કર્મોનો હિસાબ - (ભાગ ૨૦) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૨૦)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૦ )


સવાર પડતાં જ શાલીનીનો મેસેજ આવ્યો કે હા સાંજના શો માં જઈએ. મને બે કોર્નર ટિકિટ બુક કરાવી. ઇરાદા સાફ હતા કે આજે શાલીની સાથે બસ ધાર્યું કરીને જ રહેવું છે. આમપણ શાલીની એ સંબંધને મૃતપાય કહ્યો છે તો એ જ બરાબર. પણ એને પણ ખબર પડવી જોઈએ આ મન કોણ છે. આ બધા વિચારો સાથે મન સાંજની રાહ જોવામાં લાગી પડ્યો.


શાલીની ને મન પર પોતાની જાત કરતા પણ વધુ વિશ્વાસ હતો એટલે એ કંઇપણ વિચાર્યા વિના મન સાથે મૂવી જોવાનું પસંદ કર્યું. ક્યાંકને ક્યાંક શાલીની ને હતું કે મન જેવો પણ છે સારો છે. સામે મન પોતાનું ધાર્યું થઈ રહ્યું છે એ રાહમાં હતો.


નક્કી કરેલા સમય મુજબ શાલીની અને મન મૂવી જોવા પહોંચી ગયા. શાલીની ને જોઈ મન અવાક રહી ગયો. શાલીની ઉંમરના આ પડાવે પણ આંખો આંજી નાખે એવી લાગતી હતી. એના સુડોળ અને ભરાવદાર શરીર પર લોંગ સ્કર્ટ અને ટોપ શોભી રહ્યા હતા. મન પણ મનમાં બોલી ઉઠ્યો વાહ મસ્ત લાગે છે યાર મજા આવી જશે, એકદમ સેક્સી.


શાલીની મનની આ નજર પારખી ગઈ હતી છતાં પણ ઊંડે ક્યાંક વિશ્વાસ હતો કે મન એવું કંઇજ નહીં કરે. એટલે એ મનની પડતી દ્રષ્ટિ રોકવા બોલી. " કેમ છે મન?"


"હું એકદમ મજાનો, પણ શાલું looking Hot Yaar" મન બોલી ઉઠ્યો.


"અરે જા જા સાલા લુચ્ચા, મસ્કા માર્યા વગર હવે મૂવી નો ટાઈમ થયો ચાલ અંદર." મન ને રોકતા શાલીની બોલી.


"હા તો ચાલ જઈએ" શાલીની નો હાથ પકડતા મન શાલીની ને ખેંચી ને લઇ ગયો.


શાલીની અને મન આજુબાજુની સીટમાં ગોઠવાઈ ગયા. મને હાથે કરીને એવી સીટ અને મૂવી સિલેક્ટ કર્યું હતું કે પબ્લિક ઓછી હોય. પોતાનું ધાર્યું કરી લેવાની જીદ મન પર સવાર થઈ હતી.


મૂવી ચાલુ થઈ ગયું હતુ. મન શાલીની નો હાથ પોતાના હાથમાં લઈ સહલાવી રહ્યો હતો. શાલીની પણ મનને સાથ આપી રહી હતી. એક મિત્ર સાથે આમ હાથમાં હાથ રાખવો કોઈ ખરાબ વાત તો હતી જ નહીં શાલીની એવું માનતી હતી. એને ક્યાંકને ક્યાંક એવું હતું કે કંઈ કરતાં મન પાછો સારો વ્યક્તિ બની જાય જેવો છે એવો. પણ મન આજે કઈક અલગ જ કરવાના મૂડમાં હતો.


આમ કરતાં કરતાં ઇન્ટરવલ પડ્યો પણ મનની આગળ વધવાની હિંમત જ ના થઈ. મન હવે નક્કી કરી બેઠો હતો કે હવે તો એ એનું ધાર્યું કરીને જ રહેશે. મન ફરી શાલીનીની બાજુમાં ગોઠવાયો અને પહેલા કરતા બહુ બધી હિંમત ભેગી કરી બેઠો હતો.


જેવું મૂવી સ્ટાર્ટ થયું મન શાલીની ની જાંઘ પર હાથ ફેરવવા લાગ્યો અને પગથી સ્કર્ટ ઊંચું કરી પગ સહલાવવા લાગ્યો. શાલીની અસહજ થઈ રહી હતી અને મન આ તરફ મન હદ વટાવી રહ્યો હતો.


શાલીની એ મનનો હાથ એક જ ઝાટકા સાથે દૂર કર્યો ને ઉભી થવા ગઈ. મનનું પુરુષત્વ ઘવાયું હોય એમ મને શાલીની કંઇપણ સમજે, વિચારે, કરે એ પહેલા એક ઝાટકા સાથે ફરી બેસાડી દીધી, એના ફરતે પોતાના હાથ મજબૂતાઈથી વીંટાળી દીધા ને જબરજસ્તી હોઠ પર હોઠ લગાડી દીધા. એક પુરુષની તાકાત સામે પહેલા તો શાલીની ઠંડી પડી ગઈ પછી તરત જ હિંમત ભેગી કરી સફાળી ઉઠી મનને એક લાફો માર્યો અને ઝડપભેર બહાર નીકળી ગઈ.


એક તરફ પુરુષનું પુરુષત્વ ઘવાયું હતું તો બીજી તરફ અતૂટ વિશ્વાસ કાચની જેમ તુટી ભુક્કો થઈ ગયો હતો. શાલીની ને એ વખતે પોતાની ખાસ મિત્ર ક્રિશ્વી યાદ આવી અને કંઇપણ વિચાર્યા વિના ફોન જોડ્યો. એની સાથે જે પણ ઘટના ઘટી એ ક્રિશ્વી સાથે શેર કરી. ક્રિશ્વી મન પર એટલો વિશ્વાસ કરતી હતી કે એને પહેલા તો આ વાત પર વિશ્વાસ જ ના આવ્યો.


વિશ્વાસ અપાવવા શાલીની એ ક્રિશ્વીને કોલ ચાલુ રાખી મનને ફોન કર્યો અને ક્રિશ્વી ને ચૂપ રહેવા જણાવ્યું. મન વારંવાર માફી માંગી રહ્યો હતો અને આવું ફરી નહીં થાય એમ કહી રહ્યો હતો. એ પોતે શાલીની ને પ્રેમ કરે છે એટલે આવું કર્યું એવું પણ કબૂલી રહ્યો હતો. આ વાત અહીંજ અટકાવતા શાલીની એ મન નો ફોન કટ કર્યો અને ક્રિશ્વી સાથે વાતોનો દોર આગળ વધાર્યો.


શાલીની નો વિશ્વાસ તૂટી ગયો હતો જ્યારે આ તરફ તો ક્રિશ્વી જ તૂટી ગઈ હતી. એને હજુપણ વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે વ્યકિતને બધુંજ સોંપ્યું એ વ્યકિત આવી નીકળી. ચોધાર આંસુએ રડી એ ત્યાજ ઢળી પડી. શાલીની પણ આ બધા ઘટનાક્રમ માં ભૂલી ગઈ હતી કે મન એ વ્યક્તિ હતો જે ક્રિશ્વી ને જીવથી વધારે વહાલો હતો. એને ક્યાંકને ક્યાંક એવું લાગ્યું ક્યાંક મારાથી કહેવામાં ઉતાવળ થઇ ગઇ.


*****


શું શાલીની મનને માફ કરશે?
અનન્યા ને ખબર પડશે તો શું કરશે?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...