાં હજુય મોટો થઇ રહ્યો છું કદાચ મારામાં એટલી તાકાત નથી કે હું આખી દુનિયાને બદલી શકું પણ હા મારામાં એટલી ક્ષમતા છે કે હું પોતાની જાતને બદલી શકું અને હું સતત એના માટે પ્રયત્નશીલ છું.

ગણા કિસ્સા છે મારી પાસે ટાંકવા પણ એને વિસ્તાર થી બતાવા કરતા ટૂંકમાં સમજાવી દેવા મને વધુ ઉચીત લાગશે. કોણ શું કહેશે એને ભુલાવીને આપણે શું કરવું જોઈએ એ મારા માટે વધુ મહત્વનું છે. દિલ્લીમાં થયેલો નિર્ભયા કાંડ કોને યાદ નઈ હોય ભરી બસમાં એટલી હદે એક મહિલાનું અપમાન બહુજ વિચિત્ર વાત છે. દરેક ન્યુજ ચેનલે એ રીલો ફેરવી ફેરવીને કદાચ એ તૂટી નઈ ગઈ હોય ત્યાં લગી ચલાવી હશે, આજ સુધી જેટલું રાજકારણના રમાયું એટલું એ બિચારી દીકરીની મોત પર રમાયું હતું. કદાચ એ ઘટના એના પરિવાર કરતાય ભારત દેશ માટે શર્મનાક હતી કારણકે દુનિયાના ખૂણે ખૂણે એનો વિરોધ થયેલો, દેખાવો થયેલા, રેલીઓ નીકળેલી, મશાલો સળગેલી કદાચ આજ સુધી ચર્ચ માય નઈ સળગાવાઈ હોય એટલી કેન્ડલ સળગાવાયેલી, વોટસએપ , ફેસબુક , ટ્વીટર જેવી દરેક સોસીયલ સાઈટ પર એની મન ભરીને ઢગલા બંધ ચર્ચા થઇ પણ... એનો કોઈ અર્થ ખરો... શું સમાજ સુધર્યો, સોસાયટી બદલાઈ, કે દેશમાં પરિવર્તન આવ્યું, લાખો રૂપિયાની કેનડલો ભસ્મ થઇ પણ એમાંથી જો ૩૦ ટકાના પણ દિલ સળગ્યા હોત તો એક ચિનગારી ઉઠત અને પછી આ સમાજ એક નવી દિશામાં વળી શક્યો હોત પણ એ બધો દેખાવ હતો, રાજકારણ હતું, પબ્લીસીટી સ્ટંટ હતા, રોષ હતો, ગુસ્સો હતો, ઈચ્છા હતી પણ એમાં ક્યાય જુનુંન ના હતું જેની ખરેખર જરૂરિયાત હતી અને એનાજ દ્વારા દેશને નવી દિશા મળવાની હતી.

બધાય પોત પોતાના ઘર ભર્યા, મન ભરીને રાજકારણ રમાયું, ઢગલાબંધ ઈન્ટરવ્યું લેવાયા, પરિવારના, પડોસીઓના, એક્સીડેન્ટ સપોર્ટ પરના, મિત્રોના, રેલી કરનારના, નેતાઓના, પ્રધાન મંત્રીના, અને લગભગ બધાજ સિયાસી ખેલ રમાયા ગયા પણ છેવટે થોડાકજ દિવસોમાં એક બીજી નિર્ભયા નો ખુલાસો પણ નીકળી આવ્યો. કારણકે એના કારણો કોઈએ સોધ્યાજ નથી બધાયે બસ વાતો કરી છે અને વાતો કરવાથી કઈ દીકરીઓને નથી બચાવી શકાતી એના માટે તો જુનુંન જોઈએ, એક પાગલપન હોવું જોઈએ, નક્કર નિશ્ચય હોવો જોઈએ. કોઈકની રક્ષા કરવાનું, પોતાના કરતા વધુ મહત્વ આપવાનું, મરી મીટવાનું તોજ બદલાવ આવે કોરી વાતો થી બદલાવ આવતો હોત તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંગ જેવા ક્રાંતિવીરોની જરૂર ના પડત ગાંધીજ બધું એકલા હાથે કરી નાખત પણ એવું નથી દરેક વસ્તુનો તાલમેલ જરૂરી છે. એક લાખ કેન્ડલો સળગાવ્યા કરતા એ દિવસે મારા દેશે બસ એક પ્રતિજ્ઞા કરી હોત કે મારી આંખો સામે હું કોઈ નિર્ભયાને નઇજ લુંટાવા દઉં તો કદાચ દેશ બદલાઈ ગયો હોત બીજા કેશ અવ્યાજ ના હોત. પણ એ દિવસે બધાયે તમાશો દેખ્યો હતો, બધાને પોતાની જાનની ફિકર હતી, કોઈને એની મદદ માટે પરવા ના હતી કારણકે એક પણ આગળ આવ્યો હોત તો આજ હકીકત કઈક અલગજ હોત આજે એ દીકરી એના ઘરે સુરક્ષિત હોત અને કદાચ કરોડોના ખર્ચ બચ્યા હોત, સિયાસી ખેલ પણ એના આધારે ના રમ્યા હોત.

બધાને લાગતું હશે આ લેખમાં નિર્ભયાની વાત કેમ પણ સવાલ એક વાર ફરી વાંચો એ મિત્રનો એવોજ સવાલ હતોકે તમારી સામે થતું હોય તો ? એટલે કે સ્પસ્ટ છે એનો મેઈન મુદ્દો જાહેર જગ્યાજ હોવી જોઈએ અને એમાં એ વાત પણ આવીજ જાય ને કે જેમ ત્યારે બધા ચુપ રહ્યા જો એમજ ચુપ રહે તો પછી આપને એને શ્રધાંજલિ આપવાનો કોઈ અધિકાર નથી અરે કદાચ એની હાલતના જિમ્મેદાર પણ આપણેજ ગણાઈ જઈએ. જયારે આવું કઈ બને એટલે એ મહિલા કે દીકરીને એક સમય માટે આપણી માં, બહેન, કે દીકરીના સ્થાને મુકીને વિચારજો તમને ગુસ્સો જરૂર આવશે તમારામાં હિમ્મત પણ આવશે અને એ દીકરી કદાચ બચી જશે. અને રહી વાત આ સમાજના કીડાઓની તો એમને પણ જયારે કોઈકની વાત ફેલાવાની હોય ત્યારે જેની વાતો એ કરતા હોય એ સ્થાને પોતાના કોઈકને વિચારી જોજો મને નથી લાગતું તમે કરી શકશો. કારણ કે તમે જેના સાથે અને જેના વિષે કઈ પણ કરવા જઈ રહ્યા છો એ પણ કોઈકની બહેન, દીકરી અથવા માં જ હશે અને તમારે એને તમારી પોતાની માં, બહેન કે દીકરી સમજીને મદદ કરવાની છે બસ પછી તમારે કોઈની આવી હાલત પર શોક વ્યક્ત કરવાની, કેન્ડલ સળગાવવાની કે રેલીઓ કાઢવાની જરૂર નઈ પડે.... તમે હિમ્મત કારસો તો... તમને હાથ આપનારા ગણા હશે... બસ શરૂઆત તમારે કરવાની છે... કદાચ તમારી હિમ્મત... કોઈકની દીકરીને બચાવશે... કોઈક ભાઈની બહેનને બચાવશે... કે કોઈકની માતાનું સ્વમાન સચવાશે... અને દેશ બદલાશે... સમાજ બદલાશે... સોસાયટી બદલાશે... અને તોજ જે સવાલ મારી મિત્ર એ મને કર્યો એવો સવાલ કદીયે પૂછવામાં નહિ આવે કારણકે એનો જવાબ એને આપનારા ગણાય હશે...

લે. સુલતાન સિંહ બારોટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED