અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણી વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને. હરિજનબંધુ, ૩૦-૪-’૩૩ ગાંધીજી ૧. મારી ખોજ હું સત્યનો એક વટેમાર્ગુમાત્ર છું. એ સત્યનો માર્ગ મને જડ્યો છે એમ કહું છું અને તેને શોધી વળવાને હું સતત પ્રયત્ન કરી રહ્યો છું એટલો જ દાવો કરું છું. હું એ પણ કબૂલ કરું છું કે હજુ એ સત્ય મને સાંપડ્યું નથી. પૂર્ણ સત્ય સાંપડવું એટલે આત્મસાક્ષાત્કાર કરવો અને પોતાના જીવનનું નિર્માણ લાધવું, એટલે કે પૂર્ણાવસ્થાએ પહોચવું. મારી અપૂર્ણતાઓનું મને દુઃખદ ભાન છે અને એમાં જ મારું બધું બળ સમાયેલું છે, કારણ કે પોતાની અપૂર્ણતા અને પોતાની ત્રુટિઓ જાણવી એ આ દુનિયામાં દુર્લભ વસ્તુ છે.
Full Novel
સત્ય એ જ ઈશ્વર છે - 1
**** અભ્યાસી પ્રત્યે મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, મને સર્વ એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણી વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 2
૨. ઇશ્વર છે દરેકે દરેક પદાર્થમાં વ્યાપી રહેલી કોઇક ગૂઢ સત્તા છે, જેનું શબ્દોથી વર્ણન કે વ્યાખ્યા થઇ શકતી હું તેને જોઇ શકતો નથી છતાં તેનો અનુભવ મને થયા કરે છે. આ અદૃશ્ય સત્તાનો અનુભવ થાય છે ખરો પણ તેની સાબિતી આપી શકાતી નથી કેમ કે મારી ઇન્દ્રિયો વડે જે જે પદાર્થોનું જ્ઞાન મને થાય છે તે સર્વેથી તે સત્તા તદ્દન જુદી જાતની છે. તે ઇન્દ્રિયોથી પર છે. છતાં અમુક હદ સુધી ઇસ્વરની હસ્તી તર્કથી સમજી અથવા સમજાવી શકાય એવું છે. દુનિયાના સામાન્ય વહેવારમાં પણ આપણે જોઇએ છીએ કે પોતાના પર કોણ શાસન ચલાવે છે, શા સારુ શાસન ચલાવે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 3
૩. કેવળ એક ઇશ્વર છે મારે મન ઇશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે; ઇશ્વર પ્રકાશ આનંદનું ધામ છે. અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઇશ્વર અંતઃકરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે. કારણ પરમ પ્રેમસ્વરૂપ હોઇ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે. તે અંતર્યામી છે. વાણી તથા બુદ્ધિ તેને પામી શકતી નથી. આપણે આપણને તથા આપણા હ્ય્દયને જાણીએ છીએ તેકરતાં તે વધારે સારી રીતે જાણે છે. તે આપણા બોલ્યા સામું જોતો નથી, કારણ તે જાણે છે કે આપણે જાણીને અથવા અજાણતાં જેમ આવે તેમ બોલી નાખીએ છીએ. જેને મૂર્તિ સ્વરૂપે ભગવાનની ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 4
૪. સત્ય એ જ ઇશ્વર છે (લંડનમાં મળેલી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતાં સ્વિટ્ઝલૅન્ડમાં થયેલી એક સભામાં પૂછવામાં આવેલા એક ગાંધીજીએ નીચે મુજબ કહ્યું હતું.) ઇશ્વર સત્ય છે એમ હું શાથી માનું છું એેવું તમે મને પૂછયું. મારા બચપણમાં હિંદ ધર્મશાસ્ત્રોમાંથી વિષ્ણુસહસ્ત્રનામથી ઓળખાતા એક ગ્રંથમાંનાં ઇશ્વરના હજાર નામોનો પાઠ કરવાનું મને શીખવવામાં આવ્યું હતું. પણ એ હજાર નામોમાં તેના બધાં નામો આવી જતાં નહોતાં, બીજાં કેટલાંયે બાકી રહેતાં હતાં. આપણે માનીએ છીએ અને મને લાગે છે એ સાચી વાત છે કે જેટલા જીવ છે તેટલાં ઇશ્વરનાં નામ છે અને ઇશ્વરની આપણે એમ પણ કહીએ છીએ કે ઇશ્વર નામરહિત છે. અને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 5
૫. ઇશ્વર પ્રેમ છે જગતના નિયમો જાણનારા શાસ્ત્રીઓ કહે છે કે જો આ આકર્ષક શક્તિ પરમાણુમાત્રમાં ન હોય તો આપણો પૃથ્વીનો ગોળો ભરભર ભૂકો થઇ જાય એટલે આપણે જીવવું અશકય થઇ પડે. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાનો શક્તિ છે તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં એટલે આપણામાં હોવી જોઇએ. આકર્ષક શક્તિનું નામ પ્રેમ છે આપણે પિતાપુત્ર વચ્ચે, ભાઇબહેને વચ્ચે, મિત્રમિત્ર વચ્ચે અનુભવીએ છીએ. પણ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઇશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ ત્યાં જ ક્ષેમ છે. જ્યાં વેર ત્યાં નાશ છે. નવજીવન, ૨૫-૪-’૨૦ કુદરતમાં પદાર્થો એકબીજાને એકબીજાથી અળગા કરતા ઘણા પ્રમાણમાં જોવાના મળે છે છતાં સાચું ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 6
૬. ઇશ્વર સચ્ચિદાનંદ છે ‘સત્ય’ શબ્દ સત્માંથી છે. સત્ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્’ એટલે ‘સત્ય’ છે એમ કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. આપણું રાજકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અમે રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે. અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન - શુદ્ધ જ્ઞાન - છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઇશ્વર ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 7
૭. ઇશ્વર અને કુદરત ભગવાનના સર્વ કાયદા તેમ જ તેનો અમલ આપણે સમજતા નથી. વિદ્રાનમાં વિદ્રાન વિજ્ઞાન કે જ્ઞાનીનું રજના પરમાણું જેવું છે. જો ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યકિત નથી, તો તે એના કરતાં અનંતગણો અધિક છે. મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતમાં એનુંં શાસન ચાલે છે. પાન પણ એની ઇચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરશઃ માનું છું. એકેએક શ્વાસ હું લઉં છું તે એની આજ્ઞાને આધીન છે. હરિજનબંધુ, ૧૮-૨-’૩૪ તે અને તેનો કાયદો એક છે. એ કાયદો ભગવાન છે. ભગવાન ઉપર આરોપેલો ગુણ કેવળ ગુણ નથી. તે પોતે જ ગુણરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદો, ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 8
૮. ઇશ્વર દરિદ્રનારાયણને સ્વરૂપે જેને નામ આપી શકાતું નથી અને માણસની બુદ્ધિથી જેનો પાર પામી શકાતો નથી તે ઇશ્વરને માણસજાતે પાડેલાં કોટિકોટિ નામોમાંનું એક નામ દરિદ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઇશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઇશ્વર એવો થાય છે. યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯ તમને ખબર છે કે ગરીબોને પેટ સિવાય બીજી કોઇ વાતની ચિંતા નથી, ચિંતા કરવાની ફૂરસદ નથી ? તેમની પાસે રાજનીતિ નથી, દેશસેવા નથી, ઇશ્વરભક્તિ પણ નથી. તેમને તો તમે રોટલો આપો તો કંઇક વિચાર કરતા કરી શકો છો. જે વિચારશૂન્ય જ થઇને પડેલા છે, તેમને તમે વિચાર કરતા કરવા માગતા હો તો તેમનેજે વસ્તુની ભૂખ પ્રથમ છે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 9
૯. ઇશ્વરનો અવાજ ઇશ્વરનો અવાજ સાંભળવાનો મારો દાવો નવો નથી. પરિણામો સિવાય બીજી રીતે એ દાવો સાચો સાબિત કરવાનો મારી પાસે બીજો કોઇ રસ્તો નથી, પોતાનાં પેદા કરેલાં પ્રાણીઓએ સાબિત કરવાનો પદાર્થ હોય તે ઇશ્વર ઇશ્વર ન રહે. પરંતું સ્વેચ્છાથી જે તેનો દાસ બને છે તેને આકરામાં આકરી અગ્નિપરીક્ષામાંથી નીકળવાનું સામર્થ્ય આપ્યા વગર તે રહેતો નથી. અર્ધા સૈકાથીયે વધારે સમયથી આ કસીને કામ લેનારા માલિકનો હું રાજીખુશીથી ગુલામ બન્યો છું. વરસો વીતતાં ગયાં છે તેમ તેમ તેનો અવાજ મને વધારે ને વધારે સંભળાતો ગયો છે. અંધારીમાં અંધારી એવી ઘડીએ પણ તેણે મને તરછોડ્યો નથ. તેણે ઘણીયે વાર મને મારી ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 10
૧૦. ઇશ્વરનો અનુભવ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય સ્થૂલ - વાચાનું - સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ. પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે. કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચક્તિ કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે.એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 11
૧૧. અહિંસાનો માર્ગ સત્યનો, અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે; ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા દારી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય. આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્રેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ, તેનો કબજો રાખવો એ પણ હિંસ છે. પણ આપણે ખાઇએ ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 12
૧૨. ધર્મનો સાર પ્રાર્થના હું માનું છું કે પ્રાર્થના ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઇ માણસ ધર્મ જીવી શકતો નથી તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઇએ. કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં કહે છે કે અમારે ધર્મ સાથે કશીયે લેવાદેવા નથી. પણ તેમની વાત કોઇ માણસ કહે કે હું શ્વાસ લઉં છું પણ મારે નાક નથી તેના જેવી થઇ. બુદ્ધિથી, અગર સ્વાભાવિક પ્રેરણાથી અગર વહેમથી માણસ દિવ્ય તત્ત્વની સાથે કોઇક જાતનો સંબંધ સ્વીકારે છે. હડહડતામાં હડહડતો અજ્ઞેયવાદી કે નાસ્તિક સુધ્ધાં કોઇક નૈતિક સિદ્ધાંતની જરૂરનો સ્વીકાર કરે છે અને તેના અમલમાં કંઇક સારું અને તેનો અમલ ન કરવાની વાતમાં ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 13
૧૩. પ્રાર્થના શા સારુ ? પ્રાર્થના કરવી જ શા માટે ? ઇશ્વર જો હોય તો તેને આ બનાવની ખબર હોય ? એને પ્રાર્થના કરીએ તો જ શું એ પોતાનું કર્તવ્ય કરી શકે ? ના, ઇશ્વરને કશાની યાદા આપવાની જરૂર નથી. એ તો દરેક જણના હ્યદયમાં વસે છે. એની રજા સિવાય કંઇ જ બનતું નથી. આપણી પ્રાર્થના એ તો આપણા હ્ય્દયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના વિના, ઇશ્વરના આશીર્વાદ વગર મનુષ્યનો ગમે એટલો પુરુષાર્થ ફોગટ છે એવા ચોક્કસ ભાન વગર કોઇ પણ પુરુષાર્થ પૂરો થવાનો નથી. પ્રાર્થના આપણને નમ્રતા શીખવે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 14
૧૪. કેવી રીતે, કોને અને ક્યારે પ્રાર્થના કરવી “ઇશ્વરભજન - પ્રાર્થના કેવી રીતે ને કોની કરવી એ સમજાતું નથી. તમે તો વારંવાર પ્રાર્થના કરવાનું લખો છો; એ કેમ થાય એ સમજાવશો ?” આમ એક જણ પૂછે છે. ઇશ્વરભજન એટલે તેના ગુણનું ગાન; પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો સ્વીકાર. ઇશ્વરનાં સાહસ્ત્ર એટલે અનેક નામ છે, અથવા કહો કે તે નનામો છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઇશ્વરને ભજીએ, પ્રાર્થીએ. કોઇ તેને રામ નામે ઓળખે છે, કોઇ કૃષ્ણ નામે; કોઇ તેને રહીમ કહે છે, તો કોઇ તેને ગૉડ કહે છે. એ બધા એક જ ચૈતન્યને ભજે છે. ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 15
૧૫. ઉપવાસ સાચો ઉપવાસ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે. તે દેહનું દમન કરે છે અને તેટલા પ્રમાણમાં મુક્ત કરે છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના અનેક ચમત્કાર કરે છે. પોતાની વધારે શુદ્ધિ કરવાને માટે તે આત્માની ઊંડી તાલાવેલી હોય છે. આવી રીતે સાધેલી શુદ્ધિ કોઇ ઉદાર કાર્યને માટે વપરાય છે ત્યારે પ્રાર્થનારૂપ બને છે. આપણે પ્રાર્થનાનો જે અર્થ કરીએ છીએ તેનો દાખલો ગાયત્રી મંત્રના દુન્યવી ઉપયોગ પરથી, માંદાંને સાજાં કરવાને માટે થતા તેના પાઠ ઉપરથી જોવાનો મળે છે. નમ્રતા ભરેલા એકાગ્ર મનથી સમજપૂર્વક એ જ ગાયત્રી મંત્રનો જપ રાષ્ટ્રીય મુશ્કેલીઓ કે આફતોમાં કરવામાં આવે તો ભયને દૂર કરવાના ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 16
૧૬. નિરંતર ચાલી રહેલું દ્ધંદ્ધયુદ્ધ પોતાની જૂની કુટેવોને બદલવાને, પોતાનામાં રહેલી ખરાબ વાસનાઓને જીતવાને, અને જે સત્ છે તેને યોગ્ય સ્થાન આપવાને મનુષ્ય સરજાયેલાં છે. ધર્મ જો આપણને આટલું ન શીખવતો હોય તો તે કાંઇ કામનો નથી. પણ આ પુરુષાર્થ સાધવાને સારુ કોઇ સીધોસટ માર્ગ આજ લગી જડ્યો નથી. આપણામાં નામર્દીએ કદાચ મોટામાં મોટો દોષ છે અને તેવડી જ મોટી તે હિંસા છે. ખુનામરકી ઇત્યાદિ જેને આપણે હિંસાને નામે ઓળખીએ છીએ તેના કરતાં નામર્દી એ મોટો દોષ છે. એ વિશે તો કાંઇ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ આપણી ઇશ્વરને વિશે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણોના અજ્ઞાનમાં છે..... ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 17
૧૭. આત્મશુદ્ધિ પ્રેમ અને અહિંસાની અસર અનોખી છે, પણ તેમના પ્રયોગમાં ધાંધલ, દેખાવ, અવાજ કે જાહેરાતનાં પાટિયાં જોવાનાં મળતાં તેમના પ્રયોગ પહેલાં જોકે આત્મવિશ્વાસ હોવો જોઇએ અને તેનીયે પહેલા આત્મશુદ્ધિ હોવી જોઇએ. અનિશુદ્ધ નિષ્કલંક ચારિત્ર્યવાળા અમે આત્મશુદ્ધિવાળા પુરુષો સહેજે ભરોસો પાડશે અને જાણે કે આપોઆપ પોતાના આસપાસનું વાતાવરણ શુદ્ધ કરશે. યંગ ઇન્ડિયા, ૬-૯-’૨૮ આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યકિત અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 18
૧૮. મૌનનો મહિમા સત્યના શોધકે મૌન રહેવું જોઇએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્ભૂત મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંતઃકરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે. એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 19
૧૯. ધર્મોની સમાનતા બધા ધર્મો એક જ બિંદુ તરફ દોરી જનારા જુદા જુદા રસ્તા જેવા છે. આપણે આખરે એક લક્ષ્ય પર પહોંચતાં હોઇએ તો જુદા જુદા રસ્તા લઇએ તેથી શું ? સાચું જોતાં જેટલા માણસો છે તેટલા ધર્મો છે. હિંદ સ્વરાજ (૧૯૪૬) હું માનું છું દુનિયા બધા મોટા ધર્મો વત્તાઓછા પ્રમાણમાં સાચા છે. ‘વત્તાઓછા પ્રમાણમાં’ એવું મેં કહ્યું તેનું કારણ એ કે માણસો સંપૂર્ણ નથી. એ જ હકીકતને લીધે માણસોના હાથ જેને જેને અડે છે તે બધું અપૂર્ણ રહે છે એવું મારું માનવું છે. પૂર્ણતા ઇશ્વરનું આગવું લક્ષણ છે અને તેનું વર્ણન કે વ્યાખ્યા થઇ શકતાં નથી. ઇશ્વર જેવો ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 20
(20) ઇસ્લામનો ‘અલ્લા’, ખ્રિસ્તીઓનો ‘ગૉડ’ અને હિંદુઓનો ‘ઇશ્વર એક જ છે. જેમ હિંદુ ધર્મમાં ઇશ્વરનાં સહસ્ત્રાવધિ નામ છે તેમ પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામો જુદાં જુદાં વ્યક્તિત્વનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઇશ્વરમાં ગુણોનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઇશ્વર તો ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઇશ્વરને વિશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઇભાંડુ માનવાં. એનો અર્થ એ પણ થાય કે સર્વ ધર્મ વિશે સરખો આદર રાખવો. હરિજનબંધુ, ૧૫-૫-’૩૮ સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન’ નો અનુવાદ છે.એ મને ગમ્યો ન ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 21
૨૧. ધર્માન્તર (પરદેશી મિશનરીઓને આપેલા ભાષણમાંથી) તમે દેશમાં આવ્યા. તમે તો અમને નાસ્તિક તરીકે ગણી કાઢયા હીધન કહીને ગાળો આવ્યા. બિશપ હીબર જેવાએ હદ વાળી. તેણે ગાયું : ‘કુદરતનાં નિર્મળ દૃશ્યો ચોમેર આંખો ઠારે છે; માત્ર માણસો જ પાપીઓ જોવામાં આવે છે.’ અને ત્યાર પછી ખ્રિસ્તીઓની અનેક અનેક પેઢીઓએ એ ગીતને સ્તોત્રમાં દાખલ કરી, ગાઇને અમારા પ્રત્યેની ઘૃણાને કાયમ કરી. હું તમને કહું છું કે આ નાસ્તિક દેશ નથી. અહીં તો તમને ગરીબમાં ગરીબ ઘરમાં, ઢેડના ઘરમાં, મહારના ઘરમાં નામશુદ્રના ઘરમાં ઇશ્વરનું દર્શન મળશે. બ્રાહ્મણ, અબ્રાહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ધ - સૌ હિંદુ ધર્મમાંથી આશ્વાસન મેળવી રહ્યા છેે. એવા બ્રાહ્મણો ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 22
૨૨. હું હિંદુ કેમ ? કુળની અસરમાં હું માનું છું એટલે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું હિંદુ રહ્યો છું. નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઇ પણ વિરુદ્ધ વસ્તું હિંદુ ધર્મમાં મેં જોઇ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથીલાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધું સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુપાયીઓએ માનવો જ જોઇએ એવા સિદ્ધાંતોની જાળથી મુકત છે. આ મનેબ હું ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મોને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા બધા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીંપણ બીજા ધર્મોમાં ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 23
૨૩. બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ મે અસંખ્ય વાર કહેવાતું સાંભળ્યું છે, અને બૌદ્ધ ધર્મનું હાર્દ બતાવવાનો દાવો પુસ્તકોમાં વાંચ્યું છે કે બુદ્ધ નિરોશ્વરવાદી હતા. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે બુદ્ધના ઉપદેશની મુખ્ય વસ્તુ જ નિરીશ્વરવાદની વિરોધી છે. મારો નમ્ર મત એવો છે કે બુદ્ધના કાળમાં ઇશ્વરને નામે જે હીન વસ્તુઓ પ્રવર્તતી હતી તેનો તેમણે યોગ્ય રીતે જે અસ્વીકાર કર્યો તેમાંથી જ આ ગોટાળો ઉત્પન્ન થયો છે. ઇશ્વર નામનું કોઇ પ્રાણી દ્ધેષને આધીન છે, પોતાના કાર્યોને સારુ પસ્તાવો કરી શકે છે, અને મૃત્યુલોકના રાજાઓની જેમ કે પણ લાલચો કે લાંચને વશ થાય છે, અને પોતાના-પરાયાનો ભેદ હોઇ શકે છે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 24
૨૪. ઇશ્વર અને દેવો પેલા સાધુએ કહ્યું, “હિંદુ ધર્મ એક ઇશ્વરને માનતો થઇ જાય તો ખ્રિસ્તી ધર્મ અને હિંદુ સાથે મળીને હિંદુસ્તાનની સેવા કરી શકે.” ગાંધીજી : “એવો સહકાર થાય એ મને ગમે, પણ જ્યાં લગી આજનાં ખ્રિસ્તી મિશનો હિંદુ ધર્મની ઠેકડી કરવાનું અને હિંદુ ધર્મની ત્યાગ અને તેની નિંદા કર્યા વિના કોઇ સ્વર્ગ જઇ જ ન શકે એમ કહેવાનું ચાલુ રાખે ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. પણ કોઇ ભલો ખ્રિસ્તી મૂકભાવે સેવા કરતો હોય અને ગુલાબના ફૂલની પેઠે પોતાના જીવનની સુવાસ હિંદુ કોમ પર પાડતો હોય એવું ચિત્ર હું કલ્પી શકું છું. ગુલાબને એની સવાસ ફેલાવવાને વાણીની ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 25
૨૫. મંદિરો ને મૂર્તિઓ મંદિરની હસ્તીને હું પાપ અગર વહેમ માનતો નથી. સમાન ઉપાસનાનું કોઇક સ્વરૂપ અને ઉપાસના માટેનું સ્થળ એ માણસની જરૂરિયાત હોય એમ લાગે છે. મંદિરોમાં મૂર્તિઓ રાખવી કે ન રાખવી એ પ્રકૃતિ અને રુચિ પર અવલંબે છે. હિંદુ અથવા રોમન કૅથલિક લોકોની ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોય છે તેથી તે બંંધા અવશ્યપણે ખરાબ હોય છે અથવા વહેમનાં ધામ હોય છે એવું હું માનતો નથી અને મસીદ અથવા પ્રૉટેસ્ટન્ટ લોકોના ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોતી નથી તેટલા જ કારણસર તે સારાં હોય છે એવું પણ હું માનતો નથી. ક્રુસ અથવા ગ્રંથ જેવી પ્રતિકરૂપ વસ્તુ સહેજે બુત બની જાય અને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 26
૨૬. વૃક્ષપૂજા એક ભાઇ પોતાના કાગળમાં લખે છે : “ઝાડનાં થડનાં ઠૂંઠાં, પથ્થરો ને વૃક્ષોની પૂજા કરતાં સ્ત્રીઓ તેમ પુરુષો આ દેશમાં સામાન્યપણે જોવાનાં મળે છે. પણ ઉત્સાહી સમાજસેવકોનાં કુટુંબોની ભણેલીગણેલી ને કેળવાયેલી બહેનો સુધ્ધાં એ રિવાજથી પર નથી એ જોઇ મને નવાઇ થઇ. એમાંથી કેટલીક બહેનો ને મિત્રો એ રિવાજનો એવો બચાવ કરે છે કે કોઇ ખોટી માન્યતાઓ પર નહીં પણ પ્રકૃતિમાં રહેલા ઇશ્વરને માટેની પૂજ્યતાની શુદ્ધ ભાવના પર આ રિવાજ મંડાયેલો હોઇ તેને વહેમમાં ગણી શકાય નહીં. વળી, તે બધા સત્યવાન અને સાવિત્રીનાં નામનો હવાલો આપીને કહે છે કે અમે એ રિવાજોનું પાલન કરી તેનું સ્મરણ કાયમ ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 27
૨૭. બુદ્ધિ અને શ્રદ્ધા અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી ગંદવાડ બને છે તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંડપણ બને છે. નવજીવન, ૧૭-૧૦-’૨૬ બુદ્ધિવાદીઓ ખાસા વખાણવાલાયક છે, પણ બુદ્ધવાદ જ્યારે પોતાને વિશે સર્વશક્તિમત્તા આરોપો છે ત્યારે તે ભયાનક રાક્ષસ બને છે. બુદ્ધિને સર્વશક્તિમાન માનવી એ પથ્થરને દેવ માનીને પૂજા કરવા જેવી ખરાબ મૂર્તિપૂજા છે. બુદ્ધિને દબાવવાની હું દલીલ નથી કરતો, પણ જે વસ્તુ આપણામાં રહી રહી બુદ્ધિને પણ પાવન કરે છે તેનો પણ યોગ્ય સ્વીકાર થવો જોઇએ એમ મારું કહેવું છે. નવજીવન, ૧૭-૧૦-’૨૬ કેટલાક વિષયો એવા છે, જેમાં બુદ્ધિ આપણને બહુ ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 28
૨૮. શાસ્ત્રો મિ. બેસીલ મેથ્યુસ : ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો ? ગાંધીજી : (છાતી તરફ આંગળી કરીને) છે. હું દરેક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે, મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્રવચનને મારી બુદ્ધિની જગા લેવા નથી દેતો. હું માનું છું ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઇશ્વરપ્રેરિતછે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઇને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહેતા. એક તો એ કોઇ માનવી, ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઇને પસાર થાય છે. એમાંથી કશું ઇશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મેથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે હું ધર્મગ્રંથોને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 29
૨૯. ગીતાનો સંદેશ ૧. સન ૧૮૮૮-૮૯માં જ્યારે ગીતાનું પ્રથમ દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હ્યદયની અંદર નિરંતર ચાલતા દ્રંદ્રયુદ્દનું જ વર્ણન છે, માનુપી યોદ્ધાઓની રચના હ્ય્દયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઇ. મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દૃઢ થયો. મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો. તેમાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજા-પ્રજાનો ઇતિહાસ ભુંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 30
૩૦ . સત્યમાં સૌંદર્ય વસ્તુના અંતર અને બાહ્ય એ બે ભેદ હું પાડું છું. અને બેમાંથી ક્યા ઉપર તમે ભાર મૂકો તે જ પ્રશ્ન છે. મને તો બાહ્યથી અંતરનો વિકાસ ન થાયત્યાં સુધી બાહ્યની કશી કિંમત નથી. કળામાત્ર અંતરના વિકાસનો આર્વિર્ભાવ. માણસના આત્માનો જેટલો આર્વિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી તેની કિંમત. ઘણા કહેવાતા કળાકારોમાં તો આત્મમંથનનો અંશે નથી હોતો. તેની કૃતિને શી રીતે કળા કહીશું ? જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે ને કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહું કળાની કૃતિઓ ન ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 31
૩૧. રામનામ ઇશ્વરનું સર્વોત્તમ લક્ષણ અને નામ સત્ય છે એવું ઘણા વખત પહેલાંથી મને બુદ્ધિ તેમ જ હ્ય્દયથી સમજાયું છતાં હું સત્યને રામના નામથી ઓળખું છું. મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એ એક નામે મને ઉગાર્યો છે અને તે હજીયે મને ઉગાયે મને ઉગારે છે. એનું કારણ મારો બચપણ સંસ્કાર હોય, તુલસીદાસે મારા મન પર જમાવેલું આકર્ષણ હોય. પણ એ સમર્થ હકીકત છે એટલું સાચું. અને આ શબ્દો લખું છું ત્યારે પૂર્વજો તરફથી મળેલા અમારા ઘરની પડોશમાં આવેલા રામજીમંદિરમાં હું રોજ જતો તેનાં દૃશ્યોનાં બચપણનાં સ્મરણો જાગે છે. ત્યારે મારો રામ ત્યાં વસતો હતો. તેણે મને ઘણા ભયમાંથી ને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 32
૩૨. નિસર્ગોપચાર કુદરતી ઉપચાર એટલે એવા ઉપચાર અથવા ઇલાજ કે જે મનુષ્યને સારુ યોગ્ય હોય. મનુષ્ય એટલે મનુષ્યયાત્ર. મનુષ્યમાં શરીર તો છે; ઉપરાંત રામનાથ જ છે. તેથી જ રામબ્રાહ્મ શબ્દ નીકળ્યો છે. રામનામ એે રામબાણ ઇલાજ. એ વિના બાકિ થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધર્મો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્ય્દયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ. રામનામ એટલે ઇશ્વર, ખુદા, અલ્લાહ કે ગૉડ, ઇશ્વરનાં ઘણાં નામ છે. એમાંથી જેને જે ઠીક લાગે તે લે; તેમાં હાર્દિક શ્રદ્ધા હોવી જોઇએ. તેના પુરાવારૂપે તેની સાથે પ્રયત્ન હોવો જોઇએ. તે કેમ કરાય એમ કોઇ પૂછે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 33
૩૩. સર્વ જીવની એકતા મારા ર્ધર્મ મને વાંદરાની સાથે નહીં પણ ઘોડાં, ઘેટાં, સિંહ, વાઘ, સાપ અને વીંછીની સાથે સગપણનો દાવો રાખવા દે છે એટલું જ નહીં, તે બંધાને પણ સગાં ગણવાની આજ્ઞા કરે છે. હા, એ સગાંઓ ભલે આપણને સગાં ન માને. મારી જિંદગી માટે મેં જે કઠણ ધર્મ સ્વીકાર્યો છે અને જે દરેક સ્ત્રીપુરુષોનો ધર્મ હોવો જોઇએ એમ હું માનું છું તે આ પ્રકારણી એકપક્ષી ફરજ આપણા ઉપર નાખે છે. અને એવી એકપક્ષી ફરજ એટલા જ માટે નાખવામાં આવી છે કે સૃષ્ટિમાં કેવળ મનુષ્ય જ ઇશ્વરનું પ્રતિબિંબ છે. આપણી એ સ્થિતિ આપણામાંના ઘણા સ્વીકારતા નથી તેમાં શું ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 34
૩૪. બ્રહ્મચર્ય એટલે શું ? એક ભાઉ પૂછે છે : ‘બ્રહ્મચર્ય એટલે શું ? તેનું સંપૂર્ણ પાલન શું શકય ? જો શક્ય હોય તો તમે તેવું પાલન કરો છો ?’ બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંતજ્ઞાનથી થાય. એ અંતજ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે. તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વેક્ષેત્રે સર્વકાળે સંયમ તે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવાં સ્ત્રીપુરુષ ઇશ્વરની સમીપ વસે છે; તે ઇશ્વર જેવા છે. આવા બ્રહ્મચર્યનું મન, વાચા ને કાયાથી અખંંડિત ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 35
૩૫. બ્રહ્મચર્યના પગથિયાં પ્રથમ પગથિયું તેની આવશ્યકતાનું ભાન થયું તે છે. એટલા સારુ તે વિષયનાં પુસ્તકોનું વાચનમનન છે. બીજું, ધીમે ઇન્દ્રિયનિગ્રહ આદરવો ઘટે. બ્રહ્મચારી સ્વાદને રોકે; જે ખાય તે કેવળ પોષણ અર્થે. આંખથી મલિન વસ્તુ ન જુએ. આંખને હમેશાં શુદ્ધ વસ્તુ જ જોવામાં રોકે અથવા તેને બંધ કરે. તેથી જ સભ્ય સ્ત્રીપુરુષ હાલતાં ચાલતાં ધરતી ભણી જોતાં રહે ને શરીરની તુચ્છતાનું દર્શન કરે. કાનેથી કંઇ બીભત્સ વસ્તુ સાંભળે જ નહીં, નાકેથી અનેક પ્રકારની વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુઓ નહીં સૂંઘે. સ્વચ્છ માટીમાં જે સુગંધ છે તે અત્તર ગુલાબોમાં નથી. જેને ટેવ નથી તે તો એ કૃત્રિમ સુગંધોથી અકળાય છે. હાથપગને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 36
૩૬. લગ્ન : પવિત્ર ધાર્મિક સંસ્કારવિધિ મનુષ્ય કલાકાર અને સર્જક અવશ્ય છે. તેને સૌંદર્ય ને તેથી રંગ અવશ્ય જોઇએ એનો કલાકાર અને સર્જકનો સ્વભાવ ઉત્તમ કોટિએ હતો ત્યારે તેણે તેને સંયમમાં કલા અને સર્જનહીન સંભોગમાં કદ્રપતા જોવાનું શીખવ્યું. એની કલાવૃત્તિએ એને સારાસારનો વિવેક કરતાં ને રંગોની ગમે તેવી મેળવણી એ જેમ સૌંદર્યનું લક્ષણ નથી. તેમ દરેક જાતનો વિષયોપભોગ એ સારી વસ્તુ નથી એ સમજતાં શીખવ્યું. આગળ જતાં તેને એમ પણ જ્ઞાન થયું કે જીવવાને ખાતર જીવવું એમાં સૌંદર્ય કે આનંદ એકે નથી, પણ માણસે પોતાનાં માનવી ભાઇભાંડુની ને તે દ્ધારા પોતાના સરજનહારની સેવા કરવાને જીવવું જોઇએ. એ જ પ્રમાણે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 37
૩૭. અપરિગ્રહનો ધર્મ સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપશે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઇશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણવા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢયને ત્યાં તેને ન જોઇતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જયારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઇતો જ સંગ્રહ કરે તો કોઇને તંગી ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 38
૩૮. મજૂરી - ઇશ્વરની ઉપાસના ‘બ્રહ્માએ યજ્ઞની ફરજ બતાવી પ્રજાને ઉત્પન્ન કરી અને તેને કહ્યું,’ “યજ્ઞથી તમે આબાદ થશો. તમારી સર્વ કામનાઓ પૂર્ણ કરવાવાળો થાઓ.” ‘જે આ યજ્ઞ કર્યા વગર ખાય છે તે ચોરીનું ખાય છે,’ એવું ગીતા કહે છે. ‘તારો રોટલો પરસેવો પાડી મહેનત કરીને કમાજે’ એમ બાઇબલ કહે છે. યજ્ઞો ઘણા પ્રકારના કોઇ શકે. સૌ કોઇ પોતાનો રોટલો મેળવવાના પૂરતી જ મજૂરી કરે ને તેથી વધારે તો સૌ કોઇને પૂરતો ખોરાક અને પૂરતી નવરાશ મળે. પછી વધારે પડતી વસ્તુની બૂમ નહીં રહે, રોગ ને બીમારી નહીં રહે. આવી મજૂરી ચારે કોર જોવામાં આવે છે તેવું દુઃખ પણ ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 39
૩૯. સર્વોદય આ દેહ કેવળ પરમાર્થને કારણે આપણને મળ્યો છે. અને તેથી યજ્ઞ કર્યા વિના જે જમે છે તે જમે છે એવું સખત વાક્ય ગીતાકારે કહી દીધું. શુદ્ધ જીવન ગાળવા ઇચ્છનારનું બધું કાર્ય યજ્ઞરૂપે હોય. આપણે યજ્ઞ સાથે અવતર્યા એટલે આપણે સદાયના ઋણી- દેવાદાર રહ્યા. તેથી આપણે જગતના હમેશના ગુલામ સેવક. અને ગુલામને સ્વામી જેમ સેવા લેવાને કારણ અન્નવસ્ત્રાદિ આપે છે તેમ આપણને જગતનો સ્વામી આપણી પાસેથી ગુલામી લેવા ખાતર અન્નવસ્ત્રાદિ આપે તે આભારપૂર્વક લઇએ. તેટલાનો પણ આપણને હક છે એવું ન માનીએ, એટલે કે ન મળે તો સ્વામીને ન વગોવીએ. આ શરીર તેનું છે; તેની ઇચ્છા પ્રમાણે તેને ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 40
૪૦. અણુબૉંમ્બ અને અહિંસા અમેરિકન મિત્રો કહે છે કે, બીજી કોઇ પણ રીતે નહીં થાય તેવી અહિંસાની સિદ્ધિ અણુબૉંમ્બ થશે. આ વાતનો અર્થ એવો હોય કે, અણુબૉમ્બની સંહારશક્તિથી દુનિયાને હિંસા પર એવી ઘૃણા આવી જશે કે, થોડા વખતને માટે તે એ માર્ગથી પાછી વળી જશે, તો એ સાચું ખરું. પણ, કોઇ માણસ ભાતભાતની મીઠાઇ પેટ ભરી ભરીને ખાઇને ગળપણથી ઓચાઇ જાય, પછી તેને રસ્તે ન જાય, અને મીઠાઇ પર આવી ગયેલો અણગમો ઓસરી ગયા પછી પાછો બેવડા ઉત્સાહથી તેની પાછળ મંડે, તેના જેવી એ વાત થઇ. અણુબૉંમ્બની સંહારક શક્તિને કારણે હિંસાનો તિરસ્કાર કરવાને પ્રેરાયેલી દુનિયા, તે તિરસ્કારની અસર ઓસરી ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 41
૪૧. પૃથ્વી પર શાંતિ યુરોપ આજે ઇશ્વરની અથવા ખ્રિસ્તી ધર્મની ભાવનાનું નહીં પણ સેતાનું પ્રતિનિધિ છે એવો મારો દૃઢ થયો છે. અને સેતાન ઇશ્વરનું નામ હોઠે લઇને કાર્ય કરતો દેખાય છે ત્યારે તેની સફળતા પણ વધારેમાં વધારે ભાસે છે. યુરોપ આજે નામનું જ ખ્રિસ્તી રહ્યું છે. ખરેખર તે મૅમન, સંપત્તિના દેવની આરાધનામાં પડ્યું છે. ‘આખું ઊંટ એક વાર સોયના નાકામાંથી નીકળી જાય પણ સંપત્તિવાળા માણસને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો શક્ય નથી.’ ઇશુએ ખરેખરું આવું કહ્યું છે. તેના નામધારી અનુયાયીઓ પોતાનો નૈતિક વિકાસ પોતાની માલિકીની ભૌતિક સંપત્તિને માપે માપે છે. યંગ ઇન્ડિયા, ૮-૭-’૨૦ ઇશુના પર્વત પરના પ્રવચનમાંથી જે ઝરા ફૂટે છે ...વધુ વાંચો
સત્ય એ જ ઈશ્વર છે - 42 - છેલ્લો ભાગ
૪૨. પ્રકીર્ણ મૃત્યુ બાળક, જુવાન કે બુઢ્ઢા મરે તેથી આપણે શાને ભયભીત થઇએ ? એક ક્ષણ એવી નથી કે જગતમાં ક્યાંયે જન્મ અને મરણ થઇ રહ્યાં નથી. જન્મથી રાજી થવુંને મરણથી ડરવું એમાં ભારે મૂર્ખતા છે એમ આપણને લાગવું જ જોઇએ. જેઓ આત્મવાદી છે - અને આપણા - માંનો કોણ હિંદુ મુસલમાન પારસી આત્માના અસ્તિત્વને માનતો નથી ? - તે તો જાણે છે કે આત્મા મરતો નથી. એટલું જ નહીં, પણ જેઓ જીવે છે તે ને મૂઆ છે તે બધા જીવો એક જ છે, તેના ગુણો એક છે, તો પછી જગતનો ઉત્પત્તિ લય દરેક ક્ષણે થયા જ કરે છે ...વધુ વાંચો