આંખે Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આંખે


આંખે

શોર્ટ હોરર સ્ટોરી

પ્રવિણ પીઠડિયા

909-927-8278



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આંખે

શોર્ટ હોરર સ્ટોરી

જોન...તે એનું હુલામણુ, એટલે કે પેટ નેમ હતુ. તેના ઓરીઝીનલ નામ સાથે આપણને કોઈ નિસ્બત નથી એટલે તેને અધ્યાહાર જ રાખીએ. દેખાવ એટલે....જોન અબ્રાહમ જ જોઈ લો... હેન્ડસમ, ડેશિંગ, રીચ અને સ્ટાઈલીશ, કોલેજના પગથીયે જયારે તેણે પગ મુક્યો ત્યારથી જ તે લેડીકીલર તરીકે પંકાઈ ગયો હતો. કોલેજ કન્યાઓ રીતસરની તેના ઉપર ઓળધોળ બની હતી, જોન સાથે મેત્રી બાંધવા, તેની સાચે વાતો કરવા, તેનો સહવાસ મેળવવાની જાણે હોડ જામી હતી.... અરે, અમુક છોકરીઓ તો ઘેલછાની હદ ઓળંગીને સરેઆમ ક્યારેક તમાશો પણ ખડો કરી દેતી...એવુ નહોતુ કે જોન સિવાય કોલેજમાં બીજા કોઈ છોકરાઓ હેન્ડસમ, રૂપાળા નહોતા. પરંતુ છોકરીઓને ફસાવવાની, પટાવવાની, પોતાના ઉપર ઓળધોળ કરવાની જે આવડત જોન પાસે હતી એ કાબેલીયત કોલેજના બીજા કોઈ છોકરા પાસે નહોતી.... જોન જયારે પોતાના લાંબા ઝુલ્ફાને એક અદાથી મેટકાવતો અને પછી આંખો પર ચડાવેલા ઈમ્પોર્ટેડ ગોગલ્સ ઉતારી, ચેહરા પર હળવુ સ્મિત રેલાવીને જયારે કોઈ છોકરીને, " હાય..." કહેતો ત્યારે બે-ઘડી એ છોકરી સ્તબ્ધ બની જતી. તેને વિશ્વાસ નહોતો આવતો કે ’જોન’ તેને "હાય" કહી તેની સાથે વાત કરી રહયો છે....અને પછી જોનના અસ્તિત્વમાં સમાઈ જવા એ યુવતી રીતસરની ખેંચાઈ જતી...જોન એનો ભરપુર લાભ ઉઠાવતો. જોન એની જવાનીનો ખજાનો ખાલી થઈ જાય ત્યાં સુધી એનો લાભ લેતો. અને પછી જેમ કપડા બદલતો હોય તેમ એ છોકરી બદલી નાખતો...આજ તેનું કામ હતુ. તેની ચાલાકી, તરકીબ કે પછી વિકૃતી હતી...તેના જીવનની એક જ ફિલસુફી હતી...હરવુ, ફરવુ અને ચરવુ. રૂપાળી અને ભોળી છોકરીઓને ફેરવવી, તેનો ઉપભોગ કરીને તરછોડી દેવી અને બીજીને પટાવવી...અને આ બધુ કરતા કોઈ હોબાળો થાય તો તેને પોતાના પોલીસ અફસર પિતાની લાગવગથી દબાવી નાખવો.

જોનના પિતા એક કરપ્ટ પોલીસ અફસર હતા. જોન એ જાણતો હતો એટલે એ બાબતનો પણ તેણે ભરપુર ઈસ્તેમાલ કર્યો હતો.... રૂપિયા-પૈસા તો તે પાંચ માંગે અને પચીસ મળતા. પિતાની ઉપરની કમાણીનો ઘણોખરો ભાગ તો જોન પોતાના માટે જ વાપરતો. પોલીસ અફસર પિતાની તે એક નો એક મોઢે ચડાવેલો પુત્ર હતો એટલે પોતાના પુત્રના તમામ અપલક્ષણો જાણતા હોવા છતા તેઓ હંમેશા આંખ આડા કાન કરતા....

"વાઉ.....વોટ અ બ્યૂટી..." જોનના મોમાંથી શબ્દો સર્યા. મોર્ન્િાંગ કોલેજના સમયે હજુ તો એ કોલેજ ગ્રાઉન્ડમાં આવીને પોતાના નાલાયક મિત્રોની ટોળકીમાં ભળ્યો જ હતો કે તેની નજર કોલેજ કોરીડોરમાં ચાલતી જતી એક યુવતી પર પડી અને તે અવાચક બની ગયો. વાઈટડરેસ પહેરેલી એ યુવતી ખૂબજ નજાકતથી ચાલતી પ્રીન્સીપલની ઓફીસ તરફ જઈ રહી હતી... જોન અને તેનાં મિત્રો એકીટશે એ યુવતીના સૌંદર્ય અને ખુબસુરત દેહલાલીત્યને આંખો ફાડીને જોઈ રહયા. તે લોકોએ આજસુધી આટલી સુંદર યુવતી જોઈ નહોતી.

તે જેટલે ખૂબસુરત હતી એટલીજ સ્ટાઈશ પણ હતી. વાઈટડરેસ સાથે તેણે કોન્ટ્રાસ મેચીંગ એસેસરીમે પહેરી હતી જેના કારણે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. એકદમ પરફેક્ટ, જાણે ઈંચે-ઈંચ માપીને તરાશવામાં આપ્યો હોય એવો સપ્રમાણ દેહ...હલક્ભરી મદહોશ કરતી ચાલ અને આંખોમાં છલકાતો ઉલ્હાસ.... તે યુવતીની સુંદરતાના વખાણ કરવા માટે શબ્દોનો સહારો લેવો પણ નીરથક હતો કારણ કે એ ખૂબસુરતીને શબ્દોમાં વર્ણવવી શક્ય જ નહોતી.....

"યાર.....શું ગજબની ખૂબસુરત બલા છે....આજ આગળતો ઐશ્વર્યા પણ પાણી ભરતી લાગે...." જોનનો એક મિત્ર બોલી ઉઠ્‌યો. "જોન, યાર.... તું જોઈ શું રહયો છે...? જા.... પટાવ એને....તારા માટે તો એ ડાબાહાથનું કામ છે....અને જો જે... હોં....અમારા હિસ્સામાં પણ કંઈક આવે એવુ કરજે..." એની વાત સાંભળી જ આખુ ટોળુ હસી પડયુ અને એક-મેકને તાળીઓ અપાઈ....

જોન બાઈક ઉપરથી કુદકો મારીને નીચે ઉતર્યો. કંઈક અદાથી, ગર્વથી, મગરૂબીથી તેણે પોતાના લાંબા સિલ્કી વાળ પર હાથ ફેરવ્યો અને ચાલતા-ચાલતા પાછળ ફરીને પોતાના બધા મિત્રો સામે જોઈને આંખ મારી....તેના મિત્રોએ જોનની સામે થમ્સઅપની મુદ્રા બતાવી અને ફરી વખત આપસમાં તાળીઓ અપાઈ....જોનના મિત્રોને ખાતરી હતી કે જોન જરૂર પેલી યુવતીને પોતાની જાળમાં લપેટી લેશે કારણકે આજ સુધીમાં એવુ ક્યારેય બન્યુ નહોતુ કે જોને જે યુવતીને પટાવવા ધારી હોય એને તે પટી ના હોય....

મગરૂબીથી ચાલતો જોન ગ્રાઉન્ડમાંથી પગથીયા ચડીને કોલેજ બિલ્ડીંગના કોરીડોરમાં આવ્યો. એ યુવતી કદાચ પ્રિન્સીપાલની ઓફીસ તરફ જઈ રહી હતી એટલે જોન તેની પાછળ બાજુથી આવવાના બદલે તેની વિરૂદ્ધ સામેની તરફથી પગથીયા ચડીને આવ્યો હતો અને તે અત્યારે કોરીડોરની આ સાઈડમાં હતો જયારે પેલી યુવતી તેની સામેથી ચાલતી જોન તરફ આવી રહી હતી...અચાનક એ યુવતી ખચકાઈ અને કંઈક મુઝવણ અનુભવતી ઉભી રહી. જોનથી તે માત્ર વીસેક કદમ દુર અટકી હતી પરંતુ તેનું ધ્યાન જોન તરફ ગયુ નહોતુ. ક્લાસ ચાલુ હોવાથી જોન અને એ યુવતી સિવાય બીજુ કોઈએ લોબીમાં નહોતુ.

"જોન....આજ મોકો છે....એનો ફાયદો ઉઠાવી લે.... એ યુવતી કશુંક શોધી રહી છે...એને મદદ કરવાના બહાને તેની નજીક પહુંચી શકાશે..." જોને પોતાની જાત સાથે વાત કરી અને તે યુવતી તરફ પગ ઉપાડયા.

"હેલ્લો મિસ.... મે આઈ હેલ્પ યુ..." જોને બહુજ નમ્રતાથી એ યુવતી પાસે જઈને પૂછ્‌યું.

"ઓહ...હેલ્લો....શું તમે મને જણાવી શકશો કે અહી પ્રિન્સીપાલની ઓફીસ કઈ તરફ છે....?"યુવતીએ જોન તરફ જોઈને કહયુ..."ઓહ, માય ગોડ...?" જોનથી અનાપાસે જ બોલાઈ ગયુ. તે એ યુવતીની આંખોમાં જોઈ રહયો...આટલી ખૂબસુરત, સુંદર અને મદહોશ આંખો તેણે આજ પેહલા ક્યારેય જોઈ નહોતી....જોન બે-ઘડી સ્થિર થઈ ગયો....તેને ભુલાઈ ગયુ કે તે ક્યાં ઉભો છે અને શું-કામ ઉભો છે....? પેલી યુવતીની આંખોની એક નશો...એક મદહોશ છવાઈ ગઈ અને વિચારોમાં શૂન્યાવકાશ સર્જાયો...

"એક્સક્યુઝ મી..." અચાનક એ યુવતીના અવાજે જોનને સ્વપ્નામાંથી જગાડયો હોય એમ તે ચોંક્યો. આ આંખો....આ આંખો ....તેણે આજ પેહલા પણ ક્યાંક જોઈ હતી.... ચોક્કસ જોઈ હતી... ઘણી નજદીકથી જોઈ હતી.... પરંતુ ક્યાં....? એ તેને યાદ આવ્યુ નહિ.

"શું જોઈ રહયા છો...? મેં તમને પ્રિન્સીપાલની ઓફીસ ક્યાં આવી તેમ પુછ્‌યુ....શું તમે જણાવી શકશો મિસ્ટર....??"

" જોન....મારૂ નામ જોન છે. અને તમારૂ..? "

" રિયા... "

" નાઈસ નેમ....નાઈસ ટુ સી યુ..." કહીને જોને હાથ લંબાવ્યો. થોડુ ખચકાઈને રીયાએ જોનના હાથમાં પોતાનો નાજુક હાથ મુક્યો અને બોલી....

"મી....ટુ....થેન્ક્સ....પરંતુ મારે અહી પ્રિન્સીપાલ ને મળવુ છી.."

"ઓહ....આઈ એમ સોરી....એ તો હું તમને કેહવાનું જ ભુલી ગયો. અહીથી થોડા આગળ વધીને રાઈટ ટર્ન લેશો એટલે ત્રીજો કમરો આવે એ જ પ્રિન્સીપાલની ઓફીસ છે. પરંતુ એ તમને નહિ મળી શકે....કારણકે પ્રિન્સીપાલ સાહેબ બે દિવસ અગાઉ કોઈક ફંકશન અટેન્ડ કરવા દિલ્હી ગયા છે અને હજુ ત્રણેક દિવસ તેઓ ત્યા શકાશે..." જોનને આ બાબતની માહિતી હતી એટલે તેણે કહયુ.

"ઓહ....નો....તો.....તો....મારે ધક્કો પડશે.....મારે નેક્સ્ટ સેમેસ્ટરથી અહી એડમીશન લેવુ છે એટલે જ હું છેક બેંગ્લોર થી એમને મળવા આવી છુ..." રિયાના આવજમાં અને તેના ચહેરા પર નિરાશા તરી આવી.

"અરે...એમાં નિરાશ થવાની જરૂર ક્યાં છે....ત્રણેક દિવસ અહીજ રોકાઈ જાઓ... તમારૂ ઓળખીતુ તો કોઈક અહી રેહતુ હશેને....?"

"હાં.....છે ને...અહી મારા ફોઈ છે. હું એમને ત્યાં જ રોકાઈ છુ. બીજી તો કોઈ તકલીફ નથી પરંતુ..." રિયા કંઈક વિચારતી હોય એમ અટકી અને પછી બોલી...." આ શહેર મારા માટે અજાણ્‌યુ છે અને મારા ફોઈ પણ બિચારા એકલા છે એટલે ત્રણ દિવસમાં તો હું અહી બોર થઈ જઈશ..."

"ઓતારીની....." જોન છક્ક થઈ ગયો. આતો સામેથી ઓફર આવે છે.... જોન, આ ગોલ્ડન ચાન્સ છે...આવો મોકો બીજી વખત નહિ મળે...તેણે મનોમન વિચાર્યું અને બોલ્યો...." જો તમે ઈચ્છો તો હું તમને કંપની આપી શકીશ....તમને બોર બિલકુલ નહિ થવા દઉ એની પાક્કી ગેરેંટી..."

જોને કહયુ અને રિયાની હાં સાંભળવા તે એની સામે જોઈ રહયો. રીયાએ જોનની નજરો મેળવી અને કંઈક વિચારતી ઉભી રહી. જોન એ આંખોમાં ડુબતો ચાલ્યો ગયો. એક અજીબ સંમોહન હતુ રિયાની આંખોમાં....જોનને એવો અનુભવ થયો કે રિયા હિપ્નોટાઈઝ કરીને તેને પોતાની તરફ ખેંચી રહી છે....

" હમ્....ઓ.કે....બટ બિહેવ લાઈક અ જેન્ટલમેન ઓ.કે...? " રીયાએ કહયુ. જોનને તો જાણે લોટરી લાગી.

"ઈટ્‌સ પ્રોમીસ....તો ચાલો, અહી કોફી સરસ મળે છે. આપણે દોસ્તીની શરૂઆત કોફીથી કરીએ..."જોને ઉત્સાહમાં આવતા કહયુ. તેને વિશ્વાસ નહોતો આવતો કે કેમ આટલી ઝડપથી એ માની ગઈ હતી. તેણે તો આ ખૂબસુરત પરીને પટાવવાના ઘણા બધા પ્લાન મનમાં જ વિચારી રાખ્યા હતા.... જયારે અહી તો રિયા સામેથી અને ખૂબ જ આસાનીથી તેની જાળમાં ફસાવા ઉત્સુક હતી.

"નહિ....અત્યારે નહિ....આપણે સાંજે મળીએ. મારે ગઈકાલ રાતનો ઉજાગરો છે એટલે થોડુ ઊંંઘવુ પડશે. તમારી કોફી સાંજ માટે બાકી રાખો...."

"ઠીક છે, પરંતુ સાંજે ફક્ત કોફીથી નહિ ચાલે ડિનર પણ સાથે લઈશુ. તમે મને તમારો સેલ નંબર આપો હું સાંજે ફોન કરીશ..."

રીયાએ પોતાનો મોબાઈલ નંબર જોનને લખાવ્યો અને થોડી ઔપ્પચારિક વાતો કરીને બન્ને છુટા પડયા.... રીયા ચાલી ગઈ અને જોન પોતાના ઉછળતા હ્‌રિદયને માંડ-માંડ હોકવા ઉપડયો.

સાંજના છ વાગ્યે જોને રીયાને ફોન કરીને હોટલનું ડીસન્ટ પર મળવાનું ગોઠવ્યુ અને ડીસન્ટ હોટલનું સરનામું લખાવ્યુ. રીયા તેયાર થઈને અડધી કલાક બાદ હોટલ ડીસન્ટ પર પહોંચી. જોન આભો બનીને રીયાને જોઈ રહયો. આજ પેહલા આટલી ખૂબસુરત યુવતી તેણે ક્યારેય જોઈ નહોતી. તે મહા મુસીબતે પોતાની જાતને સંભાળી રહયો હતો. ડીસન્ટ હોટલ પરથી તેઓ જોનની કારમાં લોંગ ડરાઈવ પર નીકળી પડયા. જાણે કે તેઓ બન્ને એક-બીજાને વર્ષોથી ઓળખતા હોય અને તેઓમાં ગાઠ મેત્રી હોય એવો માહોલ તેઓ વચ્ચે રચાયો હતો....જોને વચ્ચે-વચ્ચે પોતાની અવનવી તરકીબો અપનાવીને રીયા સાથે થોડી છુટ-છાટ લેવાની કોશીષ પણ કરી જોઈ અને એમાં રીયાએ કોઈ વાંધો પણ ઉઠાવ્યો નહોતો એટલે ધીમે-ધીમે જોનની હિંમત ખુલી ગઈ....જો કે જોનને પારાવાર આશ્ચર્ય પણ થતુ હતુ કે ખૂબજ આસાનીથી તે એક સુંદર યુવતીને ફસાવી શક્યો હતો...કોઈ યુવતી આટલી બધી બોલ્ડ પણ હોઈ શકે એ તેના તર્ક બહારની વાત હતી.

જોનનો ઉત્સાહ અને ઉત્તેજના ત્યારે વધી ગયા જયારે તેઓએ ડિનર લીધા બાદ એક હોટલમાં એક રાત પુરતો કમરો બુક કરાવ્યો. રીયા ખુબજ આસાનીથી માની ગઈ હતી. એ વિચારે તેના રોમે-રોમમાં ઉત્તેજનાની લહેરખીઓ દોડવા લાગી હતી. એ જ અવસ્થામાં તેઓ બને હોટલના કમરામાં દાખલ થયા. જોને હોટલનો સૌથી મોંઘો કમરો બુક કરાવ્યો હતો એટલે એ કમરામાં તમામ આધુનીક સગવડતાઓ હતી ..... કમરામાં પેસતાજ જોને હળવેકથી બારણુ બાંધ કર્યુ, એ.સી. ઓન કર્યુ અને રીયાને પાછળથી પોતાના બાહુ-પાશમાં જકડી લીધી. રીયાના બંદનમાંથી ઉઠતી માદક સુગંધ તેના નાકમાં ઘુસી. એ ખુશ્બુથી તેનું તન-મન તરબોળ બની ગયુ.

"ઓહ....જોન...." કહીને રીયા પણ જોનની છાતી સરસી ચંપાઈ. તેની ડોક જોનના ખભા પર ઢળી અને માર્દવતાથી રીયાની આંખો બંધ થઈ....થોડી સેકેન્ડો એ જ અવસ્થામાં વીતી. જોન સામાન્ય રીતે ઉતાવળમાં માનતો નહિ, છતા આજે તેના શરીરમાં વિસ્ફોટો થતા હતા. તે ક્યારનો પોતાની જાતને સંયમની બોડીમાં જકડી રાખવા મથી રહયો હતો. પરંતુ અત્યારે તે પોતાના જ શરીરની ગરમી સહન ન કરી શકતો હોય એમ બેબાકળો બની ગયો હતો...ધીરે રહીને રીયા જોનથી અળગી થઈ....તેની આંખોમાં નશો છવાયો હતો....રીયાની નજરો સાથે જોનની નજરોનું અનુસંધાન જોડાયુ......" ઉફ્ફ્ફ....કેટલી ગહેરી છે આ નશીલી આંખો..." જોન એ આંખોમાં ડુબતો ચાલ્યો ગયો.....રીયાની આંખોની ગહેરાઈઓમાં જોનને પોતાનું અસ્તીત્વ ઓગળતુ હોય એવુ અનુભવ્યુ. જાણે કે એ મદમસ્ત નશીલી આંખો તેના જીસ્મમાં સમાઈ, ગહેરાઈ સુધી ઉતરીને શરીરના અણુએ અણુમાં સમાઈને કશુક અકથ્ય, અવર્ણનીય સંવેદન જગાવી રહયુ હતુ....તેણે આ તોફાની નશીલી આંખો આ પેહલા પણ ક્યાંક જોઈ હતી....બહુજ નજદીકથી અને ખુબ સારી રીતે તે આ આંખોને પેચાનતો હતો છતા અત્યારે તે કંઈ યાદ પણ કરવા માંગતો નહોતો. તે તો બસ.... રીયાના જીસ્મમાં સમાઈ જવા માંગતો હતો....રીયા તેની બાંહોમાં હતી.... ચપોચપ ચીપકીને ઉભી હતી...તેના ઉન્નત ઉભરો જોનના શરીરમાં ખૂંપી જવા માંગતા હતા.....અને રીયા ચહેરા પર મુક્યો....હોઠથી હોઠ જડાયા ..... પાંચ-દસ સેકેન્ડ એમજ વીતી....જોનની આંખો બંદ થઈ... જોન એક અદભુત અને ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ અનુભવી રહયો. તેની અંદર વહેતા લોહીમાં ગતી ભળી હતી. તે જાણે સ્વર્ગમાં વિચરી રહયો હતો. એ સાશ્વત ષણો એમ જ વહી.....

અને.....અને....એક ઝટકા સાથે જોનની આંખો ખુલી ગઈ.....તેની નાભીમાંથી એક ભયાનક ચીખ ઉઠી. એ ચીખ તેના ગળા સુધી આવીને વીલીન થઈ ગઈ અને તે ધ્રૂજી ઉઠ્‌યો....તેનું શરીર થર-થર ધ્રૂજવા લાગ્યુ.....શરીરના રોમ-રોમમાં ચીખોની એકધારી ચાલુ થઈ....અને જોન ભયાનક ડરથી ખોફથી હેબતાઈને રીયાના હોઠ ઉપરથી પોતાના હોઠને અળગા કરવા રીતસરના હવાતીયા મારવા લાગ્યો....ભયંકર ડરના કારણે તેની આંખો ફાટી પડી. આંખોની કીકીઓમાં લોહી ઘસી આવ્યુ અને લાલ હિંગોળાદ નજરે તે જે જોઈ રહયો હતો....ઓહ માય ગોડ....ક્યાં છે રીયાની આંખો ...? ત્યાં આંખો નહોતી....આંખોની જગ્યાએ બે ભયાનક ગોખલા હતા....કાળા ભમ્મર ગોખલા....રીયાનો બેંમૂન ખુબસુરત ચહેરો ગંદા-ગોખરા, ગંધાતા હાટકાના ઠોચામાં ફેરવાઈ ગયો હતો....તેના સિલ્કીવાળ હજુ હમણા જ દીવાસળી ચાંપીને બાળવામાં રસ નીચે ફર્શ પર ટપકતો હતો....તેના ચહેરાની લીસી ; મુલાયમ, ગોરી ચામડી ઘ્‌રૂણાસ્પંદ અને ચીતરી ચડે એવા ગંધાતા માસના લોયામાં તબદીલ થઈ ગઈ હતી.... જેમાથી સફેદ ચરબી અને હાટકા દેખાતા હતા.... રીયાના ચહેરા પર સાબુત હતા ફક્ત તેના બે હોઠ....એ હોઠ જોનના હોઠોનો રસ ચૂસી રહયા હતા... એ દ્રશ્ય ભયાનક્તાની ચરમસીમા સમુ હતુ. ડરની એ પરાકાષ્ઠા હતી. જોન રીયાની પકડમાંથી છુટવા રીતસરના ધમપછાડા મારી રહયો હતા.....એ દ્રશ્ય ભયાનક ગતીએ તેના હોઠો તરફ દોડી રહયુ હતુ...ડરના કારણે તેની આંખો બહાર નીકળી આવી હતી. તેનું મગજ સૂજા પડવા લાગ્યુ હતુ. ટાઢીયો તાવ આવ્યો હોય એમ તેના હાથ-પગ ઘ્‌રૂજતા હતા...ધીરે-ધીરે એનું જોર ઓસરતુ જતુ હતુ....અને રીયા..... રીયાનું ધડ પેહલા જેટલુ જ ખૂબસુરત હતુ પરંતુ એ ધડ પર જે ચહેરો હતો એ એક ચુડેલનો હતો..... રીયા જોનના શરીરમાં લોહી ચૂસી રહી હતી.... જોનના શરીરમાંથી કોવત ઓસરતુ ગયુ.. તેનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો. તેના હાથ-પગ શબ્બરના બનેલા હોય એમ લસ્ત થઈ ગયા. મગજમાં અંધકાર છવાતો ગયો અને તે અર્ધ-બેહોશીની હાલતમાં સરી પડયો....

જયારે રીયાએ જોનને મુક્ત કર્યો ત્યારે ફરીપાછો તેનો ચહેરો હતો એવોજ ખૂબસુરત બની ગયો....તેણે જોનને પલંગ ઉપર ધકેલ્યો અને દિલ દહેલાવી નાખે એવુ અટ્ટહાસ્ય કર્યુ. એ હાસ્ય કાચાપોચા માનવીનું હૃદય બેસાડી દે એવુ ભયાનક હતુ.... રીયાના હોઠના ખૂણેથી લોહી ઝમતુ હતુ જેનો એક રેલો છેક તેની ગરદન સુધી લંબાયો હતો.... તંદ્રાવસ્થામાં જોન એ જોઈ રહયો...એ જ ખૂબસુરત નશીલી મદહોશ આંખો તેને તાકી રહી હતી.....આ આંખો તેણે આજ પેહલા પણ ક્યાંક જોઈ હતી.

"જોન..." ઉંડા-અંધારીયા કુવામાંથી રીયા બોલતો હોય એવો આવાજ જોનના કાને અફળાયો.

"શું વિચારે છે....? એમજ ને કે તેં આ આંખો ક્યાક જોઈ છે....યાદ કરવાની કોશીષ કર....નથી યાદ આવતુ...? હું યાદ અપાવુ...." રીયા અટકી અચાનક તેનો ચહેરો બદલાવા લાગ્યો.

"રોશની યાદ છે તને....? રોશની મેહતા.... ફર્સ્ટયર સ્ટુડન્ટ....જેને તે તારી મોહજાળમાં ફસાવીને બરબાદ કરી હતી.....એની મુગ્ધાવસ્થાનો, એની સાચી લાગણીઓનો તે ફક્ત તારી વાસના સંતોષવા પુરતો જ ઉપયોગ કર્યો હતો. એ રોશની મેહતા યાદ છે તને....? ચોક્કસ નહિ જ હોય....કારણકે તેના જેવી તો કેટલીય માસુમ, ગભરૂ યુવતીઓનો તેં અને તારા દોસ્તોએ શિકાર કર્યો છે. એ યુવતીઓની જીન્દગી તમે લોકોએ બરબાદ કરી છે. પરંતુ હવે બસ....હવે બિલકુલ નહિ....તું મને બરાબર જોઈ લે.... હું એજ રોશની મેહતા છુ જેણે પોતાના હૃદયનો, આત્માનો ભાર ન જીરવાતા આત્મહત્યા કરી હતી..... હું ફરી પાછી આવી છુ..... મરીને પણ મને મોત નથી મળ્યુ.... મારો જીવ બદલો લેવા બટકે છે. એ તમામ યુવતીઓનો બદલો હું લઈશ જેના આત્મા પર તમે લોકોએ કલંક લગાવ્યુ છે....તું મરતા પેહલા મને બરાબર જોઈ લે જોન....કારણકે થોડીજ વારમાં તું મરી જઈશ અને એ પછી તારા મિત્રોને પણ એક કરીને હું તારી પાસે મોકલી આપીશ..." રીયા ખામોશ થઈ....તેનો ચહેરો, એનું જીસ્મ રીયામાંથી રોશનીમાં તબદીલ થઈ ગયુ.....હોટલના એ કમરા વચ્ચે હવે રોશની ઉભી હતી.... નહોતી બદલાઈ તો ફક્ત એની આંખો....ગેહરી, નશીલી, કાતીલ, આંખો.....એ આંખોમાં એક ચમક ઉભરી આવી હતી. એ આંખોમાં ભયાનકતા હતી, જોન પ્રત્યેનો ધિક્કાર હતો છતા એક પીચાશી આનંદ પણ વર્તાતો હતો..... જોનનો શ્વાસ એ આંખોની ગહેરાઈઓમાં ડુબતો ચાલ્યો ગયો અને થોડીવાર પછી તેનો નિશ્ચેતન દેહ એ પલંગ પર લટકી રહયો હતો.... હવે પછીનો વારો જોનના મિત્રોનો હતો....રોશનીએ કમરાની બહાર તરફ પગ ઉપાડયા.....

સમાપ્ત

Praveen Pithadiya

(Parth)

9099278278