કંકોત્રી kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંકોત્રી

પ્રમિલા ડાઈનિંગ ટેબલ પર બેઠા બેઠા શાકભાજી સુધારી રહિ હતી. તેવામા ડોર બેલ ની ઘંટડી વાગી,પ્રમિલા ઊભી થઈ દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલ્યો તો સામે પોસ્ટમેન હતો. દરવાજો ખૂલતા તે બોલ્યો, કિશન આત્મારામ પરમાર? હા. પ્રમિલા એ જવાબ આપ્યો. લ્યો આ. કહિ પોસ્ટમેને એક પરબિડીયું આપ્યું. અને તે જતો રહ્યો.

પ્રમિલા દરવાજો બંધ કરી પાછી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાણી અને પરબિડીયું તોડી અંદર શું છે તે જોવા લાગી, તો અંદર થી એક કંકોત્રી નિકળી. કંકોત્રી ખોલી અંદર જોયું તો તેમાંથી એક ચિઠ્ઠી નિકળી. કંકોત્રી એક બાજું મૂકી પત્ર વાંચવા લાગી.

ડિયર પ્રમિલા...

આશા રાખુ છું કે તું તારા લગ્ન જીવન માં સુખી હોઈશ. સમય અને સંજોગો એ આપણ ને જુદા કર્યા. નહિતર આપણે જુદા થવા ક્યા ભેગા થયા હતા. તેતો સંજોગો વસાત લગ્ન કરી તારી લાઈફ સેટ કરી લીધી છે, હવે મારો વારો આવ્યો છે. મે પણ દિલ પર પત્થર રાખી મમ્મી પપ્પા એ ગોતેલી છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પત્ર ની સાથે જે કંકોત્રી છે તે મારા જ લગ્ની છે. જો તે મને ભૂતકાળ મા સાચો પ્રેમ કર્યો હોય, મારા તરફ થી તને સાચો પ્રેમ મળ્યો હોય તો મારા લગ્ન માં મને શુભેક્શા આપવા જરૂર આવજે. હું જાન લઈ ને તારા જ શહેર મા આવવાનો છું, પણ તારે ડાઈરેક માંડવે નહિ પણ મારા ઘરે આવવાનું છે અને મારી સાથે વરરાજા ની ગાડી માં બેસી ને લાડી લેવા જવાનું છે, ઓકે. જો તુ નહિ આવે તો હું માનીશ કે આપણા પ્રેમ માં કંઈક બાકી રહિ ગયું હતું. લિખિતન તારો પ્યાર....પિયુષ.

પ્રમિલા એ પત્ર એક બાજું મૂક્યો અને કંકોત્રી વાંચવા લાગી, જેમા તેણે પિયુષ સંગ ચાંદની અને લગ્ન સ્થળ માત્ર બેજ વાંચ્યું અને વાંચતા વાંચતા ભૂતકાળ માં વહિ ગઈ. અને યાદ કરવા લાગી......

આમ તો બંને નું ગામ એક હતું. પણ એક ગામ ના આ છેડે રહેતો હતો અને એક પેલા છેડે રહેતી હતી. ગામ સમસ્ત જન્માષ્ટમી નો તહેવાર ઉજવાતો અને ગામ ના ખેલૈયા ઓ રાસ રમતા. જેમા પ્રમિલા અને પિયુષ પણ મન મૂકિ ને રમતા હતા. બસ આવા જ એક રાસ માં બંને ની નજરો મળી અને હૈયા હિલોળે ચડ્યા. 'રાત ના એ રાસ મા, આઠમ ની અંધારી રાત મા' કોને ખબર કોણ શુ કરે!!! અાવી તક નો લાભ લઈ બંને એકાંત માં મળ્યા અને એક બીજા નાં મન ની વાત કરી. પછી ફરી મળીશું એવા વાયદા સાથે બંને છૂટા પડ્યા અને પાછા રાસ ની રમઝટ મા જોડાઈ ગયા.

તો આ હતી પિયુષ અને પ્રમિલા ની પહેલી મુલાકાત. પછી તો બંને અવાર નવાર મળવા લાગ્યા અને એક બીજા ને ગમવા લાગ્યા. જેમ જેમ મળતા ગયા તેમ તેમ વધુ નજીક આવતા ગયા. એક બીજા ના ખોળા મા માથું નાખી કલાકો સુધી વાતો કરતા. વાતો માં ને વાતો મા ઉત્તેજીત થઈ ક્યારેક ક્યારેક પ્રેમ રસ નો પણ સ્વાદ માણી લેતા. બંને જુવાની ના દિવસો ખુશ ખુશાલ થઈ ને જીવી રહ્યા હતા. બંને ની ખુશી ને પરિવારે સુખ સાયબી નું નામ આપ્યું. મતલબ બંને ના પ્રેમ ની કોઈ ને ગંધ સુધા ન્હોતી.

મિત્રો ગણો કે પ્રેમી બંને એક ના એક હતા. ગમે ત્યા મળતા બંને બિંદાસ

મળતા. ના તો કોઈ ને સાથે લઈ જાતા કે નાતો કોઈ ને કહિ ને જાતા. એક દિવસ પ્રમિલા બપોર ના સમયે કુદરતી હાજતે જવાના બહાને ગામ બહાર રહેલા બાવળ ના જુંડ માં પિયુસ ને મળવા ગઈ. બંને આઠ દસ દિવસ થી મળ્યા ન્હોતા એટલે એક બીજા ને ગળે વળગ્યા અને ચુંબન નો વરસાદ વરસાવવા લાગ્યા. પછી વાસના નાં પૂર મા કપડાં કાઢી ન્હાવા લાગ્યા. આજુ બાજું કોઈ છે કે નહિ, પોતે ક્યા અને કંઈ હાલત માં છે તે બધું ભૂલી બંને માત્ર પ્રેમ કરી રહ્યા હતા.

પણ તેવો જાણતા ન્હોતા કે આવા બ્લ્યુ ફિલ્મ નાં દ્રશ્ય ને બાવળ નાં થડ પાસે સૂપાઈ ને એક શખ્સ જોઈ રહ્યો હતો. તે શખ્સ બીજું કોઈ નહિ પણ કુદરતી હાજતે આવેલો પ્રમિલા નો મોટો ભાઈ હતો. જે માત્ર અભિનેતા ઓ ના ચહેરા જોઈ ત્યાથી પલાયન થઈ ગયો અને સિધા ઘરે જઈ તેણે જે પણ જોયું તેની વાત પોતાની પત્ની ને કરી. પત્ની એ તેની સાસું ને અને સાસું એ તેના પતિ એટલે કે પ્રમિલા ના પિતા ને કરી. પ્રમિલા ના આબરૂદાર પિતા ને ખાત્રી થઈ ગઈ કે દિકરી યુવાની નો ઉંબરો ઓળંગી ગઈ છે. માટે કોઈ પણ જાત નો ફફેરો કર્યા વગર તાત્કાલિક દિકરી ના હાથ પીળા કરવાનો નિર્ણય તેમણે લીધો.

થોડા જ દિવસો માં પ્રમિલા કંઈ સમજે કે કંઈ કહે તે પહેલા જ તેના લગ્ન કિશન આત્મારામ પરમાર નામ ના શહેરી છોકરા સાથે કરી તેને સાસરે વળાવી દિધી. છેલ્લા દોઢ વરસ થી પ્રમિલા એ નાતો પિયુષ નું મોઢું જોયું હતું કે નાતો તેની સાથે વાત કરી હતી. તેવામા આજ પ્રેમી ની લગ્ન કંકોત્રી હાથ મા આવતા ઉદાસ થઈ ગઈ હતી પણ પરિસ્થિતી નું ભાન થતા ચહેરા પર થી ઉદાસી દૂર કરી પત્ર કંકોત્રી મા મૂકી ને ઊભી થઈ કંકોત્રી પતિ ના હાથ મા ના આવે તેમ સેફ જગ્યા એ મૂકી દિધી અને ઘર કામ મા લાગી ગઈ.

સાંજે કિશન ઓફિસે થી ઘરે આવ્યો, પ્રમિલા એ કિશન ના ચહેરા ની નોંધ લીધી તો ગઈ કાલે, પરમ દિવસે, તે પહેલા નાં દિવસે અને છેલ્લા એક મહિના થી જેવો હતો તેવો જ ઉદાસ અને ઊતરી ગયેલો હતો. પ્રમિલા એ જાણવાની ઘણી કોશીશ કરેલી પણ કંઈ જાણવા ન્હોતું મળ્યું.

કિશન કહેવા પૂરતુ ડિનર કરી સૂઈ ગયો. પ્રમિલા પણ કામ પતાવી પિયુષ ને યાદ કરતા કરતા સૂઈ ગઈ.

સવારે જાગી રોજ ના કામ માં ગોઠવાઈ ગઈ. બીજી બાજું કિશન પણ તેની મેળે જાગી, ઠંડા પાણી એ ન્હાઈ, કપડાં બદલાવી, ચા પિઈ રોજ ની જેમ ઓફિસ જવા નિકળી ગયો. પ્રમિલા નાસ્તો કરી. બેડ રૂમ મા જઈ બેડ ઠિક કરવા લાગી તો તેની નઝર ગાદલા નિચે કંઈક પડ્યું હતું તેની પર પડી. બહાર કાઢી ને જોયું તો તે કંકોત્રી હતી. વર કન્યા ના નામ વાંચ્યા તો તેમા લખ્યુ હતું ચાંદની સંગ પિયુષ. પ્રમિલા લખાણ પર થી સમજી ગઈ કે કંકોત્રી કોના તરફ થી છે. કંકોત્રી બરોબર વાંચી પાછી હતી ત્યાની ત્યાં મૂકી દિધી.

લગ્ન ને એક દિવસ ની વાર હતી. પ્રમિલા વિચારતી હતી કે લગ્ન માં જાઉં કે નહિ. તેવા માં સાંજે ઓફિસે થી આવી કેટલાય દિવસ પછી કિશન બોલ્યો કે પ્રમિલા, હું આવતી કાલ થી ઓફિસ ના કામ થી બહાર જવાનો છું શું તને એકલા ફાવશે? પ્રમિલા કંઈ બોલી નહિ. એટલે કિશને કહ્યુ જો એકલા ના ફાવે તો તું તારા મમ્મી ના ઘરે જઈ શકે છો. ભલે ચાલો જમી લ્યો.

વળતે દિ કિશન ૯ વાગ્યે તૈયાર થઈ મંજીલે પહોંચવા નિકળી ગયો. પ્રમિલા પણ સાંજના તૈયાર થઈ, બે જોડી કપડાં બેગ મા નાખી પિયુષ ના લગ્ન માં જવા નિકળી ગઈ. સિધી પિયુષ ના ઘરે ગઈ. અને તેના મમ્મી ને મળી ને પિયુષ ક્યાં છે? એમ પૂંછયું. તેના મમ્મી એ તમે કોણ? ેમ પૂંછયું. તો પ્રમિલા એ હું પિયુષ ની દોસ્ત છું. સારૂ પિયુષ તેના રૂમ માં છે. કહિ પિયુષ ના મમ્મી કામ મા લાગી ગયા.

પ્રમિલા પિયુષ ના રૂમ માં ગઈ તો પિયુષ ગણેશ સ્થાપ્ના પાસે બે પગ વચ્ચે માથું નાખી એકલો બેઠો હતો. હાઈ પિયુષ. પ્રમિલા તેની પાસે ગઈ. હાઈ, બેસ. પિયુષ ધીમે થી બોલ્યો. પ્રમિલા બેઠી. કેમ ઉદાસ છો? લગ્ન કરવાનું મન નથી અને કર્યા વગર છૂટકો નથી. જો પિયુષ સમય સાથે સમાધાન કરવું પડશે. જેમ મે કર્યું હતુ તેમ. તારે આવનાર લાડી ને લાડ કરવા પડશે. બંને એ ખૂબ વાતો કરી જૂની યાદો વિખોડી રડ્યા. અંતે પ્રમિલા એ ચાંદની સાથે નવા જીવન ની શરૂઆત કરવા સલાહ આપી.

પિયુષ ના ચહેરા નો રંગ બદલ્યો, તે આ લગ્ન થી રાજી હોય તેવા ભાવ પ્રગટ થયા. પ્રમિલા તેના પિયર મા હતી એટલે કોઈ તેને ઓળખી ના જાય તે માટે પોતે લાજ કાઢી ને ફરતી હતી. રાત પડી બધા મહેમાનો જમ્યા, પિયુષ અને પ્રમિલા સાથે બેસી પેટ ભરી જમ્યા.

સવારે જાન ની ગાડી ભરાણી. આખા ગામ ને આમંત્રણ આપ્યું હતું એટલે ગિરદી પણ બહુ હતી. આ ગિરદી માં પ્રમિલા ના પિયર ના પાડોસી કમ પિયુષ નાં કુટુંબી ઓ પણ હતા. પિયુષ જાડેરી જાન લઈ પહોંચી ગયો સાસરે. જાન ને ઉતારો અપાયો, બધા ઉતારે બેઠા પણ પ્રમિલા પિયુષ ની દુલ્હન ને જોવા માંડવે ગઈ તો તેને આઠ દસ વરસ ની બાળકી વહુલાડી ભાગી ગઈ, વહુલાડી ભાગી ગઈ તેવુ બોલતા બોલતા સામી મળી. પ્રમિલા ને આશર્ય થયું. તે માંડવે ગઈ તો ત્યા રહેલા તમામ ના ચહેરા પર ચિંતા વરતાતી હતી. પ્રમિલા એ એક યુવતી ને ચાંદની પિતા કોણ છે તે પૂછયુ. પછી તેની પાસે ગઈ. અને કહ્યું તમે કન્યા ના પિતા છવો ને? મારે વહુલાડી ને જોવી છે ક્યા છે તે? ભાગી ગઈ છે. ચાંદગી ના પિતા ચિંતા માં થોડા ગુસ્સા થી બોલ્યા. અંકલ માફ કરજો પણ કોની સાથે ભાગી ગઈ છે? કે પી ઈન્ડસ્ટ્રીજ ની ઓફિસ મા કામ કરતા તેના સહકર્મી સાથે. કે પી ઈન્ડસ્ટ્રીસ? શું તમે તે છોકરા ને ઓળખો છો? પ્રમિલા બોલી. હા...ચાંદની ના પિતા બોલ્યા.

રામ જાણે પ્રમિલા ના મન મા શુ ચાલતું હશે તેણે મોબાઈલ માં રહેલ એક ફોટો ચાંદની ના પિતા ને બતાવ્યો. જુવો આ છે તે છોકરો? હા... આજ તો છે પણ આ ફોટો તારા ફોન માં કેમ? શું એણે તને પણ ફસાવી છે? ચાંદની નાં પિતા બોલ્યા. ના, તમારી દિકરી જેની સાથે ભાગી છે તે અને જેણે ભગાડી છે તે મારો પતિ છે. શું... આ છોકરી એ ભારે કરી બબ્બે જીંદગી બરબાદ કરી નાખી તેણે. મને કોઈ ને મોઢું બતાવવા જેવો ના રહેવા દિધો. હવે હું શું જવાબ આપીશ વેવાઈ ને લીલા તોરણે દ્ન પાછી જશે અને આબરૂ ના કાંકરા થશે. મારે બીજી બેટી હોત તો તેને મંડપ માં બેસાડી દેત. પણ કરમ ફૂટલા માર. કહિ ચાંદની નાં પિતા એ બંને હાથ કપાળે માર્યા.

અંકલ તમારી અને તમારા વેવાઈ ની આબરૂ હેમ ખેમ રહે તેવી એક વાત કરૂ? હા હા જટ બોલ બેટા. જો તમે હા પાડો તો લગ્ન ના માંડવા માં હું બેસી જાવ? મને કોઈ વાધો નથી, પણ મારા વેવાઈ અને જમાઈ તને અપનાવશે? આપડે લગ્ન પતી જાય તે પછી બધી હકીકત તેમને જણાવી દેશું એટલે તેવો ના છૂટકે માની જશે. હવે તમે જાન નાં વધામણા કરો, હંુ તૈયાર થવા જાવ છું.

ઉતારે પિયુષ ની નઝર પ્રમિલા ને શોધતી હતી. અંતે અધિરા થઇ તેણે પ્રમિલા ને ફોન કર્યો કે ક્યાં છે તું? પછી કહું છું પહેલા મને કહે હું તને ગમુ છું? હા, ગમતી હતી, ગમે છો અને ગમતી રહિશ. ઓકે, તો તુ મારી સાથે લગ્ન કરીશ? પ્રમિલા એ પુંછયું. મન ગમતું મળે તેવા નશીબ મારા નથી. પ્લિઝ કમ હિઅર. લગ્ન કરવા તે જ મને તૈયાર કર્યો હતો હવે મીઠું મીઠું બોલી મારો મૂડ ખરાબ ના કર પ્લિઝ કમ હિઅર. પિયુષે વાત ને મજાક માં કાઢી નાખી.

વાજતે ગાજતે વરરાજો માંડવે આવ્યો. લાંબો ઘુમટો કાઢી પ્રમિલા એ ચાર ફેરા લિધા. પછી કેમેરા મેન સાથે કપલ સિન લેવા બંને એક રૂમ માં ગયા. જ્યા પ્રમિલા ને જોઈ પિયુષે કહ્યું પ્રમિલા તું? હા, બધી વિગતવાર વાત હું તને પછી કહિશ અત્યારે પોઝ આપિયે. લગ્ન ની તમામ વિધી પૂર્ણ થઈ. પિયુષ લાડી લઈ ઘરે વહિ આવ્યો. ઘરે આવતા વેંત ભાંડો ફૂટ્યો. પ્રમિલા એ ચાંદની ની વાત કરી તેના પતિ ની વાત કરી અને અંત મા તેના અને પિયુષ નાં લાંબા ગાળા ના પ્રેમ ની વાત કરી. બધા ની આબરૂ સાચવવા અને પ્રેમ ને પામવા પોતે આ પગલું ભર્યું એવી વાત કરતા ઘરના ઓ એ તેનો સ્વીકાર કર્યો અને પ્રમિલા નાં માત પિતા ને બોલાવી વરઘોડીયા ને આશીષ અપાવ્યા. તમે પણ આશિર્વાદ ના રૂપ માં તમારો પ્રતિભાવ આપજો.

આભાર