જીના ઈસી કા નામ હૈ! Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીના ઈસી કા નામ હૈ!

જીના ઈસી કા નામ હૈ!

આ તસવીર રાજસ્થાનના સિકર ગામની સ્કૂલની છે જ્યાં ગુજરાત અને મધ્ય પ્રદેશથી આવેલા મજૂરોને ક્વોરેન્ટાઇનમાં રખાયા હતા. એ બધા મજૂરોની પૂરતી કાળજી લેવાઈ રહી હતી જેથી તેમને તકલીફ ના પડે, પણ એ મજૂરોની ખુદદારી અને સમજદારીએ તેમને પ્રેરિત કર્યા કે અમે મફતમાં રોટલા ખાવાને બદલે આ ગામ માટે આ સ્કૂલ માટે કંઈક કરી છૂટીએ.

એ ગરીબ મજૂરોએ જોયું કે એ સ્કૂલ ભૂતબંગલા જેવી બની ગઈ છે. તેમણે સિકર ગામના સરપંચને પૂછ્યું કે છેલ્લે આ સ્કૂલને ક્યારે કલર થયો હતો અને આખી સ્કૂલની સાફસફાઈ થઈ હતી?

સરપંચે કહ્યું કે બજેટના અભાવે વીસ વર્ષથી સ્કૂલને કલર થયો નથી!

મજૂરોએ કહ્યું કે અમને કલર, બ્રશ, ચૂનો અને બીજી વસ્તુઓ અપાવો અમે આ સ્કૂલને કલર કરી દઈશું.

સરપંચે એ વ્યવસ્થા કરી આપી અને એ મજૂરો કામે વળગી ગયા. તેમણે સ્કૂલની સાફસફાઈ કરી અને પછી સ્કૂલને કલર કરવાનું કામ હાથ ધાર્યું. થોડા દિવસોમાં તો તેમણે સ્કૂલને નવીનક્કોર સ્કૂલ જેવી બનાવી દીધી.

સરપંચ અને ગામના લોકો ખુશ થઈ ગયા. સરપંચે તેમને પૈસા આપવાની કોશિશ કરી. તો એ મજૂરોએ કહ્યું કે અમે આ કામ માટે પૈસા લઈએ તો નમકહરામ કહેવાઈએ! અમે અહીં મફતમાં રોટલા ખાઈ રહ્યા છીએ તો અમને શરમ આવતી હતી એટલે અમારે તો તમારો આભાર માનવો જોઈએ કે તમે અમને મફતનું ખાવાના બોજમાંથી મુક્ત કર્યા!

દોસ્તો, કપરા સમયમાં કોઈને ગાળો આપીને બળાપો ઠાલવવાની કે નસીબને કોસીને મણમણના નિસાસા નાખવા જેવી પ્રવૃત્તિ તો બધા લોકો કરતા હોય છે, પણ જ્યારે મજૂરીની મંજૂરી ન મળતી હોય, આવક બંધ હોય ત્યારે સામે ચાલીને રૂડુંરૂપાળું કામ કરી આપવાનો વિચાર આવવો અને એ અમલમાં મૂકવો એ મોટી વાત છે. અને કામ ન કરી શકવાને કારણે આવક બંધ હોય ત્યારે કોઈ સામે ચાલીને પૈસા આપતા હોય ત્યારે એ પૈસાનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરવો એ તો ખૂબ મોટી વાત છે (ઘણા 'કરોડપતિ-અબજપતિ ભિખારીઓ' માટે આ વાત સમજવાનું મુશ્કેલ છે).

સિકર ગામની એ સ્કૂલને કલર કરી આપનારા મજૂરોએ કશું પણ બોલ્યા વિના મોટો બોધ આપી દીધો છે.

ઘણા ફાઈવસ્ટાર બાવાઓ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજોના શબ્દો પોકળ હોય છે. એના કરતા આવા મૂક રીતે કરાયેલા કામ પરથી પ્રેરણા લેવી જોઈએ.

આ મજૂરોની વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

આ વાત મારા નામ સાથે કે મારી વૉલ પરથી જ શેર કરવી જરૂરી નથી. કોઈ પણ રીતે અને કોઈ પણ માધ્યમથી આ વાત શેર કરજો.

કોરોનાના કેર વચ્ચે સતત નેગેટિવ ન્યૂઝના મારા વચ્ચે આ વાત ખારા રણમાં મીઠી વીરડી જેવી છે.

સેલ્યુટ એ ગરીબ મજૂરોની ભાવનાને અને ખુદદારીને.

*****