Oh, God ! Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Oh, God !

ઓહ ગોડ!

એક જહાજ મધદરિયે તોફાનમાં ફસાયું. દરિયાઈ તોફાન શરૂ થયું ત્યારે જહાજમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો ખાણીપીણી અને નાચગાનમાં મશગૂલ હતા. પણ તેમનું જહાજ દરિયાઈ તોફાનમાં સપડાયું અને બહુ ખરાબ રીતે હાલકડોલક થવા માંડ્યું એટલે મહેફિલની જગ્યાએ માતમનો માહોલ છવાઈ ગયો. તોફાન વધી રહ્યું હતું અને દરિયામાં ઊછળતાં પ્રચંડ મોજાં સામે જહાજ ટકી નહીં શકે તેવું લાગતું હતું એટલે બધા પ્રવાસીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા માંડ્યા.

પરંતુ એ વખતે એક મુસાફર બાકીના બધા મુસાફરો પર હસી રહ્યો હતો. મુસાફરોને એના પર ગુસ્સો આવ્યો, પણ તેમણે તેની સામે આંખ આડા કાન કરીને ઈશ્વરને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. પેલા એકલવાયા પ્રવાસીથી રહેવાયું નહીં. તેણે ઊંચા અવાજે કહ્યું, ``થોડી વાર પહેલાં તમે શરાબ ઢીંચતાં-ઢીંચતાં બીજાઓની કૂથલી કરવામાં અને નાચગાનમાં રત હતા ત્યારે તમને કોઈને તમારો ઈશ્વર યાદ નહોતો આવતો અને હવે જીવ જાખમમાં મુકાયો છે ત્યારે તમે તેને યાદ કરો છો! પણ તમે બધા મૂરખ છો. ઈશ્વર જેવું કંઈ છે જ નહીં એટલે તમને બચાવવા કોઈ નહીં આવે. દરિયાઈ તોફાન શાંત થાય તો જ તમે બચી શકશો.’’

જહાજના બીજા મુસાફરોને તે માણસ પર કાળ ચડ્યો. તેમણે વિચાર્યું કે આ માણસ તો નાસ્તક છે એટલે ઈશ્વર નારાજ થઈને તેના કારણે જ જહાજ ડુબાડવા માગતા હશે. કેટલાક પ્રવાસીઓએ આંખોથી જ મસલત કરી અને નાસ્તક પ્રવાસી કંઈ વિચારી શકે તે પહેલાં તો તેને ઊંચકીને સમુદ્રના અગાધ જળરાશિમાં ફેંકી દીધો! ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી! જ્યારે નાસ્તક પ્રવાસીને જ દરિયામાં ફેંકી દીધો છે તો પછી ઈશ્વર પાસે જહાજને ડુબાડવાનું કોઈ કારણ રહેતું નથી, તેમણે વિચાર્યું.

પણ જહાજના પ્રવાસીઓએ નાસ્તક પ્રવાસીને મહાસાગરમાં ફગાવી દીધા પછી બીજી જ મિનિટે જહાજને એક પ્રચંડ મોજાની થપાટ લાગી અને જહાજ તૂટી પડ્યું અને તમામ મુસાફરો માર્યા ગયા. મજાની વાત એ હતી કે તે પ્રવાસીઓએ જે નાસ્તક પ્રવાસીને સમુદ્રમાં ફંગોળી દીધો હતો તે પ્રવાસીના હાથમાં લાકડાનું એક પાટિયું આવી ગયું અને એના સહારે તે તરતો રહ્યો અને બચી ગયો!

વાસ્તવમાં એ જહાજ પેલા નાસ્તક પ્રવાસીને કારણે જ ટકી રહ્યું હતું, કારણ કે તેના મરવાનો સમય થયો નહોતો. ઉપરવાળાએ તેને લાંબી અને સ્વસ્થ જિંદગી આપી હતી. જે ક્ષણે જહાજના અન્ય ઉતારુઓએ નાસ્તક મુસાફરને ફંગોળી દીધો એ વખતે તેમને કલ્પના નહોતી કે તેઓ પોતાના માટે ડેથ વારન્ટ ઇશ્યુ કરી રહ્યા છે!

વધુ મજાની વાત તો પછી બની. તૂટી પડેલા જહાજના ઉતારુઓની જળસમાધિ થઈ ગઈ અને મર્યા બાદ તેઓ પોતાની ધારણા પ્રમાણે સ્વર્ગમાં જવાના હતા, પણ તેઓ નરકમાં પહાંચ્યા. તેમને થયું કે નક્કી ગરબડ છે અને પેલો બેટમજી નાસ્તક તો અહીં Gયાંય દેખાતો નથી! અમારા પહેલાં પહેલાં જ તે નરકમાં પહાંચ્યો હોવો જાઈએ. તેમણે ઈશ્વરને કહ્યું, ``કંઈક ગરબડ થઈ લાગે છે! અમે તો મરતી વખતે તમારું નામસ્મરણ જ કરતા હતા એટલે અમને તો સ્વર્ગ જ મળવું જાઈએ!’’

ઈશ્વરે કહ્યું, ``એવો નિયમ તમે કાલ્પનિક રીતે ઘડ્યો છે. હું એવા નિયમને અનુસરું તો-તો દુનિયા આખીમાં મારો બેટો કોઈ સખણો રહે જ નહીં અને અનેક પાપ કર્યા પછી છેલ્લી ઘડીએ મારું નામસ્મરણ કરીને સ્વર્ગમાં પ્રવેશ મેળવી લે! હું માણસના શબ્દોથી એટલે કે વાણીથી નહીં પણ તેના મન અને વર્તનથી નક્કી કરું છું કે તે સ્વર્ગમાં પ્રવેશ મેળવવાને લાયક છે કે નહીં!’’

કમોતે મરેલા ઉતારુઓને તો આઘાત લાગી ગયો, પણ તેમને પેલો નાસ્તક પ્રવાસી યાદ આવ્યો. તેમણે ઈશ્વરે પૂછી લીધું, ``તો પેલો નાસ્તક મુસાફર Gયાં છે?’’

``એ તો તેના ઘરમાં બેઠો-બેઠો મજેથી શરાબ પીને ઠંડી ઉડાડી રહ્યો છે!’’ ઈશ્વરે મંદ–મંદ િસ્મત વેરતાં કહ્યું.

``હેં! શું વાત કરો છો?’’ નરકમાં પહાંચેલા મુસાફરોનાં માં આશ્ચર્યાઘાતથી પહોળાં થઈ ગયાં, ``તો પછી તમને ભજવાનો અર્થ શું? અમે પણ નાસ્તક રહ્યા હોત તો બચી ગયા હોત!’’ તેમણે કકળાટ મચાવી મૂGયો.

``ચૂઉઉઉપ,’’ ઈશ્વરે કહ્યું, ``મૂર્ખાઓ, તમે હંમેશાં સગવડિયો ધર્મ અપનાવ્યો છે. મુશ્કેલીમાં મને યાદ કરવાનો અને બાકીના સમયમાં તમને ફાવે તેવું વર્તવાનું. બેવકૂફો! શાહમૃગ રેતીમાં માં ઘાલીને એવું માની લે કે મને કોઈ જાતું નથી, પણ એ બધા ગોરખધંધાનો હિસાબ મારી પાસે છે. તમે દિવસભર પાપ કરીને સાંજે મારી પ્રાર્થના કરી લો અને પછી વળી એ બ્ર્ોક બાદ રાતના ફરી પાપલીલા શરૂ કરીને વળી સવારે તમે પ્રાર્થના કરીને એ પાપ ધોઈ નાખ્યાં એવું માનો છો! અને હું એ રીતે તમારાં પાપ માફ કરતો રહું તો હું પણ મૂરખનો જામ કહેવાઉં!’’

``તમે કહો છો કે તમે મને છેલ્લી ઘડીએ યાદ કયાર્ે હતો, પણ એ તો તમારા સ્વાર્થથી તમે મને યાદ કયાર્ે હતો. જીવનમાં પણ તમે મને જ્યારે-જ્યારે યાદ કયાર્ે ત્યારે માત્ર વાણીથી જ યાદ કયાર્ે હતો. તમારું વર્તન તો એવું જ હતું કે જાણે ઈશ્વરના અિસ્તત્વને તમે સ્વીકારતા જ નથી. તમારામાંના ઘણાએ કાળાબજારથી તિજારી ભરી, કોઈએ ગરીબોનું શોષણ કર્યું, કોઈએ ધર્મના નામે તલવારો ચલાવી, કોઈએ પુત્રવધૂને જીવતાં દોજખની યાતના આપી કે પછી કોઈએ ભેળસેળનો ગુનો કયાર્ે. એ વખતે તમને મારો ડર ન લાગ્યો અને દરરોજ તમે યંત્રવત્ અને ઠાલા શબ્દોથી મને યાદ કરતા રહ્યા. જીવ જાખમમાં આવી ગયો ત્યારે તમે મને યાદ કયાર્ે. પણ પેલા નાસ્તકને એવું કરવાની જરૂર ન પડી. તે વાણીથી મારું અિસ્તત્વ સ્વીકારતો નથી, પણ તેનું વર્તન હંમેશાં મારા અિસ્તત્વની સાક્ષી આપતું રહ્યું છે. તેણે Gયારેય કોઈને છેતયાર્ે નથી કે કોઈની જિંદગી બગાડી નથી કે નથી તો એ Gયારેય બીજા માણસોને નડ્યો! એ બધું મેં જાયું અને એટલે જ મેં તેને સ્વસ્થ અને લાંબી જિંદગી આપી છે!’’

``તમે શબ્દોથી કહેતા રહ્યા કે ઈશ્વર તો સચરાચરમાં વ્યાપેલો છે, પણ તમે જ્યારે પાપ કરતા હતા ત્યારે એ વાત ભૂલી જતા હતા. હું વાણીને નહીં આચરણને જાઉં છું. તમે મારા માટે પ્રશંસાનાં પુષ્પો વેરો કે મને શબ્દોથી બિલકુલ યાદ ન કરો કે મને ગાળો આપો એથી મને ફરક પડતો નથી. કોઈ મને રોજ અગરબત્તી અને ધૂપ-દીવા સળગાવીને યાદ કરે, પણ દિવસભર તે ગોરખધંધા કરતો હોય તો મારી નજરમાં તે પાપી છે અને એની સામે કોઈ માણસ મને Gયારેય યાદ ન કરતો હોય પણ તેના વર્તનમાં મારા અિસ્તત્વનો સ્વીકાર દેખાતો હોય તો એ નાસ્તક હોવા છતાં મારો ભGત છે. તેને મંદિરમાં, મિસ્જદમાં કે ચર્ચમાં જવાની જરૂર નથી. તે બીજા કોઈનું નુકસાન કરતો નથી કે મારી અને ધર્મની રક્ષા કાજે તલવાર તાણીને આડેધડ માણસોને મારવા દોડતો નથી તો તે ધાર્મિક જ છે; પણ બીજા માણસનું નુકસાન કરતો હોય અને મારી કે ધર્મની રક્ષાને બહાને લોહી વહાવતો હોય તો પાપી છે. મારું, ધર્મનું રક્ષણ કરવાને બહાને તે લોહી વહાવે છે એનો અર્થ એ થયો કે તે માણસ વામણો છે અને એવા માણસ થકી મારે મારી અને ધર્મની રક્ષા કરવાની હોય તો હું તેનાથી પણ વામણો કહેવાઉં!’’

``તમે વાણીથી નહીં પણ વર્તનથી મારા અિસ્તત્વને સ્વીકારો છો કે અસ્વીકાર કરો છો. એક બાજુ તમે શારીરિક રીતે કોઈ માણસને ફટકારતા હો અને એ જ વખતે શબ્દોથી તેને કહેતા હો કે `ભલા માણસ, મને તો તમારા માટે બહુ આદર છે!’ તો તે માણસ તમારી વાત માનશે? નહીં જ માને. તો તમે તો જિંદગીભર મને ઉલ્લુ બનાવવાની કોશિશ કરતા રહ્યા છો! તમે પાડોશીઓને કે લાગતાવળગતાઓને કનડો નહીં, કોઈનું શોષણ કરો નહીં કે કોઈનું કોઈ પ્રકારે નુકસાન ન કરો તો તમારે મંદિરમાં, મિસ્જદમાં, ચર્ચમાં કે એવી કોઈ પણ જગ્યાએ જવાની જરૂર જ નથી. તમારું જીવન એવું હોય તો તમે મને યાદ કર્યા વિના પણ આિસ્તક છો, ધાર્મિક છો, નિષ્પાપ છો; પણ તમે એથી ઊંધું કરો અને પછી દરરોજ ઠાલા, પોકળ શબ્દોથી મારી પ્રાર્થના કરો તેનો કોઈ અર્થ નથી.’’

ઈશ્વરે વાત પૂરી કરી અને એ સાથે જ તેણે તે `આિસ્તક પાપીઓ’ને સજા ભોગવવા નરકના ઘોર અંધારામાં ફંગોળી દીધા!