કર્મોનો હિસાબ - (ભાગ ૧૩) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૧૩)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૩ )


મનમાં જ ક્રિશ્વી બોલી ઉઠી ગમે છે યાર તું મને બહું જ ગમે છે. તું જેવો પણ હોય મારો છે મારે આજીવન તારા થઈ તારી સાથે રહેવું છે. પ્લીઝ મને ક્યારેય દૂર ના કરતો. વોડકા નો નશો તો ક્યારનો ઉતરી ગયો હતો પણ મનના પ્રેમનો નશો ક્રિશ્વીને સાચા ખોટાનુ ભાન ભૂલાવી ચૂક્યો હતો.


ક્રિશ્વી મન પાસેથી ઉઠી અને મનને સૂતા મૂકીને બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ. શરીરના આવરણો તો હતા જ નહીં એટલે એ સીધી જ બાથટબમાં જઈને નહાવા લાગી. મસ્ત ઠંડુ ઠંડુ પાણી ક્રિશ્વી ને રોમાંચીત કરી રહ્યું હતુ.


બાથરૂમમાંથી આવી રહેલા પાણીના અવાજને કારણે મનની આંખ ખુલી. દરવાજો ખુલ્લો હતો અને ક્રિશ્વી એકદમ મસ્ત લાગી રહી રહી. ક્રિશ્વીનું આકર્ષણ એવું હતું કે મનને ફરી ક્રિશ્વીને માણવાનું મન થઇ ગયું.


મન બાથરૂમમાં ગયો અને બાથટબમાં ક્રિશ્વી ઉપર એના આલિંગનમાં ગોઠવાઈ ગયો. હોઠ પર હોઠ મૂક્યા અને ક્રિશ્વીને પણ ફરી મનના આ વહેણમાં વહેવું પડે એ સ્થિતિમાં મૂકી દીધી.


મન, ક્રિશ્વી, બાથરૂમ, બાથટબ, મસ્ત ઠંડુ પાણી એકમેકના આલિંગનમાં ફરી શરીર જોડાઈ ગયા અને આ રોમાંચક પળોને માણી રહ્યા હતા. ક્યારેય વિચાર્યું કે સપનું પણ નહોતું જોયું એવી આ પળો હતી બંને માટે.


ક્રિશ્વીના શરીર પર ઠેરઠેર લવ બાઇટ્સ પણ મન સાથે ક્રિશ્વીને વધુ રોમાંચીત કરી રહ્યા હતા. ક્રિશ્વીને મનના આ જંગલી વેડા એટલે કે વાઇલ્ડ સેક્સ ગમ્યું હતું. ક્રિશ્વી બાથટબ માં ફરી મન સાથે એનું ધાર્યું થવા દેવામાં જોડાઈ ગઈ. બંને નહાયા અને તૈયાર થઈ ગયા.


ક્રિશ્વી એ મનને કહ્યું "મારે એક જગ્યાએ જવાની ઈચ્છા છે લઈ જઇશ?"


મન આજે ખુશ હતો "હા કેમ નહિ!"


ક્રિશ્વીની ગમતી જગ્યા રાધાકૃષ્ણ મંદિરમાં બંને ગયા. આંખ બંધ કરીને ક્રિશ્વીએ મનને જન્મો જન્મ સુધી સાથ માંગ્યો. મન પણ મંદિરના સાનિધ્યમાં શાંત થઈ રહ્યો હતો. ક્યાંકને ક્યાંક ઊંડે ખોટું કર્યાનો અહેસાસ આવી રહ્યો હતો. એકચિત્તે મન ક્રિશ્વીને એની લાગણીઓ સહ નિહાળી રહ્યો હતો. આ મંદિર ક્રિશ્વીના ઘરની નજીક હોવાથી બંને અહીંથી છૂટા પડ્યા.


મન રાત્રે સૂતો હતો અને અચાનક મેસેન્જર માં એક મેસેજ આવ્યો. અનન્યા... જ્યારથી શાલિની એ અંતર બનાવ્યું હતું ત્યારથી મન સોશિયલ મીડિયામાં એક્ટિવ થયો હતો. અનન્યા સાથે ઘણીબધી વાર મોડે સુધી વાતો કરતો હતો. અનન્યા ના પતિનું એક્સિડન્ટ માં અવસાન થયું હતું અને એ પોતાના બાળકો સાથે રહેતી હતી.


મન માટે એટલું પૂરતું હતું કે અનન્યા ને પણ પોતે આકર્ષિત કરી શકશે અને ફરી એ જ વિચારો કે અનન્યા ને પણ માણવી છે. આજે અચાનક આવેલા મેસેજથી મન મનોમન ખુશ થઈ ગયો હતો. બહુ દિવસથી મળવા માટે પૂછી રહ્યો હતો સતત ના પાડતી અનન્યા આજે મેસેજમાં મળવા માટે કહી રહી હતી.


શાલિની ને એક વર્ષ થવા આવ્યું હતું. પોતે એકલી રહેવા માંગે છે અને કામમાં છે એવું રટણ ચાલુ રાખ્યું હતું. તો આ તરફ મન કોઈ ને કોઈની શોધમાં હતો જે શાલિની ની જગ્યા પૂરી શકે અને એ જગ્યા માટે અનન્યા બેસ્ટ લાગી. અનન્યા સાથે મન બધીજ વાત શેર કરતો હતો.


પોતાનું લગ્ન જીવન કાવ્યા, પોતાનો પ્રેમ ક્રિશ્વી, પોતાની મિત્ર શાલિની બધું જ અનન્યા સાથે શેર કર્યું હતું. અનન્યા ખુશ હતી કારણ કે કોઈ વ્યકિત ભલે ગમે એવો હોય પણ લાગણીસભર થઈ સંબંધો સાચવી રહ્યો છે એ વાત એને મન તરફ દોરી ગઈ હતી.


છુપાવવા ઇચ્છતો હોત તો છુપાવી શક્યો હોત પણ બધું જ કહ્યું એ ગમ્યું હતું. બસ આ જ વાતથી પ્રભાવિત થઈ આજે અનન્યા એ વિચાર્યું કે મનને મળવું છે અને એણે પોતે જે વિચાર્યું છે એવું કરવું છે. પતિના અવસાન ના આટલા વર્ષો વીત્યાં પછી અનન્યા પુરુષનો સાથ ઝંખતી હતી જે એને સાંભળી શકે, સંભાળી શકે.


અનન્યા એ મળવાનું કહ્યું તરત મન સમજી ચૂક્યો હતો કે મારું કામ થઈ ગયું. કોઈ સ્ત્રી આટલું વિચાર્યા પછી જો મળવાની ઈચ્છા વ્યક્ત કરે એનો મતલબ મન જાણતો હતો. એક તરફ ક્રિશ્વી આ બે દિવસના પળો યાદ કરી રહી હતી તો આ તરફ મન અનન્યા સાથે એક નવા ખેલની તૈયારીઓમાં લાગ્યો હતો.


*****


અનન્યા અને મન વચ્ચે શું છે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...