Dikari... Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Dikari...

દીકરી....

Sultan Singh

[ ]

પ્રસ્તાવના

મારી આ રચના ઘણા લોકોને વિચારવા પર મઝબુર કરશે. અત્યાર સુધીમાં મનની ગહેરાઈઓમાં સમાયેલી ગણી આસ્થા અને અંધશ્રધ્ધાના વિચારોને ઝંઝોળી ચુક્યો છું પણ મન ક્યારે ક્યાં ભાગતું હોય છે એ ક્યાં સંજય છે એટલેજ કદાચ દીકરીઓના અને સ્ત્રી ના વધતા જતા અત્યાચારને જોતા આ લખવાનો વિચાર આવ્યો અમ ગણી કમીઓ હશે. કદાચ હું પોતે પણ જાણું છું. મેં લગભગ ત્રણેક કલાકના વિચારોજ એમાં લખ્યા છે વધુ ગહેરાઈમાં કદાચ નથી ઉતર્યો. પણ જે સત્ય છે એજ વાત કરવાની મને ટેવ છે મારા મનના સવાલો હું સ્પષ્ટ પણે બધા સામે ખુલ્લા કરી દઉ છું કદાચ મારી આ ખરાબ ટેવ હોય અથવા સારી મને ખબર નથી.

મારા ચારેક નાના મોટા લેખ અત્યાર સુધી માતૃભારતી પર પ્રકાશિત થયા છે પણ હવે કદાચ મને એક નોવેલ લખવાની ઈચ્છા થઇ રહી છે. અત્યારે મારી ચારેક નોવેલ અને એક શ્રીમદ ભગવતગીતા નો વિશાલ અર્થ સભર પુસ્તક પરની તૈયારીઓ પણ ચાલુજ છે લગભગ મારી જલ્દીજ પૂર્ણ થનાર નોવેલ “સ્વપ્નશ્રુષ્ટિ” નું કાર્ય ૯૦ ટકા જેવું પત્યું છે પણ એક નવાજ નામ સાથે અહી પણ એક નોવેલ લખવાનો મારો વિચાર પણ છેજ. મને મળતા પ્રતિસાદ પર બધોજ આધાર રહેલો છે. સારા નરસા પ્રતિસાદ આપવા વિનંતી છે.

Mail –

Mobile - +91-9904185007 [ whatsapp ]

Facebook – @sultansinh

Twitter- @imsultansingh

Linkedin- @imsultansingh

દીકરી.....

ઘર આખાની રોનક છે દીકરી,

જીવનમાં ખીલેલ કમળ છે દીકરી,

ક્યારેક તડકા જેમ મધમધ સોહાતી,

ક્યારેક શીતળ ચાંદની છે દીકરી,

શિક્ષા, ગુણ સંસ્કાર રોપી દો,

પછી દીકરા સમ સમક્ષ છે દીકરી,

સહારો આપો જો વિશ્વાશનો,

તો પવિત્ર ગંગાજળ છે દીકરી,

પકૃતીના સદગુણ જો સીંચો,

તો પ્રકૃતિ સમ નીશ્ચ્વાલ છે દીકરી,

તો કેમ પ્રતિબંધ છે એના જન્મવા પર,

આપણી આવતી કાલ છે દીકરી...

પાછલા દિવસોમાં વાંચેલ આ કવિતા મારા એફ.બી. ના વોલ પર મેં જોયેલી છે મને થયું કેમ આજે થોડી વાતો દીકરી માટે પણ કરી લઈએ કદાચ આ કવિતા લખનારનું નામ તો મને ખબર નથી. પણ હા એક વાત જરૂર કહી શકાય આ કવિતા લખનાર માટે કે એ વ્યક્તિની વિચારધારા ખુબજ ઉચ્ચ હશે.

મેં જોયું છે ત્યાં સુધી ઘરમાં રહેલો દીકરો પણ સમય જતા બદલાઈ જતો હોય છે પણ ત્યારેય સાસરે ગયા પછી પણ ચિંતા કરનાર જો કોઈ હોયતો એ દીકરી છે. બે પરિવારોને જોડતી અને પ્રેમનો સતત અહેસાસ કરાવનારી જો કોઈ શક્તિ હોય તો એ પણ દીકરી છે. જો તમે ભગવાનને હાથ જોડીને પૂજતા હોવ કે જેની સામે નતમસ્તક થઈને તમારી વિચિત્ર માંગણીઓ મુકતા હોવ છો એજ પરમ તત્વને જન્મ આપનારી એ માં પણ કોઈકની દીકરી છે.

ભારતમાં હજારો મંદિરો છે જેમાં વધુ પડતા દેવી મંદિર છે અને એવાજ મંદિરોમાં જઈ તમે દીકરો માંગવા માટેની માનતાઓ માનીને છ-છ દિવસો સુધી ચાલી નીકળતા હોવ છો એજ દેવી પોતે પણ કોઈકનીતો દીકરીજ હોય છેને. કેટલું વિચિત્ર માનવ કેવાય જે એક દીકરીની પૂજા કરે અને માંગણીઓમાં દીકરો માંગે એ કેટલું વિચિત્રતા ભર્યું કેવાય ?

લગ્ન થયા પછી પણ પોતાના માં-બાપને દુઃખ ના સમયમાં સાથે રાખી શકે અને પોતાના સાથીના માં-બાપને પણ એટલુજ માન આપનારી એ ઉત્તમ વ્યક્તિ છે દીકરી. કદાચ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે દીકરી ઘરમાં જો વરસતી પુણ્ય અને પવિત્ર શક્તિ હોય તો બસ એજ કૃપા નું નામ છે દીકરી.

દીકરીને સદિયોથી પારકી થાપણ માનવામાં ભલે આવતી હોય પણ સત્ય તો એ છે કે પાર્કને પણ પોતાના કરી દેતી લાગણી અને સબંધોને જોડતી કડી છે દીકરી. અને જો સાચેજ એ પારકી થાપણ હોય તો પછી કેમ એને વિદા કરતી વખતે આખાય પરિવારની આંખો વરસી પડતી હોય છે વિદાયની વેળાઓમાં કેમ આટલી કરુણા કેમ છવાઈ જતી હોય છે. સચુતો એ છે કે ઘરની ખુશહાલીનું એક માત્ર કારણજ તો દીકરી હોય છે અને એટલેજ એને સાસરે વરાવતી વખતે એક પિતા, એક ભાઈ, એક બહેન, એક માતા અને હદ તો ત્યારે થઇ જતી હોય છે જયારે સગા-સબંધી અને મહોલ્લા વાળા વડીલોની આંખો પણ ઉભરાતી જોયેલી છે. એક પરિવારને છોડી પોતાની આઝાદીને પણ ભુલાવી બીજા પરિવારની મન મર્યાદાઓ મુજબ પોતાના જીવનને પરિવર્તનના વિચારોમાં ઢાળી દેનારી એ અદભુત શક્તિ છે દીકરી. એ હમેશા પોતાના પિતાની પ્રતિષ્ઠા ને સાસરિયાની મન-મર્યાદને એક ફર્ઝ સમજીને પાળી લેતી હોય છે બે પરિવારનું મન રાખનારી એ દૈવી તત્વ છે દીકરી.

પુરા દિવસના થાક્યા પાક્યા ઘરે આવ્યા બાદ કદાચ મહેનત અને થાકન એક હળવા સ્મિત અને પાણીના ગ્લાસ વડે ભુલાવી દેનારી માયા છે દીકરી. પિતાજીના દિલની એ કડી અને આખાય ઘરની લાડકી રાજકુમારી છે દીકરી. આખાય ઘરમાં ફેલાયેલી રંગત અને ખુશીઓ પાછળનું કારણ સંજોવીને ચાલનાર વ્યક્તિ છે દીકરી. કદાચ સંસારની એક માત્ર કીમતી અને અદભુત ભેટ સમાન ઉત્તમ ઉપહાર છે દીકરી.

ઘરમાં પોતાના માતા-પિતાની ખુશીઓ માટે દુઃખ દર્દના ઘૂંટડા પીનાર વ્યક્તિ છે દીકરી. શું કહેવું એ વ્યક્તિ વિષે જે પળે-પળે જીમ્મેદારીઓમાં ઘેરાયેલી રહે છે. ઘરના માન સમ્માન માટે પોતાના સપનાઓને દિલના ખૂણામાં ધરબી દઈને પણ માતા પિતાના સપનાઓ પુરા કરવાજ જીવતી દેવી સ્વરૂપ છે એ દીકરી. સમજાતું નથી આખર કર દુનિયાની નઝરો માં કેમ બદનામ છે આ દીકરી. જન્મથી લઈને પોતાના જીવનના અંત સુધી પોતાના જીવનને દરેક પળના સંઘર્ષમાં વિતાવીને ખુશીથી જીવતી, પોતાના સપનાઓના ત્યાગ કરી પરિવારના સપના માટે જીવતું સાક્ષાત વરદાન છે દીકરી.

આજના આ યુગ્માંતો મહત્વપૂર્ણ અને જરૂરી યોગદાન આપનારું શક્તિ શાલી શાસ્ત્ર છે દીકરી. દીકરીના યોગદાનને હવે દુનિયા જાણે ભુલાવી રહી છે. જોકે મહીશાશુરને મારનાર એ મહિષાસુર મર્દિની નામે ઓળખાતી દેવી છે દીકરી, યુધ્ધના મેદાનમાં ચારે તરફ શત્રુઓથી ઘેરાયેલા હોવા છતાં પણ પોતાના પુત્રને ખભે બાંધી પોતાના રાજ્ય માટે લડતી અને શહાદત માટે ઝઝુમતી રાણી લક્ષ્મીબાઈ પણ છે એક દીકરી, એક મઝબુત બને દેશના સ્વાભિમાન સમા મરાઠા સામ્રાજ્યના મૂળ છત્રપતિ શિવાજીને જન્મ આપનારી એ માતા જીજાબાઇ પણ એક દીકરી. ભગવાન શ્રી કૃષ્ણ જેવા ભગવાનને નવ મહિના કોખમાં રાખનાર દેવકી અને સાચવનાર જશોદા પણ દીકરી છે. રાધા બનીને પ્રેમના રંગો ખીલવનાર એ દેવી પણ દીકરી છે અને મીર બની ભગવાનને પોતાનો પીયો કહેનારી એ નારી ભક્ત પણ દીકરી છે.

દીકરી માટે ના અમુક વાંચવા જેવી સુવીચારોની ઝાંખીઓ કરી લઈએ..

“ સિમેન્ટ અને રેત વડે ચણાયેલા ભવનમાં પણ ખુશીની લહેરો જગાવી એને આનંદમય બનાવી મુકે એનું નામ દીકરી ”

“ પરેશાનીઓ માં ડૂબેલા પિતાના ખભે પ્રેમભર્યો હાથ મૂકી પોતાના એક હળવા સ્મિત વડે બધી ચિંતાઓ મિટાવી દે એનું નામ છે દીકરી ”

“ દુનિયાની આ વિશાળતામાય હાથ પકડીને મંજિલ સુધી પહોચાડવા માટે આખોય રસ્તો સાથે કાપનારી એ વ્યક્તિ છે દીકરી ”

“ સુના અને દુઃખમાં ઘેરાયેલા વાતાવાર્ન્મય ખુશીની મહેક પ્રસરાવી દેતું એ અનેરું તત્વ છે દીકરી ”

“ પુત્રની સરખામણીએ દસ પુત્રોની કમી પૂર્ણ કરી બતાવે એટલી સમર્થ વ્યક્તિ દીકરી છે ”

“ પિતા અને પરિવારનું ગૌરવ, માન, સમ્માન, વર્તમાન અને ભવિષ્ય છે દીકરી ”

“ ઝેરને પીને પણ મુક્ત હસનાર શિવ છે તેમ આ દુનિયાના દુખ, દર્દ અને પીડા સહીને પણ હસનાર વ્યક્તિ એટલે દીકરી છે ”

“ લાખ ગુલાબો લગાવ્યા પછી પણ સુગંધ ભલેના આવી પણ ઘરના પ્રાંગણમાં ખુશી અને કિલકારીઓની સુગંધ ફેલાવે એનું નામ છે દીકરી ”

“ આશીર્વાદ ભલે મળે દીકરાના પણ જયારે સાક્ષાત ઈશ્વરજ મળે તો એનું નામ છે દીકરી ”

“ જાદુ, મંત્રો શીખ્યા વગર પણ આખાય નિર્જીવ ઘરમાં જન ફુકવાની શક્તિ ધરાવનાર શક્તિ છે દીકરી ”