કર્મોનો હિસાબ - (ભાગ ૧૫) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૧૫)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૫ )


અનન્યા મનના ખભા પર માથું ઢાળી આંખ બંધ કરી પડી રહી. મન પણ માથે હાથ ફેરવી, હાથમાં હાથ રાખી, મનોમન ખુશ થઈ સાંત્વના આપવા લાગ્યો. માથા પર હળવી કિસ પણ કરી. અનન્યા બહુ સમય પછી આજે કોઈની આગોશમાં હતી અને એ શાંત થઈ હતી.


લગભગ ૧૫ મિનિટના આ સમયમાં એકપણ શબ્દની ભલે આપલે ના થઈ હોય પણ લાગણીઓ ભરપૂર હતી અનન્યા તરફથી. આ તરફ મનને જાણે ફરી મોકળું મેદાન મળ્યું હોય એમ અનન્યાની લાગણીઓ સાથે રમત રમવાનું નક્કી કરી લીધું હતું.


પત્ની કાવ્યા, અનહદ પ્રેમ કરતી ક્રિશ્વી આ બધું જ ભૂલી ફરી મન એક સામાન્ય પુરુષ બનવા માંગી રહ્યો હતો. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે પ્રેમનો સંબંધ છે એ સંબંધને આગળ વધારી પોતાની જરૂરિયાતો સંતોષવાની અપાર ઈચ્છા મન ને થઈ આવી હતી.


મને અનન્યા ને થોડી નજીક ખેંચી અને પોતાના હોઠ અનન્યા ના હોઠ સાથે જોડી દીધા. અનાન્યની તંન્દ્રા તૂટતાં પહેલાં અનન્યા જાણે પોતે ખોવાઈ ગઈ હતી. બહુ વર્ષો પછી કોઈ પુરુષ સાથેનું આ ગાઢ ચુંબન, પ્રગાઢ આલિંગન અનન્યા ને ગમવા લાગ્યું હતું.


અનન્યા એ પણ પોતાના હાથ મનની ફરતે એકદમ ટાઇટ વીંટાળી દીધા. મન પણ જાણે સ્થિતિ પરિસ્થિતી જાણી ગયો હોય એમ અનન્યાને પોતાની વધુ નજીક ખેંચી ગયો અને શરીર પર હાથ ફેરવતા પોતાના હોવાનો અહેસાસ કરાવવા લાગ્યો. શરીરના એક એક અંગ ઉપાંગ પર હાથ ફેરવી હાવી થવા લાગ્યો.


પંદરેક મિનિટમાં જાણે મન અને અનન્યા કેટલાયે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એમ કેટલાયે વર્ષોની સફર થોડી મિનિટમાં પસાર કરી એકમેકનાં બની ગયા. જેવી અનન્યા આ પ્રગાઢ આલિંગનમાં છૂટી પડી આંખમાંથી આંસુ સરી પડ્યું. એકદમ લાગણીસભર બની ગઈ.


"એય... કેમ રડે છે તું? મેં ભૂલ કરી ને!" મન બોલી ઉઠ્યો.


"ના, તે કોઈજ ભૂલ નથી કરી. મારી પણ ઈચ્છા હતી એટલે જ આ થયુ. બાકી હું એક પળમાં હું તને દુર કરી શકી હોત ને!" અનન્યા બોલી ઉઠી.


"હા, એ ખરું તો શું થયું અનન્યા?" અનન્યા ના આંસુ લૂછતાં મન બોલ્યો.


"બહું દિવસ પછી હું કોઈ પુરુષની આગોશમાં હતી. તું મને સાથે રાખીશ ને? મને એકલી તો નહી મૂકે ને?" અનન્યા કચવાટ અનુભવતા બોલી.


"હા, સાથે જ છું, રહીશ, પ્રયત્ન પૂરતો કરીશ. પણ તું જાણે છે મારી જવાબદારીઓ. કોઈવાર સમય પૂરતો ના આપી શકું તો સમજજે." મન બોલ્યો.


"હા, હું સમજુ છું તારી જવાબદારીઓ. હું થોડા સમયમાં ખુશ થઈ જઈશ. બસ લાગણીસભર સાથ આપજે મારા અંત સુધી." અનન્યા બોલી.


કપાળમાં કિસ કરતા મન બોલ્યો. "હા, હું સાથે જ છું."


મન એક નવો અધ્યાય શરૂ કરી ચૂક્યો હતો. મનને લાગ્યું હતું બસ એનો જન્મ આ માટે જ થયો છે. પત્ની કાવ્યા, પ્રેમિકા ક્રિશ્વી અને હવે આ નવો પ્રેમ અનન્યા. મન કદાચ એટલેજ આજે હોસ્પિટલના બિછાને પડેલો આ બધું અનુભવી રહ્યો હતો.


શારિરીક આકર્ષણ, જરૂરિયાતો સામે લાગણી જાણે ક્ષુલ્લક બની ગઈ હતી. મનને હજુ અહીં પણ નહોતું અટકવું એના મનમાં શાલીની પણ ચાલી રહી હતી. શાલીની ભલે મનથી દૂરી બનાવી ચૂકી હતી પણ મનને વિશ્વાસ હતો કે આજે નહી તો કાલે શાલીની આવશે અને એ પોતે આ ખેલમાં એને પણ ફસાવી નાખશે.


અનન્યા સાથેની આજની મુલાકાત પછી મનને ઉંઘ કોસો દૂર હતી. ચેટમાં અનન્યા સાથે પ્રેમભરી, લાગણીસભર વાત કરી રહ્યો હતો પરંતુ મનમાં એક દ્રંધ યુદ્ધ ચાલી રહ્યું હતું. ક્યાંકને ક્યાંક ક્રિશ્વીનો પ્રેમ એને રોકી રહ્યો હતો. જ્યારે મનનું મગજ અનન્યાને કેવી રીતે બેડ સુધી લાવવી એ વિચારી રહ્યું હતું.


આ તરફ અનન્યા પોતાની જાતને ધન્ય માની રહી હતી કે એને મન મળ્યો. અદ્દલ એણે વિચાર્યો હતો એવોજ. નાની નાની વાતોનો ખ્યાલ રાખતો અને લાગણીસભર થઈ જિંદગી જીવાડતો. એક પોતાની અલગ દુનિયા અલગ અસ્તિત્વ એ જોઈ રહી હતી.


પ્રેમ સંબંધમાં બધુંજ જાણ્યા પછી પણ મનને એ મનોમન પોતાના પતિનો દર્જો આપવા માંગતી હતી. ભલે જેવો હોય એવો પણ મન ગમી ગયો હતો. એટલે જ રાત્રે મેસેજ કર્યો કે હું તને ફરી મળવા ઈચ્છીશ એ પણ મારા ઘરમાં. મન પણ આ વાંચી ખુશ થયો હતો કારણ ખબર હતી કે ધાર્યું થઈ જશે.


આ તરફ ક્રિશ્વી અને મન વચ્ચે જે કલાકોની વાતો થતી એ ઓછી થઈ રહી હતી. મનનું ધ્યાન માત્ર ને માત્ર અનન્યા ને માણવા પર હતું અને ક્રિશ્વી સમજી રહી હતી કે મન કોઈ કામમાં હશે. દરરોજ રાત્રે મનને મેસેજ કરતી મેસેજની રાહ જોતી પણ મન અનન્યા પાછળ સમય વ્યતીત કરવા લાગ્યો હતો.


*****


અનન્યા અને મન વચ્ચે હવે શું થશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...