AVAK KAILAS MANSAROVAR EK ANTRYATRA - 7-8 books and stories free download online pdf in Gujarati

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 7-8

7

શિવ સ્તુતિ-ગાન સાથે આગળની સવારે ધૂલિખેલથી અમારી બસ ચાલી.   કદાચ  સહસ્ર નામ હતાં. અમારા જૂથમાં ચેન્નઈના એક સ્વામીજી હતાં, વેદ પાઠશાળા ચલાવતા હતા. પંદર ભક્તો સાથે તેઓ આ તીર્થયાત્રા પર આવ્યા હતા. એમના જ એક ભક્તે ગાવાનું શરૂ કર્યું.

જેવું શરૂ થયું, ચિંતા થઈ, પરંતુ થોડી જ વારમાં અમે ભગવાન શિવના ચરણોમાં હતાં.

શિવ શિવ શિવ શિવ સદાશિવા.....મહા મહા મહા મહા મહાદેવા.....

એક-એક નામમાં એમના નવા સ્વરૂપનો સંકેત હતો. ધુમ્મસ અને પહાડી રસ્તા વચ્ચે શિવ ઉભરી રહ્યા હતાં.....

સંગીતની પણ  શું શક્તિ છે. કોઈ તરંગ જેવી વસ્તુમાં લપેટીને તે અમને ક્યાંક બીજે મૂકી આવતું.  

આ ભક્તિ-ભાવમાં વહેતાં મને અકકા મહાદેવીની અનેક કવિતાઓ યાદ આવી. શિવ માટે કેવી વૈરાગણ બની ગઈ હતી એ. વસ્ત્રો સુધ્ધાં ત્યાગી દીધાં હતાં ! કોઈ દેવતા આ રીતે ઘેરી શકે કોઇની ચેતના

જે અચેત ન કરે, એ કેવો દેવતા !

શિવ...આ આખો મહાદ્વીપ શિવની પ્રજા છે. હજારો વર્ષથી એ એમનું જ ધ્યાન કરતી આવી છે.

એ જ એકમાત્ર દેવતા છે જે સૃષ્ટિના આરંભથી અહીં છે. વેદોના રુદ્ર, પુરાણોના શિવ, આદિવાસીઓના ભૈરવ, સાધારણ લોકોના ભોળા શંકર. ક્યારેક શિકારી, ક્યારેક વૈરાગી. ક્યારેક નટરાજ, ક્યારેક તાંડવ તાલિત. સૃષ્ટિને નિયમમાં બાંધનારા. નિયમ માટે વિધ્વંસ કરનારા.

શિવ ન હોય તો સંસારમાં કેટલી અરાજકતા હોય !

દેવતા મરતા રહે છે, કેવળ શિવ છે જે કદી મરતા નથી. સદા જીવિત છે. સદાશિવ છે.

શું એટલા માટે જ એ કૈલાશ પર રહે છે કે સ્મશાનમાં ?

માનવજાતિને જોવી એ કોઈ ઓછો યોગ છે !

8

-તમારું નામ શું છે ?

ગોરો-ચિટ્ટો દસ અગિયાર વરસનો એક છોકરો મારા હાથમાંથી મારી બેગ ખેંચી રહ્યો છે, જીદ કરી રહ્યો છે કે એ એને સામે પાર લઈ જશે.

અમે નેપાળ-તિબેટની સરહદના કોદારી ગામ પહોંચી ગયાં છીએ. બે કિલોમીટરનો રસ્તો ચાલીને પાર કરવાનો છે. ચેકપોસ્ટની સામેની બાજુએ અમારી જીપ ઊભી છે. બંને બાજુ પહાડ, વચ્ચે નદી જ સરહદ નક્કી કરી રહી છે. 

-પહેલાં નામ કહે. હું ફરી પૂછું છું.

આ ફાલતુ વાતોમાં છોકરાને કોઈ રસ નથી. એ કેવળ એટલું જાણવા માગે છે કે એને ઉપાડવા માટે મારી હેંડબેગ આપું છું કે નહીં. નહીં તો એ કોઈ બીજો યાત્રી શોધે.

-સારું, બેગ આપીશ તો નામ કહીશ ?

-હા, મારૂ નામ વિષ્ણુ છે.

-ખોટું બોલે છે?

હું હળવો ગુસ્સો કરું છું. દેખાવમાં એકદમ તિબેટીયન. મને ભારતીયને જોઈને નામ બદલી નાખ્યું !

-ના, સાચે જ મારુંનામ વિષ્ણુ છે.

 નાક વહી રહ્યું છે. મો કેટલાય દિવસથી ધોયું નથી. આટલી એવડી વયમાં આટલો ચાલબાજ ! મારી સાથે ચાલી રહ્યો છે અને આસપાસ ફરી રહેલા સાથીઓને ઇશારા પણ કરી રહ્યો છે. બધું નક્કી છે !

-તિબેટીયનોનું નામ વિષ્ણુ નથી હોતું.

 હું કોણ જાણે કેમ એને તિબેટીયન સમજી બેઠી છું.

-બીબી જી,હું તિબેટીયન નથી, નેપાળી છું. મારો બાપ કાઠમંડુમાં કામ કરે છે, મા અહીં ગામમાં. પાંચમીમાં ભણું છું. એ એનું વંશ-વૃક્ષ કહી રહ્યો છે, બધાના નામ જણાવી રહ્યો છે. એકે એક હિન્દુ નામ.

-ચૂપ.

મને હજી વિશ્વાસ છે, એ જુઠ્ઠું બોલી રહ્યો છે.

-કેશવ, જરા મેડમને કહે કે મારું નામ શું છે.એ પાસેથી પસાર થઈ રહેલા એની જ વના એક સાથીને બોલાવી લાવ્યો છે. એ કોઈ બીજા યાત્રીની બેગ લઈ પૂલ પાર કરી રહ્યો હતો. એને ખબર નથી કે કઈ વાતની ચર્ચા ચાલે છે.

-મેડમ આનું નામ રતન છે.

-જોયું હું કહેતી હાથીને કે તું જુઠ્ઠું બોલી રહ્યો છે ?

-બીબી જી, એ મારા બાળપણનું નામ છે. મારું નામ વિષ્ણુ પણ છે અને રતન પણ.

-તારા દોસ્તે તો એવું કહ્યું નહીં.

એ બહુ વ્યગ્ર છે.

પોતાના દોસ્તને આવતી-જતી ભીડમાં શોધી રહ્યો છે. બંને તરફથી યાત્રીઓ આવી રહ્યાં છે. થોડીવાર પચીક બીજા સત્તર-આધાર વર્ષના કુલી છોકરાને લઈ આવે છે. એને પણ ભાર ઉપડયો છે. ઇનો ઓળખીતો છે.

-મેડમ, આનું નામ વિષ્ણુ છે, કહીને ચાલતો થાય છે.

છોકરો મને જોઈ રહ્યો છે. મને વિશ્વાસ બેઠો કે નહીં.

-તને ખબર છે, વિષ્ણુ કોણ છે ?

-બીબી જી, વિષ્ણુ હું છું.

-વિષ્ણુ ભગવાન છે.

એ હવે વધારે પરેશાન છે.

-વિષ્ણુ તો હું છું.

-તારી માએ તને કહ્યું નથી કે વિષ્ણુ ભગવાન છે ?

એ માથું હલાવે છે.

-હું નહોતી કહેતી, ન તું હિન્દુ છે, ન નેપાળી.

ચર્ચા પાછી ત્યાં જ પહોંચી ગઈ છે.  

એ પુલ ઉપર મારી આગળ આગળ જઈ રહ્યો છે. એ મોટો છોકરો હમણાં જ એનું નામ મને કહી ગયો હતો, એની પાસે ચાલ્યો ગયો છે. એને કશુંક કહી રહ્યો છે. બંનેએ વજન ઉપાડેલું છે.

-ડરીશ નહીં વિષ્ણુ. તું ભગવાન નથી. એ તેનો ખભો થપથપાવે છે.

પાછળ ચાલતી હું એની વાત સાંભળું છું. છોકરો પાછો આગળ નીકળી ગયો છે. વિષ્ણુ હજી પરેશાન છે. કોણ છે એ?

એના આવતા-જતાં સાથીઓ એને ઇશારા કરી રહ્યા છે. એ તેમની દિશામાં જોતો પણ નથી. એકદમ ખોવાયેલો છે. આટલાં નાનકડાં જીવનનું આટલું મોટું સંકટ !!

હું પાસપોર્ટ ચેકિંગની લાઇનમાં ઉભી ઉભી એને દૂરથી પૂછું છું. એને મારૂ હાસ્ય કેટલી પીડા આપી રહ્યું છે તે એ જ જાણે છે.

કોઈ રીતે અમે જીપ સુધી પહોંચીએ છીએ. છોકરો એકદમ સૂનમૂન છે.

-ક્યારેક ક્યારેક આવું બને છે વિષ્ણુ, એના વાળમાં હાથ ફેરવતી હું કહું છું, આપણને ખબર નથી પડતી, આપણે કોણ છીએ...એમાં ચિંતા શું કરવાની? તું તો ભગવાન છે.

-ધૂળ ભગવાન છું !

કહેતાં કહેતાં એ રડવા જેવો થઈ ગયો છે.

-ભગવાન હોત તો અહીં પડ્યો હોત !

અરે ! આટલીવારમા પોતાની દુર્દશા ઉપર આણે આટલું બધું વિચારી લીધું !

એને શું ખબર, આના નામવાળા ભગવાને દરેક અવતારમાં કદાચ આ જ વિચાર્યું હશે !

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED