પાટણ નગરીના કોટકાંગરા ઉપરથી મધરાતની ઘટિકાનો ડંકો પડ્યો, અને તરત જ સર્વસલામતીની ઘોષણાના હોકારા, ઠેરઠેરથી ચોકીદારોએ આપ્યા. થોડી વારમાં આ હોકારા શમી ગયા, રાત્રિ પછી હતી તેવી નીરવ થઇ ગઈ. હવેથી નીરવતા મુકાબલે વધારે ગંભીર અને ગૂઢ જણાતી હતી. ક્યાંયથી કોઈ અવાજ આવતો ન હતો. દૂર-દૂર સરસ્વતી નદીને કાંઠે, કોઈક ઠેકાણે છુપાયેલું એક ઘુવડ માત્ર ‘ઘૂ ઘૂ ઘૂ’ કરીને હવામાં એના કર્કશ અકલ્યાણકર અવાજથી ભય અને શંકા ફેલાવી રહ્યું હતું. એ અવાજ શમી જતો ત્યારે રાત્રિમાં કેવળ નિ:સ્તબ્ધતાનું રાજ જણાતું હતું. એવે સમયે પાટણને પૂર્વદરવાજે આવીને કોઈક બે ઘોડેસવાર મુસાફર વિચાર કરતાં અટકી ગયા હોય તેમ થોભી ગયા. એમણે દરવાજો બંધ દીઠો. ડોકાબારી પણ ખુલ્લી હતી નહિ. દરવાજો તો બંધ હોવાની એમને ખાતરી હતી, ડોકાબારી પણ બંધ થઇ ગઈ હશે, એ એમણે ધારેલું નહિ.
નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday
નાયિકાદેવી - ભાગ 1
લેખક: ધૂમકેતુ ૧ બે ભાઈઓ પાટણ નગરીના કોટકાંગરા ઉપરથી મધરાતની ઘટિકાનો ડંકો પડ્યો, અને તરત જ સર્વસલામતીની ઘોષણાના ઠેરઠેરથી ચોકીદારોએ આપ્યા. થોડી વારમાં આ હોકારા શમી ગયા, રાત્રિ પછી હતી તેવી નીરવ થઇ ગઈ. હવેથી નીરવતા મુકાબલે વધારે ગંભીર અને ગૂઢ જણાતી હતી. ક્યાંયથી કોઈ અવાજ આવતો ન હતો. દૂર-દૂર સરસ્વતી નદીને કાંઠે, કોઈક ઠેકાણે છુપાયેલું એક ઘુવડ માત્ર ‘ઘૂ ઘૂ ઘૂ’ કરીને હવામાં એના કર્કશ અકલ્યાણકર અવાજથી ભય અને શંકા ફેલાવી રહ્યું હતું. એ અવાજ શમી જતો ત્યારે રાત્રિમાં કેવળ નિ:સ્તબ્ધતાનું રાજ જણાતું હતું. એવે સમયે પાટણને પૂર્વદરવાજે આવીને કોઈક બે ઘોડેસવાર મુસાફર વિચાર કરતાં અટકી ગયા ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 2
૨ કોણ હતું? પ્રહલાદનદેવને કાંઈ ખબર ન હતી કે એના મોટા ભાઈ શા માટે આમ વીજળીવેગે પેલાં સવારની પાછળ હતા. એણે તો એક કરતાં બે ભલા એ ન્યાયે જ મોટા ભાઈની પાછળ ઘોડો મારી મૂક્યો હતો. બોલવાનો સમય ન હતો. આંધળી દોટ જ કામ આવે તેમ હતી. આગળ ભાગનારનો ઘોડો વધુ પાણીવાળો જણાયો. જે અંતર હતું એમાં એક દોરવાનો ફેર પણ એણે પડવા દીધો નહિ. રાત અંધારી હતી. રસ્તો અજાણ્યો હતો. આડેધડ દોડ થઇ રહી હતી. ઝાડઝાંખરાંને સંભાળવાના હતાં. જો કોઈ વોકળું વચ્ચે નીકળી પડે તો ઘોડાનું ને જાતનું બંનેનું જોખમ હતું. પણ અત્યારે એવો કોઈ હિસાબ આ સવારોના ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 3
૩ પાટણનો ખળભળાટ કેલ્હણદેવે સોમનાથની જાત્રાની વાત કરી, પણ તે વાત ઉપર દેખીતી રીતે જ, ધારાવર્ષદેવને વિશ્વાસ બેઠો ન મહારાજ અજયપાલે પાટણમાં ધર્મ-અસહિષ્ણુતાની જે રાજનીતિ ચલાવી હતી, તેથી ખળભળાટ થયો હતો. મહારાજને વિશે બે શબ્દ કહેવા માટે એ પોતે આંહીં આવ્યો હતો. પણ કેલ્હણની અત્યારની હાજરીને એને શંકામાં નાખ્યો. કેલ્હણજીએ મહારાજ કુમારપાલની ખફગી એક વખત વહોરી લીધી હતી. એ વખત એમને ત્યાં દંડનાયક મુકાઈ ગયો હતો. એ દંડનાયક વિજ્જલદેવ હતો. આ ભાગ્યો તે વિજ્જલદેવ હોય, તો એ જ. એટલે કેલ્હણજી આંહીં અવી રહ્યા છે. એ સમાચારે જ વખતે એ ભાગ્યો હોય, ને તો-તો વખતે મહારાજ અજયપાલે જ એને બોલાવ્યો ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 4
૪ શું થયું હતું? પણ જેમ-જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ-તેમ માનવમહેરામણનો ખળભળાટ પણ વધતો ગયો. ઠેરઠેરથી હથિયારબંધ માણસો એ તરફ આવી રહ્યાં હતાં. આગળ વધવું કે અટકી જવું તેનો તાત્કાલિક નિર્ણય કરવો મુશ્કેલ હતો. રસ્તામાં કોઈક પણ અગત્યનો જાણીતો માણસ દેખાય, તો એને પૂછીને પછી નિર્ણય લેવાય એવું હતું. એ બધા આગળ ચાલ્યા પણ એમણે ગતિ એકદમ ધીમી કરી નાખી, કારણ કે એક તો હજી આ અવાજ શાનો હતો તે સ્પષ્ટ થતું હતું ન હતું. તેમની પોતાની અચાનક હાજરી લાભદાયી નીવડે કે નુકસાન કરી બેસે, એ જાણવાનું પણ કાંઈ સાધન ન હતું. એક માણસ દોડ્યો જતો હતો. તેને ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 5
૫ આભડ શ્રેષ્ઠીની પુત્રી છન્નુ કોટિના સ્વામીને ત્યાં જે વૈભવ હોય, તે વૈભવ પાટણના શ્રેષ્ઠીનો કેવો હોય એનું પ્રત્યક્ષ થતું હોય તેમ, આભડ શ્રેષ્ઠીનો મહામેરુપ્રાસાદ આવતા, ઘડીભર તો કેલ્હણજી ને ધારાવર્ષદેવ અત્યારનો બનાવ જ જાણે ભૂલી જતા જણાયા. પણ શ્રેષ્ઠીનો મહામેરુપ્રાસાદ રાજમહાલયથી ઠીક-ઠીક દૂર હતો. વળી કોટની પડખે-પડખે બારોબાર એ આવી પહોંચ્યા હતા, છતાં વાત આંહીં પણ પહોંચી ગઈ જણાતી હતી. થોડાં માણસો એકબીજાના કાન કરડતાં હતાં. મહામેરુપ્રાસાદના વિશાળ આંગણામાં તો હંમેશના નિયમ પ્રમાણે સેંકડો હાથી, ઘોડા ને પાલખીઓ ઊભાં રહી ગયાં હતાં. પરગામથી આવેલ પરદેશીઓ શ્રેષ્ઠીનું દર્શન લેવા ક્યારનાય રાહ જોતા ત્યાં થોભી ગયા જણાતાં હતા. ચારેતરફ વ્યવહારની ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 6
૬ આભડ શ્રેષ્ઠીની વાતો આભડ શ્રેષ્ઠી શી વાત કરે છે, એ સાંભળવા સૌ અધીરા થઇ ગયા હતા. શ્રેષ્ઠીએ જરા મેળવી તકિયાને અઢેલીને એનો આધાર લીધો. શોકઘેરા મંદ અવાજે કહ્યું, ‘પ્રભુ! મહારાજ અજયપાલની રાતમાં હત્યા થઇ ગઈ છે! આભ તૂટી પડ્યું છે.’ ‘અરરર! હત્યા થઇ ગઈ છે? મહારાજની? પણ કરનારો કોણ? કોણે હત્યા કરી?’ કેલ્હણજીનો અવાજ ફાટી ગયો હતો. ‘કોનું મોત ભમે છે?’ ‘કહે છે વિજ્જ્લદેવે!’ ‘હેં? વિજ્જ્લદેવે? પેલું નર્મદાકાંઠાનું ભોડકું? હાં! ત્યારે જ એ ભાગ્યું’તું ધારાવર્ષદેવજી! તમે આંહીં રહો, હું ખંખેરી મૂકું છું જાંગલી ઉપર! આજ સાંજ પહેલાં એને પાટણમાં લટકાવી દઉં! ભોડકું ઘા મારી જાશે, તો-તો થઇ રહ્યું ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 7
૭ ચાંપલદે કેલ્હણજી ગયો કે તરત આભડ શ્રેષ્ઠીએ પુત્રી તરફ જોયું: ‘ચાંપલદે! જઈ આવ્યો. એક મહારાણીબાનું મન વજ્જર જેવું છે. બાકી બધાં ખળભળી ઊઠ્યાં છે, જેને જેમ ઠીક પડે તેમ બોલે છે. કુમારદેવે રાજભવન ફરતું સૈન્ય ગોઠવી દીધું છે, કોઈને પ્રવેશ મળતો નથી! કોઈ બહાર આવી શકતું નથી, પણ રાજભવનની બહાર માણસ માતું નથી! સમદર ખળભળ્યો છે. કાં તો કેલ્હણજી હમણાં પાછા આવશે! પાછા આવે તો-તો સારું. કુમાર ભીમદેવને ક્યાંક વધુ ઉશ્કેરી મૂકે નહિ, મને એ બીક છે!’ ‘કુમાર ભીમદેવનું શું છે?’ ચાંપલદેએ કહ્યું. ‘અત્યારે એણે તો રુદ્રરૂપ ધાર્યું છે. કહે છે, મહારાજની સ્મશાનયાત્રા પછી નીકળે, પહેલાં રાજહત્યારો હાજર ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 8
૮ પાટણની હવા ધારાવર્ષદેવને આ નવો જ અનુભવ હતો. ઘણું જ જરૂરી ન જણાયું હોય તો એ આવી રીતે પસંદ જ કરત નહિ. હમણાં હમણાં પ્રહલાદન વિશે અનેક વાતો ચંદ્રાવતીના જૈનોમાં વહેતી મુકાયેલી હતી. ભગવાન શંકરનો એક નંદી કરવા માટે એણે ધાતુની બેચાર પ્રતિમાજીઓ ગળાવી નાખી હતી એમ છૂટથી બોલાતું હતું. એ વાત ઊડતી-ઊડતી આંહીં આવી ગઈ હોવી જોઈએ. ચંદ્રાવતી તો પાદર જ ગણાય. એટલે આ પ્રસંગે જ્યારે વાતાવરણ આટલું ઉકળાટવાળું હતું ત્યારે કોઈ ને કોઈ પક્ષની આંખે ચડવા માટે, હાથે કરીને ઘોડે ચડીને જવું, એ પોતાનું કામ બગાડવા જેવું હતું, ને મહારાજના આ નિધનના સમાચાર મળતાં ગયા વિના ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 9
૯ પાટણની રાજરાણી ધારાવર્ષદેવ અને ચાંપલદે રાજભવનમાં આવી પહોંચ્યા. ત્યાંની નિ:સ્તબ્ધતા ભેદી નાખે તેવી હતી. ભારે શોક ઠેકાણે-ઠેકાણે પથરાયેલો હતો. દરેક-દરેક વસ્તુમાં, ક્રિયામાં, દેખાવમાં ઠેર-ઠેર પ્રતિહારો ને દ્વારપાલો દેખાતા હતા. પણ એમનાં મોં શોકથી પડી ગયાં હતાં. મહારાણીબાના મુખ્ય ખંડ પાસે આવીને બંને અટકી ગયાં. દ્વાર ઉપર, બંને બાજુથી, સ્ત્રીસૈનિકોએ એક હાથ ઊંચો કરીને એમને રોકાઈ જવાની મૂંગી આજ્ઞા આપી દીધી. ચાંપલદે સ્ત્રીસૈનિકો પાસે સરી: ‘શોભનને મહારાણીબાએ બોલાવેલ છે તે આવ્યો છે. ચંદ્રાવતીથી પરમારરાજ આવ્યા છે.’ તેણે બહુ જ ધીમેથી કહ્યું. થોડી વારમાં જ અંદર ગયેલી દ્વારપાલિકા પાછી આવતી જણાઈ. ચાંપલદે અને ધારાવર્ષદેવ ખંડમાં પેઠાં. શોભન ધીમે-ધીમે એમની પાછળ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 10
૧૦ રાજકુમાર ભીમદેવ કવિતા-કલાની સહચરી કલ્પના કેટલાકને ઉન્માદી તરંગો આપે છે, કેટલાકને ગાંડી ઘેલછા દે છે: ભગવાન શંકરને પ્રિય વિજયાનું પાન કર્યાના દિવાસ્વપ્ન કોઈકને આપે છે. પણ હજાર ને લાખમાંથી કોઈક વિરલાને જ, એ સ્વપ્નસિદ્ધિનું મનોરથ સુવર્ણપાત્ર છલોછલ ભરી દે છે – જેમાં કાંઈ નાખવાનું ન રહે, કાંઈ લેવાનું ન રહે. ભારતવર્ષમાં એક વિક્રમને એ મળ્યું હતું, બીજો વિક્રમ ભારતવર્ષમાં આવ્યો નહિ અને બીજું સ્વપ્નસાફલ્ય પણ આવ્યું નહિ. વિક્રમના સ્વપ્નાં હજારોને આવ્યાં હતાં પણ ફળ્યાં કોઈને નહિ. ચૌલુક્ય વંશમાં મહારાજ સિદ્ધરાજને આ સ્વપ્ન આવ્યું હતું. ત્યારે નાનકડા કુમાર ભીમદેવને મળ્યું હતું. એને ‘અભિનવ સિદ્ધરાજ’ થવાના કોડ હતા. એને પોતાનું ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 11
૧૧ પાટણનો સેનાપતિ આમ્રભટ્ટને સ્થાને કુમારદેવ આવ્યો છે. એની જાણ ધારાવર્ષદેવને ચંદ્રાવતીમાં જ થઇ હતી. એણે પહેલવહેલો કુમારદેવને મેવાડના જોયો હતો. ત્યારે જ એને લાગ્યું હતું કે એ અણનમ જોદ્ધો હતો. એના કરતાં વધારે કુશળ સેનાપતિ હતો. રણમાં મરવા પડેલાને જિવાડવાની શક્તિ એના હાથમાં હતી. ચરક સુશ્રુતનો વારસો, એ એની પરંપરાગત એક સિદ્ધિ હતી. એ સિદ્ધિએ એને ખૂબ જાણીતો કર્યો હતો. મરવા પડેલો સૈનિક પણ એને જોતાં આશા ભરેલા હ્રદયે નાચી ઊઠતો. એના પ્રત્યે તમામ સૈનિકોને અગાધ પ્રેમ હતો. મહારાજને એના તરફ માન હતું. રણસુભટ મંડળેશ્વર માંડલિકોને એના માટે આદર અને ભય હતો. અત્યારે એ આંહીં સેનાપતિપદે હતો, એ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 12
૧૨ મહારાણી કર્પૂરદેવી નાયિકાદેવી ઝરૂખામાંથી રાજમહાલયના ખંડમાં આવી. હત્યારો પણ મરાયો છે એવી વાતે, હજારો લોકોમાં કાંઈક શાંતિ ફેલાવી હોય તેમ જણાયું. લોકટોળાં ધીમે-ધીમે વીખરાવા માંડ્યાં હતાં. તેમ જ મહારાજની સ્મશાનયાત્રાનો હવે એકદમ જ બંદોબસ્ત કરવાનો હતો. નાયિકાદેવીએ પંડિત સર્વદેવને ખોળ્યો. હજી એ આવ્યો જણાતો ન હતો. એટલામાં એની દ્રષ્ટિ રાજમહાલયના ખંડમાં ફરી વળી. ચારેતરફ મહારાજ અજયપાલનાં સંસ્મરણો ત્યાં હતાં. એમની શમશેર, એમની ઢાલ, એમનું બખ્તર, એમની પાઘ. નાયિકાદેવીની આંખ એ જોતાં ભીની થઇ ગઈ. એણે ભીમદેવ અને મૂલરાજ સામે જોયું. ભીમ પણ હવે નરમ પડી ગયો હતો. બંનેના હ્રદયમાં અપાર શોક બેઠો હતો. પણ પોતાની જરા જેટલી નબળાઈ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 13
૧૩ રાજકવિ બિલ્હણ પંદરેક દિવસો પછી એક સાંજે પાટણ નગરીનાં ઉદ્યાનોમાંથી લોકનાં ટોળાં પાછાં ફરી રહ્યા હતાં. બે દિવસ જ પાટણની રાજરાણી કર્પૂરદેવી મહારાજની પાઘ સાથે સતી થઇ ગઈ. એનાં અંતિમ દ્રશ્યોની વાતોએ એમની વચ્ચે રોમાંચકારી એનાં અંતિમ દ્રશ્યોની વાતોએ એમની વચ્ચે રોમાંચકારી હવા ઊભી કરી હતી. સતીમાએ પાટણને જતાં-જતાં આશીર્વાદ આપ્યો હતો. સતીમાના આશીર્વાદે પાટણ બળવાન બન્યું હતું, સતીમાના શબ્દો હતા કે હજી પાટણનો સૂર્ય સોળે કળાએ તપવાનો છે! અત્યારે તો રાજમાતા નાયિકાદેવીએ બતાવેલી દક્ષતા આ આશીર્વાદને ખરા પાડે તેમ લાગતું હતું. પણ લોકોને હૈયે હજી પૂરેપૂરી ધરપત આવી ન હતી. પાટણ ઉપર કોઈ મોટો ભય ઝઝૂમી રહ્યાની ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 14
૧૪ રાજમહાલય તરફ જતાં કવિ બિલ્હણ જેનો સંધિવિગ્રહિક હતો તે વિંધ્યવર્મા વિશે ઇતિહાસે નોંધ રાખી છે. એ વિંધ્યવર્માએ સુભટ્ટવર્મા જ ગુજરાતને રોળી નાખવા માટે સવારી કરી હતી. એ ભીમદેવના વખતમાં જ. વિંધ્યવર્મા યશોવર્માંનો પૌત્ર થાય. મહારાજ સિદ્ધરાજ-કુમારપાલના વખતથી જ માલવાનું સ્વતંત્ર રાજ્ય અસ્ત થયું હતું. પણ યશોવર્માંના બંને રાજકુમારો અજયવર્મા અને લક્ષ્મીવર્મા મહાકુમારનો અધિકાર રાખીને થોડો વખત ટકી રહ્યા. પણ અજયવર્મા ઘણો નબળો હતો. કર્ણાટકવાળાએ એને મારી નાખ્યો. એ બલ્લાલ જ હશે. કર્ણાટકના બલ્લાલને હણીને કુમારપાલે માલવા ફરીથી સ્વાધીન કરી લીધું. એ વખતે વિંધ્યવર્મા હતો. એ અજયવર્માનો પુત્ર. અભ્યુદયનું એ સ્વપ્ન સેવતો. એટલે ઉદયાદિત્યની પેઠે એને માલવા સરજવું હતું. ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 15
૧૫ વિંધ્યવર્માનો સંદેશો પાટણના રાજમહાલયને જોતાં રાજકવિ બિલ્હણને અનેક વાતો સાંભરી આવી. આ એ જ રાજમહાલય હતો, જ્યાં એક માલવાના મહાસેનાપતિ કુલચંદ્રે અભિમાનભરી સિંહગર્જના કરી હતી. પાટણના મહાઅમાત્યને ખુદ પાટણમાં નીચું જોવરાવ્યું હતું અને આજ એ જ રાજમહાલય પાસે, પાટણના માલવ મંડલેશ્વરના એક પ્રતિનિધિ તરીકે પોતે આવી રહ્યો હતો! સમય કેટલો નિષ્ઠુર અને દયાહીન છે! ક્યાં રાજા ભોજ! ક્યાં નરવર્મ દેવ! ક્યાં કુલચંદ્ર! વિંધ્યવર્મા અને ક્યાં પોતે! માલવના અભ્યુદયના મહાન સ્વપ્નના સ્વપ્નદ્રષ્ટા લેખે, એ પોતાના સ્વપ્નને મૂર્તિમંત બનતું જોવા ઘણો ઉત્સુક હતો. પણ મહાકાલ ભગવાનની કૃપાદ્રષ્ટિ એને જણાતી ન હતી. નર્મદાતીર પ્રદેશના માલવ વિભાગમાં વિજ્જ્લદેવ દંડનાયક હતો. વિંધ્યવર્મા સાથે ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 16
૧૬ ભોળિયો ભીમદેવ આથમતી સંધ્યા સમયે મહારાણીબાની અશાંતિનો પાર ન હતો. સવારે વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક મળ્યો. તેને રોકી લેવાની યુક્તિ થઇ. પણ સાંજે વિશ્વંભરે એક બીજા સમાચાર આપ્યા અને મહારાણીબાને લાગ્યું કે પોતે ગમે તેટલું કરે, પાટણના પતનની શરૂઆત હવે થઇ જ ચૂકી છે. એને કોઈ જ રોકી નહીં શકે. એમને ઘડીભર નિરાશા થઇ ગઈ. કર્પૂરદેવીનું મહાભાગ્ય એને આકર્ષી રહ્યું. પણ એની ધીરજ મોટા-મોટા નરપુંગવોને હંફાવે તેવી હતી. વિશ્વંભર સમાચાર આપીને જતો હતો. તેને તરત જ એમણે પાછો બોલાવ્યો. વિશ્વંભર આવ્યો. મહારાણીબા પોતાના વિશાળ ખંડમાં આમતેમ આંટા મારી રહ્યાં હતાં. એનું મન અસ્વસ્થ હતું. ચિત્તમાં અશાંતિ જન્મી હતી. એને લાગ્યું ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 17
૧૭ અર્ણોરાજની રાજભક્તિ જનારમાં પાટણની ભક્તિ હતી, આવનારમાં રાજની ભક્તિ હતી. જનાર પાટણને બચાવવા રાજાને પણ હણે, આવનાર રાજાને પાટણને છેલ્લી સલામ કરી લે. બંનેમાં એ મહાન તફાવત હતો – ચાંપલદે ને અર્ણોરાજમાં. એક માત્ર નારી હતી, બીજો જમાનાજૂનો જોદ્ધો હતો. મહારાણીબા અર્ણોરાજને આવતો જોઇને કુદરતી રીતે જ બંનેની વિશેષતાઓ મનમાં તોળી રહી. અર્ણોરાજ પાસે આવ્યો. મહારાણીએ તેને પાસેનું આસન બતાવ્યું. અર્ણોરાજ નજીક આવ્યો. મહારાણીબાએ એની સામે જોયું. કોઈ જાતની ગભરામણ એ ચહેરા ઉપર ન હતી. રાણી અર્ણોરાજનું મન માપી ગઈ. ભીમદેવ પાસેથી આ રીતે કામ લેવાશે, એવી ગણતરી ઉપર આ રમી રહ્યો હોવો જોઈએ. બાકી વિજ્જ્લદેવને હણવાની વાત ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 18
૧૮ નાયિકાદેવીએ શું જોયું? કુલચંદ્રે પાટણની કિલ્લાની એક બુરજ પર હુમલો કર્યો હતો અને તે બુરજ સૈકા પહેલાં ભાંગી પણ ત્યારથી લોકજીભે એ ભાંગેલી બુરજ ગણાઈ ગઈ હતી. હવે તો ત્યાં સુરક્ષિત કોટકિલ્લો ને ચોકીપહેરો હતાં. પણ તેનું નામ એનું એ રહી ગયું હતું! એ ભાંગેલી બુરજ જ કહેવાતી. આ ભાંગેલી બુરજ પાસે મહારાણીબા આવી પહોંચ્યાં. કુમારદેવને થોડા વખત પહેલાં જ પોતે વિદાય આપી આવ્યાં હતાં. વિંધ્યવર્માને સૂતો પકડવાની વાત હતી. વિંધ્યવર્માનું બળ તૂટે, તો પછી વિજ્જલને નર્મદાના તટપ્રદેશમાંથી ફેરવી નાખી, એની યોજના ધૂળ મેળવવાની હતી. પણ વિંધ્યવર્માને સમાચાર મળી ગયા હોય કે એ જાગ્રત હોય, અથવા લડાઈ ધાર્યા ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 19
૧૯ ગંગ ડાભી બોલનાર કોણ હતું એ તરફ મહારાણી નાયિકાદેવીનું ધ્યાન ખેંચાયું. એનો ભોળિયો ભીમદેવ જ બોલી રહ્યો હતો. અવાજ ઉત્સાહભર્યો પણ આવેશવાળો ને ઉતાવળો હતો: ‘પાટણના જોદ્ધાઓ!’ તે બોલ્યો, ‘આજ આપણે સૌ એક કામ માટે ભેગા થયા છીએ. મહારાજનું મૃત્યુ આપણને એક જીવલેણ ઘા મારી ગયું છે. એ ઘા મારનારો કોણ હતો? કોઈ જાણો છો?’ ‘વૈજાક! (વિજ્જલદેવ) એ કામો વૈજાકનો છે. બધા જાણે છે.’ ઠેકાણે-ઠેકાણેથી મોટેથી અવાજ આવ્યા. ‘એ કામો વૈજાકનો નથી, ખરી રીતે તો આભડ શ્રેષ્ઠીનો છે. વિચાર કરો.’ બીજા કોઈએ બૂમ મારી. ‘ત્યારે તો એ કામો આભડ શ્રેષ્ઠીનો પણ નથી, જૈનોનો જ છે. એમને મહારાજ સાથે ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 20
૨૦ વિશ્વંભરે કહેલી વાત વિશ્વંભર શા સમાચાર લાવ્યો હશે એ સાંભળવાની સૌની ઉત્સુકતા હર ક્ષણે વધતી જતી હતી. અર્ણોરાજ મનમાં વિચાર કરી રહ્યો. મહારાણીબાએ ફરીને એક વખત વાતાવરણને ફેરવી નાખ્યું હતું એ વાતનો દોર પોતાના જ હાથમાં લઇ લીધો હતો. બિલ્હણ આંહીં હતો. લેશ પણ ઘર્ષણનો અવાજ એને કાને ન આવે એ સંભાળવાનું હતું. પણ અત્યારે જે રીતે પરિસ્થિતિનો લાભ મહારાણીબાએ લઇ લીધો હતો, તે વસ્તુ અર્ણોરાજના ખ્યાલમાં પણ આવી ન હતી. એની સાથે હમણાં જ મહારાણીબાએ વાત કરી હતી. ત્યારે જ આ ત્વરિત નિશ્ચય કરી લીધેલો હોવો જોઈએ. એને લાગ્યું કે પ્રત્યુત્યન્નમતિ જાણે કે મહારાણીબા એ લઈને જ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 21
૨૧ વિદાય આપી બીજે દિવસે મધરાતે રાજમહાલયના એક ખંડમાં ચાર જણાં બેઠાં હતાં: મૂલરાજ, ભીમદેવ, મહારાણીબા ને વિશ્વંભર! કોઈના રાહ જોવાથી હતી. પહેરેગીરો સિવાય કોઈ જાગતું ન હતું. ભીમદેવને પોતાની યોજના વેડફાઈ ગઈ, એ બહુ ગમ્યું ન હતું. છતાં મહારાણીબાએ વાળ્યો એટલે એ વળ્યો હતો. સામે પડવાની એની હજી હિંમત ન હતી. છતાં એ અત્યારે મનમાં ને મનમાં તો, હજી એ વાતનો જ વિચાર કરી રહ્યો હતો. મહારાણીથી એ વાત અજાણી ન હતી. એના આવા અત્યંત આગ્રહી સ્વભાવને શી રીતે વીરત્વભરેલી ટેકમાં ફેરફી નાંખવો એ એક કોયડો હતો અને છતાં દેશ ટકે, જીવે, મારે કે ફના થાય એનો આધાર ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 22
૨૨ જેમાં કવિઓ થોડી વાર રાજપ્રકરણ ભૂલી જાય છે! બિલ્હણને કાવ્યવિનોદ માટે આભડ શ્રેષ્ઠીને ત્યાં લઇ જવાનો ભાર વિશ્વંભર હતો. એમાં મહારાણીબાનો હેતુ હતો. પ્રહલાદનદેવે જૈનોને દૂભવ્યા હતા. આંહીં લોકમાં એ બહુ હરેફરે એ અત્યારે ઠીક ન હતું. એટલે આભડ શ્રેષ્ઠીને ત્યાં કાવ્યમૃતનો સ્વાદ લેવા કવિજનોને માટે મળવાનું નક્કી થયું. શ્રેષ્ઠીએ એ સમયને અનુરૂપ મંડપ તરત બે ઘડીમાં રચાવી કાઢ્યો, એને શણગારી દીધો. પુષ્પમાલાઓની હદબેહદની સુગંધથી આખા મંડપને સુવાસિત બનાવી દીધો! વિશ્વંભર ત્યાં બિલ્હણને લઈને આવ્યો ત્યારે એના મનમાં અનેક ગડભાંજ ચાલી રહી હતી. જેની પડખે એ બેઠો હતો તે બિલ્હણ કવિ તો હતો જ, છતાં આંહીં એ રાજપ્રકરણ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 23
૨૩ નગરી કે પિતા? ચાંપલદેએ આડુંઅવળું કે આગળપાછળ જોયું ન હતું. એના મનમાં એક વાત ચોક્કસ હતી: કવિ બિલ્હણનો સંદેશો એની પાસે આવી ગયો હતો. એ સંદેશો શો છે, એ જાણવાની હવે એને ચટપટી થઇ પડી. જ્યારે બધા વિદાય થઇ ગયા ત્યારે પોતાના સપ્તભૂમિપ્રાસાદના છેલ્લામાં છેલ્લા માળે એ પહોંચી. ત્યાં જઈને એ થોડી વાર ઊભી રહી. એની દ્રષ્ટિ ચારે તરફ ફરી વળી. ત્યાંથી આખી પાટણનગરી દેખાતી હતી. સેંકડો અને હજારો મહાલયો-સોનેરી દંડમાં ભરાવેલી એમના ઉપર ફરફરતી ધજાપતાકાને લીધે જાણે આકાશને જોવા માટે નીકળી પડેલાં સોનેરી હંસ હોય તેવા દેખાતાં હતાં. સેંકડો મહાલયો પર સોનેરી કુંભ શોભી રહ્યા હતા. આરસનાં ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 24
૨૪ રસ્તો કાઢ્યો ચાંપલદે સપાટાબંધ નીચે આવી. ત્યાં ચોકમાં શોભન ઊભો હતો. એને કોઈ વાતની ખબર પડી હોય તેમ નહિ. ચાંપલદેને ઉતાવળે નીચે આવતી જોઈ તે નવાઈ પામ્યો. તે બે હાથ જોડીને આગળ આવ્યો. ‘શોભન! મારી પાલખી મંગાવ, દોડતો જા!’ ‘બેન...’ શોભન કાંઈ કહેવા જતો હતો, પણ ચાંપલદેએ તેને ઉતાવળે જવાની નિશાની કરી. શોભન બોલ્યો: ‘અને દ્વારપાલોને આંહીં મોકલજે!’ ચાંપલદેએ કહ્યું. થોડી વારમાં દ્વારપાલો દેખાયાં. પાલખી પણ આવી ગઈ, ચાંપલદે ઉતાવળે પાલખી તરફ જવા માટે આગળ વધી. તેણે જતાં-જતાં કહ્યું, ‘જો શોભન, સાંભળ. કોઈને ઉપર જવા દેવાનો નથી. કોઈને ઉપરથી નીચે આવવા દેવાનું નથી. એક ખંભાતી લગાવી દે. તું ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 25
૨૫ ઘોડાનો સોદાગર ભીમદેવના શંકાશીલ આગ્રહી મનને ચાંપલદેની રાજનીતિએ વિચાર કરતું કરી મૂક્યું હતું. એને પણ હવે લાગવા માંડ્યું શ્રેષ્ઠીનું ઘર એ તો પાટણનું નાક કહેવાય. એને ટાળવા જતાં, પાટણની આબરૂ ટળી જાય. પછી વિદેશમાં દોઢ દ્રમ્મની પણ એની કિંમત ન રહે. ચાંપલદે જેવી દ્રઢ રાજભક્તિ જાળવનાર પાટણની પુત્રી બેઠી હોય પછી ભલેને શ્રેષ્ઠીના હાથ ગમે તેટલા લાંબા હોય, એની કમાન ચાંપલદે પાસે હતી. ભીમદેવના મનને આ પ્રમાણે સમાધાનને પંથે વળેલું જોઇને નાયિકાદેવીને પણ શાંતિ થઇ. એને લાગ્યું કે આંતરવિગ્રહની અરધી જ્વાલા તો હવે શમી ગઈ હતી અને તે ચાંપલદેની દ્રઢ રાજનિષ્ઠાના પ્રતાપે. એને ચાંપલદે માટે માન હતું. પણ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 26
૨૬ રાતના આવનારા ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગડા ગામની ધર્મશાળામાં સાંજ તો રસોઈ પકવવામાં વીતી ગઈ, રળીયામણી રાત્રિ આવી ત્યારે દિવસે ખાવા ધાતા રેતસાગરની રાત્રિની શોભા નિહાળીને સૌ છક્ક થઇ ગયા! ઉપર આકાશમાં તારા નથી, પણ જાણે સાચા હીરા જડ્યા છે, એની પ્રતીતિ આંહીં રેતસાગરમાં થતી હતી! ડાભીએ ઉપરટપકે જોયું તો તેને લાગ્યું કે મીરાનની ટોળીમાં કંઈ ખાસ માણસ ન હતા – ત્રણચાર નોકર જ હતા. એને નવાઈ લાગી. મીરાન એમને વારંવાર દેવપંખાળાની સંભાળ લેવાનું કહેતો હતો. ગંગ ડાભીને દેવપંખાળો જોવાનું મન થયું. એને લાગ્યું કે આ સોદાગર દેવપંખાળાની વારંવાર વાત કરે છે, એમાં કોઈક રહસ્ય ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 27
૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસો પાસેથી મેળવવાની તાલાવેલી હતી અને સાચી હકીકત સંભવ લાગ્યો હતો. પણ એને એક બીક હતી. એની પાછળ મીરાનની વહાર ચોક્કસ પડવાની! ‘રૂપમઢી’ ઉપર પોતાનો મદાર હતો. પણ આગળ પડેલાં રેતસાગરને ઓળંગવા માટેનું પાણી ખૂટ્યું હતું. એટલે રેતસાગરને એક તરફ મૂકીને એણે બીજો જ રસ્તો લીધો. પેલા ભાઈઓના સંદેશામાં ખરેખરું શું હતું અને શું ન હતું એની એને હજી પૂરી જાણ ન હતી. રૂઠીરાણી એટલે કોણ? એ ક્યાંની? એની શી વાત હતી? અજમેરના પૃથ્વીરાજને ભાઈઓ સાથે બન્યું ન હતું. એણે પોતાના જ મોટા ભાઈ અમરગાંગેયને હણીને રાજ પ્રાપ્ત ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 28
૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડાભી વિદ્યાધરની વાત સાંભળીને આવાક જેવો થઇ ગયો સોઢાએ એ જોયું. એણે પૂછ્યું: ‘ગંગ ડાભી! શી વાત હતી? કેમ બોલતા નથી ભા?’ ડાભીએ નિશ્વાસ નાખતાં કહ્યું, ‘વાત તો સોઢાજી! આંખ ઉઘાડી નાખે એવી છે. આપણે સોરઠના ભોથાં રહ્યાં. પણ આંહીં તો જ્યાં નજર કરીએ ત્યાં બધે જ સળગ્યું છે! એને ત્યાં પણ ઘરકજિયા છે. અજમેરમાં છે. આપણે ત્યાં છે! ઘરકજિયામાં કેટલા દી ટકવાનાં?’ ‘અરે ભૈ ડાભી! તમને વળી આ ડહાપણનું પડીકું ક્યાંથી વળગ્યું? આપણે આપણા પગ નીચેનું ઠારો ને! અજમેરવાળો આપણો સગો. એને ચેતવ્યો હોય તો એ એના ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 29
૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જાત્રા કરવા આવનારા તમામ રાજારજવાડામાં તાજી રહેતી. એમાં આજે બંને જણા પાટણથી સંદેશો લઈને આવ્યા છે એમ ડાભીએ કહેવરાવ્યું હતું. મહારાજ સોમેશ્વરને પોતાના નાનાની મહાન સિદ્ધરાજની એક અત્યંત મીઠી યાદ હજી પણ હ્રદયમાં બેઠી હતી: એમની આંગળીએ વળગીને એ પાટણની બજારમાં ફર્યો હતો. એટલે એને પાટણ પ્રત્યે માન હતું. અજયપાલ મહારાજે એને હરાવીને સોનાની મંડપિકા લીધી હતી. એ વાતને હજુ બહુ વખત થયો ન હતો. અજમેરમાં સૌને એ ઘા વસમો જણાયો હતો. પણ સોમેશ્વરે એ વાત વિસારી લઈને, પાટણ સાથે મિત્રાચારી જેવો સંબંધ રાખ્યો હતો. જોકે કોઈ પાટણને હંફાવવા ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 30
૩૦ સમાચાર મળ્યા દેવકુમાર જેવા પૃથ્વીરાજની વાતો સાંભળતાં ગંગ ડાભી ડોલી ઊઠ્યો હતો અને ઘડીભર એમ લાગ્યું કે આ ને પાટણના ભીમદેવ મહારાજ, એ બે જો ભેગા થાય, તો આખું ભારતવર્ષ સાથે ઉપાડે! પણ એવાં મોટાં સ્વપ્નાંને એ ટેવાયેલો ન હતો, એટલે એ વિચાર આવ્યો ને ગયો એટલું જ. એણે મનમાં ગાંઠ વાળી કે એ વાત કુમારદેવને કહેવી. અજમેરથી નીકળતાં પહેલાં મહારાણીબા કર્પૂરદેવીને એ ફરીને મળ્યો. એ વખતે એણે પેલા ઘોડાની વાતને જરાક છેડી પણ ખરી, પણ કોઈને એ વાત કરવાનું મન લાગ્યું નહિ. સુરત્રાણની વાતને સાંભળીને રાજમાતાએ વચન આપ્યું. મહારાજ સોમેશ્વરે પણ એ વાત ઉપાડી લીધી. અજમેરમાંથી સુરત્રાણને ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 31
૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગળ વધતા ગયા, તેમતેમ માલવવિજયનાં સ્પષ્ટ ચિહ્નો એમની નજરે માંડ્યાં. ઉત્સાહભરી વાતો કરતા સૈનિકો રસ્તામાં દેખાયા. પાટણ તરફથી આવતા જતા ઘોડેસવારો, કુમારદેવના વીજળિક વિજયની વાતો રસભરી રીતે કરી રહ્યા હતા. ગંગ ડાભીને એમાંથી જણાયું કે વિંધ્યવર્મા ભાગી ગયો હતો, પણ હજી તે ભાંગી ગયો ન હતો. ગમે તે પળે ઊભો થવાની શક્તિ ધરાવતો હતો. એ પાછો ઊભો થઇ ન જાય માટે કુમાર હજી આંહીં પડ્યો હતો. એનો પાકો બંદોબસ્ત કર્યા પછી જ એ આહીંથી ખસવા માગતો હતો. બીજી બાજુ વિંધ્યવર્મા એ વાતને સમજી ગયો હતો. એણે ગાઢ જંગલોમાં આશ્રય ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 32
૩૨ મધરાતનો સંદેશો અમાસની મધરાતે સેનાપતિ કુમારદેવ બિલ્હણના સંદેશાની પ્રતીક્ષા કરતો બેઠો હતો. એને એમ હતું કે સંદેશો આવવો પછી બિલ્હણ પોતે આવે કે કોઈ સંદેશવાહક આવે. એનું મન દ્રઢ નિશ્ચયાત્મક હતું. વિંધ્યવર્માનું સ્થાન ગર્જનક આવતાં પહેલાં નાશ થઇ જવું જોઈએ. ગર્જનક આવે ત્યારે એ ઊભું હોય તો વિંધ્યવર્મા એમાંથી પોતાનું કૌભાંડ ઊભું કરે. પાટણથી સૈન્ય આવવા માંડ્યું હતું. ધારાવર્ષદેવ પોતે આવવાના હતા. આ છાવણી ઉપાડીને આગળ લઇ જવાની હતી. ગર્જનકને આબુની ઘાટીમાં રોકી દેવાનો નિશ્ચય હતો. ગંગ ડાભી, સારંગદેવ સોઢો, વિશ્વંભર ત્રણે જણા થોડા ચુનંદા સાંઢણી સવારો સાથે આવવાના હતા. એમની મારફત ગર્જનકની પળેપળની માહિતી આવે એવી ચોકીદારી ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 33
૩૩ સેનાનીપદે મધરાતનો ઘંટાઘોષ થયો. પણ રાજમહાલયમાં હજી યુદ્ધમંત્રણાની સભા ચાલી રહી હતી. ગંગ ડાભી અને સારંગ સોઢાએ મહારાણીબાને સમાચાર આપ્યા. પછી મહારાણીબાએ તાબડતોબ આ મંત્રણાસભા બોલાવી હતી. તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. ઘણાખરા સામંત સરદારો આ વખતે યુદ્ધ અંગે પાટણમાં હાજર હતા. આ સભામાં આવ્યા હતા. ગર્જનક આવી રહ્યો છે, એ હવે નક્કી થયું હતું. બનતાં સુધી એ આબુ તરફથી જ આવશે, એ પણ ચોક્કસ જેવું જણાતું હતું. પણ મોટામાં મોટો સવાલ આ હતો. પાટણનું મુખ્ય સેન હવે ઊપડવાનું છે, તેને દોરનાર કોણ? એ પદ કોને સોંપવું? ગર્જનક જેવા ગર્જનકની સામે જે સેન ઊપડે, તે ગુજરાત સોંસરવું ઉત્સાહનું મોજું ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 34
૩૪ વિશ્વંભર ઊપડ્યો મહારાણીબા નાયિકાદેવીની સવારીનું પરિણામ અજબ જેવું આવ્યું હતું. આખા ગુજરાતમાં લડાઈનું વાતાવરણ જામી ગયું. ઠેકાણે-ઠેકાણે ગર્જનકને થાણાં ઊભાં થવા માંડ્યાં. અબાલવૃદ્ધ સૌને યુદ્ધવી હવા સ્પર્શી ગઈ: ગુજરાતની રક્ષણસેના ગામડે-ગામડે ઊભી થવા માંડી. ‘જય સોમનાથ’નો ગગનભેદી નાદ બધે ગાજતો થઇ ગયો. આ તરફથી ખબર મળ્યા હતા કે ગર્જનકે મુલતાન છોડી દીધું છે. તેની સાથે સેંકડો ઘોડેસવારો છે. મોટું પાયદળ છે. સાંઢણીસવારોની કોઈ સીમા નથી. તે ઘા મારવામાં કૃતનિશ્ચયી છે. ક્યાં ઘા મારવા જાય છે એ કોઈ જાણતું નથી. એ ક્યાં જઈ રહ્યો છે એ હજી સ્પષ્ટ ન હતું. એની દેખીતી દોટ પશ્ચિમ તરફની હતી. એ ક્યારે ને ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 35
૩૫ ભુવનૈકમલ્લ! કેટલાક કહે છે કે વિધિને માનવજીવન સાથે ક્રૂર રમત રમવામાં મજા પડે છે. કેટલાક કહે છે કે જેવું કંઇ છે જ નહિ. જુગજુગજૂનો ઘરડો ડોસો ઈતિહાસ, બંને વાતની સાક્ષી આપે છે! કોઈક વખત, તરણાંથી પણ તુચ્છ હોય તેમ એણે માનવને આડોઅવળો ફેંદાતો જોયો છે. એ ગમે તેટલા પાસા નાખે, પણ એનો એક પાસો પાર ન પડે. તો કોઈક વખત, માનવને સર્વકાલ ને સર્વપરિસ્થિતિનો સ્વામી હોય તેમ, વાતવાતમાં સફળતાને ફરી જતો એવો પણ એણે દીઠો છે. એમાંથી જે ફલિત થતું હોય તે, પણ જ્યારે આગલી રાતે નાયિકાદેવીના મનમાં વિચાર આવી ગયો કે પાટણ નિરાધાર ન પડી જાય, ને ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 36
૩૬ સહસ્ત્રકલા! માણસ ધારે છે કાંઈક, થાય છે કાંઈક. ગર્જનકનો રસ્તો શોધવા નીકળેલા વિશ્વંભરને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો એણે અચાનક કોઈકનો ભેટો થઇ જશે અને એ ભેટમાંથી એનો રસ્તો સરળ થઇ જશે. ભોળિયા ભીમદેવને પણ ખ્યાલ ન હતો કે એને આ શોધને પરિણામે જ ભવિષ્યમાં શોચવું પડશે. આનું નામ જ ભાવિ! ગર્જનકે મુલતાન છોડી દીધું હતું. એ સમાચાર તો બરાબર હતા. પણ અત્યારે એ ક્યાં હશે એ કળવું મુશ્કેલ હતું. ડાભીના અનુમાન ઉપર સૌ વાગડ વીંધીને આડાવળાને પડખે ભાતનેર તરફ જઈ રહ્યા હતા. ગર્જનક પડ્યો હોય તો એટલામાં જ પડ્યો હોય. પશ્ચિમ તરફ જવા માંગતો હતો તો પણ ...વધુ વાંચો
નાયિકાદેવી - ભાગ 37
૩૭ પાટણની મોહિની ગર્જનકે પોતાના પ્રયાણની દિશા નક્કી કરી લીધી, પછી તો એ ઉતાવળે દોડ્યો. એનો વિચાર અચાનક છાપો હતો. એને થયું કે જો પહેલી છાપ પાડી જશે ને ગૂર્જરભૂમિમાં પ્રવેશ કરશે, તો પછી બાકીનું કામ ત્યાંના આંતરિક દુશ્મનો જ ઉપાડી લેશે. બંને કુમાર નાના છે. મંડલેશ્વરો વિભક્ત છે. મહારાણી એ તો છેવટે બાઈ માણસ છે. વિજય એનો જ છે. એની મહત્વાકાંક્ષા તો ભીમદેવને જ પકડી લેવાની હતી. સહસ્ત્રકલા સાથે એણે કાશીરાણીને થોડી ધીરજ રાખવા કહેવરાવ્યું હતું. ને એકાદ, સૈનિકોની જાણકાર નર્તિકા હોય તો આંહીં ઉપયોગી થાય એ પણ કહેવરાવ્યું હતું. સહસ્ત્રકલાએ એ વસ્તુ ઉપર મદાર રાખીને જ પોતે ...વધુ વાંચો