ઔકાત – 24 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ઔકાત – 24

ઔકાત – 24

લેખક – મેર મેહુલ

“હું રજા લઉં તો હવે” સાગરે કહ્યું. રાવતની મંજૂરી મળતાં તેણે પોતાનો સમાન સમેટયો, રિપોટના કાગળ રાવતને સોંપ્યા અને નીકળી ગયો. રાવત મુસ્કુરાતો મુસ્કુરાતો પોતાનાં રૂમ તરફ ચાલ્યો.

“સાંભળો બધા” રાવતે દરવાજા પર ઉભા રહીને ચપટી વગાડી, “ખૂની આ જ રૂમમાં છે અને એ વ્યક્તિનું નામ…”

રાવતે બધાનાં ચહેરા પર ઊડતી નજર કરી. સૌનાં ચહેરા પર ડર અને ઉત્કંટાયુક્ત ભાવ હતાં.

“દાદા, તમારાં કપાળે કેમ પરસેવો વળી ગયો ?” રાવતે પૂછ્યું.

“હું..હું..જાણવા માંગુ છું” બળવંતરાયે હકલાઈને કહ્યું, “મારી દીકરી સાથે કોણે દગાબાજી કરી છે ?”

“થોડી ક્ષણોમાં એ પણ ખબર પડી જશે” રાવતે કહ્યું, “તમે પોસ્ટમોર્ટમ અને તપાસ માટે મનાઈ કેમ ફરમાવી હતી ?”

“ખાસ કારણ નથી, તમે લોકો જે રીતે તપાસ કરો છો એ પરથી કશું મળવાનું નહોતું” બળવંતરાયે કહ્યું.

“તમે પોલીસતંત્રને ઓછું આંકો છો દાદા, પોલીસ ધારે તો ચપટી વગાડતાં કેસ સોલ્વ કરી શકે છે અને તમે જ જુઓને તમારી દીકરીની હત્યાનાં ત્રીજા દિવસે જ આ કેસ સોલ્વ થઈ ગયો”

“તમે પહેલીઓ ના બુજાવો ઇન્સ્પેક્ટર” બળવંતરાય અકળાયો, “તપાસમાં શું સાબિત થયું એ જણાવો”

“મેં અગાઉ જણાવ્યું હતું એ મુજબ ખૂની આ જ રૂમમાં છે અને એ વ્યક્તિનું નામ છે, મિસ. રીટા”

રૂમમાં ભયંકર શાંતિ પથરાઈ ગઈ. બધાની નજર રીટા પર સ્થિર થઈ. રીટાને પણ બળવંતરાયની જેમ કપાળે પરસેવો વળી ગયો.

“બોલો મિસ. રીટા, તમે શ્વેતાની હત્યા શા માટે કરી ?” રાવતે પુછ્યું.

“મેં શ્વેતાની હત્યા નથી કરી સર” કહેતાં રીટા રડવા લાગી.

“રડવાથી તમેને માફી નહિ મળે, સ્કેલ પર અને અલમારીનાં ડ્રોવર પર તમારી આંગળીઓના નિશાન છે. તમે એ સમયે ત્યાં શું કરતાં હતાં ?”

“અંકલે મને કહ્યું હતું” રીટાએ રડતાં રડતાં બળવંતરાય તરફ ઈશારો કર્યો.

“હું તમને બધી વાત સમજાઉં ઇન્સ્પેક્ટર” બળવંતરાયે કહ્યું, “તમે મારી સાથે બાજુનાં રૂમમાં આવો”

“એકાંતમાં વાત કરવાથી કશું નથી મળવાનું દાદા, રિપોર્ટમાં બધું સામે આવી ગયું છે. તમે તપાસ કરવાની અને પોસ્ટમોર્ટમ કરાવવાની શા માટે ના પાડી હતી એ મને સમજાય ગયું છે. તમારી દીકરી પ્રેગ્નન્ટ હતી એ તમને ખબર હતીને ?” રાવતે કડક શબ્દોમાં કહ્યું.

“હા, મને ખબર હતી” બળવંતરાયે નિઃસાસો નાંખ્યો, “મને આ વાત થોડાં દિવસ પહેલાં જ ખબર પડી હતી.એ દિવસે શ્વેતાનાં રૂમમાં મેં પ્રેગા ન્યૂઝ કીટ જોઈ હતી. અફસોસ ત્યારે શ્વેતાએ હજી ટેસ્ટ નહોતાં કર્યા. કયો બાપ એની દીકરીને સામે ચાલીને આવી વાત પૂછે ?

મેં આ રિપોર્ટ પોઝિટીવ છે કે નેગેટિવ એ જાણવા રીટાની મદદ લીધી હતી, પરમ દિવસની રાત્રે જ્યારે શ્વેતા નીચે પાર્ટીમાં વ્યસ્ત રહેવાની હતી ત્યારે રીટા એ રિપોર્ટ તપાસવાની હતી. રીટા શ્વેતાનાં રૂમમાં ગઈ છે એ મને ખબર હતી, શ્વેતા જલ્દી નીચે આવે તો રીટા પોતાનું કામ કરી શકે એ માટે મેં ગોપાલને શ્વેતાને બોલાવવા મોકલ્યો હતો મોકલ્યો હતો પણ ગોપાલ ત્યાં પહોંચે એ પહેલા….” બળવંતરાય અટકી ગયાં.

“હા સર, હું અંકલનાં કહેવાથી જ શ્વેતાનાં રૂમમાં ગઈ હતી. હું જ્યારે શ્વેતાનાં રૂમમાં પહોંચી જ્યારે તેની હત્યા થઈ ગઈ હતી. અંકલે મને કોઈપણ સંજોગોમાં એ કીટ લઈ આવવા કહ્યું હતું અને પોલિસ તપાસમાં જો શ્વેતાનું આ રહસ્ય બહાર આવશે તો અંકલની બદનામી થશે એમ વિચારીને મેં અલમારીનાં ડ્રોવરમાંથી એ કીટ લેવાનું નક્કી કર્યું. મેં ડ્રોવેરને ખેંચ્યું પણ ડ્રોવર લૉક હતું. ત્યારબાદ મેં સ્કેલની મદદથી પણ ડ્રોવર ખોલવાની કોશિશ કરી. હડબડાટીમાં સ્કેલ મારાં હાથમાં લાગી ગઈ અને હાથે ચિરો પડી ગયો.

તો પણ મેં ડ્રોવર ખોલવાની કોશિશ કરી, સહસા કોઈનાં આવવાની આહટ મારાં કાને પડી એટલે મેં સ્કેલને ટેબલ નીચે ફેંકી દીધી અને રાડ પાડીને દરવાજા પાસે આવીને બેભાન થવાનું નાટક કર્યું” રીટાએ કહ્યું.

“જો તમે બંને સાચું કહો છો તો શ્વેતાની હત્યા નથી થઈ, તેણે ડિપ્રેશનમાં આવીને સ્યુસાઇડ કર્યું છે” રાવતે વાતનો મર્મ જણાવતાં કહ્યું.

“અમે એક એક શબ્દ સાચો કહ્યો છે ઇન્સ્પેક્ટર” બળવંતરાયે કહ્યું, “મારી દીકરી થોડા દિવસથી પરેશાન હતી, મેં એને પરેશાનીનું કારણ પૂછ્યું પણ તેણે મને ના જણાવ્યું, આખરે જ્યારે મને તેનાં રૂમમાંથી એ કીટ મળી ત્યારે મને દુઃખ થયું હતું પણ આગાઉ જણાવ્યા મુજબ એણે ટેસ્ટ નહોતાં કર્યા એટલે મેં તેને એનાં વિશે પૂછ્યું નહિ. તેણે તેનાં જન્મદિવસનાં દિવસે સવારે એ કેશવને પસંદ કરે છે એવું કહ્યું હતું અને મેં તેની પસંદની પસંદગી કરી લીધી હતી. કેશવ સારો છોકરો છે, એ મારી દીકરીને ખુશ રાખશે તેની મને ખાતરી હતી પણ એ પહેલાં જ તેણે સ્યુસાઇડ કરી લીધું”

“સારું, તમે લોકો જઈ શકો છો. લગભગ તો કેસ સોલ્વ થઈ જ ગયો છે પણ જરૂર પડે તો તમને બોલાવવામાં આવશે” રાવતે કહ્યું.

“આભાર ઇન્સ્પેક્ટર” કહેતાં બળવંતરાય ઉભા થયા. તેની પાછળ બધા ઉભા થયા અને ચોકીની બહાર નીકળી ગયાં.

*

“મને તો હજી વિશ્વાસ નથી આવતો” મીરાએ કહ્યું, “શ્વેતા સ્યુસાઇડ કરે એ વાત મને ગળે નથી ઉતરતી”

કેશવ કાર ચલાવતો હતો. મીરા તેની બાજુની સીટમાં બેઠી હતી. પાછળ રીટા અને સાધના બેઠાં હતાં.

“શ્વેતા પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાની છે એ વાત જાણીને મને પણ આશ્ચર્ય થયું હતું” રીટાએ કહ્યું, “આજ સુધી અંકલની વાત પર મને વિશ્વાસ નહોતો થયો પણ જ્યારે ઇન્સ્પેક્ટરે ટેબલ પર પેલી કીટ રાખી ત્યારે મને અંકલની વાત સાચી લાગી”

“તો પણ શ્વેતા સ્યુસાઇડ શા માટે કરે ?” મીરાએ કહ્યું, “તેની પાસે બીજા ઘણાબધાં રસ્તા હતા”

“મેડમને મારી વાતનું માઠું લાગ્યું હશે” કેશવે કહ્યું, “તેઓ મારા પર આશા રાખીને બેઠાં હતાં પણ જે રીતે મેં તેઓને ના પાડી એટલે તેઓએ તાત્કાલીક નિર્ણય લીધો હશે અને પોતાનાં માથે ગોળી ચલાવી દીધી હશે”

“મેં તને પહેલા જ કહ્યું હતું” મીરાએ ફરિયાદ કરતા કેશવને કહ્યું, “શ્વેતા જિદ્દી છે, તેને વાતવાતમાં ખોટું લાગી જાય છે”

“મેડમ સ્યુસાઇડ કરી લેશે એવી મને થોડી ખબર હતી” કેશવે દલીલ કરી, “અને મેં તેઓને ના પાડી એ વાતથી તેઓએ સ્યુસાઈડ નથી કર્યું, તેઓ પ્રેગ્નન્ટ છે અને આ વાત જ્યારે બધાને કેવી રીતે ફેસ કરશે એ વિચારીને સ્યુસાઈડ કર્યું છે”

“કેશવની વાત સાચી છે મીરા” રીટાએ કહ્યું, “ અંકલને શ્વેતાનાં સ્યુસાઇડથી કોઈ ફર્ક નથી પડ્યો, એની ઈજ્જત બચી ગઈ એ જાણીને તેઓ ખુશ થયા હશે”

“એ જે હોય તે પણ શ્વેતા સ્યુસાઇડ ના કરે એ વાત હું ખાત્રી સાથે કહું છું” મીરાએ હઠીલા શબ્દોમાં કહ્યું.

કેશવે બ્રેક મારી, હવેલી આવી ગઈ હતી. હવેલી પર જ કેશવની બાઇક અને રીટાની સ્કુટી પડી હતી. રીટા અને સાધના પોતાનાં ઘર તરફ વળ્યાં જ્યારે કેશવે મીરાને ઘરે છોડવા એ રસ્તે બાઇક વાળી.

(ક્રમશઃ)