mane maf karje maa books and stories free download online pdf in Gujarati

Mane Maf Karje Maa...

મને માફ કરજે માં....

Writer ;- Sultan Singh Barot

Mobile ;- 9904185007

મને માફ કરજે માં...

“ હેલ્લો...” અંધારી રાતના અંધકારમાં અચાનક વાગેલી ટેલીફોનની રીંગ સંભાળીને ફોન ઉપાડતા શૈલજા કદાચ આટલુજ બોલીને અટકી ગઈ.

“ હા માં... હું તારી બદનશીબ દીકરી... મારી વાત સાંભળ મારે તને બઊજ જરૂરી વાત કરવી છે... મારી વાત લાંબી છે અને મારી પાસે સમય એટલોજ ઓછો... બસ સંભાળજે હોને... તું સાંભળી રઈ છે ને માં...? કઈ બોલતી કેમ નથી... મને માફ કરી દેજે માં... કરીશને... બોલે કરીશને મને માફ...?” સામેના છેડેથી આવતો ધ્રુઝતો અવાઝ અચાનક અટક્યો કદાચ સામેના છેડેથી આવતા જવાબ માટે એ અવાઝ રોકાયો પણ એમાં ઝળહળતી વેદના, રુદન અને કંપન ભારોભાર હતું એ ભય અને ડરથી તરડાયેલો અને ભીંજાયેલો અવાજ હતો. એની તડપ એ અવઝમાં દર્દ બનીને સ્પષ્ટ દેખાતી હતી જાણે અનુભવાઈ પણ રહી હતી.

“ હા પણ... શું થયું...?” શૈલજાના સ્વરમાં વેદના ભળી રહી અને એના ચહેરાની ચમક ઉડી ગઈ. વધુ બોલવા શબ્દોના મળ્યા સામેના છેડેથી વેદના એને કટારની જેમ જાણે ભોકાઈને દુખવા લાગી.

“ હું અત્યારે કદાચ કોઈ વેરાન જગ્યાએ પડી છું, અને મારા જીવનના છેલ્લા શબ્દો તને કહેવા જઈ રહી છું. મારા પેટમાં એક કટાર વાગેલી છે ખૂન નિરંતર વહી રહ્યું છે અને પીડા મારા અવાઝને રોકવા મથી રહી છે કદાચ વધુ બોલી શકીશ એટલો મારી પાસે સમય નથી... તું બસ સાંભળજે માં કદાચ તારા બોલવામાં મારી પાસેનો સમય ઓછો થઇ જાય... તું સામે છેડે હાજર તો છેને,...” ડુસકા ભરતા અને રુદન એની સાથેજ ચાલુ હતું એનું દર્દ જાણે અનુભવાતું હતું. શૈલજાના દિલમાં એક ઊંડી ફાળ પડેલી હતી આટલા ફૂંકાતા અને સુસવાટા સાથે વહેતા પવનમાંય ચહેરા પર પરસેવો નીતરી રહ્યો હતો. એના પરસેવા સાથેના હાવભાવમાં એની સુઝબુજ દમ તોડી ચુકી હતી કદાચ મરી ગઈ હતી.

“ મારે તને બધી હકીકત કહેવી છે... તું મને સમજવાની કોશિશ કરજે હોને માં... તું બધુજ સાચું કહેતી પણ... મને માફ તો કરીશને... મારાથી બઉ મોટી ભૂલ થઇ ગઈ છે... તું કદાચ માફ નઈ કરી શકે... સ્કુલના જીવન દરમિયાન બધીજ તારી વાતો માનતી એટલે હું ખુશ હતી પણ જ્યારથી કોલેઝમાં આવી છું ગણું જુઠ્ઠું બોલવા લાગી છું ને તારાથી પણ... આજે બધુજ સાચું કહીશ કદાચ ખોટું નઈ બોલી શકાય આજે... મારા જીવનની બધીજ હકીકતો બદલાઈ ગઈ છે... અને ખબર છે માં મારી કોલેઝના એક છોકરા સાથે મને પ્રેમ થઇ ગયો હતો એની સાથે હું ઘણી આગળ વધી ગઈ હતી કદાચ એજ મારી ભૂલ હોય... મે આ બધી વાતો છુપાવવા માટે તને ઘણા જુઠાણા પણ બોલ્યા હશે... પણ આજે નઈ બોલું બસ મારી વાતનો વિશ્વાસ કરજે... આખરી સમયમાં વ્યક્તિ સાચુજ બોલેને માં એવું પણ મનેતો તેજ કહેલુંને... મારી પણ આવીજ પરિસ્થિતિ છે કદાચ અને એમાય આજે તો... કદાચ... અંત... પલ... પણ.... સમજને...” એ ધ્રુઝતો અવાજ અટક્યો કદાચ ચોંટી ગયો એની વેદના એને બોલવા અસમર્થ બનાવી રહી હતી.

“ આજે શું... બેટા...” શૈલજા રીતસર જમીન સાથે પટકાઈ પડી અને સોફાના ટેકે એ ત્યાજ બેસી ગઈ. પરસેવાના રેલા ઉતરતા હતા એના દિલમાં એક ગાઢ અંધકાર અને દુખ ઉભરાઈ રહ્યું હતું. આંશુ વહેતા હતા પીડા જાણે દિલના ખૂણે સુધી અનુભવાઈ રહી હતી.

“ હું કદાચ મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી બેઠી છું... માં મને માફ કરજે પણ... કેમ કરીને કહું કે મારા પેટમાં બાળક છે... એ પણ લગ્ન વગર... દુખની અને આઘાત જનક વાત છે પણ સત્ય છે... કોનું હવે મારે તને કઈ રીતે કહેવું મને સમજાતું નથી... મને માફ કરજે માં પણ આમાં ભૂલ તો મારી છે તારી કોઈ ભૂલ નથી... કદાચ મારા કર્યાની સજા મને મળી છે, મને માફ કરી દેજે માં... હું તારી ગુનેહગાર છું તારી બનાવેલી મર્યાદા રેખાઓને મેજ ઓળંગીને આગળ વધવાનો ખોટો નિર્ણય કર્યો હતો. કદાચ તારી વાતોને મે સમજી હોત અને પાળી હોત તો આવું ના બનત. પણ... હવે શું મને માફ કરજેને... પણ તને ખબર છે આ બાળકનો જે પિતા છેને એજ એનો આરોપી અને હત્યારો પણ બની ગયો છે... મારા પેટમાં કટાર ભોકીને એ હવે ચાલ્યો ગયો છે... એને પોતાના પરિવારની સમ્માનની ફિકર છે... એને મારું બાળક હવે બોઝા જેવું લાગે છે... મારી સાથે રોજ ઝગડતો અને અજેતો... કેમ આટલી મતલબી દુનિયા છે આ... તેતો કદી મને પ્રેમ કરવામાં કોઈ શરત મુકીજ નથી એટલે મને કઈ રીતે ખબર પડે... મને શું ખબર તારા જેવો પ્રેમ કોઈ કરીજ ના શકે... તને ખબર છે અત્યારે હું એક અંધકાર વાળી જગ્યામાં પડી છું આસપાસ કોઈ નથી અને દુર દુર સુધી બસ ઘોર અંધકાર છે... મરીજ કોલેજમાં ભણતો આપણા શહેરના કલેકટરનો દીકરો મનીષ એજ મારા બાળકનો પિતા અને અમારા બંનેનો હત્યારો પણ છે.... પણ એ તો જતો રહ્યો છે... હવે હું શું કરું કેને... ઓયે મમ્મી કઈક તો બોલ... કેમ આમ ચુપ છે... શું હું સાચેજ મારી જઈશ હવે...?” રડવાનો અવાજ વધુ સ્પષ્ટ થઇ રહ્યો હતો અને જબાન હવે સાવ લથડી રહી હતી વેદના એના શબ્દોમાં ભળીને છેક શૈલજાના કાળજા સુધી ચીરતી ઉતરી રહી હતી. એ બોલવામાં જાણે અસમર્થ બની રહી હતી પણ એ કટારનો ઘાવ કદાચ બંનેનો જીવ લઇ લેવાની હતી.

“ એણે કટાર મારી એમ... પણ તું તો...” શૈલજા ફરી બોલવા જતાજ અટકી સામેથી અવાઝ ફરી બોલવા લાગ્યો...

“ હા... માં... એજ મનીષ તને ખબર છે એણે મને ફસાવીને મારી સાથે કેટલીયે વાર આવા ગંદા કામો કરાવ્યા પણ હું કેટલી મુર્ખ તનેજ ના કહ્યું અને બસ છુપાવતી રહી જેની સજા મને આજે મળી ગઈ... પણ... આટલી વેદના મારાથી નથી સેહવાતી માં... એક બીજી પણ વાત છે... માં મને માફ તો કરીશને...” એ અવાજ તરડાઇ રહ્યો હતો દર્દ અને વેદના ખુબ વધતી જતી હતી. એનું દુખ અને એના અવાજમાં વર્તાતી એ અજાણી વેદના ના કારણે અવાજ ધ્રુજતો હતો એને વધુ તડપાવી રહ્યો હતો.

“ બોલ બેટા...” શૈલજા અચાનક જાણે બુથ બની ગઈ અને ટૂંકું બોલીને ધ્યાનથી બધું સંભાળવા લાગી.

“ માં બઉ દુખાય છે આજેજ ખબર પડી કે આટલી વેદના થાય જયારે કટાર પેટમાં ભોકાય તો પછી તને આવા સમાચાર સાંભળીને કેટલી પીડા થતી હશે મને સમજાય છે. પણ, મને માફ કરજે માં... હવે બીજો કોઈ રસ્તોજ નથી મારે મારા કર્મોની સજા ભોગવવાનીજ છે પણ માં મને છેને મરવું નથી... મારે જીવવું છે... મારે આ વહેતા લોઈને રોકવું છે... કોઈ નુસ્ખો બતાવને જેવા રૂ હમેશા કરતી હતી... મને મારી મુર્ત્યું જાણે નજીક દેખાય છે... યમરાજ મને લેવા આવીને જાણે સામેજ ઉભા છે... એ માં મને આટલી એક સુઈ વાગેને તોય તું આમ દોડી આવતી હતી આજે મને બચાવવા તું કેમ નથી આવતી... કેટલું દર્દ થાય છે શું કહું... જોને મમ્મી કેટલું બધું લોઈ વહી ગયું છે... બાળક પેટમાં હોય એટલે આટલો દુખાવો થાય ? આજેજ સમજાય છે. પણ... હવે શું બધું પતિ ગયું ને... હવે તો હું મરી પણ જઈશ... એ મમ્મી મારી પાસે દોડી આવને... મને ખોળામાં લઈને એક લોરી તો ગા... મને માથાના વાળમાં હાથ નાખીને સેહલાવ ને... મારા કપાળ પર એક હળવી કિશ કરને... મઝા આવશે તું બસ મારા ગાલપર સ્પર્શ કરને... હમેશા દુઃખમાં મને બાહોમાં ભરે એમ એક જાદુની જપ્પી તો આપ... જોને જાણે આંખો પણ સાથ નથી આપતી... તારી યાદ આવે છે મમ્મી... પપ્પા કેટલા દુખી થશે ને...? એ મમ્મી મને માફતો કરી શકીશને ? જોને આ હાથ આડો રાખવા છતાય લોઈ નીકળે જાય છે... આટલું બધું લોઈ હોય શરીરમાં તારી સાથે રહેતી એટલે કદી ખબરજ નથી પડી... તૂતો એક ટીમપા જેટલું પણ લોઈ કદી વહેવા ના દેતી પણ આજે તું નથીને એટલે... એણે મને કેટલી મારી હતી ખબર છે તને... તારી રાજ કુમારી અને પપ્પાની પરી પર એણે કેવો હાથ ઉપાડ્યો હતો... આખાય શરીરમાં અસહ્ય પીડા થાય છે... જોને મમ્મી મારાથી તો દુખ સહનજ નથી થતું તે કદી મને દુખ સહેવા દીધુજ નથી ને... પણ જોને આજે આ વેરણ વગડામાં પડી છું નિસહાય હાલતમાં... માં તારો ખોળો યાદ આવે છે... પણ હવે મને એમાં સુવાનોય અધિકાર નથીને ? મેં તારી માનમર્યાદા ખંડિત કરી નાખીને પણ શું કરું માં મને માફ કરજે... મારાથી હવે કદાચ ની બોલી શકાય... હા...વે.... ચ...છે...એ...ને... મારો અ... વા.... જ... જ.... અવ... આજ... ઘૂંટાઈ રહ્યો છે.... જો તારી દીકરી આજે તારો સાથ છોડી રહી છે... માં.... માં... માં... મને માફ તો કરીશને... કેને... માં... કેને... માફ... કરીશને...? માઆઆઆઆઅ.....” કેટલીયે વાતો કાર્યા બાદ અવાઝ અટક્યો કદાચ બંધ થઇ ગયો મોબાઈલ હાથમાંથી પડી ગયો હોય એવુજ લાગ્યું.

“ બેટા... શું.... બોલને.... ક્યાં છે...? કેને.... ઓયે... દીકરા... તું કયા.... છે... બો.... બો.... બોલને... હવે...” એ આખરી ચીખ નીકળ્યા પછી શૈલજાના હોશો હવાજ ઉડી ગયા એ ત્યાજ જમીન પર ફસડાઈ પડી એની આંખો માંથી ધડ ધડ આંશુઓ વહેવા લાગ્યા... એની વ્યથા એના આંશુંઓમાં વહેવા લાગી... એ મોટા અવાજે રડવા લાગી... અચાનક ખભા પર હાથ સ્પર્શ્યો થોડીક રોતી આંખોએ એને પાછળ જોયું ત્યાં નિર્મલ ઉભો હતો. શૈલજા એની બાહોમાં લપેટાઈને ડૂસકે ભરાઈને રડવા લાગી એની આંખો લાલ ચોળ થઇ ચુકી હતી એની વેદના અસહ્ય હતી પણ જાણે નિર્મલના ચહેરા પર કેટલાય સવાલો ઉપસેલા દેખાતા હતા...

છેવટે લાંબી સમજાવટ બાદ અચાનક નિર્મલે શૈલજાના ચહેરાને બંને હાથ વડે પકડીને પોતાના તરફ કર્યો અને એની આંખોમાં આંખો નાખીને સવાલ કર્યો “ શું થયું... શૈલજા... બોલ...” અને એ હજુય શૈલજાના ચહેરાનેજ જોઈ રહ્યો હતો. શૈલજાના આંશુઓ હજુય નિરંતર વરસી રહી હતા અને એ ફોન પર થયેલી વાતો એના કાનમાં હજુય ગુંજતી હતી દીકરીની આખરી ચીસ એને તડપાવી મુકતી હતી. શૈલજાનું આખુય શરીર જાણે થર થર ધ્રુજતું હતું એના દિલમાં એક વેદના અને દર્દ ઉભરાતું હતું. એના તુટક શબ્દો એની વેદના સ્પષ્ટ દર્શાવતા હતા એના શબ્દોમાં ડર હતો અને ભારોભાર ચિંતા પણ, એ બસ સતત ડુસકા ભરી ભરીને રોયેજ જતી હતી... “ શું થયું... શૈલજા...” નિર્મલે ફરી વખત એને ખભા પર વજન મુકીને ઝંઝોળતા પૂછ્યું. “ નિર્મલ... છેને... હાલજ... છેને.... વાત... ફોનમાં... કે... દીકરી.... માં... બનવાની... મનીષ... જંગલ...” શૈલજા ભાન ભૂલેલા એક પાગલના જેમ તુટક અને અસ્તવ્યસ્ત વાતો કરતી હતી પણ આ બધું સમજવું મુશ્કેલ હતું. “ શાંત થા... શૈલજા... શાંત થા અને બોલ...” નિર્મલે એને પોતાની બાહોમાં સમાવીને ફરી પૂછી લીધું. “ પેલો ફોન એમણા વાગ્યો જેમાં... તૃપ્તિ... એને કોઈકે કટાર મારી અને એ તડપી રહી છે... હાલજ વાત થઇ... ચાલને નિર્મલ આપણે જઈએ... એની જોડે...” શૈલજા હજુય એક પાગલની જેમજ હડબડાહાટમાં જેમ તેમ બોલી રહી હતી.

“ શૈલજા... તું પાગલ તો નથી થઈને... કેવી પાગલ જેવી વાતો કરે છે...?” થોડાક કડક અવાજે નિર્મલે જાણે શૈલજાને ધમકાવી દીધી. “ પણ... તૃપ્તિ... નિર્મલ... ચાલને... એની પાસે... મારે મારી દીકરી પાસે જાવું છે... ચાલને...” એ હજુય ડૂસકે ડૂસકે રડી રહી હતી એની આંખોમાં હજુય આંશુઓ વહેતા હતા.

કદાચ નિર્મલના મનમાં કોઈક વિચાર આવ્યો અને એ શૈલજાને ખેચીને એને તૃપ્તિના રૂમ તરફ લઈને ગયો એ હળવેકથી દરવાજો ખોલતા એને પોતાની આંગળી દ્વારા બતાવ્યું... “ જો શૈલજા... તૃપ્તિ તો સુઈ ગઈ છે પોતાના રૂમમાં... અને આ ઘડિયાળ જો પાગલ સાડા ત્રણ વાગી રહ્યા છે...” પોતાની સુઝબુઝ અને કીમિયા વડે હળવા પ્રેમભર્યા સ્પર્શ વડે એને બાહોમાં ભરીને નિર્મલ પ્રેમભર્યા સ્વરે બોલ્યો. છેવટે થોડોક વખતનો નિર્મલનો પ્રેમભર્યો સહવાસ અને તૃપ્તિને પોતાના રૂમમાં જોયા બાદ શૈલજા થોડીક શાંત પડી અને એની બાહોમાં ભરાઈનેજ બબડી તો “ પેલું ફોન પર કોણ હશે...”

“ કોઈક રોંગ નંબર લાગ્યો હશે... શૈલજા...” નિર્મલે આટલું કહ્યું અને હમેશની જેમ બંને જાના સાથેજ પોતાના રૂમ તરફ વધી ગયા... દીકરી ઘરે હોવાની ખુશી તો કોઈકની દીકરીની આવી હાલતનો ઘેરો અંધકાર શૈલજાના મનમાં જોલા ખાઈ રહ્યો હતો...

લેખક ;- સુલતાન સિંહ બારોટ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED