બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ ચેર પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો. “જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે” બળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે પણ તેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની વ્યક્તિનાં મનમાં ડર પેદા થવાની સંભાવના હંમેશા રહેતી હતી.

Full Novel

1

ઔકાત – 1

ઔકાત – 1 લેખક – મેર મેહુલ બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો. “જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે” બળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે પણ તેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની ...વધુ વાંચો

2

ઔકાત – 2

ઔકાત – 2 લેખક – મેર મેહુલ કિશોર રાવત પોલીસ ચોકીએથી નીકળીને કેસરગંજ રસ્તે ચડ્યો હતો. એક સમયે માત્ર શિવગંજ શહેર જ અસ્તિત્વમાં હતું પણ સામ્રાજ્યનાં બટવારાને કારણે હાલ ત્રણ શહેર અસ્તિત્વમાં હતાં ; જે શિવગંજ, કેસરગંજ અને બલીરામપુર હતાં.આ ત્રણેય શહેર શિવગંજ પોલીસ સ્ટેશનની હદમાં જ આવતાં હતાં. ત્રણેય શહેરનાં જુદાં જુદાં નિયમો હતાં પણ એક નિયમ સરખો હતો. સરકારી અધિકારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને એકબીજાનાં ટ્રક સિવાય ત્રણેય શહેરનાં લોકો એકબીજાનાં શહેરમાં નહોતાં જઈ શકતાં. એક કરાર અનુસાર જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને સજા અદાલત નહિ પણ ત્રણેય શહેરનાં સમ્રાટ આપતાં હતાં. રાવત ...વધુ વાંચો

3

ઔકાત – 3

ઔકાત – 3 લેખક – મેર મેહુલ સવારનાં સાડા આઠ થયાં હતાં. ઇન. રણજિત અને ચોકીની બહાર ચા પી રહ્યાં હતાં. રાવતનો ફોન રણક્યો એટલે તેણે ગજવામાં હાથ નાંખીને ફોન કાને રખ્યો. “આ શું મજાક છે રાવત ?” શશીકાંત ફોન પર ગુસ્સામાં બરાડ્યો, “તું તો કહેતો હતોને મોટાભાઈની દીકરી આવે છે, અહીં ઘંટો નથી આવ્યું કોઈ” “તમે શું શિવગંજ પર રાજ કરશો ?” રાવતનો અવાજ ઊંચો થઈ ગયો, “તમે છોકરીની રાહ જોઇને બેઠાં છો એ વાત બળવંતરાયને કાને પડી ગઈ હતી એટલે બલીરામપુરથી જ એને કારમાં ઘરે લઈ જવામાં આવી છે” “કોણ છે એ હરામખોર જેણે આ ખબર ...વધુ વાંચો

4

ઔકાત – 4

ઔકાત – 4 લેખક – મેર મેહુલ “તને કહું છું, એક વાતમાં સમજાતું નથી” કહેતાં રીટાએ ટેબલ પર નાસ્તાની ડિશને નીચે ફંગોળી દીધી. પેલાં છોકરાએ રીટા સામે જોયું. એ છોકરાની આંખો લાલ થઈ ગઈ હતી, ચહેરા પર ગુસ્સો હતો. એ ઉભો થયો અને રીટાને તમાચો ચોડી દીધો. “આ કેન્ટીન તામારા બાપની નથી !” બુલંદ અને પડછંદ સાથે તરછોડાયેલાં અવાજે એ છોકરો ગર્જ્યો, “નિકળો અહીંથી નહીંતર બીજી પડશે” ગાલ પર હાથ રાખી, પેલાં છોકરા તરફ ઘુરતી ઘુરતી રીટા દરવાજા તરફ આવી. “જોરથી લાગી ?” સાધનાએ હસતાં હસતાં પૂછ્યું. “આ કેન્ટીન મારાં બાપાની નથી એવું કહેતો હતો એ” રીટા ગુસ્સામાં ...વધુ વાંચો

5

ઔકાત – 5

ઔકાત – 5 લેખક – મેર મેહુલ શ્વેતા ગુસ્સામાં ઘરે આવી હતી. ઘરમાં પ્રવેશતાં તેણે ચીજ-વસ્તુઓને ફેંકવાનું શરૂ કરી દીધું. બાળપણથી જિદ્દી રહેલી શ્વેતાનાં ગાલ પર આજે કોઈ તસમસતી થપાટ મારી હતી. પહેલાં કોઈ દિવસ તેનું આવું અપમાન નહોતું થયું, એક વ્યક્તિએ તેને સૌની સામે બેઇજત કરી દીધી હતી અને તેનો બદલો લેવાં શ્વેતા અંદરથી સળગી રહી હતી. શ્વેતાને રાડો પાડત જોઈને બળવંતરાય દોડી આવ્યાં. “શું થયું દીકરી, કેમ આટલી બધી ગુસ્સે છે ?” બળવંતરાયે ચિંતાયુક્ત સ્વરે પુછ્યું. “પાપા, તમે તો કહેતાં હતાં કે બધાં મારી ઈજ્જત કરશે, મારાથી ડરશે પણ અહીંથી તો ઊલટું થઈ રહ્યું છે” ...વધુ વાંચો

6

ઔકાત – 6

ઔકાત – 6 લેખક – મેર મેહુલ કેશવ અને બળવંતરાય વચ્ચે જે વાત થઈ હતી એ સાંભળી લીધી હતી. કેશવનાં ગયાં પછી શ્વેતા નીચે આવી. “પાપા તમે આ શું કર્યું ?, જે માણસને જોઈને મને ગુસ્સો આવે છે એને જ મારો અંગરક્ષક બનવવાનું સુજ્યું તમને ?” શ્વેતાએ ફરિયાદ કરતાં કહ્યું. “તું હજી માણસને ઓળખવામાં થાપ ખાય છે દીકરી, તારી રક્ષા માટે આનાથી શ્રેષ્ઠ માણસ નહોતો મળવાનો અને આડકતરી રીતે મેં તારી બેઇજતીનો બદલો પણ લઈ લીધો છે. જેણે તને બેઇજત કરી છે એ જ હવે તારી રક્ષા કરશે. આનાથી મોટી સજા શું હોય શકે ?” બળવંતરાયે વહાલથી પોતાની ...વધુ વાંચો

7

ઔકાત – 7

ઔકાત – 7 લેખક – મેર મેહુલ “તું નાની બાળકી નથી શ્વેતા” બળવંતરાય ચિલ્લાયા, “કેશવને તારી સુરક્ષા માટે સાથે હતો અને તું એને જ હેરાન કરતી હતી. જો અત્યારે તને કંઈક થઈ ગયું હોત તો કોણ જવાબદાર હોત ?” “દાદા શાંત થાઓ, દીકરી છે તમારી !” મંગુએ બળવંતરાયને શાંત પાડતાં કહ્યું. “શ્વેતા !!, તારા રૂમમાં જા” બળવંતરાયે શ્વેતાને ઉદ્દેશીને આંગળી વડે ઈશારો કર્યો. શ્વેતા નજર ઝુકાવીને રૂમમાં ચાલી ગઈ. “શશીકાંતનું કંઈક કરવું પડશે હવે, થોડા દિવસથી વધુ પડતો જ ઉછળે છે” બળવંતરાયે ખુરશી પર આસન લેતાં કહ્યું. “એ ડરાવે છે દાદા, બીજું કશું નથી. તમે એકવાર લાલ આંખ કરશો ...વધુ વાંચો

8

ઔકાત – 8

ઔકાત – 8 લેખક – મેર મેહુલ કેશવ હવેલીએથી સીધો કૉલેજે ગયો હતો. એ કોલેજે પહોંચ્યો શ્વેતાને ધમકી મળ્યાનાં સમાચાર પવનવેગે ફેલાય ગયાં હતાં. ઘણાં સ્ટુડન્ટસ ખુશ થઈ રહ્યાં હતાં પણ તેઓ બળવંતરાયનાં ડરને કારણે કશું બોલતાં નહોતાં. મીરાને પણ આ સમાચાર મળ્યા હતાં અને જ્યારે કેશવ તેની પાસે પહોંચ્યો ત્યારે મીરાએ કેશવ પર પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો. “શું થયું શ્વેતાને ?, કોણ હતા એ લોકો ?, તું ઠીક છે ને ?” “પહેલાં તમે ઊંડો શ્વાસ લો મેડમ અને શાંત થાઓ” કેશવે મીરાને શાંત પાડતાં કહ્યું, “આ લો પાણી પી લો” મીરાએ પાણીની બોટલ હાથમાં લીધી ...વધુ વાંચો

9

ઔકાત – 9

ઔકાત – 9 લેખક – મેર મેહુલ બલીરામપુરમાં ગજબનો ટેબલો જામ્યો હતો. ગાંજો ભરેલા ટ્રકમાંથી હથિયારબંધ નીકળ્યાં હતાં અને દસ મિનિટમાં લાશોનો ઢગલો કરીને નીકળી ગયાં હતાં. પઠાણે પુરી વરદાતની માહિતી બદરુદ્દીનને આપી હતી. બદરુદ્દીનને જુદી જુદી જગ્યાએ ફોન જોડવાનું શરૂ કરી દીધું હતું. પહેલો ફોન તેણે રાવતને જોડ્યો હતો. વ્યવહારની નોંધણી કરાવ્યા પછીની બધી જવાબદારી પોલીસતંત્રની રહેતી. આજદિન સુધી આવો કોઈ કિસ્સો નહોતો બન્યો એટલે રાવત ગાફેલ રહ્યો હતો. એ કાફેલા સાથે મારતી જીપે ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો. બદરુદ્દીને બીજો ફોન શશીકાંતને જોડ્યો હતો. શશીકાંતનાં કહ્યા મુજબ, તેણે માલની જ ડિલિવરી મોકલી હતી. જે માણસોએ ...વધુ વાંચો

10

ઔકાત – 10

ઔકાત – 10 લેખક – મેર મેહુલ “ગુડ મોર્નિંગ કેશવ !!” આજે કદાચ પશ્ચિમ દિશામાં સૂરજ ઉગ્યો હતો, શ્વેતા જવા બહાર આવી એટલે સામે ચાલીને તેણે કહ્યું, “વાઈટ શર્ટમાં ડેશીંગ લાગે છે તું” કેશવ અચરજભરી નજરે શ્વેતાને તાંકતો રહ્યો. હંમેશા જીન્સ અને ટી-શર્ટ પહેરવાવાળી શ્વેતા આજે ડ્રેસ અને દુપટ્ટામાં હતી. એક દિવસમાં ભારતીય સંસ્કૃતિની અસર શ્વેતા પર થઇ જાય એ વાત કેશવને ગળે નહોતી ઉતરતી. શ્વેતાએ નેવી બ્લ્યુ ડ્રેસ પહેર્યો હતો, તેનાં ઉપર સફેદ દુપટ્ટો હતો. શ્વેતા મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મી હતી એટલે એ ખુબસુરત તો હતી જ પણ આજે એ સુંદર દેખાય રહી હતી. “વેરી ગુડ ...વધુ વાંચો

11

ઔકાત – 11

ઔકાત – 11 લેખક – મેર મેહુલ શિવગંજ પોલિસ સ્ટેશનમાં નજારો કંઈક આવો હતો. દિપક તેનાં હવાલદારો સાથે ગપ્પાં મારતો હતો. બે હવલદાર બહાર ચાની લારી પર બેઠાં બેઠાં મોબાઈલ મચેડતાં હતાં, બેરેકની પાછળ રહેલાં ગુન્હેગારો તાળીઓ પાડીને મચ્છર મારતાં હતાં અને રણજિત ખુરશી પર બેસી, ટેબલ પર પગ ચડાવીને સિગરેટ પીતો હતો. કિશોર રાવત પોતાનો કાફલો લઈને બલીરામપુરમાં જે ઘટનાં બની હતી ત્યાં ગયાં હતાં. રણજિતનાં હાથમાં દીપકે પઠાણનું જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું તેની ફાઇલ હતી. પઠાણનાં બયાન મુજબ, ટ્રકમાંથી અચાનક કેટલાક નકાબધારી માણસો નીચે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પોતાનો જીવ બચાવવા પઠાણ ...વધુ વાંચો

12

ઔકાત – 12

ઔકાત – 12 લેખક – મેર મેહુલ પોલીસની જીપ ગઈ પછી મીરાએ તાબડતોબ શ્વેતાને ફોન કર્યો થોડીવાર પહેલાં બનેલી ઘટનાથી વાકેફ કરી. શ્વેતાએ પણ મીરાને શાંત રહેવા કહ્યું અને તેનાં પાપા સાથે વાત કરીને મેટર પતાવી દેશે એની બાંહેધરી આપી. શ્વેતાએ તેનાં પપ્પાને બધી ઘટનાં કહી એટલે બળવંતરાયે મંગુને રાવત પાસે મોકલ્યો. મંગુ જ્યારે ચોકીમાં પ્રવેશ્યો ત્યારે કેશવ રાવતની સામેની ખુરશી પર બેઠો હતો. કેશવ અને મંગુની આંખો ચાર થઈ, પછી મંગુએ રાવત સામે જોયું. મંગુને જોઈને રાવત ઉભો થઇ ગયો. “અરે !!, મને કહ્યું હોત તો હું જ આવી જાત” રાવતે કોણીએ માખણ લગાવ્યું, “તમને ...વધુ વાંચો

13

ઔકાત – 13

ઔકાત – 13 લેખક – મેર મેહુલ બીજા દિવસની સવારે કેશવ જ્યારે શ્વેતાને કોલેજ લઈ જવા પહોંચ્યો ત્યારે શ્વેતા તેનાં પપ્પા સાથે બહાર જવાની છે એવી કેશવને જાણ કરવામાં આવી. કેશવ ત્યાંથી સીધો કોલેજ જવા રવાના થઈ ગયો. કેશવ જયારે કોલેજ પહોંચ્યો ત્યારે રીટા અને સાધના પણ કોલેજ નથી આવ્યાં એ કેશવને માલુમ પડ્યું. ગૃપમાં કેશવ અને મીરા જ વધ્યા હતાં જે કોલેજમાં હાજર હતા. કેશવ મીરાને પસંદ કરતો હતો એટલે તેને એકાંતમાં વાતો કરવાનો સમય મળી ગયો એ જાણીને તે ખુશ થઈ ગયો. પણ મીરા કેશવથી કાલની ઘટના પર ગુસ્સે હતી. કેશવે પહેલા મીરાને મનાવવાનું નક્કી કર્યું. ...વધુ વાંચો

14

ઔકાત – 14

ઔકાત – 14 લેખક – મેર મેહુલ પોતાનાં માણસો પર હુમલો થયાં બાદ શશીકાંત બદરુદ્દીન વચ્ચે એક મિટિંગ થઈ હતી. શશીકાંતને આ ઘટનાં પાછળ તેનાં મોટાભાઈ બળવંતરાયનો હાથ લાગતો હતો પણ બદરુદ્દીને તેની વાત ખારીજ કરી દીધી હતી. “જો આપણે ત્રણેયમાંથી કોઈએ આ કામ નથી કર્યું તો કોણ કરી શકે ?” શશીકાંતે વિચારમગ્ન અવસ્થામાં જતાં કહ્યું. બદરુદ્દીન પણ વિચારમગ્ન થઈ ગયો. થોડીવાર વિચાર્યા બાદ તેની આંખો ચમકી, “બે દિવસ પછી શું છે ખબરને ?” બદરુદ્દીને પૂછ્યું. “શું છે ?” શશીકાંતે પૂછ્યું. “બે દિવસ પછી શ્વેતાનો જન્મદિવસ છે” બદરુદ્દીને ચપટી વગાડીને કહ્યું. “તો એમાં શું મોટું તીર મારી ...વધુ વાંચો

15

ઔકાત – 15

ઔકાત – 15 લેખક – મેર મેહુલ શ્વેતાનો જન્મદિવસ, બાવીશ વર્ષ પહેલાં આ દિવસે શિવગંજનાં ત્રણ હિસ્સા થયાં હતાં. બળવંતરાય, શશીકાંત અને બદરુદ્દીનની બેઇમાનીનાં પરિણામે મોહનલાલનું સામ્રાજ્ય ખતમ થયું હતું અને નવા યુગની શરૂઆત થઈ હતી. એ જ દિવસે યોગાનુયોગ શ્વેતાનો જન્મ થયો હતો. શ્વેતાનો જન્મ થયો અને શિવગંજ બળવંતરાયનાં હાથમાં આવ્યું એટલે બળવંતરાય માટે શ્વેતા લક્ષ્મી બનીને આવી એમ વિચારી તેણે શ્વેતાનાં જન્મદિવસને ઉત્સવ બનાવી દીધો હતો. બળવંતરાય આ દિવસે ગરીબોમાં દાન કરતા, શિવગંજમાં ક્યાં શું નવું બનશે તેની જાહેરાત કરતાં અને સૌથી મહત્વની વાત, ઘણાં એવા ગુન્હેગારોને માફ પણ કરી દેતાં. આ દિવસે ત્રણેય મિત્રો ...વધુ વાંચો

16

ઔકાત – 16

ઔકાત – 16 લેખક – મેર મેહુલ શિવગંજની આજની સાંજ કંઈક જુદી જ હતી. ઢળતો સૂરજ જુદા જ મૂડમાં હતો, આસમાન રાતું-પીળું થઈ ગયું હતું. તેની વચ્ચે રહેલાં વાદળો પણ પોતાનાં રંગો બદલી રહ્યાં હતાં. ઢળતા સૂરજની એક એક ક્ષણ ખુશનુમા અને નયનપ્રિય હતી. આ સાંજ બે વ્યક્તિ માટે મહત્વથી અતિ મહત્વની હતી. એક મીરા અને બીજી શ્વેતા. શ્વેતાએ પોતાનાં જન્મદિવસનાં દિવસે જ કેશવને પ્રપોઝ કરીને પોતાનો બનાવી લેવાનું નક્કી કરી લીધું હતું. આ વાત બે દિવસ પહેલા શ્વેતાએ મીરાને કહી હતી. એટલે જ મીરાએ આડકતરી રીતે કેશવનાં મનની વાત જાણવાની કોશિશ કરી હતી. કેશવે જ્યારે ...વધુ વાંચો

17

ઔકાત – 17

ઔકાત – 17 લેખક – મેર મેહુલ બહાર આવીને મીરા સીધી સ્ટેજ પાસે પહોંચી. કેશવ ત્યાં રાહ જોઇને ઉભો હતો. મીરાએ કેશવને ઈશારો કરીને બહાર આવવા કહ્યું અને પોતે દરવાજા બહાર નીકળી ગઈ. કેશવ પણ મીરાની પાછળ પાછળ બહાર નીકળી ગયો. મીરા કેશવને હવેલીથી થોડે દુર જ્યાં અંધારું હતું ત્યાં લઈ આવી. “બોલો મેડમ, શું કામ હતું ?” કેશવે પુછ્યું. “તું શ્વેતાને પસંદ કરે છે ?” મીરાએ સપાટ ભાવે પૂછ્યું. “એકની એક વાત વારંવાર કેમ દહોરાવો છો ?” કેશવે કંટાળાજનક અવાજે કહ્યું, “કાલે જ કહ્યું હતુંને, મેં શ્વેતા મેડમ વિશે કોઈ દિવસ નથી વિચાર્યું” “એ તારાં સપનાં જુવે ...વધુ વાંચો

18

ઔકાત – 18

ઔકાત – 18 લેખક – મેર મેહુલ મીરાનાં ગયા પછી કેશવ થોડીવાર માટે માથું પકડીને બેસી શ્વેતાનો કૉલ આવ્યો એટલે સ્વંય સ્વસ્થતા મેળવીને તેણે હવેલી તરફ પગ ઉપાડ્યા. એ પરસાળમાં પહોંચ્યો ત્યારે મીરા, રીટા અને સાધના સ્ટેજ પાસે બેસીને વાતો કરી રહી હતી. બે સેકેન્ડ માટે કેશવ અને મીરાની આંખો ચાર થઈ, ત્રીજી જ ક્ષણે કેશવે નજર ફેરવી અને હવેલીનાં પગથિયાં ચડી ગયો. કેશવ હવેલીમાં પ્રવેશ્યો એટલે મંગુએ તેને રોક્યો, “થોડીવારમાં કેક લેવા જવાનું છે કેશવ” “શ્વેતા મેડમને કંઈક કામ છે, મને કૉલ કરો એટલે હું દરવાજે પહોંચી જઈશ” કેશવે ઉતાવળથી કહ્યું અને બીજો માળ ચડી ગયો. ...વધુ વાંચો

19

ઔકાત – 19

ઔકાત – 19 લેખક – મેર મેહુલ “કેશવને શું થયું છે ?” મીરાની બાજુમાં ઉભેલી રીટાએ પૂછ્યું, “તારી સામે ગુસ્સાભરી નજરે જોતો હતો, આટલો ગુસ્સામાં આજે પહેલીવાર જોયો એને” “મને શું ખબર હોય ?, પૂછી લેજે આવે એટલે” મીરાએ વડકું કરીને કહ્યું. “હવે તું કેમ ગુસ્સો કરે છે ?” સાધનાએ હસીને કહ્યું, “તમારી બંનેની વચ્ચે કોઈ ખીચડી તો નથી પાકતીને !” “તને મારી લાઈફમાં વધુ પડતો જ રસ છે એવું નથી લાગતું ?” મીરાએ સાધના પર શબ્દોનો મારો કર્યો, “હું જે કરું એ, તું તારું કર” “હોવ હોવ..ફૂલ” રીટા વચ્ચે પડી, “અમે મજાક કરીએ છીએ” “તો હું પણ મજાક ...વધુ વાંચો

20

ઔકાત – 20

ઔકાત – 20 લેખક – મેર મેહુલ પરસાળમાં માહોલ ગમગીન હતો, જન્મદિવસનો ઉત્સવ શોકસભામાં બદલાય ગયો એક તરફ શ્વેતાની સહેલીઓ રડી પડી હતી તો બીજી તરફ ઘણા લોકો આ ઘટનાં કેવી રીતે બની અને ઘટનાં પાછળ કોનો હાથ છે એ જાણવા ઉત્સુક થઈ રહ્યા હતાં. સહસા એક કાર દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમાંથી શશીકાંત અને બદરુદ્દીન ઉતરીને પરસાળમાં આવ્યાં. ગમગીન વાતાવરણ જોઈને તેઓને કંઈક બનાવ બન્યો છે તેનો ખ્યાલ આવી ગયો એટલે તેઓ બળવંતરાય પાસે પહોંચી ગયા. બળવંતરાય ભાવહીન ચહેરે ખુરશી પર બેઠા હતાં. “શું થયું મોટાભાઈ, કેમ વાતાવરણ આટલું બધું ગંભીર છે ?” શશીકાંતે પૂછ્યું. ...વધુ વાંચો

21

ઔકાત – 21

ઔકાત – 21 લેખક – મેર મેહુલ હવેલીની મહેફિલ વિખેરાઈ ગઈ હતી. લાઈટો બધી બંધ ગઈ હતી, બધા પોતાનો સામાન સમેટીને નીકળી ગયાં હતાં. હવેલીથી થોડે દુર અંધારામાં એક દીવાલ પાસે બે ઓળા નજરે ચડતાં હતા. અંધારાને કારણે એ કોણ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું નહોતું. બંને માનવકૃતિ વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ રહી હતી. “મેં તને રૂમની તપાસ કરવા કહ્યું હતું, શ્વેતાને મારવા નહોતું કહ્યું” એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખીજાય રહ્યો હતો. “હું રૂમની તપાસ માટે જ ગઇ હતી પણ જ્યારે મેં શ્વેતાનો મૃતદેહ જોયો ત્યારે હું ડરી ગઇ, તો પણ મેં તમે કહી ...વધુ વાંચો

22

ઔકાત – 22

ઔકાત – 22 લેખક – મેર મેહુલ “શ્વેતાની હત્યા થઈ છે એવું હજી સાબિત નથી થયું, તેણે સ્યુસાઇડ કર્યું એવું પણ બની શકે” રાવતે મીરા તરફ વેધક નજરે જોઈને કહ્યું, “અને એનું કારણ તમને ખબર હોવું જોઈએ” “સૉરી સર, હું કંઈ સમજી નહિ” મીરાએ ગુંચવણભર્યા અવાજે કહ્યું. “હું સમજાવું” કહેતા રાવતે ટેબલનું ડ્રોવર ખોલ્યું અને તેમાંથી એક વસ્તુ કાઢીને ટેબલ રાખી. ટેબલ પર રાખેલી વસ્તુ જોઈને બધાં ચોંકી ગયાં. “આ શું મજાક છે ?” મીરા બરાડી, “કોનું છે આ ?” “આ શ્વેતાની અલમારીનાં ડ્રોવરમાંથી મળી” રાવતે પ્રેગા ન્યૂઝ કીટ તરફ ઈશારો કરીને કહ્યું. “બની જ ના શકે” મીરાએ ...વધુ વાંચો

23

ઔકાત – 23

ઔકાત – 23 લેખક – મેર મેહુલ સવારનાં દસ થયાં હતાં. રાવત પોતાની ખુરશી પર હતો. તેની સામે ટેબલ પર ત્રણ ફાઈલો પડી હતી. રાવતે બ્લડ રિપોર્ટવાળી ફાઇલ હાથમાં લીધી. એ ફાઈલમાં બે કાગળ પંચ કરેલાં હતાં. રાવતે વારાફરતી બંને કાગળ તપાસ્યા. એકમાં શ્વેતાની પાસે ફર્શ પર બ્લડ હતું તેનાં રિપોર્ટ હતા અને બીજામાં સ્કેલ પર જે બ્લડ હતું તેનાં રિપોર્ટ હતાં. બંને રિપોર્ટમાં બ્લડ ગ્રૂપ જુદું હતું. રાવત મુસ્કુરાયો. તેણે એ ફાઇલ ટેબલ પર રાખીને બીજી ફાઇલ હાથમાં લીધી જે ફિંગરપ્રિન્ટસનાં રિપોર્ટ હતાં. એ ફાઈલમાં જુદી જુદી ફિંગરપ્રિન્ટસનાં ફોટા હતાં. રાવતે એ ફાઈલને પણ બાજુમાં રાખી ...વધુ વાંચો

24

ઔકાત – 24

ઔકાત – 24 લેખક – મેર મેહુલ “હું રજા લઉં તો હવે” સાગરે કહ્યું. રાવતની મંજૂરી મળતાં તેણે પોતાનો સમેટયો, રિપોટના કાગળ રાવતને સોંપ્યા અને નીકળી ગયો. રાવત મુસ્કુરાતો મુસ્કુરાતો પોતાનાં રૂમ તરફ ચાલ્યો. “સાંભળો બધા” રાવતે દરવાજા પર ઉભા રહીને ચપટી વગાડી, “ખૂની આ જ રૂમમાં છે અને એ વ્યક્તિનું નામ…” રાવતે બધાનાં ચહેરા પર ઊડતી નજર કરી. સૌનાં ચહેરા પર ડર અને ઉત્કંટાયુક્ત ભાવ હતાં. “દાદા, તમારાં કપાળે કેમ પરસેવો વળી ગયો ?” રાવતે પૂછ્યું. “હું..હું..જાણવા માંગુ છું” બળવંતરાયે હકલાઈને કહ્યું, “મારી દીકરી સાથે કોણે દગાબાજી કરી છે ?” “થોડી ક્ષણોમાં એ પણ ખબર પડી જશે” ...વધુ વાંચો

25

ઔકાત – 25

ઔકાત – 25 લેખક – મેર મેહુલ પોલિસ સ્ટેશનેથી બળવંતરાય, ગોપાલ અને એક કારમાં હવેલીએ આવ્યા હતાં. “દાદા હું ફેક્ટરીએ આંટો મારતો આવું” મંગુએ કહ્યું, “ઘણા દિવસથી સ્ટોક મેન્ટેન નથી થયો” બળવંતરાયે હાથ ઊંચો કરી, ઈશારા વડે સહમતી આપી એટલે મંગુએ કાર ફેક્ટરી તરફ વાળી. બળવંતરાય સીધાં પોતાનાં રૂમમાં ગયાં, રૂમમાં લાંબી એક લાકડાની ખુરશી હતી, એ સીધા ત્યાં જઈને બેસી ગયા અને ગહન વિચારોમાં ખોવાય ગયાં. બીજી તરફ મંગુ પોતાની ધૂનમાં કાર ચલાવતો ફેકટરી તરફ આગળ વધી રહ્યો હતો. શિવગંજ શહેરની ભાગોળ પસાર કરીને એક રફ રસ્તા પર ચડ્યો. અહીંથી ત્રણ કિલોમીટર સુધીનો સુમસાન અને ...વધુ વાંચો

26

ઔકાત – 26

ઔકાત – 26 લેખક – મેર મેહુલ “તું પણ કોલેજ નથી ગયો ?” મીરાએ ફોનમાં કહ્યું. સામે કેશવ હતો. ‘ના’ માં જવાબ આપ્યો એટલે મીરાએ ઉદાસ થતા કહ્યું, “શ્વેતાને ગયાને આજે અઠવાડિયું થઈ ગયું પણ હજી હું એ વાતને સ્વીકારી નથી શકતી. હમણાં જ શ્વેતા દોડીને આવશે અને મને ગળે વળગી પડશે એવો ભાસ થાય છે. કોલેજ જવાનું પણ મન નથી થતું. ત્યાં પણ શ્વેતાનો ચહેરો મારી નજર સામે આવે છે” “મારી હાલત પણ તમારાં જેવી જ છે, રોજ સવારે મેડમને કોલેજ લઈ જવા માટે હું હવેલીએ જતો, તેઓનાં ગયા પછી પણ સવારે હવેલીએ જવાનો જ વિચાર આવે પણ ...વધુ વાંચો

27

ઔકાત – 27

ઔકાત – 27 લેખક – મેર મેહુલ કેશવ અને મીરા શિવગંજની શિવ ટેકરીનાં પગથિયે બેઠા બંને વચ્ચે પ્રેમાલાપ થઈ રહ્યો હતો. “રૂપ અને રૂપિયો તો સમયનું મહોતાજ છે, આજે કમાયેલી ઈજ્જત મરતી વેળા સુધી સાથે રહેશે” કેશવે કહ્યું. “બસ હવે, મારે આ ડાયલોગબાજીમાં નથી પડવું” મીરાએ કેશવનાં ખભે માથું રાખ્યું, “મારે મારો કેશવ જોઈએ છે, ફિલોસોફર નહિ” કેશવ હળવું હસ્યો, મીરાનાં માથે હાથ રાખી તેને મસ્તક પર ચુંબન કર્યું અને કહ્યું, “હું એ જ છું મેડમ” કેશવે હળવું હસીને કહ્યું. થોડી ક્ષણો માટે મીરા કેશવનાં ખભા પર માથું રાખીને બેસી રહી. કેશવે પણ સમજીને મૌન રહેવાનું ...વધુ વાંચો

28

ઔકાત – 28

ઔકાત – 28 લેખક – મેર મેહુલ મનોજે સતત ત્રણ ચાર કલાક કેસ સ્ટડી કરવામાં પસાર હતી. બધી ફાઈલો ટેબલ પર ખુલ્લી પાથરેલી હતી. મનોજ વારાફરતી ફાઇલ તપાસતો અને ફરી એની જગ્યાએ રાખી દેતો. બધી ફાઇલમાંથી તેણે જરૂરી કાગળો કાઢીને એક નવી ફાઇલ તૈયાર કરી અને બાકીની ફાઈલો બંધ કરીને બાજુમાં ખડકી દીધી. ત્યારબાદ બેલ વગાડી એટલે એક હવલદાર કેબિનમાં પ્રવેશ્યો. “રાવત સાહેબ અને રણજિત સાહેબને અંદર મોકલો” મનોજે કહ્યું. હવલદાર માથું ઝુકાવીને બહાર ગયો અને થોડીવારમાં બંને ઇન્સ્પેકટર કેબિનમાં પ્રવેશ્યાં. મનોજે તેઓને સામેની ખુરશી પર બેસવા ઈશારો કર્યો. “કશું જાણવા મળ્યું સર ?” રાવતે ખુરશી પર બેઠક ...વધુ વાંચો

29

ઔકાત – 29

ઔકાત – 29 લેખક – મેર મેહુલ “આ તો બળવંતરાયનો દીકરો જયુ છે” કેશવનાં કાને અવાજ પડ્યો. કેશવે ફરી ચીરીને લાશ પાસે આવ્યો. “કોણ છે આ ?” કેશવે મોટા અવાજે પૂછ્યું. “બળવંતરાયનો દીકરો જસવંતરાય” એક માણસે કહ્યું. કેશવે તાબડતોબ મોબાઈલ હાથમાં લીધો અને બળવંતરાયને ફોન જોડ્યો. ટેકરી પર નેટવર્ક ન હોવાને કારણે કૉલ કનેક્ટ જ ના થયો. “અહીં નેટવર્ક નહિ આવે ભાઈ, મંદિર પાસે આવશે” એક વ્યક્તિએ કહ્યું. કેશવ મંદિર તરફ ચાલ્યો. મંદિરે મીરા તેની રાહ જોઇને ઉભી હતી. “મંગુભાઇ નથીને ?” કેશવ નજીક આવ્યો એટલે મીરાએ પૂછ્યું. “ના, પણ આ જયુ અથવા જસવંતરાય કોણ છે ?” કેશવે મોબાઈલ ...વધુ વાંચો

30

ઔકાત – 30

ઔકાત – 30 લેખક – મેર મેહુલ ‘કાર્તિકેય હોટલ’ બહાર લોકોની ભીડ ઉમટેલી હતી. શિવગંજમાં વર્ષોથી ચાલતી આ હોટલ શિવગંજની પહેલાં નંબરની હોટલ હતી. અહીંના જમણમાં ઘર જેવો સ્વાદ આવતો. હોટલ બહાર થોડાં ટેબલ હતાં અને શિવગંજનાં લોકો ટેબલ ફરતે બેસીને સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી રહ્યા હતાં. કેશવે પોતાની બાઇક હોટલ બહાર ઉભી રાખી. હોટલનું વાતવરણ ખુશનુમા હતું. મીરાએ નીચે ઉતરીને ટેબલ પર નજર ફેરવી. લાઈનમાં બધા જ ટેબલ ફૂલ હતાં. છેલ્લું એક ટેબલ ખાલી હતું, જ્યાં કોઈ નહોતું બેઠું. મીરા દોડીને ટેબલ પરની ખુરશી પર જઈને બેસી ગઈ. કેશવે બાઇક પાર્ક કરી અને મીરા સામે આવીને બેઠો. ...વધુ વાંચો

31

ઔકાત – 31

ઔકાત – 31 લેખક – મેર મેહુલ “હવે શું કરીશું ?, કેશવે આપણને જોઈ લીધાં છે” રોનક હેતબાઈ ગયો તેનાં શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય નહોતી. “એ કશું નહીં કરી શકે” અજિતે કહ્યું, “અને આમ પણ આપણે બે દિવસ જ આ શહેરમાં છીએ” “બે દિવસ, બે દિવસમાં અડતાલીસ કલાક હોય છે. આ અડતાલીસ કલાકમાં કંઈ પણ બની શકે છે” “મને પેલો ટુવાલ આપીશ પ્લીઝ” અજિતે કાચમાં પોતાનો ચહેરો જોઈને કહ્યું, તેણે દાઢી મૂછ ઉતારીને ક્લીન શેવ કરી લીધી હતી. રોનકે દોરીએ લટકતો ટુવાલ લઈને અજિત તરફ ફેંક્યો. અજિતે ટુવાલ ઝીલીને મોઢું સાફ કર્યું. “આપણે પહેલીવાર આ કામ નથી કરતાં બરાબર અને ...વધુ વાંચો

32

ઔકાત – 32

ઔકાત ભાગ – 32 લેખક – મેર મેહુલ રાવતનાં ગયા પછી મનોજે પેલી હાથમાં લીધી અને બીજીવાર ધ્યાનથી વાંચવામાં મગ્ન થઈ ગયો હતો. ફાઈલમાં કંઈક આ મુજબની માહિતી હતી – કેશવ શિવગંજમાં આવ્યો પછી એકવાર શશીકાંતને મળેલો, તેની એ મુલાકાત દસ મિનિટની જ હતી. ત્યારબાદ એકવાર તેની મુલાકાત બદરુદ્દીન સાથે પણ થઈ હતી. બંને સાથે એક-એક વાર મુલાકાત લીધાં બાદ કેશવ બીજીવાર તેઓને નહોતો મળ્યો. શ્વેતાને કૉલેજથી ડ્રોપ કરીને કેશવ રોજ એક વ્યક્તિને મળવા ગણેશપુરા વિસ્તારનાં ગણેશ મંદિરે જતો. આ વિસ્તાર શિવગંજનાં પૂર્વ ભાગમાં હતો, અહીં આદિવાસી વસ્તી હતી એટલે આ વિસ્તારનો વિકાસ બીજા વિસ્તારોનાં પ્રમાણમાં ઓછો ...વધુ વાંચો

33

ઔકાત – 33 (અંતિમ ભાગ)

ઔકાત ભાગ – 33 (અંતિમ ભાગ) લેખક – મેર મેહુલ (એક મહિના પહેલા) શ્વેતા મુંબઈથી આવી બે દિવસ થયા હતાં. કેશવ સાથે ઝઘડો કરીને ઘરે આવી હતી અને બળવંતરાયને બધી વાત કહીને એ પોતાનાં રૂમમાં ગઈ હતી. નીચે સ્ટોર રૂમમાં તેની થોડી પુરાણી ચીજ હતી એ લેવા શ્વેતાં નીચે આવી અને સ્ટોર રૂમ તરફ આગળ વધી. સ્ટોર રૂમ પાસે પહોંચી ત્યારે તેને માલુમ પડ્યું કે રૂમનો દરવાજો અધુકડો ખુલ્લો છે અને અંદર કોઈ વ્યક્તિ હાજર છે. તેણે દરવાજામાંથી ડોકિયું કર્યું, અંદર બળવંતરાય કોઈની સાથે વાતો કરી રહ્યા હતાં. “હવે એ સમય આવી ગયો છે, શ્વેતા પણ મુંબઈથી આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો