રાધા...
કોણ હતી..?
લેખક :- સુલતાન સિંહ “ જીવન ”
મોબાઈલ :- +૯૧-૯૯૦૪૧૮૫૦૦૭
રાધા... કોણ હતી... ?
આખી દુનિયામાં ભારત એક માત્ર દેશ એવો છે જયાની સંસ્કૃતિ અદભુત, યાદગાર, સ્મરણીય, અજાયબ, આદરણીય, તેમજ પૂજનીય છે. ભારતના દેવી દેવતાઓમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો સમાવેશ થાય છે જેમાં બધાજ કોઈ એક શક્તિના શરણમાં હતા એ પણ માની લેવાયેલું અને એટલુજ સત્ય ગણાય છે. પણ ભગવાન શ્રી હરી વિષ્ણુના આટલા અવતારમાં વખણાયેલો, પૂજાયેલો અને સદીઓ સુધી ગવાયેલો કોઈ આવતાર હોય તો એ અવતાર છે સુદર્શન ધારી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે, ગોવાળિયાનો જન્મ, રણછોડનો જન્મ, માખણચોર, નટખટ, તોફાની, હઠીલો, છલિયા, કપટી, ચપળ, શ્યામ, ચતુર અને ચતુર્ભુજ સર્વ શક્તિમાન કૃષ્ણનો જન્મ જેને યાદ કરતી વખતે તરતજ એની સાથે વણાયેલું અભિન્ન અંગ પણ તરતજ ખેચાઈ આવે “ રાધા...” અને રાધે કહેવાતા કૃષ્ણ ફરી એક વાર પ્રેમનો સંદેશો જન જન ને આપી દે છે.
કૃષ્ણ કોણ છે અથવા હતા એ તો દરેકને ખબર હશેજ પણ જો તમને પૂછવામાં આવે કે “ રાધા કોણ હતા...” તો ? વિચિત્ર પ્રશ્ન કહેવાય ને ? રાધા એટલે આજની ભાષામાં કહોતો કાન્હાની ગર્લફ્રેન્ડ અને ચેતન સરની ભાષામાં હાફ ગર્લફ્રેન્ડ પણ કહી શકાય ને ? હાફ કેમ ? એ સવાલ જાણવાની જરૂર નથી દરેકને ખબર છે કે કૃષ્ણના લગ્ન તો રુકમણી અને સત્યભામા સાથે થયેલા અને એના શિવાય પણ પટરાણીઓની સંખ્યા તો ૧૬૦૦૦ પર છે. કૃષ્ણની આટલી રાણીઓમાં રાધાને સ્થાન પણ ના હતું ? તેમ છતાં કાન્હા કરતાય પ્રથમ યાદ કરાય છે એજ સપષ્ટ કરે છે કે પ્રેમની શક્તિ આખી દુનિયા કરતા વધુજ હોય છે, અકલ્પનીય તાકાત છે આ પ્રેમમાં એટલેજ તો એને યાદ પણ “ રાધે કૃષ્ણના નામથી જ ઓળખાય છે.
રાધા કોણ હતી એને સંદર્ભ રૂપે કદાચ મનોવિજ્ઞાનને વધુ મહત્વપૂર્ણ રીતે ઉપયોગમાં લઇ શકાય ઓશો કહે છે કે રાધા કોઈ સ્ત્રી ના હતી કે પછી ના કોઈ પ્રતિક હતી એતો બસ માત્ર ભાવ હતી જેને મનોવિજ્ઞાન દ્વારા સમજી શકાય. અને એજ મનોવિજ્ઞાન દ્વારા જો એનું અસ્તિત્વના આંકડા કાઢવામાં આવે તો રાધા એ કન્હાના દિલના સાગરમાં હર પલ ઉછળતા મોઝાઓની લહેર હતી એ પ્રેમની પ્રતીતિ હતી, સૃષ્ટિમાં પ્રેમના વૃક્ષને ઉગાડનારું એ અનમોલ અને અનુપમ બીજ હતી. રાધાજ કૃષ્ણની ઓળખાણ હતી અને પ્રેમની એક વરસતી વરસાદ જેવી હતી. રાધા એ સંપૂર્ણ કૃષ્ણના દિલના તાંતણાઓ બારીકાઈથી વણાયેલી હતી કદાચ પુરુષ સમા એ પથ્થર દિલમાં કોતરાયેલી એ રાધા કવિઓની અને કાન્હાની અનુપમ કૃતિ હતી એક અનેરી કારીગરી અને પ્રેમની મૂર્તિ હતી. વૃન્દાવનમાં વાગતી મોરલીના સુરોની વણજાર હતી, ગોપીઓના પ્રેમ રાસમાં દરેકે દરેક દિલમાં ઉછળતી ઉમંગની વણઝાર હતી, કન્હાના ચહેરા પર રેલાતી પ્રશ્ન્ન્તાની એ ભરમાર હતી, દિલના તાંતણેથી છૂટતા શબ્દોની કમાન હતી, ગોકુળની રંગત અને વૃંદાવનમાં કાન્હાની સંગત હતી. કૃષ્ણના દિલની કદાચ એ એક માત્ર અંગત હતી, કન્હાના નૃત્યમાં જુમતી એની સાથની મધુરી હતી એના સુરોના માધુર્યની એ પ્રાપ્તિ હતી, દિલના બંધાયેલા તાંતણાની એ ઝડ સમાન સત્ય હતી. એકાકાર હતી રાધા કૃષ્ણમાં અને કૃષ્ણ રાધા સચેતો કહેવાય તો રાધાજ કૃષ્ણની ઓળખાણ અને પહેચાનની એ કડી સમાન સત્ય હતી. રાધાજ પ્રેમની પરિભાષા અને તર્ક વિતર્કની કડીઓ હટાવતી શક્તિની ઉગમબિંદુ હતી.
કૃષ્ણના દિલમાં ધડકન બનીને ધડકતી રાધા એજ કદાચ આજના પ્રેમના દુશ્મન બનેલા યુગને પણ બંનેને સાથે પૂજવા મઝબુર કરે છે. રાધાની વાસ્તવિકતા પર સંદેહ કરવો એ કૃષ્ણની હાજરી પર સંદેહ કરવા જેવુજ ગણી શકાય છે પણ કૃષ્ણની હાજરી પર સંદેહ કરવા જેવુજ ગણી શકાય છે પણ કૃષ્ણલીલાના આધાર ગ્રંથ સમાં ભાગવતમાંતો રાધાનું નામ ક્યાય આવતુજ નથી [ એક વારતો આવું પણ અખબારમાં વાંચવાય મળેલું છે ] તેમ છતાં કૃષ્ણ સાથે ૧૬૧૦૮ પટરાણીઓ હોવા છતાય રાધાને સ્થાન છે અને એ જગ જાહેર પણ છે કે રાધા બસ પ્રેમિકા હતી પત્ની નઈ... રાધા બસ પ્રેમ હતી જે કદાચ કન્હાના મનમાં હર પલ ઊછળતો રહેતો હતો કાલમાં પણ અને આજમાં પણ... જુના સમયથી જોઈએ તો સલીમ માટે અનારકલી, અકબર માટે જોધા, બજીરાઓ માટે મસ્તાની, રોમીઓ માટે જુલિયટ, અને બહોળા વિસ્તારને સમેટો તો એક પુરુષ માટે એક સ્ત્રી પ્રત્યેનો અનન્ય પ્રેમ પણ કદાચ રાધાનો પરિપ્રેક્ષ્ય ગણી શકાય.
“ પ્રેમ...” કદાચ આટલો શબ્દ આ દુનિયાને સમજાવવા માટેજ કૃષ્ણનો અવતાર થયેલો અને એમાય એ અવતારની સાતત્યતાને શાબીતીના સાગરો પાર કરાવતી એક માત્ર નામ એજ રાધા હતી. સૃષ્ટિના આ સાગરમાં સ્ત્રી અને પુરુષ તત્વને સ્થાન છે જેમાં દિલનો ઉછળાટ અને પ્રેમના સ્રોત મુકાયેલા છે. પુરુષમાં કૃષ્ણ રૂપ અને સ્ત્રીમાં રાધા સ્વરૂપ એ શક્તિ સ્થાયી છે કદાચ એજ આ પરિભાષાને પ્રસ્તુત કરે છે અને પ્રેમની ધારાઓને વહેતી કરી છે. સીતા રામની અને રાધા શ્યામની કદાચ આ શબ્દો રાધાની સરખામણી સીતા સાથે કરે છે અને પ્રેમની ગહેરાઈઓ પણ સમજાવે છે તેમજ બંધન મુક્તિ પણ... મર્યાદા પુરષોત્તમ શ્રી રામના જીવનમાં સીતા એટલે પ્રેમ પણ એમાં મર્યાદાઓ હતી. જયારે શ્રી કૃષ્ણે ફરી બંધન મુક્તિના એક નવા માર્ગ સાથે પ્રેમ તત્વને સોંથી મહત્વનું ગણાવ્યું અને એમણે ફરી વાર પ્રેમની વ્યાખ્યાને સ્પષ્ટ કરવા આ કૃષ્ણ રૂપે આવતાર લીધો.
પ્રેમ હજુય એકજ તત્વની સાર્થકતા અને પવિત્રતા દર્શાવવા માટેજ રાધાનું પાત્ર કૃષ્ણના જીવનમાં વણી લેવાયું હતું. જેમાં કૃષ્ણ સાથેની દરેકે દરેક લીલાઓને પણ યોગ્ય રીતે વર્ણવી દેવાઈ કે જેથી કદાચ આવનારો સમય રાધા સાથેના કૃષ્ણના સબંધને પ્રેમ તત્વના પરિપ્રેક્ષ્યમાં જુએ. રાસલીલા... વૃંદાવનના પ્રસંગો... વિદાયની વેળા... પ્રેમની પળો... જુદાઈના રંગો... પ્રેમની અનુભૂતિ... સ્મરણો... સપનાઓ... આશાઓ... અને ગણું બધું કૃષ્ણ માટે પ્રેમ તત્વ માત્ર હતું એમાં પત્ની પ્રેમિકા પ્રત્યેના ભેદભાવોને સ્થાન ના હતું. પવિત્રતા ભરેલા સબંધો હતા જેની શબીતી આપવાની કે દર્શાવવાની જરૂર ના હતી પટરાણીઓ અને રાણીઓ આટલી બધી હતી અને ગોપીઓ પણ તેમ છતાય કૃષ્ણને માત્ર અને માત્ર રાધાનો ચહેરોજ દેખાતો હતો. કદાચ એટલેજ રાધા આટલી પ્યારી હતી અને એટલેજ એ અત્યાર સુધી કૃષ્ણ સાથે પૂજાતી રહી છે.
કદાચ હજુય જો રાધાનો પ્રશ્ન મનમાં એમજ ઉઠતો હોય તો જવાબ એક અને માત્ર એક... કે પ્રેમ... જેને આપણે ભગવાન માનીયે છીએ એવા સુદર્શન ધારી શ્રી કૃષ્ણના મનમાં અવિરત અને પવિત્ર પણે વહેતું ઝરણું એટલે પ્રેમ... દિલના ઊંડાણમાં ઉઠતી એક પ્રેમની લાગણી જેમાં દુનિયાની બધીજ માયા ભૂલી જવાનું મન થાય એજ વ્યક્તિ એટલે રાધા... રાધા એટલે પ્રેમ અને પ્રેમ એટલે શ્રી કૃષ્ણ... અને પ્રેમ અને કૃષ્ણનું મિશ્રણ એટલે રાધા...
સુચન આવકાર્ય :- ૯૯૦૪૧૮૫૦૦૭
raosultansingh@gmail.com