Ek Teenageni Diary Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Teenageni Diary

એક ટીનેજરની ડાયરી

૧૮ ઓકટોબર, ૨૦૧૪

આજે હું બહુ ખુશ છું. હવે હું મારા નિર્ણયો જાતે લઈ શકીશ. આજે મને અઢાર વર્ષ પૂરાં થયાં એની ખુશીમાં મમ્મી-ડૅડીએ ૧૮ ભેટ આપી. આઇ અૅમ ધ હૅપીએસ્ટ ગર્લ આૅન ધ અર્થ. ડૅડી મને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ આખી દુનિયામાં કોઈ મમ્મી-પપ્પા એમના સંતાનને નહીં કરતાં હોય. મમ્મી હજી Gયારેક વઢી લે; પણ ડૅડી, વઢવાની તો વાત દૂર રહી, તેઓ મને Gયારેય ઊંચા અવાજે પણ કશું ન કહે. હું સમજણી થઈ ત્યારથી અમારો એક નિયમ છે. ડૅડી આૅફિસે જવા નીકળતા હોય કે હું સ્કૂલ કે કાલેજ જવા નીકળતી હોઉં ત્યારે અમે પ્રેમથી હગ કરીએ. હું ડૅડીના બન્ને ગાલ પર, તેમના કપાળ પર, તેમના નાક પર અને બન્ને આંખ પર કિસ કરું અને ડૅડી પણ મને એ જ રીતે બન્ને ગાલ પર, નાક પર, બન્ને આંખ પર અને કપાળ પર કિસ કરે. હું ડૅડીને વળગીને થોડી વાર ઊભી રહું. ઘણી વાર મમ્મી કહે કે આખી દુનિયામાં તમારાં જેવાં બાપ-દીકરી નહીં હોય. મમ્મી પણ મને ઘણી વાર વહાલ કરે અને હું મમ્મીને ઘણી વાર ઉમળકાથી વળગી પડું, પણ ડૅડીને તો દરરોજ વળગીને ખૂબ બધી વહાલી કરવાની. ડૅડી મને અવારનવાર કોઈ ને કોઈ સરપ્રાઇઝ આપે, પણ આજે તો ડૅડીએ કમાલ કરી દીધી. મને ખબર છે કે આજે મારા અઢારમા બર્થ-ડે પર જે અઢાર ભેટ મળી એમાંથી મમ્મીએ કેટલી પસંદ કરી હશે અને ડૅડીએ કેટલી પસંદ કરી હશે. મમ્મી હજી પૈસાનું વિચારી લે, પણ ડૅડી Gયારેય પૈસા વિશે ન વિચારે. ડૅડી કહે, `શ્રેયા, તારા જન્મ પછી મારો બિઝનેસ બહુ ફેલાયો અને આપણે લાખોપતિમાંથી કરોડપતિ બન્યા. આ બધું તારા માટે જ તો છે.’

મારે Gયારેય ડૅડી પાસે કશું માગવું નથી પડ્યું. આજે પણ અઢાર ભેટમાં મને સૌથી વધુ ગમતી બે વસ્તુઓ મળી છે. ડૅડીએ મને િસ્વફ્ટ કાર અને આઇફોન સિGસ પ્લસ ગિફ્ટ કર્યાં છે એટલે આજે હું સાતમા આસમાનમાં છું. મમ્મીએ પસંદ કરેલી ભેટમાં મને ગમતી જ્વેલરી છે અને મને ગમતો ડ્રેસ પણ છે.

સો હૅપી.

લવ યુ ડૅડ,

લવ યુ મામ!

મ્મ્મુઆઆહ!

઼઼઼

૩૧ ડિસેમ્બર, ૨૦૧૪

આજે Gલોઝ ફ્રેન્ડ્સ સાથે ૨૦૧૪ના વર્ષને ગુડબાય કરવા માટે અને ૨૦૧૫ના વર્ષને વેલકમ કરવા માટે સલોનીના ફાર્મહાઉસમાં ધમાલ પાર્ટી કરવાના છીએ. સો એGસાઇટેડ!

઼઼઼

૧ જાન્યુઆરી, ૨૦૧૫

ગઈ રાતે સલોની, રાજવી, પ્રિયંકા, અમન, વરુણ, સાગર અને જિગર સાથે બહુ મસ્તી કરી; પણ જિગરના દોસ્ત રાહુલે મારો મૂડ ખરાબ કરી નાખ્યો. રાહુલ મને બિલકુલ ગમતો નથી. એ સલોનીના ફાર્મહાઉસની પાર્ટીમાં આવવાનો છે એવી ખબર હોત તો હું પાર્ટીમાં જ ન ગઈ હોત. તેણે હાથ પર એવડું મોટું ટૅટૂ ચીતરાવ્યું છે અને ઉપરથી તે કાનમાં મોટી કડી પહેરે છે. મને તો આૅલવેઝ તે ગે જ લાગે છે. તેણે રાતના બાર વાગ્યે શરાબના નશામાં મને જકડી લીધી અને મારો શ્વાસ રૂંધાઈ ગયો એ રીતે મારા હોઠ પર લાંબું ચુંબન કરી લીધું. મેં છૂટવાની કોશિશ કરી, પણ તેની હાઇટ અને તેની મજબૂત બાડીને કારણે તેણે મને છોડી નહીં ત્યાં સુધી હું છૂટી શકી નહીં. હું અપસેટ થઈ ગઈ.

ડૅડીએ આજે મને પૂછ્યું કે `તું કેમ ડાઉન લાગે છે?’

મારે ડૅડી પાસે પહેલી વાર જ જૂઠું બોલવું પડ્યું કે `ના-ના, એવું કંઈ નથી ડૅડી. આ તો રાતનો ઉજાગરો છે ને એટલે...’

઼઼઼

૫ જાન્યુઆરી, ૨૦૧૫

ડૅડીને રાહુલ વિશે કહેવું કે ન કહેવું એ વિશે બહુ વિચાર્યા પછી મેં ફાઇનલી ડૅડીને કહી જ દીધું કે રાહુલે થર્ટીફર્સ્ટ નાઇટની પાર્ટીમાં મારી સાથે બદતમીઝી કરી હતી.

ડૅડી મને રાહુલના ઘરે લઈ ગયા.

તેમણે રાહુલનાં મામ-ડૅડને ઘણું સંભળાવ્યું. ત્યાં સુધી કહી દીધું કે `મારો આવો નપાવટ દીકરો હોય તો હું તેને ઘરની બહાર ફંગોળી દઉં. તમારે કારણે હું પોલીસમાં જતો નથી, પણ જા રાહુલ મારી દીકરીની આજુબાજુ પણ ફરGયો તો હું તેને અંદર કરાવી દઈશ.’

઼઼઼

૬ જાન્યુઆરી, ૨૦૧૫

રાહુલે કાલેજમાં મારી સાથે વાત કરીને માફી માગવાની કોશિશ કરી, પણ મેં તેને બિલકુલ ભાવ ન આપ્યો. આઇ જસ્ટ હેટ હિમ.

઼઼઼

૭ જાન્યુઆરી, ૨૦૧૫

સલોની, જિગર, પ્રિયંકા, વરુણ, સાગર, રાજવી, અમન અને બીજા ફ્રેન્ડ્સે મને સમજાવવાની કોશિશ કરી કે `રાહુલ ઇઝ નાટ અ બૅડ ગાય. એ તો થર્ટીફર્સ્ટની રાતે તેણે શરાબના નશામાં તને કિસ કરી લીધી હતી. તેને બહુ પસ્તાવો થાય છે. હી રિયલી લવ્ઝ યુ. તેને માફ કરી દે, પ્લીઝ.’

મેં કહ્યું, `આઇ જસ્ટ સિમ્પ્લી હેટ હિમ. માફી? નો વેઝ!’

઼઼઼

૧૦ જાન્યુઆરી, ૨૦૧૫

રાહુલની મમ્મીનો કાલ આવ્યો.

તેણે કહ્યું કે `બેટા, રાહુલ બે દિવસથી કંઈ ખાતો-પીતો નથી. તે કહે છે કે જ્યાં સુધી શ્રેયા મને માફ નહીં કરે ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં. તું તેને એક વાર કહી દે કે તેં તેને માફ કરી દીધો છે, પ્લીઝ.’

મારે તેમને કહેવું પડ્યું કે `સારું આન્ટી, તેને કહી દો કે મેં તેને માફ કરી દીધો છે.’

આન્ટીએ કહ્યું કે `તું એક વાર તેની સાથે વાત કરી લઈશ તો જ તે ખાશે.’

મેં કહ્યું, `સારી આન્ટી, હું રાહુલની સાથે વાત નહીં કરું, પણ તમે તેને કહી દો કે મેં તેને માફ કરી દીધો છે. આથી વધુ હું કંઈ નહીં કરી શકું.’

઼઼઼

૧૧ જાન્યુઆરી, ૨૦૧૫

આજે જિગરે કહ્યું કે `તું રાહુલને માફ ન કરવાની હોય તો અમે પણ તેની સાથે દોસ્તી નહીં રાખીએ.’

મેં કહ્યું કે `એ તારો અને બીજા ફ્રેન્ડ્સનો ફ્રેન્ડ રહે એની સામે મને વાંધો નથી, પણ હું તેની સાથે હવે Gયાંય આવીશ નહીં.’

઼઼઼

૧૨ જાન્યુઆરી, ૨૦૧૫

રાહુલ આજે Gલીનશેવ્ડ ચહેરા સાથે, કાનમાં કડી વિના અને તેના પેલા ટૅટૂ વિના કાલેજ આવ્યો. તે થોડો વીક લાગતો હતો. તેની મમ્મી કહેતી હતી એમ કદાચ તે ખાતો નહીં હોય એટલે વીકનેસ આવી ગઈ હશે.

હું કૅન્ટીનમાં બેઠી હતી ત્યાં તે આવ્યો. મેં તેને જાઈને ચહેરો બીજી બાજુ ફેરવી લીધો, પણ તેણે મને કહ્યું, `શ્રેયા, તું મને માફ કરી દે એવું કહેવા હું નથી આવ્યો. જસ્ટ ગુડ બાય કહેવા આવ્યો છું. તારી નફરતના બોજ સાથે હું જીવી નહીં શકું.’

મને માત્ર તેના શબ્દો સંભળાતા હતા. મારે તેનો ચહેરો નહોતો જાવો, પણ અચાનક બીજા સ્ટુડન્ટ્સની બૂમો સાંભળીને મારે તેના તરફ ફરવું પડ્યું.

ઓહ માય ગાડ! તેના જમણા હાથમાંથી લોહી નીતરી રહ્યું હતું! તેણે બ્લેડથી પોતાના હાથ પર કાપા મારી દીધા હતા. અચાનક તે લથડિયું ખાઈને પડી ગયો. પડતાં-પડતાં એટલું જ કહ્યું, `અલવિદા શ્રેયા, આઇ લવ યુ.’

઼઼઼

૧૫ જાન્યુઆરી, ૨૦૧૫

રાહુલને હવે સારું છે. થૅન્ક ગાડ, તે બચી ગયો. નહીં તો હું મારી જાતને Gયારેય માફ કરી શકત નહીં. ફાર્ચ્યુનેટ્લી તેણે પોતાના કાંડા પર આડા નહીં, ઊભા કાપા માર્યા હતા એટલે તેની નસને ઈજા નહોતી થઈ. ડાGટરે કહ્યું કે જા તેણે આડો કાપો માયાર્ે હોત તો તેની નસ કપાઈ ગઈ હોત અને તેને બચાવી શકાયો ન હોત. ડાGટરે કહ્યું કે તેની શારીરિક ઈજા કરતાં તેને કોઈ માનસિક આઘાત લાગ્યો છે એટલે તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે સારવાર અપાવવી પડશે. તેના હાથનો ઘા તો ઝડપથી રુઝાઈ જશે, પણ તે માનસિક રીતે ફિટ નહીં થાય તો તે ફરી વાર આત્મહત્યાની કોશિશ કરશે.

઼઼઼

૨૧ જાન્યુઆરી, ૨૦૧૫

રાહુલ હવે એકદમ ફાઇન છે. તેની મમ્મીના કહેવાથી હું રાહુલ સાથે ત્રણ વાર સાઇકિયાટ્રિસ્ટ પાસે જઈ આવી. રાહુલની મમ્મીએ હાિસ્પટલમાં મારી સામે હાથ જાડીને કહ્યું હતું કે `શ્રેયા, રાહુલ મારો એકનો એક દીકરો છે. તું તેને હૃદયથી માફ કરી દે. નહીં તો તે જીવી નહીં શકે.’

મેં તેમના હાથ પકડીને કહ્યું હતું, `આન્ટી, તમે હાથ જાડીને વાત ન કરો, પ્લીઝ. મેં આૅલરેડી તેને માફ કરી દીધો છે. ઇનફેGટ આઇ અૅમ ફીલિંગ બૅડ કે હું વધુ પડતી હાર્શ બની એટલે આટલું બધું થઈ ગયું.’

આજે સાઇકિયાટ્રિસ્ટને મળીને પાછા ફરતી વખતે રાહુલ અને હું `કૅફે કાફી ડે’માં ગયાં. રાહુલે અચાનક મારો હાથ પકડીને કહ્યું, `આઇ લવ યુ શ્રેયા. પ્લીઝ, મને માફ કરી દે, નહીં તો હું જીવી નહીં શકું.’

અને તે નાના બાળકની જેમ રડવા માંડ્યો. મેં તેને શાંત પાડવા માટે બહુ કોશિશ કરી. છેવટે મારે તેને કહેવું પડ્યું કે `આઇ લવ યુ ટુ!’

રાહુલથી છૂટા પડ્યા પછી મને અહેસાસ થયો કે હું ખરેખર રાહુલને પ્રેમ કરવા માંડી છું! રાતે મારા બેડરૂમનો દરવાજા બંધ કરીને મેં રાહુલ સાથે સેલફોન પર બહુ વાત કરી. સવાર Gયારે પડી ગઈ એની ખબર જ ન પડી.

઼઼઼

૨૫ જાન્યુઆરી, ૨૦૧૫

ડિનર ટેબલ પર મમ્મીએ મને ટોકી કે `કેમ, આજે બેડરૂમનો દરવાજા બંધ કરીને સૂતી હતી? તને તો દરવાજા ખુલ્લો રાખીને જ સૂવાની આદત છે. હમણાં-હમણાં તું બેડરૂમનો દરવાજા બંધ કરવા માંડી છે!’

મમ્મી આજકાલ બહુ પકાઉ થતી જાય છે. હું બેડરૂમનો દરવાજા ખુલ્લો રાખીને ઊંઘી જાઉં કે બંધ રાખીને ઊંઘી જાઉં, તેને શું ફરક પડે છે?

જાકે ડૅડીએ મમ્મીને કહ્યું, `અરે! તને પણ શું કચકચ સૂઝે છે?’

થૅન્ક યુ ડૅડી. મને ડૅડીથી Gયારેય ડર નથી લાગતો, મમ્મીથી થોડુંક ડરવું પડે છે અને એ પાછી ડિટેિGટવ જેવી છે!

઼઼઼

૩૧ જાન્યુઆરી, ૨૦૧૫

આજે રાહુલનાં મામ-ડૅડ અમેરિકા જવા નીકળ્યાં. રાહુલે કહ્યું, `આજે રાતે તું મારા ઘરે રોકાવા આવી જા!’

રાહુલના ઘરે રોકાવા જવાના વિચારથી જ હું તો ડરી ગઈ. મમ્મીને કહું તો એ મને મારી જ નાખે. પણ રાહુલે કહ્યું કે `તું મને સાચો પ્રેમ કરતી હોઈશ તો કોઈ પણ રીતે મારા ઘરે આવીશ. તું નહીં આવે તો હું માની લઈશ કે તું મને સાચો પ્રેમ નથી કરતી!’

ઓહ ગાડ! શું કરું? કંઈ સમજાતું નથી.

઼઼઼

૧ ફેબ્રુઆરી, ૨૦૧૫

આજે આખું શરીર દુઃખે છે. ગઈ રાતે ફાઇનલી મમ્મી-ડૅડી સામે જૂઠું બોલીને રાહુલના ઘરે રોકાઈ હતી. મમ્મી અને ડૅડીને કહેવું પડ્યું કે `હું રાતે સલોનીના ઘરે રોકાવા જવાની છું.’ મમ્મીની આંખોમાં શંકા વંચાતી હતી, પણ ડૅડીએ કહ્યું, `નો પ્રાબ્લેમ.’ ડૅડી જેટલા સમજદાર ફાધર હોય તો સંતાનોએ Gયારેય જુઠ્ઠું ન બોલવું પડે. આ તો મમ્મીની કચકચને કારણે જ જુઠ્ઠું બોલવું પડે છે. બાકી ડૅડી ઇઝ લાઇક માય બેસ્ટ ફ્રેન્ડ! ડૅડી સાથે એક વાર એકલા બેસીને કહીશ કે `ડૅડ, આઇ અૅમ ઇન લવ!’ મમ્મીને તો ડૅડી મનાવી જ લેશે. મમ્મીને થર્ટીફર્સ્ટ પછી રાહુલ માટે અણગમો થઈ ગયો છે. રાહુલ હવે બિલકુલ બદલાઈ ગયો છે એની તેને ખબર નથી.

મમ્મીની કચકચ વિશે લખવામાં ગઈ રાતની વાત થોડી વાર માટે ભુલાઈ ગઈ. ઓહ ગાડ! મને હજી માન્યામાં નથી આવતું કે આઇ અૅમ નાટ અ વર્જિન ગર્લ નાઉ! રાહુલ અને મેં બન્નેએ ગઈ રાતે વર્જિનિટી ગુમાવી દીધી. શરૂઆતમાં તો મને શરમ, અૅન્ગ્ઝાયટી અને ગુનાની લાગણી થઈ. વેન રાહુલ એન્ટર્ડ આઇ ફેલ્ટ પેઇન આૅલ્સો. બટ પછી મને લાગ્યું કે આઇ અૅમ ઇન હેવન. આટલી ખૂબસૂરત ચીજને માટે બધા કેમ નાકનાં ટીચકાં ચડાવતા હશે? મને આૅલવેઝ જેનાથી ડર લાગતો હતો એ ડર રાહુલે કાઢી નાખ્યો. સેGસ્યુઅલ પ્લેઝરથી બેસ્ટ કશું જ આ દુનિયામાં ન હોઈ શકે. જાકે સેકન્ડ અને થર્ડ ટાઇમ રાહુલ જંગલીની જેમ વત્યાર્ે. બટ Gયારેક પેઇનની પણ મજા આવી શકે એનો અહેસાસ મને ગઈ રાતે થયો. રાહુલે તો આજે પણ તેના ઘરે રોકાવા માટે કહ્યું, પણ આજે કોઈ બહાનું કાઢી શકાય એમ નથી. અૅGચ્યુઅલી વેસ્ટર્ન કન્ટ્રીઝ જેવી ફ્રી સોસાયટીમાં જ જન્મવું જાઈએ. તો આવી બધી ઝંઝટ જ ન રહે.

઼઼઼

૨ ફેબ્રુઆરી, ૨૦૧૫

આજે કોઈ પણ હિસાબે રાહુલને ત્યાં રાતે જવું પડશે. તે કોઈ વાતે માનવા તૈયાર નથી. તેણે મને વાટ્સઅૅપ પર એક વિડિયો-િGલપ મોકલી. ઓહ ગાડ! તેણે એ વિડિયો-િGલપ Gયારે ઉતારી લીધી એની પણ મને ખબર ન પડી! તે હવે કહે છે કે જા તું રાતે મારા ઘરે રોકાવા નહીં આવે તો તારા ડૅડીને આ વિડિયો-િGલપ મોકલાવી દઈશ!

મને તેના પર ગુસ્સો આવ્યો. `તું કેમ સમજતો નથી કે હું ફરી વાર રોકાવા આવીશ તો મારી મમ્મીને ડાઉટ જશે અને તું એમ કહે છે કે મારા ડૅડીને વિડિયો-િGલપ મોકલી આપીશ? એક તો તેં મને ચીટ કરીને આપણી સેGસ્યુઅલ મોમેન્ટ્સ શૂટ કરી લીધી એ માટે પણ હું બહુ જ નારાજ છું.’

રાહુલે તરત જ `સારી’ કહ્યું અને પછી મને આજીજી કરવા લાગ્યો કે `જાન, તું સમજતી નથી કે તારા વિના એક પણ સેકન્ડ કાઢવાનું મુશ્કેલ છે. આઇ લવ યુ, જાન.’

મેં તેને કહ્યું કે `આઇ લવ યુ ટુ, જાન. હું પણ તારા વિના રહી શકતી નથી. તારાં મામ-ડૅડ અમેરિકાથી પાછાં આવી જાય એટલે તેમને કહીને મારાં મમ્મી-ડૅડી સાથે આપણાં લગ્નની વાત નક્કી કરી લઈએ. પછી દરેક રાત આપણે એકબીજાની બાંહોમાં ગુજારીશું.’

઼઼઼

૩ ફેબ્રુઆરી, ૨૦૧૫

ગઈ રાત મારી લાઇફની સૌથી ખરાબ રાત હતી. ફરી વાર સલોનીના ઘરે રોકાવાનું બહાનું કરીને હું રાહુલના ઘરે રાત રોકાઈ. રાહુલ અને હું તેના બેડરૂમમાં ગયાં. રાહુલે મારાં કપડાં ઉતાર્યાં, પણ પોતાનાં કપડાં ન ઉતાર્યાં. તેણે કહ્યું કે `હું એક મિનિટમાં આવું છું.’

હું તેના બેડ પર ચાદર ઓઢીને પડી હતી. તો એ જબરદસ્તીથી ચાદર ખેંચી ગયો. કહેતો ગયો કે `હવે મારાથી શું છુપાવવાનું છે જાન?’

તે પાછો આવ્યો ત્યારે તેની સાથે પાંચ-છ દોસ્ત હતા. કેટલા હતા એ હું ગણી ન શકી, કારણ કે આઘાત અને વેદનાથી હું અર્ધબેભાન બની ગઈ હતી. મારી બ્ર્ોસ્ટ પર અને મારા શરીરના બીજા ભાગો પર બધાએ બેફામ બનીને બચકાં ભર્યાં. મેં શરૂઆતમાં વિરોધ કયાર્ે. હું બહુ રડી. મેં રાહુલને કહ્યું કે `ગાડ વિલ નાટ ફરગિવ યુ.’ મેં રાહુલને અને તેના દોસ્તોને ધમકી આપી કે `હું તમારા બધા સામે રેપની ફરિયાદ કરીશ.’ છેવટે મેં પેઇનને કારણે ચીસો પાડી, પણ રાહુલે તેના બેડરૂમના ટીવી-સ્ક્રીન પર તેણે શૂટ કરેલું ફૂટેજ બધાની સામે ચલાવ્યું અને કહ્યું કે `કાલે આખું શહેર આ વિડિયો જાશે. ચાઇઝ ઇઝ યાર્સ. મિસ, સારી, હવે મિસ તો Gયાં રહી છે તું, શ્રેયા પરીખ?’

આખી રાત રાહુલના બેડરૂમમાં પીંખાયા પછી હું સવારે ઘરે પહાંચી ત્યારે સલોની મારા ઘરે હતી. ડૅડીએ મને જીવનમાં પહેલી વાર તમાચો મારી દીધો. મારી મમ્મીએ સલોનીને કાલ કયાર્ હશે એટલે મમ્મી-ડૅડીને ખબર પડી ગઈ કે હું રાતે સલોનીના ઘરે નહોતી.

હું, શ્રેયા પરીખ, મનથી મરી ચૂકી છું. હવે શરીરથી જીવવાનો કોઈ અર્થ નથી. આઇ લવ યુ મમ્મી, આઇ લવ યુ ડૅડ. મને માફ કરી દેજા, પ્લીઝ. મેં તમારો વિશ્વાસ તોડ્યો છે. પણ રાહુલને અને તેના દોસ્તોને સજા અપાવજા.

ગુડ બાય મામ.

ગુડ બાય ડૅડ.