Yuvaono Mahatvapurna Prashna books and stories free download online pdf in Gujarati

Yuvaono Mahtvpurn Prashn.. ?

યુવાઓ નો મહત્વપૂર્ણ પ્રશ્ન ?

લેખક ;- સુલતાન સિંહ

મોબાઈલ ;- +૯૧ – ૯૯૦૪૧૮૫૦૦૭

યુવાઓનો મહત્વપૂર્ણ પ્રશ્ન ...

“ સપનું ” એટલે નાના શબ્દોમાં હજારો મહત્વકાક્ષા છુપાયેલી હોય છે પણ દરેકના સપના વ્યક્તિદીઠ અલગ હોય છે. દરેકના સપના વ્યક્તિએ જાતેજ જોવાના, કંડારવાના અને એના પર ચાલીને એને પૂરી મહેનતે પુરા કરવાના હોય છે. સપનું એજ હિમ્મત છે અને એજ કદાચ આપણી લાચારી અને મઝબુરી તથા હાર માનીને ભાંગી પડવાનું કારણ પણ બની જતા હોય છે વાત આમ તો જરા અઘરી છે પણ સમજવી અશક્ય નથી. પ્રથમ પણ કહી ચુક્યો છું એજ રીતે સપના અને રાહ દરેકની વ્યક્તિદીઠ અલગ હોય છે અને જયારે કોઈ વ્યક્તિનું સપનું એનું પોતાનું હોય ત્યારે એ હિમ્મત બની જાય છે પણ જયારે એ સપનું બીજા કોઈનું કે અન્યનું હોય અથવા થોપવામાં આવેલું હોય ત્યારે એ પીડિત વ્યક્તિ માટે લાચારી અને મઝબુરી બની જાય છે.

કદાચ મહત્વની વાત હજુય સામે આવતી નથી એવું કેમ થાય છે કે ભારત દેશમાં આત્મહત્યાનું પ્રમાણ રોઝ બરોઝ વધતુજ જાય છે. કેમ આજના યુગમાં દર ત્રીજી વ્યક્તિ માનસિક રીતે દુખી અને પીડાતી રહે છે. એના પાછળનું કારણ શું ? દરેકને સમસ્યા છે અમે સમસ્યા હોવી નુકશાનકારક નથી પણ એનાથી વધુ નુકશાન કારક છે એ પીડાને લઈને જીવવું અને એની સચ્ચાઈને સમજ્યા વગર એના વજનને ઉપાડીને ફરવું એને જોઈ જોઇને પલ પલ મરવું અને સતત માનસિક ત્રાસથી પીડાતું રહેવું. લગભગ આજના યુવા વર્ગમાં ખુબજ પ્રમાણમાં જોવા મળે છે અને વિશ્લેષણો મુજબ પણ આપઘાત કરવામાં યુવા વર્ગનું પ્રમાણ વધુ સરેરાસ ૬૦% ઉપરનુંજ જોવા મળે છે. એનો અર્થ એવોજ થયો કે સૌથી વધુ પીડાતો કોઈ વર્ગ હોય તો એ ચૌદ વર્ષથી લગાડીને ૩૦ વર્ષ વચ્ચે જીવન વિતાવતો યુવાન છે ? પણ કેમ ? સમસ્યા શું છે ? ક્યાં કારણો છે જે દુખી કરે છે ? કેમ એ વર્ગ આવું જીવન જીવે છે ? કેમ દિલ ખોલીને કોઈને પૂછી શકાતું નથી ? એના દિલના સવાલો અંદરજ રહી રહીને એજ વિચારો સમય જતા ધારણા બની જાય છે અને પછી એ ધારણાઓ મઝબુત બનીને સત્ય સમજી લેવાતી હોય છે. સત્યની ઓછી સમજ અને એની વાતને સાંભળનારની અછત કદાચ આપઘાતનું કારણ હોય છે. પણ આપણે અત્યારે એ વાત પર વધુ ચર્ચા નથી કરવી.

થોડું બેકગ્રાઉન્ડ સમજાયું હશે કે માતા પિતા ને સમાજ, સોસાયટી અને દુનીયાજ એક એવું પરિબળ છે જેના કારણે યુવા વર્ગ પોતાના મનની વાત સ્પષ્ટ કહી શકતો નથી. કેમ એવું ? કે બાળક પોતાના માતા પિતાને કઈ પણ કહી શકતો નથી ? ઘણી એવી સમસ્યા હોય છે જેના જવાબોના મળતા એ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે પણ તેમ છતાં એ કોઈને કઈ પણ કહી શકતો નથી અને સાથો સાથ સહી શકતો પણ નથી કેમ ? સમાજ, સોસાયટી એક એવું પરિબળ છે જેમાં રહીને માતા-પિતા પણ સંતાનનું સપનું જોઈ કે સમજી શકતા નથી. એમનેતો બસ પોતાના સપના બાળકો પર થોપવા હોય છે અને આ વાતમાં વિશ્વની સરખામણીએ ભારત નંબર એક પર છે. કારણ કે હજુતો દવાખાનાના ગોડીયામાં પડેલા બાળક માટે પણ એક મંજિલ નક્કી કરેલી હોય છે. એમને ક્યાં રસ્તે ચાલવાનું છે ક્યાં ભણવાનું છે અને કઈ મંઝીલ એમને હાસિલ કરવી છે બસ બધુજ કદાચ એ લોકો નક્કી કરી લેતા હોય છે.

મારો દીકરો ડોક્ટર બનશે, ઇન્જીનિયર બનશે, પાઇલોટ બનશે, આર્મીમાં જશે વગેરે... વગેરે... કેટલાય આવાજ પ્રકારના સપના દીકરીઓ માટે પણ હોય છે જેવા કે ઊંચા હોદ્દાજ મુખ્યત્વે હોય એમાં. કોઈ નથી વિચારતું કે મોટું થયા બાદ કે એનામાં પુરતી સમજ આવ્યા બાદ એ કઈ તરફ વળશે, એને શું ગમશે, એનું સપનું શું હશે, એને શું બનવાની ઈચ્છા હશે. અપણા સપના એમનાં પર થોપવા કરતા એમના સપનાને મન આપીને એમની ધરેલી મંજિલ સુધી જવામાં મદદ કરવાની છે, માનસીકતાજ આજની દુનિયામાં એવી છે દરેક ડોક્ટરને પોતાના ઘરમાં દીકરો હોય કે દીકરી ડોક્ટરજ જોઈએ , એન્જીનીયરને અન્જિનિયર દીકરો કે દીકરી જોઈએ કદાચ આવુજ કઇક આપણે થ્રી ઇડીયટ મુવીમાં પણ જોઈ ચુક્યા છીએ કેમ સાચું ને ? પણ શું જોયું એનું જીવનમાં કોઈજ મહત્વ નથી કેટલું સમજ્યા, જીવનમાં ઉતાર્યું અને જીવ્યું એ વધુ મહત્વનું છે. કદાચ તમારે આસપાસમાં એવા કેટલાય ઉદાહરણો હશેજ મારે એ બહાર શોધવાની જરૂર નથી હું પોતેજ એનું જીવતું જાગતું ઉદાહરણ છું. મારા પિતાજી દુકાનદાર હતા અને એમના વિચારો મુજબ એ મને કોમર્સ લાઈનમાજ આગળ વધારવા માંગતા હતા જેના કારણે હું હિસાબ કિતાબને એમના કરતા થોડું વધુ સારું એવું શીખી શકું. મેં એમના સપનાનો આદર કર્યો કારણ મારું પેસન હજુ મને સમજાયુજના હતું પણ જેમ જેમ મને સમજાતું ગયું હું વળાંક લેતોજ રહ્યો. મારી સ્ટડી લાઈફ બૌઅજ વિચિત્ર છે મેં બારમામાં કોમેર્સ કરેલું પણ મને કોમ્પ્યુટરમાં પણ રસ હતો એટલે મેં ડીપ્લોમાં પછી મેનેજમેન્ટમાં બી.બી.એ. અને ક્રિયેટીવ હિન્દી રાઈટીંગમાં ડીપ્લોમાં કર્યા બાદ હું અત્યારે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છું અને એક લેખક પણ. મારા સપનાને સમજી શકવા મારા પરિવાર અને આસપાસના લોકો માટે અઘરા છે. પણ જેમ તેમ મારા પરિવારે મારી જીદને માન આપી મને સાથ આપ્યો ના ઈચ્છવા છતાં આપવો પડ્યો એવું પણ કહી શકાય. કદાચ માતૃભારતી પર હું મનોવિજ્ઞાનનો પહેલ વહેલો અથવા ઓછી ગણનાનો લેખક હોઈશ પણ મને મારું પેશન અહી શુધી ખેંચી લાવ્યું છે. કદાચ તમે પણ તમારા પેશનને દિલથી વળગી રહેશો તો તમે પણ આવીજ એક અદભુત ગણી શકાય એવી સફળતા હાશલ કરી શકશો એવું ફક્ત કહેવા પુરતું નઈ પણ એજ સત્ય છે. બસ શરત એટલી છે કે તમારું પેશન જાણવું અને એને વળગી પડવું મહત્વનું છે સફળતા આપો આપ મળશે શોધવાની જરૂર પણ નઈ પડે. આજે મારા પરિવારને મારા સપના પ્રત્યે માન છે અને ગર્વ પણ આજે મારા પરિવારમાં ખુશી છે કે મેં એમના સપના કરતા મારા સપનાને વધુ માન આપ્યું આજે મારા પીતાતો નથી રહ્યા પણ મારી માંને ખુશ જોઉં ત્યારે મને બધુજ મળી જાય છે.

આપણા ભારતનો અંગાર વર્શાવતો અને બહુ ચર્ચિત કોઈ પ્રશ્ન હોય તો એ બસ એટલો કે “ મારા પેરેન્ટ્સ નથી માનતા નઈ તો મારે આ કરવું છે...”, “ મારા પપ્પા મને કે છે કે મારે સી.એ. બનવું પણ મારે તો એમ.બી.એ. કરવું છે એનું શું...” આવાજ કેટલાય સવાલો મારા એક halping hands માં હું રોજ જોતો રહું છું જેની ડીટેઈલ અંતમાં આપીશ. બધા સવાલો અને સમસ્યાના વિશ્લેષણ બાદ એક વસ્તુ મારા ઊંડા અભ્યાસ બાદ જાણવા મળ્યું છે અને મને એનો જવાબ પણ મળ્યો છે. ભારતમાં સમસ્યા એ નથી કે માતા પિતા નથી સમજતા એનાથી પણ મોટો એક પ્રશ્ન છે જે મારે તમારા સામે મુકવો છે.

કોણ કહે છે માતા પિતા તમારા પેશનને નથી સમજતા મુખ્ય વાત તો એવીજ સામે આવે છે કે આજનો યુવા વર્ગ પોતેજ નથી જાણી શકતો કે તેમનું પેશન શું છે અને શું કરવું ? ગણા તો પેપરમાં કઈક વાંચે એટલે વિચારશે મારે લેખક બની જવું જોઈએ ? પછી કોઈ એન્જીનીયરને જોઇને મન એ તરફ, ડોક્ટરને જોઇને એ તરફ મન ભટકતું રહે છે. પણ એક વાત એછે કે પેશનતો હમેશા અંદરથી આવતું હોય છે અને જયારે એ આગ પકડેને એટલેજ એને સરકવાની જગ્યા આપોઆપ બનીજ જાય છે. કોઈકના કહ્યા થી, વાંચવાથી કે પછી સાંભળવાથી પેશનને જગાવી શકાતું નાથી અને હા મેઈન વાત એ પણ સમજવી કે મોટીવેશન અને પેશન બંને સંપૂર્ણ ભિન્ન વસ્તુ છે. મોટીવેશન હમેશા ટૂંકા ગાળા માટેનું હોય જયારે પેશન જીવન પ્રયંતનું હોય છે અને એના સિવાય તમને મોટીવેસન પણ યોગ્ય રસ્તો નહિ દેખાડી શકે. કોઈકના કહ્યા પર ચાલ્યા જવાથી કદાચ તમને મંજિલ તો મળશે પણ એ મંજિલ તમારી નઈ હોય એ કોઈકની મંજિલ હશે. કદાચ આશા ભોસલે જેવા ગાયકને પોતાની મંજિલ ગયીકીમાં મળી પણ એનો મતલબ એવો નથી કે આપણનેય માળશેજ આપણે તો અંદરના પેશનને જગાવવાનું છે. એને ઓળખી લેવાનું છે અને એને સર્વોતમ સ્થાને મુકીને એનીજ બંદગી કરવાની છે એમાં આપના ૧૦૦ ટકા મેહનત કરી લેવાની છે. દિલ્લીના રસ્તે જશો તો દિલ્લી પહોચશો અને મુંબઈના રસ્તે મુંબઈ પણ આપણે નવું શોધવાનું છે નવું કરવાનું છે અને જે કોઈને નથી કર્યું એવું કરવાનું છે. એ વાત તદ્દન સાચી પણ એ રસ્તે કોઈક ચાલવાનું કહેશે અને તમે નીકળી પડશોતો જલદીથી થાકી જશો અને વિચાર બદલાઈ જશે કારણકે કોઈકનું પેશન છે એ તમારું નથી. જે દીવસે એ તમારું પેશન બનશે એટલે એને પામવાના રસ્તા તમારી સામે જાતેજ આવી જશે.

બીજા દ્વારા શોધાયેલું શોધવા માટે ફર્યા કરતા એને સમજી, શીખી અને એને સીડી બનાવીને નવી મંજિલ પામવાની કોશિશમાં લાગી જાઓ. મહાન વ્યક્તિઓના કોઈ પણ ઉદાહરણ લઈને તપાસી લો બધાયે પોતાનો રસ્તો જાતેજ બનાવ્યો છે એને કદાચ એટલેજ એમની ગણના થાય છે. કારણકે તમને પેશન વગર મોટીવેશન મળશેજ નઈ અને મોટીવેશન વગર કાર્ય કરી શકશો નઈ અને હા મોટીવેશન લાંબા ગાળાનું અને અંદરથી ઉદભવેલું હશે તો મંજિલ સુધી નક્કી લઇ જશે.

દરેક વ્યક્તિના જીવનમાં એક શોખ એવો હોય છે જે એનું પેશન હોય છે એને એ કાર્ય ગમે તેટલું કરવો એને જરાય આળસના આવે એટલે સમજી લેવું કે એજ આપણું પેશન હોય. આમતો સામાન્ય રીતે આપણું પેશન આપણી સામે સમય જતા આવીજ જાય છે એને શોધવા માટે કઈ નવું કરવાની જરૂર નથી હોતી. દરેક કાર્ય કરતા રહેવાથીજ એકને એક દિવસ આપણે આપણું પેશન જાણી શકીએ છીએ. કદાચ ગીતામાં પણ શ્રી કૃષ્ણ એવુજ કહે છે, “ ફળની ઈચ્છા કર્યા વગર વ્યક્તિએ બસ કર્મ કરતા રહેવાનું હોય છે ” એના કર્મનું ફળ એને સમય જતા જાતેજ મળી જતું હોય છે.

માતા પિતા નથી માનતા એ વાત કદાચ ૧૦ % સાચી પણ હોયજ છે પણ બાકીતો ૯૦ % સામાન્ય પ્રશ્નો એ હોય કે તમે પોતેજ તમારું પેશન નથી જાણ્યું તો એમને પહેલા એક વાત વિચારવાની છે કે માતા પિતા કેમ નથી માનતા ? તમે એમની સમક્ષ મુકેલું એજ તમારું પેશન છે ? તમે શ્યોર છો ? જો તમે એમાં ૧૦૦ % સ્યોર છો તો પછી ચિંતા કરવાની જરૂર નથી એને જીવ જાનથી પૂરું કરવામાં લાગી જાઓ. પણ સાથેજ એક વાત જરૂર વિચારજો તમારી મંજિલ તમારે પોતેજ શોધવાની છે કોઈકના કીધેલા રસ્તા પકડ્સો તો લાંબુ ની ચાલી શકો થાકી જશો, હારી જશો, અસફળતા મળશે કારણ પણ તમેજ છો ? તમે તમારું પેશન નથી સમજ્યા પ્રથમ એને ઓળખો ત્યાં સુધી માતા પિતાના સપનાને જીવ્યે રાખો. મારો કહેવાનો મતલબ એવો પણ નથી કે માતા પિતાના સામા પાડો પણ પેશન જયારે ધગધગતું હશે એટલે એમને સમજાવવાની હિમ્મત જાતેજ આવી જશે. અને વધુ જોવા મળે તેમ તમારા બર્નિંગ ડીસાયર સામે તેઓ જુકીજ જશે તમને અવસર આપશે એને જીવી લેવાનું અને પામી લેવાનું છે. અને રહી વાત માતા પિતાના ખિલાફ જવાની તો એક બીજી વાત પણ કરીજ લઉં. તમે કઈ સપનાનીજ નઈ ઘણા કામ માં-બાપની ઈચ્છા વિરુદ્ધ કરતાજ હોઉં છો ? જેમકે ગુટખા, તંબાકુ, સિગાર જેવા બધાજ વ્યસનો જે છાનેજ કરાય છે ને એમાય માં-બાપની લાગણીઓતો દુભાયજ ને તો જયારે ખરાબ કરવામાં આટલું વિચારતા નથી તો સપનાને ફોલો કરવું તો સારું કામ છે ? કેમ સાચું ને અને જયારે તમારી ખરાબ આદતોમાં છેવટના તમે એમને મનાવી લો છો તો પછી તમારા પેશનમાં કેમ નઈ ?

કઈ પણ કરવું મુશ્કેલ નથી બસ અવાઝ અને તડપ અંદરથી ઉદભવેલી હોવી જોઈએ, તમે એને દિલો જાનથી સ્વીકારી ચુક્યા છો તો એના પર આગળ વધવા સિવાય હવે તમારા પાસે કોઈ રસ્તો નથી. કરવાનું જ છે તમારે ? શાબિત કરીને બતાવવાનું છે કે તમે કઈ પણ ખોટું નથી કર્યું તમે સાચા હતા કદાચ એના પછી તમારા સામે ઉભેલા તમારાજ ઘરના લોકો તમારા સાથે ઉભા હશે. દુનિયાના કોઈ માં-બાપ પોતાના સંતાનનું અહિત નથી વિચારતા બધા પોતાના સંતાન માટે સારું ભવિષ્યજ વિચારતા હોય છે. એટલે એમના દિલને તોડવું પણ યોગ્ય નથી એમને મનાવવાના છે સમજાવવાના છે અને રાઝી કરવાના છે. સપના સાથે પરિવારને પણ સાથે લઈને ચાલવાનું છે અને જયારે તમે સફળતા મેળવી લેશો એટલે એ લોકોજ સૌથી વધુ ખુસ જોવા મળશે.

“ ना भागना हे ना रुकना हे,

बस चलते ही रहेना हे....”

આ થોડીક પંક્તિઓ જે “ સંદીપ મહેશ્વરી ” હમેશા કહે છે એમજ કદાચ તમને બધુજ કહી જાય છે. જીવનમાં પોતાના સપનાને સાથે લઈને પરિવારને સાથે રાખીને બસ ચાલતા રહેવાનું છે અને દોડવું કે એક દમ ઉભું રહ્યા કરતા બસ ધીરે ધીરે ગતિશીલ રહેવું એજ વધુ સારું છે. આપણે સૌપ્રથમ જ્યાં સુધી પોતાના પેશનને ઓળખી ના શકીએ અથવા મળી પણ જાય ત્યારે એના પર બસ સતત ચલતાજ રહેવાનું છે.

જીવનમાં પેશન એજ જીવનમાં અદભુત શક્તિનો સંચાર કરનારું તત્વ છે એટલે પોતાના પેશનને ઓળખવું અને એના પર કાર્ય કરતા રહેવું એજ સફળતાની માસ્ટર કી છે. કદાચ આના માટે લખતા રહીએ તો ગણું લખાતું જાય પણ હવે બસ થયું એક વાક્યમાં કહી દેવું હવે યોગ્ય છે.

“ માતા પિતાને મનાવતા પહેલા તમારા અંદર છુપાયેલા એ પરમાત્માને મનાવીલો... એ માની જાય તો સમજી લેજો તમે દુનિયાના કોઈ પણ વ્યક્તિને મનાવવા શક્ષમ બની જશો...”

માહિતી વિશેષ ;-

આગળ મેં વાત કરી એમ એક સફળ યોજના સમાન હેલ્પીંગ હેન્ડ્સ વિષે થોડીક માહિતી આપી દુ છું. દરેક સમસ્યા એક વાર જરૂર જણાવી જોવી...

[ ફક્ત એક મેઈલ કદાચ બધાજ જવાબ આપી દે...]

જીવનની કોઈ પણ તકલીફને એક વાર શેર કરવા માટે અને એના જવાબો મેળવવા માટે અને યુવા સમસ્યાઓના સમાધાન માટેની એક પહેલ...

લેખક ;- સુલતાન સિંહ બારોટ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED