શ્રાપિત ખજાનો - 23 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 23

ચેપ્ટર - 23

"શું હું મરી ગઇ છું?"

"નહીં."

"તો શું તું એક આત્મા છે?"

"નઇ યાર... તું શું કામ એવું વિચારી રહી છે રેશ્મા?"

"તો પછી આ બધું શું થઇ રહ્યું છે એ તું મને સમજાવ વિજય." રેશ્માએ કહ્યું.

હાં... વિજય મહેરા અત્યારે એની સામે ઉભો હતો. એ જ માણસ જેને વિક્રમ અને રેશ્માએ મરેલો સમજી લીધો હતો. કારણ કે એને એવી જગ્યાએ છેલ્લી વાર જોયો હતો જ્યાંથી એના જીવિત બહાર નિકળવાનો કોઇ ચાન્સ જ ન હતો. અને એ જ માણસ પશ્ચિમ ઘાટના જંગલોમાં ચાલું વાવાઝોડામાં એની સામે ઉભો હતો. રેશ્માને પહેલી નજરે તો લાગ્યું કે એ સપનું જોઇ રહી છે. અથવા કદાચ એ મૃત્યુ પામ્યા પછી નર્કમાં પહોંચી ગઇ છે. બાકી વિજય એની સામે જીવતો ઉભો છે એ એ માનવા તૈયાર જ નહોતી. આ તો વિજયે જ્યારે એને કહ્યું કે એ અને રેશ્મા બંને જીવિત છે ત્યારે ભારે આશ્ચર્ય સાથે એણે માન્યું હતું.

"તું એ બધું અત્યારે છોડ અને ચાલ મારી સાથે. અહીંયા આગળ એક મજબૂત ભેખડની નીચે એક નાનકડી ગુફા જેવી જગ્યા છે. વાવાઝોડાથી બચવા માટે આપણે ત્યાં આશરો લઇએ." વિજયે કહ્યું.

રેશ્માને એની વાત સાચી લાગી. વાવાઝોડું થમી જાય ત્યારે પણ આ બધી વાતો થઇ શકે છે. એટલે એ અને વિજય બંને જંગલમાં અંદર તરફ દોડ્યા.

થોડેક આગળ જઇને વિજય ઉભો રહી ગયો. એની પાછળ રેશ્મા એ જોયું કે બે મોટા પથ્થરોની વચ્ચે એક ખાલી જગ્યા હતી. અને એ બંને પથ્થરો ઉપર એકબીજાને ટેકો આપીને ઉભા હતા. એની નીચે નાનકડી ગુફા જેવું નિર્માણ થયું હતું. જગ્યા થોડી ઉંચી હોવાથી ત્યાં પવનનો માર કે વરસાદનું પાણી પણ પહોંચી નહોતા શકતા એટલે જગ્યા કોરી અને ચોખ્ખી હતી. વિજયે પોતાનો ટેન્ટ ત્યાં લગાવ્યો. અને રેશ્માને ટેન્ટમાં આરામ કરવા કહ્યું. ટેન્ટ માત્ર એક જણ સમાઇ શકે એવડો જ હતો. વિજયે રેશ્માને પોતાનો ટુવાલ કે જે એ સાથે લાવ્યો હતો એ આપ્યો. રેશ્મા પાસે બદલવાના બીજા કપડા નહોતા કારણ કે એનો બેગ નદીમાં જ ક્યાંક ખોવાય ગયો હતો. એટલે એને એ જ ભીના કપડા પહેરવાના હતા. પણ એણે ટુવાલ વડે બને એટલું શરીર લૂછી નાખ્યું. પછી એ ટેન્ટની બહાર બેઠેલા વિજય પાસે આવીને બોલી, "હાં તો વિજય, મને જણાવ કે શું થયું હતું?"

વિજયે કહ્યું, "વાવાઝોડામાં હું નદીની આ બાજુ પોતાના માટે એક સારી જગ્યા ગોતી રહ્યો હતો ત્યાં જ મે જોયું કે એક માણસ નદીમાં તણાઇ રહ્યો છે. તો હું મહામહેનતે એને કિનારે લાવ્યો તો તો એ તું જ નીકળી. પછી મે તને માંડ માંડ હોશમાં લાવી."

"એના માટે થેંક્યું સો મચ પણ હું એના વિશે નથી પુછી રહી.."

"તો પછી?"

"તું રાજસ્થાનના રણમાં પેલા મકબરા માંથી જીવતો બહાર કઇ રીતે નિકળી આવ્યો?"

"અચ્છા એ.." વિજયે કહ્યું. પછી એણે પોતે એ મકબરા માંથી બહાર કઇ રીતે નીકળ્યો એના વિશે રેશ્મા જણાવ્યું. જે સાંભળીને રેશ્માની આંખો પહોળી થઇ ગઇ. "સાચે જ એવુ થયું હતું?" એણે પુછ્યું. જવાબમાં વિજયે ફક્ત માથું હલાવ્યું.

"ખૂબ જ વિચિત્ર કહેવાય.." રેશ્મા સ્વગત જ બબડી.

"પણ તું મને એક વાત જણાવ," વિજયે કહ્યું, "તારી અને વિક્રમની સાથે મારા પપ્પા આ જંગલમાં શું કરી રહ્યા છે?"

* * * * * *

વિક્રમના માથામાં સણકા ઉપડી રહ્યા હતા. એણે ધીમેથી આંખો ખોલી. અડધી ખુલેલી આંખો માંથી એણે જોયું કે સામે એક સ્ત્રી બેઠી હતી. પણ એનો ચહેરો દેખાતો ન હતો.. "રેશ્મા..." વિક્રમ ધીમેથી બોલ્યો.

"વિક્રમ આરામથી." એ સ્ત્રી બોલી. પણ વિક્રમને નવાઇ લાગી. કારણ કે એ અવાજ રેશ્માનો ન હતો. એ અવાજ બીજી સ્ત્રીનો હતો જે એમની સાથે જંગલમાં આવી હતી. વનિતા. એણે પોતાની આંખો ચોળવા હાથ ઉંચો કર્યો પણ આં શું..? એની ઇચ્છા બહાર એના બંને હાથ એકસાથે જ ઉંચા થયા. એણે બંને હાથ વડે આંખો ચોળીને જોયું. હવે એને ચોખ્ખું દેખાતું હતું.

એની સામે રાજીવ અને વનિતા બેઠા હતા. બંનેના ચહેરા પર વિક્રમ માટે ચિંતાની લકીરો દેખાય રહી હતી. વિક્રમે જ્યારે પોતાના હાથ તરફ નજર કરી ત્યારે એને ખબર પડી કે એના હાથ દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા. એણે આજુબાજુ નજર કરી. એ લોકો એક મોટી ગુફામાં હતા. ગુફાના પ્રવેશદ્વાર થી તકડો અંદર આવી રહ્યો હતો. ગુફામાં રાજીવના માણસો હતા.. પણ ધનંજય અને દર્શ નહોતા. અને રેશ્મા પણ.....

અચાનક એને યાદ આવ્યું કે રેશ્મા તો પાણીમાં તણાઇ રહી હતી. પોતે એને બચાવવા જ જતો હતો ત્યાં જ એના માંથાના પાછળના ભાગે અચાનક પીડા ઉપડી અને પછી એને કંઇ યાદ નથી. છેક અત્યારે આંખો ખોલી.

એણે સામે બેઠેલા રાજીવને ઉતાવળા સ્વરે પુછ્યું, "રાજીવ રેશ્મા ક્યાં છે? શું થયું? મને કંઇ યાદ કેમ નથી?"

રાજીવે વનિતા સામે જોયું. બંનેએ મૌન જાણવી રાખ્યું.

"અરે બોલને શું થયું? રેશ્મા ક્યાં છે?" વિક્રમે મોટા અવાજે કહ્યું.

"વિક્રમ," રાજીવે વિક્રમના ખભા પર હાથ રાખીને કહ્યું, "એ ગઇકાલની વાત છે. ગઇકાલે આપડે તોફાનમાં સપડાઇ ગયા હતા એ પછી એક દુર્ઘટના સ્વરૂપે રેશ્મા નદીમાં પડી ગઇ હતી. અને નદીનો તેજ વહેણ એને પોતાની સાથે દુર ખેંચી ગયો હતો. ત્યારબાદ તું એની પાછળ જવાની જીદે ચડ્યો હતો. અને ધનંજય સર તને જવા દેવા માંગતા ન હતા એટલે એમના કહેવા પર દર્શે તારા માથા પર પ્રહાર કરીને તને બેભાન કરી દીધો હતો. અને પછી મારા બે માણસો તને ખભે ટેકો આપીને સાથે... ઢસ... મતલબ તને ઉપાડીને ચાલી રહ્યા હતા. એકાદ કલાક ચાલીને અમને આ ગુફા મળી ગઇ હતી એટલે બધા અહી જ ઉભા રહી ગયા હતા. ગુફા મોટી છે એટલે બધા આરામથી તોફાન શાંત થાય ત્યાં સુધી અહીં જ રહી શકે એમ હતા. ત્યારબાદ અડધી રાત સુધી તોફાન ચાલ્યું હતું. અડધી રાતે તોફાન થમ્યું અને અત્યારે સવારે તને હોશ આવ્યો."

વિક્રમ સ્તબ્ધપણે સાંભળી રહ્યો. ગઇકાલે? ઓહ્ નો.. એણે રાજીવના કાંડાની ઘડિયાળ પર નજર કરી. સાડા નવ વાગવા આવ્યા હતા. મતલબની રેશ્મા ખોવાઇ ગઇ એને ઓગણીસ કલાક કરતા પણ વધુ સમય થઇ ચુક્યો છે..! કઇ હાલતમાં હશે રેશ્મા? એને તરતા તો આવડે છે એટલે એ પ્રશ્ન નથી કે એ ડૂબી ગઇ હશે. પણ જો એ ઘાયલ થઇ ગઇ હશે તો. એને રેશ્માની ખૂબ જ ચિંતા થઇ રહી હતી. એણે ઉભા થઇને ચાલવાનો પ્રયત્ન કર્યો. "રાજીવ, ઓગણીસ કલાક થઇ ગઇ છે રેશ્મા ખોવાઇ ગઇ એને. અને તે હજુ સુધી એને શોધવાનો પ્રયત્ન કેમ નથી કર્યો?"

"વિક્રમ સવાર પડતાં જ મે મારા માણસો એને શોધવા માટે મોકલ્યા હતા. પણ એ ક્યાંય ન મળી. તોફાનને લીધે આખું જંગલ વેરવિખેર થઇ ગયું છે. ક્યાંક ઝાડવા પડી ગયા છે તો ક્યાંક જમીન તળાવમાં ફેરવાઇ ગઇ છે. એટલે અમે તને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. "

"મારા હાથ ખોલ. મારે રેશ્માને શોધવા જવું છે." વિક્રમે મક્કમતાથી કહ્યું.

"સોરી વિક્રમ," ક્યારની શાંત બેઠેલી વનિતા બોલી, "ધનંજય સરે તારા હાથ ખોલવાની મનાઈ કરી છે."

"મને બાંધીને રાખવા વાળો એ કોણ વળી? હું કંઇ એનો બંદી નથી. ખોલ મારા હાથ નહીં તો સારું નહીં થાય." વિક્રમે ધમકીના સ્વરમાં કહ્યું.

"તો તું શું કરી લઇશ?"

વિક્રમે અવાજની દિશામાં જોયું. એની આંખોમાં ક્રોધની જ્વાળા ઉઠી. એ ધનંજય હતો. એ જ રેશ્માને શોધવામાં આડખીલી બનીને ઉભો હતો. એણે ધનંજય પાસે જઇને કહ્યું, "મને બંદી બનાવવાની હિંમત કેમ થઇ તારી? રેશ્માનો જીવ જોખમમાં હશે મારે એને બચાવવી છે. જવા દે મને."

વિક્રમ મિ.મહેરા પરથી સીધ્ધો ધનંજય પર આવી ગયો હતો એ જોઇને ધનંજયને વધારે ગુસ્સો આવ્યો. એનાથી નાના લોકો જ્યારે એને માનથી ન બોલાવે ત્યારે એનો અહંકાર ઘવાઇ જતો. પણ અત્યારે એ એના જીવનનો સૌથી મોટો પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો જેના માટે એને વિક્રમની જરૂર હતી. કારણ કે જો એને સંબલગઢ નહીં મળ્યું તો કમિટી એને જીવિત નહીં છોડે. એટલે ગુસ્સા પર કાબુ રાખી એણે વિક્રમને કહ્યું, "તને સારી રીતે યાદ છે ને કે તું અહીંયા મારા કામ માટે આવ્યો છે. અને એના પર જ ધ્યાન આપ. રેશ્મા તણાઇ ગઇ અને હવે કદાચ જીવિત પણ નહીં હોય. અને હું એક છોકરીને લીધે મારું મકસદ સાઇડમાં મૂકીને એને શોધવા નહીં જાવ." એણે વિક્રમના માથા પર ગન રાખીને કહ્યું, "અને તું પણ એ જ કરીશ જે હું કહીશ. નહીંતર અહીંયા જ તને ઉડાડી દઇશ."

"તું મને મારીશ?" વિક્રમે ધનંજય સામે ચેલેન્જ ફેંકતા કહ્યું, "તું મને નહીં મારી શકે. કારણ કે તને ખબર છે કે મને મારી નાખ્યો તો તું સંબલગઢનું રહસ્ય ક્યારેય નહીં જાણી શકે. અને જ્યાં સુધી હું રેશ્માને નહીં ખોજી લવ ત્યાં સુધી હું સંબલગઢ શોધવા તરફ એક કદમ આગળ નહી વધારું. સમજી ગયો?"

વાત ચોખ્ખી હતી. વિક્રમે બળવો કરી દીધો હતો. અને એને ડામવો તો પડશે જ. એણે વિક્રમના માથા પર ફરી એકવાર ગન તાકીને ગંભીર અવાજે કહ્યું, "એક વાત કાન ખોલીને સાંભળી લે. અહીંયા અત્યારે એ જ થશે જે મારી ઇચ્છા હશે. અને મારી ઇચ્છા એ છે કે તું અત્યારે રેશ્માને ભૂલીને સંબલગઢ ખોજવા પર ધ્યાન આપ."

"બિલ્કુલ નહી.." વિક્રમે ભારી અવાજે કહ્યું.

ધનંજયે દર્શને કંઇક ઇશારો કર્યો. દર્શ એની બાજુમાં જ ઉભો હતો. વિક્રમે પોતે કંઇ સમજે એ પહેલા જ ધનંજયનો ઇશારો મળતા એ વિક્રમ પાસે આવ્યો. અને પાસે આવીને એણે વિક્રમના જબડા પર એક જોરદાર મુક્કો માર્યો.

આ પ્રહારને લીધે વિક્રમની આંખે અંધારા આવી ગયા. જબરદસ્ત ફોર્સ સાથે દર્શે એને મુક્કો મારતા એનું બેલેન્સ ગયું અને ગોઠણભેર જમીન પર પડ્તાં જ એણે જમીન પર હાથ ખોડી ધીધા. એના મોઢામાંથી લોહી કને થુંકનું મિશ્રણ નીકળવા લાગ્યું. દર્દને મારે એના જબડા માંથી સણકા ઉપડવા લાગ્યા. એણે મહામહેનતે પોતાનો દર્દ કાબૂમાં કરીને ગુસ્સા સાથે ધનંજય સામે જોયું. ધનંજયની ચહેરા પર શૈતાની સ્મિત ફરકી રહ્યું હતું.

વનિતા અને રાજીવના બીજા માણસો સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ રેશ્મા માટે વિક્રમની ચિંતા અને વ્યાકુળતા જોઇને પ્રભાવિત થયા હતા. વિક્રમ માટે પોતાના લોકો પોતાના મિશન કરતા વધારે ઇમ્પોર્ટન્ટ હતા. રેશ્માને શોધવા માટે એ સંબલગઢની શોધ સાઇડમાં રાખવા અથવા તો પડતી મૂકવા પણ તૈયાર હતો. અને ધનંજય! એ તો તદ્દન વિપરીત માણસ હતો. રાજીવથી અનાયાસે જ બંનેની તુલના થઇ ગઇ. કોઇપણને એમ જ લાગે કે આ વિક્રમ રેશ્માને દિલોજાનથી ચાહે છે. પણ એ કોઇને ખબર ન હતી કે એ જ રેશ્મા અને વિક્રમ બંને વચ્ચે એક ખાઇ હતી. એ બંને અલગ થઇ ગયા હતા.

રાજીવ ધનંજયની આ હરકત પર નાખુશ હતો. ધનંજયનું આમ કરવું એને યોગ્ય ન લાગ્યું. ધનંજયે નમીને વિક્રમને કહ્યું, "હજુ વધારે સબક જોઇતો ન હોય તો ચૂપચાપ અમારી સાથે ચાલ.."

"ક્યારેય નહીં." વિક્રમના મક્કમ અવાજમાં પીડા હતી.

દર્શ એને બીજો મુક્કો મારવા જ જતો હતો ત્યાં જ રાજીવે એને રોક્યો. રાજીવના આમ કરવાને લીધે ધનંજયે એના તરફ ડોળા કાઢીને કહ્યું, "શું કરી રહ્યા છો કમાન્ડર?"

રાજીવે કહ્યું, "સર એકવાર મને વિક્રમ સાથે વાત કરીને એને સમજાવવા દો."

ધનંજયે આશ્ચર્ય સાથે રાજીવ સામે જોયું. પછી કંઇક વિચારતા એણે રાજીવને વાત કરવાની પરવાનગી આપી દીધી.

રાજીવે વિક્રમના હાથને સહારો આપીને એણે વિક્રમને ઉભો કર્યો. પછી વિક્રમને ખભે હાથ રાખીને એણે કહ્યું, "વિક્રમ મારી વાત ધ્યાનથી સાંભળ, અત્યારે ધનંજય સામે બળવો કરવાનો કોઇ અર્થ નથી. સમજદારી એ જ રહેશે કે તું અત્યારે આમની વાત માની લે."

"પણ રેશ્માને શોધવી વધારે જરૂરી છે." વિક્રમે કહ્યું.

"હાં એ પણ થઇ જશે. કારણ કે આપણે અત્યારે નદીના પ્રવાહ ની દિશામાં જ આગળ વધવાનું છે. બીજી તરફથી તો આપણે આવ્યા હતા. અને રેશ્મા પણ એ બાજુ જ હશે. આપણે સંબલગઢની શોધ પણ કરીશું અને સાથે સાથે રેશ્માનો પત્તો લગાવવાનો પ્રયત્ન પણ કરીશુ. બંને એકસાથે થઇ શકશે. પણ અત્યારે આમ જીદ્દ કરવાથી કંઇ પરિણામ નહી નીકળે. એટલે બેટર રહેશે જો તું આમની વાત માની લે."

વિક્રમ વિચારમાં પડ્યો. રાજીવની વાત સાવ ખોટી ન હતી. અત્યારે પાવરનું પલડું ધનંજયનું ભારે છે. દર્શ જેવો તાકાતવર માણસ અને આ રાજીવના માણસો પણ એની સાથે જ છે અને પોતે એકલો જ છે. બીજી તરફ જેમ રાજીવે કહ્યું એમ એ બધા રેશ્મા જે દિશામાં ખોવાઈ છે એ દિશામાં જ આગળ વધવાના છે. તો અત્યારે ધનંજયની વાત માની લેવામાં જ શાણપણ છે. મોકો મળ્યે પોતે ધનંજય અને એના માણસોને ચકમો આપીને નીકળી જશે રેશ્માને શોધવા. વિક્રમે મનોમન નિર્ણય કર્યો. એણે ધનંજયને કહ્યું, "ઓ.કે. ધનંજય હું તારી સાથે ચાલવા તૈયાર છું. પણ પહેલા મારા હાથ છોડ."

"ચાલવા માટે ખુલ્લા પગની જરૂર છે હાથની નહીં. અને તારા પગ ખુલ્લા જ છે." ધનંજયે કહ્યું. એણે વિક્રમના હાથમાં બાંધેલી રસ્સીનો એક છેડો રાજીવના હાથમાં પકડાવતા કહ્યું, "વેલ ડન કમાન્ડર, આના પર નજર તમે જ રાખજો. કોઇ પણ પ્રકારની ચાલાકી કરે તો એક સમજદારીનો ડોઝ આપી દેજો."

રાજીવે હકારમાં માથું ધુણાવ્યું. પછી એણે પોતાના માણસોને ચાલવાનો ઓર્ડર આપ્યો અને આખો કાફલો ફરી નીકળી પડ્યો. વિક્રમના હાથની રસ્સી રાજીવના હાથમાં હતી એટલે એ બંને સાથે ચાલી રહ્યા હતા. રાજીવે આ મોકાનો લાભ લેવાનું નક્કી કર્યું.

(ક્રમશઃ)

* * * * * *