સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત. વાંચો, આગળની વાર્તા કાજલ ઓઝા વૈદ્યની કલમે...

Full Novel

1

સત્ય-અસત્ય - પ્રકરણ-1

પ્રકરણ 1 : સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત. વાંચો, આગળની વાર્તા કાજલ ઓઝા વૈદ્યની કલમે... ...વધુ વાંચો

2

સત્ય-અસત્ય - પ્રકરણ-2

સત્યજીતના ખોટું બોલવાને લીધે પ્રિયંકા નારાજ હતી - પ્રિયંકાના દાદાજી સાથે પ્રિયંકાની સત્યજીત અંગે વાતચીત કરવી - મહાદેવભાઈની સત્યજીત મુલાકાત અંગેની ચર્ચા - મહાદેવભાઈનું પ્રિયંકાને સમજાવવું - સત્યજીત કેવી રીતે પ્રિયંકા પ્રત્યે આકર્ષાયો તેના વિશે આ અંકમાં કાજલ ઓઝા વૈદ્યની કલમે વાંચવા મળશે. ...વધુ વાંચો

3

સત્ય અસત્ય - પ્રકરણ - 3

પ્રિયંકા દાદાજી સાથે દલીલ કરી રહી હતી અને ત્યારબાદ તેને દુઃખ પહોંચ્યું - સત્યજીત હંમેશા પ્રિયંકાને જૂઠ્ઠું બોલ્યા પછી લેતો - પ્રિયંકા સત્યજીત સાથેના સંસ્મરણો તાજા કરે છે અને તેની મજાકને યાદ કરે છે - અચાનક ફોન આવે છે અને ખબર મળે છે કે સત્યજીતના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે - પ્રિયંકાને ફરીથી સત્યજીત મજાક કરતો હોય તેવું લાગે છે... શું પ્રિયંકા સત્યજીત પાસે જશે? સત્યજીતના પિતાજી બચી જશે કે કેમ? વાંચો, પ્રકરણ - 3માં .. સત્ય-અસત્ય નવલકથામાં કાજલ ઓઝા વૈદ્યની કલમે... ...વધુ વાંચો

4

સત્ય અસત્ય - પ્રકરણ - 4

પ્રિયંકા સત્યજીતના ઘરે પહોંચી ત્યારે બંગલો સૂમસામ હતો - પ્રિયંકા વધુ ને વધુ ચિંતિત થઈ રહી હતી - સત્યજીતને તે તેને વળગી પડી - સત્યજીતના પપ્પા વિષે તેણે જાણવાનો પ્રયત્ત્ન કર્યો ત્યારે પ્રિયંકાને ખ્યાલ આવ્યો કે તેની સાથે સત્યજીતે મજાક કરી છે.. આગળ શું થશે? સત્યજીતના બીજા જૂઠ બાદ તે ફરીથી તેના પર વિશ્વાસ મૂકી શકશે? વાંચો, સત્ય-અસત્યના ચોથા ભાગમાં... ...વધુ વાંચો

5

સત્ય અસત્ય - પ્રકરણ - 5

પ્રિયંકાના પિતા સિદ્ધાર્થભાઈ પ્રિયંકાના નિર્ણયને બહુ ગંભીરતાથી લેવા તૈયાર નહોતાં - પ્રિયંકાએ બીજા વાતાવરણમાં જઈને મૂડ ચેન્જ કરવા માટેની દર્શાવી - અમદાવાદને બદલે બીજા શહેરમાં ટ્રાન્સફર માટે પ્રિયંકા તૈયાર થાય છે - દાદા મહાદેવભાઈ પર સત્યજીતનો ફોન આવ્યો ... વાંચો, સત્ય અસત્ય પ્રકરણ 5. ...વધુ વાંચો

6

સત્ય અસત્ય - પ્રકરણ - 6

અમેરિકન એમ્બેસીની બહાર નીકળતી વખતે પ્રિયંકાનું મન હજુ અવઢવમાં હતું - વિઝા મળી ગયાના ઉત્સાહની સાથે સત્યજીત સાથેનો સંબંધ દુઃખ પણ હતું - એ સતત સત્યજીત સાથેના સંબંધના વિચારોમાં જ ખોવાયેલી હતી - તેની સાથે ફરી જિંદગી જોડી શકાશે કે નહીં તે અંગેના વિચારો પણ મનમાં આવતા હતા - પ્રિયંકાને દાદાજીનો કૉલ આવ્યો - પ્રિયંકા તેમની સામે રડી પડી અને દાદાજીએ તેને અમુક સલાહ પણ આપી... વાંચો, આગળની રોચક પ્રણય કથા, સત્ય-અસત્ય, કાજલ ઓઝા વૈદ્યની કલમે.. ...વધુ વાંચો

7

સત્ય અસત્ય - પ્રકરણ - 7

સત્યજીતના પિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા - ડૉક્ટરે મેસિવ એટેક હોવાનું જણાવ્યું - બીજી તરફ પ્રિયંકાની અમેરિકા જવાની તૈયારી હતી - સામે તરફ સત્યજીતના પિતાનું અવસાન થયું અને બચાવી ન શકાયા... વાંચો, આગળની વાર્તા સત્ય-અસત્ય. ...વધુ વાંચો

8

સત્ય અસત્ય - પ્રકરણ - 8

પ્રિયંકા અમેરિકા ગઈ અને ઇન્ટરવ્યૂ સારી રીતે પાસ થયો - વોશિંગ્ટનમાં તે ફરી - આદિત્ય જોડે મુલાકાત થઈ - એકબીજાનો પરિચય આપ્યો - આદિત્ય પ્રિયંકાને ધીરે ધીરે સમજવા લાગ્યો - બીજી તરફ પિતાના મૃત્યુ પછી સત્યજીત સહેજ પણ રડ્યો નહોતો અને તેના વર્તનમાં સમૂળગો ફેરફાર આવ્યો .. વાંચો, આગળની વાર્તા સત્ય-અસત્ય કાજલ ઓઝા વૈદ્યની કોલમે... ...વધુ વાંચો

9

સત્ય અસત્ય - પ્રકરણ - 9

અમેરિકાથી પાછા આવવના સમાચાર સત્યજીતને મળ્યા - છતાં સત્યજીતે પ્રિયંકાનો સંપર્ક ન કર્યો - તે પ્રિયંકા વિના નહોતો રહી - પિતા સાથેની યાદો અને પ્રિયંકાની ચાહત સાથે સત્યજીત સમય પસાર કરી રહ્યો હતો... વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય. ...વધુ વાંચો

10

સત્ય અસત્ય - પ્રકરણ - 10

પ્રિયંકા દેશ છોડીને નીકળી ત્યારે એને લાગ્યું કે એનો આખો ભૂતકાળ પાછળ છૂટી ગયો છે. જાણે જિંદગીનો એક આખો પોતાનાથી કપાઈને અહીં છૂટી ગયો હોય એવી લાગણી એને વલોવતી રહી. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાન જ્યારે અમેરિકા તરફ ઊડ્યું ત્યારે પ્રિયંકાને પોતાના હાથમાં પકડાયેલો સત્યજીતનો હાથ સરકીને વિખુટો થઈ જતો હોય એવો ખાલીપો ઘેરી વળ્યો. વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય. ...વધુ વાંચો

11

સત્ય અસત્ય - પ્રકરણ - 11

સત્યજીત સાથેનો છેલ્લો સંવાદ હજીયે ક્યારેક એને બેચેન કરી જતો. એની સંવેદનશીલતા એને સવાલ પૂછતી, પણ એણે નક્કી કરી હતું કે જિંદગીમાં આગળ વધી જવાનું - પાછળ વળીને નહીં જોવાનું... પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના વિષયો સાથે ભણવાની પ્રિયંકાને ખૂબ મજા આવતી હતી. નવી દુનિયામાં નવા લોકો સાથેનો પરિચય એને જીવનના અનુભવો આપી રહ્યો હતો. વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય. ...વધુ વાંચો

12

સત્ય અસત્ય - પ્રકરણ - 12

સોનાલીબહેન ક્યારના ચૂપચાપ ઘરે બેઠા હતાં. એમના ચહેરા પર ઘેરી વેદનાની છાયા હતી. બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું એમને જે કંઈ બન્યું એનું ઊંડું દુઃખ હતું. એ પ્રિયંકાના નિર્ણય વિશે વાત કરવા સિદ્ધાર્થભાઈના ઘરે આવ્યા હતા. ખાસ્સી વારથી એક અજબ પ્રકારની ચૂપકિદી ડ્રોઇંગરૂમમાં ઘુમરાયા કરતી હતી. કોઈ કશું બોલે એવી આશા સાથે સૌ એકબીજા સામે જોતા હતા, પરંતુ શીલાબહેન, સિદ્ધાર્થભાઈ, મહાદેવભાઈ અને સોનાલીબહેન સહિત કોઈનેય સૂઝતું નહોતું કે શું બોલવું... વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય. ...વધુ વાંચો

13

સત્ય અસત્ય - પ્રકરણ - 13

ડ્રાઈવ કરીને પાછો જતો આદિત્ય અને સ્ટુડિયો એપાર્ટમેન્ટના પલંગ પર પડીને છતને તાકતી પ્રિયંકા, બંને એક જ વાત વિચારી હતા, આ શું થઇ રહ્યું હતું? આજ પહેલાં આવી રીતે કોઈનાથી છૂટા પડતા આટલી તકલીફ નહોતી થઇ, બંનેને. આદિત્યએ કહ્યું કે આ દોસ્તી હતી. પ્રિયંકાએ પણ એ જ શબ્દને સ્વીકારી લીધો, પરંતુ ખરેખર આ દોસ્તી જ હતી કે બીજું કંઈ? વારે વારે બંધ આંખો સામે દેખાતો આદિત્યનો ચહેરો પ્રિયંકાને કહી રહ્યો હતો, “હું તને યાદ કરું છું.” ગાડી ચલાવતા સતત યાદ આવતી પ્રિયંકાની બે આંખો આદિત્યને વારંવાર પૂછી રહી હતી, “તું મારા પ્રેમમાં પડી ગયો છે?” મહાદેવભાઈએ બધું જ કહ્યું હતું એટલે આદિત્ય જાણતો હતો કે... ...વધુ વાંચો

14

સત્ય અસત્ય - પ્રકરણ - 14

રવિન્દ્રભાઈના મૃત્યુ પછી ઠક્કર સાહેબે ફરી એક વાર આ કુટુંબને આધાર આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. સતત આ કુટુંબનું કરતા રહેલા માણસની દીકરી આ ઘરમાં વહુ થઈને આવે તો મિત્રતાના સંબંધો વધુ ગાઢ બને એવી એમની તીવ્ર ઈચ્છા આજે પૂરી થઇ જશે એવી સોનાલીબહેનને ખાતરી હતી. એમણે ઈશ્વર સામે હાથ જોડીને મનોમન પ્રિયંકા સાથેનો સંબંધ તૂટ્યો એ બદલે આભાર પણ માની લીધો. સત્યજીત આ બધી ધમાલમાં વહેલી સવારથી બહાર નીકળી ગયો હતો. દિવસ દરમિયાન સત્યજીત કોઈ કામમાં મન પરોવી શક્યો નહીં. એના મનમાં રહી રહીને પ્રિયંકાના વિચારો આવતા રહ્યા. માની ઈચ્છા પૂરી કરવા માટે અમોલા સાથે લગ્ન કરીને જાતને અને એ છોકરીને છેતરવાની એની હિંમત નહોતી. ...વધુ વાંચો

15

સત્ય અસત્ય - પ્રકરણ - 15

સાંજે અમોલા એનાં માતાપિતા સાથે આવી ત્યારે બપોરે બનેલી ઘટનાનો કોઈ અણસાર પણ એના ચહેરા પર નહોતો. જાણે જ બન્યું ના હોય એમ તદ્દન સ્વાભાવિક! છોકરો જોવા આવેલી કોઈ ગુજરાતી છોકરી સાચેસાચ એ જ રીતે અમોલા વર્તી રહી હતી. બપોરે ઓફિસમાં આવેલી અમોલા અને અત્યારની અમોલા સાવ જુદા હતા. સોનાલીબહેન અહોભાવથી અમોલાને જોઈ રહ્યા હતા. એની સુંદરતા, એની વાક્છટા, એનો વર્તાવ બધું જ સોનાલીબહેનને મુગ્ધ કરી રહ્યું હતું. જ્યારે સત્યજીતની નજર સામે હજી સુધી બપોરે ઓફિસમાં આવીને ટેબલ પર ગોઠવાઈ ગયેલી ચ્યુઇંગમ ચાવતી અમોલા ખસતી નહોતી. એ આશ્ચર્યચકિત હતો. એક જ માણસના આવા બે રૂપ હોઈ શકે? એ અમોલાના પિતા સાથે વાતો કરી રહ્યો હતો. વચ્ચે જ એની નજર અમોલા પર પડી. ...વધુ વાંચો

16

સત્ય અસત્ય - પ્રકરણ - 16

મહાદેવભાઈ બોલતા રહ્યા અને એને સામે છેડે પ્રિયંકા રડતી રડતી એમની વાત સાંભળતી રહી. પરંતુ ફોન મુકાયો ત્યારે મહાદેવભાઈના પ્રિયંકાને જીવનનું એક વધુ સત્ય સારી રીતે સમજાવી શક્યાનો સંતોષ હતો, સામે પક્ષે પ્રિયંકાના મનમાં સત્યજીતના લગ્નના સમાચાર જાણ્યા પછી પણ ગુસ્સો કે અકળામણને બદલે પ્રમાણમાં સ્વસ્થતા અને રાહતના ભાવ હતા. પ્રિયંકાએ બે વાર ફોન ઉપાડ્યો, સત્યજીતનો નંબર ડાયલ કર્યો પરંતુ રીંગ વાગે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો. એની હિંમત નહોતી થતી સત્યજીત સાથે વાત કરવાની. ક્યાંય સુધી બેચેન થઈને નીચેની લોનમાં એ આંટા મારતી રહી. પછી અચાનક જ રૂમમાં આવીને એણે આદિત્યનો નંબર જોડ્યો. “અરે વાહ! હું તને આજે યાદ આવ્યો, એમને?” ...વધુ વાંચો

17

સત્ય અસત્ય - પ્રકરણ - 17

ચારે તરફ માણસો માણસોનાં ટોળા, સોનાલીબેનનો ઉત્સાહ, ઠક્કર સાહેબની ઘેલછા પણ સ્ત્ય્જીતના ચહેરા પર જાણે ઉદાસી થીજી ગઈ હતી. બધી જ પ્રવૃત્તિ કરતો રહ્યો. જેમ કહેવામાં આવ્યું તેમ કરતો રહ્યો. સોનાલીબેનનું મન રાખવા મહેંદીમાં ઉભો થઈને નાચ્યો પણ ખરો, પણ અમોલાના ગળામાં મંગળસૂત્ર પહેરાવતી વખતે એનો હાથ ધ્રૂજી ગયો. એક કાચી ક્ષણ માટે એને અમોલાની જગ્યાએ પ્રિયંકા દેખાઈ. મન કઠણ કરીને અમોલાની સેથીમાં સિંદુર ભરતી વખતે એણે જાતને કહી દીધું, “હવે આ જ મારી જિંદગીનું સત્ય છે. અગ્નિની સાક્ષીએ આની જવાબદારી લીધી છે મેં. એને સુખી ન કરી શકાય તો કંઈ નહીં, પણ એને દુઃખી તો નહીં જ કરું.” એની જિંદગીનો એક નવો અધ્યાય શરુ થઇ ગયો. ...વધુ વાંચો

18

સત્ય અસત્ય - પ્રકરણ - 18

સાચો ધડાકો તો ત્રીજે દિવસે થયો. એ બંને જણા લગ્ન રજીસ્ટર કરીને જ જવા માંગતા હતા. ઘણી રકઝક પછી જેમ આખરે પ્રિયંકાનું ધાર્યું જ થયું. પ્રિયંકા અને આદિત્યના લગ્ન રજીસ્ટર થઇ ગયા. બંને જણા લગ્ન કરીને સોમનાથ-ચોરવાડ ફરી આવ્યા. અઠવાડિયું નડિયાદ રહ્યા ત્યાં તો પાછા ફરવાનો સમય થઇ ગયો. નીકળવાના આગલા દિવસની રાત્રે નડિયાદના ઘરમાં આદિત્યની બાજુમાં સૂતેલી પ્રિયંકા પટેલ છત તરફ તાકી રહી હતી. રાતના દોઢનો ટકોરો પડ્યો, ને આદિત્યની આંખો અચાનક ખૂલી ગઈ. એણે જોયું તો પ્રિયંકા જાગતી હતી. એની ઉઘાડી આંખોમાંથી સરકતા આંસુ કાનની પાછળ થઈને ઓશીકામાં સંતાઈ જતા હતા. આદિત્ય બેઠો થઇ ગયો, “પ્રિયા! શું થયું?” “કંઈ સમજાતું નથી આદિત્ય, પણ આજે મન બહુ ઉદાસ થઇ ગયું. રહી રહીને ડૂમો ભરાય છે.” ...વધુ વાંચો

19

સત્ય અસત્ય - પ્રકરણ - 19

બંને જણા નુઆર્ક એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પ્રિયંકા જાણે પિયરને, અમદાવાદને, સત્યજીતને, એના ભૂતકાળને અને વીતેલાં બધાં જ વર્ષોને છોડીને આવી હતી. નવેસરથી કોરી પાટીમાં એણે એક સંબંધના અક્ષર પાડવાની શરૂઆત કરી. થોડાક જ મહિનાઓમાં એ બંને એકબીજાને એટલું સમજતા થઇ ગયા કે આદિત્યનો ફોન આવે ને એનું ‘હલો’ સાંભળીને પ્રિયંકા જવાબ આપી દે, “હું આજે જ નીકળું છું.” ને પ્રિયંકા ક્યારેક ઉદાસ હોય તો આદિત્યને જણાવે તે પહેલાં આદિત્ય પિત્ઝા લઈને એના સ્ટુડિયો એપાર્ટમેન્ટ પર હાજર થઇ ગયો હોય. ચાર કલાકથી પણ વધુ ડ્રાઈવ કરીને ન્યૂજર્સીથી બોસ્ટનને બોસ્ટનથી ન્યૂજર્સી પહોંચી જવું એમને માટે જાણે રમત વાત થઇ ગઈ હતી. સાચું જ કહ્યું છે, બે અંતરો જ્યારે એક થઇ જાય ત્યારે ભૌગોલિક અંતરનો કોઈ અર્થ રહેતો નથી... ...વધુ વાંચો

20

સત્ય અસત્ય - પ્રકરણ - 20

અણધાર્યા હુમલાને કારણે બાપ-દીકરી થોડીક ક્ષણો ડઘાઈ ગયા. સોનાલીબહેને આસું ભરેલી આંખે સત્યજીત સામે એવી રીતે જોયું, જાણે એને રહેવાની વિનંતી કરતા હોય. સત્યજીતે એક શબ્દ બોલ્યા વિના માને ફક્ત આંખોથી જ સધિયારો આપ્યો. પછી ફરી એક વાર ઠક્કર સાહેબની આંખોમાં જોયું, “હું કાલે તમારી ઓફિસે આવીશ. મને એક એક પૈસાનો હિસાબ જોઈએ છે. તમારું એક રૂપિયાનું દેવું નથી રાખવું મારે. ઘર, ઓફિસ, ફેક્ટરી જમીન – જે જોઈતું હોય તે લઇ લો, પણ એ બધાની સાથે તમારી દીકરીને પણ અહીંથી લઇ જાવ. મને રૂપિયા આપીને ખરીદ્યો છે એમ માનો છો?” સત્યજીતનો અવાજ એટલો મોટો થઇ ગયો કે એના અવાજમાં તિરાડો પડી ગઈ. ફાટેલા અવાજે એ બરાડ્યો... ...વધુ વાંચો

21

સત્ય અસત્ય - પ્રકરણ - 21

અમોલાની ગેરહાજરી વિશે કઈ પણ પૂછવાને બદલે એણે આ પરીસ્થિતિથી રાહત અનુભવવા માંડી હતી. સોનાલીબહેન એમના ઘરમાં પડી રહેલી જોઈ શકતા હતા, પરંતુ કશું જ કરી શકે તેમ નહોતાં. એ ક્યારેક સત્યજીતને સમજાવવાનો પ્રયાસ કરતાં. તો એ એકપણ શબ્દ બોલ્યા વિના એ સોનાલીબહેનની સામે જે દ્રષ્ટિએ જોઈ રહેતો એ આંખોમાં રહેલી પીડા અને પ્રશ્નોને સહી શકવા સોનાલીબહેન માટે અસંભવ હતા. એ ક્યારેક અમોલા સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તો અમોલા એમનું અપમાન કરીને એમને ચૂપ કરી દેતી. એના વધતા પેટ સાથે ઘરમાં એનું ગેરવર્તન પણ ધીમે ધીમે વધી રહ્યું હતું. ક્યારેક અમોલા આખી રાત ઘરે પાછી ન આવતી. ડરી ગયેલા સોનાલીબહેન ચારે તરફ ફોન કરે ત્યારે ખબર પડતી કે... ...વધુ વાંચો

22

સત્ય અસત્ય - પ્રકરણ - 22

પ્રિયંકા ક્ષણભર એની સામે જોઈ રહી, પણ ભયાનક આસક્તિથી એને ભેટી પડી, “તને કહું? આટલી સચ્ચાઈ પછી કદાચ તારું ન હું સહન કરી જાઉં એવું બને. હું તને ખૂબ ચાહું છું આદિ, અને હવે મારે ભૂતકાળમાં જઈને સચ-જૂઠને તપાસવા નથી. હવે આપણે આગળની તરફ જોવાનું છે. મારે પાછળની તરફ વળી વળીને સુકાયેલા ઘા પરથી પોપડાં નથી ઉખાડવા.” પોતાને ભેટેલી પ્રિયાના માથે પ્રેમથી હાથ ફેરવી રહેલા આદિત્યને એક વાર વિચાર આવ્યો કે આજે જ આવેલા સ્ત્ય્જીતના ફોન વિશે જણાવે, પછી એણે મન વાળી લીધું. આજે સવારના પહોરમાં જ્યારે પ્રિયંકા સ્કૂલ ચાલી ગઈ અને આદિત્ય મોટેલ જવાની તૈયારી કરતો હતો ત્યારે સત્યજીતનો ફોન આવ્યો હતો, પણ... ...વધુ વાંચો

23

સત્ય અસત્ય - પ્રકરણ - 23

અમોલાની આંખો બંધ હતી. આટલા બધા કલાકના દર્દ અને બ્લિડિંગના કારણે એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. હળવા સિલેટીવને ઊંઘી રહી હતી. હમણાં જ ચોખ્ખી કરીને લવાયેલી પિંક ફ્રોક અને ટોપી પહેરેલી બાળકી ગુલાબી ફલાલીનમાં લપેટાયેલી નાનકડા પારણામાં ઝૂલતી હતી. એની પાસે ઊભેલાં મિસિસ ઠક્કર હળવા હાથે પોતાની આંગળીઓ એના કપાળ પર ફેરવતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી રહ્યાં હતા. સોનાલીબહેનને જોતાં જ એમણે કહેવા માંડ્યું, “આના પપ્પા હોત તો ગાંડાઘેલા થઇ ગયા હોત. અમોલા કેટલી વહાલી હતી એમને. અમોલાનું સંતાન એમને માટે તો...” આગળ બોલી શકે એ પહેલાં તો એમનું ગળું રૂંધાઇ ગયું. સોનાલીબહેને નજીક આવીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ બીજી જ ક્ષણે... ...વધુ વાંચો

24

સત્ય અસત્ય - પ્રકરણ - 24

બહાર જઈને ગાડીમાં બેઠેલાં સોનાલીબહેન રડતાં હતાં. ચસોચસ હોઠ ભીડીને સત્યજીત એવી રીતે ગાડી ચલાવતો હતો, જાણે કશું બન્યું ન હોય, પણ ખરેખર તો એના શરીરનું એક અંગ કપાઈ ગયું હોય એટલી વેદના થતી હતી એને. કોઈ નહોતું જાણતું, પણ ગઈ કાલે પ્રિયંકા સાથે વાત થયા પછી એણે મનોમન નક્કી કર્યું હતું કે એ આ પરિસ્થિતિ બદલવાનો સનિષ્ઠતાથી પ્રયાસ કરશે. બે દિવસમાં એણે કિડ્ઝ રૂમ તૈયાર કરાવ્યો હતો. ગુલાબી દીવાલો, ગુલાબી બેબીક કોટ, રમકડાં, કપડાં... આજે અમોલા ઘેર આવવાની હતી એટલે ઘરે જઈને એણે ફુગ્ગા અને ફૂલો સજાવ્યા હતા. વેલકમ હોમના કાર્ડ લગાવ્યાં હતાં. આ બધું કરતાં એને ખૂબ કુતૂહલ થતું હતું. આ એનો સ્વભાવ ન હતો તેમ છતાં... ...વધુ વાંચો

25

સત્ય અસત્ય - પ્રકરણ - 25

થોડીવાર માટે સોનાલીબહેન ચૂપ થઇ ગયા. એક ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી કહી નાખ્યું, “મેં તને કહ્યું હતું મને કલ્પના નહોતી કે મારો દીકરો આટલો બધો મોટો અને સમજદાર થઇ ગયો હશે. જિંદગીને જોવાના તારા અને એના ચશ્મા અલગ છે, અમોલા. હવે દીકરી જોઈતી હોય તો તારે અહીં આવીને રહેવું પડશે. મને એ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી.” સોનાલીબહેને ફોન મૂકી દીધો. અમોલા થોડી વાર ફોન પકડીને અવાચક ઉભી રહી. મિસિસ ઠક્કર એને હચમચાવીને પૂછતાં રહ્યા, પણ અમોલા પાસે કોઈ જવાબ ન હતો. ભાંગેલા પગે એ ત્યાં જ બેસી પડી. એનું મન એટલું ક્ષુબ્ધ થઇ ગયું હતું કે એ રડી પણ ન શકી. ...વધુ વાંચો

26

સત્ય અસત્ય - પ્રકરણ - 26

એ જે પ્રકારના મનસૂબાઓ ઘડીને આ ઘરમાં દાખલ થઇ હતી એ મનસૂબા હવે સફળ થવાના નહોતા એ વાત એને વર્તનથી સમજાઈ ગઈ હતી. એણે દ્રઢપણે ગાંઠ વાળી... આગળ વધીને બંને હાથે સત્યજીતને પોતાના બાહુપાશમાં લઇ લીધો. એની પીઠ પર માથું મૂકીને એણે જોર જોરથી રડવા માંડ્યું, “દરેકની ભૂલ થાય છે સત્યજીત... હું મૂરખ હતી કે તારા જેવા માણસને ઓળખી ન શકી. તને હાથ જોડું છું... તારા પગે પડું છું... મારા પર અહેસાન કર... પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ મને માફ કર. હું આજ પછી તને ફરિયાદનો મોકો નહીં આપું.” “આજ પછી હું ક્યારેય ફરિયાદ કરવાનો જ નહી.” સત્યજીતનો અવાજ હજી પણ એટલોજ સ્થિર હતો. એણે બંને હાથે પોતાના હાથ પોતાની છાતી પરથી કાઢ્યા. ...વધુ વાંચો

27

સત્ય અસત્ય - પ્રકરણ - 27

ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે સ્ત્રીની તમામ સંવેદનાઓ પૂરેપૂરી જાગીને એના રક્તમાં વહેવા લાગે છે. થનારી પીડાનો ભય, લેનાર બાળકનો આનંદ અને સાથેજ બદલાતા શરીરની અને હોર્મોનની મૂંઝવણો એને માટે એક વિચિત્ર પરિસ્થિતિ હોય છે. આવા સમયે એને પોતાના માતાપિતા પાસે રહેવાનું વધુ ગમતું હશે કદાચ. આદિત્યએ પ્રિયંકાને કમને જવા તો દીધી, પણ ડોક્ટરે આપેલી તારીખના છેલ્લા અઠવાડિયે એણે પોતે પણ અમદાવાદ પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. જો કે એણે પ્રિયંકાને કશું જ કહ્યું નહોતું, પણ મનોમન એટલું તો નક્કી કરી જ લીધું હતું કે બાળકના જન્મ સમયે કોઇપણ મુશ્કેલી હુભી થાય તો પતે ત્યાં હાજર હોવો જોઈએ. નંદનકાકાની કોઈ ભવિષ્યવાણી આજ સુધી ખોટી નહોતી પડી.... આદિત્ય મનોમન ઈચ્છતો હતો કે... ...વધુ વાંચો

28

સત્ય અસત્ય - પ્રકરણ - 28

ચાર મહિનામાં પ્રિયંકાના ચહેરા પર અજબ જેવું તેજ આવી ગયું હતું. એ આમ પણ સુંદર લાગતી હતી પરંતુ પ્રેગનન્સી માતાપિતાની કાળજી, દાદાજીના લાડ અને નિયમિત કસરત, સારો ખોરાક અને ધ્યાન વગેરેથી એના સમગ્ર સ્વાસ્થ્યમાં સુંદરતા ઉમેરાઈ ગઈ હતી. પોતાની પ્રેગનન્સીની એક એક પણ પ્રિયંકાએ માણી હતી. ધ્યાન કરતી વખતે એ પોતાનું સમગ્ર અસ્તિત્વ નાભિ પર કેન્દ્રિત કરતી. પોતાના બાળકને સદવિચારના સારાઈના સાચું બોલવાના અને સારા માણસ થવાના સંસ્કાર મનથી મનની વાત કરીને પહોંચાડવાનો પ્રયત્ન કરતી. રાત્રે સુતી વખતે પણ આંખ મીંચીને એ પોતાના બાળક સાથે વાતો કરતી. જાણેકે એ પોતાની સામે જ બેઠું હોય એ રીતે પ્રિયંકા પોતાના મનની વાતો એની સાથે વહેંચતી. ...વધુ વાંચો

29

સત્ય અસત્ય - પ્રકરણ - 29

લાંબુ વિચારતા એને સમજાયું કે એમને જોડનારી એક જ કડી હતી, પ્રિયંકા કારણકે બંને પ્રિયંકાને ખૂબ પ્રેમ કરતા હતા જ્યારે પ્રિયંકાની ખુદની જિંદગી આટલી કપરી મુશ્કેલીમાં મુકાય ત્યારે સત્યજીત સાથે વાત કરવાથી કદાચ તેનું મન હળવું થઇ શકે એમ એને લાગ્યું. આદિત્યને લાગ્યું કે પોતાના દુઃખની પીડા એક જ વ્યક્તિ સમજી શકશે અને કદાચ એ સત્યજીત જ હોઈ શકે. આદિત્યે ફોન લગાવ્યો અને સારી એવી રીંગ વાગ્યા પછી સત્યજીતે કોલ રીસીવ કર્યો અને કહ્યું, બોલ પ્રિયંકા. આદિત્યે કહ્યું કે એ બોલે છે નહીં કે પ્રિયંકા. સત્યજીત થોડો ઝંખવાઈ ગયો, એણે આદિત્ય ક્યારે આવ્યો એમ પૂછ્યું. આદિત્યે સત્યજીતને કહ્યું કે એણે તેને મળવું છે અને બને તો હમણાં જ. સત્યજીતને ચિંતા થઇ એટલે એણે પૂછ્યું... ...વધુ વાંચો

30

સત્ય અસત્ય - પ્રકરણ - 30

જે દિવસથી સત્યજીતને ખબર પડી હતી કે પ્રિયંકાને બ્લડ કેન્સર છે એ જ દિવસથી એ એક રાત પણ નિરાંતે શક્યો નહોતો. આદિત્યને હિંમત આપવા એણે જે કહ્યું તે પરંતુ એની પોતાની હિંમત તૂટી ગઈ હતી. પ્રિયંકાને જો કશું થઇ જશે તો પોતે સાવ તૂટી જશે એ વાત સત્યજીત બહુ સારી રીતે જાણતો હતો અને આ સમયે જો પ્રિયંકા પણ તેની સામે આવીને ઉભી રહી ગઈ હોત તો એ પોતાની પીડા અને પ્રિયંકાની ચિંતા મળીને પોતે એની સામે ઢગલો થઇ જશે એવી એને ખાતરી હતી. આથી જ સત્યજીત કોઇપણ સંજોગોમાં પ્રિયંકાની સમક્ષ ઢીલો પડવા માંગતો ન હતો. સત્યજીતને એમ પણ ખબર હતી કે ... ...વધુ વાંચો

31

સત્ય અસત્ય - પ્રકરણ - 31

પ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી ન હતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિષે વાદવિવાદ શરુ થઇ જતો! સ્વાભાવિક રીતે પ્રિયંકાના શરીરમાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઉભા ન થવાની ઈચ્છા થયા કરતી. પ્રિયંકાની દવાઓ શરુ થઇ ગઈ હતી. ડોક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઈચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહિયાં એકલી છોડીને જવા માટે સહેજ પણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો. ...વધુ વાંચો

32

સત્ય અસત્ય - પ્રકરણ - 32

પ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી ન હતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિષે વાદવિવાદ શરુ થઇ જતો! સ્વાભાવિક રીતે પ્રિયંકાના શરીરમાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઉભા ન થવાની ઈચ્છા થયા કરતી. પ્રિયંકાની દવાઓ શરુ થઇ ગઈ હતી. ડોક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઈચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહિયાં એકલી છોડીને જવા માટે સહેજ પણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો. ...વધુ વાંચો

33

સત્ય અસત્ય - પ્રકરણ - 33

સત્યજીત અને શ્રદ્ધા ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતર્યા ત્યારે આદિત્ય એમને લેવા આવ્યો હતો. અમોલાના વિઝાની ડેટ બે દિવસ પછીની ખૂબ પ્રયાસ કરવા છતાં એને સાથે નીકળી શકાય એ રીતે વિઝા ન જ મળ્યા. પરંતુ. વિઝા મળતા જ એ નીકળશે એવું નક્કી થયું હતું. આદિત્યનો ચહેરો સાવ ઊતરી ગયો હતો. આઠેક કિલો વજન ગુમાવ્યું હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. ચહેરા પર હંમેશા રહેતું તેજ અને સ્મિત ગાયબ હતા. એ આગળ વધીને સત્યજીતને ભેટ્યો. ટ્રોલીમાં બેઠેલી શ્રદ્ધાને વહાલ કર્યું. સામાનની ટ્રોલી ધકેલતા બંને જણા પાર્કિંગ તરફ જવા લાગ્યા ત્યારે સત્યજીતે ખૂબ ધડકતા હ્રદયે ધીમેથી પૂછ્યું, “કેમ છે, પ્રિયંકા?” “બસ...” આદિત્ય પાસે શબ્દો ન હતા. સત્યજીતે એનો હાથ પકડ્યો. હળવેથી દબાવ્યો... ...વધુ વાંચો

34

સત્ય અસત્ય - પ્રકરણ - 34

એક દિવસ તો એણે પ્રિયંકા અને આદિત્યની સામે એવું કબૂલી લીધું કે પોતે સત્યજીત સાથે સારી રીતે નથી વર્તી. સૌની સામે સત્યજીતની માફી માંગી. સત્યજીત ઝંખવાઈ ગયો. કશું બોલ્યો નહીં, પણ અમોલામાં આવી રહેલો આ બદલાવને કારણે એને એક આશા જન્મી હતી. એણે હજી સુધી આદિત્ય સાથે સ્પષ્ટ રીતે વાત નહોતી કરી, પરંતુ એણે મનોમન ગાંઠ વાળી હતી. પ્રિયંકાને કંઇક થઇ જાય તો – થવાનું જ હતું, તેમ છતાંય એ જ્યારે જ્યારે પોતાના મન સાથે વાત કરતો ત્યારે સચ્ચાઈથી ભાગતો અને વિચારતો કે ‘જો પ્રિયંકાને કંઇ થાય તો...’ એ મેઘને પોતાની સાથે અમદાવાદ લઇ જવા માંગતો હતો. આદિત્ય માટે અમેરિકા જેવા દેશમાં રહીને એકલા હાથે આટલું નાનું બાળક ઉછેરવું અઘરું બનવાનું હતું. એટલે એ યોગ્ય સમયની રાહ જોતો હતો... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો