સુખનો પાસવર્ડ

(1.6k)
  • 235.6k
  • 363
  • 87.3k

સુખનો પાસવર્ડ આશુ પટેલ નિ:સ્વાર્થભાવે લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય એક છોકરો તેની કોલેજની ફી માટે સહાય માગવા ભૂલથી મહાન ગાયક હેમુ ગઢવી પાસે પહોંચી ગયો ત્યારે... ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવીએ બહુ નાની ઉંમરમાં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. માત્ર ૩૫ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકપ્રિયતા મેળવી હતી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય ખ્યાતિ મેળવી હતી. હેમુભાઈ જેટલા ઊંચા ગજાના ગાયક હતા એટલા જ ઉમદા માણસ પણ

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Saturday

1

સુખનો પાસવર્ડ - 1

સુખનો પાસવર્ડ આશુ પટેલ નિ:સ્વાર્થભાવે લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય એક છોકરો તેની કોલેજની ફી માટે સહાય માગવા મહાન ગાયક હેમુ ગઢવી પાસે પહોંચી ગયો ત્યારે... ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવીએ બહુ નાની ઉંમરમાં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. માત્ર ૩૫ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકપ્રિયતા મેળવી હતી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય ખ્યાતિ મેળવી હતી. હેમુભાઈ જેટલા ઊંચા ગજાના ગાયક હતા એટલા જ ઉમદા માણસ પણ ...વધુ વાંચો

2

સુખનો પાસવર્ડ - 2

સુખનો પાસવર્ડ આશુ પટેલ 1790 આજુબાજુના સમયનો એક કિસ્સો વાચકો સાથે શૅર કરવો છે. લંડનનો એક યુવાન ઉદાસ રહેતો અને તેને કશું જ ગમતું નહોતું એટલે તેના એક મિત્રએ તેને એક જાણીતા ડોક્ટર પાસે જવાની સલાહ આપી. તેણે કહ્યું કે ‘એ મનોચિકિત્સક બધા લોકોને સાજા કરી દે છે. તેને મળીશ તો એ તારામાં તરવરાટ લાવી દેશે, તારામાં નવા ઉત્સાહનો સંચાર થશે.’ મિત્ર સલાહ માનીને તે યુવાન મિત્રએ સૂચવેલા મનોચિકિત્સક પાસે ગયો. તેણે ડોક્ટરને કહ્યું કે ‘મને કશું ગમતું નથી ક્યાંય ચેન નથી પડતું, ઊંઘ નથી આવતી અને સતત બેચેનીનો અનુભવ થાય છે.’ તે ડૉક્ટરે તેની તકલીફ ધ્યાનથી સાંભળી અને ...વધુ વાંચો

3

સુખનો પાસવર્ડ - 3

જ્યાં લેવાને બદલે આપવાની ભાવના હોય ત્યાં બંને વ્યક્તિઓ ખુશ થઈ શકતી હોય છે. એક બાર ટેન્ડર યુવતી અને ગ્રાહકનો અનોખો કિસ્સો સુખનો પાસવર્ડઆશુ પટેલ સગા ભાઈઓ સંપત્તિ કે પૈસા માટે એકબીજાને કોર્ટમાં ઘસડી જતા હોય કે એકબીજાનું ખૂન કરવા માટે તૈયાર થઈ જતા હોય એવા સમાચારો અખબારોમાં પ્રકાશિત થતા રહેતા હોય છે એવા સમયમાં એક મધ્યમવર્ગીય અમેરિકન વેઈટ્રેસનો કિસ્સો જાણવા જેવો છે. અમેરિકાના સ્પ્રિંગફિલ્ડ શહેરમાં કોન્વે’સ રેસ્ટોરાં એન્ડ લાઉન્જમાં બાર ટેન્ડર (શરાબના પેગ બનાવનારી વ્યક્તિ) તરીકે નોકરી કરતી ૨૫ વર્ષીય યુવતી ઓરોરા કેફર્ટને એક નિયમિત ગ્રાહકે લોટરીની બે ટિકિટ ટિપ તરીકે આપી. એ ગ્રાહક ઓરોરાને એ રીતે ઘણી ...વધુ વાંચો

4

સુખનો પાસવર્ડ - 4

આંધ્ર પ્રદેશનો એક ગરીબ કાર વોશર કરોડપતિ એન્ત્રપ્રેન્યર બન્યો!મહત્ત્વાકાંક્ષા અને મહેનત થકી માણસ અણધારી સફળતા મેળવી શકે આશુ પટેલસુખનો આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના સંકારાયાલાપેટા ગામનું એક અત્યંત ગરીબ કુટુંબ એની માલિકીના કેટલાંક ઢોરનું દૂધ વેચીને ગુજરાન ચલાવતું હતું. એ કુટુંબમાં જન્મેલા બટ્ટાલા મુનુસ્વામી બાલકૃષ્ણને માતાપિતાએ ભણાવ્યો. મોટા થઈને બાલકૃષ્ણએ તેના ગામની નજીકના શહેર પેલામનેરુની ગવર્નમેન્ટ કૉલેજમાંથી ઓટોમોબાઈલ એન્જિનિયરીંગનો વોકેશનલ કોર્સ કર્યો. એ પછી 1999માં બાલકૃષ્ણએ બેંગલોર જઈને નોકરી શોધવા માંડી. જો કે ઘણી રઝળપાટ પછી પણ બાલકૃષ્ણને નોકરી ન મળી. છેવટે તેણે બેંગલોરમાં મારુતિના ઓથોરાઈઝ્ડ શોરૂમ મારગાદાર્સી મોટર્સમાં કાર વોશર તરીકે નોકરી લઈ લીધી. કાર ધોવા માટે તેને બહુ ...વધુ વાંચો

5

સુખનો પાસવર્ડ - 5

કાંઠે બેસીને છબછબિયાં કરવા કે પછી મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરવું? ચોઈસ ઈઝ અવર્સ! સુખનો પાસવર્ડ આશુ પટેલ મોટા ભાગના જીવનસાગરમાં કાંઠે બેસીને છબછબિયાં કરતા હોય છે, પણ કેટલાક વીરલાઓ મધદરિયે ઝંપલાવવાનું સાહસ કરતા હોય છે. કાંઠે બેસીને જીવનનો તમાશો જોનારાઓ સલામતીભરી વીતાવી શકતા હોય છે, પણ એવા, અને એકધારી ઘરેડવાળી જિંદગી જીવી જનારા, લોકોના નામ તેમના મ્રુત્યુ સાથે તેમના કુટુંબ સિવાય બધા લોકો ભૂલી જતા હોય છે. અને મધદરિયે ઝંપલાવીને કાળમીંઢ મોજાંઓ સાથે બાથ ભીડનારાઓનાં નામ ઈતિહાસનાં પાને લખાઈ જતાં હોય છે. જીવનસાગરમાં કાંઠે બેસીને ખેલ જોવો છે કે પછી તોફાની દરિયામાં ઝંપલાવવું છે એ માણસે જાતે નક્કી કરવાનું ...વધુ વાંચો

6

સુખનો પાસવર્ડ - 7

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે... શાસકના મનમાં પ્રજાનું હિત હોવું સુખનો પાસવર્ડઆશુ પટેલ ગોંડલના મહારાજા ભગવતસિંહજી પ્રજાપ્રેમી શાસક હતા. પોતાના રાજ્યમાં બધું બરાબર અને નિયમ પ્રમાણે ચાલે એ માટે તેઓ જાતે તપાસ કરવા નીકળી પડતા અને ક્યારેક બીજા કોઈ કામથી પણ બહાર નીકળવાનું થાય ત્યારે પણ તેમની નજર બધી બાજુ ફરતી રહેતી. એક વાર તેઓ આ રીતે ગોંડલના એક રસ્તા પર નીકળ્યા. એ રસ્તા પરથી પસાર થતી વખતે તેમની નજર એક વાસણના વેપારીની દુકાન પર પડી એટલે તેમણે તરત જ પોતાની બગી ઊભી રખાવી. એ કંસારાએ (વાસણના વેપારીએ) પોતાની દુકાન ...વધુ વાંચો

7

સુખનો પાસવર્ડ - 6

સુખનો પાસવર્ડ આશુ પટેલ કોઈ એક શ્રીમંત માણસનો એક સારો વિચાર ઘણા ગરીબોનું જીવન બદલી શકે એક વેપારીએ દીકરીના પાછળ પૈસા વેડફવાને બદલે એનો અનોખો ઉપયોગ કર્યો! 2016માં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના લાસરના વતની અજય મુનોતે તેમની દીકરીનાં લગ્ન એ રીતે કર્યા કે લાસર અને આસપાસના વિસ્તારના લોકોને એ લગ્ન યાદ રહી ગયાં. ના, અજય મુનોતે તેમની દીકરી શ્રેયાનાં લગ્ન ધામધૂમથી નહોતા કર્યા. ન તો તેમણે દીકરીને કરોડો રૂપિયાની ભેટસોગાદો આપી હતી. એને બદલે તેમણે કાંઈક જુદું જ કર્યું હતું. અજય મુનોતે દીકરીનાં લગ્ન અગાઉ બાર ફૂટ બાય વીસ ફૂટના એક રૂમ, રસોડાવાળા નેવું મકાન બનાવ્યાં. સવા લાખ રૂપિયાની કિંમતનું ...વધુ વાંચો

8

સુખનો પાસવર્ડ - 8

વ્યક્તિનું કામ પ્રત્યેનું સમર્પણ તેને મહાન બનાવે છે કે. આસિફની ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું નિર્માણ ધાર્યા કરતાં બહુ ખર્ચાળ બની ગયું ખૂબ લંબાઈ ગયું ત્યારે... સુખનો પાસવર્ડઆશુ પટેલ પ્રખ્યાત ગાયક-સંગીતકાર મિત્ર ઉદય મઝુમદારે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મ વિશે બીબીસીએ બનાવેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ મોકલાવી. એ ઘણા દિવસ સુધી જોઈ ન શકાઈ, પણ એ જોઈ ત્યારે ઘણી રોમાંચક વાતો જાણવા મળી. ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મના સર્જક કે. આસિફ વિશે માન હતું, પણ એ ડોક્યુમેન્ટરી જોયા પછી તેમના માટે અહોભાવની લાગણી થઈ. એ ડોક્યુમેન્ટરીમાં બહુ જ રસપ્રદ વાતો જાણવા મળી. એમાંની કેટલીક પ્રેરક વાતો વાચકો સાથે શેર કરવાનું મન થયું. કે. આસિફે છ દાયકા અગાઉ દોઢ કરોડ ...વધુ વાંચો

9

સુખનો પાસવર્ડ - 9

હું એકલો શું કરી શકું? આવો સવાલ મનમાં ઊઠે ત્યારે લખનઉના શિક્ષક મનોજ સિંહને યાદ કરી લેજો! સુખનો પાસવર્ડઆશુ ત્રણ દાયકા અગાઉની વાત છે. 1991ના શિયાળાની એક રાતે લ્ખનઉનો પ્રમોદ તિવારી નામનો યુવાન મોડી રાત સુધી તેના ઘરે ન પહોંચ્યો એટલે તેના ઘરના બધા ચિંતાતુર બની ગયા. તેમણે પ્રમોદના સૌથી નજીકના મિત્ર મનોજ સિંહને કોલ કર્યો અને પૂછ્યું કે પ્રમોદ તારે ત્યાં આવ્યો છે? મનોજે કહ્યું, ના, મારે ત્યાં નથી આવ્યો. મનોજ પણ ચિંતામાં મુકાઈ ગયો. પ્રમોદ જે રસ્તે ઘરે આવતો હતો એ રસ્તે એને શોધતો-શોધતો તે જઈ રહ્યો હતો. એ રસ્તે તેને પ્રમોદ મળ્યો તો ખરો, પણ તેણે ...વધુ વાંચો

10

સુખનો પાસવર્ડ - 10

અકળાવનારી સ્થિતિ કદાચ આપણા સારા માટે પણ સર્જાઈ હોઈ શકે! ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિસ માવ્રોપોલસ બે મિનિટ ફ્લાઈટ ચૂકી ગયા એ પછી... સુખનો પાસવર્ડ આશુ પટેલ 10 માર્ચ, 2019ના દિવસે ઈન્ટરનેશનલ સોલિડ વેસ્ટ એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિસ માવ્રોપોલસ યુનો દ્વારા આયોજિત એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા એડિસ અબાબાથી નૈરોબી જવાના હતા. તેઓ ઍરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા અને તેમણે બોર્ડિંગ પાસ લઈ લીધો હતો. એ પછી તેઓ ઈમિગ્રેશન અને સિક્યુરિટી ચેકિંગ સહિતની બધી વિધિમાંથી પણ પસાર થઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ ડિપાર્ચર ગેટ સુધી પહોંચવામાં સહેજ જ મોડા પડ્યા એટલે તેમને ફ્લાઈટમાં પ્રવેશવા ન દેવાયા! તેમને કહેવાયું કે ...વધુ વાંચો

11

સુખનો પાસવર્ડ - 11

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સામાન્ય માણસે એક વિખ્યાત ગાયક કુંદનલાલ સાયગલને એક વિનંતી કરી ત્યારે... કોઈ અપેક્ષા વિના લોકોને કરનારી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય સુખનો પાસવર્ડ આશુ પટેલ થોડા દિવસ અગાઉ ગઈ સદીના ખૂબ લોકપ્રિય ગુજરાતી ગાયક હેમુ ગઢવીના જીવનનો એક કિસ્સો લખ્યો હતો જેમાં એ વાત કરી હતી કે એક ગરીબ વૃદ્ધાનો દીકરો અકાળે મ્રુત્યુ પામ્યો એ પછી તે વ્રુદ્ધાની અરજને કારણે હેમુ ગઢવીએ તે વ્રુદ્ધાના બારમાના દિવસે તેના ઘરે જઈને આખી રાત ડાયરો કર્યો હતો. એ કિસ્સો વાંચીને વડીલ પત્રકારમિત્ર શિરિષ મહેતાએ જૂની હિન્દી ફિલ્મોના વિખ્યાત ગાયક-અભિનેતા કુંદનલાલ સાયગલના જીવનનો એક કિસ્સો યાદ કરાવ્યો. કુંદનલાલ સાયગલ તેમના ...વધુ વાંચો

12

સુખનો પાસવર્ડ - 12

એક અમેરિકન યુવાન બ્રેકઅપને કારણે હતાશામાં સરી પડ્યો ત્યારે... હતાશા આવે ત્યારે વાંચન કે સારા મિત્રનો સહારો લેવો જોઇએ પાસવર્ડ આશુ પટેલ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેમ્સ મેડિસનના જીવનનો આ કિસ્સો છે. મેડિસન એકત્રીસ વર્ષના હતા એ વખતે તેઓ સોળ વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા. મેડિસન મધ્યમ વર્ગના હતા અને છોકરી શ્રીમંત કુટુંબની હતી. છોકરીના પિતા તેને લઇને બીજા શહેરમાં ચાલ્યા ગયાં. તે છોકરીએ મેડિસનને પત્ર લખીને કહ્યું, ‘આજ પછી મારો સંપર્ક કરવાની કોશિશ ન કરતા.’ મેડિસનને આઘાત લાગી ગયો. પ્રેમની નિષ્ફળતાને કારણે તેઓ હતાશામાં સરી પડ્યા. હતાશાના એ તબક્કા દરમિયાન તેઓ હિંસક બનીને ભાંગફોડ કરવા લાગ્યા. મેડિસનના જીવનના એ નાજુક ...વધુ વાંચો

13

સુખનો પાસવર્ડ - 13

પંખ હૈ કોમલ; આંખ હૈ ધુંધલી, જાના હૈ સાગર પાર... જન્મથી જ જેની આંખોમાં રોશની નહોતી એવી છોકરી મોટી દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ ઑફિસર બની! બેનો ઝેફાઈન કહે છે કે ‘હું કોઈને રોલ મોડેલ માનતી નથી. હું માત્ર મારા પર જ વિશ્વાસ રાખું છું!’ સુખનો પાસવર્ડ આશુ પટેલ 30 વર્ષ અગાઉ ચેન્નાઈના રેલવે કર્મચારી લ્યુક એન્થની ચાર્લ્સની પત્ની મેરી પદ્મજાએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મ સાથે તે દંપતીએ આઘાત અનુભવવો પડ્યો. ના, દીકરી જન્મી એના કારણે તેમને આઘાત નહોતો લાગ્યો. તેઓ પુત્રીને પુત્ર કરતા ઊતરતી કક્ષાની ગણનારા હલકટ માતાપિતાઓ જેવા નહોતા, પણ ડૉક્ટરે તેમને કહ્યું હતું કે તમારી ...વધુ વાંચો

14

સુખનો પાસવર્ડ - 14

કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની! મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય સુખનો પાસવર્ડ આશુ પટેલ પંજાબના જલંધર શહેરમાં એક તેજસ્વી યુવતી શ્રુતિ કુમારે જજ બનવાનું સપનું જોયું હતું. તે કોલેજમાં ભણતી હતી એ વખતથી જ તેણે જજ બનવાનું નક્કી કર્યું હતું. જજ બનવા માટે શું કરવું જોઈએ એ વિશે તેણે માહિતી મેળવી લીધી હતી. તેણે પંજાબ યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કર્યો. તેને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી લીધા પછી તરત જ પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. શ્રુતિને ઘણા મિત્રો અને પરિચિતોએ કહ્યું હતું કે સિવિલ સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી ...વધુ વાંચો

15

સુખનો પાસવર્ડ - 15

માણસે ખેલદિલી સાથે જીવવું જોઈએ સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે... સુખનો પાસવર્ડ આશુ વાત 8 ઓગસ્ટ, 2015ની છે. સ્પેનના કેન્ટેબેરિઆમાં સાન્ટા બાર્બરા સાયક્લો ક્રોસ રેસનું આયોજન થયું હતંં જેમાં ઘણા બધા પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં ઈસ્માઈલ એસ્ટેબૅન ત્રીજા નંબર પર સાઈકલ ચલાવી રહ્યા હતા. તેઓ ફિનિશ લાઈનથી માત્ર ૩૦૦ મીટર દૂર હતા ત્યારે તેમની સાયકલમાં પંક્ચર થઈ ગયું. આવી સ્થિતિમાં બીજા કોઈ માણસે હાર માની લીધી હોત, પણ એસ્ટેબૅને હાર માનવાને બદલે સાઈકલ પરથી નીચે ઉતરીને સાઇકલ પોતાના ખભા પર ઊંચકી લીધી અને તેઓ ફિનિશ લાઇન તરફ દોડવા લાગ્યા! એ વખતે ...વધુ વાંચો

16

સુખનો પાસવર્ડ - 16

મદદ કરવા માટે માત્ર દાનતની જ જરૂર હોય છે સુખનો પાસવર્ડ આશુ પટેલ વર્ષો અગાઉ એક વાત વાંચી હતી. નાનકડી છોકરી તેનાથી પણ નાના એક છોકરાને ઊંચકીને જઈ રહી હતી. એટલી નાનકડી છોકરીને એક બાળકને ઊંચકીને ચાલી રહેલી જોઈને કોઈને કુતૂહલ થયું. તેણે તે છોકરીને પૂછ્યું: ‘તને ભાર નથી લાગી રહ્યો?’ ‘આ ભાર નથી મારો નાનો ભાઈ છે!’ છોકરીએ ફટ દઈને જવાબ આપ્યો! એ છોકરીને ટક્કર મારે એવી ઘટના સપ્ટેમ્બર, 2015માં ઝારખંડમા બની હતી. એક છોકરીએ તેના ભાઈને બચાવવા માટે અણધાર્યુ પગલું ભર્યું હતું. માલતી તુડુ નામની તે છોકરીના બહાદુરીભર્યા પગલાંથી તેના છ વર્ષના ભાઈ માઇકલનો જીવ બચી ગયો.. ...વધુ વાંચો

17

સુખનો પાસવર્ડ - 17

અડધે રસ્તે પહોંચી ગયા પછી ખબર પડે કે ખોટી દિશામાં આવી ગયા ત્યારે શું કરવું જોઈએ? મહાન અણુવિજ્ઞાની ડૉક્ટર ભાભાના જીવનનો પ્રેરણાદાયી કિસ્સો સુખનો પાસવર્ડ આશુ પટેલ મહાન અણુવિજ્ઞાની ડૉક્ટર હોમી ભાભાના પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા. પિતાએ તેમને ઈંગ્લેન્ડની એક વિખ્યાત એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરવા મોકલ્યા. એ વખતે ડૉક્ટર હોમી ભાભાને પોતાને પણ ખબર નહોતી કે પોતાને સૌથી વધુ રસ કયા ક્ષેત્રમાં છે, પણ પિતાએ તેમને ઇંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા એટલે તેઓ દિલ લગાવીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. ડૉક્ટર ભાભા ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરતા હતા એ સમયમાં ભૌતિકશાસ્ત્ર વિશેનું એક પ્રવચન સાંભળવા ગયા. એ પ્રવચન સાંભળીને તેમને ...વધુ વાંચો

18

સુખનો પાસવર્ડ - 18

પિતા, મિત્રો, સગાં-વહાલાંઓ અને પત્રકારો જેમની હાંસી ઉડાવતા હતા એવા બે ભાઈઓ પોતાનું નામ અમર કરી ગયા! કંઈક નવું મથનારાઓએ ‘પાગલ’ના ‘પ્રમાણપત્ર’થી ન ડરવું જોઈએ સુખનો પાસવર્ડ આશુ પટેલ અગિયાર દાયકાઓ અગાઉ અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં રહેતા બે ભાઈ ઓરવિલ ...વધુ વાંચો

19

સુખનો પાસવર્ડ - 19

દિલ્હીની યુવતી માત્ર અખબારોનાં વાંચન થકી યુપીએસસીની પરીક્ષામાં પહેલા પ્રયાસમાં સફળતા મેળવીને બાવીસ વર્ષની ઉંમરે આઈએએસ બની! ગાડરિયા પ્રવાહમાં બદલે મૌલિક રીતે વિચારવું જોઈએ સુખનો પાસવર્ડ આશુ પટેલ દિલ્હીના એક મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલી દેવશ્વેતા બનિકે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો એ વખતથી તે પોતાના સહાધ્યાયીઓ કરતાં કંઈક જુદું વિચારતી હતી. તેને બીબાંઢાળ જિંદગી જીવવી નહોતી. કૉલેજમાં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતી વખતે જ દેવશ્વેતાએ નક્કી કર્યું કે પોતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે. યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ આઈએફએસ, આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસ યા બીજી સર્વિસિસના અધિકારી બની શકે છે, પણ યુપીએસસીની પરીક્ષામાં પાસ થવું એ લોઢાના ચણા ...વધુ વાંચો

20

સુખનો પાસવર્ડ - 20

જેનો યુવાન પુત્ર અકાળે મ્રુત્યુ પામ્યો હતો એવી વ્રુદ્ધાએ લોકપ્રિય ગાયક હેમુ ગઢવી પાસે જઈને એક અરજ કરી ત્યારે... માટે કંઈક કરી છૂટનારા માણસોનું જીવન સાર્થક ગણાય સુખનો પાસવર્ડ આશુ પટેલ વીતેલી સદીના ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ગાયક હેમુ ગઢવીના જીવનનો એક હૃદયસ્પર્શી કિસ્સો ગઈ કાલે મિત્રો સાથે શૅર કર્યો હતો. હેમુભાઈના પુત્ર અને જાણીતા લોકસાહિત્યકાર બિહારી હેમુ ગઢવી પાસેથી હેમુભાઈ વિશે ઘણા કિસ્સાઓ જાણવા મળ્યા છે. એમાંનો વધુ એક કિસ્સો શૅર કરવો છે. હેમુભાઈ આકાશવાણીના રાજકોટ રેડિયો સ્ટેશનમાં ફરજ બજવતા હતા એ વખતે એક વ્રુદ્ધા તેમને મળવા ગઈ. તેણે હેમુભાઈને કહ્યું કે ‘મારો જુવાનજોધ દીકરો અકાળે મૃત્યુ પામ્યા ...વધુ વાંચો

21

સુખનો પાસવર્ડ - 21

ચીનના એક નાનકડા ગામના લોકોએ પોતાની મુશ્કેલી જાતે દૂર કરી અને સાથે પોતાની જાણ બહાર વિક્રમ પણ સર્જી દીધો! મનોબળ, મહેનત અને ધીરજથી માણસ ધારે તો અશક્ય લાગતું કામ પણ કરી શકે સુખનો પાસવર્ડ આશુ પટેલ સાડા ચાર દાયકાથી વધુ સમય અગાઉની વાત છે. ચાઈનાના હેનાન પ્રાંતના હુઈકિસયાન શહેરથી થોડે દૂર ગ્યુઓ લિઆન કુન નામનું નાનકડું ગામ છે. એ ગામની નજીક તૈહાંગ પહાડ છે. ગ્યુઓ લિયાન કુન ગામના લોકોને આજુબાજુનાં ગામોમાં જવું હોય તો તૈહાંગ પહાડની ઊંચાઈએ પગદંડીઓ પર પગપાળા પ્રવાસ કરવો પડતો હતો. એ પગદંડીઓ અત્યંત જોખમી હતી. ગામના લોકોએ હુઈકિસયાન કે ઝિનઝિયાંગ જવું હોય તો પણ એ ...વધુ વાંચો

22

સુખનો પાસવર્ડ - 22

પારકાઓની પીડા જેને સ્પર્શી જાય એવી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય ગુજરાતના દંતકથા સમા સદ્ગત ગાયક હેમુ ગઢવીના જીવનનો એક કિસ્સો સુખનો પાસવર્ડ આશુ પટેલ ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવી નાની ઉંમરમાં આ દુનિયા છોડી ગયા. માત્ર ૩૫ વર્ષની ઉંમરે મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકચાહના મેળવી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય લોકપ્રિયતા મેળવી હતી. હેમુ ગઢવી જેટલા ઊંચા ગજાના ગાયક તો હતા જ, પણ સાથે એક ઉમદા માણસ પણ હતા. હેમુભાઇના દીકરા ...વધુ વાંચો

23

સુખનો પાસવર્ડ - 23

એક યુવતીને કદરૂપી ગણાવીને હિરોઈન બનવાની તક ન અપાઈ ત્યારે... પોતાની જાતમાં શ્રદ્ધા હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ નડતા સુખનો પાસવર્ડ આશુ પટેલ હોલીવૂડના ફિલ્મ નિર્માતા ડિનો દ લૉરેન્ટિસે ૧૯૭૬માં ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ પ્રદર્શિત કરી હતી એ ફિલ્મ વિશે એક રસપ્રદ વાત જાણવા જેવી છે. લૉરેન્ટિસે ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પછી એ ફિલ્મનાં પાત્રો માટે કલાકારોના ઑડિશન લેવાનું શરૂ કર્યું. એ દિવસોમાં લૉરેન્ટિસના પુત્રએ એક નાટક જોયું હતું. એ નાટકમાં એક અભિનેત્રીનો અભિનય જોઈને તે પ્રભાવિત થઈ ગયો હતો. તેણે પિતાને સૂચન કર્યું કે તે અભિનેત્રીને આપણી નવી ફિલ્મની હિરોઈન બનાવવી જોઈએ. ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસે પુત્રના ...વધુ વાંચો

24

સુખનો પાસવર્ડ - 24

...જીના ઈસી કા નામ હૈ! એક યુવાન અમેરિકન વેઈટ્રેસે પારકા માણસને કિડની આપીને એનું જીવન બચાવી લીધું! સુખનો પાસવર્ડ પટેલ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના રોસવેલ શહેરનો એક હ્રદયસ્પર્શી કિસ્સો જાણવા જેવો છે. એ શહેરના ‘હૂટર્સ’ નામે રેસ્ટોરાં છે એમાં મારિયાના વિલારિયલ નામની યુવતી વેઈટ્રેસ તરીકે ફરજ બજાવે છે. મારિયાના ‘હૂટર્સ’ રેસ્ટોરાંમાં નિયમિત આવતા બધા ગ્રાહકોને ચહેરાથી ઓળખે અને એમાંના ઘણાને તો નામથી પણ ઓળખે. એવો જ એક ગ્રાહક ડોન થોમસ એક દાયકાથી નિયમિત રીતે ‘હૂટર્સ’માં આવતો હતો. ૨૦૧૫ના વર્ષના મધ્ય ભાગમાં ડોન થોમસ એ રેસ્ટોરાંમાં દેખાતો બંધ થઈ ગયો. ઘણા દિવસો પછી ડોન ફરી રેસ્ટોરાંમાં દેખાયો ત્યારે મારિયાનાએ તેને પૂછ્યું, ...વધુ વાંચો

25

સુખનો પાસવર્ડ - 25

મુસીબતો સામે લડવાની તૈયારી હોય તો વ્યક્તિ અશક્ય લાગતી વસ્તુને પણ શક્ય બનાવી શકે છે મુંબઈની કૃતિકા પુરોહિતે માત્ર વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી એ પછી હતાશ થઈને બેસી રહેવાને બદલે કશુંક કરી બતાવવાનો નિશ્ચય કર્યો અને અનેક અવરોધોનો સામનો કરીને તેણે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી બતાવી સુખનો પાસવર્ડ આશુ પટેલ મુંબઈના નાલાસોપારા ઉપનગરની રહેવાસી કૃતિકા પુરોહિત આઠ વર્ષની હતી ત્યારે તેની આંખની નસમાં ઈજા થતાં તેની બંને આંખોમાંથી રોશની જતી રહી. તેને સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ ગયું. એ વખતે કૃતિકા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેણે નાની ઉંમરમાં દૃષ્ટિ ગુમાવી દીધી એ પછી તેના કુટુંબીજનો ચિંતા કરતા ...વધુ વાંચો

26

સુખનો પાસવર્ડ - 26

જીવનમાં ચેકમેટ જેવી સ્થિતિ આવી પડે ત્યારે... મહાન સંગીતકાર બીથોવને માત્ર છવીસ વર્ષની ઉંમરે તેમણે મોટો આઘાત સહન કરવો ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ 17 ડિસેમ્બર 1770 ના દિવસે જર્મનીના બર્લિન શહેરમાં જન્મેલા લુડવિગ વાન બીથોવનને બાળપણથી જ સંગીત પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. તેમણે નાની ઉંમરે પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું હતું. બાળપણમાં જ તેમની સંગીત પ્રત્યેની લગન અને પ્રતિભા જોઈને બીથોવનના પિતા જોહાન બીથોવને પુત્રને સંગીતની ઊંડી તાલીમ આપવાનું શરૂ કર્યું. બીથોવનની ઉંમરના બાળકો રમવામાં અને મસ્તી-મજાકમાં સમય વિતાવતા હોય એ વખતે બીથોવનના પિતા પુત્રનો વધુમાં વધુ સમય સંગીત શીખવામા પાછળ વીતે એની કાળજી લેતા. વીસ વર્ષની ઉંમર ...વધુ વાંચો

27

સુખનો પાસવર્ડ - 27

આજે ફાધર્સ ડૅના દિવસે આખો દિવસ જાતજાતની સલાહ આપતા મેસેજીસ ફોરવર્ડ થશે, પણ મારે ફ્રેન્ડ્સ સાથે એક અલગ જ શૅર કરવી છે. એક પિતા-પુત્ર વચ્ચે થયેલો આ સંવાદ હૃદય સોંસરવો ઊતરી જાય એવો છે અને સરળ શબ્દોમાં બહુ સહજતાથી જીવનની ફિલોસોફી સમજાવી દે છે. જિંદગી સરસ છે, પણ સરળ નથી! સુખનો પાસવર્ડ આશુ પટેલ હેરી પોટરનું પાત્ર સર્જનારાં લેખિકા જે. કે. રોલિંગને ઘણા ગુજરાતી વાચકો જાણતા હશે, પણ જે. કે. રોલિંગ્ઝ જેટલી સફળતા નહીં મેળવી શકનારાં લેખિકા એમ. કે. રોલિંગ્ઝ એટલે કે માર્જરી કીનન રોલિંગ્ઝે એક હૃદયસ્પર્શી નવલકથા લખી હતી. મોટા ભાગના ગુજરાતી વાચકો માટે તેમનું નામ અજાણ્યું છે, ...વધુ વાંચો

28

સુખનો પાસવર્ડ - 28

સહાધ્યાયીઓની ટીખળનું નિશાન બનનારા વિદ્યાર્થીએ પોતાનું નામ અમર કરી દીધું! લોકો હાંસી ઉડાવે તો પણ પોતાની માન્યતા ન છોડવી સુખનો પાસવર્ડ આશુ પટેલ એક નાના છોકરાને વિજ્ઞાન પ્રત્યે બહુ લગાવ હતો. નાની ઉંમરથી જ તેણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું હતું. તે વિદ્યાર્થીની સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ તેની ટીખળ કરતા અને ઘણી વાર હાંસી પણ ઉડાવતા. જોકે તે છોકરો બધાને ગણકાર્યા વિના પોતાને ગમતા વિષયનાં પુસ્તકો વાંચતો રહેતો. એક વાર તેના શિક્ષકે પણ તેને પૂછી લીધું કે તું માત્ર વૈજ્ઞાનિકો વિશેનાં અને વિજ્ઞાનના જ પુસ્તકો કેમ વાંચ્યા રાખે છે? બીજા વિષયનાં પુસ્તકો પણ વાંચવા જોઈએ ...વધુ વાંચો

29

સુખનો પાસવર્ડ - 29

માણસ હાર ન માની લે ત્યાં સુધી જીતની શક્યતા સમાપ્ત થતી નથી સુખનો પાસવર્ડ આશુ પટેલ જય છનિયારા જેવી બીજો કોઈ છોકરો હોત તેને જીવનના કેટલાય તબક્કે ટૂંક આવવાનો વિચાર આવ્યો હોત અથવા તો તેણે જીવન ટૂંકાવી પણ લીધું હોત, પરંતુ જયએ ઝઝૂમવાનું પસંદ કર્યું અને સફળતા મેળવી 22 ઓક્ટોબર 1993ના દિવસે રાજકોટના દીપકભાઈ છનિયારાના પત્ની હીના છનિયારાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે યુગલ જોડિયા બાળકોના જન્મની ખુશી મનાવે એ પહેલા જ એમાંનુ એક બાળક મૃત્યુ પામ્યું. બીજું બાળક પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હતું. એ બાળકના શરીરનો એંસી ટકાથી વધુ હિસ્સો સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત હતો. એટલે તે તે ...વધુ વાંચો

30

સુખનો પાસવર્ડ - 30

બીજાઓ માટે કશુંક કરીને પણ સુખ મેળવી શકાય દિલ્હીના બે બાળકો ભૂખને કારણે મૃત્યુ પામ્યા એ સમાચાર એક યુવાને એ પછી.. સુખનો પાસવર્ડ આશુ પટેલ 20 સપ્ટેમ્બર, 2018ના દિવસે ફરીદાબાદના રહેવાસી દવિન્દર સિંઘને અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને તેઓ છ લાખ, ચાલીસ હજાર રૂપિયા જીતીને ગયા હતા. જો કે અહીં તેમની વાત ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પર્ધક તરીકે નથી કરવી, પણ તેમની અનોખી પ્રવૃત્તિ માટે કરવી છે. કમ્પ્યુટર એન્જિનિયર દવિન્દર સિંઘ છ લાખ, ચાલીસ હજાર રૂપિયા જીતી ગયા પછી અમિતાભ બચ્ચને તેમને પૂછ્યું કે આ પૈસાનું શું કરશો. એ વખતે દવિન્દર ...વધુ વાંચો

31

સુખનો પાસવર્ડ - 31

માણસ મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારી જાય તો તેને સફળતા મળે જ છે ગરીબ ખેડૂતના દીકરાએ અકલ્પ્ય સફળતા મેળવી પાસવર્ડ આશુ પટેલ આન્ધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના કોવુરના એક ખેડૂત કુટુંબમાં દસ વર્ષના અંતરે બે પુત્રોનો જન્મ થયો. માતાપિતાએ એક પુત્રનું નામ શિવશક્તિ પાડ્યું અને બીજાનું નામ વિજ્યેન્દ્ર પ્રસાદ પાડ્યું. કોવુરનું એ ખેડૂત કુટુંબ મહેનત કરીને ગુજરાન ચલાવતું હતું, પણ સરકારે રેલમાર્ગના વિસ્તરણ માટે જાહેરનામું બહાર પાડ્યું એમાં એ કુટુંબનું ખેતર તેમના હાથમાંથી જતું રહ્યું. શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદના પિતાએ રોજીરોટીની તલાશ આદરી. બહુ મનોમંથન પછી તેમણે કર્ણાટકના તુંગભદ્રામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો. શિવશક્તિ અને તેના ભાઈ વિજ્યેન્દ્રને ફિલ્મો ...વધુ વાંચો

32

સુખનો પાસવર્ડ - 32

જીના ઈસીકા નામ હૈ! તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે એક વાર 90 વર્ષના શીલા ઘોષને યાદ કરજો. તમને તમારી મુશ્કેલી નાની લાગશે! સુખનો પાસવર્ડ આશુ પટેલ પશ્ચિમ બંગાળના પાલીમાં એક ગરીબ બંગાળી કુટુંબ રહે છે. એ કુટુંબમાં પાંચ સભ્યો હતા. એ કુટુંબના મોભી 79 વર્ષનાં દાદીમા શીલા ઘોષ હતાં. શીલા ઘોષનો પુત્ર જે કમાણી કરતો હતો એમાંથી એમના ઘરનું ગુજરાન ચાલતું હતું. ઘોષ કુટુંબના સપનાં બહુ ઊંચાં નહોતાં એટલે એ કુટુંબ સંતોષી જીવન ગાળતું હતું. પણ અચાનક ઘોષ કુટુંબની કસોટી શરૂ થઈ. એક દિવસ શીલા ઘોષના 55 વર્ષના પુત્રની તબિયત લથડી. તેણે પહેલા તો એક સામાન્ય ડૉક્ટરની ...વધુ વાંચો

33

સુખનો પાસવર્ડ - 33

આર્થિક સલામતી સાથે જીવતા એક યુવાનના જીવનમાં આડત્રીસ વર્ષની ઉંમરે ઝંઝાવાત સર્જાયો ત્યારે... મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારનારાઓ સફળતા શકે છે સુખનો પાસવર્ડ આશુ પટેલ દોઢ દાયકા અગાઉની વાત છે. એક યુવાનની સલામતીભરી જિંદગીમાં અચાનક ઝંઝાવાત આવ્યો. તે યુવાન ધંધો કરીને દર મહિને એક લાખ રૂપિયા કમાતો હતો, પણ અચાનક તેની જિંદગીએ અણધાર્યો વળાંક લીધો અને તેનું જીવન સંઘર્ષમય બની ગયું. આર્થિક સલામતી સાથે જીવી રહેલા તે યુવાનના ખરાબ દિવસો શરૂ થયા એ વખતે તે યુવાન પાસે માત્ર 160 રૂપિયા બચ્યા હતા. તેની પાસે બે રસ્તા બચ્યા હતા: એક તો પલાયનવાદનો રસ્તો અપનાવીને જીવન ટૂંકાવી લેવું અથવા તો અનિશ્ચિત ...વધુ વાંચો

34

સુખનો પાસવર્ડ - 34

એક યુવાને આર્થિક મજબૂરીને કારણે ડ્રાઈવરની નોકરી સ્વીકારી લીધી પણ પોતાની પરિસ્થિતિ બદલવા માટે કોશિશ ચાલુ રાખી અને અકલ્પ્ય મેળવી! વિપરીત સ્થિતિ સ્વીકારી લેવાને બદલે એમાંથી બહાર આવવાની કોશિશ કરનારા માણસને ક્યારેક તો સફળતા મળે જ છે સુખનો પાસવર્ડ આશુ પટેલ સાત દાયકા અગાઉની વાત છે. આર્થિક તકલીફ અનુભવી રહેલા એક મુસ્લિમ કુટુંબના યુવાન પુત્રએ કાર ચલાવવાનું શીખી લીધું અને ડ્રાઈવર તરીકે નોકરી શોધવા માંડી. કોઈએ તેની ભલામણ હિન્દી ફિલ્મોના નિર્માતા જ્ઞાન મુકરજીને કરી. જ્ઞાન મુકરજીએ તે યુવાનને નોકરીએ રાખી લીધો. જ્ઞાન મુકરજીના ડ્રાઈવર તરીકે તે યુવાનને દરરોજ મુંબઈમાં ફિલ્મ સ્ટુડિયોમાં જવાની તક મળવા લાગી. ડ્રાઈવર તરીકે તે યુવાનને ...વધુ વાંચો

35

સુખનો પાસવર્ડ - 35

પોતાની વિકટ સ્થિતિમાં પણ વ્યક્તિ બીજાને પોતાનાથી શક્ય હોય એટલી મદદ કરી શકે અમેરિકાની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં એક કાર બગડી ગઈ ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેન્સવિલેની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં એક વ્રુદ્ધ માણસની કાર બગડી ગઈ. તે કાર સ્ટાર્ટ કરવા માટે મથામણ કરી રહ્યો હતો. એ જ વખતે જિમી નામનો એક કાર મિકેનિક ત્યાં આવ્યો. તેણે તે અજાણ્યા માણસને કહ્યું કે હું તમારી કાર ઠીક કરી દઉં છું. તેણે બોનેટ ખોલ્યું. એ પછી તેને જરૂર જણાઈ એટલે તે કારની નીચે સરક્યો. તેણે થોડી વાર કંઈક કડાકૂટ કરી અને પછી તે કાર નીચેથી બહાર આવ્યો. ...વધુ વાંચો

36

સુખનો પાસવર્ડ - 36

ટ્રિપ પર નીકળેલા આર્ટિસ્ટ્સે અને સ્થાનિક વિધ્યાર્થીઓએ એક ગરીબ-દુ:ખી વિધવા યુવતીના જીવનમાં ખુશી ભરી દીધી! દુ:ખી વ્યક્તિના જીવનમાં કોઈની મદદથી મોટો વળાંક આવી શકે સુખનો પાસવર્ડ આશુ પટેલ નૈનિતાલ નજીકનાં કપકોટ ભરારી ગામની વતની દીપ્તિ જોશીનાં લગ્ન નૈનિતાલના એક યુવાન સાથે વર્ષો અગાઉ થયાં હતાં. દિપ્તિના પતિની આવકથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. પરંતુ થોડા સમય અગાઉ દીપ્તિ જોશીના પતિનું અકાળે મૃત્યુ થયું એના કારણે દિપ્તિની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. દિપ્તિ પર તેના કુટુંબની જવાબદારી આવી પડી. પતિના અકાળ મ્રુત્યુથી દીપ્તિ ભાંગી પડી હતી. થોડા સમય માટે તો તેને કોઈ દિશા જ ન સૂઝી, તેના પર તેના બે ...વધુ વાંચો

37

સુખનો પાસવર્ડ - 37

એક ગાયક-સંગીતકાર અને એક ફોટોગ્રાફરે નાઈજીરિયાના લાગોસ શહેરમાં બ્રેડ વેચીને પૈસા રળતી એક યુવતીની જિંદગી બદલી નાખી! સુખનો પાસવર્ડ પટેલ નાઈજીરિયાના લાગોસ શહેરમાં રસ્તા પર ફરીને બ્રેડ વેચતી એક યુવતી ઓલાજુમોક ઓરિસાગનાના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. અને બે બાળકોની માતા પણ બની ગઈ હતી. ૨૭ વર્ષની ઓલાજુમોક ઓરિસાગના તેના પતિ સન્દે ઓરિસાગના અને બે બાળકો સાથે, સંખ્યાબંધ નાઈજીરિયન મહિલાઓની જેમ જ, બીબાંઢાળ જિંદગી જીવી રહી હતી. તેના કોઈ સપનાં નહોતાં. દરરોજ બ્રેડ વેચીને થોડા પૈસા કમાવા અને રસોઈ કરીને પતિ તથા બાળકોને જમાડવા એ તેનો નિત્યક્રમ હતો. તે દરરોજ માથા પર બ્રેડ ભરેલું પ્લાસ્ટિકનું પોટલું લઈને બજારમાં ...વધુ વાંચો

38

સુખનો પાસવર્ડ - 38

(આ પીસ લખવાની વધુ મજા એટલે આવી કે સૌમ્ય મારો અંગત મિત્ર છે. :) પોતાને ગમતી જિંદગી માટે જોખમ તૈયારી હોવી જોઈએ જોખમ ઉઠાવવાની તૈયારી હોય તો સફળતાની સાથે સંતોષ અને સુખ પણ મળી શકે છે એનો પુરાવો લેખક-દિગ્દર્શક-અભિનેતા સૌમ્ય જોશી છે સુખનો પાસવર્ડ આશુ પટેલ મુંબઈનાં ભારતીય વિદ્યાભવનમાં પડદો ખૂલે છે અને સ્ટેજ પર દોડતી લોકલ ટ્રેનના એક ડબ્બાના સેટમાં એક નાટકની ભજવણી શરૂ થાય છે. જયેશ મોરે અને જિજ્ઞા વ્યાસ અદ્ભુત અભિનયથી પ્રેક્ષકો પર જાણે સંમોહન કરે છે. પ્રેક્ષકો હસે છે, રડે છે, હસતાં હસતાં તેમની આંખો ભરાઈ આવે છે અને રડતાં રડતાં અચાનક તેમના હોઠ મલકાઈ ...વધુ વાંચો

39

સુખનો પાસવર્ડ - 39

અદકપાંસળી વિશ્લેષણવીરો અને પિષ્ટપેષણિયા નમૂનાઓની વાત કાને ન ધરવી જોઈએ વિવેચનવીરો અને સલાહખોરો દાંત કચકચાવીને એક હિન્દી ફિલ્મ પર પડ્યા ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ ૧૫ ઑગસ્ટ, ૧૯૭૫ના દિવસે મુંબઈમાં એક હિન્દી ફિલ્મનો પ્રીમિયર શૉ યોજાયો હતો. એ ફિલ્મ જોઈને બૉલીવૂડના ‘પારખુ’ પંડિતોએ પ્રોડ્યુસર- ડાયરેકટર પર પસ્તાળ પાડી. ફિલ્મ સમીક્ષકોએ પણ એ ફિલ્મ પર અને એ ફિલ્મના સર્જક પર માછલાં જ નહીં પણ મગરમચ્છ ધોયા. એ ફિલ્મનો વિલન ચૂહા (ઉંદર) જેવો છે અને એનો તીણો અવાજ ખોફને બદલે હાસ્ય જન્માવે એવો છે અને આ આખી ફિલ્મ જ અર્થહીન છે. કોઈ દર્શકે આ ફિલ્મ જોવા માટે પૈસા અને સમય બગાડીને ...વધુ વાંચો

40

સુખનો પાસવર્ડ - 40

તેર વર્ષની ઉંમરે સ્કૂલ શરૂ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી! પાકિસ્તાનના ગુજરાંવાલાની રિફાતે અત્યાર સુધીમા હજારો છોકરીઓ અને મહિલાઓના જીવનમા આણ્યુ છે સુખનો પાસવર્ડ આશુ પટેલ પાકિસ્તાનના ગુજરાંવાલાના અરૂપ વિસ્તારની એક સ્કૂલમાં સાતમા ધોરણના વર્ગમા શિક્ષિકા હાજર નહોતી એટલે એ વર્ગમા ભણતી રિફાત આરિફ નામની એક છોકરીને મસ્તી સૂઝી. તે શિક્ષિકાની ખુરશી પર બેસીને શિક્ષિકાની કોપી કરીને વિદ્યાર્થીઓને ભણાવવા લાગી. એ જ વખતે શિક્ષિકા ત્યા આવી ચડી. તેણે પહેલા તો રિફાતને ઠપકો આપ્યો. પછી એટલાથી સંતોષ ન થયો એટલે તેણે બધા વિદ્યાર્થીઓ સામે રિફાતની ઠેકડી ઉડાવી. એટલુ પણ ઓછુ હોય એમ તેણે રિફાતને બેરહેમીથી ફટકારી. એ જોઈને વિદ્યાર્થીઓએ પણ તેની ...વધુ વાંચો

41

સુખનો પાસવર્ડ - 41

બોર્ડની પરીક્ષામાં સફળ થવું કે જીવનની? છત્તીસગઢના એક વિધ્યાર્થીએ પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી લીધી એ પછી... સુખનો પાસવર્ડ પટેલ થોડા દિવસ અગાઉ બોર્ડની પરીક્ષાના પરિણામો આવ્યા. એ પરિણામો પછી છત્તીસગઢના રાયગઢના એક ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તે પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. એ સમાચાર અખબારોમાં વાંચીને 2009ની બેચના આઈએએસ ઓફિસર અવનીશકુમાર શરને ફેસબુક પર એક પોસ્ટ મૂકી. એ પોસ્ટ ભારતના દરેક વિધ્યાર્થીએ અને દરેક વિધ્યાર્થીઓના વડીલોએ ખાસ વાંચવી જોઈએ. હું આ કોલમના માધ્યમથી લાખો લોકો સુધી વાત પહોંચાડી શકું છું એટલે અહીં લખી રહ્યો છું. તમે તમારી રીતે આ વાત તમારી આજુબાજુની વ્યક્તિઓ ...વધુ વાંચો

42

સુખનો પાસવર્ડ - 42

કોઈ સફળ વ્યક્તિ હાથ પકડી લે તો નવોદિતનો સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે વિખ્યાત અભિનેતા નાના પાટેકરે તેમના બિપિન ચુનાવાલાના દીકરાને ડ્રમ વગાડતા સાંભળ્યો ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ યુ ટ્યુબ પર વિખ્યાત અમેરિકન કમ્પોઝર અને ગિટારિસ્ટ માર્કસ મિલર લોસ એન્જલસની પ્રખ્યાત (એમઆઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતી) મ્યુઝિશિયન ઇન્સ્ટિટ્યૂટમાં મન બિપિન નામના એક યુવાન ભારતીય યુવાન સાથે જુગલબંધી કરતા હોય એવો વિડિયો જોવા મળે છે, જે એમઆઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપલોડ થયેલો છે. મિલર ગિટાર વગાડી રહ્યા છે અને મન બિપિન ડ્રમ વગાડીને તેમને સાથ આપી રહ્યો છે. માર્કસ મિલર જેવા નામાંકિત અમેરિકન સંગીતકાર સાથે જુગલબંધી કરવાનું જગતભરના કેટલાય સંગીતકારોનું ...વધુ વાંચો

43

સુખનો પાસવર્ડ - 43

શૉ મસ્ટ ગો ઓન! માથે ડૅડલાઈન ઝળૂંબી રહી હતી એ જ વખતે સિનિયર પત્રકાર અરવિંદ શાહના કાકીનું મ્રુત્યુ થયું સુખનો પાસવર્ડ આશુ પટેલ રાજકોટના વતની અને હવે મુંબઈ સ્થાયી થયેલા વડીલ પત્રકાર અરવિંદ શાહ હિન્દી ફિલ્મ ઈન્સ્ડ્રીના એન્સાઈક્લોપિડિયા સમા છે. તેમની પાસે હિન્દી ફિલ્મ્સના કલેક્શનનો, હિન્દી ફિલ્મ્સ વિશેના પુસ્તકોનો તથા હિન્દી ફિલ્મો વિશેની રોમાંચક-રસપ્રદ માહિતીનો અદભુત ખજાનો છે. તિગ્માંશુ ધુલિયા જેવા પ્રખ્યાત બૉલિવુડ ફિલ્મમેકરને કોઈ ફિલ્મમાં રેફરન્સ માટે આખા મુંબઈમાં અત્યંત જૂની એવી કોઈ ફિલ્મની ડીવીડી ન મળે ત્યારે તેઓ અરવિંદ શાહને કહે છે અને તેમને અચૂક જે-તે જૂની ફિલ્મ તેમની પાસેથી મળી જાય છે. અરવિંદ શાહના સૌજન્ય સાથે ...વધુ વાંચો

44

સુખનો પાસવર્ડ - 44

મારા માટે તો દરેક દિવસ મધર્સ ડૅ છે! રિયલ સુખનો પાસવર્ડ! આશુ પટેલ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ મધર્સ નિમિત્તે મારી માતા પર આર્ટિકલ લખવાનું કહ્યું. એ આર્ટિકલ આજે ‘મુંબઈ સમાચાર’માં પ્રકાશિત થયો છે. એ આર્ટિકલ ઉપરાંત મારી બા વિશેની થોડી વધુ વાતો એફબી ફ્રેન્ડ્સ સાથે શૅર કરી રહ્યો છું. પ્રુથ્વી પરની દરેક વ્યક્તિ એમ કહી શકે કે મારી માતાને કારણે હુ આ દુનિયામાં છું. પણ કેટલીક માતાઓ એવી હોય છે કે જેમના માટે સંતાનો એવું કહી શકે કે આજે હુ જે છું એ મારી માને કારણે છું. હું મારી બા માટે એવું કહી શકું છું. ગમે એવી સ્થિતિમાં ...વધુ વાંચો

45

સુખનો પાસવર્ડ - 45

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો અંધ અને બધિર ટોની દુનિયાના ૬૦થી વધુ દેશોમાં ફરી વળ્યો! સુખનો પાસવર્ડ આશુ પટેલ ૨૯ એપ્રિલ, ૨૦૧૯ના દિવસે અમેરિકન ન્યુઝ સ્ટોરી આઉટલેટના ફેસબુક પેજ પર વિડિયો જોયો જેમાં એક એવા અનોખા ટ્રાવેલર એન્થની ગિલ્સ (જે ટોની ગિલ્સ તરીકે જાણીતો છે)ની જીવનકથા જાણવા મળી જે અંધ અને બધિર હોવા છતાં દુનિયાના ૬૦થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છે. જગતની મોટા ભાગની પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ તો એક પણ વિદેશપ્રવાસ કર્યો નથી હોતો. ટોની ગિલ્સે ‘સીઈંગ વર્લ્ડ માય વે’ નામનું પુસ્તક લખ્યું છે, જેની પ્રતો મોટી સંખ્યામાં વેચાઈ ...વધુ વાંચો

46

સુખનો પાસવર્ડ - 46

નાની-નાની વાતમાં હિંમત હારી જતી, તમારી આજુબાજુની, વ્યક્તિઓ સાથે આ લેખ ખાસ શૅર કરજો! એક વર્ષની ઉંમરે પેરેલિસિસનો ભોગ છોકરીએ યુવાન થયા પછી સ્પોર્ટ્સમાં 429 મેડલ્સ જીતી લીધા! અત્યંત વિષમ સંજોગોમાં પણ દૃઢ નિશ્ચય થકી આગળ વધી શકાય સુખનો પાસવર્ડ આશુ પટેલ બેંગલોરમાં જન્મેલી માલતી ક્રિશ્નમૂર્તિ હોલાના પિતા એક નાનકડી રેસ્ટોરાં ચલાવતા હતા. જ્યારે માલતીની માતા ગૃહિણી હતી. તે માલતી સહિતના પોતાના ચાર સંતાનોની સંભાળ રાખતી હતી. માલતી માત્ર એક વર્ષની ઉંમરની હતી ત્યારે તેને સખત તાવ આવ્યો. તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહી. તેની બીમારી લાંબી ચાલી. એના કારણે તેનું આખું શરીર પેરેલાઈઝ્ડ થઈ ગયું. તેના શરીરને લકવો ...વધુ વાંચો

47

સુખનો પાસવર્ડ - 47

અત્યંત વિષમ સંજોગોમાં પણ વ્યક્તિ આગળ વધી શકે છે ઈંદોરના અત્યંત ગરીબ કુટુંબની દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરની ખો ખો પ્લેયર સુખનો પાસવર્ડ આશુ પટેલ ઈંદોરની જુહી ઝાના પિતા સુબોધ કુમાર ઝા ઈંદોર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ નજીકના એક સુલભ શૌચાલયના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમને એ શૌચાલયના સંકુલમાં દસ બાય દસની એક રૂમ રહેવા માટે ફાળવાઈ હતી. ત્યાં જુહી, તેના બે ભાઈઓ અને માતાપિતા રહેતાં હતાં. શૌચાલયની અસહ્ય વાસ સહન કરીને જુહીનું કુટુંબ ત્યાં રહેતું હતું, કારણ કે તેના પિતા પાસે આવકનો બીજો કોઈ રસ્તો નહોતો. તેમને સાત હજાર રૂપિયા પગાર મળતો હતો એમાંથી તેમના કુટુંબનું ગુજરાન માંડ ચાલતું હતું. ...વધુ વાંચો

48

સુખનો પાસવર્ડ - 48

ખારા રણમાં મીઠી વીરડી! હૈદરાબાદના બે ભાઈઓ દસ લાખ રૂપિયા ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા એ પછી... સુખનો પાસવર્ડ પટેલ થોડા દિવસો અગાઉ એક અંગ્રેજી અખબારમાં એક સરસ કિસ્સો વાંચ્યો હતો એ વાચકો સાથે શેર કરવો છે. 6 ફેબ્રુઆરી, 2019 ના દિવસે હૈદરાબાદના કે. પ્રસાદ અને કે. કિશોર નામના બે ભાઈઓ એક રિક્ષા પકડીને શ્રીરામ કોલોની ગયા. તેઓ શ્રીરામ કોલોની પહોંચ્યા એ પછી રિક્ષાચાલકને પૈસા આપીને રિક્ષામાંથી ઊતરી ગયા. રિક્ષાચાલક જતો રહ્યો એ પછી તે ઉતારુઓને યાદ આવ્યું કે તેઓ તેમની બેગ રિક્ષામાં ભૂલી ગયા છે. એ બેગમાં દસ લાખ રૂપિયા હતા! બંને ભાઈ હતપ્રભ બની ગયા. તેમણે રિક્ષાનો ...વધુ વાંચો

49

સુખનો પાસવર્ડ - 49

પોતાની જાત પર શ્રદ્ધા હોય તો વિષમ સંજોગોમાં પણ અકલ્પ્ય સફળતા મળી શકે એક એડિટરે એક નવોદિત લેખિકાને લેખન મદાર રાખવાને બદલે નોકરી શોધી લેવાની સલાહ આપી ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ એક બ્રિટિશ યુવતી એક પત્રકારના પ્રેમમાં પડી. તે બંને વચ્ચે થોડી મુલાકાતો થઈ અને તે તેને પરણી ગઈ. એ લગ્નજીવનથી તેને એક દીકરી પણ થઈ. પરંતુ દીકરીના જન્મ પછી થોડા સમયમાં જ તેનું લગ્નજીવન ખરાબે ચડી ગયું અને તેણે છૂટાછેડા લઇ લીધા. તે હતાશામાં સરી પડી. તેની પાસે આવકનું કોઈ જ સાધન નહોતું અને તેના પર નાની દીકરીને ઉછેરવાની જવાબદારી પણ આવી પડી હતી. એ દિવસોમાં તે ...વધુ વાંચો

50

સુખનો પાસવર્ડ - 50

સુખનો પાસવર્ડ આશુ પટેલ માનસિક રીતે સક્ષમ વ્યક્તિને શારીરિક અક્ષમતા અવરોધી શકતી નથી! ગુજરાતના સાયલા તાલુકાના ગઢવાલા ગામનાં મણિશંકર માત્ર આઠ વર્ષની ઉંમરે જમણો હાથ ગુમાવ્યો હોવા છતાં જીવનથી હારી જવાને બદલે તેણે પોતાના જીવનને અનેરી ઊંચાઈએ પહોંચાડ્યું. જીવનના આઠ દાયકા વિતાવી ચૂક્યા પછી પણ તેઓ સ્કૂટર પર એક દિવસમાં 500 કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખે છે! સાત દાયકાથી વધુ સમય અગાઉની વાત છે. ગુજરાતના સાયલા તાલુકાના ગઢવાલા ગામનાં એક બ્રાહ્મણ કુટુંબનો આઠ વર્ષનો છોકરો તેની ઉંમરના અન્ય બાળકો સાથે નદીકિનારે રમતો હતો. એ નાનકડા ગામમાં નદીકિનારે વિશાળકાય વ્રુક્ષોની લાંબી કતાર હતી. ગામના લોકો એ વૃક્ષોની સૂકી ડાળીઓનો ઉપયોગ બળતણ ...વધુ વાંચો

51

સુખનો પાસવર્ડ - 51

અત્યંત ગરીબ યુવાન જગમશહૂર ખેલાડી બન્યો! કારમી ગરીબીમાંથી આગળ આવીને પણ કોઈ માણસ જગવિખ્યાત બની શકે એનો જીવતોજાગતો પુરાવો: ડૅ સુખનો પાસવર્ડ આશુ પટેલ ૧૨ નવેમ્બર, ૧૯૮૭ના દિવસે ઓસ્ટ્રેલિયાના બ્યૂડેસર્ટમાં એલ્વિન ડેની પત્ની ડેનિંગે એક પુત્રને જન્મ આપ્યો. તેમણે એ પુત્રનું નામ જેસન પાડ્યું. એલ્વિનની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેનું કુટુંબ એવી જગ્યામાં રહેતું હતું, જ્યાં ઘેટાબકરા રખાતા હોય. આર્થિક સ્થિતિ ખરાબ હતી અને એલ્વિનનો સ્વભાવ પણ આક્રમક હતો. અધૂરામાં પૂરું તે શરાબનો બંધાણી પણ હતો. ગરીબીને કારણે એલ્વિન હતાશ રહેતો હતો અને વાતવાતમાં ઉશ્કેરાઈ જતો હતો. એ સ્થિતિમાં તેનું કુટુંબ દુખી રહેતું હતું. શરાબના નશામાં કે હતાશામાં તેનો ...વધુ વાંચો

52

હેપી બર્થડે, મિહિર.

મિહિર ભુતાને લોકો નાટ્યલેખક. ટીવી સિરિયલ રાઈટર અને ફિલ્મ સેન્સર બોર્ડના મેમ્બર તરીકે ઓળખે છે, પણ મિહિર વિશે આજે જુદી જ અને અજાણી વાતો કરવી છે. થોડી અમારી દોસ્તીની વાતો કરવી છે. મિહિર મુંબઈમાં મારા સૌથી જૂના મિત્રોમાંનો એક. અમે કદાચ 1989માં જશોદા રંગ મંદિરમાં મળ્યા હતા. મને યાદ છે ત્યાં સુધી ગીતા માણેકે મિહિર અને માધવી સાથે પરિચય કરાવ્યો હતો. એ પછી મિહિર અને હું મળતા રહ્યા. મિહિરે થોડા સમય માટે ‘અભિયાન’ મેગેઝિનમાં સહસંપાદક તરીકે પણ ફરજ બજાવી હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો