મનસ્વી - ૧૪ Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનસ્વી - ૧૪

મનસ્વી - ૧૪

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

સ્વાતિ મેઢ

રવિવારની સવાર હતી. રસ્તા લગભગ ખાલી હતા. સાગરનો બંગલો શહેરના છેવાડે હતો. નિકુંજભાઈ શહેરના ભરચક વિસ્તારની એક સોસાયટીમાં ટેનામેંટમાં રહેતા હતા. મનસ્વી અકળાયેલી હતી અને રસ્તા ખાલી. ખૂબ ઝડપથી એક્ટિવા ચલાવતી નિકુંજભાઈને ઘેર પહોંચી. ત્યાં એક્ટિવા પહોંચ્યું કે કમ્પાઉન્ડમાં રમતી સ્તુતિ દોડતી આવી. ‘મમ્મી, મારી મમ્મી આવી.’ ઉત્તેજીત થઈને મોટેથી બોલી. ‘મમ્મી મમ્મી, પપ્પાએ જતી વખતે મને ફોન કેમ કર્યો? હું જાગતી હતી.’ રડમસ અવાજે બોલી.

ઊંઘી ગયો તારો પપ્પો, આખો દિવસ પપ્પા, પપ્પા. મૂક એનું નામ.’ મનસ્વીએ છણકો કર્યો. સ્તુતિ ડઘાઈ ગઈ. ત્યાં કપડાં સૂકવતાં મેઘનાભાભીએ સાંભળ્યું. ‘અરે શું મનસ્વીબેન, છોકરીને વઢો છો કેમ? અંદર આવો. સ્તુતિ બેટા મમ્મી તો અહીં રહેવાની છે. તું મારી સાથે ચાલ આપણે રસોડામાં બધાના જમવાની તૈયારીઓ કરીએ.’ ‘ત્યારે શું? હું અહીં ઊભી છું ને પપ્પા પપ્પા કરે છે ને માણસ...’ મનસ્વી બબડી. મનસ્વીનો ઉશ્કેરાટ જોઈને બધાને નવાઈ લાગી. ઓછાબોલી, લાગણીઓ ઝટ દર્શાવતી સ્ત્રી આજે આમ ઉશ્કેરાઈ ગઈ? નિકુંજભાઈ, મલય, કશ્તી સમજી ગયા કે મનસ્વીને કશુંક તો ખબર છે . હવે વાત કદાચ સહેલી બનશે.

અંદર આવ મનસ્વી, જો તને કોણ મળવા આવ્યું છે?’ નિકુંજભાઇએ મનસ્વીને બોલાવી. ડ્રોઈંગરૂમમાં પેસતાં મનસ્વીએ પહેલા મલયને અને પછી કશ્તીને જોયાં. બે સાથે અહીં કઈ રીતે? એને પ્રશ્ન થયો. તે સવારના વખતે? કેમ? એણે તરત સ્વસ્થતાનું મહોરું ચડાવી લીધું અને ખૂબ ઉમળકાથી કશ્તીને અને મલયને ભેટી. ‘કેમ આજે કશો પ્રોગ્રામ છે કે શું? સવારે સવારે બધાં મારાં મેઘનાભાભીને હેરાન કરવા આવી ગયાં છો?’

ના, ના આમ બસ અચાનક. અમે તો ભાઈ એનઆરઆઈ. નવરાશ મળે ત્યારે ચડાઈ કરીએ ને થોડા દિવસ પછી છૂ.’ મલય હસીને બોલ્યો. સાથે કશ્તીને ઉપાડી લાવ્યો. ઇન ફેક્ટ બે દિવસ પછી નિકુંજભાઈની વર્ષગાંઠ છે ને એનું પ્લાનિંગ કરવુંતું. ત્યાં જાણ્યું કે તું આવવાની છું એટલે થોડું વધારે બેસી પડ્યા.’ મલય એની કાયમની રીતે હસતો હસતો બોલ્યો. ‘ને પછી હવે તો જમીને જવાના.’ થોડી વાર પહેલાનું ચિંતાભર્યું વાતાવરણ હળવું બન્યું. થોડી વાર સુધી અમસ્તી વાતો થતી રહી. કોઈને સમજાતું હતું કે પેલી સમસ્યાની વાત કઈ રીતે લાવવી? જમવાનો સમય થયો. કશ્તી અને મનસ્વી મેઘનાભાભીને મદદ કરવા રસોડામાં ગયા. કશ્તીએ તક ઝડપી લીધી. મનસ્વીની સામે જોઈને પૂછ્યું, ક્યાં સુધી મહોરું ચડાવી રાખીશ મનસ્વી?’

મહોરું ? મહોરું કેવું?’ મનસ્વી બોલી.

જો, અમે બધા કશુંક જાણીએ છીએ અને તું પણ કશુંક સમજે છે. વાત કર. ખોલી નાખ તારું મહોરું.’ કશ્તીએ કહ્યું.

હા, મનસ્વીબેન કહી નાખો સાચી વાત, મેઘનાભાભી બોલ્યાં. મનસ્વી હવે ઢીલી પડી ગઈ. ‘હું તમને કહેવાની હતી ભાભી પણ અહીં બધાને જોઈને...’ અટકી ગઈ.

નો પ્રોબ્લેમ.. તું બોલી નાખ.’ કશ્તીએ કહ્યું અને મનસ્વીના મનનો આડબંધ તૂટી પડ્યો. એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. કશ્તી એને રસોડાની બહાર લઈ ગઈ. સદભાગ્યે બાળકો બીજા રૂમમાં વિડીયો ગેમ રમવામાં મશગૂલ હતા. કશ્તીએ એને ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેસાડી. સામે નિકુંજભાઈ અને મલય પણ બેઠા હતા. થોડીવાર મનસ્વી રડતી રહી. પછી શાંત થઈ અને કહેવા માંડી. બોલતી ગઈ. એનો અંકુશ સાથેનો પ્રણયસંબંધ, લગ્ન, અંકુશની બેજવાબદાર હરકતો, છૂટાછેડા, એકલા રહેવું, સાગરનો પરિચય, સલામતી અને સ્નેહની અપેક્ષા, સાગરનો એના મિત્ર સાથેનો સંવાદ, ને કેટલું બધું. બોલતી રહી, બોલતી રહી. બધાં મૌન હતાં. સ્તબ્ધ હતાં. એમણે ધાર્યા કરતાં ગંભીર હાલત હતી. હવે શું? સવાલ સૌના મનમાં ઘૂમરાઈ રહ્યો. તો મનસ્વી પણ ક્યાં જાણતી હતી સાગરનું સાચું સ્વરૂપ? હવે? મલયે વૈશાલી પાસેથી જાણેલી રિયા વિષેની વાત પણ કહી. બધાને લાગતું હતું કે મનસ્વી દલદલમાં ગરક થઈ જાય પહેલાં એને બહાર કાઢવી પડે. પણ કઈ રીતે? પણ હું સ્તુતિ સાથે ક્યાં જાઉં? એને માટે સલામતીનો સવાલ છે. એક ટીનએજ છોકરી. બાપની છાયા વિના... અને વળી અંકુશની સતામણી...’ અટકી ગઈ. થોડી વાર શાંતિ પ્રસરી રહીપણ મનસ્વી, સાગર જેવા માણસ પાસે સ્તુતિ સલામત કહેવાય? આઈ ડાઉટ ઈટ’. કશ્તીએ કહ્યું, આમ તો સારા સમાચાર કહેવાય પણ મને જાણવા મળ્યું છે કે અંકુશ હવે દુનિયામાં નથી રહ્યો.’ એણે ઉમેર્યું. મનસ્વીને આમ રાહત થવી જોઈતી હતી પણ કશું બોલી. પછી મેઘનાભાભી ધીરેથી બોલ્યાં, એમ કરો મનસ્વીબેન, સાગર બહાર છે. તમે નિકુંજની વર્ષગાંઠની પાર્ટીની તૈયારી માટે અહીં આવી જાઓ. સાગર આવશે ત્યારે જોયું જશે.’

બરાબર છે. થોડો ટાઈમ જોઈશે કશું પણ કરવું હશે તો...’ નિકુંજભાઈ બોલ્યા. ત્યાં મલયે ઝંપલાવ્યું. ‘ચાલો ભાઈ, એનઆરઆઈને ગુજરાતી ભોજન જમાડવાનું પુણ્ય લો. મનસ્વી, બી બ્રેવ, વી આર હિયર તો હેલ્પ યુ.’ વાત ત્યાં અટકી ગઈ. બાળકોને બોલાવીને સૌ સાથે જમ્યા. વાતાવરણનો ભાર હળવો કરવા મલયે કેનેડામાં બોલાતા અંગ્રેજીની વાતો કરીને બાળકોને હસાવ્યા. જમવાનું પૂરું કરીને બધાં બેઠા ત્યારે બપોર લગભગ પૂરી થવા આવી હતી. સાંજ થઈ જાય પહેલાં મનસ્વીને ઘેર પહોંચવું હતું. કશ્તી આગ્રહ કરીને એની જોડે ગઈ. મલય પણ સાથે ગયો. બધાને મનસ્વીની ચિંતા થતી હતી.

શહેરની બહાર આવેલો બંગલો ભવ્ય અને મનોહર લાગતો હતો પણ મલયને લાગ્યું કે કંઈક વિચિત્ર ડિઝાઇન હતી. અંદર જનાર વ્યક્તિને પહેલાં સામે ઊંચી દીવાલ મળે. બે તરફ નાના સાંકડા પેસેજમાં થઈને અંદર જવાનું. દીવાલો પર વિશાળ ભીંતચિત્રો. ચારે તરફ એન્ટિક ચીજો કળાત્મક રીતે ગોઠવેલી. એને વૈશાલીએ કહેલી વાત સાચી લાગી. બંગલો ભલે સુંદર હોય. અહીં રહેનાર માણસ? ના, મનસ્વીને અહીં એકલી તો રહેવા દેવાય. એણે કહ્યું, મનસ્વી કાલે સવારે નહીં. અત્યારે ચાલને. હજી તો સાંજના સાત વાગ્યા છે.’ કશ્તીએ પણ એને સમજાવી અને મનસ્વી અને સ્તુતિને તૈયાર કરીને બધા પાછા નિકુંજભાઈને ત્યાં આવી ગયા ત્યારે રાતના નવ વાગ્યા હતા. વહેલા સૂઈ જવાની ટેવવાળા મલયને ઊંઘ આવવા માંડી. કાલે ફરી મળવાનું કરીને બધા છૂટા પડ્યા.

રંગેચંગે પાર્ટી પતી ગઈ. બે દિવસમાં અનેક વાર મનસ્વીનો પ્રશ્ન ચર્ચાયો અને બધાનો એક મત હતો. હવે મનસ્વી સાગર સાથે સંબંધ રાખવો જોઈએ. મનસ્વીને પણ એમ લાગતું હતું. તરત એણે નક્કી કરી લીધું કે ફરી પછી પોતાની અગાઉની રીતે એકલી રહેશે. મેઘનાભાભીએ તો એને પોતાને ત્યાં રહેવા કહ્યું, પણ મનસ્વી વાત માની. એક ઉકેલ તરીકે નક્કી થયું કે મનસ્વી એમની નજીક કોઈ નાનું ઘર શોધીને રહે. ‘મનસ્વીબેન, સ્તુતિ હવે મોટી થવાની. એને કોઈ મોટું એની આસપાસ હોય જરૂરી છે.’ મનસ્વી માની ગઈ.

***

મલય એને ઘેર પાછો પહોંચ્યો. શનિવારની સાંજ હતી. કેનેડામાં શનિવારની સવાર. એણે વૈશાલીને ફોન જોડ્યો. મનસ્વી એમની વાતોનો મુખ્ય વિષય હતી. લાંબી વાતો કરીને વૈશાલીએ કહ્યું, મલય આપણે એને કેનેડા બોલાવીએ?’ વૈશાલીની ઉદારતા કહેવાય. ‘યુ નો મલય, ઈંડિયામાં કોઈ સ્ત્રી માટે એકલા રહેવું બહુ મુશ્કેલ હોય છે. અને એમાં હવે સાગરથી છૂટા પડીને ત્યાં રહેવું? મને ઠીક નથી લાગતું. તું એને સમજાવ. હમણાં ફરવા આવે. પછી એના ક્વોલિફિકેશન્સ જો બરાબર હોય તો લાંબુ રહેવામાં વાંધો નહીં આવે. માંડ પાંત્રીસ વર્ષની હશે કેમ?’

મલય સાંભળી રહ્યો! એક વાર વૈશાલી બોલેલી, હું મનસ્વીને બીજી રિયા નહીં થવા દઉં.’ શી રિયલી મેન્ટ ઈટ! પોતાની અતિસહાનુભૂતિથી ખીજાવાને બદલે વૈશાલી એના મનોમંથનમાં સાથ આપતી હતી. રાતે મલય ખૂબ ખૂબ નિરાંતે ઊંઘ્યો.

***

રાત મનસ્વી માટે ઉજાગરાની રાત હતી. પાર્ટીમાંથી પરવારીને સૌ સૂતાં પણ મનસ્વી ઊંઘી શકી. આજકાલ એનું મન વારેવારે વિચારે ચડી જતું હતું. વીતી ગયેલા વર્ષો, વર્તમાન સમય અને ભવિષ્યની સંભાવનાઓ વારાફરતી એને સતાવતી રહેતી હતી. નિકુંજભાઈને ઘેર રહેવા આવ્યા પછી બે કે ત્રણ વાર સાગરને બંગલે જઈને પોતાનાં અગત્યનાં કાગળો ત્યાંથી લઈ આવી હતી. અંગત ઉપયોગની વસ્તુઓ અને જ્વેલરી પણ લઈ આવી હતી. સાગરથી છૂટા પડવું એનો નિર્ણય હતો. ભાઈની નજીક જુદા રહેવું, પોતાનું જૂનું કામ ફરી શરૂ કરવું પણ નક્કી હતું. સાગર દસ દિવસ માટે ગયો હતો. હવે દસ દિવસ થવા આવ્યા હતા. પાછો આવીને પોતાને બંગલામાં નહીં જુએ એટલે ફોન તો કરશે . ફોનનો શું પ્રતિભાવ આપવો એની વિમાસણ એને સતાવતી હતી. સાગર સાથે રહેવા માટે શું કારણ આપવું? આગ્રહ કરશે તો? દબાણ કરશે તો? ધમકી આપશે તો? સ્તુતિનું શું? એને હું કઈ રીતે સમજાવીશ? એક વાર ભૂલ કરી અંકુશ સાથે જોડાવાની. બીજી વાર સાગર. ઓહ, શું કરું છું હું? શાને માટે? સલામતીની ઝંખનાની આવડી મોટી કીંમત ચૂકવવી પડે? બધું છોડીને ક્યાંક જતી રહું. જાતજાતના સવાલો-જવાબો મનમાં આવતા હતા. વાતાનુકૂલિત બેડરુમમાં પરસેવે રેબઝેબ થતી હતી.

એટલી વારમાં એના મોબાઇલમાં એલાર્મગીત વાગ્યું. ‘હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે...’ સવાર થઈ ગઈ હતી. સ્તુતિને સ્કૂલે મોકલવા તૈયાર કરવાનો સમય થઈ ગયો હતો. મનસ્વી પથારીમાંથી ઊભી થઈ. સામી દીવાલે પથારીમાં ઊંઘતી સ્તુતિને એણે જગાડી. થોડા દિવસથી ઘરમાં મોટાઓ વચ્ચે થતી વાતો થોડી સાંભળતી હતી. પણ કશુંક સમજવા માંડી હતી. સ્તુતિ તરત બેઠી થઈ ગઈ. ‘ગુડમોર્નિંગ મોમ, બોલીને હસતી હસતી બાથરૂમ તરફ જતી રહી. આટલા થોડા દિવસમાં જાણે મોટી થઈ ગઈ હતી.

***

બીજે દિવસે સવારે મલય નિકુંજભાઈને ઘેર પહોંચી ગયો. સીધો પોતાનો પ્રસ્તાવ કહ્યો. હું કેનેડા પહોંચું કે તરત મનસ્વીને ત્યાં બોલાવવાની ગોઠવણ કરું. હા, વૈશાલીની સંમતી છે. એનો છે આઇડિયા. અહીં રહે તો સાગર એને જંપવા નહીં દે. છેક લગ્ન સુધી પહોંચાડેલી એની યોજના આમ નિષ્ફળ જાય સહી લે તેવો માણસ નથી . કામમાં તમારો સાથ બહુ જરૂરી છે.’

હા, આમ તો તારી વાત બરાબર છે પણ મનસ્વી માનશે? અને ત્યાં આવે તો કેટલો વખત? પાછા તો એણે આવવું પડવાનું ને?’ નિકુંજભાઈએ સવાલ ઉઠાવ્યો. ‘સાથે સ્તુતિ પણ હશે. તારે બંનેની જવાબદારી ઉપાડવી પડે.’

હું સમજું છું. કેનેડામાં માઈગ્રેટ પણ થઈ શકે મનસ્વી. પહેલાં જો થોડો સમય આવે અને રહે તો વિષે પણ આપણે કામ કરી શકીએ.’ મલય તો જાણે આખું પ્લાનિંગ કરીને બેઠો હતો! મનસ્વી માનશે એવી ખાતરી સાથે.

ભલે ટ્રાય કરીએ.’ નિકુંજભાઈએ સંમતિ આપી. હવે મનસ્વી સાથે વાત કરવાની હતી. મનસ્વી અને સ્તુતિ નીચે આવ્યાં ત્યારે મલય પૂછતો હતો. ‘એનો અને સ્તુતિનો પાસપોર્ટ છે?’

લો. આવી ગઈ એને પૂછી જો.’ નિકુંજભાઈ બોલ્યા.

શું?’ મનસ્વીએ પૂછ્યું.

નિકુંજભાઇએ એને મલયનો પ્રસ્તાવ સમજાવ્યો. ચા લઈને રસોડામાંથી આવતાં મેઘનાભાભીએ પણ સાંભળ્યું અને ટેકો આપ્યો. ‘હમણાં તો છોકરાંને સ્કૂલે રવાના કરીએ મનસ્વીબેન, પછી ચર્ચા કરીએ.’ એમણે કહ્યું અને વાત ત્યાં અટકી. મનસ્વીને મલયનો પ્રસ્તાવ ગમ્યો. હજી રાતે તો એણે વિચારેલું કે કશેક દૂર જતી રહું. વિચાર આવો વળાંક લે એની કલ્પનાની બહાર હતું. થોડી વધારે વાત કરીને બધાં એકમત થયાં કે મનસ્વી સ્તુતિનું વેકેશન શરૂ થાય ત્યારે તરત કેનેડા જવું અને માટે તૈયારીઓ કરવા માંડવી. હજી જોકે થોડા મહિનાની વાર હતી. મનસ્વી સમય દરમ્યાન પોતાનું કામ ચાલુ રાખવું. સ્તુતિને હમણાં કશું કહેવું. વિખવાદથી થોડી મૂંઝાયેલી હતી. એને સ્થિર થવા દેવી.

***

એરપોર્ટથી સાગર ઘેર પહોંચ્યો. ત્યાં મનસ્વી હશે એને સરપ્રાઈઝ આપવી એવો વિચાર એણે કરેલો પણ ઘેર જઈને જોયું તો ઘર બંધ હતું. બંગલાના ચોકીદાર, માળી, ઘરકામ કરવાવાળો નોકર બધા એને જોઈને ઊભા થઈ ગયા. માળીએ કહ્યું, મેડમ તો બહુ દિવસથી બહાર ગયા છે. ચાવી પણ ચોકીદારને આપી છે. બીજી કશી ખબર નથી.’ સાગરે મનસ્વીને ફોન જોડ્યો તો જવાબ મળ્યો, ધીસ નંબર ડઝ નોટ એક્ઝિસ્ટ.’ એટલે? સાગરને નવાઈ લાગી. ક્યાં જતી રહી ? ઘરમાં ગયો. રાતે તો એમ સૂઈ ગયો. સવારે જાગીને જોયું તો મનસ્વીની પોતાની એક પણ વસ્તુ ઘરમાં હતી. જતી રહી ? ક્યાં ગઈ? ઓફિસમાંથી જાણવા મળ્યું કે મનસ્વી એક પણ વાર ઓફિસ પણ ગઈ હતી. એના ફેસબુક અને ઈમેલ આઈડી પણ બદલાયેલા હતા. એણે સ્તુતિની સ્કૂલે મળવાનો પ્રયત્ન કર્યો ત્યાં એની ઓળખ માગવામાં આવી. સાગર શું નામ આપે એના સંબંધનું? આવડા નાના શહેરમાં પણ એને મનસ્વીની ભાળ મળતી હતી. મનસ્વીના કોઈ મિત્રોને નહોતો ઓળખતો અને નિકુંજભાઈને પૂછવાની એની હિંમત નહોતી. વધારે પડતી તપાસ એને માટે નિંદાનું કારણ બને. સાગર અકળાયો હતો. ઓફિસમાં કામ પણ સંભાળવાનું હતું. એને સમજાતું નહોતું કે શા માટે ચાલી ગઈ? મનસ્વીને એની યોજના ખબર પડી ગઈ હશે? કઈ રીતે? એના ધાર્યા કરતાં હોંશિયાર નીકળી મિડલક્લાસી બાઈ? હતાશા અને અકળામણમાં ઉશ્કેરાઈ ગયો. એક સવારે અરીસા સામે ઊભા રહીને ચીસ પાડી ઉઠ્યો, ક્યાં ગઈ ? મને, મને સાગર સચાનિયાને છેતરીને?’ ખીજમાં ને ખીજમાં એણે અરીસા પર જોરથી મુક્કો માર્યો. અરીસો તૂટી ગયો. એમાં એનું તૂટેલું પ્રતિબિંબ દેખાતું હતું. સાગરને મનસ્વી મળવાનું દુખ હતું કે એની જડબેસલાક લાગતી યોજના નિષ્ફળ ગયાનું?

***

મલય કેનેડા પહોંચી ગયો. ત્યાં જતાં એણે મનસ્વી અને સ્તુતિને બોલાવવાની તજવીજ શરૂ કરી. અહીં બંનેના પાસપોર્ટ તૈયાર થઈ ગયા હતા. કશ્તી અને મેઘનાના સાથથી મનસ્વીએ તૈયારીઓ શરૂ કરી. એનું પોતાનું પહેલાનું કામ પણ એણે શરૂ કરી દીધું હતું. સ્તુતિની સ્કૂલની ટર્મ પૂરી થતાં જવાનું ગોઠવાઈ ગયું.

***

છેવટે દિવસ પણ આવી ગયો. આજે સાંજે નીકળવા હતું. આખો દિવસ ઉત્તેજનામાં વિત્યો. છેલ્લી મિનિટની તૈયારીઓ, બેગ ગોઠવવી. આખરી સૂચનાઓ અને દોડાદોડ. સાંજ ક્યાં પડી ગઈ ખબર પડી. મલયનો ફોન પણ આવી ગયો. એણે પણ સૂચનાઓ આપી. મનસ્વી સ્વસ્થ હતી અને સ્તુતિ એક સમજદાર દીકરીની જેમ માને સાથ આપતી હતી. સાંજ પડી. રાતે દસ વાગે ઊપડતી ફ્લાઈટમાં નીકળવાનું હતું. વાગે તૈયાર થઈને બધાં નીકળ્યાં. નિકુંજભાઈ, મનસ્વી અને સ્તુતિ કારમાં ગોઠવાયા. ભાભી અને કશ્તી બીજી કારમાં આવવાનાં હતાં.

આજે તો ફેંસલો લાવી દઉં. જાતે પહોંચી જાઉં એના ભાઈને ત્યાં ને પૂછું મનસ્વી ક્યાં છે? જરૂર પડે તો એના પર આરોપો મૂકીશ. ખોટા સાબિત કરવાનું એને માથે.’ આટલા મહિના વીત્યા છતાં સાગરનો ગુસ્સો શમ્યો હતો. સાંજે નિકુંજભાઈને ત્યાં જવા નીકળ્યો. એમના ઘર પાસે આવેલા ચાર રસ્તા પર લાલ સિગ્નલ પર એની કાર અટકી. વખતે બીજી તરફના રસ્તા પર લીલી લાઇટ થઈ. સાંજનો વાહનોનો ધસારો ઝડપથી પસાર થઈ રહ્યો હતો. વાહનોમાં એક મોટરકારમાં મનસ્વી અને સ્તુતિ પણ હતાં. સલામતીની ઝંખના છોડીને સાહસની દિશા તરફ આગળ વધી રહેલી મા દીકરી.

*****