Dharmik Manas books and stories free download online pdf in Gujarati

Dharmik Manas

ધાર્મિક માણસ

આપણે એક ધાર્મિક માણસની વાર્તા કરવી છે. આ કોઈ એક માણસની વાત નથી એ ચોખવટ પહેલાં કરી દઈએ, કારણ કે આ વાર્તા વાંચીને કેટલાય માણસોને બંધબેસતી પાઘડી, ટોપી કે સ્ટાઇલિશ હૅટ પહેરી લેવાની ઇચ્છા થઈ આવશે. અહીં કોઈ એક માણસની વાત નથી, પણ વાંચવામાં અને સમજવામાં મજા આવે એટલે આપણે તેમનું કંઈક નામ રાખીએ. તેમનું નામ તો કંઈ પણ હોઈ શકે, પણ આપણે તેમને સજ્જનભાઈ તરીકે ઓળખીશું.

હા, તો સજ્જનભાઈ સવારે ઊઠ્યા. ઊઠીને પ્રાતઃકાયાર્ે પતાવીને ઘરમાં જ બનાવેલા નાનકડા મંદિર પાસે જઈને ઉપરવાળાની સામે ધૂપ-દીવા અને અગરબત્તી કર્યાં. હાથ જાડીને તેમણે મનોમન પ્રાર્થના કરી કે ``હે ભગવાન, મારું એક નાનકડું કામ હેમખેમ પાર પાડી દઈશ તો હું તારા મોટા મંદિરમાં દસ લાખનું દાન કરીશ.’’

સજ્જનભાઈ અતિ ધાર્મિક માણસ છે. તેઓ દરરોજ સવારે પૂજાપાઠ કર્યા પછી જ ઘરની બહાર નીકળવાનો નિયમ કોઈ પણ હિસાબે પાળે છે. તેઓ માને છે કે તેમને જે કાંઈ સફળતા મળી છે તે ઉપરવાળાની મીઠી નજરથી મળી છે. એટલે ઉપરવાળાને માટે તો દરરોજ સમય ફાળવવો જ પડે. સજ્જનભાઈનો બહોળો કારોબાર છે. તેઓ શૅરબજારમાં ખાસ્સું મૂડીરોકાણ ધરાવે છે. હીરાબજારમાં પણ તેમનો વટ છે. એક બિલ્ડર તરીકે પણ તેમનો દબદબો છે. એ ઉપરાંત તેમના જાતજાતના બીજા ધંધા પણ તેમની જુદી-જુદી કંપનીઓના નેજા હેઠળ ચાલે છે.

આટલો બહોળો વેપાર હોય એટલે થોડીઘણી તકલીફ તો સહન કરવી જ પડે, પણ ઉપરવાળો દરેક વખતે સજ્જનભાઈની વહારે ધાય છે અને સજ્જનભાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. સજ્જનભાઈની સુંદર પત્ની છે અને ઉપરવાળાએ એમને એક રૂડોરૂપાળો દીકરો અને સુંદરી પુત્રી પણ આપ્યાં છે. બન્ને કાલેજમાં ભણે છે. તેમનું કુટુંબ પાશ એરિયામાં ત્રણ માળના ભવ્ય બંગલોમાં રહે છે.

હવે આમાં તકલીફની વાત Gયાં આવી? સજ્જનભાઈએ આજે એક ઇન્કમ ટૅGસ આૅફિસરને મળવાનું છે અને એ ઇન્કમ ટૅGસ આૅફિસર કડક સ્વભાવનો છે એવી માહિતી સજ્જનભાઈને મળી છે. થોડા દિવસો અગાઉ સજ્જનભાઈના બંગલોમાં અને આૅફિસમાં ઇન્કમ ટૅGસ ડિપાર્ટમેન્ટની ટીમે દરોડા પાડ્યા હતા. એ ટીમને સજ્જનભાઈ પાસેથી બેનંબરી સંપત્તિ મળી આવી હતી. આમ સજ્જનભાઈ ધાર્મિક પ્રવૃત્તિના માણસ, પણ તેમના ધંધામાં કરચોરી કર્યા વિના ચાલે નહીં. ``આ દેશના કાયદા જ એવા છે કે વેપારી માણસ કરચોરી ન કરે તો મરી જ જાય.’’ સજ્જનભાઈ ઘણી વાર તેમના મિત્રો સમક્ષ બળાપો ઠાલવતા.

ઇન્કમ ટૅGસ ડિપાર્ટમેન્ટના દરોડા તો અગાઉ પણ પડ્યા હતા, પરંતુ ઉપરવાળાની કૃપાથી દરેક વખતે બધું સમુંસૂતરું પાર પડી ગયું હતું. આ વખતે કોઈ અળવીતરા આૅફિસર સાથે સજ્જનભાઈનો પનારો પડ્યો હતો એટલે તેઓ નર્વસ હતા. જાકે ઉપરવાળાની સામે મુશ્કેલી રજૂ કરી દીધા પછી તેમને સારું લાગ્યું. તેઓ આૅફિસ જવા નીકળ્યા. વાતાનુકૂલિત કારની પાછળની સીટ ઉપર બેઠાં-બેઠાં પણ તેમના વિચારો તો ચાલુ જ હતા.

સજ્જનભાઈ આૅફિસમાં પહાંચ્યા ત્યારે સ્વરૂપવાન સેક્રેટરી ત્યાં હાજર હતી. તેની સામે જાઈને સજ્જનભાઈને સારું લાગ્યું. આ સેક્રેટરી નોકરીએ આવી ત્યારે સજ્જનભાઈ પહેલી જ નજરે તેના શરીરના પ્રેમમાં પડી ગયા હતા. તેમણે થોડા સમયમાં તો સેક્રેટરીના દિલમાં એવો ભ્રમ કરી દીધો હતો કે તેઓ સાચેસાચ તે સુંદરીના પ્રેમમાં છે. સજ્જનભાઈ સેક્રેટરીનું બહુ ધ્યાન રાખતા. તેને કોઈ વાતની તકલીફ ન પડે તેની કાળજી તેઓ રાખતા. સેક્રેટરીની ઉંમર સજ્જનભાઈની પુત્રીથી થોડીક જ વધુ હતી એટલે તેને શૈયાસંગિની બનાવવાનું કામ મુશ્કેલ હતું, પણ સજ્જનભાઈએ ઉપરવાળાની સામે માનતા માની અને પછી થોડી મહેનત કરી એટલે એ સુંદરી તેમના મોહપાશમાં અને છેવટે તેમના બાહુપાશમાં આવી ગઈ. સેક્રેટરી સજ્જનભાઈના `શરણે’ આવી ગઈ એની પાછળ તેની આર્થિક મજબૂરી પણ હતી. તેના પિતા લાંબા સમયથી હાિસ્પટલમાં હતા અને તેમનો તમામ ખર્ચ સજ્જનભાઈ આપતા હતા એટલે સેક્રેટરીનું કુટુંબ સજ્જનભાઈનું ૠણી બની ગયું હતું. સજ્જનભાઈની એ આર્થિક ભલમનસાઈનો બદલો સુંદર સેક્રેટરી શારીરિક રીતે વાળી રહી હતી.

સજ્જનભાઈએ પોતાની ચેમ્બરમાં પ્રવેશતાંવેંત સેક્રેટરી કમ પ્રેમિકાને અંદર બોલાવી. તેની સાથે થોડી વાર ગેલગમ્મત કરીને તેમણે પોતાની મૂંઝવણ કહી. ``ડોન્ટ વરી ડાર્લિંગ,’’ રૂપાળી સેક્રેટરીએ તેમની આંખોમાં આંખ પરોવીને કહ્યું, ``બધું સારું થઈ જશે. ઉપરવાળા પર ભરોસો રાખો.’’

સજ્જનભાઈએ સેક્રેટરીને કહ્યું, ``તું મારી સાથે આવજે. હું થોડો નર્વસ છું.’’

સેક્રેટરીએ પ્રેમથી સજ્જનભાઈના ગાલ પર હાથ ફેરવ્યો અને ફરી વાર તેણે તેમની આંખમાં આંખ પરોવીને એવી રીતે જાયું કે સજ્જનભાઈએ તેની સાથે અૅન્ટ-ચેમ્બરમાં જઈને અડધો કલાક ગાળવો પડ્યો.

બપોર પછી સજ્જનભાઈ સેક્રેટરી સાથે ઇન્કમ ટૅGસ આૅફિસરને મળવા માટે પહાંચી ગયા. ઇન્કમ ટૅGસ આૅફિસરે પહેલાં તો દાદ ન આપી. મળતાંવેંત તેમણે સજ્જનભાઈને કહ્યું, ``આ મૅડમ કોણ છે?’’ સજ્જનભાઈએ તેમની સેક્રેટરીની ઓળખાણ કરાવી. સજ્જનભાઈએ ડરતાં-ડરતાં તેમને અમુક રકમની આૅફર કરી. ઇન્કમ ટૅGસ આૅફિસર તો ભડકી જ ગયા. તેમણે સજ્જનભાઈને કહ્યું, ``તમે ભીંત ભૂલ્યા છો. હું ધર્મચુસ્ત અને પ્રામાણિક માણસ છું.’’ એટલામાં સજ્જભાઈની નજર ઇન્કમ ટૅGસ આૅફિસરની આંગળી પર પડી. તે આૅફિસરે જેવી વીંટી પહેરી હતી અtલ એવી જ વીંટી સજ્જનભાઈની આંગળીમાં હતી. સજ્જનભાઈની આંખોમાં ચમક આવી ગઈ. તેમના અને ઇન્કમ ટૅGસ આૅફિસરના ગુરુ એક જ હતા. સજ્જનભાઈએ ગુરુની તસવીરવાળી વીંટી આૅફિસરને બતાવી અને થોડી મિનિટોમાં તો તે બન્નેએ મોબાઇલ ફોન પર ગુરુજી સાથે વાતો કરી લીધી.

ઇન્કમ ટૅGસ આૅફિસરનો કરડો ચહેરો જાણે જાદુઈ રીતે બદલાઈ ગયો. તેમણે સજ્જનભાઈની પૈસાની આૅફર `કરેGશન’ કરીને સ્વીકારી લીધી. તેમણે સજ્જનભાઈને કહ્યું, ``હું તો હરામનો એક પણ પૈસો લેતો નથી, પણ મારી પત્ની એક ચૅરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે એમાં તમે મદદ કરો.’’ એ રકમ પણ તેમણે સજ્જનભાઈને કહી દીધી અને સજ્જનભાઈએ હાંશે હાંશે એ રકમ પહાંચાડી દેવાની ખાતરી આપી. સામે આૅફિસરે તેમને બધું સેટલ કરી દેવાનું વચન આપ્યું.

સજ્જનભાઈ આૅફિસરથી છૂટા પડી રહ્યા હતા ત્યારે આૅફિસરે તેમને બે મિનિટ માટે રોGયા. તેમણે સજ્જનભાઈની સેક્રેટરીને બહાર રાહ જાવાનું કહ્યું. સેક્રેટરી બહાર ગઈ એટલે આૅફિસર સજ્જનભાઈ તરફ સહેજ ઝૂGયા અને તેમણે સજ્જનભાઈને કહ્યું, ``તમારી સેક્રેટરી બ્યુટિફÙલ છે.’’ સજ્જનભાઈ બહુ શાર્પ માણસ. એક જ ક્ષણમાં સમજી ગયા. ``Gયાં મોકલાવું સાહેબ?’’ તેમણે તરત જ આૅફિસરને પૂછી લીધું

એ પછી ચોથી મિનિટે સજ્જનભાઈ કારમાં સેક્રેટરીને સૂચના આપી રહ્યા હતા, ``આજે રાત માટે `રાક સ્ટાર’ ફાઇવસ્ટાર હાટેલમાં એક સ્વીટ બુક કરાવવાનો છે.’’

``કોઈ `સેલિબ્ર્ોશન’ માટે જવાનું છે?’’ સેક્રેટરીએ આંખો નચાવતાં પૂછ્યું.

``તું બુકિંગ તો કરાવ,’’ સજ્જનભાઈ સહેજ અકળાઈને બોલ્યા. સેક્રેટરીએ સ્વીટ બુક તો કરાવી લીધો. એ પછી સજ્જનભાઈએ તેને થોડા ખચકાટ સાથે કહ્યું, ``તારે `રાક સ્ટાર’માં પેલા આૅફિસરને કંપની આપવા જવાનું છે.’’

સેક્રેટરીના માથા પર જાણે વીજળી ત્રાટકી. તે એવા ભ્રમમાં હતી કે સજ્જનભાઈ તેને ખરેખર પ્રેમ કરે છે. તેણે સજ્જનભાઈને કહ્યું, ``ટેલ મી ધૅટ યુ આર જાકિંગ.’’

સજ્જનભાઈએ તેની વિરુદ્ધ દિશામાં જાતાં કહ્યું, ``નો, આય’મ નાટ જાકિંગ.’’

સેક્રેટરી બગડી. બન્ને વચ્ચે ઉગ્ર દલીલો થઈ. સજ્જનભાઈએ દલીલો પર પૂર્ણવિરામ લાવતાં કહ્યું, ``ઓ.કે. તું મારું ટેન્શન હળવું કરવા ન માગતી હો તો હું પણ હવે તારા કોઈ ટેન્શનમાં ભાગીદાર નથી.’’

સેક્રેટરીને બીમાર બાપ યાદ આવ્યો. તેણે મન મનાવી લીધું. તેને એકસાથે બે આઘાત લાગ્યા. એક તો આટલો પૈસાવાળો માણસ તેના પ્રેમમાં પાગલ છે એવી તેની ભ્રમણા તૂટી ગઈ હતી અને બીજા આઘાત એ હતો કે પ્રેમનું નાટક કરનારો જ માણસ તેને બીજા પુરુષ પાસે ધકેલી રહ્યો હતો.

સેક્રેટરીએ એ રાતે ઇન્કમ ટૅGસ આૅફિસરને ફાઇવસ્ટાર હોટેલમાં `કંપની’ આપી, પણ બીજા દિવસે તે આૅફિસમાં ન આવી. તેણે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

સજ્જનભાઈને સેક્રેટરીના સુસાઇડ વિશે ખબર પડી ત્યારે તેઓ અસ્વસ્થ થઈ ગયા. ઇન્કમ ટૅGસ આૅફિસર પણ થોડા અપસેટ થઈ ગયા. તેમણે સજ્જનભાઈને કહ્યું, ``તેની પાસેથી સુસાઇડ નોટ કે કંઈ મળી આવ્યું નથીને?’’

રૂપાળી સેક્રેટરીએ મરતાં અગાઉ ખરેખર સુસાઇડ નોટ લખી હતી અને તેણે પોતાની આત્મહત્યા માટે સજ્જનભાઈ અને ઇન્કમ ટૅGસ આૅફિસરને જવાબદાર ગણાવ્યા હતા. સજ્જનભાઈના એ સેક્રેટરીના કુટુંબ પર બહુ ઉપકાર હતા અને સેક્રેટરીની માતા અને ભાઈ-બહેન પણ બહુ `ધાર્મિક’ હતાં. તેમણે સજ્જનભાઈની સામે આંગળી નહીં ચીંધવાનું નક્કી કર્યું અને સજ્જનભાઈએ તેમને પાંચ લાખ રૂપિયા આપીને પોતાની `ફરજ’ બજાવી.

આ અણધારી મુશ્કેલીમાંથી બચાવી લેવા માટે સજ્જનભાઈએ ઉપરવાળાનો પાડ માન્યો. સેક્રેટરીએ આત્મહત્યા કરી એ પછી બીજા જ દિવસે સજ્જનભાઈ ઉપરવાળાને મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા કે ``હે ભગવાન, એ સેક્રેટરીના જીવને શાંતિ આપજા અને મારી નાનકડી ભૂલ માટે મને માફ કરી દેજા.’’

સજ્જનભાઈ આમ પાછા બહુ ધાર્મિક માણસ એટલે આવી મુશ્કેલીમાંથી પોતાને ઉગારી લેવા માટે મોટા મંદિરની દાનપેટીમાં લાખ રૂપિયાનું બંડલ નાખતા આવ્યા.

અને થોડા દિવસ પછી વળી તેમણે ઉપરવાળાનો ઉપકાર માન્યો. તેમની `સદ્ગત’ સેક્રેટરી કમ પ્રેમિકાની રૂપાળી નાની બહેન તેમની નવી સેક્રેટરી બની ગઈ અને એક જ અઠવાડિયામાં તેમની `પ્રેમિકા’ પણ બની ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED