Tahuko book and story is written by Gunvant Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tahuko is also popular in તત્વજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટહુકો - નવલકથા
Gunvant Shah
દ્વારા
ગુજરાતી તત્વજ્ઞાન
આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એકનું એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તેટલું સારું. મૃત્યુ એટલે અપરિચયના બ્લેક હોલમાં નછૂટકે મારવામાં આવેલી આખરી છલાંગ. મને મરવાનું નથી ગમતું અને જે શાણા લોકો મૃત્યુનો મહિમા ગાય તે સૌને સત્યવાદી ગણવાની મારી તૈયારી નથી. એક વાત નક્કી કે મૃત્યુ આપણને સૌને બ્લેકમેઈલ કરી રહ્યું છે.
આ પૃથ્વી એવી તો રળિયામણી છે કે એને છોડીને ચાલી જવાની મને જરા પણ ઉતાવળ નથી. મને મળેલું આ એકનું એક જીવન એટલું તો મજાનું છે કે મૃત્યુ જેટલું મોડું આવે તેટલું સારું. મૃત્યુ એટલે અપરિચયના બ્લેક હોલમાં નછૂટકે ...વધુ વાંચોઆવેલી આખરી છલાંગ. મને મરવાનું નથી ગમતું અને જે શાણા લોકો મૃત્યુનો મહિમા ગાય તે સૌને સત્યવાદી ગણવાની મારી તૈયારી નથી. એક વાત નક્કી કે મૃત્યુ આપણને સૌને બ્લેકમેઈલ કરી રહ્યું છે.
સુરતના એક થિયેટરમાં ‘શોલે’ ફિલ્મ જોવા માટે ભારે ધસારો રહેતો હતો. આગળથી બુકિંગ કરાવીને અમારું આખું ઘર ‘શોલે’ જોવા ગયું ત્યારે એક ઘટના બની. ઈન્ટરવલ દરમ્યાન કોઈ માણસે થિયેટરના પડદા નીચે પ્લૅટફોર્મ પર ધૂપસળી સળગાવી. એરકન્ડિશન્ડ થિયેટરમાં ખૂણેખાંચરે ધૂપસુગંધ ...વધુ વાંચોગઈ.
મિત્રના વિયોગે ઝુરવાનું સૌના નસીબમાં નથી હોતું. મૈત્રી જેવી પવિત્ર ઘટના પર મજબૂરીનો સમાં લાદવામાં આવે ત્યારે ' હરિનાં લોચનિયાં ' જરૂર ભીના થયા હશે. મૈત્રી કોને કહે તે સગી આંખે નિરખવાનું મન થાય તો ' ફોરેસ્ટ ગમ્પ ' ...વધુ વાંચોઅચૂક જોવી. લોસ એન્જલસમાં એ ફિલ્મ જોયા પછી પાસે બેઠેલા મિત્ર વલ્લભભાઈ ભક્તને મે કહેલું: ' શ્રીમદ્ ભાગવતનો દસમ સ્કંધ માણ્યો હોય એવું લાગે છે. ' પ્લાસ્ટિકના પુષ્પ પર પતંગિયું બેસે ખરું? કદાચ બેસે, તો એ પતંગિયું પણ પ્લાસ્ટિકનું નહિ હોય? માનવીની પ્રાથમિક જરૂરિયાતની યાદી બનાવવામાં આવે
જેને આપણે આપણું ઘર ગણીએ છીએ તે કેવળ આપણું નથી હોતું. ઘરમાં અટવાતા ઉંદરને પણ એ ઘર પોતાનું જ લાગે છે. જો ઘર માત્ર આપણું જ હોત તો એમાં ચકલીએ માળો ન બાંધ્યો હોત. ઘરમાં આવી પડનારાં બિલ્લીમાસી મોજથી ...વધુ વાંચોમારીને ચાલી જાય છે. પ્રત્યેક ઘરમાં થોડાક મંકોડા, વંદા અને મચ્છરો ‘લિવ એન્ડ લાયસન્સ’ના કરાર મુજબ રહેતા હોય છે. બારી સાથે જડાયેલા ઍરકન્ડિશનર અને ભીંત વચ્ચે પડેલી બખોલમાં કબૂતરો ન રહે એવું ભાગ્યે જ બને છે.
આજના માણસને સતત એક રૂપાળી ડાકણ પજવી રહી છે. એની પજવણી મધુર છે, પરંતુ ખતરનાક છે. તમે ઘરમાં હો કે ઘરની બહાર હો, પણ એ ડાકણ તમારો કેડો નથી છોડતી. તમને એ તમારી મરજીપૂર્વક છેતરે છે. એનામાં કશુંક એવું ...વધુ વાંચોછે, જેને કારણે તમે એની વાતમાં આવી જઈને હોંશે હોંશે બેવકૂફ બનો છો. એ ડાકણનું નામ જાહેરાત છે. એ ડાકણ છે કે વૅમ્પ ?