કર્મોનો હિસાબ - (ભાગ ૨૩) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૨૩)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૩ )


પોતાના પિશાચી ઈરાદાઓ સાથે મન જીવી રહ્યો હતો અને બસ રાત્રે સુમસાન રસ્તા પર વિચારોમાં દોડી રહ્યો હતો. અચાનક રસ્તા પર આવતા ખાડાને લીધે મનનું બેલેન્સ ગયું અને બાઇક સાથે મન રસ્તા પર પટકાયો. થોડાજ પળમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. આંખે અંધારા, ચારે તરફ શાંતી, એકાંકી મન બસ ત્યાંજ મનની આંખ મીંચાઈ ગઇ.


આંખ ખુલતા જ જોયું તો મન હોસ્પિટલના બિછાને ICU માં પડ્યો હતો. પુરા બે દિવસ પછી મનને ભાન આવ્યું હતું. કાવ્યા, ક્રિશ્વી, અનન્યા બધાં જ આટલા સમયમાં બેબાકળા થઈ ગયા હતા. મન બસ ટગર ટગર આજુબાજુ જોઈ રહ્યો હતો. મગજ ઉપર વાગેલા ઘાની એટલી ઊંડી અસર હતી કે જીભ પણ થોથવાઈ રહી હતી. ફરી આંખો ઘેરાવા લાગી.


સહેજ અવાજ અને હલચલ થતાં નર્સ ત્યાં દોડી આવી અને તરત હાર્ટ બિટથી લઈ બધાં જ ઇન્ડિકેટર ચેક કર્યા.


નર્સે મનનો હાથ હાથમાં લીધો અને બીજા હાથે સહેજ માથે હાથ ફેરવતા પુછ્યું. "તમે ઓકે છો ને? શું થઈ રહ્યું છે?"


મન વાત સાંભળી રહ્યો હતો પણ જવાબ આપવામાં મુશ્કેલી પડી રહી હતી. ડોકટર પણ દોડી આવ્યા અને મનને ચેક કર્યું. કાવ્યા પણ આવી અને મનને જોઈ બસ રડતી જ રહી. ડોકટરે પરિસ્થિતિ અનુરૂપ સાંત્વના આપતા કાવ્યાને મનથી દૂર કરી.


મનની સ્થિતિ નાજુક હતી. ક્રિશ્વી અને અનન્યા પણ આ સ્થિતિથી વાકેફ હતા. ડોકટરની સૂચના મુજબ બહુબધા રિપોર્ટ કરવાના હતા અને મનને આરામની જરૂર હતી. આથી મનને આવતા થોડા દિવસ દેખરેખ માટે ICU માં જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું.


મન માટે સ્પેશિયલ નર્સ પ્રિયા મૂકવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી મન આવ્યો ત્યારથી એ સતત મનની દેખરેખ રાખી રહી હતી. મને તરત એનો મોબાઈલ માંગ્યો. મન કાવ્યાને તો મળ્યો હતો પણ મનને ક્રિશ્વી અને અનન્યા શું સ્થિતિમાં હશે એ પણ જોવું હતું.


મનની આ દરેક હિલચાલ ઉપર નર્સ પ્રિયાની નજર હતી પરંતુ એ પોતાનું કામ કરી રહી હતી અને થોડીવારમાં જ ફોન સાઇડ પર મુકાવી ડોક્ટરની સૂચના મુજબ મનને આરામ કરવાનું કહ્યું.


મન પણ નર્સ ની દરેક હરકત પર નજર રાખી રહ્યો હતો. પોતાના કામને એકદમ શિદ્દતથી કરી રહી હતી. એકદમ શાંત લાગી રહી હતી પણ ક્યાંક આંખોના ઊંડાણમાં કોઈ ઘા હશે એ ચોક્કસ મન સમજી ચૂક્યો હતો.


નર્સ પ્રિયાની દેખરેખમાં દિવસે ને દિવસે મનની હેલ્થ બેટર થઈ રહી હતી અને મન ને પણ આ કાળજી ગમી રહી હતી. પ્રિયા એની કાળજી રાખી રહી હતી અને દેખાવમાં મોહક હતી આથી મન પણ એની તરફ વળી રહ્યો હતી. કોણ જાણે કેમ પણ મનને એનું કાળજી રાખવું ગમી રહ્યું હતું.


મન ક્યારેક સૂતો ત્યારે પ્રિયા બાજુની ખુરશીમાં કોઈ સાથે ક્યારેક ક્યારેક VC માં ધીમેધીમે વાતચીત કરતી તો ક્યારેક ચેટ પણ કરતી. વાતવાતમાં ખબર પડી કે પ્રિયાના લગ્ન હજુ થોડા મહિના પહેલાં જ થયા છે.


આ તરફ મનની દરેક હરકત પર પ્રિયાની નજર હતી પણ પ્રિયા બસ એનું કામ કરી રહી હતી. કાવ્યા ને દિવસમાં થોડા પળ મન સાથે રહેવાની પરમિશન હતી તો મન ત્યારે એની સાથે રહેતો બાકીના પળ એ કોઈ સાથે વાત ને ચેટિંગ કર્યા કરતો.


આ તરફ મન પણ સમજી ચૂક્યો હતો કે પ્રિયા કોઈ તકલીફ માં છે તો પ્રિયા સમજી ચૂકી હતી કે મનની જિંદગીમાં એની પત્ની સિવાય પણ બીજું કોઈક છે.


બહુબધાં દિવસ થયા પણ મનની સ્થિતિ હજુ સ્થિર થઈ નહોતી. કોઈ કોઈ વાર મનને માથામાં સખત દુખાવો થતો અને બેબાકળો થઈ ઉઠતો. પ્રિયા તરત જ નજીક આવતી અને મનનો હાથ હાથમાં લઈ, માથે હાથ ફેરવીને કોઈ પોતાનું સાથે છે એમ કાળજી રાખતી. મનને આ સ્પર્શ ગમવા લાગ્યો હતો, આ કાળજી ગમવા લાગી હતી.


એક રાત્રે મન સૂતો હતો અને પ્રિયા કોઈ સાથે ચેટ પર વાતો કરતી હતી. મનની આંખ ખુલી તો જોયું પ્રિયા રડી રહી હતી. અવાજ દબાઈને રહી ગયો હતો જ્યારે લાગણીઓ આંખોથી ધોધમાર વરસી રહી હતી.


મને પ્રિયાનો હાથ પકડ્યો તો પ્રિયા ચમકી ને સફાળી બધું ઓકે છે એવું જતાવવા પ્રયત્ન કરવા લાગી. મને કહ્યું પ્રિયા અહીં બેસ હું કંઇજ નથી પૂછી રહ્યો પણ શાંત થા. હું કેટલાયે દિવસથી એ તો જોઇજ રહ્યો છું કે તારી જિંદગીમાં કંઈક તો તને ના ગમતું ચાલી રહ્યું છે. પણ તું એકદમ શાંત થા.


પ્રિયા ઊભી થવા જતી હતી ત્યાંજ મને બેસાડી અને કહ્યું મેં કંઈ જ પુછ્યું નથી બસ તું શાંત થા. અહીં જ મારી બાજુમાં જેમ બેઠી હતી એમ જ બેસ. દરરોજ મન ને પ્રિયા સાંત્વના આપતી હતી જ્યારે આજે મન પ્રિયા ને સાંત્વના આપી રહ્યો હતો.


*****


પ્રિયા અને મન વચ્ચે શું સંબંધ સર્જાશે?
અનન્યા ને ખબર પડશે તો શું કરશે?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...