Vishwatma-ni Parakh books and stories free download online pdf in Gujarati

Vishvatma ni Parakh

વિશ્વાત્માની પરખ

sultan singh

mail ;-

લેખક પરિચય

સોંપ્રથમ વાચકમિત્રો ને મારા નમસ્કાર !

નામ ;- સુલતાન સિંહ

મો. નંબર. ;- +૯૧-૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

મેઈલ ;- raosultansingh@gmail.com

ફેસબુક ;- @sultansinh

ટ્વીટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

વેબપેજ ;- thepsychomind.page.tl

કદાચ આ મારું માતૃભારતી ભરતી પર નું છઠ્ઠું પુસ્તક હોઈ શકે. આમતો હું મનોવિજ્ઞાન નો વિદ્યાર્થી અને બધા જાણે એમ આ લાઈનમાં લગભગ વ્યક્તિ થોડા બઉ સાઈકો તો રેવાના એટલે થયેલી ભૂલચૂક માફ કરી દેવી. અને સારી લાગે કે ખરાબ વાંચો એટલે પ્રતિભાવ જરૂરથી આપવો જેમ એક કથાકાર માટે હુંકારો મુખ્ય હોય એમ એક ઉગતા લેખક માટે પ્રતિભાવ ખુબજ મહત્વના હોય તો તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપવા. પણ એ ફક્ત આપવા ખાતર આપવા કરતાય કઇક નવું કરવાની પ્રેરણા મળે એવા આપવા.

છેલ્લે એટલુજ કઇસ કે મારી વિચાર ધારા કદાચ તમારા વિચારો કરતા અલગ હોઈ સકે એટલે આને સ્વીકારવું કે નઈ એ તમારા પોતાના વિચારોને અધીન રહે તેજ વધુ યોગ્ય કહી શકાય.

થોડાકજ દિવસમાં મારી એક નોવેલ પણ માતૃભારતી પર પ્રકાશીત કરવાનું વિચારી રહ્યો છું જે મેં મારા DCH ( ડીપ્લોમાં ઇન ક્રિયેટીવ રાઈટીંગ ઇન હિન્દી ) ના કોમ્પલીટેશન માટે મેં લખેલી હજુ એનું રીસ્લ્ટ હજી સુધી આવ્યું નથી. મારો વિચાર એવો છે કે એ નોવેલના બધાજ ભાગ હિન્દી અને ગુજરાતી બંને માં પ્રકાશિત થાય.

- સુલતાન -

વિશ્વાત્માની પરખ

રાતનો સમય હતો, હું રોજની જેમજ અજેય ઘરમાં પલંગ પર પડ્યો હતો પણ હા આજનો દિવસ મારા માટે કઈક અલગ હતો. અને હા એક વાત પણ મારે જરૂરથી અહી ખુલાસા સાથે કહેવી જોઈએ કે મને આમતો વાતો ભૂલી જવાની પણ ટેવ છે પણ હા જે વાત મારા દિલની ગહેરાઈઓમાં ઉતરી જાય છે એને તો ભૂલવું પણ જાણે કોમ્પ્યુટરમાં સીસ્ટમ ફાઈલની જેમ મુશ્કેલ થઇ પડે છે.

એ દિવસે મને સુકી ખાંસી થયેલી હતી અને કદાચ મારી પાસે ઉંગી જવા સિવાય કોઈજ વિચાર નહિજ આવ્યો હોય. કેમકે એ સુકી ખાંશીના કારણે ખાંસી ખાંસીને મારા ફેફસા સુધ્ધા મારો સાથ છોડી ચુક્યા હતા. કદાચ મેં પણ હવે ગાંધીજીની જેમ ટૂંકા પણાનો નિયમ અપનાવેલો કે “ ખપ પુરતુ જ વાપરવું ” એ વાત જાણે આજે મને લાગી રહ્યું હતું કે કદાચ ગાંધીજીએ ખાંસી જેવી બીમારી માટેજ કહી હશે. પણ એક વાત તો જીવનમાં સમજવા જેવી છે એ મને સમજાયું કે દુનિયાની દરેક વસ્તુ ફક્ત વિશ્વાત્માની ભાષાજ બોલે છે. પછી ભલે ને તે સજીવ, નિર્જીવ કે કોઈ પણ પ્રકારની કેમ ના હોય પણ પરમાત્મા અને વિશ્વાત્માના એક પરમ તત્વમાં વિલીન થઇ જવું એજ તો શ્રુષ્ટિનું એક માત્ર સત્ય છે જાણે મને એ દિવસે એવુજ કઈક સમજાયું હોવું જોઈએ હા પણ એનેજ સંપૂર્ણ સત્ય જાણી કે માની લેવાનો દંભ કરવો પણ યોગ્ય ના ગણી શકાય.

આખરે શ્રુષ્ટિ આપણો ઉત્તમ શિક્ષક છે એ વાત કદી પણ ભૂલવું ના જોઈએ કારણકે આપણે જેટલું કઈ પણ શીખીએ છીએ એ માત્ર અને માત્ર શ્રુષ્ટિની એક નાની અમથી કડીજ ગણી શકાય કારણકે શ્રુષ્ટિની સત્યતા સમજવાનો બુહદ ગુઢ જ્ઞાન હોવું જરૂરી છે એવી વાતો વર્ષોથી સંભાળવામાં આવે છે. પણ મારા મત મુજબ એમાં નવુતો મેં કઈજ નથી બનાવ્યું અને એ દિવસથી જે શાક્ષાત્કાર કર્યો એતો આપણા રોજના જીવન સાથે ખુબજ નજીકથી સંકળાયેલી કડીજ ગણી શકાય. મુદ્દ્દાની વાત જે મને સમજાઈ એ આજસુધી સાંભળેલા જ્ઞાન કરતા સંપૂર્ણ અલગ હતી કારણ આ જ્ઞાન સમજવા માટે કોઈ પ્રકારના ગુઢ જ્ઞાનની જરૂર નહોઇ બસ બે પળ માટે આપણી આત્માને ઝંઝોળવાની હોય છે. અત્યાર સુધીના દરેક ધર્મ ગ્રંથો મુજબ વર્ણવાયેલી કથાઓ મુજબ પણ શ્રુષ્ટિનું સત્ય તો આત્માજ સનાતન છે. બાકી બધુતો શ્રુષ્ટિની નાનકડી કડી માત્રજ છે એમાં તો કોઈ પ્રશ્નજ ના કરી શકાય.

લગભગ રાતના આઠેક વાગ્યાનો સમય હોવો જોઈએ બીમારી કદાચ ભલભલાને બધું ભુલાવી દેતી હોય છે અને એ દિવસે કઈક એવીજ હાલત મારી પણ હતી. ખાંસી અને તાવથી મારા હાલ બેહાલ હતા અને મારી પાસેજ પલંગમાં બ્રહ્માકુમારીઝના મેડીટેશનનો એ ઇન્સટ્રુમેન્ટલ સંગીત મારા કાનો સાથે અથડાતો હતો. ઘરમાં શાંતિ છવાયેલી હતી કદાચ એજ પળ મારા માટે જ હતી જેને મારે વગર કોઈ કષ્ટે પામી લેવાનીજ હતી અને કદાચ એજ સમય વિશ્વાત્મા મારી પાસે લાવ્યા હોય એવું મને લાગ્યું.

મેડીટેશન (સમાધી)ના એ મધુર સંગીતની વચ્ચે અચાનક જાણે તૂરો અને આકરો અવાજ કાનોને વીંધી નાખવા આગળ વધતો જણાયો કદાચ એ કોઈ મચ્છર હોય અને હું જાણું કે મચ્છર બહુજ ચતુર જીવ હોય છે. પણ એના જીવનની રક્ષા જાણે વિશ્વાત્મા પોતેજ કરતા હોય છે તેમ તેને હુમલાની ખબર તરત મળી જતી હોય છે અને તે તરતજ ઉડી જતો હોય છે પણ આજની ઘટના કઇક અલગજ હતી જાણે મને એ અવાજ ખટક્યો પણ અસ્વસ્થતાને કારણે ગુસ્સો પણ આવ્યો મેં ગુસ્સામાં એની પર હાથ ઉપાડ્યો હવામાજ જોરથી ગુમાવ્યો અને થોડીજ પળોમાં એ મચ્છર ઘાયલ થઈને ત્યાજ પડી ગયું. કદાચ આજે એને મારા એ હમલાની ખબર વિશ્વાત્માએ એને આપવામાં મોડું કર્યું હોય પછી અચાનક મને એક વિચાર આવ્યો કે કદાચ આના પાછળ પણ કોઈક રહસ્ય જરૂર હશેજ ? પણ એ એક નાનકડું જીવ કહેવાય એને આટલી તર્ક કરવાની ક્ષમતા કદાચ એ વિશ્વાત્માએ ના આપી હોય અથવા એને કદાચ થોડી પળો માટે એનો ઉપયોગ કરતા અટકાવ્યો હોય એવુય બની શકે. પરિણામ રૂપ કદાચ એને હવે પોતાની શીખ આ ઝખ્મોરૂપી ઘાવના આશરેજ એને એના જીવનની નિયતિ નક્કી કરવાની હતી. પણ એની પાસે એક અગત્યની શીખતો હતી એ અનો જીવ પણ જીવનના એ મૂળભૂત સત્યને સારી પેઠે સમજતો હતો કે જીવનમાં કોઈ પણ પળ આખરી તો નથીજ હોતી. કદાચ એ શીખ મુજબ એણે પોતાનું મન પણ મક્કમ કરી લીધું હશે અથવા કદાચ એણે હાર પણ ના માની લીધી હોવી જોઈએ તોજ આવું બની શકે.

આટલી અસ્વસ્થતા હોવા છતાય એ દિવસે મને એ દયનીય જીવની હાલતનું નિરીક્ષણ કરવાનુજ મન થઇ આવ્યું જાણે મારે એમાંથી આજે કોઈ ગુઢ જ્ઞાન મારા માટે આજે વિશ્વાત્માએ તૈયાર કરેલો હશે નઈતો મારું મન મને આવું નિરીક્ષણ કરવા કેમ પ્રેરતું હોય. કદાચ એ જીવ અને મારા જીવને એજ વિશ્વાત્મા કઈક સમજવા પ્રેરણા આપી રહ્યો હોય. એના બંને પગ કદાચ સંપૂર્ણ પાણે ભાંગી ચુક્યા હતા એનો જીવ કઈક સમયનો જાણે મહેમાન બની ચુક્યો હતો કદાચ એનો એ દર્દનીય અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હશે. પણ એનો એ અવાજ સમજી શકવાની શક્તિ કદાચ મારી પાસે ના હતી પણ એનો એ દર્દ હું મહેશુશ જરૂર કરી શકતો હતો. હું જાણે હવે સતત એનું નિરીક્ષણ કરી રહ્યો હતો મને જે જાણવા મળ્યું એ થોડુક ના સમજાય એવું હતું. એ સતત ઉઠવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું એના કદાચ જીવી જવાના અણસાર મને નહીવત દેખાતા હતા તેમ છતાય એની એ હિમ્મતેજ કદાચ મારો બીજી વખત ઉઠતો હાથ રોકી લીધો હશે કદાચ એજ વિશ્વાત્માનો અવાજ એની સાથે મને પણ જાણે સંભળાઈ રહ્યો હોય એવું મને લાગ્યું.

કદાચ સૃષ્ટિમાં છુપાયેલો એ વિશ્વાત્મા અદ્રશ્ય અવાજે અમને સમજાવી રહ્યો હોત બંનેનો સંદેશો પણ અલગજ હોય છે એ હું સમજી રહ્યો હતો અને કદાચ એ સંદેશો એકમેકને આપવામજ ભલાઈ હશે એમ બંનેના સંદેશ એ એમનેજ કહી રહ્યો હતો. એમને એ તુચ્છ જીવને પણ કહ્યું હશે કે જો તારે આજની તારી આ હાલત પરથી તારી નિયતિને સમજી લેવાની છે મારી બનાવેલી આ સૃષ્ટિમાં વિહરતી વખતે કેટલીયે મુશ્કેલીઓ વેઠીને પણ તારે તારા અસ્તિત્વને હાર માન્યા વગર વિકશીત કરતા રહેવું પડશે. જયારે બીજી તરફ મને પણ એવું કહેતા હશે કે તું બસ આનું નિરીક્ષણ કર અને તારા અંદરની આત્માની આંખે તું બધું જોયા રાખ કદાચ તને આનાથી કોઈ મોટો બોધપાઠ મળી જાય. હા તુજે શીખેતે બીજાને જરૂર શીખવજે દરેકને તારી જેમ પોતાની નિયતિને શોધવાની છે અને મને દુનિયામાં શોધવા કરતા પોતાનામાંજ જોવાનો વિચાર પ્રગતિશીલ બનાવવો પડશે નઈતો મારું અસ્તિત્વ પથ્થરમાજ દફન થઇ જશે.

આજ પર્યંત મારી સાથે આવું કદી નહોતું બન્યું જે આજે બન્યું હતું આમતો પ્રથમથીજ હું મૂર્તિપૂજા અને અંધશ્રધ્ધામાં નહતો માનતો પણ ગીતા મારો જીવનમિત્ર અચૂક હતો. જે મુજબ મને આજે સંભાળવા મળ્યું એથી મને એ વાત તો સ્પષ્ટ થઇ કે ગીતા કોઈ ધર્મનો નઈ પણ દુનિયાની દરેક વ્યક્તિનો જીવન મંત્ર છે જે જીવન જીવવામાં દરેક વખતનું જ્ઞાન પૂરું પાડવા સશક્ત છે. જેનું જ્ઞાન વ્યક્તિનેજ વિશ્વાત્મા સાથે જોડે છે બસ એનું અર્થઘટન ક્યાં વિચારોથી કરીએ એજ મહત્વનું છે. અને એને સમજીને આગળ વધવુ જોઈએ કેમકે ફળ વિનાની દરેક વસ્તુ વ્યર્થ છે.

એ જીવ બસ જાણે મોતની કગાર પર જજુમી રહ્યો હતો પણ એને કદાચ એની નિયતિ પર માણસો કરતાય વધુ વિશ્વાસ હશે એટલેજ એ પોતાના પ્રયત્નોમાં લાગેલું હતું. એનો દેહ એને સાથ આપવામાંય જાણે ખચકાટ અનુભવતો હતો પણ નિયતિ એનો સાથ છોડવા તૈયાર ના હતી અને એ પોતાના બચવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો. કદાચ એના મનના કોઈક ખૂણે ડરતો હતોજ મારી હાજરીનો પણ, એને ક્યાં એ વાત ની ખબર હતીકે જે વિશ્વાત્મા એને ઉપદેશ આપી ગયા હતા એજ મને પણ જાણે સમજાવિનેજ ગયા હતા. પણ જાણે એ વિશ્વાત્માની ભાષા સમજી શકવામાં એને મારી શીખ પર કદાચ સંદેહ હતો એટલેજ એને ફક્ત પોતાના પગ હલાવીને પોતાના જીવંતતાના પુરાવા આપ્યા હશે. કદાચ એ મારી વિશ્વાત્મા પ્રાપ્તિને સમજી શક્યું હોત તો ક્યારનોય પોતાના શરીરનો ભાર ઉપાડવાની કોશિશો દ્વારા એ પોતાની જાતને હવામાં મુક્ત પણે વિહરવાથી રોકી શક્યો હોત પોતાની જાતને...

મને ફરી જાણે એવું લાગ્યું કે મારી હજરીજ એને સતાવતી હતી પણ મારેય એની વિશ્વાતમાં સાથેની સમજ પરની પકડ નિહાળવી હતી કદાચ એટલેજ હું પોતાની જાતને લાંબો સમય સુધી રોકી નહિ શક્યો હોઉં એવુજ અનુભવાતું હતું મારી નઝર એના પર જાણે એવી સ્થિર થઇ ગઈ હતી જાણે એનો શ્વાશોશ્વાસ પણ હું સીધોજ અનુભવી શકતો હતો. પણ ખરેખર સત્ય એનાથી જુદું હતું મને એની અનુભૂતિ જરૂર થતી પણ સમાજમાં કઇક કઇક બેસતું જતું હતું.

આખરે મારી આત્મા જાણે મને એ જીવને મારાથી દુર કરવાની ઈચ્છાઓ કરવા લાગી જાણે એ હવે સીધી જ વ્યક્તિ વિશ્વાત્મા સાથે તાલમેલ સાધી ચુકી હતી મને એને સુરક્ષિત સ્થાને મુકવાનો વિચાર પણ ઝડપભેર ચમક્યો પણ એ નાનકડા જીવ માટે ઘરની અંદર સુરક્ષિત સ્થાન શોધવું પણ મુશ્કેલ હતું. ઘરમાં ઘણા લોકો હતા ક્યાં કોની કોઈ પ્રવૃત્તિ એનો જીવ લઇ લે અને એની નિયતિનો પ્રયાસ કરતાજ મૃત્યુ પામી જાય. હું ફરી ગળાડૂબ વિચારોમાં ડૂબવા લાગ્યો ત્યાજ અચાનક લાઈટબોર્ડ જોઈ મને વિચાર ચમક્યો ત્યાંજ કોઈ હાથનાજ અડકે એટલે તેને મેં હળવેકથી ત્યાં મૂકી પાછો મારી જગ્યાએ સુઈને એને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો.

અદભુત અને મેં જે અનુભવ્યું એ અચરજ કે જાદુથી ઓછું ના હતું કદાચ એજ સત્ય હતું જે હું મારી ખુલી આંખે જોઈ રહ્યો હતો. એ નનો જીવ હવે નીડર બની સતત ઉઠવા પ્રયત્નશીલ બની રહ્યો હતો એ હવે વિજય પામી લેવા માટે ઝઝૂમી રહ્યો હતો. કદાચ બને પણ આજ ભય આપણનેય જીવની મુશકેલીની સમક્ષ ઉઠવાની હિમ્મત નથી કરી શકતા અને એને જલ્દીજ શરણાગતિ સ્વીકારી લેતા હોઈએ છીએ કદાચ એજ પ્રવૃત્તિ આપણને વિશ્વાત્મા સમક્ષ આપણી હારને રજુ કરે છે. અને પછી એ વિશ્વાત્માનો ગેબી અવાજ આપણને ઉઠીને ઉભા થવાનું માર્ગદર્શન કરે ત્યારે પેલા જીવની જેમજ આપણે પણ એ વિશ્વાત્માના અવાજને આવગણી દેતા હોઈએ છીએ અને એજ પળથી આપણી હારની શરૂઆત શુનીશ્ચિત થઇ જતી હોય છે જેને આપણે અનુભવી શકીએ અને પ્રત્યક્ષ સ્વરૂપે જોઈએ પણ છીએ.

જ્યારથી મેં એને સામેના છેડેના દુરના લાઈટબોર્ડ પર મુક્યું ત્યારે એની હિમ્મત જાણે બમણાઈ ગઈ અને એ તુરંત પોતાના દેહને સાંભળી ઉભું થયું અને પોતાની નિયતિ પર જાણે સતત વળગી રહ્યું અને એના દર્દનું જાણે હવે મૂળ નીકળી ગયું. હકીકતમાં એણે જે મુશીબત મારી હાઝરીમાં અનુભવી એ એટલી ભયજનક નહોતી જેટલી એને કદાચ અનુભવી હોય કારણ કે એને કદાચ ગીતાપાઠ નહિ કર્યો હોય એક સમય મને એવો પણ વિચાર સ્ફૂરી ઉઠ્યો પણ એવાતની જરૂર નથી એવું મને પછી સમજાયું.

સમય હતો એ ડરને જેવો છે એનેય એના કરતા ઓછો કરીને એનો અસ્વીકાર કરવાનો એના પાછળનું કારણ પણ છે કે જો વિશ્વાત્મા તમને મારીજ નાખવા માંગતો તો તમને ઉભા થવાનો અવસર પણ કદાચ નજ આપે આપણામાં હિંમત અજી બાકી છે એનો મતલબ કે આપણી પાસે અવસર છે જીવનને સમજી લેવાનો છે અને વિશ્વાત્મા સાથે તાલમેલ સાધી યોગ્ય જીવન જીવવાનો જો એ જીવ ત્યારે પણ ઉડી ગયો હોત. કદાચ હું એને મારીતો નાજ નાખત અને કદાચ મારાથી એવું બની પણ જાતતો મને મનમા એવાત સદાય વાગતી રહેત કે મેં વિશ્વાત્માની વાતને અવગણી હું મારી આત્માની અવાજને દબાવી રહ્યો છું પણ હું મારી આત્માની આવજને સ્વીકારી રહ્યો હતો.

વાસ્તવમાં આ ઘટના પછી હું એટલું તો અવશ્ય સમજ્યો કે જીવન પછી મૃત્યુતો સૃષ્ટિનો ગુઢ સત્ય સવાલ છે જે આજ નહીતો કાલ પણ એ વ્યક્તિને ભર્ખીજ જવાનો છે. અને એનાથી કોઈ નઈતો બચી શકે ના કોઈ ભાગી શકે હા તાલમેલ સાધીને એનો દરેક પળમાં આનંદ જરૂરથી ઉઠાવી શકાય જે આપણે લ્હાવો ઉઠાવોજ જોઈએ. એ ચુક્યાતો જીવન જાણે મોતથીએ બદતર થઇ જશે જેનું ધ્યાન પર મનુષ્યએ પોતેજ રાખવું પડશે.

  • લી. સુલતાન બારોટ -
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED