AVAK 25-26 books and stories free download online pdf in Gujarati

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 25-26

25

તારબૂચાથી યાત્રા શરૂ થશે. તારબૂચા સુધી અમે જીપમાં જઈશું.

તારબૂચે એટલે પ્રાર્થના-ધ્વજનો દંડ.

આ જગ્યા કૈલાસના ચરણોમાં છે. વિશાળ આંગણા જેવી. વચોવચ ઝંડો રોપાયેલો છે અને એના ડંડા સાથે હજારો ધજાઓ બંધાયેલી છે, બૌધ્ધ પ્રાર્થના મંત્રોની. ચારે દિશાઓમાં પાંચે રંગ હવામાં ફરફરી રહ્યા છે. લાલ, વાદળી, સફેદ, લીલો, પીળો. હમણાં-હમણાં જ સાગાદાવા ઉત્સવ પર દંડ બદલવામાં આવ્યો છે.

આ વખતે ઝંડો એકદમ સીધો છે. ન એ કૈલાસ તરફ નમ્યો છે, ન બીજી બાજુ. આ શુભ સંકેત છે. એક તરફ નમેલો હોય તે ખરાબ છે, કૈલાસ તરફ નમ્યો હોય તો ભયંકર છે !

તિબેટીઓ આવું માને છે.

આ જ યમદ્વાર છે. શું ઉપનિષદો વાળું, નચિકેતા વાળું યમદ્વાર આ જ છે ? કંઈ ખબર પડતી નથી.

ઉપર જમણી બાજુ, કૈલાસની દિશામાં, એક પહાડી પર કહે છે, તિબેટના ચોર્યાસી મહાસિધ્ધોની આકાશ સમાધિઓ છે. આકાશ-સમાધિઓ એટલે મનુષ્યના અંતિમ અવશેષોને ગીધ-સમળીને ખવડાવવાની જગ્યા.....

ત્યાં અમે નહીં જઈ શકીએ. એને અ-સન્માનજનક માનવામાં આવે છે.

પ્રાર્થના-ધ્વજો અને અને યમ-દ્વારની વચ્ચેથી પસાર થઈને અમારી યાત્રા શરૂ થાય છે. ...

હવે અમે સાત સાથી પણ એક-બીજાંથી જલ્દી છૂટા પડીશું.

આ યાત્રા એકલા કરી દેનારી છે. બસ પોતાના શબનો સાથ, શિવ માટે....   

પરંતુ રોશન મારી સાથે છે, અમારો નેપાળી શેરપા. બધાં જુદા-જુદા ગ્રૂપમાં વહેંચાઈ ગયાં છે. એ મારી સાથે આવી ગયો છે. એને ખબર છે કે મને મદદની જરૂર પડશે...

તમારી બેગ લઈ લઉં ?

બહુ કોમળ અવાજ છે એનો, વત્સલ, જાણે કોઈ નાના બાળકના પિતાનો, જે પોતાના બાળક સાથે બહુ વાતો કરતો હોય....

એણે જે રીતે પૂજાનો સામાન એકઠો કરવામાં રૂપાની મદદ કરી એ પછી મને એનાથી બહુ સ્નેહ થઈ ગયો છે. ઘણી વાતોનો કદી આભાર માની શકાતો નથી...એ બધું સમજે છે.

આખા ગ્રૂપને છોડીને એ મારી સાથે આવી ગયો છે.

-     રોશન, તમે કેટલા વર્ષથી શેરપા છો ?

-     મેડમ હું શેરપા નાઠી, રાય છું.

રાય કે રાઈ ? હું બરાબર સમજી નહીં.

-     શું ફેર છે બંનેમાં ?

શેરપા બૌધ્ધ હોય છે, રાય હિંદુ. જોકે બંને પદ-મિત્ર છે હિમાલયના.

રોશન વાત-રસનો શોખીન છે. કંઈક મારી સાથે આત્મીયતા પણ થઈ ગઈ છે. મને કેટલીય રામકહાણીઓ સંભળાવતો ચાલે છે. એની વાતો સાંભળતા ખબર જ પડતી નથી કે અમે પંદર હજાર ફૂટની ઉંચાઇ પર છીએ ને આજે અમારે ધીરે-ધીરે આગળના છ-સાત કલાકમાં સાડા સોળ હજાર ફૂટ સુધી પહોંચવાનું છે.

આજે ચાલવામાં કોઈ તકલીફ નથી, ન શ્વાસમાં. વિશ્વાસ થતો નથી કે કાલે મરવાની હતી...જ્યારે મેં તારા માને સાદ પડ્યો હતો....

રોશન નેપાળી લગ્નની વિધિઓ કહી રહ્યો છે, કેવી રીતે વરરાજા એક બોટલ દારૂ લઈને વધુના પિતા પાસે એનો હાથ માંગવા જાય છે. જ્યારે સગાઈ, લગ્ન, જમણવાર, લગ્નમાં પહેરાતી વિશેષ ટોપીઓની વાત કરીને કહે, એ પછી ફોટો પાડવામાં આવે છે.

હું પૂછું છું ટોપીમાં તમારો પણ ફોટો છે ?

આમ એટલાં માટે પૂછું છું કે અત્યારે અમે બંનેએ હવાથી બચવા માટે વાંદરા-ટોપી પહેરી છે, અને સાવ વાંદરા લાગીએ છીએ !

-     મેં લગ્ન નહોતાં કર્યા મેડમ, છોકરીને ભગાડી લાવ્યો હતો.

-     હેં ? આવું કેમ કર્યું તેં ? શું એ લોકો માનતાં નહોતાં ?

-     બસ એવું જ.

પૂરી વાત કહેતો નથી. બહુ રોમેન્ટીક માણસ છે ! મારાથી શરમાઈ રહ્યો છે....અરે તારા સસરાથી તો તું શરમાયો નહીં ? એના ચહેરા પર એ જ તેજ છે, પહેલા પ્રેમવાળું, હવે એની પત્ની વિશે કહે છે. નાની-નાની વાતો.

-કેટલાં વર્ષ થઈ ગયાં ?

-દસ વર્ષ.

-બાળકો ?

એનો અવાજ એકદમ ઝાંખો પડી જાય છે.    

-     નથી.

-     કેમ ? કોઈ ડોક્ટરને બતાવ્યું ?

-     હા, બધાં ટેસ્ટ થયાં. કહે છે, મારામાં ઉણપ છે, બે વર્ષ દવા ખાવી પડશે...છ મહિના ખાધી, પછી છોડી દીધી. તમે જુઓ છો મારું કામ....

-     રોશન, દવા તો ખાતો રહી શકતો હતો….

એ ફરી પોતાની પૂરી વાત કહેતો નથી. બાળકની એવી લાલસા એના ચહેરા પર આવી છે....

-     શું બે વરસની ધીરજ નથી ?

વાત આ જ છે.

-     બીજો ઉપાય જ ક્યાં છે ?

-     ડોક્ટર કહેતા હતા, બાળક બની શકે, પરંતુ બે લાખ રૂપિયા ખર્ચ આવશે..મારી પાસે બે લાખ ક્યાંથી આવશે ?

સાચું કહે છે.

કેવો ઘૂઘરા જેવો અવાજ છે એનો, બાળકોને બોલાવવા જેવો...કોઈ અદૃશ્ય સંતાન સાથે તો વાતો કરતો રહેતો નથીને ?

પાછળ યાકનું એક ટોળું આવી રહ્યું છે. અમારો જ સામાન લઈને આવી રહ્યાં છે. ટેન્ટ, રસોઈ....

યાક કેવું આત્મલિપ્ત પ્રાણી છે, સાવ થોથરું.

જે જાનવરો પાસે ખૂબ હાડકાતોડ મહેનત કરાવવામાં આવે છે, બધાં બિચારાં એક સરખાં લાગે છે., મંદબુધ્ધિ....ગધેડો, ખચ્ચર, બળદ....

સંભાળ્યું છે, યાકને બહુ ચાહે છે તિબેટીઓ.  બાળકની જેમ યાકને નામ આપે છે, અમને એ બધાં ભલા, એક જેવા લાગ્યા, એમના માલિકો માટે એમનામાના દરેકનું પોતાનું વ્યક્તિત્વ છે.

પછી ખબર નહીં, કેવી રીતે એમને ખાય છે, સૂકવી નાખે છે ?

અઘરું હોતું હશે...પ્રકૃતિ પણ કેવી કેવી પરીક્ષાઓ લે છે.

-     ઘોડાની સંભાળ રાખવી પડે છે, યાકની નહીં.

અમારો તિબેટી શેરપા કરમા કહેતો હતો,

-     યાક ઉપર એકવાર સામાન મૂકી દીધો તો આખી પરિક્રમા એની મેળે કરી લેશે...રોકાતો નથી, જ્યાં સુધી રોકશો નહીં, બસ ચાલ્યા કરશે...

કેવા વ્હાલા છે નહીં ! જુઓ તો , એકેએક ચાલ્યાં આવી રહ્યાં છે ....મહેનતું જાનવર. ઉપર ડેરાપુક જઈને જ ઊભા રહેશે ! અમારાથી વધારે તો આ યાક પુણ્ય કમાયા હશે, પરિક્રમા કરી કરીને !

આજે પીઠના નીચેનાં ભાગમાં પીડા શરૂ થઈ છે. શું ચડાણમાં મારું બેલેન્સ બરાબર નથી ? પગ ઠીક છે, પીઠમાં ચસકા આવે છે. એક ગોળી ખાઈ લઉં ?

પાસેથી પૂનાના પ્રોફેસર જોશી પસાર થાય છે, ઘોડા પર.

- તમે ઘોડો કર્યો ?

અમે સંભાળ્યું છે કે ઘોડા પર ચાલવું પગપાળા જવા કરતાં અઘરું છે.....

-     મેડમ, આપણે કૈલાસ આવ્યા છીએ, અહીંયા કશું સરળ નથી. જે સગવડ મળે છે એ તો લઈ લઈએ.

વાત તો સાચી છે. મને આ વિચાર પહેલાં કેમ ન આવ્યો ? આજે તો ચાલીશ, કાળનું ચઢાણ બહુ સીધું છે, કાલે જીવ નીકળી જશે... વિચારતાં અત્યારથી જ ચિંતા થઈ રહી છે.

રોશન પોતાના એવરેસ્ટ બેજ કેમ્પના અનુભવ કહી રહ્યો છે. આઠ વરસથી આ ધંધામાં છે. એ પહેલાં નેપાળી સેનામાં હતો., ત્યારે માઓવાદીઓ આંખો પર પટ્ટી બાંધીને ઉપાડી ગયાં જંગલમાં.

-     બે મહિના જંગલમાં બંધક રાખ્યો, કહે અમારા લોકોને ગોળી ચલાવતા શીખવાડ.

-     પછી તેં શિખવાડયું ?

-     બીજું શું કરતો ? શરૂમાં ઘણા દિવસ ના પાડી, બહુ મારતા હતા એ લોકો...પછી હું માની ગયો...બે મહિના પછી એવી જ રીતે આંખે પાટા બાંધીને મૂકી ગયા. એ પછી મે નોકરી છોડી દીધી, આ કામ કરવા લાગ્યો.

એકે એક લોકો યાદ છે એને, પર્વતારોહી.

-     જેને એકવાર પહાડની લત લાગી જાય, પછી એ એના વિના રહી ન શકે. તમે જ્યારે પાછાં જશો...તમારું મન નહીં લાગે....અત્યારે તમને લાગે છે મુસીબત છે, ક્યાં આવી ગઈ. જેવાં નીચે જશો, ઉપર આવવાનું મન કરશે. તમે જોયું નહીં ચેન્નઈ વાળા ગ્રૂપમાં એવા કેટલાં લોકો હતા જે ચોથી-પાંચમી વાર આવ્યા હતાં ?

-     અત્યારે તો આ જ થઈ શકે તો સારું રોશન...

ઘોડો જ કરી લેતી ! હવે કંઈ થઈ શકે નહીં. હવે તો આખે રસ્તે આમ જ જવું પડશે.

-     એક જાપાની બુઢ્ઢો હતો, બીમાર પણ. એને બધાંએ કહ્યું, તમારી તબિયત સારી નથી, તમે બેઝ    કેમ્પમાં ન જાવ. તો કહે ગમે તે થાય, જવું છે. એને પીઠ ઉપર ઉપાડીને હું લાવ્યો. બેઝ   કેમ્પ પહોંચીને એની આંખની ચમક જોવા જેવી હતી. દસ મિનિટ પછી ખતમ ! દીદી, આ જે હિમાલય છે ને, જાદુ કરી દે છે... પછી તમે ક્યાંયના રહેતાં નથી. મરવા માટે પણ અહીં આવે છે.

-     રોશન તું આખું જીવન પહાડોમાં રહ્યો છે...

અટકું છું...આવી પ્રાઈવેટ વાત પૂછું કે નહીં.

-     તને શું લાગે છે, ભગવાન છે ?

બસ એક ક્ષણ ચુપ્પી.

-     છે દીદી, બિલકુલ છે....

-     તને કદી અનુભૂતિ થઈ છે ?

-     ક્યારેક ક્યારેક હું એકલો બેઠો હોંઉ છું તો હુંઆ – હુંઆ નો અવાજ આવે છે....કોઈ જાનવરનો નહીં, એ અવાજો હું ઓળખું છું, જુદો જ અવાજ. કોઈના શ્વાસ જેવો, જુઓ તો આસપાસ કોઈ નથી. દીદી, હું વિચારું છું, જો બીજું કોઈ અહીં નથી તો એ ભગવાન જ હશે.

-     તું વાત ટાળી તો નથી રહ્યો ?

-     તમારી સાથે કદી એવું નથી થયું ?

હું વાત ટાળી દઉં છું. 

જે વસ્તુ વિષે ચોક્કસ નથી એની વાત કરવાનો શું ફાયદો ?

હું થાકવા લાગી છું. વચ્ચે વચ્ચે એ મને પાણીની બોટલ આપે છે, એક ઘૂંટડો પીવા માટે. પાણી પીતાં રહીશું તો માથું નહીં દુ:ખે.

-     તારા કામમાં શું ઘણીવાર કોઈ બીમારને ઉપાડવો પડે છે ?

-     - હા, કેમ નહીં, કોઈ ભારે શરીરનું હોય તો બે-બે ને લઈ જવા પડે છે.

-     -તારી પીઠ પર...કદી કોઈ મર્યું છે ?

એ મૌન થઈ જાય છે.

-     હા, એક સ્ત્રી હતી, એના પતિ સાથે આવી હતી ટ્રેકિંગ પર. મોટી ઉમરની હતી, જો કે ઘરડી નહોતી....એની તબિયત ખરાબ થઈ ગઈ હતી...ઑક્સીજનની નળી એના મોમાં મૂકેલી હતી, પૂરા પાંચ કલાક રસ્તે પગપાળા જવાનું હતું, પછી કોઈ વાહન મળતું... એ રસ્તામાં...

-     તને ખબર પડી ગઈ હતી ?

-     હા, મેં પીઠ ઉપર એને બાંધી રાખી હતી, જેમ બાળકને બાંધીએ છીએ...એક કલાક પછી મને લાગ્યું કે એ શ્વાસ લેતી નથી...એના પતિને પણ ખબર પડી ગઈ હતી પણ શું કરી શકાય એમ હતું ? ન એણે કંઈ કહ્યું, ન મેં....પૂરા ચાર કલાક એ મરેલી સ્ત્રી મારી પીઠ ઉપર રહી...

હવે હું વારંવાર રોકાઉ છું

પીઠ બેવડ વળી ગઈ છે, જાણે હું કોઈને ઉપાડીને ચાલુ છું......

આ સમયે મારી પીઠ પર બીજું કોણ છે મારા સિવાય ?

-     દીદી, હું તમને ઉંચકી લઉં ?

એના અવાજમાં વ્હાલ આવી ગયું છે.

-     ગાંડો થયો છે !

-     ના, સાચે જ ! બાળકની જેમ બાંધીને ઉંચકી લઇશ તમને. કોઈ તકલીફ પડવા નહીં દઉં....

મારી પીડા તો હસી હસીને ખતમ થઈ ગઈ છે.

-     પુસ્તક લખવું બહુ અઘરું કામ છે દીદી ?

લ્યો, આને પણ બધી ખબર છે.

-     ના રોશન, તારા કામથી વધારે અઘરું નથી.

-     તમે શું લખો છો ?

-     જે સમજાતું નથી, એના વિશે લખું છું....

-     સમજાય નહીં તોય ?

-     લખતાં-લખતાં સમજાવાનું  શરૂ થઈ જાય છે.....

-     હં.....

એને કશુંક પૂછવું છે પણ પૂછતો નથી.

મારે માટે રાહતની વાત છે. મને પોતાને અડધી વાત એને જવાબ દેતાં-દેતાં સમજાતી.....

પાસેથી યાત્રીઓનું એક ટોળું નીકળી ગયું છે. કોઈ બીજા એજન્ટના લોકો છે, ચેન્નાઈથી. બધા ઘોડા પર જઈ રહ્યા છે, જાડા જાડા લોકો....એક માણસ એટલો જાડો છે કે એનો ઘોડો એની સામે ઘોડો નહીં, ખચ્ચર લાગે છે...

આગળના દિવસે એ માણસને એના ઘોડાએ ડોલ્મા-લાનો ઢાળ ચડતી વખતે એની પીઠ પરથી પડી દીધો. હું અને રોશન બંને જોતાં હતાં. બહુ જાડા હોવું પણ સારું નથી, નહીં દીદી ?

હસતો હતો પાગલ.

એક તિબેટી પસાર થતાં રોશન સાથે વાત કરતો હતો.

-     તું એને ઓળખતો હતો રોશન ?

-     ના. એ પૂછતો હતો કે મેડમને ઘોડો જોઈએ છે ?

-     અરે, રોક્યો કેમ નહીં ?

અડધે રસ્તે ઘોડો મળી રહ્યો છે ! નહીંતો અહીં આ લોકોનું યુનિયન છે, ઘોડો તમારે કોરા (પરિક્રમા) શરૂ કરતી વખતે જ લઈ લેવો પડે. જો ત્યારે ન લો, તો પછી કોઈ આશા નહીં.

-     મેં તો ના પાડી દીધી ! તમારે ઘોડો કરી લેવો છે ?

-     રોશન, કાલે તો જોઈશે જ. કાલે લઈશું તો આજના પૈસા પણ આપવા પડશે, તો પછી આજે જ કેમ ન કરી લઈએ ?

-     પણ આજે તો તમે આખો રસ્તો ચાલી નાખ્યો !

-     કોઈ વાંધો નહીં રોશન...

દિલ્હીમાં કદી બસમાં ચડી છું ? જ્યારથી કાર લીધી છે, કાર ન હોય તો ઓટોમાં જવાનું પણ ખરાબ લાગે છે. આમ જ ટેવ પડી જાય છે, દેહને નક્કામો કરવાની.

ઘોડાની આશામાં હવે તો ચાલવાની બિલ્કુલ ઇચ્છા નથી.

એક કલાક પછી એક ટેન્ટમાં પડાવ છે. ઢાબામાં અમારા સાથી લાંચ-પેક ખાઈ રહ્યાં છે. મને ભૂખ નથી. આ પણ ઊંચાણના દબાણનું લક્ષણ છે. એક ‘રેડ બુલ’ કાઢીને પી લઉં છું.

-     આ એનર્જી ડ્રિંક છે ? તાકાત તો કાંઈ મળતી નથી !

મે રોશનને કહ્યું, તો કહે,

-     દીદી, નકલી છે, તમે પણ ક્યાં ચીની રેડબુલના ચક્કરમાં પડી ગયાં...અહીં આવીને લીધું હશે ?

હવે હું એને શું કહું, ઝાંગમુમાં એકબીજાની દેખાદેખી એક-એક ક્રેટ ખરીદ્યું હતું બધાંએ ! બધુ નીચે ડફલ બેગમાં રહી ગયું. આ બે ટીન સાથે લઈ લીધા હતા કે પરિકરમાં વખતે તાકાત રહેશે.....એ પણ નકલી નીકળ્યા.... આ ગ્રૂપનું ‘તાકાત બનાવવાનું’ આરંભમાં વ્યર્થ ગયું........

સારા સમાચાર એ છે કે આ દરમ્યાન રોશન ઘોડાવાળાને શોધી લાવ્યો છે, બલ્કે એક નહીં, બે-બે ને.

-     કયો લેવો છે ?

-     પેમાનો ઘોડો. રસ્તામાં પહેલાં એ જ મળ્યો હતો ને ? એનો જ હક છે.

પેમા, જરા ઠીંગણો.

ઘોડા ઉપર બે ડગલાં આગળ જાઉં છું તો, શંકા થઈ. પેમા ઘોડાની રાશ પકડી આગળ-આગળ ચાલી રહ્યો છે. કેડમાં ખૂકરી બાંધી છે. ચહેરા પર છૂપી હિંસા છે. આ માણસની ચાલ સારી નથી. ...આ સારો નહીં નીકળે.

જો કોઈ પૂછે, ચાલથી તમને કેવી રીતે ખબર પડી ગઈ ? મારી પાસે આનો કોઈ જવાબ નથી, પરંતુ મારી આશંકા સાચી નીકળી.

સાચે જ, બહુ ધૂર્ત નીકળ્યો પેમા !

*

મેં તને જોયો ઈશ્વર......

*

26

ડેરાપુક.

કૈલાસના ચરણોમાં અમારાં ટેન્ટ. આમ હાથ લાંબો કરો અને સ્પર્શી લો....

પહાડોની માયા છે આ, કે કદી દૂર નથી લગતા. પાસે, હમેશા સાવ પાસે....

કૈલાસના પશ્ચિમ મુખ પર શેષનાગની લહેરો બની છે, પૌરાણિક સમુદ્રમંથનના નિશાન.....

જે બાજુ જુઓ, એક સરખો પહોળો, લાંબો. એના સમુદ્રમંથનના રવૈયો હોવામાં કોણ શંકા કરે ?

આ મેરુ પર્વત શું ખરેખર ચોર્યાસી હજાર યોજન નીચે છે ? જેટલો પૃથ્વીથી ઉપર, એટલો એની નીચે, એની ભીતર ?

શું ખરેખર પાંચમહાદ્વીપ, સાત સમુદ્ર એની પરિક્રમા કરી રહ્યા છે ?

અમે જો કૈલાસની પરિક્રમા કરીએ તો પાંચમહાદ્વીપ, સાત સમુદ્રના ચક્ર સમાન થઈ જશે ? ગણિતમાં જેમ કહે છે કે ક બરાબર ખ છે, તો શું ખ બરાબર ગ પણ સાચું હશે ?

ગણેશે કાર્તિકેયથી દોડ જીતવા માટે માતા-પિતાની જ પરિક્રમા કરી લીધી હતી, જ્યારે એ બિચારો આખી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો હતો ! ક્યાં કરી હશે ગણેશે પરિક્રમા ? અહીં ? કૈલાસ ઉપર ?

અમારી પહેલાં કેટલાં લોકો આવ્યા છે અહીં ? હે દેવ પર્વત ?

જ્યાં હું ઊભી છું, અત્યારે, સ્તબ્ધ, કાલે કોઈ બીજું ઊભું હશે મારી જેમ જ વિસ્મિત. એ પણ પાછો જશે મારી જેમ ? તમે જ રહેશો અચળ, અટલ, અબૂઝ.

શું હું મરી રહી છું ? મરવું જો હોય ઈશ્વરને જોવું ?

અને ઈશ્વર, શું તમે પણ ક્યાંકથી જોઈ રહ્યા છો અમને ? અમે, જે તમારે દ્વારે આવ્યા છીએ....અમે, જે આમ દીન-હિન આ સૂર્યાસ્ત વેળાએ હાથ જોડીને ઊભા છીએ.....

હું તને ક્યાં શોધું ઈશ્વર ? સામે એ પર્વત ઉપર ? કે અહીં પોતાની અંદર ટાઢમાં થથરતા આ વેરાનમાં ?

કેવો સંયોગ છે, મારાં બધા દેવ આજે સાંજે આ પર્વતમાળા પર એકઠા થઈ ગયા છે. પાછળ હિમાચ્છાદિત કૈલાસ અને આગળ ભૂરા પર્વત-મંજુશ્રી, વ્રજાપાણી, અવલોકિતેશ્વર !

સંદેહને પોતાનાં કવચ છે. અવિશ્વાસ કરો તો કશું નથી.

અને આસ્થા ? એને એના પોતાના પડકાર છે. કોણ કહે છે કે આસ્થાવાન હોવું નિર્દ્વંદ્વ હોવું છે ?

માન્યું કે ‘તેઓ’ બધુ જ છે. પરંતુ હવે જરા સિધ્ધ કરો કે તેઓ ‘આ સમયે’ અહી જ છે !

દેવતાઓ, આજની રાતે હું તમારી ભિખારણ છું....તમારા આંગણામાં સુવા આવી ગઈ છું.....

હજી અંધારું છે જ્યારે કરમા, અમારો શેરપા, અમને જગાડી દે છે. આજે પરોઢે જ અમારે ચાલી નિકલવાનું છે.

આજનો દિવસ પરિક્રમાનો, જીવનનો, સૌથી અઘરો દિવસ બનવાનો છે.

આજે અમે થોડા જ કલાકોમાં બે હજાર ફૂટ સુધી ઉપર જઈશું...સાડા અગિયાર હજાર ફૂટ.....પર્વતોના વેરાનમાં....એવરેસ્ટ બેજ કેમ્પથી બારસો ફૂટ ઉપર...બિચારાં અમારાં ફેફસાને આશરે.....ઈશ્વર અમારું જવું સ્વીકારશે ?

આટલાં નિકટ આ દેવલોકની – અમે ફરી કદી ન હોઈશું....આજે બધુ પરખાશે. અમારી આસ્થાની સીમા, દેહની સીમા. આજે અમે સીમાંત સુધી જઈશું....આજે અમને કોઈ બચાવી નહીં શકે....

તીર્થયાત્રા પર ગયા હતા ?

આજે દેવી અમારી નોટબુક કાઢીને જોશે, અમારો હિસાબ શું છે....

પુણ્ય કમાવા નીકળ્યા’તા ? આજે તમને સજા પણ મળી શકે છે !

શું તૈયાર છો ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED