આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે. મારા જીવનમાં જોયેલ, સાંભળેલ અને ક્યાંક વાંચેલ કથાવસ્તુ પરથી આ કાલ્પનિક ધારાવાહિક આપ સમક્ષ રજુ કરી રહી છું. આ ધારાવાહિક નું ક્યાંય બીજે અન્ય નામથી ઉપયોગ કરવો એ ગુનાહ પાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી તથા આ ધારાવાહિક પબ્લીશ કરવાનો સંપુણૅ અધીકાર ફક્ત મારો જ રહેશે. અજય એ એક ખુબ વ્યવસ્થિત, ગુણિયલ અને સ્વમાની વ્યક્તિત્વ છે. એના જીવનમાં અસંખ્ય સંબધો આવ્યા અને ગયા પણ ખરા.. છતાં પણ અજય એ દરેક સબંધથી મુક્ત ન જ થઈ શક્યો, કારણકે એ સંબધો એના જીવનમાં અમુક ઋણાનુબંધથી જોડાયેલ હતા, છે અને રહેશે જ... ઋણાનુબંધ એ સંપૂર્ણ પારિવાહિક ધારાવાહિક છે. જે કોઈ પણ વાંચે એમને અમુક અંશે એ જાણે પોતાનું જ પાત્ર હોય એવું ક્ષણિક લાગે એવું અહીં અજયનું પાત્ર છે. અજયના જીવનમાં ક્યાં સબંધનું ઋણાનુબંધ ચુકવતા એ અનેક તેના અંગત જીવનના સબંધોથી કેમ વિખૂટો હોવા છતાં ઋણ કેમ ચૂકવી રહ્યો છે એ જાણવા જોડાતા રહેજો 'ઋણાનુબંધ' ધારાવાહિક સાથે..

Full Novel

1

ઋણાનુબંધ - 1

પ્રસ્તાવના ઋણાનુબંધ -આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે. મારા જીવનમાં જોયેલ, સાંભળેલ અને ક્યાંક વાંચેલ કથાવસ્તુ પરથી આ કાલ્પનિક ધારાવાહિક આપ સમક્ષ રજુ કરી રહી છું. આ ધારાવાહિક નું ક્યાંય બીજે અન્ય નામથી ઉપયોગ કરવો એ ગુનાહ પાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી તથા આ ધારાવાહિક પબ્લીશ કરવાનો સંપુણૅ અધીકાર ફક્ત મારો જ રહેશે.અજય એ એક ખુબ વ્યવસ્થિત, ગુણિયલ અને સ્વમાની વ્યક્તિત્વ છે. એના જીવનમાં અસંખ્ય સંબધો આવ્યા અને ગયા પણ ખરા.. છતાં પણ ...વધુ વાંચો

2

ઋણાનુબંધ - 2

અજય મંદિરના પટાંગણે એમ પિલરના ટેકે બેઠો કે ભગવાનની સમક્ષ એ પોતાની નજર રાખી શકે. અજયે આંખને પટપટાવ્યા વગર નજરે જ પ્રભુની આંખમાં આંખ પરોવી એમની પાસેથી પોતાની પરિસ્થિતિને સાચવવા ઉર્જા લઈ રહ્યો હોય એમ પ્રભુના દર્શન કરી રહ્યો હતો. અચાનક અજયને પોતાની મમ્મીની છબિ પ્રભુમાં તરવરી ઉઠી. અજયની અત્યાર સુધી સાચવી રાખેલી આંખ પરની પાળ તૂટીને આંસુ સરકીને એના ગાલને સ્પર્શ કરતા વહેવા લાગ્યા. અજય માટે એના મમ્મીનું સ્થાન ભગવાન તુલ્ય જ હતું, કદાચ એથી વિશેષ કહીએ તો પણ ખોટું નથી જ. પ્રભુને ક્યારેય પ્રત્યક્ષ એણે મહેસૂસ નહોતા કર્યા, પણ એના મમ્મીની દરેક લાગણી, સ્નેહ, હૂંફને એણે અનુભવી ...વધુ વાંચો

3

ઋણાનુબંધ - 3

અજયે મંદિરે દર્શન કરીને ત્યાંથી પોતાના ડિનર માટે એક ગુજરાતી રેસ્ટોરન્ટ પર પોતાની ગાડી ઉભી રાખી હતી. હસમુખભાઈ ઘરે તો અજય ઘરે ટિફિન લઈને જતો નહિ તો અહીં જ રાત્રે જમતો હતો. હવે તો આ રેસ્ટોરન્ટવાળા લોકો સાથે પણ અજયની આત્મીયતા બંધાઈ ગઈ હતી. કારણ કે, જ્યાં સુધી સીમાબેન હતા ત્યાં સુધી તેઓને ઘરે જમવાનું બંને વખત ગરમ ગરમ મળતું પણ હવે ઘરમાં કોઈ સ્ત્રી જ નહોતી અને આખો દિવસ અજયે કોલેજ લેક્ચર લેવાના. નવી પદ્ધતિઓ અને નવા ઉદભવતા રોગો તેમજ નવી મેડીસિન લોન્ચ થતી હોય એમના વિષે પણ સતત જાણકારી લેતું રહેવું પડે. એમાં ક્યાં ઘરે આવી રસોડું ...વધુ વાંચો

4

ઋણાનુબંધ - 4

હસમુખભાઈ અને અજય થોડી ક્ષણ એમ જ એકમેકને ભેટી રહ્યા બાદ એ બંન્ને એક ચાની કીટલી પર ચા અને કરવા જાય છે. હસમુખભાઈ ગાંઠિયા અને સેવખમણી ખાવાના શોખીન હતા. આથી એમની પસંદનો નાસ્તો કરાવવા અજય તેમને ચા ની કીટલી પર લઈ જાય છે. કોલેજથી છૂટીને વિદ્યાર્થીઓ પોતપોતાના ગ્રુપમાં ત્યાં બેસી નાસ્તો કરતા અને ત્યારબાદ છૂટાં પડતા હતા. આજે પહેલીવાર સરને પણ ત્યાં જોઈને એ લોકોને અચરજ તો થયું જ હતું. વિદ્યાર્થીઓની અંદરોઅંદરની વાતો હસમુખભાઈના કાને પણ પડી જ હતી. એમના શબ્દો કંઈક આવા હતા, "આ ખડુસ સર આજે અહીં? આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? અરે જો તો સહી એના ...વધુ વાંચો

5

ઋણાનુબંધ - 5

અજય હસમુખભાઈને લાગણીવશ થઈને ભેટી પડ્યો હતો. મનના ખૂણામાં ધરબડાયેલી લાગણીમાં એક અંકુર આજ ફૂટી નીકળ્યું હોય એમ અજય રહ્યો હતો. એને આજ પોતાના પપ્પા માટે ખુબ માન ઉદ્દભવી રહ્યું હતું. અજયને પોતાના પર રંજ પણ થયો કે, પોતે પોતાના પિતાને રગેરગ ઓળખતો નથી. એમના મનને પારખી શક્યો નહીં. આજ સુધી કેટલી ખોટી છાપ પોતાના મનમા સંઘરી રાખી હતી. આજ પિતા પુત્રના આલિંગનમા જાણે બધી જ કડવાશ આજ દુર થઇ રહી હતી. અને એકબીજાને પોતાનાપણાની ઉજાઁ આપી રહી હતી. અજયના મનને ખુબ જ ટાઢક મળી રહી હતી. હસમુખભાઈ પણ અજયની છલકાતી આંખોથી અજયની મનઃસ્થિતિ સમજી ચુક્યા હતા. એમણે પણ ...વધુ વાંચો

6

ઋણાનુબંધ - 6

અજયનું મન જેટલું હળવું આજ થયું એથી વિશેષ પારાવાર તેને પસ્તાવો થઈ રહ્યો હતો. પિતા અને પુત્ર વચ્ચેની ભેદરેખા લીધે બની હતી એ આજ સમગ્ર ઘટનાઓ એને ધીરે ધીરે સમજાઈ રહી હતી. આજ જાણે કુદરત પણ અજયની એના પપ્પા માટેની માનસિકતા બદલી રહ્યા હોય એમ અજયને બધું જ યાદ કરાવી રહ્યા હતા.અજયના મમ્મીએ એને કીધેલી વાત એને યાદ આવી ગઈ. તેઓ ઘણી વાર કહેતા હતા કે, 'હું પરણીને આવી ત્યારે આપણો મોટો આખો પરિવાર સાથે રહેતો હતો પણ થોડા સમય બાદ આપણે અલગ રહેવા લાગ્યા જેથી ઘરનો ખર્ચ એકલા તારા પપ્પાથી પરવડે એમ નહોતું, તો એમણે મને પણ ભણવામાટે ...વધુ વાંચો

7

ઋણાનુબંધ - 7

અજયે આટલા વર્ષોથી મનના ખૂણે સાચવેલી એની લાગણીભરી વાત અંતે એની બેન સામે મુક્ત મનથી એ બોલી ઉઠ્યો, 'હું વિષે તારી સાથે થોડી ચર્ચા કરવા ઈચ્છું છું. અત્યાર સુધી હું મારા મનને કદાચ ખોટી રીતે જ બાંધીને, જકડીને જીવી રહ્યો હતો પણ હવે મેં કરેલ ભૂલ મને સમજાય રહી છે. મેં અજાણતા જ સ્તુતિ સાથે ખોટું કર્યું છે. આ વાતનો મને ખુબ પસ્તાવો થઈ રહ્યો છે. હું હવે વધુ મારા ખોટા વલણ ને પ્રોત્સહન આપી શકું એમ નથી. હું સ્તુતિને મારા જીવનમાં લાવવા ઈચ્છું છું. બસ આજ વાત માટે મને તારો અભિપ્રાય જોઈએ છે. શું હું આમ કરું કે ...વધુ વાંચો

8

ઋણાનુબંધ - 8

અજય અસહ્ય પારાવાર અફસોસને જીલવા અસમર્થ જ હતો. એ એક પિતા તરીકેની કોઈ જ ફરજ બજાવી શક્યો ન હોવાનો એના ગળે ડૂમો ભરી એને દર્દ આપી રહ્યો હતો. એનું શરીર પાણી પાણી થઈ રહ્યું હતું. મહામહેનતે એણે એક ગ્લાસ પાણી પીધું હતું. પાણી પીધા બાદ એ એના મમ્મીની તસ્વીરને તાકી રહ્યો હતો. આજ એ એના મમ્મીને ખુબ યાદ કરી રહ્યો હતો. એને થયું કે, કાશ! આજ મમ્મી હયાત હોત તો એ એના ખોળામાં માથું રાખીને આજ ઊંઘવા ઈચ્છતો હતો. એને ઊંઘવું હતું પણ આંખ એના કાબુમાં નહોતી. ખુબ થાકેલું મન અને કાયા હવે આરામ કરવા ઇચ્છતા હતા. ખુબ સરસ ...વધુ વાંચો

9

ઋણાનુબંધ - 9

નવો સૂર્યોદય નવી તાજગી અને હકારાત્મક વિચાર સાથે દરેક માટે એક સાહસનું કિરણ લઈને આવ્યો હતો. પણ અજય માટે એ જ મનમાં ઉદભવતા પ્રશ્નો, અધૂરા સપના, એકલતાની સોડ, અને ખાસ પોતે પિતા તરીકેની ન બજાવેલ ફરજનો પારાવાર અફસોસ... પ્રીતિ...! હા... બસ એજ એક રસ્તો હતો જે દરેક પ્રશ્નનો જવાબ હતો. હવે પ્રીતિનો જવાબ કંઈ પણ હોય પણ એની તથા સ્તુતિની સાથે વાત કર્યા સિવાય કોઈ જ વિકલ્પ અજય પાસે નહોતો. અજય આજે ખરેખર જાગ્યો. ઉઠતાંની સાથે જ એણે સ્તુતિને મળીને એની ઈચ્છા જાણવાનો નિર્ણય મક્કમ કરી લીધો હતો. એક આશાનું કિરણ એના મનમાં ઝબક્યું હતું. અજયે હસમુખભાઈ એટલે કે, ...વધુ વાંચો

10

ઋણાનુબંધ - 10

રઘુકાકાએ એકદિવસ અજયને પોતાની પાસે બોલાવ્યો, પ્રેમથી પૂછ્યું પણ ખરું કે, 'બેટા! તું શું ચિંતામાં રહે છે. મેં તારા પાછળની પીડા જોઈ છે. જો તું મને ખુલ્લામને કહીશ તો કદાચ હું તારી મદદ કરી શકું.'અજયને જે હૂંફ એમના પેરેન્ટ્સથી જોઈતી હતી એ રઘુકાકાથી મળી હતી. રઘુકાકાના શબ્દોથી અજયના મનમાં પેસેલી બધી જ વેદના આંખોથી છલકી આવી હતી. અજય રઘુકાકાને વળગી પડ્યો હતો. આજ અજયે બધી જ પોતાના મનની વાત રઘુકાકાને જણાવી દીધી હતી. બસ, આ જ એ ઘડી હતી કે, જેના લીધે અજય રઘુકાકાને પોતાના સગાકાકા જેટલું જ માન આપતો થયો હતો. નાનપણથી લઈને અત્યાર સુધીની બધી જ એ ...વધુ વાંચો

11

ઋણાનુબંધ - 11

પ્રીતિ ખુબ સામાન્ય અને સીધું કહી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતી હતી. મમ્મી અને પપ્પાના બંનેના સારા ગુણોનું વ્યક્તિત્વ પ્રીતિમાં જ મળ્યું હતું. પ્રીતિની બેન સૌમ્યા પણ એવું જ વ્યક્તિત્વ પણ અતિ વાતુડી, ચંચળ હતી. બન્ને બેનના સ્વભાવ અને પસંદગીમાં થોડો ફેર ખરો આથી બંને બાળપણમાં ક્યારેક ઝીણી ઝીણી વાત પર ઝગડી પડતી હતી. પ્રીતિને બોલવાનું ઓછું ગમતું આથી સૌમ્યા જ જીતી જતી હતી. જયારે એ બંને ઝગડતી ત્યારે એમના પેરેન્ટ્સ એમનો આ મીઠો ઝઘડો જોઈને હસતા હતા. ટૂંકમાં, ઘર કલબલાટથી ગુંજતું રહેતું હતું. સભ્યો ઓછા હતા, પણ ઘર લાગણીઓથી ધબકતું રહેતું હતું. પ્રીતિને બાળપણથી જ કંઈકને કંઈક શીખવું ગમતું ...વધુ વાંચો

12

ઋણાનુબંધ - 12

પ્રીતિની વાત સાંભળીને કુંદનબેન બોલ્યા, જો બેટા તને બાયોડેટા સારી લાગી છે તો એક, બે વાર એને મળી જો, વાતચીત કરીને તને જો ઠીક લાગે તો જ આપણે આગળ વધવાનું છે. અને હા, આ બાબતમાં બુદ્ધિ ૫૦% હા પાડે તો બાકીનો જવાબ મન પાસેથી લેવાનો, કારણ કે મન તને સાચે રસ્તે જ ચલાવશે. હું તો તારા પપ્પાને મળી હતી, પણ પેલાના સમયમાં તો લગ્નમંડપમાં જ પતિ પત્ની એકબીજાને જોતા હતા. તો પણ જિંદગી ખુશખુશાલ નીકળી જ જતી હતી. તું જાજુ વિચાર નહીં બેટા, ઋણાનુબંધ જેની સાથે હશે એજ તારી સાથે આગળ વધશે. જેવા વિચાર તને આવે છે, એવા જ ...વધુ વાંચો

13

ઋણાનુબંધ - 13

ભાવિની તો હસમુખભાઈની વાત સાંભળીને ઉત્સાહથી કહેવા લાગી, 'અરે વાહ! બહુ જ મસ્ત, લાવો પપ્પા એનો બાયોડેટા મને દેખાડો, પહેલા એ હું જોઇશ. હસમુખભાઈ અને ભાવિની એટલા બધા ખુશ હતા કે એમનું ધ્યાન અજય તરફ ગયું જ નહીં. એ બંને પ્રીતિની બાયોડેટા જોવામાં જ મશગુલ થઈ ગયા. ભાવિનીને તો પ્રીતિની બાયોડેટા અને પ્રીતિનો ફોટો ખુબ ગમી ગયા હતા. એ બોલી, 'વાહ પપ્પા! બહુ સુંદર પ્રીતિનો ફોટો છે. સાદગીમાં પણ સુંદરતા ભારોભાર છલકે છે.' હસમુખભાઈ તરત જ બોલ્યા, 'હા બેટા! સાચી વાત છે. જોઈને બહુ સીધું વ્યક્તિત્વ લાગે છે. મને તો અજય અને પ્રીતિની જોડી સરસ લાગશે એવું લાગે છે. ...વધુ વાંચો

14

ઋણાનુબંધ - 14

અજય મમ્મીના મુખેથી વાત સાંભળીને અવાચક જ થઈ ગયો. પણ ચહેરા પર એણે પોતાના મનના હાવભાવ પ્રગટ ન જ દીધા. બધાંના ચહેરાની ખુશી એને એમ જ રાખવી હતી વળી, અજયને રઘુકાકાના શબ્દો પણ યાદ આવ્યા કે કુદરત તને કોઈક અણસાર આપશે. અચાનક આ મમ્મીની વાત એને કુદરતની કોઈક અણસાર જ લાગી હતી. સીમાબેન અજયને બોલ્યા, 'દીકરા તું નહીં માને પણ તને વરરાજો બનેલ જોવા હું હવે ખુબ આતુર છું. મને બહુ જ આનંદ થયો, બસ તમે બંન્ને રૂબરૂ પસંદ કરો એટલે તું જો તારા લગ્ન તો જલ્દી જ લઇ લેવા છે.' આમ બોલતા એમણે પોતાના દીકરાના દુખડા લીધા. અજય ...વધુ વાંચો

15

ઋણાનુબંધ - 15

પ્રીતિ અને અજયની નજર હવે મળી હતી. પ્રીતિએ જોય તો લીધું પણ શરમના લીધે જોયું ન જોયું અને નજર કરી ગઈ, પાણી લઇ લો, એટલુ પ્રીતિ અજયને બોલી, પણ અવાજ અદંર જ રહ્યો ફક્ત હોઠ જ ફફડ્યા, અને અજયની નજર એ શબ્દોથી ઉચ્ચારણના લીધે કંપી રહેલ હોઠ પર પડી, અને એ હળવા શબ્દો અજય સાંભળી ગયો હોય એમ એ પાણીનો ગ્લાસ લઇ લે છે.પ્રીતિ બધાના ખાલી ગ્લાસ લઇને અંદર જતી રહે છે. કાચના ગ્લાસ એકબીજાને સેજ અડકવાથી આવતા અવાજથી ત્યાં હાજર બધાને ખ્યાલ આવી જ ગયો કે, પ્રીતિના હાથ સહેજ ધ્રુજી રહ્યા છે.પ્રીતિ જેવી રસોડામાં પહોંચી કે એને હાશકારો ...વધુ વાંચો

16

ઋણાનુબંધ - 16

હસમુખભાઈએ સીમાબેનને પૂછ્યું કે, 'હવે હું આ જીગ્નેશ ભાઈને શું કહું?' 'શું કહેશો એજ વિચારું છું.' અજયે સામેથી જ 'પ્રીતિને ત્યાં હા પાડી હવે બોલેલું નહીં ફરવાનું, હું આવું વિચારું છું. તમારુ શું કહેવું છે?' હસમુખભાઈ, સાગરભાઈ અને સીમાબેન એક સાથે જ બોલ્યા, 'તારી વાત સાચી છે.' હસમુખભાઈએ જીગ્નેશભાઈ ને ફોન કર્યો. 'હેલ્લો' 'હેલ્લો હસમુખભાઈ કેમ છો? બધા મજામાંને?' 'હા, જીગ્નેશભાઈ બધા જ મજામાં. તમે કહો ત્યાં બધા કેમ છે?' 'અહીં પણ બધા જ મજામાં છે.' 'વાહ, સરસ. બોલો નવીનમાં શું ચાલે છે?' 'જો સંજનાનું મેડિકલ પૂરું થયું, તો થયું ચાલો હવે યોગ્ય સમય છે અજય અને સંજનાને મળવાની ...વધુ વાંચો

17

ઋણાનુબંધ - 17

અજયના ઘરે પ્રીતિના આગમન માટેની બધી જ તૈયારી કરવાની જવાબદારી ભાવિની અને અજય પર જ હતી. કારણકે, સીમાબેન તો જાય પછી સીધા શનિવારે સાંજે આવવાના હોય! આથી તેઓ બધું જ ભાવિની અને અજયને સમજાવીને જ ગયા હતા. પ્રીતિ પેહેલી વખત ઘર જોવા આવશે તો શકનના એક જોડી કપડાં પણ લઈને જ રાખવાના કીધા હતા. મેનુ પ્રમાણેનું રાસન પણ કોઈ ઘટતું હોય તો એ પણ લઈ રાખવાનું કીધું હતું. એ બધું જ ઘરે બનાવવાનો આગ્રહ રાખતા હતા. અને એમના સ્વભાવને અનુરૂપ એમને બીજાનો સ્વાદ બહુ પસંદ પણ નહોતો. આથી મીઠાઈ કે ફરસાણ કઈ પણ ઘરે જ બનાવવાની રૂઢિ હજુ અકબંધ ...વધુ વાંચો

18

ઋણાનુબંધ - 18

પરેશભાઈનો ગમગીન ચહેરો જોઈને કુંદનબેન તરત જ બોલ્યા, 'શું થયું? કોનો ફોન હતો?' 'ભાઈનો ફોન હતો. બાપુજીની તબિયત અચાનક બગડી છે, તો એમને અહીં લઈને આવે છે. હું હોસ્પિટલે એમના માટે બધી વ્યવસ્થા કરવા જાવ છું.' બધું જ એકદમ ફટાફટ પરેશભાઈ બોલતા ગયા અને રૂપિયા તિજોરી માંથી કાઢી બહાર નીકળી ગયા. સાથોસાથ ભલામણ પણ કરી કે, તું અહીં બંને દીકરીઓ છે એની પાસે રહેજે એવું લાગશે તો તને બોલાવીશ. કુંદનબેન કહી બોલે એ પહેલા જ પરેશભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા. પરેશભાઈને ક્યારેય આટલા વ્યાકુળ એમણે નહોતા જોયા. ખરેખર કેટલી વેદના થાય જયારે આપણું કોઈ અંગત બીમાર હોય! આવી ...વધુ વાંચો

19

ઋણાનુબંધ - 19

અજયનું મન નિરાશ થઈ ગયું હતું. દાદાને ઠીક નહોતું એ એક કારણ તો હતું જ પણ આજ પ્રીતિ નહીં શકે એ દુઃખ પણ થયું હતું. સામાન્ય લાગતી પરિસ્થિતિએ અજયને વ્યાકુળ કરી દીધો હતો. પણ હવે આ સમયને પસાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. અજયની જેમ પ્રીતિને પણ આ સમયને પસાર કરવો ખુબ અઘરું લાગતું હતું. હરખ અને દર્દની બેવડી લાગણી પ્રીતિ અનુભવી રહી હતી. જોને સમયે ઝકડી રાખી લાગણી, મનમાં વલોપાત મચાવે લાગણી, એક એક ક્ષણ દિલને વ્યાકુળ કરે છે, દોસ્ત! પ્રેમના ઉંબરે રાખી તડપાવે લાગણી! અજય અને પ્રીતિ બંને એકબીજાને ફરી પાછા ક્યારે મળી શકશે એ ...વધુ વાંચો

20

ઋણાનુબંધ - 20

પરેશભાઈએ ઘરે પહોંચ્યા બાદ થોડીવાર આરામ કર્યો, મુસાફરી કરીને થાક્યા હતા. સાંજે એમણે પ્રીતિ અને સૌમ્યાને પોતાના રૂમમાં બોલાવી અજયના ઘરે ભાવનગર જવાની વાત કરી હતી. પ્રીતિ તો સંકોચનાં લીધે કઈ બોલી જ ન શકી, પણ એના ચહેરાની હાસ્યથી ઉદ્દભવેલી આછી ગુલાબી ભાત ઘણું રજુ કરી રહી હતી. કુંદનબેન બોલ્યા, 'કાલથી નવરાત્રી ચાલુ થાય છે, તો નવરાત્રી પછી જયારે રજાની અનુકૂળતા હોય ત્યારે જઈએ તો કેવું રહેશે?' 'હા, કુંદન વાત તો તારી સાચી જ છે. પ્રીતિ તારું શું કહેવું છે?' 'પપ્પા તમે જેમ નક્કી કરો એ બરાબર જ હશે.' પ્રીતિના જવાબ પરથી પરેશભાઈએ હસમુખભાઈને દશેરાના દિવસે ભાવનગર આવવાનું કહ્યું ...વધુ વાંચો

21

ઋણાનુબંધ - 21

પરેશભાઈના ચહેરા પરથી સાફ જણાઈ રહ્યું હતું કે, જરૂર કોઈ પરેશાની એમને થઈ રહી છે. કુંદનબેન બોલ્યા, શું થયું કોનો ફોન હતો?'ભાઈ નો ફોન હતો. બાપુજી રજા લઈને પ્રભુચરણ પામી ચુક્યા છે.' આટલું તો પરેશભાઈ માંડ બોલી શક્યા હતા.ઉપસ્થિત દરેક સદ્દશ્ય દુઃખી થઈ ગયું હતું. થોડી વાર પહેલા હરખે ઝૂલતી પ્રીતિ એકદમ હતપ્રભ થઈ ગઈ હતી. એને દાદાના શબ્દો યાદ આવ્યા, 'મારે પ્રીતિની સગાઈમાં આવવાની ઈચ્છા છે હું ત્યારે જરૂર આવીશ!' આ વાત યાદ આવતા અચાનક જ એક આંસુનું ટીપું પ્રીતિની આંખમાંથી સરકી ગયું હતું. એ આ ઘા મૌન રહીને જ પચાવી ગઈ. પણ દિલ ખુબ વલોપાત અનુભવતું હતું. ...વધુ વાંચો

22

ઋણાનુબંધ - 22

અજય અને પ્રીતિના સગાઈનો અંતે એ દિવસ આવી જ ગયો હતો. અંગત લોકોની હાજરીમાં બંનેની સગાઈ ખૂબ સારી હોટેલમાં આવી હતી. પ્રીતિ ખૂબ સરસ તૈયાર થઈને આવી હતી. બધાં જ જરૂરી આભૂષણો અને થોડો લાઈટ મેકઅપ પ્રીતિની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યા હતા. અજયને પ્રીતિના હોઠ પાસે રહેલ તલ પણ ખૂબ આકર્ષિત કરી રહ્યું હતું. પ્રીતિને નખશિખ સુધી અજયે નીરખી લીધી હતી પણ પ્રીતિએ હજુ નજર અજય તરફ કરી જ નહોતી. પ્રીતિને બધાંની હાજરીમાં એમ અજય તરફ જોવું ખૂબ મુશ્કેલ લાગતું હતું. પ્રીતિની અને અજયની બેઠકની ગોઠવણ બાજુબાજુમાં જ કરી હતી. સીમાબહેને અજયને વીંટી આપી પ્રીતિને પહેરાવવા માટે અને ...વધુ વાંચો

23

ઋણાનુબંધ - 23

અજય બધાનું સ્વાગત કરતા બોલ્યો, આવો આવો બધા. બહારના ગેટથી મુખ્ય દરવાજા સુધી ફૂલની પાંદડીઓની મદદથી સુંદર ડિઝાઇનમાં રસ્તો હતો. જેના પર ચાલીને પ્રીતિ મુખ્ય ધ્વાર સુધી આવી હતી. ભાવિની આ ક્ષણને ફોટામાં કેદ કરી રહી હતી. પ્રીતિની પાછળ પરેશભાઈ, કુંદનબેન ચાલી રહ્યા હતા. મુખ્ય ધ્વાર પાસે એક કંકુની થાળી રાખેલી હતી. એની ઉપર એક સફેદ રૂમાલ રાખ્યો હતો. એ રૂમાલમાં પ્રીતિના પગલાં લઈ ને એને સીધા મંદિર રૂમ તરફ પોતાના પગલાં પાડતું જવાનું હતું. પ્રીતિએ જેવા કંકુની થાળીમાં પગ મુક્યા કે અજયે પ્રીતિ પોતાનું સંતુલન જાળવી શકે એ માટે એનો એક હાથ પકડી લીધો હતો. પ્રીતિએ હળવેકથી સફેદ ...વધુ વાંચો

24

ઋણાનુબંધ - 24

પરેશભાઈ એના પરિવાર સહીત પોતાના ઘરે પહોંચી જ ગયા હતા. પરેશભાઈએ હસમુખભાઈને ઘરે શાંતિથી પહોંચી ગયાની જાણ કરી હતી. વાત કરીને ફોન મુક્યો હતો.પ્રીતિ હવે ફ્રેશ થઈને પોતાના રૂમમાં આવી હતી. એને અજયને ફોન કર્યો, રિંગ ગઈ ન ગઈ ત્યાં તો ફોન અજયે ઉપાડ્યો,'આય હાય મારી જાન.. બહુ રાહ જોવડાવી... ક્યારનો તારા ફોનની રાહ જોતો હતો.''હેલો અજય?' અજય ક્યારેય આમ વાત નહોતો કરતો, અને આજ સીધી કોઈ જ વાત વગર આમ વાત કરી તો પ્રીતિને પણ અચરજ થયું કે આ અજય જ છે ને!'હા મારી જાન હુ જ છુ. તને મારા શબ્દો સ્પર્શતા નથી?''ના આજ મિજાજ તમારો કંઈક જુદો ...વધુ વાંચો

25

ઋણાનુબંધ - 25

પરેશભાઈ પ્રીતિના લગ્નની તૈયારી એકદમ ઉત્સાહથી કરી રહ્યા હતા. બધું જ ખુબ બારીકાઈથી ઉકેલી રહ્યા હતા. પહેલું કામ કંકોત્રીનું બનાવવાનું નક્કી કર્યું હતું. ખુબ અંગત લોકોને જ આમંત્રિત કરવાના હતા. પરેશભાઈની ઓળખાણ અને નામ એટલું ખ્યાતિ પામેલું હતું કે અમુક લોકો તો એમના પ્રસંગમાં સામેથી જ જોડાવા આગંતુક હતા. પણ બધાની વ્યવસ્થા અને પ્રસંગ સારી રીતે કોઈ વિઘ્ન વગર પરિપૂર્ણ કરવા માટે યોગ્ય સંખ્યાનું લિસ્ટ કરવું જરૂરી જ હતું. પરેશભાઈ અને તેમના ભાઈ બંને સાથે બેસીને આ કામને ન્યાય આપ્યો હતો. એ પછી એક પછી એક બધી જ વિધિઓની યાદી અને એમાં જરૂરી એવી બાબતોની નોંધણી પણ ડાયરીમાં કરી ...વધુ વાંચો

26

ઋણાનુબંધ - 26

વિતાવ્યા એમ નથી વિતાવવાના દિવસો બાકીના,જીવ્યા એમ નથી જીવવાના દિવસો બાકીના,સ્નેહ, સાથ, વિશ્વાસે પરસ્પર હુંફાળી લાગીણીના સાથીરૂપી દોસ્ત! જીવનના સંગાથે જીવશું પ્રેમથી દિવસો બાકીના,પ્રીતિના પ્રેમની લાગણીથી લથબથ જવાબ વાંચીને અજય પ્રીતિને મળવા ખુબ ઉત્સાહિત થઈ ગયો હતો. એને તરત પ્રીતિને ફોન કર્યો હતો. પ્રીતિ એ બધા મહેમાનોથી થોડા દૂર જઈને ફોન ઉપાડ્યો હતો.'હેલ્લો.''હેલ્લો મારી જાન. આઇ લવ યુ માય ડાર્લિંગ. મિસ યુ સો સો મચ..' એકસાથે એકી શ્વાસે બોલતાં એક ચુંબન ફોનમાં જ અજયે પ્રીતિને કરી દીધું હતું.'લવ યુ ટુ માય જાન, એન્ડ ઓલ્સો મિસ યુ.' 'અરે! હજુ કંઈક તું ભૂલી કે રસ્તામાં ક્યાંય અટવાયું?''એ રૂબરૂ.''આ બે દિવસમાં તો ...વધુ વાંચો

27

ઋણાનુબંધ - 27

અજય અને પ્રીતિ બંને હવે લગ્નગ્રંથી થી જોડાય ગયા હતા. એમણે બંનેએ બધા જ વડીલોના આશીર્વાદ લીધા હતા. બંને એટલા સુંદર લગતા હતા કે, એમને જે જુએ એ એવું જ કહેતા હતા કે પરફેક્ટ જોડી છે. બંને મનોમન ખુબ ખુશ થતા હતા. જન્મથી લઈને દીકરી જે ઘરે મોટી થઈ હોય છે, એ પોતાની બધી જ ટેવ, રીત અને જરૂરિયાત, સબંધ દરેકથી અંતર કરીને સાસરે ફક્ત પતિના સાથ, સહકાર અને પ્રેમની હૂંફ માટે જ આવે છે. એ દીકરીને પિયરમાં કોઈ જ કમી હોતી નથી. કેટલી બધી આશા રાખીને સાસરે પ્રેમની આશ પાલવે બાંધીને આવે છે. સાસરે જેમ બધા રહે છે, ...વધુ વાંચો

28

ઋણાનુબંધ - 28

પાલિતાણા પહોંચી ગયા બાદ પ્રીતિ બધાને પગે લાગી રહી હતી. એ બધાને પગે લાગી પોતે ક્યાં બેસે એ જોઈ હતી. શિક્ષિત પરિવારમાં રહેણીકરણી જૂનવાણી હતી. પુરુષોની સામે કે, પોતાના વડીલોની સામે પણ સ્ત્રીઓએ ખુરશી પર બેસવાનું નહીં. એમની બેઠક નીચે જમીન પર જ રહેતી હતી. પ્રીતિને એ જોઈને સમજાઈ જ ગયું આથી એ પોતાના સાસુની બાજુમાં નીચે બેસવા જતી જ હતી પણ સીમાબહેને પ્રીતિને ખુરશી આપી અને ઉપર બેસવા કહ્યું હતું. સીમાબહેન પરિવર્તન લાવવા ઈચ્છતા હતા અને એ જરૂરી જ હતું. એવી વિચારસરણીથી જ વડીલો માટે માન રહે એ ફ્ક્ત પુરુષોના અહમને સંતોષવાની વાત હતી. સીમાબહેનનું આવું વલણ પ્રીતિને ...વધુ વાંચો

29

ઋણાનુબંધ - 29

પ્રીતિનું મન એની સાસુજી સાથે વાત કરીને હળવું થઈ ગયું હતું. એમની જોડે વાત કરી પ્રીતિએ બધી જ વાત કરી હતી. કુંદનબેન સીમાબહેને કેમ સરળતાથી વાત કરી એ સમજી ગયા હતા પણ હવે પ્રીતિ ઘરે જાય પછી એમને ખ્યાલ આવે કે અનુમાન ખરું રહ્યું કે નહીં?કુંદનબેને એના સ્વભાવ અનુસાર સાચી જ વાત પ્રીતિને કહી, "જો બેટા દરેકના ઘરની રીત અલગ હોય! એમને ફક્ત ફોન કરવાથી કામ સરળ થતું હોય તો એમ કરવાનું, તારી ફોન કરી જ દેવાનો.""હા, મમ્મી હું ધ્યાન રાખીશ." "જો બેટા! તારે તું અહીં રહે છે એમ જ ત્યાં રહેવાનું છે. એ પણ ગભરાયા વગર. તારી ભૂલ ...વધુ વાંચો

30

ઋણાનુબંધ - 30

પ્રીતિ રૂમમાં હતી એટલે અજય તરત જ રૂમમાં ગયો હતો. પ્રીતિ બેડ પર બેઠી હતી. અજય પ્રીતિની મનની હાલતથી પોતાની મસ્તીમાં જ હતો. એણે પ્રીતિને પોતાની બાહુપાશમાં જકડી લીધી હતી. પ્રીતિ પોતાની તકલીફને મનમાં જ રાખીને સહસ્મિત ચહેરે અજય સાથે નોર્મલ વર્તી રહી હતી. પ્રીતિને ઘરમાં બનેલ બનાવ થાકીને જોબ પરથી આવેલ અજયને કહેવો નહોતો, એ અજય દુઃખી થાય એવી કોઈ જ વાત કહેવા ઈચ્છતી નહોતી.પ્રીતિના લગ્નને હજુ પંદર દિવસ પણ નહોતા થયા ત્યાં જ ઘરમાં નાનીનાની વાતોને સીમાબહેન મોટું રૂપ આપી રહ્યા હતા. આ વાત હવે પ્રીતિ એકદમ સમજી ચુકી હતી. પ્રીતિ હોશિયાર હતી આથી રાઈનો પહાડ થાય ...વધુ વાંચો

31

ઋણાનુબંધ - 31

હસમુખભાઈને તરત જ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. એમનું સંપૂર્ણ ચેકઅપ થઈ રહ્યું હતું. એમના માટે બધા ચિંતિત હતા સીમાબહેન આવા સમયે પણ પ્રીતિને ટોણો મારવાનું ચુક્યા નહોતા, એ બોલ્યા, "પ્રિતીએ કાલ જે ખવડાવ્યું એમાં જ તબિયત બગડી ગઈ છે."પ્રીતિને આવી પરિસ્થિતિમાં કઈ જ બોલવું ઠીક ન લાગ્યું હતું. ડોક્ટર થોડીવારે બધું જ ચેકઅપ કરીને બહાર આવીને બોલ્યા કે, હસમુખભાઈને હળવો એટેક આવ્યો છે, એટલે જ એમને ઉલ્ટી થઈ હતી.પ્રીતિએ ડોક્ટર પાસે ખુલાસો કરતા પૂછ્યું, "તો ડોક્ટર જમવાના લીધે ઉલ્ટી નથી થઈ ને?""ના ના.. બિલકુલ નહીં. એટેક આવવાથી એમનું બોડી પ્રોપર નહોતું આથી ઉલ્ટી થઈ હતી.""ઓકે." કહીને પ્રીતિએ વાતને ...વધુ વાંચો

32

ઋણાનુબંધ - 32

અજયે પ્રીતિના હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, "પ્રીતિ મને એવું લાગે છે કે તું કંઈક મનમાં ને મનમાં ઘુંટાયા છે. તને કોઈ તકલીફ છે? તું કોઈ વાત થી પરેશાન છે?" અજયની વાત સાંભળીને પ્રીતિ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, એને કલ્પના નહોતી કે અજય આવું કઈ પૂછશે એ અજયના આમ અચાનક પ્રશ્ન પૂછવાથી ઘડીક મૌન જ થઈ ગઈ. એ ફક્ત અજયના પૂછવા માત્રથી જ ભાવુક થઈ ગઈ હતી. "પ્રીતિ તું શું ચિંતામાં છે? બોલને!" પ્રીતિએ પોતાનું મૌન હવે તોડ્યું હતું. એ થોડા ગળગળા સ્વરે બોલી,"હું ખુદ જાણતી નથી તો તમને હું શું જણાવું?" "કંઈક તો તને પરેશાની છે જ, તો ...વધુ વાંચો

33

ઋણાનુબંધ - 33

પ્રીતિને સૌમ્યાનો ઘણા સમય બાદ ફોન આવ્યો, પ્રીતિએ ફોન ઉપાડ્યો હતો."હેલ્લો સૌમ્યા! કેમ છે? બહુ સમય પછી યાદ આવી.""તું દે.. આપણે તો ફોન જ નથી કરતા. જાણે તારા જ એકના નવી નવાઇનાં લગ્ન થયા હોય!""આ કહેવા ફોન કર્યો છે?""ના, હું પંદરમી ઓગસ્ટના ૨દિવસ માટે ઘરે જાઉં છું, જો તને મેળ પડે તો તું પણ આવ. બસ એ કહેવા જ ફોન કર્યો છે.""ઓકે મેડમ, તું કહે તો મારે આવવું જ પડે ને!""જા ને, જીજુને પૂછીને કહેજે. ખાલીખોટી ફેકમફેંક ન કર હો...""અરે હા! સાચું જ કહું છું તારા જીજુ પણ સાથે જ છે. આપું ફોન એમને વાત કર.""હેલ્લો જીજુ! કેમ છો? ...વધુ વાંચો

34

ઋણાનુબંધ - 34

સીમાબહેનને તરત ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ ગયા હતા. એમનો ડોક્ટરે એક્સરે પડાવ્યો હતો. એક્સરેમાં સીમાબહેનનું હાડકું સેજ ક્રેક થયેલું જણાતું આથી સીમાબહેનને અઢી મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું. ડોક્ટરએ ચાલવાની બિલકુલ ના જ પાડી હતી. સીમાબહેનને પ્લાસ્ટર બંધાવીને ઘરે લાવ્યા હતા. હવે અજયે પ્રીતિને કહ્યું,"તને પોતું કરતા નથી આવડતું? એવું તે કેમ પોતું કર્યું કે મમ્મી પડી ગયા. જો એમને કેટલી તકલીફ થઈ ગઈ છે.""મેં તો રોજ કરું એમ જ કર્યું હતું. તેમ છતાં બીજીવાર હું ધ્યાન રાખીશ."પ્રીતિ મનમાં તો એમ જ બબડી કે, એવું કેમ ચાલ્યા કે પડી ગયા? વળી એમને તો આરામ જ કરવાનો છે, સેવા તો મારે જ ...વધુ વાંચો

35

ઋણાનુબંધ - 35

પ્રીતિએ બોક્સ ખોલ્યું અને કેકને ટેબલ પર મૂકી હતી. કેક પ્રીતિના ફેવરિટ ફ્લેવરની ચોક્લેટકેક હતી. પ્રીતિ ખુબ ઉત્સાહ સાથે "વાહ, કેટલી સરસ કેક છે.""હા, સરસ છે." ટૂંકમાં જ અજયે જવાબ આપ્યો. એના અવાજમાં જરાય ઉત્સાહ નહોતો. સીમાબહેનને આ ગમ્યું નહોતું, એમણે તો એમ બોલી જ લીધું કે, "આ શું ખોટા ખર્ચની જરૂર હોય!"પ્રીતિ એમનું આ વાક્ય સાંભળી જ ગઈ હતી. એને એટલો ગુસ્સો આવ્યો કે એનાથી એમ બોલાય જ જાત કે, તમારે ક્યાં ખર્ચ કરવો પડ્યો છે? પણ પ્રીતિએ પોતાના શબ્દોને બાંધી રાખ્યા હતા.ઘરમાં કોઈને એમ થયું જ નહી કે, સીમાબહેને જે કહ્યું એ ખોટું હતું. પ્રીતિનો ઉત્સાહ આ ...વધુ વાંચો

36

ઋણાનુબંધ - 36

પ્રીતિના ખુબ સરસ દિવસો પસાર થઈ રહ્યા હતા. પ્રીતિ જ રોજ સાસરે બધાની સાથે ફોન થી વાત કરતી હતી. અજય સહીત કોઈ ફોન કરતુ નહીં. હા, પ્રીતિ ફોન કરે એટલે વાત બધા ખુબ સરસરીતે જ ઉમળકાથી જ કરતા હતા. પણ ક્યારેય પ્રીતિને યાદ કરી સામેથી ફોન ન કરતા એ દુઃખ તો સહેજ પ્રીતિને રહેતું જ હતું.પ્રીતિને અચાનક ન્યુઝ મળ્યા કે, એનું ફોરેસ્ટ ઓફિસરનું રિઝલ્ટ આવી ગયું છે. એણે તરત જ ઓનલાઇન એ ચેક કર્યું હતું, પણ સર્વર ડાઉન હોવાથી રિઝલ્ટ ખુલતું નહોતું. પ્રીતિને રિઝલ્ટ જાણવાની ખુબ તાલાવેલી હતી. આથી પ્રીતિએ તરત જ અજયને ફોન કર્યો હતો. અને રિઝલ્ટ જોવાનું ...વધુ વાંચો

37

ઋણાનુબંધ - 37

પ્રીતિ પોતાના રૂમમાં ગઈ, એ ખુબ રડી રહી હતી. આજ એના આંસુ રોકાઈ રહ્યા નહોતા. અજયના શબ્દો ફરી ફરી યાદ આવી રહ્યા હતા. પ્રીતિને થયું કે, આવું મારી સાથે જ કેમ થયું? ખુબ મહેનત કરી, પરીક્ષા પણ સારી ગઈ છતાં કેમ ફેલ થઈ? હું ફેલ થઈ તો આટલી તકલીફ અજય ને થઈ તો મારી તો બધી જ મહેનત ફોગટ ગઈ તો મને પણ તકલીફ થતી જ હોય ને! હું અજય પર આક્ષેપ નાખું તો કે પરિવારમાં બધાનું ધ્યાન રાખી રાખીને હું મહેનત કરું છું પણ જોઈતો સમય વાંચનને ન આપી શકી એટલે ફેલ થઈ તો એમને બધાને મારા બોલવાથી ...વધુ વાંચો

38

ઋણાનુબંધ - 38

પ્રીતિભાભીને જોઈને ભાવિની ખુશ તો થઈ પણ અંદરખાને એને એ દુઃખ થઈ રહ્યું હતું કે, ભાભીએ મારી જ્યાં સગપણ વાત ચાલી રહી હતી એની ના આવી એ વાત વિષે કોઈજ ચર્ચા ન કરી. મેં ભાભીને કેટલો સાથ આપ્યો છતાં ભાભીને મને સામે વાળાએ રિજેક્ટ કરી એ દુઃખ વિષે વાત કરવી જરૂરી ન લાગી. ભાવિનીની તકલીફમાં પ્રીતિ સામીલ ન થઈ એવું એને લાગ્યું હતું. ભાવિનીએ પોતાના મમ્મીને પણ કીધું કે, "ભાભીને આવ્યે બે દિવસ થયા છતાં એમણે મને કઈ જ ન પૂછ્યું.""એ પોતાનું જ વિચારે એવી છે. લાગણીશીલ નથી એ આવું એનું વર્તન જ કહે છે. તારે પણ બહુ માથું ...વધુ વાંચો

39

ઋણાનુબંધ - 39

પ્રીતિ માસી સાથે એમના ઘરે ગઈ હતી. માસીએ એને પાણી આપીને શાંત પાડવાની કોશિષ કરી હતી. પ્રીતિના જીવનમાં આમ કોઈએ એને અપમાનિત કરી નહોતી. અને સાસરે આવી ત્યારથી એક પછી એક રોજ કોઈને કોઈ કારણથી પ્રીતિનું અપમાન જ થતું હતું. પ્રીતિની સહન કરવાની શકતી પુરી થતા એ ખુબ જ ક્રોધિત થઈ અને જેટલો પણ મનમાં ગુસ્સો ભરાયો હતો એ બધો જ એણે કાઢી નાખ્યો હતો. એને થયું કે, આમ જ જો સાસરે રહેવાનું હોય તો હવે મારે રહેવું જ નથી. કેટલાય વિચારોની વચ્ચે આંસુ સારતી પ્રીતિને માસીએ હિમ્મત આપવાની કોશિષ કરી હતી. માસી બોલ્યા,"તારે કંઈ ખાવું છે?""ના માસી! મને ...વધુ વાંચો

40

ઋણાનુબંધ - 40

ભયાનક વાયરો એવો રે વાયો, જાણે કર્યો પ્રેમનો સંપૂર્ણ સફાયો,કેમ રે પ્રીત સાચવીશ વિખરાતા?દોસ્ત! સ્નેહ અચાનક નફરત માં પલટાયો.અજય જે પ્રીતિ પર હાથ ઉઠાવવાની કોશિષ થઈ એનો પરેશભાઈને પણ ઊંડો ઘા થયો હતો. છતાં એમને ખુબ ધીરજ રાખી હતી. પરેશભાઈએ વિનંતી કરી કે, પ્રીતિ અત્યારે ખુબ વ્યાકુળ છે, એને માનસિક શાંતિ માટે ઘરે લઈ જાવ છું. પછી એને સમજાવીને પાછી મૂકી જઈશ, એમ કહી હસમુખભાઈની રજા લીધી હતી. કુંદનબેન ફક્ત એટલું જ બોલ્યા કે, હસતા મોઢે મારી દીકરી હરખાતી સાસરે આવી હતી. આજ આંસુ સારતી જોઈ બહુ દુઃખ થયું. ચાલો હવે, અમે રજા લઈએ એમ કહી સીમાબહેનને પોતાના મનમાં ...વધુ વાંચો

41

ઋણાનુબંધ.. - 41

અજયે કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં. આથી સીમાબહેને ફરી વાત પર ભાર મુકતા કહ્યું, "અજય તે સાંભળ્યું ને?""હા, મેં વાત સાંભળી પણ મને એ બિલકુલ નહોતું ગમ્યું કે, એણે તમારી સાથે ઉંચા અવાજે વાત કરી અને મનફાવે તેમ એ બોલી હતી.""દીકરા! તારી વાત સાચી છે પણ આ સમયે ભાવિનીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું જ પડશે. કાલ જો ભાવિનીનું નક્કી થશે તો પ્રીતિ નહીં હોય તો સમાજમાં શું ઈજ્જત રહેશે! હું બહુ લાબું વિચારીને કહું છું.""પણ મમ્મી એકવખત તો સાચું સામે આવશે જ ને! તો પછી ખોટું બોલીને આગળ વધવાનો શો મતલબ?" અજયે વાત ટાળવાની કોશિષ કરી હતી."પણ ...વધુ વાંચો

42

ઋણાનુબંધ.. - 42

પ્રીતિ આજ કોલેજ ગઈ ત્યારે સૌથી પહેલા આસ્થાને મળી હતી. બન્ને ઘણા સમય પછી મળ્યા એટલે મળીને ખુબ જ થઈ ગયા હતા. પ્રીતિને આસ્થા બોલી,"જે પતી ગયું એ ફરી યાદ ન કરજે. થઈ ગયું એ ગયું, આથી ભૂતકાળ યાદ કરી હાલની સ્થિતિને બગાડીશ નહીં."બહુ જ ટૂંકમાં ખુબ ગહન વાત આસ્થાએ કરી હતી. અને સાચો મિત્ર એને જ કહેવાય ને કે, જે સાચી વાત અને સાચી સલાહ આપે. મિત્ર ભલે ઓછા હોય પણ એવા જ રાખવા જે સાચો માર્ગ અને હકીકત રજુ કરવાની ખેવના રાખતા હોય. બાકી અસંખ્ય મિત્ર હોય પણ અવળા રસ્તે ચડાવે અથવા સાચી વાત સ્વીકારવાની એમનામાં હિમ્મત ...વધુ વાંચો

43

ઋણાનુબંધ.. - 43

ભાવિનીની વિદાય બાદ બધા જ મહેમાનો એક પછી એક પોતાના ઘર તરફ વળી રહ્યા હતા. પ્રસંગ કોઈ જ પ્રકારની વગર શાંતિથી પૂર્ણ થયાનો હાશકારો હસમુખભાઇના મુખ પર વર્તાય રહ્યો હતો. સીમાબહેનને ભાવિની ગઈ એની ખોટ ખુબ વર્તાઈ રહી હતી. એમના ચહેરાની રોનક સાવ જાખી પડી ગઈ હતી.પ્રીતિ બધું જ કામ પતાવીને પોતાના રૂમમાં પ્રવેશી હતી. અતિશય થાકેલી પ્રીતિ આજ રૂમમાં આવી એવી તરત જ ઘસઘસાટ ઊંઘમાં સરી પડી હતી. અજય રૂમમાં આવ્યો એણે જોયું કે પ્રીતિ સીધી ઊંઘી જ ગઈ હતી. અજયે પ્રીતિને શાલ ઓઢાડી સરખી ઉંઘાડી હતી. અજયને પ્રીતિને લાગેલો થાક વર્તાય રહ્યો હતો. આમ ક્યારેય એ આવી ...વધુ વાંચો

44

ઋણાનુબંધ.. - 44

અજીબ હોય છે આ માતૃત્વની લાગણી,જોઈ નહીં છતાં અનુભવતી સ્પર્શની લાગણી,અચાનક દરેક સબંધથી વિશેષ બની જાય છે...દોસ્ત! પોતાનું જ જોવા આતુરતાથી હરખાતી લાગણી.પ્રીતિ ખુબ ખુશ થતા રસોઈ બનાવી રહી હતી. અજયે આવીને એને પોતાની સમીપ લીધી હતી. ખુબ પ્રેમથી કપાળે એક ચુંબન કરતા બોલ્યો, "કેમ આજ આટલી હરખાઈ છે?""એમ જ.. હમણાં મમ્મીને સૌમ્યા સાથે વાત કરી તો મન એ વિચારો માં જ હતું. સૌમ્યાની વાતો તો તમે જાણો જ છો ને! બસ, એટલે એ જ યાદ કરતી હરખાતી હતી.""અરે હા, પ્રીતિ તને મારો મિત્ર સુનિલ યાદ છે?""હા, એક, બે વાર મળ્યા છીએ ને! એના દીકરાના જન્મ વખતે આપણે એને ...વધુ વાંચો

45

ઋણાનુબંધ.. - 45

પ્રીતિને કુંદનબેન સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું હતું. પ્રીતિને પણ થયું કે, મમ્મીની વાત સાચી જ છે, મારો વાંક નથી તો મારે આ બાબતે વિચારવું ન જ જોઈએ. પ્રીતિ પોતાનું બધું ધ્યાન થીસીસ લખવામાં જ આપતી હતી. રજાનાં દિવસોમાં સીમાબહેન આવ્યા હતા. અજયે એમની સામે પણ પ્રીતિને એજ સંવાદો કહ્યા, કે "તું મને છોડી દે.. તું તારા પિયર જતી રે. હું તને ક્યારેય ન્યાય નહીં આપી શકું."પ્રીતિ થોડી વાર ચૂપ રહી, એને થયું કે, મમ્મી કે પપ્પા હમણાં બંને માંથી કોઈક એને ઠપકો આપશે કે, પ્રીતિ ગર્ભવતી છે ને તું એને આવું કહે છે? પણ એ બંને ચૂપ ...વધુ વાંચો

46

ઋણાનુબંધ.. - 46

અજય બસમાં બેઠો અને એણે પોતાના પપ્પાને ફોન કર્યો,"હેલ્લો બેટા, તું ક્યાં પહોંચ્યો?""પપ્પા, હું મંદિરે હતો. હવે બસમાં જાવ મન વ્યાકુળ હતું આથી કાર લઈને નથી જતો. આ જાણ કરવા જ તમને ફોન કર્યો હતો.""દીકરા! તું ચિંતા ન કરીશ. બધું જ સારું થશે. પહોંચીને ફોન કરજે.""હા, પપ્પા." ટૂંકમાં જ જવાબ આપી અજયે ફોન મુક્યો હતો.બસ ચાલુ થઈ અને અજય ઊંઘવાની કોશિષ કરી રહ્યો હતો. અજયનું મન ખુબ વિચારોમાં અટવાયેલ હતું આથી એને ઊંઘી જવું જ ઠીક લાગી રહ્યું હતું. થોડીવારમાં માનસિક થાકના લીધે એને ઊંઘ આવી જ ગઈ હતી.**************************સ્તુતિ કિચનમાં રસોઈ બનાવી રહેલ પ્રીતિને પાછળથી વળગતા બોલી, "મમ્મી... મારા ...વધુ વાંચો

47

ઋણાનુબંધ.. - 47

પ્રીતિએ વર્ષો પહેલા જે એપ ફક્ત વાંચવા માટે જ ડાઉનલોડ કરી હતી, એ એપની ખ્યાતનામ લેખિકા બની ગઈ હતી. મન જયારે ખુબ વ્યાકુળ રહેતું ત્યારે એ પોતાની લાગણી શબ્દોમાં પરિવર્તિત કરીને મનના ખૂણામાં હલચલ મચાવતી વેદના મનની બહાર જ ઠાલવીને હળવી થઈ જતી હતી.આગમનની આહટ જાણે સ્પર્શાઈ હતી,દિલને તારી યાદોએ ચોતરફ ઘેરી હતી,ચુંબકીય ખેંચાણની અદભુત અનુભૂતિ હતી,દોસ્ત! જોને.. ઋણાનુબંધી જ ભાગ ભજવતી હતી.સુંદર શબ્દોને કંડારતી કાવ્ય પંક્તિઓ પ્રીતિએ પ્રકાશિત કરી હતી. થોડી જ સેકન્ડોમાં કેટલી બધી લાઈક અને કોમેન્ટ આવી ગઈ હતી. અસંખ્ય લોકો એને ફોલો કરતા હતા. ઘણીવાર એને સ્ટેજ પર સ્પીચ આપવા પણ કોલેજ અને સ્કૂલમાંથી આમંત્રિત ...વધુ વાંચો

48

ઋણાનુબંધ.. - 48

પ્રીતિ ફોન મૂકીને ગુસ્સે થતી એના મમ્મી પાસે ગઈ હતી. એને જોઈને કુંદનબેન બોલ્યા,"કેમ આટલી ગુસ્સામાં છે? શું થયું?""મારા ફોન હતો, જન્મદિવસની શુભેચ્છા આપવા. શુભેચ્છાતો એમણે આપી પણ સાથોસાથ ફરી પાછા ટોણા મારવા લાગ્યા, મારાથી એમની વાત પચી જ નહીં મેં ફોન જ કાપી નાખ્યો.""જો પ્રીતિ તે એમનો ફોન કાપી ગુસ્સો બોલ્યા વગર જતાવી દીધો ને તો હવે એ વાત યાદ કરીને ગુસ્સે ન થા."કુંદનબેન પ્રીતિને સમજાવી રહ્યા હતા ત્યાં જ ડોરબેલ વાગી હતી. કુતુહલવશ પ્રીતિ દરવાજો ખોલવા ગઈ હતી. સ્નેહા એના મમ્મી સાથે આવી હતી. ખુબ ઉમળકાથી સ્નેહાએ પ્રીતિને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. પ્રીતિના મામીએ પણ એને શુભેચ્છા ...વધુ વાંચો

49

ઋણાનુબંધ.. - 49

પરેશભાઈની વાત સાંભળીને કુંદનબેને પણ એમની વાતને સહમતી આપી હતી. એમને પણ એવું જ માન્ય રાખ્યું હતું.સ્તુતિ ખુબ જ હતી. મોટેભાગે બાળકો રાત્રે ખુબ જગાડે અને પજવે છે પણ સ્તુતિએ ક્યારેય રાત્રે પરેશાન કરી કે કજિયા કરીને પ્રીતિને હેરાન કરી હોય એવું બન્યું નહોતું. બધા જ બાળકોની સરખામણીમાં એ બધું જ જલ્દી શીખતી હતી. યાદશક્તી ખુબ સારી હતી. ચાર મહિનાની થઈ ત્યારે બેસતાં પણ શીખી ગઈ હતી. એને ઊંઘવું ગમતું નહોતું. બેસતાં શીખી એટલે સેજ પણ ઉંઘાડીએ એટલે રોવા લગતી હતી. એને બેસવું હોય, જેવી બેસાડીયે એટલે તરત ચૂપ થઈ જાય! વળી, મોઢામાં બે ઉપરની તરફ અને બે નીચેની ...વધુ વાંચો

50

ઋણાનુબંધ.. - 50

સીમાબહેનને પરેશભાઈ આમ સ્પષ્ટ વાતની રજૂઆત કરશે એ અંદાજ નહોતો એમને હા કહીને વાતને પતાવી દીધી હતી. પ્રીતિની આ બાદ ભાવિની સાથે વાત થતી હતી. અવારનવાર અજય સાથે પણ વાત થવા લાગી હતી. પ્રીતિને એમ જ થયું કે હવે બધામાં પરિવર્તન આવી રહ્યો છે. એને લાગ્યું કે, બેન્કમાં લોકર ખોલાવવાની પ્રોસેસ ચાલુ હશે એ થઈ જશે એટલે કહેશે કે ક્યારે આવે છે? પણ આ તો સ્તુતિ સાથે નજદીકી લાવી રહ્યા હતા એનો હક એને આપવો હોય એવું લાગ્યું નહીં. થોડા મહિના આમ ચાલ્યું, પછી પ્રીતિએ જ સામેથી અજયને પૂછી લીધું કે, "મારુ લોકર ખોલાવ્યું કે નહીં?""ના એ તું અહીં ...વધુ વાંચો

51

ઋણાનુબંધ.. - 51

પરેશભાઈએ ઘરમાં બધાને રાત્રે જમતી વખતે કહ્યું કે, પ્રીતિ અને અજયના ભવિષ્ય માટે ચર્ચા કરવા આપણે ભાવનગર જવું છે, ક્યારે જવું છે? તો હસમુખભાઈને એ સમય હું આપું કે જેથી એમને ધ્યાનમાં રહે."અરે પપ્પા! તમને ખ્યાલ તો છે કે, એક મહિનો અહીં એ રોકાયા છતાં એકવાર સ્તુતિને પણ એને મળવાનું મન ન થયું, હું ભાવનગર બે વાર ગઈ ત્યારે શું એમને થયું કે એની દીકરી ગામમાં છે તો ઘરે આવવાનું કહું? મને જરાય જવાનું મન નથી.""તારી વાત સાચી છે પણ તારા પપ્પા શું કહે છે એ સમજતો ખરા!તું ખોટી અકળાય ન જા.""જો દીકરા આપણા ફક્ત અનુમાનથી હકીકત બદલી જતી ...વધુ વાંચો

52

ઋણાનુબંધ.. - 52

પરેશભાઈએ હસમુખભાઈને શાંતિથી કીધું કે પ્રીતિની જોબ નવી નવી જ છે આથી થોડા સમય માટે એ જેમ છે તેમ રાખીયે પછી જોઈએ કે આગળ શું કરવું. પરેશભાઈએ ન હા પાડી કે ન ના પાડી, પ્રીતિની સાથે વાત કર્યા વગર એમણે કોઈ જ ઈચ્છા જણાવી નહીં અને ભાવનગરથી વિદાઈ લીધી હતી.પ્રીતિ મનોમન દુઃખી હતી. કારમાં બેસી ગયા બાદ એને લાગ્યું કે પોતાના પ્રેમને એ હારી ચુકી હતી. દિલ દુઃખી હતું પણ મન ખુબ જ સંતુષ્ટ હતું કે જે સ્થળે હું અનુકૂળ ન રહી શકી તે સ્થળે સ્તુતિનો ઉછેર કરવાનો નથી.ભીતરે ધબકતી આશ ખોટી પડી હતી,લાગણી સાવ બંજર રણ સમ કોરી ...વધુ વાંચો

53

ઋણાનુબંધ.. - 53

સ્તુતિએ થોડો સમય જ એવું કર્યું પછી જાણે એ બધું જ સમજી શકતી હોય એમ ક્યારેય કોઈ જ પ્રશ્ન નહોતી. ઉંમર કરતા વધુ મેચ્યોર એ બની ગઈ હતી. એણે નાનામાં જ પોતાના પપ્પાના પ્રેમને શોધી લીધો હતો. અને નાના પણ એની સાથે એના જેવડા બની મસ્તી તોફાન કરતા હતા. સ્તુતિ બહારના વાતાવરણને જોઈને પણ હવે એકદમ નોર્મલ એ રહેતી હતી. પરિસ્થિતિને એણે જાણે સ્વીકારી જ લીધી હતી. સ્તુતિને જોઈને હવે બધાને મનમાં એક શાંતિ રહેતી કે, એ બાળકીનું મન એકદમ પ્રફુલ્લિત જ રહેતું હતું.પ્રીતિને હજુ મનથી અજય સાથે અંતર થયું નહોતું કારણકે, એ જયારે કોઈ કપલને જોતી ત્યારે એને ...વધુ વાંચો

54

ઋણાનુબંધ.. - 54

પ્રીતિ એટલું ગુસ્સામાં બોલી કે, એ લોકો એનું આ રૂપ જોઈ જ રહ્યા. કાયમ ચૂપ જ રહેતી હતી. આથી લોકોને એમ કે થોડી ધમકી આપીએ એટલે પ્રીતિને ચુપચાપ મોકલી આપે અથવા ડિવોર્સ શાંતિથી સ્વીકારી લે. પણ પ્રીતિનો અડગ જવાબ સાંભળીને ઘડીક તો એમનું બધાનું મોઢું જોવા જેવું હતું.માસીને આટલું પ્રીતિનું બોલવું ઓછું લાગ્યું કે, હજુ બોલ્યા, "કેટલી તોછડાઈથી તું વાત કરે છે? નાના મોટાનું કોઈ તને ભાન જ નથી. આમ બોલવું તને શોભે છે?"પ્રીતિ જવાબ આપવા જ જતી હતી ત્યાં, પરેશભાઈએ એને ચૂપ રહેવા કહ્યું, અને હવે એમણે બોલવાનું શરૂ કર્યું, "બેન તમને તો હું ઓળખતો જ નથી કદાચ ...વધુ વાંચો

55

ઋણાનુબંધ.. - 55

પ્રીતિના જીવનમાં સ્તુતિનું મેડીકલમાં એડમિશન લીધા બાદ ખુબ સુંદર બદલાવ આવ્યો હતો. એ એકદમ નિશ્ચિન્ત થઈ ગઈ હતી. હવે ખુબ સારું ધ્યાન લેખનની દુનિયામાં આપી શકતી હતી. પરેશભાઈને પણ લેખનનો ખુબ શોખ હતો જ એ જોબ માંથી નિવૃત થયા એટલે એમણે આધ્યાત્મિક લેખનમાં વધુ ઊંડાણ પૂર્વક લખવાનું શરૂ કર્યું હતું. ગીતા ઉપનિષદને પોતાના સરળ શબ્દોમાં લખીને ચોપડી પણ છપાવી હતી. આમ પ્રીતિ એના પપ્પાથી પ્રેરાઈને પણ ખુબ લખવા માટે ઉત્સાહિત રહેતી હતી. પ્રીતિ ઓનલાઇન ઘણી સ્પર્ધામાં પણ ભાગ લેતી અને એની રચનાને ઇનામ પણ મળતું હતું. અમુક સામાહીકમાં એના લેખ અને નવલક્થા આવતા હતા. પ્રીતિને અમુક સંસ્થા તરફથી સ્ટેજ ...વધુ વાંચો

56

ઋણાનુબંધ.. - 56

અજય પ્રીતિની સ્પીચ સાંભળીને અવાચક થઈ ગયો હતો. એને જેટલો જુસ્સો હતો સ્તુતિને મળવાનો એ ઓસરી ગયો હતો. અજય નજરમાં જ સાવ પડી ભાગ્યો હતો, મહામહેનતે એણે અહીં આવવાની હિમ્મત કરી હતી. પણ આ પ્રીતિની સ્પીચ સાંભળીને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો. અજયનું મન ફરી ચકરાવે ચડ્યું હતું. ઘડીક એને થયું કે, જેમ જીવન ચાલે છે એમ જ ચાલવા દવ, તો ઘડીક એને થતું હતું કે, મેં ભૂલ તો કરી જ છે તો માફી મારે માંગવી જ જોઈએ. સ્તુતિ માફ કરે તો સારું છે અને જો માફ ન કરી શકે તો પણ એનો ગુસ્સો વ્યાજબી જ છે. સ્તુતિ ઓગણીશ ...વધુ વાંચો

57

ઋણાનુબંધ.. - 57

અજય કોલેજ પહોંચી જ ગયો હતો. સ્તુતિને મળવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આજ સમય પણ એનો ગયો હતો. એક એક મિનિટે એ ઘડિયાળમાં જોઈ રહ્યો હતો. અજયની જાણ મુજબ ૮:૧૫થી એની કોલેજ શરૂ થઈ જતી હતી. એ આઠ વાગ્યે જ કોલેજ પહોંચી ગયો હતો. આવનાર દરેકને અજય જોઈ રહ્યો હતો. સ્તુતિ એની સખી સાથે ચાલતી કોલેજ આવી રહી હતી. એ સ્તુતિને જોઈ જ રહ્યો, ખરેખર પ્રીતિ જેવી જ દેખાય રહી હતી. સ્તુતિને ખ્યાલ પણ નહોતો કે, એના પપ્પા આવ્યા છે. એ તો એની સખી સાથે વાતો કરતી મસ્ત પોતાની ધૂનમાં જ જઈ રહી હતી. અજય સામેથી ...વધુ વાંચો

58

ઋણાનુબંધ.. - 58

પરેશભાઈએ તરત પોતાના મિત્રને ફોન કરી બધી તૈયારી કરી રાખવા કહ્યું હતું. કુંદનબેનને તો વાત પરથી જ ખ્યાલ આવી કે કંઈક ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. જેવો પરેશભાઈએ ફોન મુક્યો અને તરત એમને પૂછ્યું કે, શું થયું છે? પરેશભાઈએ તૈયાર થતા કુંદનને સ્તુતિએ કીધું એ બધું જ જણાવ્યું હતું. કુંદનબેન બોલ્યા, હું સ્તુતિ પાસે જાવ છું અને તમે પ્રીતિને લઈને આવો.કુંદનબેન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અજયને ICU રૂમમાં દાખલ કરી દીધો હતો. માથામાં ઈજા થવાથી હજુ એ ભાનમાં આવ્યો નહોતો. બધા રિપોર્ટ અજયના કઢાવ્યા હતા. એ આવે એટલે અજયની સ્થિતિ કેટલી ગંભીર છે એ ખબર પડે.આ તરફ પપ્પાને જોઈને પ્રીતિ ...વધુ વાંચો

59

ઋણાનુબંધ.. - 59

સ્તુતિને આમ રડતી જોઈને પ્રીતિ ખુબ ભાવુક થઈ ગઈ હતી. સ્તુતિ ગુસ્સે હતી એને પપ્પા પર લાગણી હતી જ એજ લાગણી કે જે ઋણાનુબંધી તરીકે પિતા અને પુત્રી વચ્ચે કોઈ જ સંપર્ક વગર પણ યથાવત હતી. આ એ જ પ્રેમ હતો જે અધૂરો તરસતો આંખ માંથી વર્ષી રહ્યો હતો. પ્રીતિને જેમ જેમ સ્તુતિના આંસુ એના ખંભ્ભાને ભીનો કરી રહ્યા હતા, તેમ તેમ પ્રીતિનો અજય પરનો ગુસ્સો ધોવાય રહ્યો હતો. એ અનુભવી રહી હતી કે મારી અજય માટેની નફરત પિતા અને પુત્રી વચ્ચેનું અંતર બની ગઈ હતી. ક્ષણિક પ્રીતિ પોતાની જાતને જ પ્રશ્ન કરી બેઠી, "શું હું એકલી જવાબદાર છું?""ના ...વધુ વાંચો

60

ઋણાનુબંધ.. - 60

હસમુખભાઈ એકદમ ગળગળા સ્વરે બોલ્યા અને આંખમાં આંસુ પણ આવી ગયા હતા. કુંદનબેન એમના માટે પાણી લઈને આવ્યા અને પાણી આપ્યું હતું. પ્રીતિને તો એટલો આઘાત લાગ્યો કે, પ્રીતિ શું કહે કે બોલે એને કંઈ જ સમજાતું નહોતું. વાત સાંભળીને એ પોતાનું સંતુલન ગુમાવી ચક્કર ખાઈને પડી જ જાત. એને સ્તુતિએ પકડી લીધી હતી. પ્રીતિ સ્તુતિના ખભા પર માથું ટેકવીને પડી હતી. આંખો બંધ હતી અને મન ખૂબ જ દુઃખી હતું. એને ઘડીક તો એમ થઈ ગયું કે, મારુ આખું જીવન મેં જેને સમર્પિત કર્યું એના મનમાં મારુ કોઈ જ સ્થાન જ નહોતું! અજય પર એણે ક્યારેય કોઈ ...વધુ વાંચો

61

ઋણાનુબંધ.. - 61 - છેલ્લો ભાગ

સૌમ્યા ડોક્ટરને મળીને અજયની શું પરિસ્થિતિ છે એ વિશે પૂછી રહી હતી. ડોક્ટરે એને સમજાવતા કહ્યું કે, "અજયને જે લાગી એની માથા પર ઈજા પહોંચી છે. મગજને સહેજ નુકશાન થયું છે. કેટલું નુકશાન થયું છે એનો બધો જ આધાર એ ભાનમાં આવીને કેમ વર્તે છે એના પર છે. બની શકે કે, એની યાદશક્તિ ક્ષણિક જતી રહી હોય એટલે કે શું થયું કે કેમ થયું એ એને યાદ જ નહોય અને એમ પણ બને કે બિલકુલ કઈ જ યાદ ન હોય! હા, એ સાવધાની રાખવી ખાસ જરૂરી છે કે, પેશન્ટને તકલીફ થાય એવી કોઈ જ વાત એમની સામે ઉચ્ચારવી નહીં. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો