કર્મોનો હિસાબ - (ભાગ ૧૦) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૧૦)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૦ )


ક્રિશ્વી વિચારવા લાગી કે શું કરવું! મનમાં સતત યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ પણ ઘોર. આખરે ક્રિશ્વીને લાગ્યું કે આ યુદ્ધનું સમાધાન શાલીની કરી શકશે. આવું વિચારી ક્રિશ્વીએ શાલીની ને ફોન કર્યો.


"કેમ છે તું?" ક્રિશ્વી બોલી.


"શું કહેવું છે એ કે." હંમેશાં ની જેમ બોલાતાં ની સાથે ભાવ સમજી જતાં શાલીની એ પુછ્યું.


"તને બહું ખબર મારી!" ક્રિશ્વી એ જવાબ આપ્યો.


"હા, ખબર હોય જ. બોલ ને શું થયું?" શાલીની એ ફરી પુછ્યું.


ક્રિશ્વીએ શાલીની ને એના અને મન વચ્ચે થયેલી વાત કહી. અને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ?


સામે શાલીની એ કહ્યું કે પ્રેમ એક પવિત્ર સંબંધ છે. આમાં શારીરિક જરૂરિયાતો સંતોષવી જરૂરી નથી. છતાં જો એમ લાગતું હોય કે હા આ વ્યકિત સાથે શારિરીક જરૂરિયાતો સંતોષવી છે તો ઓકે આગળ વધો મજા કરો. ખોટું પણ એમાં કશુંજ નથી. એ પણ કરી જ શકાય.


બસ આ બધી વાતોનો દોર પુર્ણ થતાંજ ક્રિશ્વી એ ફોન મુક્યો. દિવસભર બધુંજ રૂટિન બરાબર ચાલ્યું પણ રાત પડતાંજ ફરી આ બધા વિચારોએ મન અસ્થિર કરી રાખ્યું હતું.


કાળજી, રોમાન્સ, સેક્સ આ બધામાં પ્રેમ ક્યાં છે એ વિચારો સતત ક્રિશ્વીના મનને ઘેરી રહ્યા હતા. ક્યારેય પ્રગાઢ આલિંગન અને ચુંબનના સપના જોતી ક્રિશ્વીને મન સીધું બેડમાં આવવા કહી રહ્યો હતો.


આમને આમ અવઢવમાં બે દિવસ પસાર થયા. સારું-ખરાબ, પવિત્ર-અપવિત્ર આ બધુંજ મનમાં ચાલી રહ્યું હતું અને મનમાં તોફાનો સર્જી રહ્યું હતું. આટલા વર્ષના લગ્નજીવનમાં જેટલો પ્રેમ, જેટલી કાળજી, જેટલું મહત્વ નહોતા એટલું મન આપી રહ્યો હતો. તો શું એને હું એનું જોઈતું આપી દવ... એવું થઈ રહ્યું હતું!


આમને આમ વર્ષો વીતી રહ્યા હતા અને મનની ધીરજ ખૂટતી ગઈ. બહુ બધી વાર મુલાકાત નો દોર ચાલ્યો, બહુ બધી હગ કિસ થઈ પણ આખરે આખું શરીર તો ના જ મળ્યું. સતત પવિત્ર પ્રેમની પરિભાષા ક્રિશ્વીના મનમાં દોડી રહી હતી અને એને રોકી રહી હતી.


મળવાનો દોર સતત વધી રહ્યો હતો સાથે સાથે શરીર પામવાની ઉત્સુકતા મનમાં પણ વધી રહી હતી. આ અરસામાં શાલીની મનની એકદમ ખાસ મિત્ર થઈ ગઈ હતી અને મન બધીજ વાતો શાલીની સાથે શેર કરતો થઈ ગયો હતો. શાલીની મન અને ક્રિશ્વી બંને દ્વારા જાણી હતી કે આખરે મનને શું જોઈએ છે. હજું પણ આ વિશે થયેલી વાત મનને યાદ છે.


"શાલીની, મેં ક્રિશ્વી ને ફિઝિકલ રિલેશન માં આવવા કહ્યું છે પણ હજુ એનો જવાબ નથી આવ્યો."


"હા તો મન એક સ્ત્રી છે ને એ... શાંતિ થી વિચારી જવાબ આપશે. એને સાચા અર્થમાં માણવી હોય તો રાહ જો."


"હા પણ શાલીની... કેટલી રાહ! આટલા વર્ષોથી ઓળખે છે, આટલા વર્ષ પ્રેમ સંબંધને થઈ ગયા. હજુ કેટલી રાહ?"


"એ મને નથી ખબર મન મને પણ પ્રેમ એક પવિત્ર સંબંધ છે તો સાચા અર્થમાં નિભાવ."


"પણ મારે એને માણવી છે બહુ બધું..." મન બોલી ઉઠ્યો.


"હા, તો પ્રેમ કેમ કર્યો? સીધું જ કહી દેવાય તારા શરીરમાં મને રસ છે. પ્રેમ કર્યો છે તો એ જ રીતે આગળ વધ."


"શાલીની તે આમ પ્રેમ કર્યો હોય તો તું શું કરે?" મનથી પુછાઇ ગયું.


"પવિત્ર પ્રેમ... મને એવું લાગે છે કે સેક્સ શરીરને સંતોષ આપવા કરવાનું હોય એ તો થોડા પળ માટે હોય તો એ માટે કોઈપણ વ્યક્તિ ચાલે એના માટે પ્રેમ હોવો જરૂરી નથી." શાલીની બોલી.


"પ્રેમ કરતા હોઈએ એની સાથે સેક્સ કરવાથી પ્રેમ અપવિત્ર થઈ જાય?" મન બોલ્યો.


"હા, કદાચ એવું... શરીર સાથે સંબંધ બાંધવાથી પ્રેમ સમય સાથે ઓછો પણ થઈ જાય. પ્રેમ પ્રેમ જ ના રહે." શાલીની બોલી.


મનના મન ઉપર આ શબ્દોની ઊંડી અસર પડી હતી આથી મન હવે ક્રિશ્વી ને ફિઝિકલ રિલેશન માટે જવલ્લે જ પૂછતો હતો. પણ હા ક્રિશ્વી ને માણવી એ હજું પણ એવુંજ મનમાં ચાલી રહ્યું હતું.


સાથે શાલીની એ કહેલા શબ્દો ચુભી રહ્યા હતા કે "હા, તો પ્રેમ કેમ કર્યો? સીધું જ કહી દેવાય તારા શરીરમાં મને રસ છે." શાલીની સાથે આવા જ બહુબધા સંવાદ મન કરતો હતો. મનને શાલીની સાથે ફાવી ગયું હતું અને જેમ પ્રેમ માટે ક્રિશ્વી પ્રત્યે જેવી ઉત્સુકતા હતી એવીજ શાલીની પ્રત્યે થઈ રહી હતી. કારણ કદાચ એકજ હતું એકદમ લાગે એવું તરત કહેવું અને ઈચ્છા થાય એવું જીવવુ.


આખરે ઘણા વર્ષોના મનોયુદ્ધને અંતે ક્રિશ્વી એ નિર્ણય કર્યો કે હા હું ઈચ્છીશ આ વ્યકિત સાથે એનું ગમતું કંઇપણ કરવું. મેસેજ કરી મનને કહી દીધું કે હા હું તારી સાથે ફિઝિકલ રિલેશન માટે તૈયાર છું. તું કહીશ ત્યાં અને તને મન હોય એવો.


*****


ક્રિશ્વી શું નિર્ણય લેશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...