કાલ્પનિક વાસ્તવિકતા

(1.8k)
  • 133.2k
  • 96
  • 51.7k

એક નોવેલના વર્ગમાં મૂકી શકો, પણ જે સંજોગોમાં વિચારાઈ છે અને લખાઈ છે એ સંજોગોને સાક્ષાત અનુભવી પણ શકો. મધ્યમ વર્ગના એક નવયુવાન યુગલની આપબળે આત્મસન્માન મેળવવાની નિર્દોષ જીદ અને જીવનની આંટીઘૂંટીઓની ચક્કીમાં પીસાઇને બહાર આવતા બે અલગ જ વ્યક્તિત્વોની ગાથા.

Full Novel

1

કાલ્પનિક વાસ્તવિકતા - ૧

એક નોવેલના વર્ગમાં મૂકી શકો, પણ જે સંજોગોમાં વિચારાઈ છે અને લખાઈ છે એ સંજોગોને સાક્ષાત અનુભવી પણ શકો. વર્ગના એક નવયુવાન યુગલની આપબળે આત્મસન્માન મેળવવાની નિર્દોષ જીદ અને જીવનની આંટીઘૂંટીઓની ચક્કીમાં પીસાઇને બહાર આવતા બે અલગ જ વ્યક્તિત્વોની ગાથા. ...વધુ વાંચો

2

કાલ્પનિક વાસ્તવિકતા - ૨

કાલ્પનિક વાતો દરેક વખતે કલ્પનામાત્ર નથી હોતી. ઘણી વાર એ બધું વાસ્તવિક રીતે પણ સંભવી શકે છે. સંકેત અને નામના યુગલની આવી જ એક કાલ્પનિક પણ વાસ્તવિકતા સાથે અડોઅડ ઉભી રહે એવી નોવેલનું બીજું ચેપ્ટર તમારી સમક્ષ રજુ થાય છે. ...વધુ વાંચો

3

કાલ્પનિક વાસ્તવિકતા - ૩

અહી નથી વાત કોઈ ધનાઢ્ય બેકગ્રાઉન્ડ ધરાવતા યુગલની, વાત છે બે મધ્યમ વર્ગમાંથી આવતા યુવક અને યુવતીની કે જેમની ઉંચી છે પણ પગ હકીકતની જમીન પર છે. કાળ અને નસીબ વચ્ચે ઝરતા તણખા અને એમાં તપાઈને બહાર નીકળતા અમી અને સંકેતની ગાથાનું ત્રીજું પ્રકરણ આપની સમક્ષ મુકતાં આનંદ છે. ...વધુ વાંચો

4

કાલ્પનિક વાસ્તવિકતા - ૪

અમીએ ગત પ્રકરણમાં કરેલા ખુલાસાને જે રીતે સંકેતે કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર સ્વીકાર્ય રાખ્યો એ હકીકતથી અમીના મનમાં પ્રેમનું સંકેત-બીજ અંકુરિત થઈ ચુક્યું હતું. હવે સંકેત અમીના અને પોતાના ભવિષ્યને સુખદ અને એમની અપેક્ષાઓ મુજબ બનાવવાના પ્રથમ પગથિયા પર પગ મુકવા જઈ રહ્યો છે.. ...વધુ વાંચો

5

કાલ્પનિક વાસ્તવિકતા - 5

સંકેતના જીવનનો પહેલો વળાંક આ ભાગમાં છવાયેલો છે. નવી જોબ નવું શહેર અને નવા જ નસીબનાં ખેલ જે મધ્યમ માટે ખાસ પારકા નથી એ બધાના રંગો જીવન ફલક પર લઇને ચાલતા સંકેત અને અમીની ગાથા તમને ગમી જાય બસ એ જ ઇચ્છા સાથે પાંચમો ભાગ રજુ થાય છે.. ઇટ્સ શો ટાઈમ ...વધુ વાંચો

6

કાલ્પનિક વાસ્તવિકતા - ૬

સંકેત અસમંજસમાં હતો કે એની સાથે આ બધું શું ઘટી રહ્યું હતું! જે વિષયમાં અવ્વલ આવવાની આશા હોય એજ સૌથી ખરાબ પરિણામ આવે એ પરિસ્થિતિને એ જીવી રહ્યો હતો. ઉપરથી રી-ચેકિંગમાં પણ કોઈ સુધારો આવવાની આશા ન હોઈ એણે એ વિચાર માંડી વાળ્યો. પણ મુકેશભાઈનું મન આ બધું માનવા કોણ જાણે કેમ તૈયાર જ નહતું, હવે આગળ....... ...વધુ વાંચો

7

કાલ્પનિક વાસ્તવિકતા - ૭

સંકેત અને અમી બંને જાણતા હતા કે મુકેશભાઈ સંકેતની કોલેજમાં ગયા હતા, કેવી રીતે અને એનું પરિણામ શું છે એ વિશેના રહસ્યો ખોલતો મારી નોવેલનો આ સાતમો ભાગ છે. વાસ્તવિકતાની જમીન પર પગ રાખીને સપના કઈ રીતે જોવા એ પુરા ના થવાથી જન્મ લેતી હતાશા અને ‘જે થાય એ સારા માટે જ થાય છે’ એવી આશા જ્યારે જીત પામે ત્યારે શું થાય એ તમામ લાગણી અહી જીવંત થતી જોવા મળશે... ...વધુ વાંચો

8

કાલ્પનિક વાસ્તવિકતા - ૮

સમય અને નસીબની કસોટીમાંથી બહાર આવેલો સંકેત હવે જીવનમાં સેટલ થઇ રહ્યો છે, બધું આયોજન પ્રમાણે થવાનો અંદાજ એના આવી રહ્યો છે. આ ભાગમાં અચાનક એ આયોજનથી વિપરીત એક ઘટનાનું આલેખન છે જે કદાચ ૨૧મી સદીના અરેંજ મેરેજીસમાં સામાન્ય રીતે બનતી હોય છે. વધારે ના કહેતા તમે વાંચીને જ મને કહો એ વધારે સારું રહેશે... ...વધુ વાંચો

9

કાલ્પનિક વાસ્તવિકતા - ૯

૯૯ ટકા જેટલી મહેનત કરી લઈએ પણ એક ટકા જેટલું નસીબ વાંકુ હોય તો ના થવાનું થઇ જાય છે. અને અમીનો હવે પછીનો સમય ધાર્યા કરતા વધારે કપરો આવવાનો હતો. હજી એ વિષે એ લોકોને ખ્યાલ જ નહતો. શું ક્યાં કેવી રીતે અને કેમ જો આવા સવાલો મનમાં આવ્યા હોય તો આ ભાગ તમારા માટે છે..તમે નિયમિત રીતે મારી આ નોવેલ વાંચી રહ્યા હોઈ આપ સૌનો અનહદ આભાર... ...વધુ વાંચો

10

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૦

ભૂતકાળ જયારે ભવિષ્ય બનાવવાના માર્ગમાં કાંટાની માફક ચુભવા લાગે ત્યારે નસીબ પરનો વિશ્વાસ ડગમગી જાય છે.સૃજલને બોસ તરીકે સ્વીકારવો નહિ અમી માટે આ એક યક્ષપ્રશ્ન હતો. હવે આગળ શું થાય છે એ જાણવા પ્રસ્તુત છે દસમો અધ્યાય!! ...વધુ વાંચો

11

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૧

ગતાંકમાં અમીએ સંકેત સામે મુકેલા એ બોક્સમાં શું હતું હવે પછી અમીની ખુદ્દારી સાથે જીવન જીવવાની અને ઘરેથી સહાય ન માંગવાની પ્રબળ ઇચ્છા કેવી રીતે પૂરી થશે નસીબનું ઘૂમતું પૈડું આ બંનેના જીવનમાં ક્યારે શું કરી બેસે એ હજીયે નક્કી નહતું. બંને જોબ હોવા છતાં અત્યારના તબક્કે જોબલેસ જ હતા. આ બધી ઘટનાની જાણ ઘરે કરવી કે નહિ કેવી રીતે શું કહેવું જોબ છોડ્યાની વાત અને મુખ્ય તો એના કારણની જાણ કેવી રીતે કરવી એ વિશેની મૂંઝવણ! ઉફ્ફ! તકલીફોનો પાર નહતો.. જીંદગીની કસોટી પર એમની આગળની કથા હવે આ ભાગમાં માણો.... ...વધુ વાંચો

12

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૨

સપનાઓ પુરા કરવાની તાલાવેલી, સંજોગો સામે ખડેપગે ઝઝૂમવાની દિલેરી, એકબીજાને સંપૂર્ણ સહકાર આપવાની દરિયાદિલી આં બધાનો સમન્વય થાય ત્યારે અને અમી જેવું યુગલ નિર્માય છે. એમના જીવનની ઘટમાળનું વર્ણન કરતા અગિયાર અધ્યાય આપ સૌ માની ચુક્યા છો! લાગણીના લગભગ દરેક સમુદ્રના મોજાં તમારા પગતળે સ્પર્શી ગયા હશે. બારમો ભાગ આપ સૌ વાંચનવાંછુકો સમક્ષ રજુ કરતા એક અલગ ઊર્મિ નવપલ્લવિત થાય છે. ...વધુ વાંચો

13

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૩

સંકેત માટે એ પરિચિત ચહેરો કોનો હતો કોણ હતી એ યુવતી જે સમયના આટલા લાંબા અંતરાલ પછી એની કોઈ કંપનીની એક્ઝીક્યુટીવ તરીકે ઉપસ્થિત હતી સંકેતના બિઝનેસનો પ્રારંભ પ્રગતિ બધું આ મીટીંગ પર આધારિત હતું. મુકેશભાઈ, અસ્મિતાબેન કે કનુભાઈ, સુમિત્રાબેન ચારેયમાંથી એકપણ જણ સંકેતના આ પગલાંથી અજાણ હતા, કદાચ સંકેત અને અમી બધું સમું-સરખું ના થાય ત્યાં સુધી એમને અજાણ જ રાખવા માંગતા હતા. હવે શું થાય છે આગળ એ જાણવા પ્રસ્તુત છે ‘કાલ્પનિક વાસ્તવિકતા’નો તેરમો અધ્યાય.. ...વધુ વાંચો

14

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૪

બુકે અને ગેટ વેલ સૂનનું કાર્ડ સંકેત અને અમી માટે એક અકળ રહસ્યસમાન બનતા જતા હતા! સૃજલ પર કરેલો સાચો જ છે કે પછી એ માત્ર ભ્રમ છે એની ખબર વિના અમીએ સૃજલનો ઊધડો લેવાનું શરુ કરી દીધું હતું! શું થાય છે આગળ ...વધુ વાંચો

15

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૫

‘રૂપિયો લોહચુંબક જેવો હોય છે. જે લોખંડ જેવા કાટ ખાઈ જાય એવા હૃદય ધરાવતા લોકોને પોતાની તરફ આકર્ષે છે’ વિધાન એક સાર્થક હકીકત ગણી શકાય. અમી અને સંકેતના જીવનસફરનો પંદરમો ભાગ માણો અહી... ...વધુ વાંચો

16

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૬

હવે અમી અને સંકેતના જીવનમાં રહસ્યોની ઘટમાળ સર્જાવા જઈ રહી છે. વિશાલનું મોડી રાત સુધી ગાયબ રહેવું અને અંતે તળાવ આગળથી ઇન્સ્પેક્ટરના હાથે મળી આવવું, સંકેતના ધંધામાં અજાણ્યા તત્વોની કનડગત વગેરેની શરૂઆત માણો આ ભાગમાં.. ...વધુ વાંચો

17

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૭

સંદીગ્ધતા અને રહસ્યો ઘેરાતાં જાય છે, એક પછી એક નવા પાત્રો પોતાનો લય બાંધતા જાય છે. અમી માટે વિશાલ કોયડો બની ચુક્યો હતો. ઘરના પ્રોબ્લેમ્સ પોતપોતાના બની ગયા હોઇ સંકેત અને અમી એકબીજાને કે મુકેશભાઈ અને અસ્મિતાબેનને જાણવા દેવા માંગતા નથી. વાંચીને આપના રીવ્યુ આપવા આમંત્રણ.. ...વધુ વાંચો

18

કાલ્પનિક વાસ્તવિકતા - 18

જાડેજા તપાસ આગળ વધારે છે, મહેમુદ, રહીમા અને જેનિશ મેકવાન આ ત્રણ પાત્રો આ ભાગથી નવા ઉમેરાયા છે. વિશાલ કઠપૂતળી છે, એક મહોરું છે એવો ખ્યાલ અમીને આવે છે. સંકેત ડ્યુપ્લીકેટ પાર્ટ્સનો પર્દાફાશ કરવા માટે પ્લાન ઘડી રહ્યો છે. અહી વાર્તા દિલચસ્પ બનતી જાય છે. ...વધુ વાંચો

19

કાલ્પનિક વાસ્તવિકતા - ૧૯

કોણ કેમ કેવું શું વગેરે જેવા સવાલોના જવાબ મળવાની આ ભાગથી શરૂઆત થાય છે. એક ગામમાંથી શહેરના સહારે અને મહેનતના પરસેવાથી સપનાઓનો છોડ ખીલવી રહેલા સંકેત અને અમી જાણતા નહતા કે તેઓ કઈ મુસીબતનો સામનો કરવા જી રહ્યા હતા... ...વધુ વાંચો

20

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૦

સંકેતને બધી વાતો જાણવા મળે છે, અમી અને વિશાલ દ્વારા કહેવાયેલી બધી ઘટનાઓની કડીઓ જોડીને છેલ્લે સંકેત એક તારણ છે. પ્રોબ્લેમ સ્પષ્ટ બને છે અને સોલ્યુશનનો રસ્તો હવે માત્ર જેનિશ આપી શકે એમ હતો. ...વધુ વાંચો

21

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૧

દિવ્યા અને જેનિશની કહાનીથી સંકેત બિલકુલ અજાણ હતો. નકલી પાર્ટ્સના કેસમાં મળેલી લીડ અંગે તે જેનિશ સાથે વાત કરે દિવ્યા અને જેનિશની પ્રેમગાથાના અંશો અને સંકેત, અમી તથા વિશાલની પળોજણનું વર્ણન વાંચો આ ભાગમાં.... ...વધુ વાંચો

22

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૨

જાડેજા સાહેબ સાથે વાતચીતથી અમી અને સંકેતને ખ્યાલ આવે છે કે તેઓ એકલા જ આ પરિસ્થિતિના શિકાર નથી. પણ જેનિશને ઇન્વોલ્વ કરેલો હોઈ પોતાની વાત જાડેજાને હજીયે કહેતા નથી. જાડેજા બાહોશ ઇન્સ્પેક્ટર હોવાના લીધે એમના હાવભાવ કળી જાય છે અને......... ...વધુ વાંચો

23

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૩

જેનીશ અને દિવ્યાની પ્રેમ ગાથા આગળ વધે છે. સંકેત અને અમી હવે જેનીશના બેંગ્લોરથીવડોદરા આવવાની રાહ જોઈ રહ્યા છે. કહેવા પ્રમાણે જો આ એક મોટું કાવતરું હોય તો એનો જલ્દીથી પર્દાફાશ થવો જરૂરી હતો...... ...વધુ વાંચો

24

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૪

જેનિશ વડોદરામાં આવે છે અને તે સાથે જ કેસ અંગેનું પગેરું મળે છે. દિવ્યા અને જેનિશની પ્રેમકથાનો એક મુખ્ય એમની પ્રથમ મુલાકાત અને વાતચીત આ ભાગમાં માણો... ...વધુ વાંચો

25

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૫

વાત હવે ક્લાઈમેક્સ તરફ આગળ વધે છે. દિવ્યા અને જેનિશની પ્રેમકથા સાથે જેનિશ ને સંકેતના નકલી પાર્ટ્સના ગોરખધંધાને ખુલ્લો માટેનું કામ બંને પોતાના અંત્યબિંદુભણી જવાની શરૂઆત આ ભાગતી થાય છે...આપના રીવ્યુ શેર કરવા આમંત્રણ.... ...વધુ વાંચો

26

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૬

પ્લાનિંગનો પહેલો ફેઝ નક્કી થાય છે. જેનિશના મનમાં દિવ્યા અને પોતાના સંબંધો વિષે એક મહત્વની વાત ચાલી રહી હોય દિવ્યા અને જેનિશની પ્રથમ મુલાકાતના આપ આજે સાક્ષી બનશો. બંને વચ્ચે પ્રેમના ઉદભવને માણો. નકલી ચીજોના કોભાંડને ઉજાગર કરવા માટે જેનિશના મનમાં જે યુક્તિ સુઝે છે તેનો પહેલો અંશ અહી વાંચીને આપના રીવ્યુ આપવા આમંત્રણ ...વધુ વાંચો

27

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૭

જેનિશ એન્ડ કંપનીની પ્લાનિંગનો પ્રથમ પડાવ અહી આલેખાયેલો છે. સાથે સમાંતર ચાલતી દિવ્યા અને જેનિશની પ્રેમગાથાના અગત્યના અંશો પણ છે. (નોંધ : ઘણા વાચકો મિસગાઈડ થાય છે કે જેનિશ અને સંકેતની કહાની વચ્ચે જેનીશ અને દિવ્યા ક્યાં મળતા હશે એવું નથી. અહી જેનીશ અને દિવ્યાની પ્રેમગાથા ભૂતકાળની વાત છે અને સંકેતનો કેસ એ વર્તમાન ઘટના છે. એટલે જેનીશ અને દિવ્યાની લવસ્ટોરી ભૂતકાળની જેમ લીંક કરવી અને વર્તમાનમાં ચાલતા સંકેતના કેસને હાલની ઘટના તરીકે લેવો...આભાર) ...વધુ વાંચો

28

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૮

ઘણી બધી ઘટનાઓને પ્રસ્તુત કરતો આ ભાગ નોવેલનો મહત્વનો હિસ્સો છે. આપ સૌ નોવેલ પસંદ કરીને એના પ્રતિભાવો આપી છો એ જોઇને ખુબ આનંદ થાય છે. અંત સુધી આપ સૌ આપના કીમતી પ્રતિભાવો આપો એ જ ભાવનાસહ.. ...વધુ વાંચો

29

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૯

આટલા વર્ષો બાદ દિવ્યા અને સંકેત ઇત્તેફાકથી ફોન પર મળે છે. બંને વચ્ચે શું વાત થઇ જેનિશના પ્લાનિંગનો ફેઝ પ્રસ્તુત થવાની તૈયારીમાં છે. દિવ્યા સાથે વાત કર્યા બાદ સંકેતના મનમાં શું ચાલી રહ્યું હતું વિચારોના ઘમાસાણ વચ્ચે અટવાયેલો સંકેત શું કરવાનો હતો માણો આ ભાગમાં... ...વધુ વાંચો

30

કાલ્પનિક વાસ્તવિકતા - ૩૦

આ ભાગ થકી હું આ કથાને અહી વિરમું છું. આપ સૌએ આપનો પ્રેમ રીવ્યુ થકી પ્રદર્શિત કર્યો એ બદલ બધાનો આભારી છું. ૨૯ ભાગ પહેલા જ્યારે મેં આ નોવેલની શરૂઆત કરી હતી ત્યારે ઓછા ભાગમાં પૂરી કરવાનું વિચાર્યું હતું પણ જેમ જેમ પાત્રો બનતા ગયા તેમ તેમ મારો પ્રથમ નોવેલ લખવાનો ઉત્સાહ વધતો ગયો અને અમી-સંકેતની આ ગાથા અંતે ૩૦ ભાગની સફર ખેડી આજે અહી વિરામ પામી. આ ભાગ વાંચ્યા પછી પણ આપ આપના સાચા પ્રતિભાવો મને આપજો એવી આશા. જેથી કરીને સૂચનોનો અમલ બીજી કૃતિમાં કરી શકું. અને હા! આ ભાગ બાકીના તમામ ભાગ કરતા લાંબો છે જેની આગોતરી જાણ કરું છું, જેથી સમય લઈને તમે વાંચી શકો. આભાર (ભાર્ગવ પટેલ : ૯૮૭૯૬૯૯૭૪૬) ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો