Karmo no Hisaab book and story is written by સ્પર્શ... in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Karmo no Hisaab is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કર્મોનો હિસાબ - નવલકથા
સ્પર્શ...
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. બધાજ ડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા. મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન. ડો. આર્યન અને ડો. અંજલી આ બંનેએ લવ મેરેજ કર્યા
કર્મોનો હિસાબ (ભાગ :- ૧) કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. ...વધુ વાંચોડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા. મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન. ડો. આર્યન અને ડો. અંજલી આ બંનેએ લવ મેરેજ કર્યા
કર્મોનો હિસાબ (ભાગ :- ૨) પહેલીવાર આર્યને અંજલીને આટલી વ્યથિત જોઈ. સતત દર્દથી કણસતા દર્દીની હાલત જોઈ અંજલી હેબતાઈ ગઈ હતી. આર્યને અંજલી પાસે બધી માહિતી લીધી અને બંને એ દર્દી પાસે પહોંચ્યા. આર્યન જોતાવેંત આભો થઈ બોલી ઉઠ્યો ...વધુ વાંચોઆ તો મન છે. "કોણ મન!" આશ્ચર્ય સાથે અંજલી બોલી ઉઠી. "મારા કોલેજ ટાઈમ નો મિત્ર કે જેને મેં કોલેજ પછી જોયો જ નહોતો માત્ર વાત થતી." આર્યન બોલી ઉઠ્યો. "હા, હું તો ભૂલી જ ગઈ. મન તમારો મિત્ર, તમે વાત કરેલી કે એ અચાનક ગાયબ થઈ ગયો હતો એ જ મન!, પણ આ ચહેરો તો ઓળખાતો જ નથી." અંજલી
કર્મોનો હિસાબ (ભાગ :- ૩) "મન થોડા જ દિવસ છે." આ બોલતાની સાથેજ આર્યન ત્યાંજ બેસી ગયો.અંજલી એ રિપોર્ટ જોયા. મલ્ટિપલ ઓર્ગન ફેલ થઈ ગયા હતા. બ્લડ કેન્સરે મન ને પોતાની આગોશમાં જકડી લીધો હતો. અંજલી પણ સમજી ગઈ ...વધુ વાંચોકે મન બસ થોડા દિવસનો મહેમાન છે. આર્યનનો હાથ હાથમાં લઈ અંજલી ત્યાંજ એની પાસે બેસી ગઈ. થોડીવાર પછી અંજલીએ હળવેકથી કહ્યું ચાલ આર્યન મનને આપણી જરૂર છે. આર્યન પણ તરત સ્થીર થઈ અંજલી સાથે મન પાસે પહોંચી ગયો. ગઈકાલ કરતા મન ઘણો સ્વસ્થ દેખાતો હતો. મન પણ આર્યનને જોઈ ભાવવિભોર થઈ ગયો. આર્યને મનનો હાથ હાથમાં લીધો અને મનમાં
કર્મોનો હિસાબ (ભાગ :- ૪) નવરાત્રીની મોસમ પૂરબહારમાં ખીલી હતી. મન હંમેશાની જેમ એકતરફ ઊભો રહી ગરબા જોઈ રહ્યો હતો. એટલામાં જ એનું ધ્યાન એક છોકરી તરફ ગયું. મનમાંથી અચાનક જ સરી પડ્યું વાહ... પહેલા ક્યારેય એણે કોઈને આ ...વધુ વાંચોજોઈ જ નહોંતી. સુડોળ શરીરને નીખારતી એની ડાર્ક બ્લું કલરની ચોલી, કમરને સ્પર્શ કરતાં એના લાંબા લાંબા સિલ્કી વાળ, ગાલને ચુંબન કરતી લટ, ખભાને સ્પર્શતી મેચિંગ ઇયરિંગ, સુડોળ ડોકમાં પહેરેલો નેકલેસ, કમનીય કમરમાં લાગેલો કંદોરો. બધુંજ મન ને મોહી રહ્યું હતું. પહેલીવાર ઉપરથી લઈ નીચે સુધી મન એને નિહાળી રહ્યો હતો, આંખોમાં કંડારી રહ્યો હતો. એના ગરબા રમવાની સ્ટાઇલ, એનું
કર્મોનો હિસાબ (ભાગ :- ૫) કોઈક રીતે આ કાગળ ક્રિશ્વીને પહોંચાડ્યો અને એના પ્રતિભાવની રાહમાં મન બેચેન બની રાહ જોવા લાગ્યો. હજું પણ યાદ છે ક્રિશ્વીએ આ વાંચી માત્ર હળવું સ્મિત કર્યું હતું. મન વિહવળ હતો શું કહેશે એ ...વધુ વાંચોનવરાત્રી પૂરી થઈ ગઈ હતી. બસ મન માટે ક્રિશ્વીની યાદગીરી માત્ર હળવું સ્મિત હતું. તોય મનને ક્યાંકને ક્યાંક ઊંડે હતું કે ફોન કરશે. આથી એ દિવસ દરમિયાન ફોનની આસપાસ લાગ્યો રહેતો. બસ એ પળની રાહમાં જે પળમાં એનો અવાજ સાંભળવા મળે. આખરે ચાર દિવસ પછી ફોનની ઘંટડી રણકી સામે છેડે ક્રિશ્વી હતી. મન એકદમ ખુશ થઈ ગયો હતો. માત્ર એક