Prabal Ichchhaoni Adbhut Shakti... Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Prabal Ichchhaoni Adbhut Shakti...

પ્રબળ ઇચ્છાઓની અદભુત શક્તિ...

લેખક ;- સુલતાન સિંહ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણ લેખમાં કહ્યું છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી બસ એક વિનતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી સકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.

નામ ;- સુલતાન સિંહ બારોટ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહણીઓ છું.. ]

પ્રબળ ઇચ્છાઓની અદભુત શક્તિ...

મનુષ્ય જીવન એક ગજબનો ખેલ છે આ વાત લગભગ બધા એ સાંભળી હશે પણ આ રમત કેમ રમવી અને કેવી રીતે જીતી જવું એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. કેમ સાચુંને ? એવું નથી હોતું બસ આતો રમતના ચક્કરમાં આપણેજ આટવાઈ પડીએ અને આપણે રમત છોડી બીજા સપનામાં ખોવાઈ જતા હોઈએ છીએ પણ હા જો રમતજ રમવી હોય તો એ એક દમ સરળ વાત છે. સૌપ્રથમ વખત મને આ વાત સાંભળવા મળી ત્યારે મારી ઉમર કદાચ પાંચ કે છ વર્ષનીજ હશે સામે આવી બીજી વાતો પણ મળતી કે જીંદગી કઈ રમત નથી ભાઈ આતો એક સંઘર્ષ છે. આ વાત થોડી નવી લાગી આવતી, એક તરફ તો આ રમત અને બીજી તરફ આ રમત નથી, એવું કેમ ? હું વિચારમાં મૂકાઈ જતો પણ હવે અને આજે સમજાય છે કે રમત પણ કઈ બધાના બસની વાત નથી હોતી એને રમવા માટે પણ કોઈ કારણ હોવું જોઈએ. છે કદાચ એવુજ હશે એટલેજ એમાં આપણે પારંગત નથી થઇ શકતા કેમકે રમવાની ઈચ્છતો છે પણ કોઈ મઝબુત કારણ આપણી પાસે નથી હોતું.

આજે આપણે આજ કારણની વાત કરવાના છીએ કે જીવનની આ રમતનું કારણ કેમ શોધવું અરે મુશ્કેલ નથી બહુજ સરળ છે. એક ક્રિકેટના ખેલાડીને પૂછવામાં આવે કે તમારે રમત કેમ રમવી છે એના પાછળ કેટલા કારણો હોય જેમકે જીત, કઈક કરવાની ચાહના અને એથીયે વધુ રમવાની એનામાં ચાહત એનો ઉત્સાહ એટલેજ કદાચ એમનાથી એ રમત ઉત્તમ રીતે રમાતી હશે કેમ સાચું ને ? તરતજ બીજો પ્રશ્ન એ પણ થાય કે આમા મઝા તો આવશે ને ? અરે હા કેમ નઈ મઝા માટે તો લોકો જીવન જીવતા હોય છે પણ એના પાછળ મઝબુત કારણ જોઈએ કારણ કે કઠોર પરિશ્રમ, તેજ ફિલ્ડ, બોલિંગ અને બેટિંગ આ બધુજ કાર્યા સિવાય જીતવું પણ કઈ આસાન નથી એટલે કે રમત રમવી પણ આસાન તો નથી જ ? ત્યાં સુધી જ્યાં સુધી આપણામાં કોઈ મઝબુત કારણ સળગતું ના હોય અને જીત સિવાય કઈજ ના દેખાતું હોય ત્યારે આપણા માટે એ ખેલ મઝેદાર બની જતો હોય છે. કેટલી પણ મહેનત કરવી પડે, દર્દ વેઠવો પડે, કઠીન પરિશ્રમ બધુજ આપણને જાણે ખુશીના સાગર જેવું લાગે જેનું કારણ માત્ર હોય છે જીત માટેની પ્રબળ ચાહત અને રમત પ્રત્યેની સિદ્દત. આજ હોય છે જીત પાછળનું કારણ આજ નિયમ આપણે જીવનના કોઈ પણ સંજોગોમાં મુકીને નક્કર પરિણામ મેળવી શકીએ.

જીવન બધાને સમાન શક્તિ અને શરીર સાથે મળતું હોય છે બસ એને કેમ જીવી જવું એનું કારણ આપણે જાતે શોધી લેવાનું હોય છે. જીવનમાં ધ્યેય તો હોવોજ જોઈએ કારણ કે દિશા વગરનો માનવી પોતાની દશા જાતેજ બગડતો હોય છે. આ બધી વાતો ત્યારે ઊંડાણપૂર્વક સમજાઈ જાય જયારે મેં ભારતના દિગ્ગજ વિભૂતી જેવા કે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્નથી નવાજિત થયેલ એ શ્રેષ્ઠ અને આપણા સ્વતંત્ર ભારતના એક સમયના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની આત્મકથા અગન પંખ ( the wings of fire ) વાંચી. ખરેખર જીવનમાં કઈક મેળવવાની પ્રેરણા અને કોઈ કાર્ય પ્રત્યેની અદ્રીત્ય ચાહના જાતેજ આપણને વિખ્યાતી તરફ દોરી જતી હોય છે. સપના જોવા એ ખોટા નથી પણ એને કઠીન સમજીને છોડી દેવા એ ખોટું છે એના માટે જે દર્દ સહેવા તૈયાર નથી એ ના કરી શકે એને માટે એક સામાન્ય સૂત્ર વિખ્યાત છેજ કે “ No Pain, No Gain ”.

એક સાદગી અને સદાચારીનું જીવન જીવી ગયેલા માનનીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો ધર્મ નક્કી કરવો પણ જાણે એટલોજ મુશ્કેલ છે, જેટલી ગહેરાઇઓમા એમના ધ્યેયોને પારખી લેવા બસ માણસાઈની મુરત સમા એ મહાન વ્યક્તિ ભારતની આમ જનતાના દિલમાં સમાઈ ગયા. કુરાન અને ગીતાના જ્ઞાનનો અખૂટ ભંડાર એ પણ ફક્ત કથની સ્વરુપેજ નહિ પણ કરણી માય એ સ્પષ્ટ દેખી શકાય એમ હતા. ભારતના આજના વિદ્યાર્થીઓ માટે એ ગહેરા પ્રેરણા રૂપી કુવા સમાન હતા જે વર્ષો સુધી ભારતની યંગ જનરેશનની તરસ છીપાવવાની ક્ષમતા ધરાવે છે.

અબ્દુલ કલમનો જન્મ રામેશ્વરમમાં વસતા એક સામાન્ય પરિવારના તમિલ ખાનદાનમાં થયો હતો તેઓ આશિઅમ્મા અને જેનાલુંબ્દીનના કેટલાય સંતાનો માના એક હતા. અને તેમનું ઘર લગભગ ઓગણીસમી સદીમાં બંધાયેલું સામાન્ય ઘર હતું તેમના પિતા પાસે નતો તાલીમ હતી કે ના દોલત. આ બધું એમણે પોતાની આત્મકથામાં એટલે કંડાર્યું હશે જેનાથી સમજી શકાય કે તેઓ પણ એક સામાન્ય પરીવાર માંથીજ આટલી ઊંચાઈ સુધી પહોચી શક્યા હતા. કઈ દોલત એમને અહી સુધી નહતી લાવી પણ એમની કાબિલિયત અને એમની પ્રબળ લક્ષ્ય પ્રત્યેની ચાહના એમને અહી સુધી ખેંચી લાવી હતી અથવા એ પણ બધાની જેમ સામાન્ય હતા માણસ હતા કોઈ અલગ ગ્રહ ના તો નહિજ.

બાળપણમાં જોવાયેલા સપના કદાચ ભવિષ્ય નક્કી કરી નાખતા હોય છે અથવા તો જીવનના કોઈ પણ પડાવમાં કઈક કરી જવાની ચાહનાજ આપણું ભવિષ્ય નક્કી કરતા હોય છે. શિવમંદિર અને મસ્જીદ બંને જગ્યાએ એક સમાન શ્રધ્ધાથી સર જુકાવનાર કલામ સાહેબ બચપણથીજ પક્ષીઓની ઉડાઉડ જોઈ ને તે મોહિત થતા તેમજ માછલી ઓને તરતી જોઇને પોતાને પણ મુક્ત ગગનમાં વિહાર કરવાની ઝંખનાઓ થઇ આવતી. જીવનની રફતાર હમેશા કામયાબી માટેના અવસર નથી આપતી પણ હા દરેક અવસરને આપનાવી લેવાના સુનેરી અવસર બધાને આપતી હોય છે. પણ જીવનમાં કામયાબી હાંસલ કરવા કારણો આધારિત ત્રણ તાકાતોની વધુ જરૂર પડે છે “ સપનાઓ, વિશ્વાસ અને આશાઓ”. આ વાત કલામ સાહેબને એમના ગુરુ અને શિક્ષક અય્યાદુરાઈ સોલોમન દ્વારા કહેવાઈ હતી જેને પોતે મનમાં ઊંડાણ પૂર્વક સુધી ઉતારી લીધી હતી. અને તેમણે પોતાના બાળપણમાજ ભગવદ ગીતાની નિબંધ સ્પર્ધામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને એતો પુરવાર કર્યું કે જ્ઞાન માટે ધર્મ કે ધાર્મિકતાથી વધુ સમજવાની અને અપનાવી લેવાની જરૂર હોય છે.

અને હા જીવનમાં એક સપનું જેને હાંસલ કરવા માટે અંત સુધી લડત આપવાની તૈયારી અને એને પામવાની સીદ્દ્ત પણ એક ઉત્તમ હથિયાર ગણી શકાય છે. આમ જોતા એક સપનું જેને ડીઝાયર કહી શકાય એના વગરનું જીવન શક્યજ નથી અને આમ જોતા જેનું કોઈ સપનુંજ નથી એનું કોઈ અસ્તિત્વ પણ નથી. એક જાનવર પણ કહી શકાય કારણકે રોજેરોજની બધીજ ક્રિયા જે મનુષ્ય કરે છે તેજ ક્રીયાઓતો જાનવરો પણ કરેજ છે ને એમાં નવું શું છે ? એવું શું છે જે માણસ પાસેજ છે તો એજ એક સપનું જે જાતેજ માણસને અધેલી માંથી રૂપીઓ બનાવે છે.

સપનાની તાકાત એટલે કે અદભુત હકારાત્મક શક્તિ જે દુનિયાની સૌથી પ્રબળ શક્તિ સ્ત્રોત પણ ગણી શકાય. સપનાની તાકાત કદાચ અકલ્પનીય છે જેની કલ્પના પણ કરવી અશક્ય છે અને દરેક વ્યક્તિના પોતાના સપના હોય છે અને હા એ સપના મુજબનુંજ એનું વ્યક્તિત્વ પણ હોય જેવા સપના એવીજ કાર્ય પ્રણાલી એને એ પ્રમાણેનુજ વર્તન. શું અપણા સપના આટલા શક્તિશાળી હોય તો આપણે કેમ એનો લાભ ના ઉઠાવીએ ? પણ એના માટે સપના હોવા જરૂરી છે. દુનિયા આજ પણ એવા કરોડો લોકોથી ઉભરાય છે જેમના જીવનનું કોઈ લક્ષણ નથી. બસ જીવન જાણે કાપી રહ્યા છે પણ એવો જીવે છે એમ કદાચ ન કહી શકાય.

સપના જોવા અને એમને પુરા કરવા માટે કઠીન પ્રયાસ કરવો અને એમને હાંસલ કરવા એ પણ એક અલગ વાત છે. ધ્યેય વગરની કલ્પના પણ મુશ્કેલીઓમાં મુકવી દે છે જીવનમાં લક્ષ્યની સિદ્ધિ માટે જ આખી દુનિયા દોડ ધામ કર્યા કરે છે અને એમને હાંસલ કરવામાં પીછે હઠ કરીને ફસડાઈ જતા હોય છે. એનો મતલબ શું ? એમના લક્ષ્ય ખોટા છે ના એવું નથી પણ એ લક્ષ્ય પ્રાપ્તિ સિદ્ધિ નથી કારણકે જીવનના એક માત્ર લક્ષ્ય હોય તો એ વ્યક્તિ કેટલી પણ વ્યથા સહી એને હાંસલ કાર્યા વગર ચેનની એક સાંસ પણ લઇ શકતો નથી.

કલામ સાહેબ પોતાના આગળના અભ્યાસ માટે શ્વોટ્ઝ હાઈશ્કુલમાં ભણવા માટે રામેશ્વરમથી રામનાથપુરમ ગયા હતા. ઘરની બહુ યાદ આવતી એટલે ઘરે જવાનો એક અવસર પણ ન ચુકતા અને બી.એસ.સીના સપના જોતા હતા કદાચ એના વિષે એમને સાયંસ અને વીજ્ઞાનમાં રૂચી સિવાય વધુ સમજ ના હતી જે એમને બી.એસ.સી.ની પદવી મળી ગયા બાદ સમજાયું અને એમને પોતાના લક્ષ્ય તરફ ચાલવાની શરૂઆત કરી. અને MITમાં એમણે એન્જીનીયરીંગ માટેની અરજી કરી પણ ફી માટેના પૈસા એમને પોતાની બહેન ઝોહરાના દાગીના વેચી ભરવી પડી હતી પણ પોતાની બેનના અતુટ વિશ્વાસે એમને જાણે લક્ષ્ય તરફ વધવાની પણ પ્રેરણા આપી. એમનો લક્ષ્ય બસ કઈક કરી જવાનો હતો જે એમને અદભૂત અને અકલ્પનીય પ્રેરણા બળ પૂરું પડતો હતો.

એન્જીનીયરીંગ માટેના સિલેકશનમાં પોતાને જાણે બચપનમાં વિશાળ ગગનમાં ઉડવાના સપના યાદ આવ્યા અને પોતે એરોનોટીકલ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો. MITમાં બે હવાઈ જહાજ જે હવે ઉડવા સમર્થ નાં હતા તે ત્યાના ગાર્ડનમાં શિક્ષણ હેતુથી મુકાયા જેમના પ્રત્યે કલામ સાહેબ ખુબજ આકર્ષણ અનુભવતા એટલી હદે એમનું લક્ષ્ય એમને પુકારતું કે કોલેઝ છૂટ્યા પછી પણ કલાકો તેઓ એ વિમાન પાસે બેસતા. એઓ એ પ્લેન જોડે બેસીને જાણે પોતાના બંધ સપનાઓને પંખો મળી જતી અને ખુલ્લા આસમાનની શેર કરી અનોખો આનંદ અનુભવતા.

લક્ષ્યની ધારણા બાંધવા માટે એમણે કહેલી એક સરસ લાઈન મને અજી સુધી યાદ છે. એમણે કહેલું કે પોતાની મંજીલની પસંદ કરતી વખતે દરેક વ્યક્તિઓ એ મંજિલ હાસિલ કરવા માટેની પોતાની ચાહત એટલે કે સીદ્દ્તને ઓળખી લેવી જોઈએ. ભવિષ્યની વાત વિચારવા કરતાય મંજિલ પ્રત્યેની ઝંખના અને પ્રબળ ઈચ્છા એજ સફળતાની સીઢીઓ સમાન માર્ગ છે પોતાનો એજ મંજિલ હાંસલ કરવા.

પોતાનું લક્ષ્ય નિર્ધારિત કાર્યા પછી દરેક વસ્તુમાં રસ વધારવા માટે કોઈ જાતના પ્રયત્નો કરવાની જરૂર નથી મંજિલ પ્રત્યેની પ્રબળ ચાહનાજ એમાં રસ ભરી દે છે. જે વિષયો જેવા કે ફીજીક્સ અને મેથેમેટિક્સ એમને ઓછા પસંદ આવનારા વિષયો પણ એમના માટે વધુ સરળ બની ગયા હતા. પ્રો. નરસિંહ રાવના ક્લાસમાં એમને મેથેમેટિક્સ અને ફીજીકસ સૌથી પસંદીદા વિષય બની ગયા.

પોતાના લક્ષ્ય પર ચાલતા આખરે એમણે પોતાની એરોનોટીકલ એન્જીનીયરીંગમાં પોતાનું ગ્રેજ્યુશન પૂરું કર્યું અને એમણે પોતાના લક્ષ્ય સુધી પહોચવાના બે રસ્તા ખુલ્લા દેખાયા જેમાં એક એરફોર્સ અને બીજો Ministry Of Defenceમાં અવસર મળ્યા. બંને પોતાના લક્ષ્ય તરફ લઇ જનાર રસ્તા હતા અને પોતે બંનેમાં આવેદન ભર્યા. છેવટે પોતે મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સમાં કાર્યરત થયા.

બચપણમાં પાંચ રૂપિયાના પગારે પોતાના બનેવી અને ખાસ મિત્ર એવા જલાલ્લુદીન સાથેના પ્રથમ કમાણી સાથે જોડાયા બાદ હવે આજ પોતે મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સમાં જોડાયા જ્યાં તેમણે ભારતના મહાન સાઇનટીસ્ટ એવા ડૉ. વિક્રમ સારાભાઈ સાથે મળી અનેક ઉપલબ્ધીઓ હાંસલ કરી જેમાં રોહિણી ઉપગ્રહ મુખ્ય ગણી શકાય.

ધીરે ધીરે એમણે ભારતને આકાશ, પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને અનેક પરમાણું શક્તિઓની ભેટ આપી. તેમજ SLV-૩ ( સેટેલાઈટ લોન્ચ વિહિકલ )નું સફળતા પૂર્વકની ઉડાનની સૌગાત જે ભારત માટે પ્રથમ સેટેલાઈટ લોન્ચ વિહીકાલનું ડૉ. વિક્રમ સારાભાઇનું સ્વપ્ન એમના હસ્તે પૂર્ણ થયું. ત્યાર બાદના જીવન વિષે તો લગભગ બધા જાણતાજ હશે. ભારત દેશના રાષ્ટ્રપતિ પદે પણ રહી ચુકેલા આપણા માનનીય ડૉ. એપીજે અબ્દુલ કલામેં અનેક સિધ્ધિઓ હાંસલ કરી લીધી જેમાં મૃત્યુના સમાચાર દેશના દરેક નાગરિકના આંખોમાં આંશુ રૂપે વિદાય પામી રહ્યા અને એ દિવસને યુ.એન. દ્વારા National Child Day પણ ગોષિત કરવામાં આવ્યો.

એક આવુજ અદભુત પાત્ર પણ છે કદાચ બધા જાણે છતાં કહી દેવું જોઈએ. બિહારમાં પણ આવાજ સપનાને સળગતું જોવા મળેલું દશરથ માંઝી નામના વ્યક્તિ જેમણે એકલા હાથે આખો પહાડ ખોદી નાખેલો કેટલા વર્ષો એમણે ગાળ્યા છતાં કદાચ એમણે ગણ્યા પણ નઈ હોય. બસ દિલમાં રહેલો અગાધ પ્રેમ અને કરી બતાવવાની સળગતી પ્રબળ ઈચ્છા એમને હિમત અપાવતી રહી કદાચ આમજ મહાન બની શકાતું હશે. નવા રસ્તાજ મહાનતા તરફ લઈ જતા હશે અને એટલેજ એમના માન માટે હિન્દી મુવી બનાવાયું “ માંઝી – ધ મઉંન્ટેઇન મેન ”. અદભુત શક્તિનો એ ઉર્ઝાસ્રોત ગણાય અને કરી છૂટવાની પ્રબળ ઈચ્છાઓનો પણ...

[ સમાપ્ત.... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]