ચેકબુક સંપૂર્ણ વાર્તા Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેકબુક સંપૂર્ણ વાર્તા

ચેકબુક

શોર્ટ ક્રાઈમ સ્ટોરી

પ્રવિણ પીઠડિયા

909-927-8278



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મીલન શેઠને અચાનક આંખે અંધારા આવવા લાગ્યા અને આખા શરીરે પરસેવો વળી ગયો. તેમની આંખો બહાર નીકળીને હાથમાં પકડેલા બેંન્ક સ્ટેટમેંન્ટના ફરફરીયા ઉપર પથરાઈ ગઈ. આખી ઓફીસ જાણે ગોળ-ગોળ ફરી રહી હોય એવુ લાગ્યુ. અચાનક તેમના હૃદયમાં જાણે શૂળ ભોંકાઈ હોય એવુ દર્દ ઉમટયુ. બે હાથ વડે કોઈ ભીના કપડા નીચોવે એમ તેમનું હૃદય એ સ્ટેટમેંન્ટ વાંચીને નીચોવાયુ. ગોળ ફરતી ઓફીસમાં જાણે તેઓ હવામાં અધ્ધર ફંગોળાઈ રહયા હોય એવો ભાસ થયો... અને આ-બધાનું કારણ હતું તેમના હાથમાં પકડાયેલુ પોતાના કરન્ટ એકાઉન્ટનું બેંક સ્ટેટમેંન્ટ...

પાછલા બે દિવસમાં તેમના ખાતામાંથી ટુકડે-ટુકડે કરીને પુરા બેંતાલીસ લાખ રૂપીયા ઉપાડી લેવામાં આવ્યા હતા. સૌથી વધુ હેરાનીની વાતતો એ હતી કે એ રૂપિયા તેમણે પોતે નહોતા ઉપાડયા, કે નહોતા તેમણે કોઈને આટલી મોટી રકમના ચેક લખી આપ્યા. તો એ રૂપિયા ગયા ક્યાં...? બેંતાલીસ લાખ રૂપિયાનો પ્રશ્ન હતો. એક વખતતો તેમને એવો વિચાર આવી ગયો કે કધાચ બેંક કર્મચારીની ગફલતથી આવુ બન્યુ હશે, પરંતુ એ માન્યતાનો પણ છેદ ઉડી જતો હતો કારણકે જો બેંક કર્મચારી ભુલ કરે તો એકજ વાર કરે, આમ વારે-વારે ભુલ ન થાય....અને આ રૂપીયાતો કાયદેસરના તેમના ખાતામાંથી ચેક દ્વારા ઉપાધવામાં આવ્યા હતા કારણકે દરેક ટ્રાન્ઝેકશનની સામે ચેક નંબર લખેલો જ હતો...

મીલનશેઠ પોતાની જ ખુરશીમાં ફસડાઈ પડયા. તેમનું હૃદય બંધ થવાની અણી ઉપર હોય એમ તેઓ હાંફી રહયા હતા અને મહા-મુસીબતે હાથ લંબાવીને તેમણે પોતાની સેક્રેટરીને ફોન કરીને પોતાની કેબીનની અંદર બોલાવી.

બાવીસ વર્ષની જુવાન અને રૂપાળી સેક્રેટરી ભુમીકા પરમાર તેની અલાયદી જગ્યાએથી ઉઠીને ઓફિસ કેબીનમાં પ્રવેશે એ પેહલા મીલન શેઠે પોતાના ટેબલનું ડરોવર ખોલીને એક ફોલ્ડર ઉઠાવ્યુ....એ ફોલ્ડર ખોલીને તેમણે હજુ દસ-બાર દિવસ પેહલાજ પોતાના નામે બેન્કે ઈશ્યુ કરેલી નવી-નક્કોર ચેકબુક હાથમાં લીધી અને તેના પાના ઉથલાવ્યા....તેમાથી એકપણ ચેક ફાડવામાં આવ્યો નહોતો. ચેકબુક અકબંધ નવી-નક્કોર હતી. મીલન શેઠે મંડપથી એ ચેકબુકના ચેકના નંબર સાથે બેન્ક સ્ટેટમેંન્ટમાં લખેલા ચેકોના નંબર મેળવ્યા.... ફરી પાછી તેમની ઓફીસ ગોળ-ગોળ ઘુમી...ફરી પાછુ તેમનું હૃદય નીચોવાયુ.... ચેકબુકમાંના ચેકોના તેમના ખાતામાંથી બેંતાલીસ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા એ નંબરના ચેકોતો તેમની પાસે જ હતા... અકબંધ.... હવે આવુ થાય ત્યારે કોઈપણ વ્યક્તિનું હૃદય બંધ પડી જાય કે નહિ...? અને આતો મીલન શેઠ ને કોઈકે બેંતાલીસ લાખ નો ચૂનો લગાવ્યો હતો.... કદાચ મીલન શેઠનું હૃદય પણ બંધ પડી જ ગયુ હોત, જો શેઠની હાલત જોઈને ૧૦૮ નંબર ડાયલ ન કર્યો હોત તો....

સૌથી પેહલા મીલન શેઠને હોસ્પીટલના આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસ ફરીયાદ થઈ. સબ-ઈન્સ. શંભુનાથ ગોસ્વામીએ મીલન શેઠની પુછ-પરછ માટે હોસ્પીટલના આઈ.સી.યુ. વિભાગમાં પગ મુકયો ત્યારે એ કમરાની બહાર મીલનશેઠના પત્ની, તેમના સંતાનો, ભાઈઓ અને ઓરખીતાઓનો જમાવડો જામ્યો હતો..... એ તમામની વાતચીતનો એક જ સુર હતો કે બિચારા મીલનશેઠે કંજૂસાઈ કરી-કરી ને જે રૂપિયા એકઠા કર્યા હતા એ રૂપિયા કોઈ એ જ ઝટકે ઉઠાવી ગયુ હતુ..... અને સાથે-સાથે એવો પણ ગણગણાટ સંભળાયો હતો કે એ જે કોઈપણ વ્યક્તિ હશે તેને આ મહા-કંજૂસ, મખ્ખીચૂસ શેઠના રૂપિયા કોઈકાળે હજમ થવાના નથીજ.... ખેર, અત્યારે તો કોઈકના નુકશાને કોઈકને ફાયેદો થયો જ હતો ને.....

સબ ઈન્સ.શામ્ભુનાથે પોતાની તપાસ ચાલુ કરી... સૌથી પેહલા જ બેંકમાં મીલનશેઠનું એકાઉન્ટ ચાલતુ હતુ એ બેન્કના મેનેજરને મળીને મીલનશેઠના બેંતાલીસ લાખ રૂપિયા કોના ખાતામાં ટ્રાન્સ્ફાર થયા હતા એ ચેક કર્યું.... કોઈ મી.રઘુનાથ તિવારી નામના શક્શના ખાતામાં એ તમામ ચેકોનું કિલપહીંગ (પેમેન્ટ) જમાં થયુ હતુ....અને આશ્ચર્યની વાત તો એ હતી કે તે મી.રઘુનાથ તિવારીનું ખાતુ દિલ્હીની સદરબજાર સ્થીત બ્રાન્ચમાંથી ઓપેરેટ થયુ હતુ. તાબડતોબ દિલ્હી ફોન લગાવવામાં આવ્યો અને એ બેન્કના ખાતાને સ્થગીત કરી દેવાનો હુકમ દિલ્હી પોલીસ તરફથી જારી કરવામાં આવ્યો...પરંતુ, ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચૂકયુ હતુ. મી.રઘુનાથના ખાતામાં એ સમયે માત્ર ત્રણસો બાવીસ રૂપિયાનું બેલેન્સ હતુ. તેનો મતલબ એ હતો કે મીલન શેઠના રૂપિયાનું બેલેન્સ હતુ. તેનો મતલબ એ હતો કે મીલન શેઠના રૂપિયા ટ્રાન્સ્ફર થયા તરત જ ઉપાડી લેવામાં આવ્યા હતા. ખાતામાં લખેલા સરનામે તપાસ કરવામાં આવી તો જે જગ્યાનું સરનામુ લખેલુ હતુ ત્યાં કોઈ રઘુનાથ તિવારીનામની વ્યક્તિ જ નહોતો મતલબ કે બનાવટી નામ, સરનામા થી એ ખાતુ ખોલાવાયુ હતુ. તેમાં જે ફોટો લગાવેલો હતો સ્વાભાવીક છે કે એ પણ કોઈ બળતાજ વ્યક્તિનો હોવાનો.... આમ આ સમગ્ર કેસનો નીચોડ એ નીકળ્યો કે જે કોઈપણ વ્યક્તિએ આ કારનામાને અંજામ આપ્યો હતો તેણે બહુજ ગણતરીપૂર્વક અને ફુલપ્રુફ રીતે આખો પ્લાન અમલમાં મુકયો હતો અને તેને તેમાં સફળતા મળી હતી.

એક આખા અઠવાડીયા સુધી લોકલ પોલીસ આ કેમ સોલ્વ કરવા જબરી દોડઘામ કરી, પરંતુ મીલન શેઠ સાથે કયો મોરલો કળા કરી ગયો તેનો જરા સરખો પણ અણસાર મળ્યો નહિ....આખરે અઠવાડીયા બાદ આ કેસ શેહેરની આર્થીક ગુના શાખાના ઈન્સ.મી. નવીન શાહના ટેબલની શોભા વધારવા આવી પહોંચ્યો હતો....

અને.....તમે નહિ માનો, પરંતુ મી.નવીન શાહે માત્ર બે જ દિવસની અંદર મીલનશેઠનો કેસ ઉકેલી નાખ્યો અને.....

આ વખતે ગોળ-ગોળ ઘુમી રહ્યો હતો હોસ્પિટલ નો એ રૂમ કે જ્યા મીલનશેઠને રાખવામાં આવ્યા હતા. ખુશી અને આધાતના બેવડા મારના કારણે તેઓ સૂન્ન પડી ગયા હતા. આ સમયે તેમનું હૃદય વલોવાતુ નહોતુ પરંતુ જાણે કોઈએ તેમની છાતી ચીરીને હૃદયને બહાર કાઢી લીધુ હોય એવુ તેમને લાગતુ હતુ.... બેંતાલસી લાખ રૂપિયાનો કોપડો ઉકેલાયો એ ખુશી જાણીને લાગેલો આઘાત ઘણો લાંબો અને અવિશ્વસનીય હતો. હવે તેમને થતુ હશે કે ઈન્સ. નવીનશાહે માત્ર બે જ દિવસમાં કેસ કેવી રીતે ઉકેલી નાખ્યો...? અને કેસ ઉકેલાઈ ગયા બાદ પણ મીલન શેઠને ક્ષણિક ખુશી સાથે જબરદસ્ત આઘાત શું-કામ લાગ્યો....? તો.... નવીનશાહે તપાસ હાથમાં લીધી ત્યાંથી શુરૂઆત કરીએ.... શાહના મનમાં સૌથી પેહલો પ્રશ્ન એ ઉદભળ્યો કે મીલન શેઠના ડરોવરમાં નવીનકોર ચેકબુક અકબંધ પડી હતી તો પછી તેના નંબર અને એ ચેકોની કોપી આરોપી પાસે ક્યાંથી આવી...? આ સવાલના બે જવાબ તેમને મળ્યા એક તો એ કે આરોપી ઘરનો જ કોઈ સભ્ય હોઈ શકે જેણે મીલન શેઠની ગેર-હાજરીમાં એ ચેકબુકની ડીઝીટલ કોપી કરાવી લીધી હોય અથવા તો બીજી શકયતા એ થાય કે બેન્કમાંથી જ કોઈકે આ કાર્ય કર્યું હોય...

શાહે શુરૂઆત ઘરવાળા પ્રશ્નથી કરી, અને બીજા જ દિવસે તેમને થોડો-થોડો અણસાર આવી ગયો કે આ ઘટનામાં કોની સંડોવણી કોઈ શકે... તેમણે મીલન શેઠની સેક્રેટરી ભુમીકા પરમારની ઉલટ તપાસ કરી. ભુમીકા પરમારે જણાવ્યુ કે મીલન શેઠ જયારે તેમના કોઈ કામસર ત્રણ-ચાર દિવસ માટે બહારગામ ગયા હતા ત્યારે તેના બીજા દિવસે તેમના મીસીસ ભાગ્યલક્ષ્મી ઓફિસે આવ્યા હતા. બરાબર તે જ દિવસે બેન્કમાંથી નવી ચેકબુક કુરીયર દ્વારા આવી હતી જેની જાણ તેમને હતી. કુરિયરવાળા પાસેથી સહી કરીને ચેકબુક તેમણે જ કલેક્ટ કરી હતી....બસ...આ જાણકારી શાહ માટે સોનાની લગડી સાબીત થઈ. શાહે સીધાજ મીસીસ શેઠને પકડયા અને મીસીસ ભાગ્યલક્ષ્મી શેઠે થોડી આનાકાની બાદ પોતાનો ગુનો કબુલી લીધો.

મીસીસ શેઠે ઈન્સ. શાહને જણાવ્યુ કે જ્યારેથી તેમના લગ્ન મીલન શેઠ સાથે થયા હતા ત્યારથી ક્યારેય તેઓ છુટથી જીવ્યા જ નહોતા ઘરમાં પૈસાનો ઘણા આવતા પણ તેનો એક-એક પાઈનો હિસાબ રાખવો પડતો. કંઈક લેવા માટે રીતસરનું કરગરવું પડતું. મીલન શેઠની હદ-બહારનો કંજૂસાઈએ ઘરના તમામ સભ્યોનું જીવવાનું જાણે છીનવી લીધુ હતુ. જરૂરીયાત ની નાની-નાની ચીજો માટે પણ તરફડવુ પડતુ. ધીમે-ધીમે તેઓ મીલન શેઠ અને તેમની કંજૂસાઈથી ઉબાઈ ગયા હતા....એવામાં તેમને મોકો મળી ગયો.... મીલનશેઠ બહારગામ ગયા તે દિવસે જ તેમને ઓફિસે આવવાનું થયુ અને તે જ દિવસે બરાબર કુરિયરમાં નવી ચેકબુક તેમના હાથમાં આવી. કોરી ચેકબુક જોઈને તેમની આંખો ચમકી અને મનમાં એક કાવતરૂ ઘડાયુ. તે મીલન શેઠના ધર્મપત્ની હતા એટલે મીલનશેઠ કેવી સાઈન કરે છે એની તેને ખબર હતી. તેમણે બેન્કમાં ફોન કરીને ખાતામાં કેટલી બેલેન્સ પડી છે એ પણ જાણી લીધુ...બાકીનું કામ ઘણુ સરળતાથી થયુ હતુ. આ કાવતરામાં તેમણે પોતાના મામાના દીકરા રીકું કે જે દિલ્હીમાં રેહતો હતો તેની મદદ લીધી...રીન્કુને ફોન કરીને તેમણે આખી યોજના સમજાવી જો ભાગ્યલક્ષ્મી પોતે બેન્કમાં જઈને સેલ્ફના ચેક વટાવે તો તેમાં પકડાઈ જવાનો ડર હતો એટલે તેમણે રીંકુને દિલ્હીની જ બ્રાન્ચમાં એક નકલી નામ, સરનામે બેન્ક એકાઉન્ટ ખોલવા જણાવ્યુ. ત્યારબાદ તેમણે એક ઓફસેટ પ્રીન્ટીંગવાળાને રૂપિયાની લાલચ આપીને ફોડયો અને ચેકોની આબેહુબ લાગે એવી કોપીઓ પ્રીન્ટીંગ કરાવી. તેમા આભેહુબ મીલન શેઠની ડુપ્લીકેટ સાઈન કરીને રીંકુને દિલ્હી મોકલી આપ્યા.... રીંકુએ પોતાનું કામ વ્યવસ્થીત રીતે પાર પાડયુ, જેવા ચેક તેના હાથમાં આપ્યા કે તરત જ તેણે રૂપિયા ઉપાડી લીધા... આમ સાવ સરળતાથી મીલનશેઠના બેંતાલીસ લાખ રૂપિયાની ધાપ મરાઈ હતી....

મીસીસ શેઠની વીધીવત ઘરપકડ કરવામાં આવી અને તેમને પોલીસ લોકપમાં મોકલી દેવામાં આવ્યા. જયારે દિલ્હીમાં રીંકુનો કોઈ પત્તો મળ્યો નહોતો. તે બેંતાલીસ લાખ રૂપિયા સાથે ગુમ થઈ ગયો હતો.

મીલનશેઠે પોતાનું કપાળ કુટયુ હતુ. તેમની કંજૂસાઈએ તેમને બન્ને બાજુથી લટકતા રાખ્યા....પૈસા તો ગયા સાથે-સાથે પત્ની પણ ખોઈ....હવે તમે જ કહો.... કોઈની સાથે આવુ થાય તો બધુ ગોળ-ગોળ ઘુમે કે નહિ...? હેં...?