સમય બલવાન!
ફિલ્મસિટીમાં એક હિન્દી ફિલ્મનો ભવ્ય સેટ લાગ્યો હતો. એક સુપરસ્ટાર અને નંબર વન હિરોઇન એ ફિલ્મ માટે અભિનય કરી રહ્યાં હતાં. એઝ યુઝવલ સુપરસ્ટાર અને નંબર વન હિરોઇન અને સેકન્ડ હીરો નિર્ધારિત સમય પર સેટ પર હાજર થયાં નહોતાં. એટલે ડાયરેGટરે ઓછા મહત્ત્વના કલાકારોના સીન શૂટ કરી લેવાનું પસંદ કર્યું.
એ ઓછા મહત્ત્વના કલાકારોમાં એક કલાકાર ભૂતકાળમાં સુપરસ્ટાર તરીકે વષાર્ે સુધી બાGસ ઓફીસ ગજાવતો રહ્યો હતો. તેના નામમાત્રથી બાGસ-ઓફીસ ટંકશાળમાં ફેરવાઈ જતી હતી. પણ સમયનું ચક્ર ફર્યું એ પછી તેને હીરો તરીકે રોલ મળતા બંધ થઈ ગયા હતા અને તેણે હીરોના બાપ કે મોટા ભાઈ કે કાકાના રોલથી સંતોષ માની લેવો પડે એવી િસ્થતિ આવી ગઈ હતી. આપણી આ કથાના નાયકનું નામ તમે કંઈ પણ ધારી શકો છો. રાજેન્દ્ર કપૂર કે વિનોદ કુમાર કે જિતેન્દ્ર ખન્ના કે રવિ ખન્ના કે ધમર્ેન્દ્ર બચ્ચન; કંઈ પણ. પણ અત્યારે તેને રવિ નામ આપીને કથા આગળ ધપાવીએ.
ડાયરેGટરે ભૂતપૂર્વ સુપરસ્ટાર રવિને કહ્યું કે ``સર, આપણે તમારા એક મહત્ત્વના સીનનું શૂટિંગ કરી લઈએ.’’ ડાયરેGટર નવી પેઢીનો હતો અને રવિ સાથે પહેલી વાર કામ કરી રહ્યો હતો. તેણે રવિને બે કારણથી આ ફિલ્મમાં સાઇન કયાર્ે હતો. એક તો તેને એ વાતનો સંતોષ લેવો હતો કે તે કહી શકે કે જૂની પેઢીના સુપરસ્ટારથી માંડીને ત્રીજી પેઢીના સુપરસ્ટાર્સ સાથે તેણે કામ કર્યું છે અને બીજું કારણ એ હતું કે તેને આ ભૂતપૂર્વ સુપરસ્ટારની દયા આવતી હતી. ડાયરેGટર જ્યારે ચડ્ડી પહેરીને સ્કૂલમાં ભણવા જતો હતો ત્યારે તેણે રવિની ફિલ્મોમાં અને તેની વાસ્તવિક જિંદગીમાં રવિનો દબદબો જાયો હતો. ડાયરેGટરના પિતા સ્ટન્ટમૅન હતા અને તે સ્ટન્ટમૅન પિતાની સાથે Gયારેક સેટ પર જતો એ વખતે જાતો કે રવિ સુધી પહાંચવાનું પણ કેટલું મુશ્કેલ હતું. જાકે તેના પિતાની વિનંતીથી રવિએ સ્ટન્ટમૅનના દીકરાને એટલે કે આજના એ સફળ ડાયરેGટરને ખોળામાં બેસાડીને તસવીર ખેંચાવી હતી. એટલે અત્યારે તે ડાયરેGટરને રવિની હાલત પર દયા પણ આવતી હતી. આ દયા અને પોતાના સ્વાર્થને કારણે તેણે રવિને પોતાની ફિલ્મમાં વર્તમાન સુપરસ્ટારના પિતાના રોલમાં સાઇન કયાર્ે હતો.
ડાયરેGટરે કહ્યું કે ``સર, તમારો સીન શૂટ કરી લઈએ.’’ એટલે ભૂતપૂર્વ સુપરસ્ટાર રવિ ખુરશીમાંથી ઊભો થયો.
તેણે એક ચરિત્ર અભિનેતા સાથે ડાયલાગબાજી કરવાની હતી. તે પોતે પણ ચરિત્ર અભિનેતા જ બની ગયો હતો હવે તો. તેણે જેની સાથે ડાયલાગબાજી કરવાની હતી તે અભિનેતા આ ફિલ્મમાં હિરોઇનના બાપનો રોલ કરી રહ્યો હતો. રવિ અને તે ચરિત્ર અભિનેતા કૅમેરા સામે ઊભા રહી ગયા. ડાયરેGટરે તેમને સીન અને ડાયલાગ્સ સમજાવી દીધા.
ડાયરેGટરના અસિસ્ટન્ટે બૂમ પાડી ઃ ``સાઇલન્સ.’’ બીજા સહાયકે ફરી બૂમ મારી ઃ ``સાઇલન્સ.’’
``લાઇટ્સ’’, ``કેમેરા’’ એવી બૂમો પછી ડાયરેGટરે કહ્યું ઃ ``અૅક્શન.’’
રવિએ ડાયલાગ બોલવા હોઠ ખોલ્યા ત્યાં તો સેટ પર કોલાહલ થઈ ગયો.
ફિલ્મનો સેકન્ડ હીરો સેટ પર આવી ચડ્યો. તેની સાથે તેના બાડીગાર્ડ્સ પણ હતા. એ સેકન્ડ હીરો વિજયકુમાર પણ હિન્દી ફિલ્મ- ઇન્ડસ્ટ્રીના ટોપ ટ્વેન્ટી હીરો પૈકી એક હતો. ડાયરેGટરે રવિ સામે જાઈને કહ્યું, ``સારી સર!’’ અને તરત જ તે સેકન્ડ હીરો તરફ દોડ્યો. રવિ અને પેલો ચરિત્ર અભિનેતા ખસિયાણા પડીને પોતાની ખુરશીઓ તરફ ચાલતા થયા. ફિલ્મનો સેકન્ડ હીરો વિજયકુમાર ઉપહાસભર્યું હસ્યો. ``ગુડ માર્નિંગ સર.’’ તેણે શબ્દોમાં કૃત્રિમ ઉમળકો દાખવીને રવિને કહ્યું. રવિએ કહ્યું, ``ગુડ માર્નિંગ.’’ તેના હાસ્યમાં છુપાયેલો ઉપહાસ અને તેના શબ્દોમાં છલકાતો કૃત્રિમ ઉમળકો રવિને બરાબર સમજાઈ રહ્યો હતો.
રવિ અને સેકન્ડ હીરો બાજુબાજુમાં બેઠા હતા. સેટ પર ઉપિસ્થત બધા વારાફરતી સેકન્ડ હીરો પાસે આવીને ``ગુડ માર્નિંગ’’ કહી ગયા. રવિ આ બધાથી ટેવાયેલો હતો. તેને મનોમન હસવું આવી ગયું. બપોરના બે વાગી ચૂGયા હતા અને સેટ પર વિજયકુમારના આગમન સાથે ``ગુડ માર્નિંગ’’, ``ગુડ માર્નિંગ’’ થઈ રહ્યું હતું. વિજયકુમાર સેટ પર આવ્યો ત્યાં સુધી બધા રવિને સર, સર કહેતા હતા, પણ વિજયકુમારના આગમન સાથે જાણે રવિનું અિસ્તત્વ જ બધા ભૂલી ગયા હતા. રવિ વિજયકુમારની બાજુમાં જ બેઠો હતો, પણ સેટ પર કેન્દ્રસ્થાને વિજયકુમાર હતો. ડાયરેGટર પોતાની ખુરશી વિજયકુમાર સામે ગોઠવીને તેની સાથે વાતોએ વળગી ગયો હતો. સેટ પર મોડા આવવા માટે તેને કંઈ કહેવાને બદલે ડાયરેGટર વિજયકુમારની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો. જલદી શૂટિંગ શરૂ કરવાની તાલાવેલી દબાવીને તે ધીરજપૂર્વક વિજયકુમારની સામે બેઠો હતો. વિજયકુમારે કહ્યું, ``ફાઇવસ્ટાર હોટેલ્સમાં પણ નકલી શરાબ પીરસાતો થઈ ગયો છે. ગઈ રાતે `રાયલ ગોલ્ડ ઇન’ હોટેલમાં એક પાર્ટીમાં ડ્રિન્ક લેવાને કારણે મને હૅન્ગઓવર થઈ ગયું. હું ગમે એટલા પેગ પી જાઉં તો પણ Gયારેય `હાઈ’ ન થાઉં કે મને હૅન્ગ ઓવર ન થાય, પણ આ સાલા નકલી શરાબને કારણે સખત હૅન્ગ ઓવર થઈ ગયું.’’
વિજયકુમારે એ હોટેલને બે-ચાર ગાળો ચોપડાવી એ સાથે બીજા બે-ચાર જણ પણ ઠેકી પડ્યા કે એ હોટેલમાં શરાબ પીધા પછી અમને પણ હૅન્ગ ઓવર થઈ ગયો હતો. પણ ફાઇવસ્ટાર હોટેલમાંય નકલી શરાબ ઠઠાડી દેતા હશે એવો તો સાલો વિચાર પણ ન આવે.
થોડી વાર ફાઇવસ્ટાર હોટેલમાં નકલી શરાબ વિશે વાતો ચાલી. એ પછી સેકન્ડ હીરો વિજયકુમારે કહ્યું, ``આજે તો હું એક મજેદાર જાક શૅર કરીશ.’’
સેકન્ડ હીરોએ જાક કહેવાનું શરૂ કર્યું અને તેને ઘેરી વળેલા બધા એકદમ ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યા. હજી તો તે જાકના થોડા શબ્દો બોલ્યો હતો ત્યાં અચાનક બૂમ પડી, ``દિલાવર ખાનસાહબ આ ગએ!’’
બીજી જ સેકન્ડે ડાયરેGટર સહિત બધા હુડુડુડુ કરતા સુપરસ્ટાર દિલાવર ખાન તરફ દોડ્યા. સેકન્ડ હીરો વિજયકુમાર અને રવિ બાજુબાજુમાં બેઠા હતા. તેમની આજુબાજુ કોઈ નહોતું. રવિએ સેકન્ડ હીરોના ચહેરા પર ઊભરી આવેલા ભાવ જાઈને હળવું િસ્મત કર્યું અને કહ્યું, ``ટેક ઇટ ઇઝી દોસ્ત!’’
઼઼઼
સુપરસ્ટાર દિલાવર ખાનનું સેટ પર આગમન થયું એ સાથે ડાયરેGટર સહિત બધા સેકન્ડ હીરોની હાજરી ભૂલીને તેના તરફ દોડ્યા એટલે સેકન્ડ હીરોનો ચહેરો ફિક્કો પડી ગયો. એ જાઈને ભૂતપૂર્વ સુપરસ્ટાર રવિએ તેને ``ટેક ઇટ ઇઝી’’ કહ્યું એટલે સેકન્ડ હીરોએ રવિ સામે જાઈને પરાણે િસ્મત કર્યું.દોઢ દાયકા સુધી બાGસ ઓફીસ પર રાજ કરનારા રવિએ સેકન્ડ હીરો વિજયકુમારને કહ્યું, ``દોસ્ત, અહીં દર શુક્રવારે સંબંધોનાં સમીકરણ બદલાય છે. જે કલાકારની ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય છે એ કલાકારની કિંમત બાGસ ઓફીસ નક્કી કરે છે. આ વાસ્તવિકતા બધા જ જાણે છે, પણ જ્યાં સુધી સફળતાનો નશો હોય છે ત્યાં સુધી તમામ કલાકારો એવી જ રીતે જીવે છે કે જાણે પોતાની કારકિર્દીનો સૂર્યાસ્ત Gયારેય થવાનો જ નથી. બાGસ ઓફીસની નિષ્ફળતા પથ્થરની જેમ તમારા હૃદયમાં ભાંકાય છે ત્યારે એનો ઊંડો ઘા તમારા દિમાગને પણ ભયંકર જખ્મ આપી જાય છે. અત્યારે તને લાગશે કે હું કોરી ફિલોસાફી ઝાડી રહ્યો છું, પણ મેં જીવનના તમામ રંગો જાઈ લીધા છે...’’
સેકન્ડ હીરોએ કહ્યું, ``નો-નો સર, એવું નથી. આઇ નો કે તમે પણ સુપરસ્ટાર રહી ચૂGયા છો.’’
રવિએ તેની આંખમાં આંખ પરોવીને કહ્યું, ``તારા આ શબ્દો મારા હૃદય સુધી પહાંચતા નથી. મને ખબર છે કે અત્યારે તું નાછૂટકે મારી વાત સાંભળી રહ્યો છે. બધા સુપરસ્ટાર દિલાવરની ચમચાગીરી કરવા દોડી ગયા એટલે તારો અહમ્ ઘવાયો છે અને તું બહુ અકળામણ અને ક્ષોભ અને અપમાનની લાગણી અનુભવી રહ્યો છે. Gયારેક થોડી વાર માટે મોકળાશથી મારી સાથે બેસજે. તને ફાયદો થાય કે ન થાય તને નુકસાન નહીં જ થાય. હું વીસ વર્ષ પહેલાંનો રવિ હોત તો બધા સુપરસ્ટાર દિલાવર તરફ દોડ્યા ત્યારે મેં તને `ટેક ઇટ ઇઝી’ ન કહ્યું હોત. મેં તને પૂછ્યું હોત કે `ફટ ગઈ ના?’ સમય માણસની ભાષા, માણસની રીતભાત, માણસનો અભિગમ અને તેની ચાલવાની ઢબ પણ બદલી નાખે છે...’’
રવિની વાત ચાલુ હતી ત્યાં જ સુપરસ્ટાર દિલાવર ખાન સેકન્ડ હીરો વિજયકુમાર પાસે આવી પહાંચ્યો. તે કૃત્રિમ ઉમળકા સાથે વિજયકુમારને ભેટી પડ્યો. તે પોતાનું નામ લખેલું હતું એ ખુરશી પર ગોઠવાયો. ફાર્માલિટી માટે તેણે ભૂતપૂર્વ સુપરસ્ટાર રવિને પણ `ગુડ માર્નિંગ’ કહ્યું. ડાયરેGટરે પોતાની ખુરશી દિલાવર ખાનની સામે ગોઠવી અને દિલાવર ખાને ડાયરેGટર અને સેકન્ડ હીરો વિજયકુમારને કહેવા માંડ્યું, ``આજે યાર હૅન્ગ ઓવર થઈ ગયું હતું. નાર્મલી મને Gયારેય આવું થતું નથી, પણ....’’
઼઼઼
``મે આઇ જાઇન યુ સર?’’ વિજયકુમાર રવિને પૂછી રહ્યો હતો. એ દિવસે શૂટિંગમાં વચ્ચે-વચ્ચે મોકો મળ્યો ત્યારે તેણે રવિ સાથે વાતો કરી હતી. રાતે પૅક-અપ અગાઉ જ સુપરસ્ટાર દિલાવર ખાન માથામાં દુખાવાનું બહાનું કરીને નીકળી ગયો હતો. ડાયરેGટરે વિજયકુમારને પણ નીકળવું હોય તો નીકળી જવા માટે કહ્યું હતું, પણ રવિના થોડા શાટ્સ બાકી હતા એટલે વિજયકુમાર રોકાયો અને પૅક-અપ પછી રવિએ નીકળવાની તૈયારી કરી એ વખતે વિજયકુમારે રવિને પૂછતાં કહ્યું, ``હું તમારી સાથે આવી શકું છું?’’
``માય પ્લેઝર.’’ રવિએ તહેઝીબ સાથે કહ્યું અને બંને પાર્કિંગ એરિયા તરફ ચાલવા માંડ્યા. વિજયકુમારનો ડ્રાઇવર કસ્ટમાઇઝ્ડ સેવન સિરીઝ બીએમડબ્લ્યુ લઈને સેટ પાસે આવી ગયો હતો, પણ વિજયકુમારે તેને કહ્યું કે તું અમને ફાલો કરજે. તેને ખબર હતી કે રવિ જાતે જ કાર ચલાવીને આવે છે. રવિ અને વિજયકુમાર રવિની કાર સુધી પહાંચ્યા. રવિએ પોતાની મારુતિ-એઇટ હન્ડ્રેડ કારનો દરવાજા ચાવીથી ખોલ્યો અને ડાબી તરફ ઝૂકીને વિજયકુમાર માટે ડાબી બાજુના દરવાજાનું લાક ખોલ્યું. વિજયકુમારને નવાઈ લાગી. તેણે સામાન્ય માણસોને પણ રિમોટથી કારનું લાક ખોલતા જાયા હતા. રવિ મારુતિ એઇડ હન્ડ્રેડમાં ફરતો થઈ ગયો હતો એ તો તેને ખબર હતી, પણ એમ છતાં રવિએ ડાબી બાજુ ઝૂકીને તેના માટે દરવાજાને અનલાક કયાર્ે ત્યારે તે અનકમ્ફટર્ેબલ થઈ ગયો. જાકે રવિ એકદમ કમ્ફટર્ેબલ હતો. તેણે વિજયકુમારને પૂછ્યું ``Gયાં બેસવું છે?’’ વિજયકુમારે કહ્યું, ``તમારી ઇચ્છા હોય ત્યાં.’’
રવિએ કાર ચલાવવા માંડી. વિજયકુમારનું ધ્યાન આ ભૂતપૂર્વ સુપરસ્ટારની વાતોમાં જ હતું. કાર હળવા આંચકા સાથે ઊભી રહી ત્યારે વિજયકુમારને સમજાયું કે રવિ તેને પોતાના બંગલોમાં લઈ આવ્યો હતો.
``એGસGયુઝ મી,’’ કહીને રવિ કારમાંથી નીચે ઊતર્યો. વિજયકુમાર પણ કારમાંથી ઊતરવા જતો હતો, પણ રવિએ તેને ઇશારાથી અટકાવ્યો. રવિએ પોતાના બંગલોનો વિશાળ દરવાજા જાતે ખોલ્યો. વળી તે કારમાં ગોઠવાયો અને કાર કમ્પાઉન્ડમાં મૂકીને ફરી જાતે દરવાજા બંધ કરી આવ્યો. કમ્પાઉન્ડમાં પંદર-વીસ વર્ષ જૂની ત્રણ-ચાર ઇમ્પોટર્ેડ કાર પડી હતી જે રવિની એક સમયની સફળતાની સાક્ષી પૂરતી હતી.
઼઼઼
``વાટ વિલ યુ હૅવ?’’ રવિએ વિજયકુમારને પૂછ્યું. એ બંને રવિના બંગલોના ટાપ ફ્લોરની વિશાળ ટેરેસમાં બેઠા હતા.
``અૅનીથિંગ સર.’’ વિજયકુમારે કહ્યું. રવિ તેની ટેરેસના ગ્લાસહાઉસમાં ગયો. ગ્લાસહાઉસના બારમાંથી િવ્હસ્કી કાઢતી વખતે તે એકલો-એકલો હસી પડ્યો. ટેરેસની એક બાજુએ િસ્વમિંગ પૂલ હતો અને બીજા છેડે એક ગ્લાસ હાઉસ હતું. રવિએ એ રીતે િસ્વમિંગ પૂલની ડિઝાઇન કરાવી હતી કે તે િસ્વમિંગ પૂલમાં પડ્યા-પડ્યા અરેબિયન સમુદ્રને હિલોળા લેતા જાઈ શકે. બીજા છેડે ગ્લાસહાઉસમાં વીસ-પચીસ માણસો આરામથી પાર્ટી મનાવી શકે એટલી જગ્યા હતી. રવિના જાહોજલાલીભર્યા દિવસોમાં હિન્દી ફિલ્મઇન્ડસ્ટ્રીના `હુઝ હુ’ આ ગ્લાસહાઉસમાં પાર્ટી માણવા આવતા હતા. રવિની ટેરેસમાં રેઇનડાન્સ પાર્ટી પણ થતી. જાકે રવિની એક પ્રેમિકાને વરસાદમાં પલળવાથી બીમાર પડી જવાનો ફોબિયા હતો એટલે રવિએ આ ગ્લાસહાઉસ બનાવ્યું હતું. ગ્લાસહાઉસની ચારેય દીવાલો અને છત પારદર્શક હોય તો પ્રેમિકા વરસાદની મજા પણ માણી શકે અને તેણે ભીંજાવું પણ ન પડે.
``વાટ હેપન્ડ સર?’’ અચાનક વિજયકુમારનો અવાજ આવ્યો અને રવિ ફરી વર્તમાનમાં આવી ગયો. રવિને િવ્હસ્કીની બાટલ હાથમાં લઈને થોડી મિનિટ સુધી એમ જ ઊભો રહેલો જાઈને વિજયકુમાર ટેરેસમાં ગોઠવેલી ખુરશી પરથી ઊભો થઈને તેની પાસે ગ્લાસહાઉસમાં આવ્યો હતો.
``નથિંગ,’’ રવિએ કહ્યું અને તેની સામે િસ્મત કરીને પેગ બનાવવા માંડ્યો. રવિના ગ્લાસહાઉસના બારમાંની બાટલ્સ જાઈને વિજયકુમાર આભો બની ગયો. અત્યંત ઊંચી જાતના શરાબની બાટલ્સ જાઈને તેના મનમાં સવાલ ઊઠ્યો. એ જાઈને રવિ હસી પડ્યો, ``માય ડિયર, મારા સારા સમયની આ નિશાની છે. હું આખી જિંદગી શરાબ પીતો રહીશ તો પણ નહીં ખૂટે એટલી બાટલ્સ મને ભેટ તરીકે મળી છે. એક કંપનીએ તો મારા નામ પરથી શરાબ બજારમાં મૂકીને શરાબના બિઝનેસમાં ખળભળાટ મચાવી દીધો હતો. મારા નામના સહારે એ શરાબ-ઉત્પાદક એ સમયમાં અબજાપતિ બની ગયો હતો કે જ્યારે દેશની મોટી–મોટી કંપનીનું વાર્ષિક ટર્નઓવર બસો-પાંચસો કરોડ રૂપિયા રહેતું હતું.’’
઼઼઼
``ચિયર્સ.’’ રવિએ પોતાનો ગ્લાસ વિજયકુમાર તરફ લંબાવ્યો.
``ચિયર્સ.’’ વિજયકુમારે પોતાનો ગ્લાસ હળવેથી રવિના ગ્લાસ સાથે ટકરાવ્યો અને બંનેએ ગ્લાસ મોઢે માંડ્યા.
``આપણે અહીં જ બેસીએ?’’ વિજયકુમારે રવિને પૂછ્યું.
``વાય નાટ?’’ રવિએ કહ્યું અને બારનો માહોલ બનાવવા માટે ગ્લાસહાઉસની બારમાં રાખેલા ઊંચા સ્ટૂલ પર બંને ગોઠવાયા.
વિજયકુમાર બારના ઊંચા સ્ટૂલ પર બેઠો એ સાથે તેની નજર સુપરસ્ટાર દિલાવર ખાનના બંગલો તરફ ગઈ. દિલાવર ખાનનો બંગલો રવિના બંગલોની નજીક જ હતો. દિલાવર ખાનના બંગલો કરતાં પણ તેના બંગલોની બહાર ભેગા થયેલા સેંકડો માણસોના ટોળાને જાઈને વિજયકુમારની આંખોમાં ઈર્ષાના ભાવ ઊભરી આવ્યા.
``તારી તકલીફ બરાબર સમજાય છે મને!’’ રવિએ કહ્યું અને વિજયકુમાર થોડો નર્વસ થઈ ગયો. આ માણસ મારી આંખો પરથી મારા મનમાં શું ચાલી રહ્યું છે પકડી પાડે છે એવું વિચારીને તે સતર્ક થઈ ગયો.
``રિલૅGસ.’’ આ માણસ સાથે બહુ સાચવીને વર્તવું, બોલવું પડશે. મનમાં ચાલતા વિચારો આ માણસ પકડી ન શકે એની તકેદારી રાખવી પડશે. ``એવું વિચારવાનું બંધ કરી દે!’’ રવિએ ચહેરા પર વડીલને છાજે એવા સમજણભર્યા િસ્મત સાથે તેને ટપાયાર્ે, ``આજે દિલાવર ખાનના બંગલોની બહાર જે ભીડ જામે છે એથી અનેકગણી વધુ ભીડ મારા બંગલોની બહાર જામતી હતી. દિલાવર ખાન તેની ટેરેસમાંથી હાથ હલાવે એટલે તેના ચાહકો ખુશ થઈ જાય છે, પણ આ ટોળું શાંત છે. મારી એક ઝલક માટે હજારો ચાહકો સવારે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આ રસ્તા પર જમા થતા હતા. હું દસ વાગ્યા પહેલાં ઊઠતો નહીં, કારણ કે મોડી રાત સુધી આ ટેરેસમાં કે મારા બંગલોના લિવિંગરૂમમાં કે પાર્ટી માટે બનાવેલા બાલરૂમમાં શરાબની છોળો ઊડતી રહેતી. ઘણી વાર તો હું સવારના પાંચ કે છ વાગ્યે બેડરૂમમાં જતો. રાતે આ બંગલોની ટેરેસમાં પાર્ટી થાય તો હજારો ચાહકો રસ્તા પર અને ફૂટપાથ પર એ આશા સાથે જમા થઈ જતા કે હું પાર્ટીમાંથી વચ્ચે તેમની તરફ જાઈને હાથ હલાવીને તેમનું અભિવાદન કરીશ. આ રસ્તાઓ પર મારા ચાહકોએ સેંકડો વાર ટ્રાફિક જામ કયાર્ે હતો. Gયારેક તો પોલીસને લાઠીચાર્જ કરીને કે ટિયરગૅસ છોડીને બેકાબૂ ટોળાને વિખેરવાની ફરજ પડતી. એક વાર મુંબઈના પોલીસ-કમિશનર મને ખાસ મળવા આવ્યા હતા અને તેમણે મને વિનંતી કરી હતી કે તમે ટેરેસમાં આવવાનું બંધ કરી દો તો અમારું ટેન્શન હળવું થઈ જાય. મેં તેમનું માન રાખવા થોડા દિવસો સુધી ટેરેસમાં જવાનું બંધ પણ કર્યું, પણ એના કારણે તો ઊલટું મારા બંગલોની બહાર ભીડ વધવા લાગી. છેવટે પોલીસ-કમિશનરે જ મને કહેવું પડ્યું કે તમે ટેરેસમાં આવીને ચાહકોનું અભિવાદન ઝીલવાનું ચાલુ રાખો, પણ શGય હોય તો એ માટે કોઈ સમય નિશ્ચિત કરી નાખો તો અમારે એટલા સમય પૂરતો જ ટ્રાફિક જામનો પ્રાબ્લેમ સહન કરવો પડે. પણ મારો સમય એવો હતો કે મારી પાસે સમય જ નહોતો કોઈ સમય નિશ્ચિત કરવા!’’
``આઇ નો. મેં વાંચ્યું છે તમારા વિશે ઘણું બધું. તમારી કાર નીકળતી એ સાથે છોકરીઓ તમારી કારને ઘેરી વળતી અને એના પર ચુંબનો કરીને એમના હોઠો પરની લિપિસ્ટકનાં નિશાન છોડી દેતી. તમારી એક વાઇટ કાર આખી લિપિસ્ટકથી રંગાયેલી હોય એવી તસવીર થોડા સમય અગાઉ એક ફિલ્મ મૅગેઝિને છાપી હતી.’’ વિજયકુમારે ટાપશી પૂરી. અત્યારે તેના અવાજમાં ખરેખર અહોભાવ હતો.
રવિ હસ્યો. તે ઊભો થઈને બારના કાઉન્ટર પાછળ ગયો. તેણે એક ડ્રાઅર ખોલીને પત્રોની થપ્પી કાઢી અને વિજયકુમારને બતાવી, ``આ લેટર્સ ટીનેજર છોકરીઓથી માંડીને વીસથી ચાલીસ વર્ષની યુવતીઓએ પોતાના લોહીથી મને ઉtેશીને લખ્યા હતા. લોહીથી લખાયેલા પત્રોમાંથી આવા કેટલાક પત્રો મેં રાખી મૂGયા છે. બાકી હું સુપરસ્ટાર હતો ત્યારે દરરોજ પોસ્ટલ ડિપાર્ટમેન્ટે એક સ્પેશ્યલ વૅન મારા બંગલોમાં મોકલવી પડતી, જેમાં મને ચાહકોએ મોકલેલા પત્રો રહેતા. એ પત્રોમાંથી રેન્ડમલી પચાસ-સો પત્રોના જવાબ મારા સહાયકો મોકલી આપતા, મારી સહી સાથે છપાવેલા મારા આકર્ષક ફોટોગ્રાફ સાથે. બાકીના તમામ પત્રો સીધા કચરામાં જતા. દરરોજ પોસ્ટ ખાતાની વૅન પત્રોની ડિલિવરી આપી જાય એના બે કલાક પછી મ્યુનિસપલ કાપાર્ેરેશનની એક સ્પેશ્યલ ગાડી આવતી કચરો ઉઠાવવા માટે. ચાહકોના હજારો પત્રો દરરોજ પોસ્ટની સ્પેશ્યલ વૅનમાં આવતા અને મ્યુનિસપલ કાપાર્ેરેશનની સ્પેશ્યલ વૅનમાં કચરા તરીકે જતા. કેટલીયે છોકરીઓએ મારી તસવીર સાથે લગ્ન કરી લીધાં હતાં, માબાપથી છાનામાના! અને જિંદગીભર કુંવારા રહેવાનું પસંદ કર્યું હતું. મારી પાછળ પાગલ બનેલી એક યુવતી તો મારા બંગલોના પાછળના ભાગના પાઇપમાંથી ચડીને મારા બેડરૂમમાં આવી ચડી હતી. તેને મારી સાથે એક રાત વિતાવવી હતી અને મારી સાથે એક તસવીર ખેંચાવવી હતી. મેં મારો વિદેશી આૅટોમૅટિક કૅમેરા ગોઠવીને તેની સાથે તસવીર તો પાડી દીધી, પણ હું તેની બીજી ઇચ્છા પૂરી કરતાં અચકાયો. રૂપાળી સ્ત્રીઓ મારી નબળાઈ હતી. મેં મારાથી અડધી ઉંમરની ટીનેજર છોકરી સાથે લગ્ન કર્યાં હતાં અને બહુ ઝડપથી અમે છૂટા પણ પડી ગયાં હતાં. મારી આદતો અને અહંકારને કારણે તે અમારી બે વર્ષની દીકરીને લઈને અડધી રાતે ઝઘડો કરીને આ બંગલો છોડી ગઈ હતી અને એ વખતે અમારું બીજું સંતાન તેના પેટમાં હતું. તેણે જતી વખતે મારી સામે એક નફરતભરી નજર નાખીને કહ્યું હતું કે `મારી જિંદગી બગાડી એમ બીજી કોઈ છોકરીની જિંદગી ન બગાડતો. તું મારી જેમ બીજી કોઈ છોકરીની જિંદગી ન બગાડે એટલે હું તને ડિવાર્સ નહીં આપું.’ મને બતાવી દેવાના ઝનૂન સાથે તેણે અમારા બીજા સંતાનના જન્મના થોડા મહિનાઓ પછી અભિનય શરૂ કયાર્ે હતો અને તે નંબર વન હિરોઇન બની ગઈ હતી. આ બંગલો છોડતી વખતે તેણે જેટલી નફરતપૂર્વક મારી સામે જાયું હતું એ નજર મને હંમેશાં સતાવતી રહી.’’
રવિએ બંને માટે નવા પેગ ભરતાં-ભરતાં વાત આગળ ધપાવી, ``એ રાતે પાઇપ વાટે મારા બેડરૂમ સુધી આવી ચડેલી એ રૂપાળી છોકરીને જાઈને મારી અંદરનો પુરુષ થોડી વાર માટે તો જાગી ગયો હતો, પણ તે યુવતી સામે ચાલીને મારી સાથે રાત વિતાવવા માગતી હતી ત્યારે મને મારી પત્નીએ ઘર છોડતી વખતે જે નજરથી મારી સામે જાયું હતું એ નજર યાદ આવી ગઈ. મારા બેડરૂમમાં આવી ચડેલી છોકરી કોઈ વાતે માનવા તૈયાર નહોતી. છેવટે મારે બૂમો પાડીને નોકરોને બોલાવવા પડ્યા અને તે છોકરીને રવાના કરવા તેમને કહેવું પડ્યું. બીજા દિવસે તે છોકરીએ તેના બંગલોમાં આત્મહત્યાની કોશિશ કરી, પણ તે બચી ગઈ. મને એ વાતની ખબર પડી ત્યારે હું તેને સમજાવવા તેના ઘરે ગયો. પછી તો વષાર્ે બાદ તે છોકરી એક ધનાઢ્ય કુટુંબના છોકરાને પરણી ગઈ, પણ તેની યાદ અને તેની મારી સાથેની તસવીર મારી પાસે રહી ગયાં...’’
વિજયકુમારે બગાસું ખાધું. તેણે કોશિશ કરી જાઈ કે રવિનું ધ્યાન ન જાય, પણ રવિએ તેને બગાસું ખાતાં જાઈ લીધો. તે હસ્યો, ``તને લાગશે કે આ માણસ પાગલ થઈ ગયો છે. કોઈ આને સાંભળતું નહીં હોય અને આજે હું હાથમાં આવી ગયો એટલે આ માણસને બોલવાની તક મળી ગઈ!’’
``ના-ના, એવું નથી.’’ વિજયકુમાર તરત જ બોલી પડ્યો.
``પણ મારા માટે તો ખરેખર એવું જ છે.’’ રવિએ કહ્યું, ``આ બંગલોમાં દરરોજ મહેફિલ જામતી હતી. મારી પ્રેગ્નન્ટ પત્ની Gયારેક અકળાઈ જતી હતી એટલી હદે મારી ઐયાશી ચાલતી રહેતી. હું અત્યારે મારુતિ કાર જાતે ડ્રાઇવ કરીને ફરું છું. હું સુપરસ્ટાર હતો ત્યારે આ બંગલોમાંથી મારી કાર નીકળતી ત્યારે મારી કારની પાછળ એક ડઝન કારનો કાફલો નીકળતો. એ બધી કાર મારી જ હતી અને એ તમામ કારમાં પેટ્રોલ પણ મારા પૈસે જ પુરાતું હતું. મારા ચમચાઓ મને કહેતા હતા કે ``તમે ભગવાન છો.’’ અને એક તબક્કો એવો આવી ગયો કે હું મારી જાતને દેશના વડા પ્રધાનથી પણ વધુ પાવરફÙલ ગણવા માંડ્યો. હું સેટ પર મનફાવે ત્યારે જવા માંડ્યો અને મનફાવે ત્યારે ફિલ્મો અડધેથી પડતી મૂકવા માંડ્યો. અધૂરામાં પૂરું, બીજા પ્રોડ્યુસર્સ મને હીરો તરીકે લઈને ફિલ્મો બનાવીને કરોડો રૂપિયા કમાઈ લે છે તો હું જ શા માટે ફિલ્મો ન બનાવું? એવા વિચારથી મેં મારી કંપની શરૂ કરી. એ વિચાર પણ હકીકતમાં મારા ચમચાઓએ જ મારા મનમાં રોપ્યો હતો. ચમચાઓ, શરાબ, ઘમંડ, તોછડાઈ અને અણઘડ આયોજનના સરવાળા, કહો કે ગુણાકારરૂપે પરિણામ એ આવ્યું કે હું સુપરસ્ટારપદેથી થોડા સમયમાં બહુ ખરાબ રીતે ફંગોળાઈ ગયો. મારી આવક બંધ થવા માંડી અને જાવક એટલી ને એટલી જ હતી. બે છેડાનો સમન્વય બહુ ઝડપથી તૂટવા લાગ્યો અને એટલી જ ઝડપથી મારા ચમચાઓ, જેમને હું મારા દોસ્તો ગણતો હતો, અદૃશ્ય થવા લાગ્યા. થોડો સમય તો હું કાલ કરીને બોલાવું એટલે આંખની શરમે કેટલાક દોસ્તો મારા પર દયા ખાઈને મને કંપની આપવા આવતા હતા, પણ પછી હું તtન એકલો પડી ગયો. આ ટેરેસમાં બેસીને હું રોજ એકલોઅટૂલો શરાબ પીતો અને મારા એ `દોસ્તો’ને મનોમન અને Gયારેક ચીસો સાથે ગાળો આપીને આક્રોશ ઠાલવી લેતો. પછી એક સ્ટેજ એવું આવ્યું કે હું આંખો ભીની કરીને રડી લેતો. મારી િસ્થતિ એટલી હદ સુધી બગડતી ગઈ કે આ બંગલોનું પાણીનું બિલ અને મ્યુનિસિપલ ટૅGસ ભરવા માટે પણ મારી પાસે પૈસા ન હોય. એટલું ઓછું હોય એમ ઇન્કમ ટૅGસ ડિપાર્ટમેન્ટે મને પેન્ડંગ ઇન્કમ ટૅGસ ભરવા માટે તાકીદ કરી, પછી ચેતવણી આપી અને છેવટે મારા આ બંગલોની હરાજીની નોટિસ આપી. હું પાગલ થઈ ગયો હતો. એ જ વખતે એક પ્રોડ્યુસરે મારો હાથ પકડ્યો. તેણે મને હીરો તરીકે લઈને ફિલ્મ બનાવી. ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ. એ સાથે બીજા પ્રોડ્યુસર્સ પણ મારી પાછળ પડ્યા. છ જ મહિનામાં મારી બીજી ફિલ્મ પણ સુપરહિટ થઈ ગઈ અને ફરી એ જ ચક્કર ચાલુ થઈ ગયું. મેં ઇન્કમ ટૅGસ અને મ્યુનિસિપલ ટૅGસ અને બીજાં બધાં લેણાં ચૂકવી દીધાં હતાં પણ ફરી એક વાર મારો ઘમંડ અને સફળતાનો નશો અને મને ગમે એવી વાત સાંભળવાની કુટેવ મારા માટે વિલન સાબિત થયાં અને હું ફરી વાર પટકાયો.’’
રવિના અવાજમાં ભીનાશ આવી ગઈ. વિજયકુમારને સમજાયું નહીં કે તે શું બોલે. પણ રવિએ બહુ ઝડપથી પોતાના પર કાબૂ મેળવી લીધો અને વાત આગળ ધપાવી, ``સફળતાની સેકન્ડ ઇનિંગ્સમાં પણ મેં ફિલ્મ પ્રોડ્યુસર્સને અને ડાયરેGટર્સને હડધૂત કર્યા હતા. ફરી વાર હું પટકાયો ત્યારે કોઈએ મને હીરો બનાવવાની તૈયારી ન દાખવી. હીરો તરીકે ફિલ્મ મેળવવા માટે બહુ ઉધામા કર્યા પછી મેં છેવટે વાસ્તવિકતા સ્વીકારીને ચરિત્ર અભિનેતા તરીકે અભિનય શરૂ કયાર્ે. હું અત્યારે સફળ નથી પણ સુખી છું. જીવનના બધા રંગ મેં જાઈ લીધા છે અને એટલે જ મેં તને કહ્યું કે, `ટેઇક ઇટ ઇઝી.’ દિલાવર ખાન સફળ છે પણ સુખી નથી. દિલાવર ખાનને સતત અસલામતી સતાવતી હશે કે તું અથવા બીજા કોઈ હીરો એનું સ્થાન છીનવી ન લે. હું મારા જીવન પરથી શીખ્યો છું કે સફળતા સુખ નથી આપતી અને સમયથી વધુ પાવરફÙલ કશું જ નથી. સફળતાને સુખ માનીને તેની પાછળ દોડનારાની હાલત Gયારેક ઝાંઝવાના જળ પાછળ દોડતા હરણ જેવી થતી હોય છે. સફળતા સુખ આપે છે. જા તમે એ સમય દરમિયાન સફળતાના મદમાં છકી ન જાઓ તો, પણ સુખ મેળવવા માટે સફળતા પામવા ન દોડવું જાઈએ. તું એવું માનતો હોઈશ કે તું સુપરસ્ટાર બની જઈશ એટલે દુનિયાની તમામ ખુશીઓ તને મળી જશે. તારી એ માન્યતા જ તને અહંકારી બનાવી રહી છે. તું સેટ પર આવ્યો ત્યારે બધા મને પડતો મૂકીને તારી પાછળ દોડ્યા એટલે તું ખુશ થઈ ગયો અને સુપરસ્ટાર દિલાવર ખાન આવ્યો એ સાથે બધા તને પડતો મૂકીને ભાગ્યા એટલે તું દુઃખી થયો. મેં જીવનમાં જે ભૂલ કરી છે એ તું ન કરે એટલે મેં તને આ બધી વાત કરી. અૅની વે, નાઓ એન્જાય ધ ડ્રિન્ક. એGસGયુઝ મી. આઇ હૅવ ટુ ગો ટુ ધ રેસ્ટરૂમ.’’
રવિ બાથરૂમ તરફ ગયો. વિજયકુમાર કુતૂહલથી લોહીથી લખાયેલા પત્રો જાવા માંડ્યો. પત્રોની થપ્પી વચ્ચેથી એક ફોટો સરી પડ્યો. એ ફોટોમાં રવિ સાથે એક યુવતી ઊભી હતી. ફોટો રવિના બેડરૂમમાં ખેંચાયેલો હતો એવું બેડ અને બીજી બધી વસ્તુઓથી સ્પષ્ટ થતું હતું. એ ફોટો જાઈને વિજયકુમાર થીજેલા બરફ જેવો થઈ ગયો. એ જ વખતે રવિ પાછો આવ્યો. તેણે વિજયકુમારના હાથમાં ફોટો જાયો.
વિજયકુમાર રવિની સામે ફોટો ધરીને તરડાયેલા અવાજે બોલ્યો, ``આ ફોટો... આઇ મીન... ડિડ યુ નો ધેટ....’’
રવિએ પ્રેમથી તેના ખભા પર હાથ મૂGયો અને કહ્યું, ``યસ, આઇ ન્યુ. મને ખબર હતી કે તું કોનો દીકરો છે! તારી મમ્મીને પણ મેં કહ્યું હતું કે તું સુપરસ્ટારને પામવા ઇચ્છે છે, પણ મને પામી લઈશ તો તું સુખી થઈ જઈશ એવો તને ભ્રમ છે. આજે અઠ્ઠાવીસ વર્ષ પછી હું તને એ સમજાવી રહ્યો છું કે તું સુપરસ્ટાર બની જઈશ તો તને સુખ મળી જશે એ તારો ભ્રમ છે! કંઈક મેળવવામાં સફળતા મળી જાય એટલે સુખી થઈ જવાતું નથી અને સમયથી વધુ પાવરફÙલ બીજું કોઈ પરિબળ નથી. આ બે વાત સમજી શકે એ માણસ જીવન માણી શકે છે.’’
(પત્રકારત્વમાં ઘણી ઘટનાઓના કે ઘણા સફળ માણસોની ચડતી-પડતીના સાક્ષી બનવાની તક મળે છે. આવી રીતે એક ઘટનાના સાક્ષી બન્યા પછી આ વાર્તા લખવાની ઇચ્છા થઈ હતી.)