AVAK - KAILASH-MANSAROVAR - EK ANTARYATRA book and story is written by Dipak Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. AVAK - KAILASH-MANSAROVAR - EK ANTARYATRA is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. - નવલકથા
Dipak Raval
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ પહેરેલું અંતિમ વસ્ત્ર. એને લઈને કૈલાશ જવું છે.
સાંભળ્યુ છે, ત્યાં એક જગ્યા છે, ડોલ્મા-લા, તારાદેવીનું સ્થાન. તિબેટી લોકો ત્યાં પોતાના પ્રિયજનોને દેવી તારાની રક્ષામાં મૂકી જવા માટે પરિક્રમા કરે છે, કૈલાશ કોરા. પ્રિયજને વાપરેલી કોઈ વસ્તુ, વસ્ત્ર, વાળ આદિ મૂકી આવીએ તો દેવી સદા એની રક્ષા કરે છે.
મારે કૈલાશ જવું છે.
આ એક યાત્રા મારે નિર્મલ માટે કરવી છે. એમના વસ્ત્ર, મોજા, પહેરણ, સ્વેટર પહેરીને કરું, તો એવું બને જ નહીં કે દેવી એમના આવવાનું સ્વીકારે નહીં. જતાં જતાં મારા ઉપર બહુ મોટી જવાબદારી છોડી ગયા હતા.
‘અવાક’:કૈલાશ – માનસરોવર : એક અંતરયાત્રા ગગન ગિલ અનુવાદ: દીપક રાવલ 1 મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ પહેરેલું અંતિમ વસ્ત્ર. એને લઈને કૈલાશ જવું છે. સાંભળ્યુ છે, ત્યાં એક જગ્યા છે, ડોલ્મા-લા, તારાદેવીનું સ્થાન. તિબેટી લોકો ત્યાં ...વધુ વાંચોપ્રિયજનોને દેવી તારાની રક્ષામાં મૂકી જવા માટે પરિક્રમા કરે છે, કૈલાશ કોરા. પ્રિયજને વાપરેલી કોઈ વસ્તુ, વસ્ત્ર, વાળ આદિ મૂકી આવીએ તો દેવી સદા એની રક્ષા કરે છે. મારે કૈલાશ જવું છે. આ એક યાત્રા મારે નિર્મલ માટે કરવી છે. એમના વસ્ત્ર, મોજા, પહેરણ, સ્વેટર પહેરીને કરું, તો એવું બને જ નહીં કે દેવી એમના આવવાનું સ્વીકારે નહીં. જતાં જતાં
3 બ્રહ્મા બ્રહ્મલોકમાં, વિષ્ણુ વૈંકુંઠમાં, શિવ કૈલાશ પર રહે છે. જીવતે જીવ મનુષ્ય ન બ્રહ્મલોક, ન વૈકુંઠ જઈ શકે. માત્ર કૈલાશ જઈ શકે. કૈલાશ જવું એટલે એક દેવ-કથામાં જવું...એક દેવ-પર્વત પર જવું.....કૈલાશ જવું એટલે આપણી આદિમ સ્મૃતિમાં જવું..... મહભારત-રામાયણ ...વધુ વાંચોપુરાતન ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. અર્જુને અહીં તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી પાશુપત અસ્ત્ર વરદાનમાં મેળવ્યું હતું. યુધિષ્ઠિર આ સ્વર્ગમાં સશરીર ગયા હતા. રાવણે અહીં જ શિવની આરાધના કરી હતી. પછી એની આસુરી શક્તિઓની જાણ થવાથી એની પાસેથી વરદાન પાછું લેવાનો ઉપક્રમ પાર્વતી-ગણેશે કરવો પડ્યો. ભસ્માસુરનો કાંડ અહીં જ થયો હતો. સ્પર્શીને ભસ્મ કરી દેવાનું વરદાન લઈ અસુર શિવ પર
5 પહેલા નાગરકોટ, પછી ધૂલીખેલ, આખા જૂથે બે દિવસ રાહ જોવાની છે, તિબેટના વિઝા માટે. કૈલાસ – માનસરોવર માટે વિઝા પણ જોઈએ અને પરમિટ પણ. આ બે દિવસ પસાર કરવા કાઠમંડુ ને બદલે આ જગ્યાએ આખું જૂથ આવી ગયું ...વધુ વાંચોનાગરકોટથી ધૌલાગિરિની શૃંખલાઓ દેખાય છે. દૂર, મનોહારી. ધૂલીખેલમાં હિમાલય પર્વત જાણે અમારી હોટેલના આંગણા સુધી આવી ગયો છે. હોટેલની ઉપરની બાજુએ ખૂબ જ સુંદર બગીચો છે. જાણે ક્યારના પુરાણા વૃક્ષો છે ? સાંજની ત્યાં ફરી રહી છું. એકલી. કાલે સવારે અમારે નીકળવાનું છે. અચાનક અટકી જાઉં છું. કોઈએ બોલાવી શું ? પાછળ ક્યાંય કોઈ પણ નથી. બીજીવાર ચક્કર લગાવતી ત્યાંથી
7 શિવ સ્તુતિ-ગાન સાથે આગળની સવારે ધૂલિખેલથી અમારી બસ ચાલી. કદાચ સહસ્ર નામ હતાં. અમારા જૂથમાં ચેન્નઈના એક સ્વામીજી હતાં, વેદ પાઠશાળા ચલાવતા હતા. પંદર ભક્તો સાથે તેઓ આ તીર્થયાત્રા પર આવ્યા હતા. એમના જ એક ભક્તે ગાવાનું શરૂ ...વધુ વાંચોજેવું શરૂ થયું, ચિંતા થઈ, પરંતુ થોડી જ વારમાં અમે ભગવાન શિવના ચરણોમાં હતાં. શિવ શિવ શિવ શિવ સદાશિવા.....મહા મહા મહા મહા મહાદેવા..... એક-એક નામમાં એમના નવા સ્વરૂપનો સંકેત હતો. ધુમ્મસ અને પહાડી રસ્તા વચ્ચે શિવ ઉભરી રહ્યા હતાં..... સંગીતની પણ શું શક્તિ છે. કોઈ તરંગ જેવી વસ્તુમાં લપેટીને તે અમને ક્યાંક બીજે મૂકી આવતું. આ ભક્તિ-ભાવમાં વહેતાં મને
9 અડધા કલાકનું અંતર ત્રણ કલાકમાં પૂરું કરી અમે ઝાંગ્મુ શહેર પહોંચી ગયા. ચીનની સરહદની અંદર પહેલું શહેર. સાડા સાત હજાર ફૂટ ઊંચાઈ. શિમલા અને ગેંગટોક જેવું ભૂદૃશ્ય. એનો આકાર મોટાં ગામડા જેવો છે પરંતુ જે ઠાઠમાઠથી જાતભાતની દુકાનો ...વધુ વાંચોછે, એને શહેર કહેવું જ ઠીક રહેશે. રસ્તામાં ટ્રકોને કારણે ટ્રાફિક જામ હતો. ભારતીય નંબર પ્લેટવાળી ઘણી ટ્રકો અમારી જીપની આગળ-આગળ હતી. ખબર નહીં, કઈ વસ્તુનો વેપાર થાય છે? ચીનમાં ભારતીય ટ્રક ? ટ્રક પણ ક્યાંના ક્યાં પહોચી જાય છે! દેશ તિબેટનો અને રાજ ચીનનું છે એ તો પહોંચતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું. તિબેટી એપ્રનમાં સ્ત્રીઓ ચીની લિપિમાં લખેલા