કર્મોનો હિસાબ - (ભાગ ૨૪) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૨૪)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૪ )


પ્રિયા ઊભી થવા જતી હતી ત્યાંજ મને બેસાડી અને કહ્યું મેં કંઈ જ પુછ્યું નથી બસ તું શાંત થા. અહીં જ મારી બાજુમાં જેમ બેઠી હતી એમ જ બેસ. દરરોજ મન ને પ્રિયા સાંત્વના આપતી હતી જ્યારે આજે મન પ્રિયા ને સાંત્વના આપી રહ્યો હતો.


પ્રિયા બસ એકદમ ચૂપચાપ મનની પાસે બેસી રહી. આ ઘટના પછી મન અને પ્રિયા એકબીજાની નજીક આવ્યા હતા. સંબંધ કોઈ સ્પેશિયલ નહોંતો પણ એકબીજાની લાગણીઓ સમજી, જરૂરિયાતને અનુરૂપ સાથ આપી રહ્યા હતા. કહેવાય છે કે કોઈપણ સ્ત્રી ને જરૂરિયાત ના સમયે કોઈ સાથ આપે તો એ સ્ત્રી આજીવન એ વ્યક્તિ સાથે રહે છે બસ એમજ પ્રિયાને મન સાથે વાત કરવી ગમતી હતી.


આમને આમ મનની સ્થિતિ સુધરી રહી હતી. સાથે મનના સ્વભાવમાં આવેલો બદલાવ પણ કાવ્યા, ક્રિશ્વી અને અનન્યા જોઈ રહ્યા હતા. પ્રિયા સાથે વાત કરવાથી, એનો સ્વભાવ જોવાથી મનને પણ લાગી રહ્યું હતું કે ક્યાંકને ક્યાંક એ પોતાની જિંદગીના મહત્વના પાત્રોને દુઃખી કરી રહ્યો હતો.


પ્રિયા એ પોતાને ના ગમતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી પણ એ વ્યકિતને સાચવી રહી હતી. દરેક પળમાં સાથ આપી રહી હતી. જ્યારે પણ એના પતિનો ફોન આવતો પ્રિયા એની ચિંતા કરતી. ક્યારેક એનો પતિ કોઈ તકલીફમાં હોય તો સમજાવતી.


એના પતિની નોકરીમાં ઠેકાણું નહોતું તો પોતાની પાસેના પૈસા આપી એના ઘરવાળા સામે નીચું ના જોવું પડે એમ સાથ આપતી. આ બધું જ મન આટલા દિવસમાં જોઈ રહ્યો હતો. મનને ખબર હતી કે પ્રિયા કોઈના પ્રેમમાં છે એ છતાં ના ગમતા પાત્ર પતિ ની પણ આમ કાળજી લેવી એ મનને સમજાતું નહોતું.


મન સમજી રહ્યો હતો સંબંધ શું હોય, પ્રેમ શું હોય, લાગણી શું હોય. મને અત્યાર સુધી બસ પોતાની ઇચ્છાઓ, પોતાની મહેચ્છાઓ સંતોષી હતી. આમપણ મન જેવા બોગસ, થર્ડ ક્લાસ, ચૂતિયા પાત્ર પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય.


મન હવે સ્વસ્થ થઈ હોસ્પિટલની બહાર આવ્યો હતો. મન કદાચ આટલો સ્વસ્થ ક્યારેય નહોતો. એને સમય સાથે સમજાઈ ચૂક્યું હતું કે એણે પોતાના જીવનના મહત્વના પાત્રો સાથે શું કર્યું છે. પોતે શું કર્મ કર્યા છે અને એની સજા શું હોઈ શકે.


કર્મનું ફળ વિધાતા આપે એ પહેલાં એ જ નક્કી કરવા માંગતો હતો. બધા સાથે એમની લાગણીઓ સમજતો થવા લાગ્યો. એ ભલે હંમેશા પોતાના માટે એકાંકી રહ્યો પણ બીજા બધા પાત્રો કાવ્યા, ક્રિશ્વી, અનન્યા બધાને સાચવવા લાગ્યો.


પ્રિયા સાથે પણ લાગણીનો કોઈ સેતુ બંધાઈ ચૂક્યો હતો એટલે જ્યારે પણ બહું વિહવળ થતો એની સાથે વાત કરી લેતો ને ક્યારેક મળી પણ લેતો.


સમયના ચક્રમાં કાવ્યા ખુશ હતી એને બહું સમય પછી પૂરતું ધ્યાન મળ્યું હતું એટલે એ ખુશ રહેવા લાગી અને ધીમે ધીમ પોતાની જિંદગી સગા, સંબંધી, મિત્રો, છોકરાઓની આસપાસ ગોઠવવા લાગી. મન પણ હંમેશાં કોઇપણ સ્થિતિમાં લગોલગ ઊભો હોય એમ રહેતો. દીકરો ભણી ને કેનેડા શિફ્ટ થઈ ગયો હતો.


ક્રિશ્વી ને કાન્હા પ્રત્યેનો લગાવ વધી રહ્યો હતો. એની સેવામાં એનાં સાથમાં સમય વિતાવી રહી હતી અને આ તરફ મન પણ એને એવોજ સાથ આપી રહ્યો હતો. સમય સાથે વાત ભલે ઓછી થાય પણ ક્રિશ્વી કાન્હામાં મનને જોતી હતી અને બસ એમાંજ ખોવાયેલી રહેતી હતી.


શાલીની ની માફી મને માંગી હતી. માફ કર્યો ના કર્યો ખબર નહોતી પણ મન ના મનમાં ખબર નહીં શું ચાલી રહ્યું હતું એ ક્યારેય નહોતો એવો થઈ ગયો હતો. શાલીની પોતાના મનગમતા પાત્ર સાથે ખુશ હતી.


અનન્યા ના બાળકો મોટા થઈ ગયા હતા. અનન્યા ની અથાક મહેનતના અંતે એનો દીકરો CA થઈ ગયો હતો આથી આર્થિક કોઈ ચિંતા હતી નહીં. મન ક્યારેક મળતો ને વાતો પણ કરતો. અનન્યા ને મોક્ષ પ્રાપ્ત કરવું એક સપનું હતું માટે અનન્યા એ માર્ગ તરફ આગળ વધી રહી હતી.


પ્રિયા ને બધું જ ધીમે ધીમે ઠીક થઈ રહ્યું હતું. એની નવી જોબ કેનેડાની હોસ્પીટલમાં લાગી હતી આથી એ પોતાની સ્વપ્નની જગ્યાએ હંમેશા માટે શિફ્ટ થઈ ગઈ હતી. છેલ્લે મેસેજમાં વાત થઈ પછી એ પણ પોતાની જિંદગીમાં પોતાના ગમતા પાત્ર સાથે ત્યાં હંમેશા એની થઈ વસી ગઈ હતી.


મન ને એકલું રહેવું ફાવી ગયું હતું. મનના જીવનના દરેક પાત્રો પોતાની જીંદગીમાં વ્યસ્ત થઈ રહ્યા હતાં. સમયનો એક એક પળ કાઢવો મન માટે મુશ્કેલ થઈ રહ્યો હતો. ક્યારેક સમી સાંજે એ પ્રકૃતિના સાનિધ્યમાં જતો અને બસ બહું બધું રડી છુટ્ટો પડી જતો.


મન બધું જ સમજી ચૂક્યો હતો કે એણે આ મહત્વના પાત્રો સાથે શું કર્યું અને એટલે જ એ હવે કદાચ એવું વિચારી રહ્યો હતો કે મારા લીધે તો આ લોકોની જીંદગીમાં કોઈ તોફાન આવવું જ ના જોઈએ. બસ એ, એમની જિંદગી, એમનું રૂટિન. અહીં મન અને બસ મન. બધું જ ગોઠવાઈ ચૂક્યું હતું ફરી મનના પ્લાનિંગ મુજબ.


સમય આવી ચૂક્યો હતો. એ જ સમય જેની મન આટલા બધા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. કર્મોનો હિસાબ જાતેજ કરવો હતો. પોતાની જીદ, પોતાનો ગુસ્સો, પોતાનો ઇગો, પોતાની જિંદગી બસ એ જ કરવું હતું જે આટલા વર્ષોથી વિચાર્યું હતું અને જેને યોગ્ય મન હતો.



*****


મને શું વિચાર્યું હતું?
શું સાચેજ મન અયોગ્ય રહ્યો?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...