Prem-ma Jivavu Chhe books and stories free download online pdf in Gujarati

Premma Jivavu Chhe

પ્રેમમાં જીવવું છે

સુલ્તાન સિંગ

E-mail: raosultansingh@gmail.com
Phone:+91-9586875658



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રેમમાં જીવવું છે

શરૂઆત ક્યાંથી કરવી એ પણ જાણે એક વિચિત્ર વાત લાગવા લાગે છે અને બસ મન કેટલાય વિચારોમાં ખોવાઈ જાય છે, લોકોનું કીધેલું બધુય સાચું માનવામાં પણ મને કોઈ વાંધો નથી પણ જયારે મારૂં મન આમ અટવાયેલું હોય છે ત્યારે કેમ કોઈ આવીને એમ નથી કેહેતું કે તું ચીંતા ના કર ને અમે છીયેજ ને, કેટલી વિચિત્ર વાત છે જાણે કોઈક સ્પ્નુજ ના હોય કોઈ આમ અચાનકજ મનના કોઈક ઊંંડાણ માં પોતાની જગ્યા પણ બનાવી લે અને આપણી પોતાની જાતને જ જાણે એના વિષે કોઈ વિચાર સુધ્દ્ધા કદાચ જ ઉદ્‌ભવ્યો પણ હોય કેમ નઈ આતો એક કારીગરે બનાવેલી દુનિયા છે દોસ્ત કોણ ક્યારે અને કેમ દિલના કોઈ ખૂણામાં છુપાઈ જાય એની ક્યાં આપણને ભણક પણ પડવાની છે .

દરેક વસ્તુ કે ઘટના આપણી મરજી થીજ થાય એવી પણ ક્યાં કોઈએ આપણને ગેરંટી આપેલી છે ? ના કોઈ વ્યક્તિએ કે પછી ના અપણા અને સર્વે ના કહેવાતા એ ભગવાને તો પછી ? શા માટે અપડે એની પરવા પણ કરવી જોઈએ જે અપના હાથમાં છેજ નઈ કેમ સાચું ને મિત્ર ? આમ જોતા તો તરતજ બીજો સવાલ પણ ઉભરાઈ આવે ને કે તો પછી આપડે કરવાનું શું ? પણ એનો જવાબ પણ નથી એવું નથી એનોય સચોટ જવાબ છેજ કે આપડે શું કરવાનું ટુંક માં કહું તો બસ જીવી લેવાનું, જે પણ છે અથવા જેવું પણ છે અને જે અવસ્થા માં છે અથવા હોય તો પણ એને મન ભરીને બસ જીવી લેવાનું . હવે પાછું આધાર ની વાત તો હજુ સુધી જાણે સમજી શકાઈ જ નથી કેમ સાચું ને પણ જરા વિચારો અને થોડીક પળ માટે ધાર્મિક બની જાઓ અને ચલો સફર કરી લઈએ મહાભારત ના એ સંગ્રામ ની લગભગ બધું યાદ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણ એ કહેલું કે “ ફળ ની ઈચ્છા કર્યા વગર નું કર્મ એજ ઉચિત કર્મ કહી શકાય “ અને આજ કાલની નવી કહેવત પણ ટાંકી શકાય ને કે “ ઈદૃીિઅંરૈહખ્ત ૈજ હ્લટ્ઠિી ૈંહ ર્ન્દૃી છહઙ્ઘ ર્ઉિ “ તો ચલો નીકળી પડીએ આ ધર્મ યુદ્ધમાં.

મહત્વ ની વાત વાત તો હોય છે આ પ્રેમની લાગણી અને એમાં પથરાયેલો એ વિશાળ ભાવના અને આશાઓ નો અઘાધ સાગર જેને રોકવો કદાચ મુસ્કેલ પણ ના કહેવાય અશક્ય કહેવું વધુ સારૂં રહેશે બરાબરને ? એક સાથે લાખો તો શું કરોડો વિચારોય આમ પળ વાર માં એક સુનામી ની જેમ આવી ચડે અને અચાનક જ આમ ક્યાય ખોવાઈ જાય, રહેવાય પણ નઈ અને લાગણીના એ વિચારો કોઈને સીધે સીધા તો કહેવાય પણ નઈ છે ને કરો યા મારો ? હવે હજુય કયા બધું સમજી લેવાય છે આતો શરૂઆત છે બસ આના પરિણામો તો બઊંજ વિચિત્ર વિચિત્ર પણ આવતા હોય છે

પરિણામો એ વળી કેવાં ?

કદીયે ના વિચાર્યા હોય એવા અને આનાથી પણ વધુ એમ પણ કહી શકાય. એવું તો વળી શું થઈ જતું હશે કે આવા આવા પરિણામોની ચીંતા કરવાની જરૂર પડતી હોય ? પ્રેમ બસ કઈ નથી થતું આ પ્રેમ થઈ જાય છે જે કર્વોય ગમે તો ખરા પણ મરજી થી કરી શકતો નથી અને થઈ જાય તો અન સિવાય બીજો વિચાર કરી સકતો નથી . આનાથી ખતરનાક મારા અનુભવ મુજબ તો કોઈ રોગ નથી ? કેવું વિચિત્ર માયાજાળ છે સમજાય તો મળતું નથી અને મળી જાય તો સમજાતું નથી, બસ સમય જયારે પણ સાથ છોડી ને ત્યારે એની કદર સમજાય પણ હવે સુ બધું વીતી ગયા પછી ? આનો જવાબ હું અંત મજ આપીશ નીતો આખી વાતનો મુળજ વિખેરાઈ જશે.

ચલો એક અંગત પ્રસંગ ની વાત કરી લઈએ જે આજની વાતને બૌઅજ મળતો આવે છે

મારા મિત્ર એ મને પૂછેલું કે શું યાર જિંદગી છે કોઈ પોતાનુજ નથી ને બસ એકાંત છે દરેક વાર વિચારૂં કે કોઈકને મારા પ્રેમ નો ઈઝહાર કરૂં પણ મન નથી માનતું કે કઈ રીતે પૂછું હું પૂછું અને એ ના પડી દે તો ?

તો ? મેં સમો સવાલ કર્યો ..

તો સુ એ મને પછી બોલાવે નઈ અને મારી તો દોસ્તી તુટી જાય ચલો આમતો એની પરવા મને નથી યાર ?

મેઈન વાત કઈક અલગ છે એમજને ? એનો જવાબ સંભાળવાની મનેય કદાચ એ સમયે જલ્દી હતી હું પણ ત્યારે એવી પરિસ્થિતિ માજ હતો...

હા યાર કદાચ એટલી હિમ્મત મારામાં નથી અને કોઈક ને ખબર પડી જશે તો લોકો સુ વિચારશે અને મારી છાપ કેવી પડશે કે ? અને એ કોઈકને કઈ દે અને મને પ્રિન્સીપાલ ની કેબીન સુધી જવું પડી જાય તો ? બસ થોડોક સમય ના અનુભવ માટે આટલો ખતરો ઉઠાવવાની ઈચ્છા નથી થતી, અને મારા ઘરે ખબર પડી જાય તો ?

તું આટલું બધું કેમ વિચારે છે ? મેં ટૂંકો જવાબ આપ્યો..

તો સુ વિચારૂં તુજ કેને યાર ?

એ તને હા પન પડી સકે ને ? મેં સમજાવતા અને કહેલું...

પણ એ તો કદાચ મને ઓળખતી પણ નઈ હોય તો ?

અને તે આટલું બધું વિચારી પણ લીધું ? હું હજુય વિચાર મગ્ન હતો..

હા તો ?

એક મુદ્દાની વાત તો એ છે કે તું પેલા અની સાથે પોતાની ઓળખ બનાવ પછી બધી વિચારજે ને હાલથી આટલા ડીપ જવાની જરૂર સુ છે એમ તો કે ? અને રાઈ વાત અની હાં અથવા તો ના નો તો અતો તું અન પર છોડી દે ? અને જો તું ખરેખર અને પ્રેમ કરતો હોત તો તું બધા સુ વિચારશે અના કરતા એ સુ વિચારશે અની ચીંતા વધુ હોત સમજ્યો ને ? અને તારૂં મન અને દિલ સાફ હોય તો અનો ના પાડવાનો કોઈ જ કારણ મને નથી દેખાતો પણ હા કદાચ... હું અટકેલો ત્યારે કારણ કે મારી કહાની પણ અને જાણે મળી આવતી જ હતી

કદાચ શું ? એને મને મોટા અવાજે પૂછ્‌યું

દુનિયાદારી અને કોઈ સુ કહેશે અથવા કોણ સુ વિચારશે અણી ચીંતા જેમ હાલ તે કરી આવીજ કદાચ એના મનમાં પણ ઉદ્‌ભવે તો એ તને ચોક્કસ નાજ પાડસે પણ તું અની ચીંતા હાલથી સુ કામ કરે છે તું દુનિયા નો ડર હલ્થીજ છોડને કેમ કોઈકની બનાવેલી જિંદગી ને જિવે છે તારી દુનિયા તું ખુદ બનાવ જેમાં બસ તારી આંતરિક સચ્છાઈ હોય અને રાઈ વાત દુનિયા ની તો એતો આમે ક્યાં કોઈની સગી થઈ છે અને થવાની છે...

આપણી મેઈન વાત પર પાછા ફરીએ

દુનિયા, લોકો અને રીત રીવાજ એક મોટો રોગ કહી સકાય અને પ્રેમ નામના રોગ નો બીજો ડર . જેણે આ ડર પર જીત મેળવી એ જીતી ગયા પણ જેને આજ ડર ની સામે પોતાના સસ્ત્રો ટેકવી દીધા એવા લોકો કદાચ જ જીવન ના કોઈ પણ કાર્ય માં સફળતા મેળવી શક્ય હશે બનેજ કેમ એમની પાસે તો જવાબ હંમેશા ની જેમ તૈયાર જ હોય કે લોકો, દુનિયા કે પછી રીત રીવાજ મુજબ આવું તો નજ થાય યાર

બસ આજ એ શબ્દો છે જે પોતે તો એક ગેરાયેલા કુવા માં જીવતા હોયજ છે અને સાથો સાથ અવા લોકો બીજાને પણ એના માટે કોઈક ને કોઈક રીતે મજબુર કરતા હોય છે. એમની પાસે ગણાય જવાબો પણ હાજર હોયજ છે કેમ ના હોય યાર કેટલાય વરસો થી એ લોકો આંધળાની જેમ એક બીજાનું અનુકરણ કરવામાં એટલા રચ્યા પચ્યા હોય છે કે અમને કદી ખરાઈ જોવાની તો કોશિશ સુધ્ધા કરીજ નથી તો અમને ક્યાંથી ખબર હોય કે દિલ ની વાત ને ક્યાં સમાજની વાતો સાથે સરખાવી ને ભુલાવી સકાય છે.

પણ આપણી પાસે એને બદલવાની અને એમાંય સુધાર લાવવાની અને જીવન કાપી લેવા કરતા મન ભરીને જીવી લેવાની પસંદગી પણ છે બસ એને ઓરખી લેવી અને સમજી વિચારી અનુ અમલીકરણ કરવું એ અપણી મરજી ની વાત છે પણ હા બીજી એક સચ્ચાઈ એ પણ છે કે અંદરના અવાજને અવગણી શકાય ખરા પણ એને ભૂલીને ખુશ રહી શકવાની ક્ષમતા કોઈના માં હોતી નથી બસ અંદરો અંદર બળ્યા કરવું અને જીવવું એ કઈ એનું સમાધાન નથીજ . એટલે મારા વિચાર મુજબ મનને મારીને જીવવા કરતા દુનિયા દારી થોડોક સમય સાઈડમાં મૂકી દેવી વધુ સારી યોજના કહી શકાય...

અરે હા આ વાત જેટલી પ્રેમની લાગણી ને સમજવાની છે એના કરતાય વધુ જીવન ને સમજવાની છે. જીવન માં પણ એવા ગણા પડાવો આવશે જ જેના માટે તૈયાર રહેવું પડશે અને તે સમયે સમાજ, દુનિયા અને રીત રીવાજો ને થોડોક સમય બાજુ માં મૂકી ને જીવન ની એ અનમોલ પળોને જીવી લેવી બસ આજ તો છે જિંદગી.

એક સવાલ હતો હજુય મનમાં જેનો જવાબ આખરે આપવાની વાત હતી ને તો અનો જવાબ બઉ સરળ અને સીધો છે જીવન માં જયારે જે મળે છે એ જ કદાચ જીવન છે દુનીયાના બંધનો માં ફસાઈ ને પોતાના અંતરમનની ખુશીઓને ઠોકર મારી દેવી એ કઈ સમજદારી નથી અને તમે સાંભળતાજ હસો એમ જીવન માં બધું વારંવાર નથી મળતું અને ભવિષ્ય તો ક્યારેય કોઈનાથી કંટ્રોલ કરી સકાયું છે તે તમારાથી થશે આવું તમે વિચારો છો ?

સમજદારી અને આવડત તો બસ એટલી કે આજ માં જીવવું જોઈએ પછી ભલે ને એ પ્રેમ ના સહારે હોય કે જીવન ના કોઈ પણ પદવ માટે, બસ ખુલીને, મન મુકીને, પૂરી એનર્જી સાથે અને દરેક ખુસીને સાચવીને જીવી લેવું જોઈએ બસ આજ છે જીંદગી જિંદાબાદ...

અંત માં એટલુજ કહીશ કે જીવન નો કદાચ આખરી પદવ હોય અને કોઈ તમને પૂછી બેસે કે કેવું રહ્યું તમારૂં જીવન ત્યારે તમારા મુખેથી એવું ના નીકળે કે

“અરે યાર હજુ ગણુ જીવવાનું બાકી હતું કેટલાય સપના અધૂરા હતા અને કેટલાય સવાલો મુખમંડળ પર છવાયેલા હોય, અને કહેતા હોઉં કે અરે યાર મઝા તો કરવાનો સમયજ ના મળ્યો”

તો શું હોવા જોઈ શબ્દો ?

એટલુજ કે “મજા આવી ગઈ યાર શું જીંદગી હતી!”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED