રોડ નાં ખાડા ફાયદાકારક છે Laghar vaghar amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોડ નાં ખાડા ફાયદાકારક છે

તંદુરસ્તી વધારતા રોડના ખાડા

મોન્સુન પ્લાન ફેલ નથી આ તો એક તમારી તંદુરસ્તીમાટે નો કોન્સેપ્ટ છે

દર વખતે મીડિયા મચી પડે છે કે તંત્ર નો મોન્સુન પ્લાન ફેલ આટલા રૂપિયા ખર્ચ્યા તોય રસ્તા તૂટી ગયા , ખાડા પડી ગયા વગેરે વગેરે પણ ખરેખર તો આ બધું તમારા જીવનમાં અત્યંત જરૂરી છે તેથી જ આવી રીતના મોન્સુન પ્લાન અને રોડ રસ્તા ડીઝાઈન કરાય છે જેથી નગર વાસીઓ ની તંદુરસ્તી સારી રહે અને તેમને ફાયદો પહોચે તો તંત્ર નાં આવા પ્લાન થી તમને શું ફાયદા થાય છે એ અમે તમને સમજાવીશું.

(૧. ) દોસ્તો ચોમાસામાં આપડું પાચનતંત્ર નબળું પડે છે જેથી આપણને ઉપવાસ કરવાની સુચના અપાય છે પરંતુ આપડે લોકો ચોમાસામાં, દાલવડા, ભજીયા વગેરે વગેરે તીખું તળેલું ખાઈએ છીએ જે પચવામાં મુશ્કેલ હોય છે જેથી તંત્ર તરફથી ચોમાસામાં સ્પેશ્યલ ખાડા પડે તેવા રસ્તા ડીઝાઈન કરાય છે જેથી તમે વિહિકલ લઈને એ રસ્તા પરથી પસાર થાવો તોય તમારું ખાવાનું પચી જાય .

(૨.) ઘણા લોકો વરસાદ થી બચવા રસ્તા ઉપર એકદમ સ્પીડ માં વિહિકલ ચલાવે છે જેથી તંત્ર દ્રારા એવી સ્પેશ્યલ ટ્રેનીગ આપેલી ગાયો રાખવામાં આવે છે જે રસ્તા વચ્ચે જ બેસી રહે અથવા ઉભી રહે જેથી તમે એકદમ ફાસ્ટ વિહિકલ ચલાવી શકટા નથી અને અકસ્માત થી બચી શકો.

(૩.) દોસ્તો તંત્ર આપડું ખુબ ધ્યાન રાખે છે ચાલતા નાગરિકો ઉપર બાજુમાંથી ઝડપથી પસાર થતી કાર કે અન્ય વિહિકલ પાણી ના ઉડાવી શકે અને તમામ વિહિકલ વગર બમ્પ (ગતિ અવરોધક) વગર જ ધીમે ચાલે તે હેતુથી સ્પેશ્યલ ડામરઉખડી જાય એવા રસ્તા ડીઝાઈન કરાવાય છે .

(૪.) પહેલાના જમાનામાં બારેમાસ ચાલી રહે એ હેતુથી વરસાદી પાણી નો સંગ્રહ કરવા પાતાળકુવા બનાવાતા હતા તંત્ર એ આજ કોન્સેપ્ટ ધ્યાને રાખી ને એવા સ્પેશ્યલ ડીઝાઈન કરેલા અંડરબ્રિજ બનાવ્યા છે જેથી ત્યાં વરસાદી પાણી નો સંગ્રહ થઇ શકે .

(૫.) કેટલાક લોકો રસ્તા પરથી વિહિકલ પર સ્લીપ ખાઈને પડી જતા હોય છે અને તંત્ર ને દોષ દેતા હોય છે ખરેખર આવા પડવા વાળા રસ્તા નાગરિકોનાં હિતમાં છે દોસ્તો તમે આખો દિવસ યોગા માટે સમય નથી ફાળવી શકતા જેથી એવા રસ્તા ડીઝાઈન કરાય છે કે તમે ગોળ ગોઠમડુ ખાઈને ચતાપાટ રસ્તા ઉપર પડો તો બધા આસન એક સાથે અને છેલ્લે શવાસન પણ થઇ જાય આવું હેલ્થ નું ધ્યાન રાખે એવું તંત્ર તમને ક્યા મળવાનું ??

(૬.) દોસ્તો કેટલાક મીડિયા વાળા રસ્તા પર પડેલા મોટા ભૂવા નાં ફોટા છાપે છે ખરેખર આ ભૂવા શહેર નાં હિતમાં હોય છે દોસ્તો આપડી ધરતી નીચે હડપ્પા મોહિજો દડો જેવી કેટલીય સંસ્કુતિ છુપાયેલી છે જે આવા ભૂવામાંથી જ જડશે અને ત્યારે જ અમદાવાદ જેવા શહેર ને મળેલું હેરિટેજ નો સ્ટેટસ ટકી શકશે પરંતુ સામાન્ય માણસો નાં મગજ માં આ વાત સમજાતી જ નથી .

(૭.) ગાયો, ખાડા પાણી ભરાવા ને કારણે થતો ટ્રાફિક જામ પણ તમારા હિતમાં છે તમે જેટલા ઘરે વહેલા પહોચશો એટલા વધારે તમારી પત્નીઓ કે ઘરવાળા ને વધારે હેરાન કરીને ભજીયા, ગોટા ચા બધું બનાવડાવશો જેથી હેલ્થ ને પણ નુકશાન થશે અને આવા સમયમાં કામવાળા બહેન પણ આવતા નથી તેથી તમારી પત્નીઓ ને જાતે કામ પણ કરવું પડશે આ બધા થી તમને બચાવા તમને મોડા ઘરે પહોચાડવા સ્પેશ્યલ ટ્રાફિક જામ ડીઝાઈન કરાય છે જેથી તમે મોડા ઘરે પહોચી ચુપચાપ જમ્યા વગર ઉઘી જાઓ જેથી તમારી તંદુરસ્તી સારી રહે અને ઘરમાં કકળાટ પણ ઉભો ના થાય .

તો દોસ્તો જે પણ કાંઈ ખાડા રોડ તૂટવાના પાણી ભરવાના ભુવા પડવાના બનાવો બને છે એ તમારા હિતમાં જ છે તો આવો તંત્ર નાં આવા ખાસ મોન્સુન પ્લાન ને ક્રિટીસાઈઝ કરવાની જગ્યાએ બિરદાવીએ

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.