કાલ્પનિક વાસ્તવિકતા - ૨૦ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૨૦

કાલ્પનિક વાસ્તવિકતા –20

ભાર્ગવ પટેલ

વિશાલ સંકોચાતા પગલે સંકેત અને અમીના રૂમમાં પ્રવેશ્યો. આમેય એ એમના રૂમમાં બહુ જુજ વખત જ આવતો હતો. વિશાલ રૂમમાં રહેલા મોટા ડબલ બેડના એક ખૂણે બેઠો. સંકેત બેડના માથું રાખવાના પડખે બરાબર વચ્ચે બેઠો અને અમી એક માનવીય ત્રિકોણ રચાય એ રીતે વિશાલ જ્યાં બેઠો હતો એના બાજુના ખૂણે બેઠી. રૂમના વાતાવરણમાં અજંપાભરી શાંતિ વ્યાપેલી હતી. ગભરાયેલા વિશાલનો થુંક ગળવાનો અવાજ ત્રણેયને સ્પષ્ટ સંભાળતો હતો. વિશાલ જાણતો હતો કે પોતે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એમાંથી નીકળતા નીકળતા બહેન અને જીજુને કેટલી તકલીફ પડી શકવાની શક્યતા છે!

“હા તો અમી તું કઈ લાલચની વાત કરતી હતી?”, સંકેતે ખોખરો ખાઈને પૂછ્યું.

“વધારે નફાની લાલચ, જે વિશાલને થઇ”, અમીએ વિશાલ સામે જોઇને નિસાસો નાખતી હોય એમ કહ્યું.

“બોલ વિશાલ શું વાત થઇ? અમી આટલી ટેન્શનમાં કેમ છે? અને ગભરાયા વગર તારી સાથે જે થયું હોય એ અમને કહી દે જેથી એનો કોઈ ઉપાય થઇ શકે!”, સંકેતે સાંત્વના આપી જેથી વિશાલ કશુય છુપાવ્યા વગર બધી હકીકત કહી દે.

“જીજુ, એ દિવસે જયારે મેં સાઈટ પર કંટ્રોલરનું કામ અને મહત્વ જાણ્યું ત્યારે મને આશ્ચર્ય થયું અને વર્ષો જૂની મારી ધંધો કરવાની ઈચ્છા સળવળી”

“હમ્મ્મ્મ.. પછી?”, સંકેત શાંતિથી સંભાળતો જતો હતો.

“એટલે મેં બે ચાર દિવસ પછી, કંટ્રોલર અને બીજા એવા મહત્વના પાર્ટ્સની બધી ડીટેઇલ લઈને મકરપુરા જી.આઈ.ડી.સી. આસપાસના વિસ્તારમાં તપાસ ચાલુ કરી”

“શેની અને કેવી તપાસ?”, પાર્ટ્સ સાથે હોય અને પાર્ટ્સની તપાસ કરવા નીકળે એ વાત સંકેતને જરા અજુગતી લાગી.

“કે મોબાઈલ ફોનની જેમ આવી બધી વસ્તુઓનું પણ ડુપ્લીકેશન થઇ શકે કે કેમ!?”

“ઓહ! અચ્છા! તો યુસુઝુ તમારી કંપની છે એમ ને?”

“ના ના સંકેત એવું જરાય નથી! તું વિશાલની પૂરી વાત સાંભળ પહેલા અને પછી કોઈ નિર્ણય પર પહોચ”, બધી વાત જાણતી હોવાથી અમીએ સંકેતને ટોક્યો.

“હા તો બોલ શું થયું પછી તપાસમાં?”

“મેં તપાસ તો અમુક પાર્ટ્સ માટે જ કરી હતી પણ એક ફેકટરીમાં જયારે હું તપાસ કરવા ગયેલો ત્યારે ત્યાં કામ કરવા માટે આવેલા એક લોખંડ ભંગારના વેપારી સાથે મારી મુલાકાત થઇ. એ વેપારીએ મને એક કાગળમાં સરનામું લખી આપ્યું અને કહ્યું કે આ અડ્રેસ પર તારું બધું કામ થઇ જાય એમ છે”

“નામ?”, સંકેતે પૂછ્યું.

“એનું નામ હું પૂછવાનું ભૂલી ગયો હતો પણ હા, એ હાવભાવ અને બોલી પરથી મુસલમાન લાગતો હતો. પછી મેં એ સરનામા પર તપાસ કરવા માટે ઓફિસેથી વહેલા નીકળીને જવાનું નક્કી કર્યું”

“બરાબર!”

“એ એડ્રેસ કોઈ સમીર નામના શખ્સના ઘરનું હતું”

“સમીર? એટલે એ પણ મુસલમાન?”

“હા! પણ એ ખાસ મુસલમાન જેવો મને લાગેલો નહિ. એનું ઘર અને બોલવા ચાલવાનું બાકીના મુસ્લિમ બિરાદરો કરતા તદ્દન અલગ હતું”

“હમ્મ્મ્મ પછી એની સાથે તારી શું વાત થઇ?”,સંકેતને હવે વાત વધારે સંદિગ્ધ અને દિલચસ્પ લાગી રહી હતી.

“મેં એને બધી ડીઝાઈન અને અન્ય વસ્તુઓ બતાવી અને એના મહત્વ વિષે સમજાવ્યું તો એની આંખોમાં તરત જ ચમક આવી ગઈ, એને મારી સમું જોયું અને મારા વિષે બધું ડીટેઇલમાં પૂછવા લાગ્યો”

“શું શું પૂછ્યું?”

“નામથી માંડીને ભાઈ બહેન, ઠેકાણું ક્યાં? આઈડિયા ક્યાંથી આવ્યો અને બધું જ”

“બરાબર, પછી?”

“પછી એણે અમુક એવા સવાલો પૂછ્યા કે જેના જવાબમાં હું તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છું એવા સંદર્ભના વાક્યો બોલવા પડે. અંતે બધું નક્કી કર્યા પછી એ આ કંટ્રોલર અને અન્ય પાર્ટ્સના ડુપ્લીકેટ પાર્ટ્સ બનાવવા માટે રાજી થયો, પણ છેલ્લે નફાની વહેંચણીની વાત આવી ત્યારે એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો”

“એવું તો શું થયું?”, સંકેતની ઉત્કંઠા વધી રહી હતી.

“એણે એના ઘરની છતના ખૂણે રહેલા સીસીટીવી કેમેરાની કલીપ મને બતાવી અને એની કોપી તમને અને દીદીને બતાવવાની ધમકી આપી એટલે હું ડરી ગયો, મારો નફો રળવાનું હવે ઘાતક લાગી રહ્યું હતું, હું મનોમન આવું કરવા માટે પછતાઈ રહ્યો હતો અને ત્યાંથી બધું લઈને ભાગવા ગયો ત્યાં એણે મને રોક્યો અને ફરીથી જ્યાં બેઠો હતો ત્યાં બેસાડ્યો”

“પછી?”

“પછી એણે મને ધમકી આપી કે જો હું એ પાર્ટ્સની બધી ડીટેઇલ એને નહિ આપું તો એ મારા ઘરના સભ્યોને એટલે કે દીદીને અને તમને નુકસાન પહોચાડશે, પણ હું એની ધમકીથી ડર્યો નહિ અને ત્યાંથી હતી એટલી હિંમત ભેગી કરીને નાસી છૂટ્યો. વળી એ પોતે ભીડભાડ વાળા વિસ્તારમાં હતો એટલે મારો પીછો કરવાનું એણે રહેવા દીધું”

અમી બધું જ જાણતી હતી એટલે શાંતિથી એની વાત સાંભળી રહી હતી પણ સંકેત માટે વિશાલના જીભથી નીકળતો દરેક શબ્દ એક સરપ્રાઈઝ જેવો જ હતો.

“એ પછીના એક બે દિવસ પછી અમી માર્કેટ ગઈ હતી ત્યારે એ લોકોના એક માણસે એનો છેક આપણા ઘર સુધી પીછો કર્યો અને એ પીછો કરનારે મને ફોન પર ધમકી આપી કે આજે તો માત્ર પીછો જ કર્યો છે બાકીના પાર્ટ્સની ડીઝાઈન આપ નહિ તો આ ઘટનાને બનાવ બનાવતા મારે જરાય વાર નહિ લાગે”

“શું? અમીનો પીછો? ક્યારે? અને અમી તે મને આ વિષે કેમ કઈ કીધું નહિ?”, સંકેત અમી પર રોષે ભરાયો.

“હું તને કહું તો તારે ટેન્શનમાં નકામો વધારો થાય અને કશું ભયાનક ન લાગ્યું એટલે મેં તને ના કહી આ વાત! તેમ છતાં મેં ઇન્સ્પેક્ટર જાડેજાને આ વિષે વાત કરી હતી, એમની તપાસ ચાલુ જ છે”

“જાડેજા? આ વળી નવું કોણ આવ્યું?”, સંકેત બધી ઘટનાઓને એક પછી એક જોડવા માંથી રહ્યો હતો.

“તું પહેલા વિશાલની બધી વાત સાંભળ એટલે આપોઆપ બધું ક્લીયર થઇ જશે, પ્લીઝ ગુસ્સે ના થઈશ”

“ઠીક છે બોલ વિશાલ પછી આગળ શું થયું?”

“એણે ‘બાકીના પાર્ટ્સ’ એવું કહ્યું એટલે મને શંકા થઇ કે કદાચ એકાદ પાર્ટની ડીઝાઈન હું ત્યાં જ ઝપાઝપીમાં મુકીને આવતો રહ્યો હતો અને હાર્દિકભાઈનો તમારા પર ફોન આવેલો કે એમનું મશીન ચાલુ થઇ ગયું છે એટલે એ શક પાક્કો થઇ ગયો”

“અને એ દિવસે સાંજે વિશાલ મહેમુદને મળવા ગયો ત્યારે એ એ લોકોની બોલચાલ અને વર્તણુકથી ગભરાઈને બાકીના પાર્ટ્સની ડીઝાઈન પણ એમને આપીને આવ્યો”, અમીએ પૂર્ણવિરામ મુક્ત કહ્યું.

“એટલે હવે એ લોકો બાકીના પાર્ટ્સનો પણ નકલી બનાવટનો ધંધો કરશે”, સંકેતે નિસાસો નાખ્યો, “આટલું બધું થઇ જવા છતાં તમે લોકો કેમ મને કશું કહેતા નથી અને જાતે જાતે વગર કામનું મગજ કસ્ય કરો છો?!”, એના શબ્દોમાં સાહજિક ગુસ્સો હતો.

“ઉપરથી હું આત્મહત્યા કરવાનો ટ્રાય કરતો હતો એમ કહીને રાત્રે મને ઘરે પણ મુકવા આવ્યા હતા એ લોકો, જેથી દીદીનો મારા પરનો શક વધારે પાક્કો થાય”

“ઓહ માય ગોડ! આટલું ભયાનક પ્લાનિંગ કરી શકે આ લોકો?”, અમીને આશ્ચર્ય થયું, કારણ કે વિશાલે નકલી ઇન્સ્પેક્ટર મકવાણાવાળી વાત એને કહી નહતી.

“આત્મહત્યાનો ટ્રાય? નકલી પોલીસ? એકઝેટલી આ બધી શું વાત કરી રહ્યા છો તમે બંને?”, સંકેતને પોતે કશું સમજવા જાય ત્યારે એક પછી એક નવા જ રહસ્યો ઉભા થતા લાગી રહ્યા હતા.

“આ લોકોએ ઘણી ખરાબ રીતે મારો ઉપયોગ કર્યો છે અને મને લાગે છે ત્યાં સુધી મારા જેવા કેટલાય લાલચનો ભોગ બન્યા હશે, અને મને આ બધું કહેતા ખરેખર શરમ આવે છે પણ આ ઘટનાએ મારા મનમાંથી લાલચનો પડદો હટાવી લીધો છે”, વિશાલ ફરીથી રડી પડ્યો.

“હવે રડવાથી આપણે કશું ઉકાળી શકવાના નથી, આ બધા વિષે કૈક કરવું પડશે એ જ છેલ્લો ઉપાય છે. આમાં તારો વાંક નથી, વાંક તારા સ્વભાવનો હતો જે હવે બદલાઈ ગયો છે”, સંકેતે પોતાની પરિપક્વતાનું પાસું છતું કર્યું.

“આપણે શું કરી શકવાના હતા?”, અમીએ નિસાસો નાખ્યો.

“આપણે નહિ પણ જેનિશ તો કરી જ શકશે”, સંકેતને પોતાના જેનિશને આ કેસ સોંપવાના આઈડિયા પર વિશ્વાસ વધુ દ્રઢ થયો. હવે એના મગજમાં બધી કડીઓ બરાબર મેચ થાય કે ના થાય એનાથી એને કોઈ લેવાદેવા નહતી, એને એક જ વાત ગમી કે છેલ્લે તો બધું જેનિશના બાહોશ હાથોમાં જ આવ્યું હતું.

“જેનિશ? કોણ?”, અમીએ પૂછ્યું.

સંકેતે અમીને જેનિશનો પરિચય આપ્યો અને એના બે ચાર સોલ્વ કરેલા મોટા કેસ કહ્યા જેથી કરીને પોતાના મિત્રની કાબેલિયતનો નમુનો પત્ની અને સાળાને મળી રહે.

“તમે આ બધી ઘટનાઓ વિષે થોડી વધુ માહિતી આપી શકો? આઈ મીન એવી કોઈ માહિતી કે જેમાંથી આગળના સ્ટેપ લેવા માટેનું બેકગ્રાઉન્ડ મળી શકે”, સંકેતની આંખોમાં અને અવાજમાં અચાનક ચમકારો થયો.

“મેં જાડેજા સાહેબને તપાસ કરવા માટે વાત કરી હતી. પછી એમનો કોઈ રીપ્લાય નથી આવ્યો. આઈ હોપ કે એમની પાસે સારી એવી માહિતી મળી જાય”

“તો આપણે આવતીકાલે સવારે આ વિષે એમની સાથે વાત કરીએ, અત્યારે ખાલી જેનિશને કહી દઉં કે એક્ચ્યુલી આપણે સમજીએ છીએ એના કરતા આ કેસ ક્યાય ઊંડો છે”

“હમ્મ્મ્મ”

“થેંક યુ જીજુ”, વિશાલે આભાર વ્યક્ત કર્યો.

“કેમ?”, સંકેતે પૂછ્યું.

“મારી આટલી મોટી ભૂલ હોવા છતાં તમે મને માફ કર્યો અને મારો સાથ આપ્યો”

“સાચું કહું તો મને પહેલા તારી ભૂલ પર ગુસ્સો આવ્યો હતો પણ તને પસ્તાવો થયો એ જાણીને મારો ગુસ્સો ઓછો થયો, કારણ કે ભૂલ કરનાર તો ગુનેગાર હોય જ છે પણ એના પસ્તાવાને એક મોકો ના આપવાવાળો એનાથી પણ મોટો ગુનેગાર ગણાય છે, બસ એ જ વાતના લીધે! અને આ પ્રોબ્લેમ પણ હવે આપણા બધાના સાથથી જલ્દીથી સોલ્વ થઇ જ જશે. અત્યાર સુધી આપણે ત્રણેય અલગ અલગ રહીને આ બધું સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ હવે આપને ત્રણેય સાથે છીએ, એક્ચ્યુલી ચારેય”, સંકેતે જેનિશને પણ ગણી લીધો.

“હમ્મ્મ્મ”

“સારું તો અત્યારે હું થોડી વારમાં ફોન કરું છું એને! બધું કહી દઉં”

“ઠીક છે જીજુ”

“ગુડ નાઈટ”

“ગુડ નાઈટ”, વિશાલ પોતાના રૂમ તરફ ગયો અને ઘરનું બારણું ખખડ્યું.

“પપ્પા અને મમ્મી હશે, આટલા વાગ્યા સુધીમાં જ આવવાનું કહેતા હતા”, ઘડિયાળના ડાયલમાં બાર ને પંદરનો ટાઈમ જોઈને અમીએ કહ્યું.

“હમ્મ્મ્મ”, સંકેત જેનિશને ફોન કરી રહ્યો હતો પણ એનો ફોન વ્યસ્ત આવતો હતો

‘આ માણસ અત્યારે ક્યાં વાત કરતો હશે?’, સંકેતે મનોમન વિચાર્યું અને પછી સ્વગત જ જવાબ આપ્યો, ‘અરે હા! હું તો ભૂલી ગયો! કરતો હશે વાત મારી ભાવી ભાભી સાથે આઈ થીંક’, કહીને મનોમન એ હસ્યો.

***

આ બાજુ જેનિશ સાચે જ એની પ્રિયતમા સાથે વાત કરી રહ્યો હતો. કામના સમયે કામ અને પોતાના સમયે પોતાનું જ કામ એવો એનો નિયમ હતો. કામની કોઈ વાત પર્સનલ જીવનમાં નહિ અને પર્સનલ જીવનની વાતો પ્રોફેશનલ જીવનમાં નહિ એ એના કામ કરવાનો મૂળ સિદ્ધાંત હતો.

“ક્યારે પાછી આવીશ તું અહી?”, એણે એને પૂછ્યું.

“કદાચ એક મહિના પછી”, સામેથી જવાબ મળ્યો.

“કેમ એટલું બધું લેટ?”

“મારા ભાઈના મેરેજ છે જેની! પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ”

“ઓકે ઓકે! મને નહિ ઇન્વાઇટ કરે?”

“આઈ વિશ આઈ કુડ ડુ સો”

“હમ્મ્મ્મ, એટલે મિસ દિવ્યા એટલા લાચાર છે એમ ને??”