રસોડામાં રંગત જમાવો Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રસોડામાં રંગત જમાવો

રસોડામાં રંગત જમાવો

ભાગ-૨

- મિતલ ઠક્કર

* રસોડામાં કામ શરૂ કરતાં પહેલાં હાથને સારી રીતે ધોઈ લો. કાચા શાકભાજી કે ફળ હાથમાં લો પછી તરત હાથ ધોઈ નાખો. બની શકે તો ધોઈને મૂકી શકાય એવા ફળ અને શાકભાજી ધોઈને તેનું પાણી સુકાઈ જાય પછી જ ફ્રીઝમાં મુકો. બહારથી આવીને, બાથરૂમમાંથી બહાર નીકળો ત્યારે, જમતી વખતે કે પછી એંઠા વાસણ ધોયા પછી હાથ સતત ધોતા રહો. તેવી જ રીતે શાકભાજી અને ફળ સમારવાથી પહેલા ચારથી પાંચ વાર પાણીથી ધોઈ નાખો. શક્ય હોય તો થોડીવાર પાણીમાં પલાળી રાખ્યા પછી ધુઓ.

* તુવર દાળને ગરમ પાણીથી ધોવી અને અડધો કલાક પલાળવી. આવું કરવાથી રાંધવાનો સમય અને ગેસ બનેની બચત થશે.

* શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

* જો તમારા ઘરમાં પાળતું શ્વાન કે બિલાડી જેવા પ્રાણીઓ હોય તો તેમના શરીર પરથી ખરતી રુંવાટી રસોડામાં ફેલાઈ શકે છે. આવામાં જો તમારા નાના બાળકો રસોડામાં રમે કે નીચે પડી ગયેલી ખાવાપીવાની કોઈ સામગ્રી લઈને મોઢામાં નાખી દે તો તેના આરોગ્યને ભારે હાનિ પહોંચે છે. પાળતુ ન હોય તોય કિચનની જમીનને ફિનાઈલ અથવા કોઈ ક્લિન્ઝર વડે નિયમિત રીતે સાફ કરવી જરૂરી છે.

* કાચી કેરી પર તેલ અને મીઠું ચોપડીને પછી ફ્રીઝરમાં રાખવાથી કેરી વધુ સમય કાચી જેવી રેહશે.

* દાળ- ચોખામાં ઉભરો ન આવે તે માટે ઘી કે તેલ નાંખો.

* પુરીનાં લોટમાં 2-3 બ્રેડ સ્લાઈસ પલાળી ને નાખવાથી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.

* અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.

* ખાટી છાસને સામાન્ય કરવા માટે એમાં થોડું દૂધ ઉમેરવું.

* દહીં ખાટું થઈ ગયું હોઇ તો એમાં થોડું પાણી નાખી ને 3-4 કલાક ફ્રીજમાં રાખવું. પાણીને કાઢીને પછી દહીં વાપરવું .

* તમારું રેફ્રિજરેટર નિયમિત રીતે સાફ કરો અને તેનું ઉષ્ણતામાન ચાળીસ ડિગ્રી સે. સુધી જળવાઈ રહે તેનું ધ્યાન રાખો. મહિનામાં બે વખત ફ્રિઝ બંધ કરીને સોડિયમ હાયપોકલોરાઈટ ધરાવતા ક્લિન્ઝરથી રેફ્રિજરેટર સાફ કરો. ફ્રીઝ સાફ થઈ ગયા પછી થોડીવાર ખુલ્લુ રાખીને તેને સુકાઈ જવા દો. ત્યાર પછી બધી સામગ્રી તેમાં મુકીને ફરીથી ચાલુ કરો.

* શાક વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે શાકમાં શીંગદાણા અથવા તલ નાખવા.

* ભરેલાં પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સરળતા રહેશે અને તેને પછી તેને વઘારી શકશો. તે તૂટશે પણ નહીં.

* કાંદા ને જલદી ફ્રાય કરવા થોડું મીઠું નાખવું.

* જુના બટાકા બાફતી વખતે તેમાં લીંબુનો રસ નાંખવાથી બટાકા સફેદ રહેશે.

* દહીંવડા બનાવતી વખતે ખીરા માં દહીં ઉમેરવા થી વડા પોચા બનશે અને તેલ પણ ઓછું શોષશે.

* આલુ પરોઠા બનાવતી વખતે બટાકામાં અથાણાનો થોડો મસાલો નાંખવાથી પરોઠા સ્વાદિષ્ટ થશે.

* ઘણી ગૃહિણીઓને વારંવાર ભોજનને હાથ અડાડવાની કે આંગળી વડે ચાખવાની ટેવ હોય છે. આ આદતમાંથી બને એટલો જલ્દી છૂટકારો મેળવી લો. ભોજન ચાખવાની જરૂર લાગે તો ચમચી વડે લઈને ચાખો. તમારા હાથમાં રહેલા સૂક્ષ્મ જીવાણું ખોરાકમાં પ્રવેશે ત્યાર પછી તેનો ગુણકાર થતો રહે છે, જે છેવટે આરોગ્ય માટે જોખમકારક પુરવાર થાય છે.

* શાકમાં ગ્રેવીનો રંગ બ્રાઉન કરવા માટે તેમાં થોડી કોફી નાંખો.

* ભીંડાને બારીક સમારી તેને તળી એરટાઇટ ડબ્બામાં ભરી લો. અચાનક શાક બનાવવું હશે તો કામ લાગશે.

* સ્ટીલના સિન્કને ચમકાવવા માટે મકાઇના લોટનો ઉપયોગ કરો.

* રસોડામાં માખીનો ઉપદ્રવ વધારે થતો હોય તો મીઠાવાળા પાણીનું પોતુ કરવાથી માખીઓ ઓછી થશે.

* ખટાશવાળા ખાદ્યપદાર્થો માટે ક્યારેય નોનસ્ટિક પેનનો ઉપયોગ ન કરવો. તેનાથી પેનનું કોટિંગ ઉખડી શકે છે.

* કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે.

* કેળાંને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજા રહે છે.

* પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

* રતાળુ બાફીને તળી લો, પનીરની જગ્યાએ સબજીમાં તેને વાપરી શકો છો, સ્વાદિષ્ટ લાગશે.

* કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

* ભાત બનાવતી વખતે એક ચમચો ખાંડ અને પા ચમચી વાટેલી ફટકડી નાંખવાથી ચોખાના દાણા એકદમ સફેદ અને છૂટા બનશે.

* ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

* મીઠાઇ વગેરે બનાવતી વખતે જ્યારે ચાસણી બનાવો ત્યારે એમાં થોડુંક માખણ મેળવી દો. એનાથી ચાસણી સારી તૈયાર થાય છે.

* બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.

* મસાલો વઘારતી વખતે પહેલાં ડુંગળીને ઘી નાંખ્યા વિના જ વઘારો પાણી બળી ગયા પછી ઘી નાંખો અને વઘારી લો. મસાલો નાંખીને મિક્સ કરી લો.

* કોથમીર અને ફૂદીનાને વધારે સમય સુધી તાજા રાખવા માટે એ વસ્તુઓને ઢાંકણાવાળા ડબ્બામાં બંધ કરીને રાખો.

* સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ફ્રીઝમાં બેકટેરિયાનો નાશ થાય છે. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. ફ્રીઝમાં બેક્ટેરિયા પેદા થવાની પ્રક્રિયા ધીમી પડે છે, પણ તે બિલકુલ પેદા જ નથી થતા એ વાત ખોટી છે.

* લીલા મરચાં અને લીંબુને તાજા રાખવા માટે એને પોલિથિનના પેકેટમાં સારી રીતે પેક કરીને ફ્રીજમાં રાખો.

* રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવત્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.

* જો રસાવાળું શાક બનાવતા હોય તો ધીમા તાપ પર રાંધો. વધારે તાપ પર રાંધવાથી શાકનો સ્વાદ અને સુંગધ બંને ઓછાં થઇ જાય છે. કારણ કે વધારે તાપ રાખવાથી અંદરનું પાણી વરાળ બનીને ઉડી જાય છે.

* પુરીનાં લોટમાં 2-3 બ્રેડ સ્લાઈસ પલાળી ને નાખવા થી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.

* જો તમારા ઘરમાં પાળતું શ્વાન કે બિલાડી જેવા પ્રાણીઓ હોય તો તેમના શરીર પરથી ખરતી રુંવાટી રસોડામાં ફેલાઈ શકે છે. આવામાં જો તમારા નાના બાળકો રસોડામાં રમે કે નીચે પડી ગયેલી ખાવાપીવાની કોઈ સામગ્રી લઈને મોઢામાં નાખી દે તો તેના આરોગ્યને ભારે હાનિ પહોંચે છે. પાળતુ ન હોય તોય કિચનની જમીનને ફિનાઈલ અથવા કોઈ ક્લિન્ઝર વડે નિયમિત રીતે સાફ કરવી જરૃરી છે.

* ભીંડાનું શાક જલદી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુ નું રસ અથવા શેકેલુ જીરું પાવડર ઉમેરવું.

* કોઈ પણ ખાદ્ય પદાર્થ, જેમ કે બ્રેડ, ટીન ફૂડ, અને પેકેજ્ડ ફૂડની 'સેલ બાય' અને 'કન્ઝ્યુમ બાય' તારીખ પર નજર ફેરવી લો. જો તે તારીખ વીતી ગઈ હોય તો તેનો ઉપયોગ બિલકુલ ન કરો.

* સ્ટેઈનલેસ સ્ટીલના સિંકને સાફ કરવા માટે કોર્ન ફલોરનો ઉપયોગ કરવો.

* તુવેરની દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક વાટેલું લવિંગ નાખો.

* ટીક્કી બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ તેમજ બ્રેડને મસળીને તેમાં સ્વાદનુસાર મસાલો નાખી તેની ટીક્કી બનાવી. તેને તેલમાં બોળી શેકવાથી ટીક્કીને ક્રીસ્પી બનાવી શકાય છે.

* સૂપ સ્વાદિષ્ટ ન બનતો હોય કે એની સુગંધ બરાબર ન આવતી હોય તો તેમાં સૂપનો તાજો મસાલો નાખવો.

* બરફની ટ્રે ઉખાડવામાં તકલીફ પડતી હોય તો ફ્રીજમાં બરફની ટ્રે રાખતાં પહેલાં સરસિયાનું તેલ ચોપડી દેવું. આમ કરવાથી ટ્રે સરળતાથી નીકળી જશે.

* પાંદડાવાળી ભાજી રાંધતા પહેલા મીઠાના પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.