પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ની એક જોરદાર સફર પર લઇ જશે. ખજાનો... આ શબ્દ સાંભળતાં જ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા મોતી થી ભરેલી એક પેટી... ખજાનાની શોધ સાહસિકો માટેની મન પસંદ પ્રવૃત્તિ રહી છે. અને ઘણા વાચકોને આવી કથા વાચવાનો શોખ હોય છે. તો એમના માટે પેશ છે આ નવલકથા...શ્રાપિત ખજાનો.. આ રચના સંપુર્ણ પણે કાલ્પનિક છે. અને એનો એકમાત્ર હેતુ મનોરંજન છે. એક જવાન અને નવેનવો આર્કિયોલોજીસ્ટ, એનો એક પ્રતિસ્પર્ધી અને એક વર્ષો જૂનું રહસ્ય.. અને એની જ સાથે શરૂ થાય છે

Full Novel

1

શ્રાપિત ખજાનો - ૧

પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર એક જોરદાર સફર પર લઇ જશે. ખજાનો... આ શબ્દ સાંભળતાં જ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા મોતી થી ભરેલી એક પેટી... ખજાનાની શોધ સાહસિકો માટેની મન પસંદ પ્રવૃત્તિ રહી છે. અને ઘણા વાચકોને આવી કથા વાચવાનો શોખ હોય છે. તો એમના માટે પેશ છે આ નવલકથા...શ્રાપિત ખજાનો.. આ રચના સંપુર્ણ પણે કાલ્પનિક છે. અને એનો એકમાત્ર હેતુ મનોરંજન છે. એક જવાન અને નવેનવો આર્કિયોલોજીસ્ટ, એનો એક પ્રતિસ્પર્ધી અને એક વર્ષો જૂનું રહસ્ય.. અને એની જ સાથે શરૂ થાય છે ...વધુ વાંચો

2

શ્રાપિત ખજાનો - 2

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું : વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્મા પ્રો. નારાયણની સાથે કામ કરતી હતી જે અવસાન પામ્યા છે. રેશ્મા વિક્રમને પ્રોફેસરની લાયબ્રેરીમાંથી એક ગુપ્ત ફાઇલ ચોરવાનું કહે છે... હવે આગળ..ચેપ્ટર : 2 " રેશ્મા, તારો મગજ ફરી ગયો છે કે શું?" વિક્રમે કહ્યું. "કેમ?" રેશ્માએ પુછ્યું, " તને ચોરી કરવામાં વાંધો શું છે? એવું તો નથી કે તું પહેલીવાર ચોરી કરી રહ્યો હોય.." વિક્રમ ચુપ થઇ ગયો. એ વાત સત્ય હતી કે તે ...વધુ વાંચો

3

શ્રાપિત ખજાનો - 3

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્માના બોસનું નિધન થઈ ગયું છે. રેશ્મા અને વિક્રમ એમની એક ગુપ્ત ફાઇલ મેળવવાનો પ્લાન કરી રહ્યા છે. એટલામાં વિક્રમને ખબર પડે છે કે એનો જૂનો પ્રતિસ્પર્ધી વિજય પણ એ ફાઇલ પાછળ છે. એટલે વિક્રમ જેમ બને એમ જલ્દી એ ફાઇલ સુધી પહોંચવાનો પ્લાન કરે છે. હવે આગળ...... ચેપ્ટર - 3 રાતના સાડા અગિયાર વાગ્યા હતા. ઉમીયાનગરની આસપાસ શાંતિ પ્રસરેલી હતી. રસ્તા પર માત્ર સ્ટ્રીટલાઇટ નું અજવાળું પથરાયેલું હતું. એ અજવાળામાં હારબંધ ગાડીઓ ઉભી હતી. એ ...વધુ વાંચો

4

શ્રાપિત ખજાનો - 4

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે બંનેનો એક ભૂતકાળ રહી ચૂકેલો છે. વિક્રમ રેશ્મા ના બોસ પ્રો. નારાયણના ઘરેથી એમની એક ગુપ્ત ફાઇલ ચોરવા તે એમના ઘરમાં ચોરીછુપે જાય છે. અને લાયબ્રેરીમાં પહોંચે છે. હવે આગળ..ચેપ્ટર - 4 વિક્રમ લાયબ્રેરીમાં પહોંચી ગયો હતો. લાયબ્રેરીમાં ઘોર અંધકાર હતો. બધી લાઇટો બંધ હતી. અને બારીઓ પણ બંધ હોવાથી એને કંઇજ દેખાય રહ્યુ હતું નહીં. એણે પોતાની સાથે લાવેલ મીની ટોર્ચ ચાલુ કરી. એના અજવાળામાં એણે જોયું કે એની સામે જ બારી હતી જે બંધ હતી. ...વધુ વાંચો

5

શ્રાપિત ખજાનો - 5

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું વિક્રમ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે અને એ અને રેશ્મા બંને રાજસ્થાન જવાની તૈયારી કરે છે. દરમિયાન એક રહસ્યમય વ્યક્તિ પ્રોફેસરની લાયબ્રેરીમાં જઇને એ ફાઇલ ત્યાં ન જોતા વિક્રમ સાથે પંજા લડાવવાનો નિર્ણય લે છે. હવે આગળ...ચેપ્ટર - 5 વિક્રમે આંખો ખોલી. સામે દિવાલ પર લટકાવેલી ઘડિયાળ પર એની નજર પડી. આઠ વાગવા આવ્યા હતા. એ પથારીમાંથી આળસ મરડીને ઉભો થયો. આંખો ચોળીને એણે એક બગાસું ખાધું. પછી એણે પલંગની ડાબી બાજુ રહેલી બારી પર નજર કરી. બારીની બહારથી બિકાનેર શહેરનો સુંદર ...વધુ વાંચો

6

શ્રાપિત ખજાનો - 6

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું... વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માગે છે. આ માટે વિક્રમ સ્વર્ગસ્થ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને સંબલગઢનું રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે. અને વિક્રમ અને રેશ્મા બંને રાજસ્થાનમાં બિકાનેર શહેરમાં આવે છે. જ્યાં વિક્રમનો મિત્ર રહેતો હોય છે. અહીંથી એ સફર માટે જરૂરી માલસામાન ખરીદે છે અને પછી પોતાના સફર પર નિકળી પડે છે. હવે આગળ....ચેપ્ટર - 6 ગજનેર શહેર આમતો મોટું ગામડું કહી શકાય એવડું શહેર છે. વિક્રમ અને રેશ્મા બંને ગાડીમાંથી ઉતરીને ગજનેરના રસ્તા પર ચાલી ...વધુ વાંચો

7

શ્રાપિત ખજાનો - 7

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માગે છે. આ માટે વિક્રમ અને રેશ્મા બંને રાજસ્થાનના ગજનેર થી આગળ રણમાં ઊંટની સવારી કરીને જઇ રહ્યા છે કારણ કે સંબલગઢનું સંભવિત સ્થાન ત્યાં છે. હવે આગળ... * * * * *ચેપ્ટર - 7 " શું હું એકમાત્ર કારણ હતી કે જેને લીધે તે પ્રોફેસર નારાયણન સાથે કામ કરવાની ના પાડી ...વધુ વાંચો

8

શ્રાપિત ખજાનો - 8

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને સંબલગઢ નામના ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માટે રાજસ્થાન આવે છે. અને એમને રણમાં થોડા જુના તંબુઓ દેખાય છે જ્યા વર્ષો પહેલાં કોઇ ઘટના ઘટી હશે. રેશ્માને જમીન પર એક દરવાજો દેખાય છે અને એ બંને એ દરવાજા પર લાગેલું તાળું તોડીને અંદર ઉતરે છે. હવે આગળ.... * * * * *ચેપ્ટર - 8 અંદર ઘોર અંધકાર હતો. વિક્રમે પોતાની મીની ટોર્ચ ચાલુ ...વધુ વાંચો

9

શ્રાપિત ખજાનો - 10

ચેપ્ટર - 10 રેશ્માને ખુબ જ ચિંતા થવા લાગી હતી. અહીંયા કોઇ જાળ ફેલાયેલી હતી જે થોડા સમયમાં જ એક્ટિવેટ થવાની હતી. થોડી થોડી વારે સંભળાય રહેલા ટકોરા પરથી એણે એક વાતનો તાળ તો મેળવી લીધો હતો અને એ એ કે બે ટકોરા વચ્ચે એક સો એંશી સેકન્ડ એટલે કે ત્રણ મિનિટ જેટલો ગેપ હતો. અને જ્યારે એકવાર 'ટક્ક...' નો અવાજ આવતો ત્યારે સામેની દિવાલ પર જે રાજાનું ચિત્ર હતું કે જે ત્રણ અલગ અલગ વર્તુળોને ફેરવીને એક ચોક્કસ પોઝિશનમાં ગોઠવીને બનાવ્યું હતું એ વર્તુળો ધીરેધીરે ફરી પોતાની પહેલાની સ્થિતિમાં આવી રહ્યા હતા. રેશ્મા નું ...વધુ વાંચો

10

શ્રાપિત ખજાનો - 9

ચેપ્ટર - 9 વિક્રમ અને રેશ્મા બંને કબરને તપાસી રહ્યા કબરમાં જે વ્યક્તિ અનંત નિદ્રામાં પોઢેલો હતો એ રાજા જ હતો એની આ બંનેને ખાતરી થઇ ગઇ હતી. પણ રાજા કોણ હતો એ એ બંને જાણતા ન હતા. એટલામાં વિક્રમનું ધ્યાન એ કંકાલના હાથો પર ગયું. એ કંકાલના હાથ છાતી પર હતા અને બંને હાથની હથેળીઓ વચ્ચે એણે કંઇક પડેલું હતું. એ એક કાગળ હતો જે રોલ કરીને વાળેલી અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. એ કાગળ પણ આ કંકાલની જેમ સદીઓ જૂનો લાગતો હતો. વિક્રમે એ કાગળ એ કંકાલના હાથમાંથી છોડાવ્યો. અને એ કાગળને ખોલીને જોયો. ...વધુ વાંચો

11

શ્રાપિત ખજાનો - 11

ચેપ્ટર - 11 વિક્રમ અને રેશ્મા બંનેના હૃદય જોરજોરથી ધડકી હતા. લગભગ અડધી કલાક ઊંટોને એમની મેક્સિમમ ઝડપ પર દોડાવીને એ બંને ગજનેર આવી ગયા હતા. આવીને એમણે ઊંટોને એમના માલિક પ્રતાપ પાસે પહોચાડી દિધા હતા. પ્રતાપે એમને રાત રોકાવા માટે એક લોકલ ગેસ્ટહાઉસ ની ભલામણ કરી હતી. અત્યારે એ બંને ગેસ્ટહાઉસના પોતાના રૂમમાં બેઠા હતા. રેશ્મા પલંગ પર જ્યારે વિક્રમ સોફા પર આડો પડ્યો હતો. પણ બંનેના દિલોદિમાગ માં એક જ વસ્તુ ફરી રહી હતી. અને એ હતા એ ભયાનક જીવો જે એમણે રણની એ કબરમાં જોયા હતા. બંનેની આંખો ...વધુ વાંચો

12

શ્રાપિત ખજાનો - 12

ચેપ્ટર - 12 "આખરે સંબલગઢ જો કર્ણાટક બાજુ આવેલું હોય ત્યાં ના યુવરાજ શુદ્ધોદન ની કબર રાજસ્થાનના રણમાં શું કામ આવેલી છે? એ ક્યાં જઇ રહ્યા હતા?" આ એ પ્રશ્ન હતો જે વિક્રમ અને રેશ્મા બંને ના મગજમાં ફરી રહ્યો હતો. ગજનેરના એક ગેસ્ટહાઉસ માં એ બંને બેઠા હતા. રણમાં થયેલા ભયાનક અને જાનલેવા અનુભવ પછી પણ બંને એ સાથે મળીને સંબલગઢ શોધવાનું નક્કી કર્યું. કારણ કે હવે આટલી મુસીબત વેઠ્યા પછી જો એ બેય પાછળ હટી જાય તો અત્યાર સુધીની બધી જ મહેનત પર પાણી ફરી વળે. એટલે આગળ જે ...વધુ વાંચો

13

શ્રાપિત ખજાનો - 13

ચેપ્ટર - 13 "હાં.. છેલ્લા કેટલાક સમયથી વિજયના પિતાજી આદિત્ય નારાયણના પ્રોજેક્ટ્સ ની ફંન્ડિગ પુરી પાડતા હતા." રેશ્માએ કહ્યું. વિક્રમને આ સાંભળીને ખુશ આશ્ચર્ય થયું, "વિજયના પિતાજી? ભલા એ શું કામ પ્રોફેસર નારાયણની રિસર્ચમાં પૈસા લગાવવા લાગ્યા? એમનો તો કંઇક ટાઇલ્સનો કે એવો કંઇક બિઝનેસ છે ને?" "ટાઇલ્સનો નહીં વિક્રમ, એમનો ફર્નિચરનો બિઝનેસ છે. 'મહેરા ફર્નિચર્સ.' એમના ફર્નિચરના મોટા શો રૂમો છે. અને એ પણ અલગ અલગ શહેરોમાં. બિચારા ધનંજય અંકલ.. જ્યારે એમને ખબર પડશે કે એમનો એકનો એક પુત્ર રાજસ્થાનમાં રણમાં આવેલી એક સદીઓ જુની કબરમાં ફસાઇને મૃત્યુ પામ્યો છે ત્યારે એમની શું દશા થશે?" ...વધુ વાંચો

14

શ્રાપિત ખજાનો - 14

ચેપ્ટર - 14 બસ માંથી ઉતરીને વિક્રમે પોતાનો બેગ મુક્યો અને એક જોરદાર અંગડાઇ લીધી. પાંચ કલાકની લાંબી સફર બાદ એ અને રેશ્મા બંને બિકાનેરથી જયપુર આવ્યા હતા. આજે સવારે જ ગજનેરના ગેસ્ટહાઉસમાં એક અજાણી વ્યક્તિએ જે પોતાને વિક્રમ અને રેશ્માનો શુભ ચિંતક જણાવી રહ્યો હતો એણે એમને જયપુર આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને વિક્રમ અને રેશ્મા બંને એ સહ સહમતિથી અહીં આવવાનો નિર્ણય કર્યો હતો. બસ માંથી ઉતરીને વિક્રમે પોતાના ખાલી ચડેલા પગ ખેંચવા માંડ્યા. પાંચ કલાક બેઠા બેઠા સફર કરીને એના શરીરનું અંગેઅંગ અકડાઇ ગયું હતું. અને તે અકડન દુર કરી રહ્યો હતો. એટલામાં રેશ્મા ...વધુ વાંચો

15

શ્રાપિત ખજાનો - 15

ચેપ્ટર - 15 વિક્રમ અને રેશ્માને એમની આંખો પર વિશ્વાસ આવી રહ્યો. આખરે આ કઇ રીતે બની શકે? ધનંજય મહેરા એ વ્યક્તિ છે જેમને મળવા માટે એ બંને અહીંયા આવ્યા હતા. તો એ માણસ ધનંજય મહેરા હતો જે અત્યાર સુધી એમનો પીછો કરી રહ્યો હતો. 'એટલે જ મને ફોનમાં સાંભળેલો એ અવાજ ક્યાંક સાંભળ્યો હોય એવું લાગતું હતું.' વિક્રમ વિચારવા લાગ્યો. "બેસો.." ધનંજયે કહ્યું. વિક્રમ અને રેશ્મા આશ્ચર્ય ને મારે હજુ એમ ને એમ જ ઉભા હતા. ધનંજયના કહેવાથી એ બંને બેસી ગયા. બેયની નજરો હજુ પણ ધનંજય પર જ મંડાયેલી ...વધુ વાંચો

16

શ્રાપિત ખજાનો - 16

ચેપ્ટર - 16 "રેશ્મા, હું જાણું છું તારુ રાઝ.." કહ્યું. રેશ્માને વિશ્વાસ ન આવ્યો જ્યારે ધનંજયે કહ્યું હતું કે એ રેશ્માનું રહસ્ય જાણે છે. આખરે આને ખબર કઇ રીતે પડી? આ વાત તો એણે આજ સુધી કોઇને પણ જણાવી ન હતી. વિક્રમને પણ નહીં. તો પછી ધનંજય મહેરાને ખબર કઇ રીતે પડી? છતાં પણ એને ફરી એક વાર ખાતરી કરવા પુછ્યું, "ક્યું રાઝ?" "લગભગ ગયા અઠવાડિયે હું લોસ એન્જલસ ગયો હતો. ત્યાં એક વ્યક્તિ સાથે મારી ઘણી જ દિલચસ્પ વાતો થઇ હતી. કોઇ મિસ.માર્ટિન સાથે. નામ ક્યાંય સાંભળ્યું તો નથી ને?" ધનંજયે કહ્યું. મિસ.માર્ટિન નું ...વધુ વાંચો

17

શ્રાપિત ખજાનો - 17

ચેપ્ટર - 17 વિક્રમના મનમાં વિચિત્ર ખયાલો આવી રહ્યા હતા. બારી બહારથી નીચેનો નજારો ખુબ સુંદર દેખાય રહ્યો હતો. પ્લેનમાં એ અને રેશ્મા સાથે ધનંજય પણજી તરફ આગળ વધી રહ્યા હતા. પણજી જઇને એમને આગળનો પ્લાન અમલમાં મુકવાનો હતો. ગઇકાલે રાત્રે જ ધનંજય અને વિક્રમ રેશ્મા વચ્ચે સાથે કામ કરવાની ડીલ થઇ હતી. અને ત્યારે જ એમણે આગળની પ્લાનિંગ કરી હતી. યોજના પ્રમાણે પણજી સુધી પ્લેનમાં જવાનુ હતું. અને ત્યાં ધનંજયના માણસો જરૂરી સામાન અને માણસોની વ્યવસ્થા કરવાનું કામ ધનંજયનું હતું. ત્યારબાદ પણજી થી કર્ણાટકના કારવર શહેર સુધી બધાએ બાય રોડ ...વધુ વાંચો

18

શ્રાપિત ખજાનો - 18

ચેપ્ટર - 18 "મને જરા સમજાવ તો કે આપણે એક્ઝેકલી જગ્યાએ જવાનું છે?" ધનંજયે વિક્રમને પુછ્યું. ધનંજય વિક્રમ અને રેશ્મા સાથે આગળ કઇ રીતે જવાનું છે એના વિશે પુછી રહ્યો હતો. કારવર શહેરથી નીકળ્યાની એક કલાક થઇ ગઇ હતી. બ્લેક કલરની ક્લોઝ જીપમાં ધનંજય, ડો.વનિતા, વિક્રમ અને રેશ્મા સાથે ધનંજયનો ડ્રાઈવર દર્શ, કે જે જયપુર બસ સ્ટેન્ડ પર વિક્રમ અને રેશ્માને લેવા આવ્યો હતો, એ પણ એમની સાથે આ સફરમાં જોડાયો હતો. પાંચ ફૂટ સાત ઇંચના આ દર્શનું શરીર એકદમ કસરતી અને મજબૂત બાંધાનું હતું એ એના હાફ સ્લીવ વાદળી ટીશર્ટમાં ...વધુ વાંચો

19

શ્રાપિત ખજાનો - 19

ચેપ્ટર - 19 આખો કાફલો એ દહાડ સાંભળીને ચોંકી ઉઠયો બધાની બંદૂક અત્યારે હાથમાં જ હતી અને સાવચેતીથી એ આગળ વધી રહ્યા હતા. વિક્રમ આમતેમ નજર નાખી રહ્યો હતો. જે પ્રકારની એ દહાડ હતી એ પરથી વિક્રમને અંદાજ આવી ગયો હતો કે આ વાઘની દહાડ હતી. સિંહ તો આ જંગલોમાં છે નહીં, અને ચિત્તો આ રીતે દહાડતો નથી. પાક્કું આ વાઘ જ છે. એણે કહ્યું, "મિ.મહેરા, આપણે વાઘના ઇલાકામાં આવી ગયા છીએ. જલ્દી અહીંથી નીકળવું પડશે. જલ્દી ચાલો બધા." એની વાત સાંભળીને બધાની આંખોમાં ભય ઉતરી આવ્યો. ...વધુ વાંચો

20

શ્રાપિત ખજાનો - 20

ચેપ્ટર - 20 રેશ્મા, ક્યા ખ્યાલોમાં ખોવાએલી છો? રેશ્માનો ખભો પકડીને એને ઢંઢોળીને કહ્યું. રેશ્મા વિચારો માંથી બહાર આવી ત્યારે એને ખબર પડી કે વિક્રમ એને બોલાવી રહ્યો હતો. આજે જંગલમાં એમનો બીજો દીવસ હતો. સવારના દસ વાગવા આવ્યા હતા. સંબલગઢની ખોજ માટે નિકળેલો કાફલો જંગલમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો હતો. અત્યારે તેઓ એક ચઢાણ ચડી રહ્યા હતા. ચઢાણ વધારે ઊંચી ન હતી એટલે ચડવામાં વધારે વાંધો નહોતો આવી રહ્યો. એક એક લાકડીનો ટેકો લઇને ઉબડ ખાબડ રસ્તા પર બધા આગળ વધી રહ્યા હતા. પેલો પહાડ ...વધુ વાંચો

21

શ્રાપિત ખજાનો - 21

ચેપ્ટર - 21 "સર આપણા એક માણસની હાલત ખૂબ જ ગંભીર છે.." "ગંભીર છે મતલબ!! શું થયું છે એને?" રાજીવે આશ્ચર્યભર અવાજમાં પુછ્યું. ધનંજયને પણ આશ્ચર્ય થયું હતું. "સર આપ પોતે જ આવીને જોઇ લો." કહીને એ માણસ જ્યાં બીજા બધા ટોળું વળીને ઉભા હતા ત્યાં ચાલ્યો ગયો. એની પાછળ રાજીવ અને ધનંજય પણ ત્યાં પહોંચ્યા. ત્યાંના હાલાત જોઇને એ બંને ચોંકી ઉઠયા. જમીન પર રાજીવનો એક માણસ પડ્યો હતો. એ પીડાને કારણે તડફડી રહ્યો હતો. બીજા બધા માણસો એની ચારે તરફ ઘેરો વળીને ...વધુ વાંચો

22

શ્રાપિત ખજાનો - 22

ચેપ્ટર - 22 "આજે અચાનક વાતાવરણ કેમ ખરાબ થઇ ગયું?" કહ્યું. જંગલમાં આજે એમની ત્રીજી સવાર હતી. પણ આજની સવાર કંઇક અલગ હતી. આજે બધાની નીંદર વહેલી ઉડી ગઇ હતી કારણ કે સવારથી જ પવન ફુંકાય રહ્યો હતો. સવારના સાડા દસ થવા આવ્યા હતા પણ હજુ સુધી એમને સુરજના દર્શન નહોતા થયા કારણ કે સવારથી જ કાળા ડિંબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. રાજીવનો એક માણસ કે જે રાત્રે પહેરો આપી રહ્યો હતો એણે સવારે બધાને જણાવ્યું હતું કે અંદાજે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઇ હતી. પછીથી પવનની ...વધુ વાંચો

23

શ્રાપિત ખજાનો - 23

ચેપ્ટર - 23 "શું હું મરી ગઇ છું?" "નહીં." "તો શું તું એક આત્મા છે?" "નઇ યાર... તું શું કામ એવું વિચારી રહી છે રેશ્મા?" "તો પછી આ બધું શું થઇ રહ્યું છે એ તું મને સમજાવ વિજય." રેશ્માએ કહ્યું. હાં... વિજય મહેરા અત્યારે એની સામે ઉભો હતો. એ જ માણસ જેને વિક્રમ અને રેશ્માએ મરેલો સમજી લીધો હતો. કારણ કે એને એવી જગ્યાએ છેલ્લી વાર જોયો હતો જ્યાંથી એના જીવિત બહાર નિકળવાનો કોઇ ચાન્સ જ ...વધુ વાંચો

24

શ્રાપિત ખજાનો - 24

ચેપ્ટર - 24 લગભગ એક કલાકથી ધનંજય અને એની ટોળકી રહ્યા હતા. એમની ડાબી તરફ થોડે દૂર નદી વહી રહી હતી જ્યારે જમણી બાજુ એક મોટો વિશાળ ટેકરો હતો જેની તળેટીમાં એ ચાલી રહ્યા હતા. ગઇકાલે આવેલા તોફાનને લીધે રેશ્મા ગુમ થઇ ગઇ હતી. અને વિક્રમ એને શોધવા જવા માંગતો હતો પણ ધનંજય એને જવા નહોતો દેવા માંગતો. એટલે એણે વિક્રમના હાથ બાંધીને રાજીવને એના પર નજર રાખવા માટે કહ્યું હતું. રાજીવ અને વિક્રમ સાથે ચાલી રહ્યા હતા. અને ધનંજય કરતા થોડા દુર હતા. વનિતા રેશ્માના જવાને લીધે ટોળાની એકમાત્ર સ્ત્રી હોય એ એકલી જ ...વધુ વાંચો

25

શ્રાપિત ખજાનો - 25

ચેપ્ટર - 25 વિક્રમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. ફરી એકવાર આંખો ચોળીને જોયું. ના, આ કોઇ સપનું ન હતું. એ જે જોઇ રહ્યો હતો એ એક વાસ્તવિકતા હતી. મતલબ કે એનો અંદાજ ખોટો નહોતો પડ્યો. થોડીવાર પહેલા જ અકસ્માતે જ એનો પગ એક પથ્થર સાથે ટકરાઇ ગયો હતો. અને એ પથ્થર વિચિત્ર લાગતા વિક્રમે એ પથ્થરની આજુબાજુની માટી સાફ કરાવી અને એક ચોંકાવનારી વાત બધાને ખબર પડી કે અહીંયાં એક માનવ નિર્મિત રસ્તો છે. એ રસ્તાને ફોલો કરતા કરતા એ લોકો એક એવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં પહોચ્યા બાદ એ બધાની આંખો ફાટી ...વધુ વાંચો

26

શ્રાપિત ખજાનો - 26

ચેપ્ટર - 26 "આ જગ્યા સંબલગઢ નથી." વિક્રમે ઘટસ્ફોટ કર્યો. ચોંકી ઉઠયા રાજીવ અને ધનંજય. મતલબ રાજીવનો શક સાચો હતો. આ જગ્યા સંબલગઢ નથી. "તો પછી આપણે અત્યારે ક્યાં છીએ વિક્રમ?" ધનંજયે પુછ્યું. "આપણે ઇન્દ્રપુર નામના એક નાનકડા ગામમાં ઉભા છીએ." "ઇન્દ્રપુર!" ધનંજયે પુછ્યું, "આ ઇન્દ્રપુર અહીંયા ક્યાંથી આવ્યું?" વિક્રમે કહ્યું, "જરૂર સંબલગઢના રાજ્ય ક્ષેત્રમાં આવતું હશે." "વિક્રમ એક કામ કર ને," રાજીવે કહ્યું, "આ કપડામાં લખેલું બધું જ વાંચીને સંભળાવ." "તો ...વધુ વાંચો

27

શ્રાપિત ખજાનો - 27

ચેપ્ટર - 27 "પોર્ટુગીઝો પાંચ સો વર્ષ પહેલાં અહીંયા સંબલગઢની કરવા આવ્યા હતા." ધનંજય કંઇ ન બોલ્યો. જાણે એને આ સાંભળીને કંઇ નવાઇ ન લાગી હોય. એ જોઇને વિક્રમને વધારે નવાઇ લાગી. વનિતાને કંઇ સમજાતું નહોતું એટલે એ એમની એમ ઉભી હતી. વિક્રમ હજુ આગળ કંઇ બોલે એ પહેલા જ રાજીવ ઘરની અંદર આવ્યો. એણે આવતાંની સાથે જ વનિતા તરફ નજર કરતાં કહ્યું, "હું તમને જ શોધી રહ્યો હતો ડોક્ટર.." "કેમ શું થયું?" વનિતાએ પુછ્યું. જવાબ આપવાને બદલે રાજીવે એનો ડાબો હાથ આગળ કર્યો. હથેળીના ઉપરના ભાગે બે ...વધુ વાંચો

28

શ્રાપિત ખજાનો - 28

ચેપ્ટર - 28 "વિક્રમ, તને યાદ છે આપણે બંનેએ કરીને સાથે જીંદગી ગુજારવાની કસમ લીધી હતી?" રેશ્માએ વિક્રમને પુછ્યું. "હાં યાદ છે.... પછી મે સંબલગઢની ખોજ કરવાની ના પાડતાં તું મને છોડીને ચાલી ગયેલી.." વિક્રમે કટાક્ષમાં કહ્યું. "હું જવા નહોતી માંગતી વિક્રમ, પણ મારી પાસે બીજો કોઇ રસ્તો ન હતો. મે જે અપરાધ કર્યો છે એ જો તું જાણી જાય તો તું મને ક્યારેય માફ ન કરે. હું હજુ સુધી પોતાને જ માફ નથી કરી શકી. તો તારી પાસેથી તો હું આશા જ ન રાખી શકું." "રેશ્મા," વિક્રમે કહ્યું, "વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર સીધા ...વધુ વાંચો

29

શ્રાપિત ખજાનો - 29

ચેપ્ટર - 29 દિવાલ પાસે જઇને રેશ્માએ દિવાલ પર હાથ દિવાલના સ્પર્શથી એના શરીરમાં એક ઝણઝણાટી ઉપડી ગઇ. આ દિવાલની બીજી તરફ એની બિમારીનો ઇલાજ છે. દિવાલ પર બે હજાર વર્ષ સુધી બધા જ મૌસમની થપાટો લાગી હતી. પણ છતાંય એ અડીખમ ઉભી હતી. પીળા રંગના વિશાળ લંબચોરસ પથ્થરો પર શેવાળ અને વેલાઓ ઉગી નીકળ્યા હતા. એમને હટાવીને એ લોકોએ જોયું કે ત્યાં કેટલાક નિશાનો હતા. જાણે દિવાલ પર કંઇક મારવામાં આવ્યું હોય. "જરૂર આ પોર્ટુગીઝોએ દિવાલ તોડવાના પ્રયાસો કર્યા હશે. આ એના જ નિશાન છે." વિક્રમે કહ્યું. ...વધુ વાંચો

30

શ્રાપિત ખજાનો - 30

ચેપ્ટર - 30 "આ જીવો તારી તરફ આવશે ત્યારે તું બહાર નીકળીશ કઇ રીતે?" વિક્રમના આ સવાલનો જવાબ રેશ્મા પાસે ન હતો. થોડીવાર વિચાર્યા બાદ એણે કહ્યું, "તું ચિંતા ન કર. હું કંઇક જોઇ લઇશ." કહીને એ સીડીઓથી નીચે ઉતરી ગઇ. પાછળની સાંકડી ગલી સુમસાન હતી. અહીં એકપણ વિકૃત જીવો નહોતા દેખાય રહ્યાં. એણે આગળ જઇને એક મકાનની દિવાલના સહારે ડોકિયું કર્યું. એની ડાબી તરફ થોડે દૂર એ જીવોનું ટોળું ઉભું હતું અને મકાનની છત પર વિક્રમ અને વિજય ઉભા હતા. વિક્રમની નજર રેશ્મા પર હતી. રેશ્માએ ...વધુ વાંચો

31

શ્રાપિત ખજાનો - 31

પ્રકરણ - 31 "વિજય તું શું કરી રહ્યો છે?" પુછ્યું. એ બંને મીનારથી થોડે દૂર એક ઘરમાં સંતાયા હતાં. વિક્રમ મીનાર પર ચડીને શહેરનો બેટર વ્યું મેળવવા ગયો હતો. અને વિજય ઘરની તલાશી લઈ રહ્યો હતો. એણે કહ્યું, "હું જોઇ રહ્યો છું કે આપણને અહીંયાં કોઇ તાડપત્ર મળે છે કે નહીં. કદાચ મળી જાય તો શહેર વિશે કંઇક તો જાણવા મળે." એણે એકાદ પેટી અને ઢાંકેલા મટકાં તપાસી જોયા. એટલામાં એની નજર એક પેટી પર પડી. એ એવી જ પેટી હતી જે એમને પહેલા ઘરમાં મળી હતી. વિજયે એક નજર રેશ્મા તરફ કરી. રેશ્માનું ધ્યાન પર તાડપત્ર ...વધુ વાંચો

32

શ્રાપિત ખજાનો - 32

પ્રકરણ - 32 "આખરે આ ભયાનક જીવો છે શું?" રાજીવે કહ્યું, "અને અહીં આવ્યા ક્યાંથી?" ધનંજયે કહ્યું, "મને પણ કંઇ સમજાતું નથી. આ શહેરમાં કોઇ ભયાનક ઘટના ઘટી હોય એવું લાગે છે." "એ જે હોય તે.." વનિતાએ કહ્યું, "આપણે અહીંથી બહાર નીકળી જવું જોઇએ. અહીંયા ખૂબ જ ખતરો છે." "નહીં..." મોટા અવાજે ધનંજયે કહ્યું, "હું સંબલગઢનું રહસ્ય જાણ્યા વગર અહીંથી નથી જવાનો. અને એનો મતલબ કે તમે બંને પણ મને છોડીને નહીં જાઓ." પોતાની ગન વનિતા અને રાજીવ તરફ કરતાં એણે ઉમેર્યું, "સમજી ગયાં ...વધુ વાંચો

33

શ્રાપિત ખજાનો - 33

પ્રકરણ - 33 રેશ્મા એક લાંબા કોરીડોરમાં ચાલી રહી હતી. મનમાં જ બોલતી હતી કે, 'કેવા ભુલભુલામણી જેવા લાંબા લાંબા કોરીડોર બનાવી રાખ્યા છે? પુરા જ નથી થતા. જ્યાં જોઇએ ત્યાં એક નવો રસ્તો ચાલુ થઇ થાય છે. અને આટલા બધા ખંડોમાં કોણ કોણ રહેતું હશે વળી!!' એટલામાં જ એને પાછળથી એક છોકરીનો અવાજ સંભળાયો. એણે તરત જ પોતાની ગન કાઢીને પાછળ ફરી. એ એકદમ ચોંકી ઉઠી. એને વિશ્વાસ ન આવ્યો કે એ વ્યક્તિ જે એની પાછળ ઉભી છે એ વનિતા છે. "વનિતા.!!" એણે પુછ્યું, "તું અહીંયા શું કરે છે? તું ...વધુ વાંચો

34

શ્રાપિત ખજાનો - 34

પ્રકરણ - 34 "એક મિનિટ વિક્રમ.." વિજયે કહ્યું, "તું એ એ પહેલાં એક જરૂરી વાત છે જે મારે તમને બંનેને કંઇક જણાવવું છે જે જરૂરી છે." "હાં તો જલ્દી બોલ.." વિક્રમે કહ્યું. "મને ખબર પડી ગઇ છે કે યુવરાજ અને એનો નાનો ભાઇ ક્યાં પ્રવાસ પર ગયા હતા." "સાચે જ?" રેશ્માએ નવાઇ સાથે પુછ્યું. "મને અહીં આવતી વખતે યુવરાજની ભાવિ પત્નીનો પત્ર મળ્યો હતો. જેમાં એણે કહ્યું હતું કે વીરવર્ધન પડોશી રાજ્યો પાસે સહાયતા માંગવા ગયો છે. જ્યારે યુવરાજ શુદ્ધોદન ...વધુ વાંચો

35

શ્રાપિત ખજાનો - 35

પ્રકરણ - 35 "બાયોવેપન.." "બાયોવેપન?" વિક્રમે કહ્યું, "તને ખબર પણ છે કે તું શું બોલી રહ્યો છે?" "હાં વિક્રમ, બાયોવેપન." ધનંજયે કહ્યું, "હું જ્યારે આ રાજ્યની ખોજ કરવા નીકળ્યો હતો ત્યારે મે ધાર્યું હતું કે એકવાર સંબલગઢનું રહસ્ય જાણી લવ પછી એને અમીર લોકોને વેંચીને એમાંથી રૂપિયાનો ઢગલો કરી શકીશ. અને કમિટી મારાથી ઇમ્પ્રેસ થઇને કાઉન્સિલ સામે મારા માટે સિફારિશ કરશે. પણ એ બાજી ઊંધી પડી ગઈ. અમૃતરસની વિધી તો નષ્ટ થઇ ગઇ છે. પણ જે થયું એ પહેલાં કરતાં પણ વધારે સારું થયું. હવે તો મને વધારે ...વધુ વાંચો

36

શ્રાપિત ખજાનો - 36 - અંતિમ પ્રકરણ

પ્રકરણ - 36 "નો...." રેશ્માના મોઢામાંથી રાડ નીકળી ગઇ. માંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે એમનો બહાર નીળવાનો આખરી રસ્તો બંધ કરી દીધો હતો. રેશ્મા વિક્રમને ભેટીને રડવા લાગી. વિક્રમ પણ ભાવુક થઇ ગયો હતો. એક તો રાજીવ મરી ગયો અને હવે એમનો બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. વિજય પણ દુઃખી થઇ ગયો હતો. એ અહીંયા મરવા માંગતો ન હતો. "આ બધું તારી લીધે થયું છે વિક્રમ." વિજયે ગુસ્સામાં કહ્યું. "આપણે અહીંયા પાછા આવવાની જરૂર જ ન હતી. દુનિયાને આ અર્ધજીવીઓથી બચાવવાના ચક્કરમાં આપણે જ અહીંયા ફસાઇ ગયા." "આઇ એમ સોરી." વિક્રમે ધીમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો