Shekhar 2 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shekhar 2

શોર્ટ ક્રાઈમ સ્ટોરી - શેખર ૨ -

પ્રવીણ પીઠડિયા

માનસી ને વિશ્વાસ નહતો થતો કે તેની મમ્મી હવે આ દુનિયામાં નથી રહી.તેને વારે - વારે રડવું આવતું હતું,મમ્મીને યાદ કરીને તે હિબકે ચડતી હતી ,તેની મમ્મી હવે ક્યારેય તેની પાસે નહી હોય એ વિચાર તેને ખળભળાવી મુકતો હતો,મમ્મી વગરનું આ ઘર સુનું સુનું લાગશે,અત્યારે હાજર છે એ બધા સગા સંબીધીઓ તો બે-ચાર દિવસમાં વિખરાઈ જશે પછી તે એકલી કેમ જીવશે..? સવાલનો જવાબ માનસી પાસે નહતો.

હજુ હમણાં બે દિવસ પેહલા તો તેની મમ્મી જીવતી જાગતી તેની સાથે હતી અને સાવ અચાનક તે તેને આ દુનિયામાં એકલી નોધારી મૂકી ને ચાલી ગયી હતી.માનસી હજુ આઘાત માં જ હતી.તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હતું.તે અને તેની મમ્મી સુરભી આ ઘરમાં તે બંને એકલાજ રહેતા હતા.માનસીના પિતા ઘણા વર્ષો પેહલા મૃત્યુ પામ્યા હતા.એ સમયે માનસી સાવ નાની હતી એટલે તેને એટલો બધો આઘાત નહતો લાગ્યો .ત્યારબાદ માનસી અને સુરભી એક-બીજા નો સહારો બની ને જીવતા હતા.સુરભી એ નોકરી શોધી લીધી હતી અને એ રીતે તે બંનેની એક અલગ દુનિયા શરુ થઈ હતી.એ દુનિયા માં પ્રેમ હતો,સ્વાવલંબન હતું,એક બીજા નો સાથ અને વિશ્વાસ હતો.એ સાથ બે દિવસ પહેલા છૂટ્યો હતો.દરરોજ ની જેમ તેની મમ્મી સુરભી કોલ સેન્ટરની નાઈટશિફ્ટ માં કામ કરવા ઘરે થી રાતના આઠ વાગ્યે નીકળી હતી અને નવ વાગ્યે માનસીને ફોન આવ્યો કે તેની મમ્મીનું એક્સીડેન્ટ થયુ છે અને તે હોસ્પિટલ માં છે,માનસી માથે તો આસમાન તૂટી પડ્યું હતું,એકજ કલાક માં તેની દુનિયા પીખાઈ ગયી હતી.તે તાબડતોડ હોસ્પિટલ પોહચી,પરંતુ તે પોહ્ચે એ પહેલા તેની મમ્મી સુરભી આ ફાની દુનિયા છોડીને અનંતના પ્રવાસે ઉપડી ચુકી હતી.માનસીએ ભારે આક્રંદ કર્યું...આઘાતથી તે લગભગ બેહોશ થઈ ગયી હતી..સુરભિને હોસ્પીટલે પોહચાડી હતી એ પોલીસવડાએ માનસી ને જણાવ્યું કે કોઈ વહન ની અડફેટે તેનું એક્સીડેન્ટ થયું હતું વાહનવાળો તો ઘટનાસ્થળે થી ભાગી ગયો હતો પરંતુ ત્યાં હાજર હતા એ રાહ્દારી ઓ માંથી કોઈએ પોલીસ ને ફોન કરી ખબર આપ્યા હતા એટલે પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી અને ત્યારબાદ ઘાયલ સુરભી ને હોસ્પીટલના આઈસીયુ માં દાખલ કરવામાં આવી હતી.ડોકટરો ની ભારે જેહમત બાદ પણ સુરભી ને બચાવી શકાઈ નહોતી.

સુરભી ને અડફેટે લેનાર એ અજાણ્યા વાહન ચલાહની સઘન તપાસ હાથ ઘરી પરંતુ ઘટના સ્થળે અકસ્માતની વારદાત નિહાળનાર કોઈ ગવાહ હતું નહિ.કયા વાહન ની અડફેટે તેને અકસ્માત થયો હતો એ કોઈ પણ જાણતું નહતું.ઘટના સ્થળની આસ-પાસ કોઈ સી.સી ટી.વી કેમેરા પણ લગાવેલા નહતા જેમાંથી કોઈ જાણકારી મળી રહે.આ ઉપરાંત આજુ-બાજુના વિસ્તારના પોલિસવાળાઓએ પૂછ-પરછ પણ કરી જોઈ પરંતુ કોઈ પોલીસ ના લફડામાં પાડવા માગતું નહતું અથવા તો જાણે કોઈએ કઈ જોયું જ નહતું.આખરે જેમ દર વખતે બનતું આવ્યું છે એમ પોલીસ્ પાર્ટી એ અજાણ્યા વાહન ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવવાનો કેસ નોધી અકસ્માતનો ગુનો દાખલ કરી સુરભિની બોડીને તેના પરિવારજનોને એટલે કે માનસી ને સોપી દીધી..માનસી એ ભારે હૃદયે તેની મમ્મીને વળાવી હતી.સુરભીના અન્તીમસંસ્કારમાં તેમના દુરના બધા સગા સંબધીઓ હાજર રહ્યા હતા..આજે એ વાતને બે દિવસ વહી જવા છતાં ઘરમાં ભારેખમ શોકનો માહોલ હતો માનસી ખરેખર પડીભાગી હતી,એક અકસ્માતે તેના જીવનમાં સુનકર ભરી તેના હૃદયમાં એ અજાણ્યા વાહન ચાલક ઉપર દાવાનળ પ્રગટ્યો હતો.કોઈકની બેદરકારીએ એક પરિવાર વિખાઈ ગયો હતો

પરંતુ શું એ ખરેખર એ એક અજાણતા થયેલો અકસ્માત હતો..? કે પછી કોઈ એ જાની જોઈને સુરભી ને અડફેટે લઈ મોતને ઘટ ઉતારી હતી..?પોલીસવાળાના માટે તો આ એક સામાન્ય અકસ્માતનો કેસ હતો એટલે તેઓએ લાશનું પંચનામું અને પોસ્ટમોટમ કરીને કેસને બંધ કરવાની તૈયારી કરી લીધી હતી શહેરમાં રોજ આવા હજારો કિસ્સાઓ બનતા હોય છે તેમાં આ ઘટનાને પણ ઉમેરી દેવામાં આવી હતી..માનસી પણ તેની મમ્મી ના મોતને એક અકસ્માત ગણીને થોડા સમય પછી ભુલીજાત,પરંતુ સાવ એવું બન્યું નહિ..સુરભીના મોતના ચોથા દિવસ સાવ અચાનક જ માનસીના હાથમાં સુરભિનો મોબાઈલ આવ્યો અને તે ચોકી ઉઠી.તેના ચોકવાનું કારણ હતું એક મેસેજ,જે તેની મમ્મીના મોતના આગલા દિવસેજ કોઇકે મોકલ્યો હતો..એ મેસેજ વાંચીને માનસી બેચેન બની ગયી હતી,તેના મનમાં તેની મમ્મીના મોત વિશે સવાલો ઉઠ્યા હતા..અને એ સવાલો ના જવાબ પોલીસ પાસે નહોતા.એ પ્રશ્નોના ઉતર ફક્ત એકજ વ્યક્તિ પાસે હતા અને તે વ્યક્તિ હતી "શેખર".આ વખતે તે સાવ અજાણતા આ કેસમાં દાખલ થયો નહતો તેને ઇન્સ.પ્રબોધ તેજાનીએ પરાણે આ કેસમાં દાખલ કર્યો હતો.

***********************************************************************************

'યશ' ના અપહરણકારો પકડાઈ ગયા હતા અને યશ સહી-સલામત તેના ઘરે પાછો આવ્યો હતો એ ખુશીમાં શેખરને ચારેકોર થી અભિનંદન મળી રહ્યા હતા..( યશની સાથે શું બન્યું એ કહાની"શેખર -એક અપહરણ" આપ વાંચી શકશો) ખુદ ઇન્સ. તેજાની એ શેખર ને બિરદાવ્યો હતો.શેખરને પોતાની નોકરીના પેહલાજ દિવસે સફળતા મળી હતી,તે ખુશ હતો..અને તેની એ ખુશીમાં" દિનીક ન્યુઝ "ની ઓફીસનો સ્ટાફ પણ જોડાયો હતો.દીપશર્મા તો આભો બનીને શેખર ને જોઈજ રહ્યો હતો.તેના જુનિયરે બખૂબીથી એક કેસનું રીપોર્ટીંગ સાંભળ્યું હતું..અને ફક્ત સંભાળ્યું નહતું એ કેસ ઉકેલવામાં તેનો સિંહફાળો હતો એ સાંભળીને તેને પણ આનંદ થયો હતો તેને પોતાના ગોળ મટોળ ચેહરા ને ધુણાવતા શેખર ને અભિનંદન આપ્યા હતા.રાતના મોડે સુધી એ ઉજવણી ચાલી હતી અને પછી બધા વિખરાયા હતા.શેખર તેના બોસ ને મળવાની ખુબ ઉત્કન્થના હતી પણ તેઓ વેહલા ચાલ્યા ગયા હોવાથીતેને મળી શક્યો નહતો.જો કે શેખરના સીનીયર દીપશર્મા ને પણ પોતાના રાક્ષસ બોસ સાથે શેખરનો મેળાપ કરાવવાની જબરી તાલાવેલી જાગી હતી,એ બહાને તે પોતે પણ થોડી વાહ વહી લૂટવા માંગતો હતો..પરંતુ હવે એ આવતીકાલ સવાર પેહલા શક્ય બનવાનું નહતું.આખરે મોડીરાત્રે શેખર પોતાના ઘરે પોહ્ચ્યો હતો..શેખર માટે આજ નો દિવસ ઘણો ઉતર-ચઢાવ વાળો રહ્યો હતો પરતું એકંદરે તે ખુશ હતો.તે પોતાના આવનારા ભવિષ્ય માટે અતિ ઉત્સાહી હતો..

*********************************************************************************

બીજા દિવસે સવારે શેખર તેયાર થઈ ઓફીસ જવા નીકળ્યો રાત્રે તેને તેની મમ્મી ને દિવસભર બનેલી ઘટનાઓ વિષે જણાવ્યું ત્યારે માધવી બહેન ને પોતાના પુત્ર ની પહેલી સફળતા પર ગર્વ થયો હતો અને શેખર સદાય પ્રગતિ કરતો રહે એવા આશીર્વાદ આપ્યા હતા એજ આશીર્વાદેના સથવારે અત્યારે નવા દિવસ ની શરુઆત કરવા જઈ રહ્યો હતો

" મી.શેખર..તમને બોસ તેમની કેબીન માં બોલાવે છે.મિસ શ્વેતાએ તેને કહ્યું તે હજુ પોતાની લાકડાની ખોખા વાડી કેબીનમાં બેઠકલે એ પેહલા જ સેક્રેટરી બોસનો મેસેજ આપ્યો,શેખર મુઝાયો.દીપશર્મા હજુ સુધી આવ્યા નહતો તેની સાથે ગયી કાલના બનાવ વિશે ચર્ચા કાર્ય બાદ જો બોસ સાથે મુલાકાત ગોઠવાઈ હોતતો વધુ સરળતા રહેત એવું શેખર ને લાગ્યું.પરંતુ દીપશર્મા આવે તે પેહલા બોસનો આદેશ આવી ચુક્યો હતો એટલે ગયા વગર છુટકો નહતો.શેખરને ફફડતા હ્રદયે બોસની કેબીન તરફ ચાલ્યો.અત્યારે દીપશાર્માની કમી શેખરને ખલતી હતી.તેને કેબીનનો કાચનો દરવાજો ધકેલ્યો અને અડધો અંદર પ્રવેશ્યો.ઓફીસમાં ચાલતા એ.સીની ઠંડી હવા તેને શરીરે અથડાયો.

"મેં આઈ કમ ઈન સર...." શેખરે પૂછ્યું.

"યસ ...યુ મેં..."

"થેંક્યું સર .."કહીને તે પુરેપુરો અંદર દાખલ થયો.ઓફીસ ખરેખર સુંદર રીતે મેઈનટેન થયેલી હતી.ચો-તરફ ગોઠવાયેલા રેક માં ઘણા બધા પુસ્તકો,પરીતોશીતો અને બીજી ચીજો વ્યવસ્થિત અને સુઘડ રીતે મુકાયેલી હતી.વિશાલ ઓફિસની બરોબર વચ્ચે મોટું ટેબલ હતું અને એ ટેબલ પાછળ એક આરામદેહ ખુરશીમાં તેના બોસ બેઠા હતા.શેખર તેમને જોતા આગળ વધ્યો.

"સીટ ડાઉન મી.શેખર.."બોસે કહ્યું.તે અવાજમાં રૂઆબ હતો.એક આધિપત્ય ની ભાવના હતી.

"થેંક્યું સર.."શેખરે એક ચેરમાં બેઠક લેતા કહ્યું.તે બોસ ના ચેહરાને નીરખી રહ્યો હતો.."ના,આ એક રાક્ષસ નો ચેહરો તો નથી જ.."તે મનોમન બબડ્યો.તેની સામે એક વૈભવશાહી વ્યક્તિત્વ નો માલિક બેઠો હતો.વેલ ડ્રેસ્ડ,સફાઈદાર કાપેલી મૂછો,ક્લીન શેવ ચેહરો,માથે કળા જથ્થાદાર વાળ,આંખોમાં વેધકતા અને સૌથી ધ્યાનાકર્ષક હતું ચેહરા પર રમતું આછું સ્મિત..શેખરને પહેલી મુલાકાતમાં જ તેના બોસ પસંદ આવ્યા હતા..."તો પછી દીપશર્મા આ ને રાક્ષાસ કેમ કેહતો હશે..?એ શેખરને ન સમજાયું.

"કોન્ગ્રેચ્યુલેશન મી શેખર...તમારા જેવા યંગ અને ઉત્સાહી યુવકોને હું હમેશા આવકારું છું.મારું નામ નીખીલ શેઠ છે."દેનિક ન્યુઝ" ના તમામ ડીપાર્ટમેન્ટ મારા અન્ડર માં આવે છે.."આટલું કહીને તે ખામોશ થયા..બેલ મારીને ચપરાશી ને બોલાવ્યો.ચપરાશી આવ્યો એટલે તેને બે કોફી લાવવા કહ્યું.શેખર આભો બની જોઈ રહ્યો હતો તેની નોકરીનો આ બીજો દિવસ હતો અને અત્યારે તેના માટે તેના બોસ એ કોફી મંગાવી હતી.આ અવિશ્વસનીય બાબત હતી,મોટાભાગે તો ગમે તે કંપનીમાં ટ્રેઈની તરિકે જોઇન થતા યુવક કે યુવતી ને આવું સદભાગ્ય મળતું હોતું નથી,તેને શું બોલવું અને કેવી રીતે વાતચીત કરવી તે સમજાતું નહતું.

"આશ્ચર્યચકિત થવાની જરૂરત નથી શેખર..તારા ગયીકાલ ના કામનો રીપોર્ટ મને મળ્યો..તે જે રીતે યશ માં કેસમાં અણધાર્યા વળાંક આણ્યો તેનાથી હું પ્રભાવિત થયો છુ,ગુડવર્ક ......તે એક મહત્વની સિદ્ધી "દિનીક ન્યુઝ"ને આપવી છે..અને તેનાથી પણ વધુ મહત્વનું એ હતું કે તારા કારણે એક માસુમ બાળકનો તેના પરિવાર સાથે ભેટો થયો..બ્રેવો મેન..બહુ ઓછા લોકો હોય છે જે પોતાના કાર્યને આટલું ગંભીરતાથી લે છે..તું એમાંનો એક છે અને મને તારા જેવા માણસોની જરૂર છે.."દૈનિક ન્યુઝ"ની ટીમમાં તારું સ્વાગત છે યંગ બોય.."નીખીલ શેઠ બોલ્યા.તેઓં ઉભા થયા અને શેખર તરફ પોતાનો હાથ લંબાવ્યો.શેખરે તેમની સાથે હાથ મેળવ્યો એ દરમ્યાન ચપરાશી કોફી મૂકી ગયો..નીખીલ શેઠ અને શેખરે કોફીને ન્યાય આપ્યો.

સો યંગ બોય ..આવાજ ખંત અને લગન થી કામ કરતો રેહ્જે મને તારું ભવિષ્ય ઉજળું દેખાય છે..અત્યારે તું દીપશર્માના હાથ નીચે નીમાયો છે તો તે કહે એમ કર..દીપશર્મા પણ તારા જેવો મેહનતું માણસ છે પણ ક્યારેક તે આળસ કરી જાય છે.." કહીને નીખીલ શેઠ અટક્યો..તેમને કોફી નો મગ ખાલી કર્યો અને ટેબલ પર મુક્યો.."નાઉ ..કીપ ગોઇંગ એન્ડ ડુ યોર બેસ્ટ વર્ક .."

"થેંક્યું સર..."કહીને શેખર ઉભો થયો અને હળવે રહીને કેબીન માંથી બહાર નીકળ્યો.તેની છાતીમાં હાશકારો ઉભરાયો હતો.તેના ધારવા કરતા બોસ સાથેની મુલાકાત વધુ સરળ રહી હતી હવે તેને દીપશર્મા ની રાહ હતી...

***********************************************************************************

માનસી અત્યારે ઇન્સ.તેજાની સામેની ખુરશીમાં બેઠી હતી.તેની મમ્મીનો મોબાઈલ અત્યારે તેજાણીના હાથ માં હતો અને તેજાની તેમાં આવેલા મેસેજ વાંચી રહ્યો હતો મેસેજ વાંચી તેને માથું ધુણાવ્યું અને પછી માનસી તરફ નજર નાખી.

"આનાથી કઈ જ સાબિત નથી થતું..ખામોશ રેહ્જે નહીતર અંજામ ખતરનાક હશે..બસ આટલો મેસેજ છે,આ મેસેજ મોકલનારને આપને પકડીએ તો પણ એ ક્યારેય સાબિત નહિ કરી શકીએ કે તારી મમ્મીનું મોત એ એક એક્સીડેન્ટ નહી પરંતુ ખૂન છે અને એમાં તેનો હાથ છે..આવો મેસેજ ઘણી વખત કોઈ બીજા સંદર્ભમાં પણ મોકલ્યો હોઈ શકે..

"સર..પણ તમે તપાસ તો કરવો.મારું મન કહે છે કે મારી મમ્મીનું મોત સામાન્ય નથી."માનસી એ અજીજીભાર્યા સ્વરે તેજનીને કહ્યું.

"જુઓ મિસ.માનસી...આમ,ભાવનાઓ અને લાગણીઓના આધારે પોલીસ તપાસ થાય નહિ.સુરભીના મોતની તપાસ કરવા માટે કોઈ આધાર કોઈ સબુત તો જોઇએને..આ એક મેસેજના આધારે ક્યારેય તપાસ આગળ વધી શકે નહિ.અંધારામાં ભટકવા જેવી બાબત થાય."તેજાની એ કહ્યું.તેજાની ને ખ્યાલ હતો કે સમાજમાં બનતા મોટા ભાગ ના ગુનાઓમાં ભોગ બનનારના પરિવારજનોને કોઈ કાવતરું રચાયું હોવાનો શક પડતો હોય છે.લોકો પોલીસ પર દબાણ લાવતા કે જેથી તેમના કેસની તફ્તીશ કરવામાં આવે...અને તેમાં મોટાભાગે તો છેલ્લે કોથળામાંથી બિલાડું જ નીકળતું..અત્યારે તેજાનીને સુરભીના કેસ માં પણ કોઈ દમ લાગતો નહતો.સુરભી રાત્રે પોતાની કોલ સેન્ટરની નોકરીએ હાજર થવા જતી હતી હસે ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને અડફેટે લીધી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું..આ જ થીયરી તેને સાચી લગતી હતી.

"પણ સર...આ ધમકીભર્યા મેસેજ..."

"એ કોઈ અન્ય સંદર્ભમાં પણ હોએ શકે..."

"પરંતુ...."

"સોરી માનસી..."તેજનીએ પોતાના હાથ અધ્ધર કાર્ય.માનસીની આંખોમાં ઝાકળ છવાયું.ભારે હતાશાથી તેનું હ્રદય ભરાઈ આવ્યું.ખુરશીમાંથી ઉભી થઈ તે પોલીસચોકીની બહાર નીકળી આવી.

"સાહેબ..હું શું કહું..આપને એ મેસેજ મોકલનાર વ્યક્તિની તપાસ કરીએ તો કેમ..?"કોન્સ્ટેબલ ગાયકવાડે તેજાનીને પૂછ્યું.તેને એ છોકરી માયુસ ચેહરે બહાર નીકળી એ જરાય નહતું ગમ્યું.તે ત્યાં સાહેબના ટેબલ પાસેજ ઉભો હતો.

"ગાયકવાડ..મેં જે હમણાં તે છોકરીને કહ્યું એજ વાક્ય તને કહું છું.લાગણીઓના આધારે પોલીસ તપાસ થાય નહિ..અને આ વાત મારે તને સમજવાની ન હોય,તું મારા કરતા વધુ અનુભવી છો.જો આપને આવી રીતે બધાનું કહ્યું માનીને કામ કરીયેતો તને ખબર છે શું થાય તે..?સાંજ સુધીમાં ફરીયાદોની લાઈન લાગે આપના સ્ટેશન ની બહાર.સમજ્યો.."તેજાનીએ કહ્યું.

ગાયકવાડને તેજનીની વાતમાં તથ્ય વર્તાતું હતું.તેમ છતાં કઈક તેને ખટક્યું હતું.તે વિચારમાં પડ્યો..અને સાવ અચાનક જ તેને "શેખર યાદ આવ્યો.તેના ચેહરા પર હળવું હાસ્ય આવ્યું.

"સાહેબ..આ કેસની આપને અનઓફીસીયલી તપાસ કરીયેતો કેમ..?"

"અનઓફીસીયલી મતલબ..? "

"મતલબ આપના વતી કોઈક બીજી વ્યક્તિ તફ્તીશ કરે તો..?"

"ગાયકવાડ..ચોખવટ થી કહેને કે તું શું કહેવા માંગે છે..?"

"શેખર.."

"શેખર..?" તેજનીને આશ્ચર્ય થયું અને તે વિચારમાં પડ્યો."તારું કહેવાનું એમ છે કે સુરભીના મોતની તપાસ શેખરને સોપીએ..તને શું લાગે છે..એ કરી શકશે..? "

"યશ સર.."

"તે એક ટ્રેઈની ક્રાઈમ રિપોર્ટર છે તેનું કામ સમાજમાં બનતા ગુનાઓનું રીપોર્ટીંગ કરી પેપરમાં લખવાનું છે નહિ કે ગુનેગારોને શોધવાનું..અને "યશ" ના કિસ્સામાં સફળતા મળી,જરૂરી નથી કે બીજા કેસમાં પણ તેને સફળતા મળે..અને આ તો સામાન્ય અકસ્માતનો કેસ છે એમાં શું તપાસ કરવાની..? "

"સાહેબ..શેખરને ઇન્વોલ્વ કરવામાં આપને કશું ગુમાવવાનું નથી.."ગાયકવાડે કઈક મર્મમાં કહ્યું.

"હમમ..." પ્રબોધ તેજની વિચારમાં પડ્યો.

"ઓ.કે...બોલાવી લે તેને.."

"તમેજ ફોન કરોને સાહેબ.."

ઠીક છે..હું ફોન કરું છુ..તે એનો નંબર લખ્યો હતો એ આપ મને.."

ગાયકવાડે શેખરનો નંબર તેજાનીને આપ્યો એટલે તેજનીએ ફોન લાગાવ્યો અને શેખરને પોલીસ ચોકીએ બોલાવ્યો.

***********************************************************************************

"એક વાત મને કહે શેખર,તું મારો સીનીયર છે કે હું તારો સીનીયર છું...?" દીપશર્માએ તેનું ગોળ મટોળ મોઢું ફુલાવતા પૂછ્યું.

"અફકોર્સ તમે સીનીયર છો..તમે મારા બોસ છો.."શેખરે કહ્યું.

"તો પછી પેલો તેજાની તને શું કામ ફોન કરે છે..કોઈ મેટર હોય તો તે મને કહી શકતો હોત.." દીપશર્માએ કહ્યું.તેજાની એ શેખરને પોલીસ ચોકી એ બોલાવ્યો છે એ તેને જરાય નહતું ગમ્યું.કોઈ કામ હોય તો તેજની તેને બોલાવી શક્યો હોત.

"હવે એ મને શું ખબર..તમે પણ ચાલોને સાથે.."શેખારે દીપશર્મા ને કહ્યું.

  • "ના ભાઈ..તું જ જઈ આવ..આમ પણ મારે ઘણા કામ છે જો કોઈ મહત્વની બાબત હોય તો મને ફોન કરજે..ઓ .કે..?
  • "ઓ.કે સર..."શેખરે હસીને કહ્યું.અને તે "દેનિક ન્યુઝ" ની ઓફિસ માંથી બહાર નીકળ્યો.

    *************************************************************************

    "શેખર આ માનસી છે.માનસીની મમ્મી સુરભીનું અકસ્માતમાં મોત થયું છે અને માનસીને શક છે કે તે અકસ્માત નહિ પણ જાણી-જોઇને થયેલું મર્ડર છે..."ઇન્સ.તેજાની એ પોલીસચોકીમાં તેની સામે ખુરશીમાં બેઠેલા શેખરને માનસી સાથે ઓળખાણ કરાવતા કહ્યું.માનસી શેખરની બાજુ ની ખુરશીમાં બેઠી હતી.તેને શેખર સામે જોઇને નમસ્તે કહ્યું.શેખરે પણ નમસ્તે કર્યું.યુવાનીના દરવાજે દસ્તક દેતા શેખર ને જોઇને માનસી કઈ ખાસ પ્રભાવિત થઈ નહોતી.

    "સર..પણ હું આમાં શું કરી શકું...? આ તો તમારો મતલબ કે સીધો સાદો પોલીસ તપાસ નો વિષય છે."શિકારે કહ્યું તેને સમજાતું નહતું કે તેજાની શા માટે તેને આ કેસમાં ઇન્વોલ્વે કરી રહ્યો છે.

    "શેખર..જો ભાઈ..! તને ચોખવટથી કહુતો સુરભી નું અકસ્માત એક સામન્ય ઘટના છે.તેમાં અમારાથી કઈ થાય તેમ નથી કારણકે તપાસ આગળ વધારવા માટે કઈક મજબુત આધાર તો હોવો જોઈએને..?માનસી પાસે તેની મમ્મીના મોબાઈલમાં આવેલો એક મેસેજ છે.પરંતુ તેનાથી કઈ સાબિત થતું નથી.એટલેજ તેને બોલાવ્યો છે..અનઓફીસીયલ રીતે તું આ કેસ હિસ્ટ્રીની તપાસ કર.."તેજાનીએ કહ્યું અને બાજુમાં જ ઉભેલા ગાયકવાડ તરફ ઈશારો કરતા બોલ્યો..

    "આ ગાયકવાડને તારા પ્રત્યે વિશેષ લગાવ થયો છે અને તેનેજ આ સુઝાવ આપ્યો છે..યુ નો શેખર.આનાથી ત્રણ ફાયદા થશે..એકતો એ કે પોલીસખાતાનો સમય બચશે ,બીજો તને કઈક નવું શીખવા મળશે અને ત્રીજું આ માનસીના મનનું સમાધાન થશે..બોલ ત્યાર છો..?

    "યસ સર..."શેખરે થોડું વિચારીને કહ્યું.

    "ધેન ગો અહેડ યંગ બોય..બેસ્ટ લક.અરે ગાયકવાડ,શેખરને કેસ ફાઈલ વાંચવા આપ અને તેને જે સપોર્ટ આપના તરફથી જોઈએ તે આપજે." તેજાની એ કહ્યું.

    "ઓં કે સર.."ગાયકવાડે કહ્યું અને તે શેખર અને માનસી ને પોતાના ટેબલ પર દોરી ગયો.તેને સુરભીના અકસ્માતની ફાઈલ શેખરને વાચવા આપી.શેખરે એ ધ્યાનથી વાચી ગયો એ દરમ્યાન માનસી એ પેલો મેસેજ પણ શેખરને વંચાવ્યો હતો.

    "ઓં.કે ગાયકવાડ સાહેબ..હું મારી રીતે તપાસ કરું છું.જો કઈ જાણવા મળશે તો તમને ફોન કરીશ."શેખરે ગાયકવાડને કહ્યું અને તે અને માનસી પોલીસચોકીની બહાર નીકળ્યા.શેખરે માનસીને થોડા પ્રશ્નો પૂછવા માંગતો હતો.

    "મિસ માનસી..જો તમને એતરાજ ન હોય તો આપને સામે દેખાય છે એ કોફી શોપ માં બેસીએ.મારે થોડા પ્રશ્નો પૂછવા છે તમને.."

    "શ્યોર.." માનસીને કહ્યું.તેઓં રોડ ક્રોસ કરીને હમણાજ નવી બનેલી કાફેટેરીયામાં આવીને બેઠા.તેમને એ કોફીનો ઓર્ડર આપ્યો.

    "હા તો મિસ માનસી..આ એક મેસેજ પરથી તમે કેમ એવો અભિપ્રાય બાંધ્યો કે તમારી મમ્મી નુ ખુન થયું છે..?શેખરે સીધોજ પ્રશ્ન પૂછ્યો.

    "હું મારી મમ્મીને બહુ નજીક થી ઓળખતી હતી.તેના મોતના એક અઠવાડિયા પહેલાથી તે કોઈ ગંભીર ચિંતામાં હોય તેમ મને લાગતું હતું.મેં તેને પૂછ્યું પણ હતું પરંતુ તેને વાત ઉડાવી દીધી હતી.. અને સૌ થી મહત્વનો સબુત આ મેસેજ છે.પોલીસ ભલે આ મેસેજ મહત્વનો ન માનતી હોય પરંતુ આ મેસેજ કોને મોકલ્યો છે જોએ જાણવા મળીજાય તો ઘણા રહસ્યો ઉજાગર થાય.."માનસી એ કહ્યું..ખરેખર તો માનસી ને અત્યારે બહુ વિચિત્ર લાગતું હતું .તે અહી શું કામ બેઠી છે એ પ્રશ્ન તેના જહેનમાં ઉઠ્યો હતો.તેને સમજાતું નહતું કે તેની ઉમરનો આ નવજુવાન છોકરડો તેની મમ્મી ના મોતની પહેલી ઉકેલી શકશે કે કેમ..?પરંતુ પોલીસ ઇન્સ.તેજાની એ કહ્યું છે તો હવે શેખરની મદદ લીધા વગર તેનો છૂટકો પણ નહતો.

    "વધુ વિચારવાથી ઘણી વખત આપને કારણ વગરની ઉપાધી વહોરી લઈએ છીએ.."શેખર જાણે માનસીના મન માં છળતા વિચારો વાંચી રહ્યો હોય તેમ બોલ્યો"આપણું કામ છે મનમાં ઉઠતા સવાલોના જવાબ શોધવાનું..એ અત્યારેથીજ આપને ચાલુ કરીએ..અને આપને એટલે તમે અને હું બંને મળીને આ કેસનો નીવોડો લાવીશું.મને તમારી મદદ ની જરૂર પડશે.બોલો..તેયાર છો..?શેખરે માનસીની આંખોમાં ઝાંકતા પૂછ્યું.

    "હા..બિલકુલ તૈયાર.."માનસી એ હોઠ ભીડી ઊંડો શ્વાસ લઈને કહ્યું.તેને શેખરની વાતમાં વિશ્વાસ બેઠો હતો.

    "ઓ.કે..તો સોંથી પહેલા આ મેસેજ કોને મોકલ્યો છે એ જાણવું પડશે..એ કામ ગાયકવાડ સાહેબ કરીઆપસે..એ નંબર મળે પછી આપને આગળની સ્ટ્રેટેજી ઘડીસુ.હું તમને ફોન કરીશ..ઓં.કે"કહીને શેખર ઉભો થયો.તેને કોફીના પૈસા ચૂકવ્યા અને કેફેટેરીયામાંથી બહાર નીકળ્યો.માનસી બહાર નીકળી બાઈક સ્ટાર્ટ કરતા શેખરની પીઠને તાકી રહી..

    ****************************************************************************

    તે દિવસે સાંજે જ ટેલીફોન કંપનીમાંથી સુરભિને જે મેસેજ આવ્યો હતો તે મોબાઈલ નંબરની ડીટેલ મળી ગયી હતી અને ગાયકવાડે તે નંબરની તપાસ પણ કરી લીધી હતી.તે નંબર સુરભી જે કોલ સેન્ટર માં કામ કરતી હતી તે કોલ સેન્ટરના મેનેજર વિષ્ણુ પંડ્યા નો હતો.ગાયકવાડે આ માહિતી શેખરને આપી.એક અગત્યની માહિતી શેખર ના હાથ માં આવી હતી.તેને સીધાજ વિષ્ણુ પંડ્યા સાથે વાત કરવાનું નક્કી કર્યું અને તે એ કોલ સેન્ટરે પોહ્ચ્યો.થોડીજ વારમાં તે વિષ્ણુ પંડ્યાની સામે બેઠો હતો.વિષ્ણુ પંડ્યા આધેડ ઉમરનો ટાલિયો વ્યક્તિ હતો.શેખર તેનાથી ઈમ્પ્રેસ્સ થયો નહિ.તેને જોતા જ શેખર સાવધ બની ગયો હતો.તેને લાગ્યું કે તે સીધા રસ્તે જઈ રહ્યો છે..

    "ખામોશ રેહ્જે નહીતો અંજામ ખતરનાક હશે..આ મતલબનો મેસેજ તમે તમારા કોલસેન્ટર માં કામ કરતી સુરભી નામની એમપ્લોઈ ને થોડા દિવસ પહેલા તેના મોબાઈલ પર મોકલ્યો હતો.શું હું જાણી શકું કે તમે આવો ધમકીભર્યા મેસેજ કેમ મોકલ્યો..?અને તમને એ પણ ખ્યાલ જ હશે કે બીજા દિવસે સાંજે જ સુરભિને કોઈ અજાણ્યું વાહન અડફેટે લઈને ચાલ્યું ગયું હતું જેમાં તેનું મોત થયું હતું."શેખરે સીધોજ પ્રશ્ન પૂછી લીધો.તે વિષ્ણુ પંડ્યા ની પ્રતિક્રિયા જોવા માંગતો હતો.

    "મી.શેખર,આ સવાલ નો જવાબ સાવ આસન છે તમે એક રિપોર્ટર છો એટલે તમને કેહવામાં કોઈ વાંધો નથી.પણ આ વાત તમે આપના બે વચ્ચે રાખજો પ્લીઝ..."

    "ઓ.કે.."

    "વાત એમ છે કે મને ખબર હતી કે સુરભી આ દુનિયા માં એકલી છે.તેના પતિને ગુજર્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા..સામે પક્ષે હું પણ વિધુર છું એટલે મેં એક ચાન્સ લીધો હતો કે સુરભી મારી બનીને રહે..પરંતુ તેને મને ચોખી ના પડી દીધી."કહીને વિષ્ણુ પંડ્યા ખામોશ થયો.તેના ચહેરા પર છવાયેલો પરસેવો તેને લૂછ્યો.

    "પછી.."શેખરે પૂછ્યું.શેખરે રસપૂર્વક આખી વાત સાંભળતો હતો.તેને વિષ્ણુ પંડ્યા અને તેના ભાવોમાં ભારે વિરોધાભાસ જાણતો હતો.

    "પરંતુ મેં હાર માની નહિ..એક દિવસ મારી ઓફિસમાં કોઈ નહતું ત્યારે મેં તેને બોલાવી અને થોડી છૂટ છાટ લેવાની કોશિશ કરી..પરંતુ એમાં તો તે ભડકી ઉઠી અને મને સમગ્ર સ્ટાફ વચ્ચે ખુલો પાડવાની ધમકી તેને આપી.મેં તરત તેની માફી માંગી અને આવું બીજી વખત નહિ થાય તેની ખાતરી આપી ત્યારે તે થોડી શાંત પડી અને ઓફિસમાંથી બહાર નીકળી ગયી..પરંતુ મને ડર હતો કે તે આ વાત જાહેર કર્યા વગર નહિ રહે એટલે મેં ધમકી ભર્યા મેસેજ તેને મોકલ્યો હતો.."વિષ્ણુ પંડ્યા એકજ શ્વાસે બોલી ગયો.

    "હમમમ..."શેખરે ફક્ત હુકાર ભણ્યો.એક દમ ગરમા ગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવું બયાન હતું એ.શેખરને કઈક ખટકતું જરૂર હતું પરંતુ અત્યારે તો તેની પાસે વિષ્ણુ પંડ્યાની વાત માનવા સિવાય બીજો કોઈ ઉકેલ નહતો.

    "ઓ.કે..મી પંડ્યા..તમારો ખુબ આભાર.."કહીને તેની સાથે હાથ મેળવીને શેખરે ઉભો થઈ ઓફીસના દરવાજા તરફ ચાલ્યો.વિષ્ણુ પંડ્યાને જાણે હાશકારો થયો હોય તેમ તે શેખરને જતો જોઈ રહ્યો.

    શિકાર કોલસેન્ટર ની ઓફિસની બીલ્ડીન્ગમાંથી બહાર નીકળી રોડ પર આવીને ઉભો રહ્યો તેના મનમાં વિચારોનું ધમાસાણ મચ્યું હતું..ચોક્કસ તેને ખાતરી થઈ હતી કે વિષ્ણુ પંડ્યા હલાહલ જુઠું બોલી રહ્યો હતો,જાણે કોઈ કહાની સંભળાવી રહ્યો હોય તેમ તેને ફટાફટ જવાબો આપ્યા હતા.શેખરને શંકા ઉદભવી હતી કે તે જરૂર આ કેસની પાછળ કોઈ ગેહરું રહસ્ય છુપાયેલું છે.કોઈ ભયંક ષડયંત્ર તેને ગંધ આવતી હતી..તે શાંતિથી વિચારવા માંગતો હતો અને સમજવા માંગતો હતો કે શાને કરને તે એટલી બધી બેચેની અનુભવી રહ્યો છે..તેને નીચે ઉભા ઉભા જ પાછળ ફરીને કોલસેન્ટરની બિલ્ડીંગ તરફ નજર કરી..અને સાવ અનાયાસે જ તેની નજર બીજા મળે પારદર્શક કાચની બારી પાસે ઉભેલા વિષ્ણુ પંડ્યા પર પડી.તેની અને વિષ્ણુ પંડ્યાની નજર આપસમાં ટકરાઈ..એ નજરમાં જાણે આગ સળગતી હોય તેવું મહેસુસ કર્યું.હળવે રહીને તે ત્યાં જ નીચે પાર્ક કરેલી પોતાની બાઈક પાસે આવ્યો બાઈક માં ચાવી નાખી ચાલુ કરી તેને બાઈકને પોતાના ઘર તરફ ભગવી મૂકી..

    *****************************************************************************

    રાતના બે વાગતા હતા.જે શાંતિની ખોજમાં માનવી ચારેકોર ભટકતો હોય છે એવી નીરવ રાત્રે સ્તબ્ધ ખામોશી અત્યારે ચો તરફ પ્રસરાયેલી હતી.ઈશ્વરે રાત્રી બનાવીને માનવ જાત પર જાણે અસીમ ઉપકાર કર્યો હતો.જો આવી ખામોશ અને નિતાંત હળવાશ ભરી ઊંઘથી બોઝિલ બનેલી રાત ના હોતતો તે જાણે સમગ્ર સૃષ્ટિનું શું થાત..! પરંતુ ધણા લોકોની કિસ્મતમાં આવી શાંતિભરી નીંદર માનવાનું લખ્યું નથી હોતું..શેખરની હાલત અત્યારે એવીજ હતી.તે પોતાની રૂમમાં સુવાળા ગાદલ પર આમ થી તેમ પડખા બદલી રહ્યો હતો.તેની આખોમાં દુર દુર સુધી ઊંઘનું નામોનિશાન નહતું.વિષ્ણુ પંડ્યાનો ચહેરો તેની વાતો વારે વાર તેના માનસપટલ પર છવાતી હતી.ઊંઘી જવું હતું છતાં તેના મનમાં ચાલતા વિચારો તેને ઊંઘવા દેતા નહોતા.સતત બે કલાક સુધી પડખા ઘસ્યા બાદ એક નિર્ણય સાથે ઉભો થયો અને તેને માનસીને ફોન લગાવ્યો..

    અડધી રાત્રે શેખરે ફોન કર્યો એ જોઈ માનસી ચમકી ઉઠી..તે પણ ક્યારની જાગતી પડી હતી.જેવી રીંગ વાગી કે તરત તેને ફોન રીસીવ કર્યો..

    "હલ્લો શેખર..'તેને કહ્યું.

    અને..શેખરે આડી-અવળી વાતોમાં સમય બગડ્યા વગર સીધીજ મુદ્દાની વાત કરી.

    "મેં.એક પ્લાન બનાવ્યો છે.તું જો એમાં સાથ આપે તો તારી મમ્મીના અકસ્માતનું રહસ્ય આપને જરૂર જાણી શકીશું..ખરેખર તો આ પ્લાનમાં તારા વગર આગળ વધવું મુસ્કેલ છે.."અને શેખરે માનસીને પોતાનો પ્લાન સમજાવ્યો.

    "જોખમ છે પણ..જોખમ ઉઠાવ્યા વગર આગળ વધવું શક્ય નથી.બોલ છે તયારી..?

    "હા શેખર..વિચારવા જેવું કઈ નથી.તું જો આટલી મોડી રાત્રે મારા પરિવાર વિષે વિચારતો હોય તો પછી હું પાછી પાની કરીજ ના શકુને..મારી હા છે..ગમે તેવું જોખમ હશે હું એ ઉઠાવીશ.."માનસી ના સુંદર ચેહરા પર મક્કમતા તરી આવી.

    "તો કાલ સવારથીજ કામે લાગીજા..હવે બધો મદાર તારા પર છે.કોઈ મુશ્કેલી આવે તો તરત મને ફોન કરજે..બેસ્ટ ઓફ લક અને શુભ રાત્રી..." કહીને શેખરે ફોન મુક્યો.થોડીજ વારમાં તે ઘસ ઘસાટ ઊંઘી ગયો હતો.

    ***************************************************************************

    બીજા દિવસે સવારે માનસીએ તેની મમ્મી જે કોલ સેન્ટરે માં કામ કરતી હતી તે કોલ સેન્ટરમાં નોકરી માટે પોતાનો બાયોડેટા મોકલી આપ્યો.કોલ સેન્ટરમાં સામાન્ય તહ કર્મચારીઓ ની કાયમી ઘટ પડતી હોય છે એટલે એપ્લાય કર્યાના તીજા જ દિવસે માનસીને ઈન્ટરવ્યું માટે કોલ આવ્યો હતો.ત્યાર પછીની ઘટના ઘણી ઝડપથી ઘટી હતી.ઇનટરવ્યુ દિવસેજ માનસીને સિલેક્ટ કરવામાં આવી.બે દિવસની ટ્રેનીંગ બાદ તે નોકરી એ પણ જવા લાગી."એનેક્ષ" બિલ્ડીંગ નો આખો બીજો માળ કોલ સેન્ટર માટે લીઝ પર લેવાયો હતો ત્યાં લગભગ સીતેર કર્મચારીઓ કામ કરતા હતા..તેમાં મોટા ભાગે યુવતીઓનું પ્રમાણ હતું.આ કોલ સેન્ટર જર્મની સ્થિત એક કંપની માટે કામ કરતુ હતું..અને તેનું સમગ્ર સંચાલન વિષ્ણુ પંડ્યાના હાથ માં હતું..માનસીએ ટુક સમયમાં ઘણી માહિતી એકઠી કરી હતી.આ સમગ્ર માહિતીની તેને શેખરને પોહચાડી હતી.શેખર એ માહિતીના પૃથકરણ માં લાગ્યો હતો.તેને માનસીને કોલ સેન્ટરના માલિક વિષે તપાસ કરવા કહ્યું.

    માનસીએ તે સમય દરમ્યાન ઓફીસ માં ઘણી બહેનપણી ઓ બનાવી લીધી હતી.તેઓં લાંચબ્રેકમાં સાથે જમતા ત્યારે માનસી કોલ સેન્ટર ના માલિક વિષે જાણવા કોશિશ કરતી હતી..થોડાજ સમયમાં જ તેની સામે ચોકાવનારું સત્ય ઉજાગર થયું..માનસીને જાણવા મળ્યું કે આ સેન્ટર ના બોસનું નામ સત્યેન્દ્ર સિંગ હતું.સત્યેન્દ્રસિંગ મૂળ પંજાબનો વતની હતો પરતું હાલ તે દુબઈમાં રહેતો હતો અને મહીને બે મહીને અચૂક તે આ સેન્ટરની મુલાકાતે આવતો હતો..કોલ સેન્ટરમાં ઘણા લાંબા સમયથી કામ કરતી વિશાખાએ માનસીને જે કહ્યું તે સાંભળી માનસી વિચારમાં પડી હતી..વિશાખાએ જણાવ્યું કે તેમનો બોસ એટલે કે સત્યેન્દ્ર સિંગ ખુબજ વિચિત્ર સ્વભાવનો વ્યક્તિ હતો.તે જયારે જયારે અહીં આવતો ત્યારે કોઇજ દેખીતા કારણ વગર બે-ચાર છોકરીઓને કાઢી મુકતો.તે યુવતીઓની કોઈ ભૂલ ન હોવા છતાં તેમને પાનીયું આપી દેવામાં આવતું.સત્યેન્દ્ર સિહના આ વર્તન થી વિષ્ણુ પંડ્યા પણ ઘણો ના ખુશ થયો પરંતુ તે કઈ બોલી શકતો નહિ..આખરે તે તેનો બોસ હતો.વિશાખા એ માનસીને એ પણ જણાવ્યું કે બે જ દિવસ પછી સત્યેન્દ્રસિંહ ઇન્ડિયા આવી રહ્યો છે.જેના કારણે ઓફિસમાં કામ કરતી યુવતીઓમાં અત્યારથી ફફડાટ ફેલાયો છે કે ન જાણે આ વખ્તે કોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.

    માનસીને આ વાત કઈ સમજાઈ નહિ.આ માહિતી કેટલી અગત્યની છે તે નક્કી કરી શકતી નહોતી.શેખરે તેને વિષ્ણુ પંડ્યા પર વિશેષ ધ્યાન આપવા કહ્યું હતું જયારે અહીતો તેને બીજું પણ ઘણું જાણવા મળ્યું હતું..શું તેઓં ખરેખર યોગ્ય દિશા માં જઈ રહ્યા છે એવો પણ પ્રશ્ન તેના જહેનમાં ઉઠ્યો.આખરે તેને શેખરને ફોન કરી મળવા મોલાવ્યો.તેઓં ફરી પાછા એજ કાફે ટેરીયામાં મળ્યા જ્યાં પહેલી વખત મળ્યા હતા.માનસીએ શેખરને તમામ ડીટેલ કહી..

    "હમમ.."શેખરે હુકાર ભણ્યો..તેને નોટપેડ કાઢી તમામ મુદા વિગતવાર લખ્યા અને વિચારે ચઢ્યા.માનસી શેખરના સોહામણા ચહેરા પર અંકાયેલા ભાવોને ધ્યાન થી નીરખતી કોફી પી રહી હતી..

    "માનસી..તને શું લાગે છે..?" શેખરે પૂછ્યું.અત્યારે તેની સામે જે માહિતી આવી હતી તેમાંથી કોઈ નિર્ણય થઈ શકે તેમ નહતો બધા અંકોડા અલગ-અલગ દિશામાં ખુલતા હતા.

    "મને ખુદને નથી સમજાતું કે કોણ અગત્યનું છે..?વિષ્ણુ પંડ્યા કે પછી સત્યેન્દ્ર સિંહ..? કે પછી કોઈ જ નહિ..?આ લોકોનું મારી મમ્મીના મોત સાથે શું કનેક્શન છે..?શેખર..આપને હવામાં તો નથી ભટકી રહ્યા ને..?"માનસીએ આપર સ્વરે પૂછ્યું.

    "તો પછી પેલા મેસેજનું શું..?જે વિષ્ણુ પંડ્યાએ તારી મમ્મીને મોકલ્યો હતો.."શેખર બોલ્યો.

    "કદાચ વિષ્ણુ પંડ્યા સાચું બોલતો હોય..બની શકે કે તેને મારી મમ્મી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોય અને પછી મમ્મીની ધમકી થી ડરીને તેને મમ્મીને ખામોશ રાખવા એ મેસેજ મોકલ્યો હોય.."

    "નહિ માનસી..મારું મન નથી માનતું આ વાતને.."

    ચોક્કસ વિષ્ણુ પંડ્યા આપના ધાર્યા કરતા વધુ ઊંડા પાણીમાં છે.તે દિવસે સાંજે મેં તેની આંખોમાં ઉભરેલા ભાવો જોયા હતા.તે કોઈ અલગ જ હકીકત બયાન કરતા હતા..તું એક કામ કર,આ સત્યેન્દ્ર સિંહને માલ.જોઈ એ શું થાય છે તે.."શેખરે કહ્યું.

    "પણ હું તેને કેવી રીતે મળી શકું..? તે બે દિવસ બાદ ભારત આવવાનો છે એ વાત સાચી પણ હું તેને ડાયરેક્ટ કેવી રીતે મળું..?"

    "તારી વાત સાચી છે.તું એક કામ કરજે તેના વિશે જેટલી વધુ માહિતી મળે તેટલી ભેગી કર.કએકતો જાણવા જરૂર મળશે."

    "ઓ.કે."માનસી એ કહ્યું.તેઓં કોઇજ નિષ્કર્ષ પર આવ્યા વગર છુટા પડ્યા હતા.

    પરંતુ..બીજા દિવસે જ એક એવી ઘટના બની જેના કારણે તેઓંની તપાસને એક ચોક્કસ દિશા મળી.માનસી જયરે કોલ સેન્ટર પોહ્ચી તેના અડધા કલાક બાદ તેને અને બીજી યુવતીઓ ને વિષ્ણુ પંડ્યાએ પોતાની ઓફિસમાં બોલાવી હતી.માનસી જેમ પેલી બે યુવતી પણ નવીજ જોઈન થઇ હતી.તેઓં ઓફિસમાં દાખલ થાય ત્યારે વિષ્ણુ પંડ્યા વિચારમાં ગરકાવ હતો તેના ચેહરા પર ચિંતાના ભાવ હતા.તેને માનસી અને પેલી બે યુવતીઓ ને સંબોધતા કહ્યું..

    "જુઓ..આવતી કાળથી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમારે ત્રણેયે ઓફીસ માં સાડી પહેરીને આવવાનું છે.માથાના વાળને તેલ નાખીને એક દમ સિમ્પલ ઓડવા.આ ટીપ ટોપ બંધ કરીને એકદમ સાદા વેશમાં નોકરીએ આવવું.જો તમને નોકરી વાહલી હોય તો એક પણ સવાલ વગર આ સુચના પાળવી પાળશે..બોલો છે મંજુર..?

    "પણ સર..."

    "કોઈ પ્રશ્ન નહિ.ફક્ત હા કે ના..."

    "ઓં.કે સર.." ત્રણેય યુવતીઓ એ કહ્યું.

    "ઓં.કે..ધેન ગો નું..અને હા, બે- ત્રણ દિવસ ફક્ત અને ફક્ત કામમાં જ ધ્યાન આપજો.આડી-અવળી બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહિ..."

    "ઓ.કે સર ...."કહીને તેઓં બહાર નીકળ્યા.માનસી અને પેલી બંને યુવતીઓને વિષ્ણુ સરના આ વર્તન થી આશ્ચર્ય થયું હતું.માનસીએ સુરેખાને આ બાબતમાં સીધું જ પૂછી લીધું.

    "માનસી..મેં તને નહતું કહ્યું કે આપણ દુબઈ રેહતા બોસ બે ત્રણ દિવસમાં આવવાના છે.."સુરેખાએ કહ્યું.

    "હા પણ તેની સાથે અમારે સાડી પહેરી સિમ્પલ દેખાવ સાથે શું સબંધ હોય..?"

    "એ તો મને પણ નથી ખબર,પણ જયારે જયારે બોસ આવે છે ત્યારે વિષ્ણુ સર ન સમજાય એવું વર્તન કરવા લાગે છે..હવે છોડ આ બધી વાત.આપને તો જેમ કહે તેમ કરવાનું જેથી નોકરી સલામત રહે.આ મોટા લોકોની વાતમાં વધુ ઊંડા ઉતરવું નહિ..સમજી..?"સુરેખાએ કહ્યું અને પોતાના ટેબલ તરફ ચાલી.માનસી ઊંડા વિચારમાં પડી.ખરેખર તો તેને કઈ જ સમજાતું નહતું.અહી આવ્યા પછી તે જાણે દિશાહીન બની ગયી હતી.આખરે તેને વિષ્ણુ પંડ્યા કહે તેમ કરવાનું નક્કી કર્યું.

    *****************************************************************************

    "નવા આવેલા સ્ટાફને સર તેમની ઓફિસમાં બોલાવે છે.."પ્યુને આવીને કહ્યું.હજુ હમણાં કલાક પહેલાજ સત્યેન્દ્રસિંગ તેની ઓફીસ માં એન્ટ્રી લીધી હતી.સત્યેન્દ્રસિંગ ચાલીસ વરસનો હટતો-કટ્ટો અને સ્ટઈલીશ વ્યક્તિ હતો.તે જેવો કોલ સેન્ટર માં પ્રવેશ્યો કે વિષ્ણુ પંડ્યા પરશેવો લૂછતો તેની પાછળ લપક્યો હતો.

    માનસી અને બીજી ત્રણ યુવતીઓ સત્યેન્દ્ર સિંગની ઓફિસમાં પ્રવેશી.સત્યેન્દ્રસીગની ઓફીસ એકદમ ખૂણામાં આલાય્દી જગ્યામાં હતી.ઓફિસમાં આછો ડીમ પ્રકાશ ફેલાતો હતો.તે ઓફિસમાં યુવતીઓ પ્રવેશી ત્યારે ત્યાં ફક્ત ત્રણજ વ્યક્તિ હાજર હતી.સત્યેન્દ્ર સિંગ પોતે,વિષ્ણુ પંડ્યા અને પેહ્લ્વાન જેવો વ્યક્તિ જે કદાચ સત્યેન્દ્ર સિંગ નો બોડીગાર્ડ હતો.

    માનસી અને પેલી ત્રણેય યુવતીઓ ઓફિસમાં અંદર જે ખામોશી થી લાઈનમાં ઉભી રહી હતી.તેમને સમજાતું નહતું કે શા માટે તેઓંને બોલાવવામાં આવી છે.તેમને થોડો ડર પણ લાગતો હતો.સત્યેન્દ્ર સિંગ પોતાની ખુરશીમાંથી ઉભા થઈ તે ચારેય યુવતીઓ ફરતે એક ચક્કર લગાવ્યું.અને ફરી પાછો ખુરશી માં જઈને બેઠો

    "શું યાર પંડ્યા..શું થાય છે તારી પસંદગીને..તને ઢંગની કોઈ છોકરી ઓં મળતી નથી તે આવાને ઉપાડી લાવ્યો..શું હું તને આવું કામ કરવાના રૂપિયા આપું છું." તે બરાડી ઉઠ્યો.વિષ્ણુ પંડ્યા શિયા વીયા થતો એક ખૂણામાં ઉભો રહ્યો.તે કઈ બોલ્યો નહિ.એક તુછ્કારાભરી નજર તેના ઉપર નાખી સત્યેન્દ્ર્સિંગ પેલા બોડીગાર્ડ જેવા વ્યક્તિને સંબોધતા કહ્યું.

    "રઘુ..તું દરવાજા પાસે ઉભો રહી...વિષ્ણુ આ સ્ત્રીઓને કહે તેમની સાડી ઉતારે..."

    માનસી અને તેની સાથે આવેલી યુવતીઓ આ સાંભળીને ખલ-ભળી ઉઠી.તેમને વિષ્ણુ પંડ્યા સામે જોયું.વિષ્ણુ પંડ્યાની આંખોમાં આ સમયે લાચારી પ્રગતિ હતી.

    "તે જેમ કહે તેમ કરો...નહિતર તમારા ચાર માંથી એકપણ આ ઓફિસની બહાર નીકળી જીવી શકશે નહિ."વિષ્ણુ પંડ્યાએ આજીજી ભર્યા સ્વરે કહ્યું.માનસીતો જો કે ત્યાર જ હતી.તેને આ ઘડીનોજ ઇન્તઝાર હતો.તેને મન મક્કમ કયું અને પોતાની સાડી ઉતારી હવે તેના શરીર પર ફક્ત બ્લાઉઝ અને પેટોકોટ હતા.સાડી ઉતરતા તેના નાજુક ખુબસુરત શરીર નો બાંધો ઉજાગર થયો..માનસીને સાડી ઉતરતા અને દરવાજે ઉભેલા પહેલવાનને જોઈ બીજી યુવતીઓએ પણ પોતાના શરીર ઉપરથી સાડી ઉતારી નાખી હતી.તેઓંના મનમાં કોઈ ભયાનક હાથો માં ફસાઈ ગયાનો ડર હતો.

    સત્યેન્દ્રસિંગ ધારદાર નજરે તે યુવતીઓના દેહને તાકી રહ્યો

    "વિષ્ણુ..આ ચારેયને અત્યારેજ નોકરીમાંથી રાજા આપી દે.તેઓંને આપની ટેક્ષીમાં તેમના ઘરે પોહ્ચાડવાની વ્યવસ્થા કર..."તેને કહ્યું.વિષ્ણુ પંડ્યાએ ખીણ મને ચારેય યુવતીઓને સાડી પહેરી લેવાનું કહ્યું અને ભારે પગે તેઓં બહાર નીકળ્યા..

    કોલ સેન્ટરના એ બીજામાળે સન્નાટો પ્રસરી ગયો હતો ત્યાં કામ કરતા કર્મચારીઓને જે બાબતની દહેશત હતી એજ થયું હતું.નવી આવેલી ચાર યુવતીઓને તેમના સંકી બોસ સત્યેન્દ્ર સિંગે પાનીયું પકડાવ્યું હતું.આ નિર્ણય સામે અવાજ ઉઠાવાની કોઈની હિમત નહોતી કારણ કે એમાં તેમની નોકરી ગુમાવાનું જોખમ હતું.એ જોખમ ઉઠાવવા કોઈ ત્યાર નહતું..

    વિષ્ણુ પંડ્યાએ માનસી અને બીજી ત્રણ યુવતીઓને કંપની ની ટેક્ષી માં ઘરે મોકલવાની વ્યવસ્થા કરી.કોલ સેન્ટરની પીકઅપ વાન નીચે ઉભી હતી તેમાં ભારે હ્રદયે ચારેય યુવતીઓ ગોઠવાઈ અને તે પીકઅપ વાનના ડ્રાઈવરે ગાડી ભગાવી મૂકી.

    માનસી એ કનફ્યુઝન માં અટવાયા કરતા જે થાય છે તે જોયે રાખવાનું મુનાસીબ માન્યું હતું..તેને સમજાતું નહતું કે બે દિવસ પહેલા વિષ્ણુ પંડ્યાએ શા માટે સાડી પહેરીને ઓફીસ આવવાનું કહ્યું હતું..અને સત્યેન્દ્રસિંગ એ કયા કારણોસર નોકરી માંથી કાઢીમુક્યા બાદ તમામ ને કંપની ની પીક અપ વાનમાં ઘરે મુકવા આવવાની વાત તેને ગળે ઉતરતી નહતી..માનસી એ હળવેક રહીને પર્સ માંથી પોતાનો ફોન કાઢ્યો અને શેખરનો નંબર ડાયલ કર્યો,અને પછી ફોન ચાલુજ રેહવા દઈને પાછો પર્સ માં સરકાવી દીધો,પર્સ ની ઝીપ તેને ખુલી રાખી હતી જેથી પીકઅપ વાનમાં થતી વાત ચિત શેખર સાંભળી શકે..

    "મેડમ ..આ પાણી પી લો થોડી રાહત થશે.."પીક અપ વાનના ડ્રાઈવરે ચાલુ ગાડીએ પાણીની બોટલ હાથમાં લઈ પાછલી સીટ તરફ લંબાવતા કહ્યું.તેને પણ કદાચ એ છોકરીઓ ને છૂટી મળી ગયીએ જાણીને સહાનુભુતિ થઈ હતી.છોકરીઓએ એક એક ઘુટ પાણી પીધું..ગાડી પુર ઝડપે તેના ગતવ્ય સ્થાન પર ભાગી રહી હતી..

    અચાનક માનસીને લાગ્યું કે તેનું માથું ભારે થવા લાગ્યું છે તેની આંખોમાં જાણે ઊંઘ છવાતી હતી..મહા મેહનતે તે પોતાની આંખો ખુલી રાખવાનો પ્રયત્ન કરતી હતી છતાં જાણે પાપણો ઉપર મણ-મણ નો ભાર મુકાતો હોય તેમ પાપણો આખો ઉપર ઢળી જતી હતી..તેના જેવી જ હાલત બીજી યુવતીઓની પણ હતી..આખરે થોડી વાર બાદ તમામ યુવતીઓ ગહેરી ઊંઘમાં સરી પડી..પીક અપ વાનના ડ્રાઈવરે બેક-મિરરમાં તે જોયું અને તેના ચેહરા પર કાતિલ હાસ્ય ઉભરી આવ્યું.

    *****************************************************************************

    શેખરે માનસીનો ફોન રીસીવ કર્યો હતો.તેને બે ત્રણ વખત હેલ્લો હેલ્લો કહ્યું પણ સામેના છેડે માનસી જવાબ આપ્યો નહિ એટલે શેખરનું મગજ થનક્યું હતું.માનસીએ બે દિવસ પેહલાજ તેને કહ્યું હતુકે તેના બોસ સત્યેન્દ્ર સિંગ આવવાનો છે,અને વિષ્ણુ પંડ્યાએ તેને અને બીજી નવી ભરતી થએલી યુવતીઓને તે દિવસો દરમ્યાન સાડી પેહરીને આવવાનું કહ્યું હતું..શેખરને આ રમત કઈ સમજમાં નહોતી આવતી.તે ખરેખર મુઝાયો હતો.અને અત્યારે માનસી એ ફોન કર્યો હતો અને કઈ વાત કરતી નહોતી એટલે તેના હૃદયમાં દ્રસકો પડ્યો.જરૂર કઈ અઘટિત ઘટના બનવા જઈ રહી છે.તે પોતાના ઓફીસમાં બેઠેલો હતો તેને ઓફીના ફોન થી તાત્કાલિક ઇન્સ.તેજાની ને ફોન કર્યો અને માનસીના ફોન ને સર્વેલેન્સ પર મુકવા કહ્યું.માનસીનો ફોન ચાલુ જ રેહવા દે તે મરતી બાઈકે પોલીસ ચોકીએ પોહ્ચ્યો.તેજનીએ માનસીના મોબાઈલ લોકેશન ટ્રેસ્સ કર્યું હતું અને તે લોકેશન અત્યારે શહેરની બહાર ગતિ કરી રહ્યું હતું..

    "સર..મને લાગે છે કે માનસી જરૂર કોઈ મુસીબતમાં છે.નહિતર તે ફોન આવી રિતે ચાલુ રાખે નહિ.જરૂર તે કોઈ સંકેત આપવા માંગે છે..આપને તેનો પીછો કરવો જોઈં એ.."શેખરે કહ્યું.

    " હમમ..ઓ.કે..ગાયકવાડ જીપ કાઢ.."તેજનીએ કહ્યું અને થોડીજ વારમાં તેઓં જીપમાં હતા .તેઓએ માનસીના મોબાઈલ ફોન લોકેશનના આધારે તેનો પીછો પકડ્યો હતો..

    આ તરફ કોલ સેન્ટરની પીકઅપ વાન શહેરના સીમાડે આવેલા એક આવાવરુ મકાન પાસે આવીને ઉભી રહી.એ કોઈ જુના જમાનાની ખખદ્ધ્વજ હવેલી જેવું બે માળિયું મકાન હતું.જેવી વાન ઉભી રહી કે તે મકાન માંથી બે માણસો દોડતા આવ્યા અને પછી વાનમાં બેહોશ થઈ ગયેલી ચારેય યુવતીઓને ઉચકીને અંદર લઈ જવામાં આવી.મકાની અંદર એક અંધારિયા રૂમની ફર્શ પર તે યુવતીઓને સુવ્દાવામાં આવી.ટે રૂમની છત પર એક નાનકડો એવો પીળો પ્રકાશ ફેલાવતો બલ્બ ઝબકી રહ્યો હતો ત્યાં રૂમમાં બીજા પણ દસેક યુવતીઓ હતી જે માનસી જેમ બેહોશ હતી અને તેમને પણ ફર્શ પર સૂવડાવામાં આવી હતી..

    "રંગા..કુલ ચોઉદ પાર્સલ છે..ક્યારે રવાના કરવાના છે..?"માનસીને જે વાનમાં અહી સુધી લાવવામાં આવી હતી તેના ડ્રાઈવરે ત્યાં હતા તે આદમીને પૂછ્યું.

    'આજે અડધી રાત્રેજ પાર્સલ રવાના થશે..બોસનો ફોન આવે એટલે વ્યવસ્થા કરી નાખીસ.તું જા..હવે અમે સાંભળી લઈશું .."રંગા એ કહ્યું

    "તું ભારે ઉતાવળો..એકાદ પેગ થઈ જાય.."

    "અરે એમાં ના થોડી કેહવાય..એક શું કામ બે-બે પેગ થાપકારીયે..ચલ."રંગા એ કહ્યું.

    હજુ તેઓ વાતજ કરતા હતા કે અચાનક બહાર કોઈ વાહન આવીને ઉભું રહ્યું હોય એવો આવાજ આવ્યો..તેઓં હજુ કઈ સમજે,સતર્ક થાય અને કોઈ પ્રતિક્રિયા આપે એ પેહલા તો ધડ ધડ કરતા પોલીસ જવાનોએ તેમને ગેરી લીધા હતા.ચાસક્વાની સહેજ પણ કોશિશ કરે એ પેહલાતો તેઓં ચારે બાજુ થી ઘેરાઈ ચુક્યા હતા.ઇન્સ.તેજાની એ લોકોને હાથકડી પહેરાવે તે પેહલા શેખર દોડ્યો..તેને નીચે ફર્શ પર પડેલી માનસીને ઢંઢોળી..શેખર એક નજરમાં અહીનો સીનારયો જોતા બધું સમજી ચુક્યો હતો..તેને સમજાયું હતુકે આ હ્યુમન ટ્રાફીકીંગ નો મામલો છે.માનસી અને બીજી અહી હતી એ યુવતીઓને સ્મગ્લ કરીને બીજી કોઈ જગ્યાએ મોકલવામાં આવનાર હતી.નજાને તેમની પાસે પછી શું કરવામાં આવે..?ચોક્કસ તેમને દેહ વ્યાપાર ના ધંધામાં ધકેલવામાં આવે એટલુંતો શેખર ખાતરી પૂર્વક કહી શકે તેમ હતો.તેને માનસીને ઢંઢોળી પણ તે જાગી નહિ

    "સર સોંથી પેહલા વિષ્ણુ પંડ્યા અને તેનો બોસ ગિરફ્તાર થાય તે જરૂરી છે.."શેખરે ઉભા થઈ તેજાની પાસે આવતા કહ્યું.

    "શેખર માત્ર બે જ મીનીટમાં એં હરામખોરો આપની પોલીસ ચોકીના લોકઅપમા હશે.મેં ફોન કરીને ચોકીમાંથી સબ ઇન્સ.ગુપ્તાને કોલ સેન્ટર રવાના કરી દીધો છે..અને તું મને બીજી કોઈ સુચના આપે તે પેહલા કહી દઉં કે અમ્બુલંસ પણ આવતીજ હશે.."તેજની એ કહ્યુંએ આવી ખતરનાક પોઝીશનમાં પણ મલકાતા મલકાતા કહ્યું.તે જાણતો હતો કે શેખરે આ વખતે પણ કમાલ કરી હતી.જે કેસને તે એક સામાન્ય અકસ્માતનો કેસ ગણીને ચાલતો હતો એ કેસને શેખરે માનસી સાથે મળીને એક અણધાર્યો વળાંક આપ્યો હતો.આ કોઈ નાનીસુની વારદાત નહોતી.હ્યુમન ટ્રાફીકીંગ એક મોટા રેકેટનો પર્દાફાશ શેખરે કર્યો હતો.

    "થેંક્યું શેખર.."શેખર પણ મલકી ઉઠ્યો.

    વેલડન યંગ બોય.." તેજાનીએ શેખરની પીઠ થાબડી અને ગાયકવાડને કહી તમામ આરોપીઓને પોલીસ જીપમાં બેસાડી ચોકી પોહ્ચવાની સુચના આપી.થોડીજ વારમાં એમ્બુલન્સ આવી એટલે બેભાન યુવતીઓને દવાખાને પોહ્ચાડવાની વ્યવસ્થા ચાલુ થઈ.

    "શેખર..તું મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ.હજુ આપને માનસીની મમ્મી સુરભીના અકસ્માતની ગુત્થી ઉકેલવાની બાકી છે."તેજાનીએ કહ્યું...

    ત્યારબાદની કાર્યવાહી બહુ ઝડપથી થઈ.તે જુનવાણી મકાન નો ખૂણે ખૂણો તલાશવામાં આવ્યો.ઈંચે-ઈંચની તલાશી બાદ મકાન ને સીલ કરી દેવામાં આવ્યું.બે કોન્સ્ટેબલો ત્યાં મુકવામાં આવ્યા અને બાકીનો રસાલો પોલીસ હેડક્વાટર્સ રવાના થયો..આ સમય દરમ્યાન ઇન્સ.ગુપ્તા એ સત્યેન્દ્ર સિંગ ના કોલ સેન્ટર પર દરોડા પાડી સત્યેન્દ્ર સિંગ અને વિષ્ણુ પંડ્યાની ધરપકડ કરી હતી.તેઓં હજુ કઈ સમજે એ પેહલા તેમને પકડીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ હેડ ક્વાટર્સ રવાના કરવામાં આવ્યા.સત્યેન્દ્ર સિંગ અને વિષ્ણુ પંડ્યાની ઓફિસની ઝીણવટ થી ઝડતી લેવાઈ.ત્યાંથી થોક બંધ વાંધાજનક દસ્તાવેજો કબજે કરાયા હતા જે આ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થવાના હતા.કોલ સેન્ટરના તમામ સ્ટાફની માહિતી મેળવવામાં આવી અને પછી ત્યાં કામ કરતા કર્મચારીઓની વિગતો નોધી તેમને શહેર ન છોડવાની શરતે ઘરે જવા દેવામાં આવ્યા..ત્યારબાદ તે કોલ સેન્ટરના બીજા માળને સીલ કરવામાં આવ્યો.

    ****************************************************************************

    પોલીસ હેડ કવાટર્સના ઇન્વેસ્ટીગેશન રૂમમાં સત્યેન્દ્ર સિંગ અને વિષ્ણુ પંડ્યાને સામ -સામે બેસાડવામાં આવ્યા હતા.તે રૂમમાં અત્યારે માત્ર તે બન્નેજ હતા.લગભગ કલાકથી તેઓને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા.સત્યેન્દ્ર સિંગને સમજાતું નહ્તુકે આમ સાવ અચાનક કેવી રીતે તેમનો ભાંડો ફૂટી ગયો..જયારે વિષ્ણુ પંડ્યા તેનું માથું નીચે ઢળી હતાશમુદ્રા માં બેઠો હતો.

    "સર.. આ બંનેની સાથે પુછતાછ કરવા કરતા મારું માનો તો વિષ્ણુ પંડ્યાને અલગ બેસાડી તેની ઉલટ તપાસ લેવાનું વધુ યોગ્ય રહેશે.."શેખરે તેજાની ને કહ્યું.તેઓ અત્યારે ઇન્વેસ્ટીગેશન રૂમની બહાર ઉભા હતા.

    "મને લાગે છે કે સત્યેન્દ્ર સિંગ કરતા વિષ્ણુ પંડ્યા આસાની થી જબાન ખોલશે.."

    "હમમ..."તેજાનીએ હુકાર ભણ્યો.તેને પણ શેખરની વાતમાં દમ લાગતો હતો.સાથે-સાથે તેને આશ્ચર્ય પણ થયું હતું કે શેખર એકદમ પોલીસવાળાની જેમ વિચારતો હતો.વિષ્ણુ પંડ્યાની બોડી લેન્ગવેજ ઉપર થી ખ્યાલ આવતો હતો કે તે આસાનીથી માહિતી આપશે...અને તે સત્ય સાબિત થયું હતું..ધાર્યા કરતા બહુ આસાનીથી વિષ્ણુ પંડ્યાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.તેને જે બયાન આપ્યું તે ધ્રુણાસ્પદ અને ચોકાવનારું હતું..

    વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે તેઓ કોલસેન્ટર ની આડમાં આરબ દેશોમાં યુવતીઓની સપ્લાયનું કામ કરતા હતા..સત્યેન્દ્ર્સિંગ આ રેકેટનો મુખ્યસુત્રધાર હતો.તે વર્ષમાં એશિયન યુવતીઓની ભારે ડિમાંડ રહેતી એટલે સત્યેન્દ્ર સિંગ એવા ક્લાયન્ટો સંપર્ક કરી તેમની ડીમાંડ મુજબ તેમની સાથે સોદો કરીને પછી અહીંથી યુવતીઓ સપ્લાય કરવાની વ્યવસ્થા ગોઠવતો..કોલ સેન્ટરે તેને આ આશ્રય થીજ ખોલ્યું હતું.અહી એવી યુવતી ઓ ને જ નોકરી એ રાખવામાં આવતી જે આર્થિક રીતે જરૂરીઆતમંદ હોય અને તેના પરિવારમાં ઓછા સભ્યો હોય.જેથી ભવિષ્યમાં યુવતી ગુમ થાય તો જાજો હોબાળો ના થાય..આ રીતે તેઓનું આખું રેકેટ ચાલતું હતું....

    " સુરભીના મોત પાછળ તારોજ હાથ છે ને...?તેજાનીએ પૂછ્યું.ઇન્ટ્રગેશન રૂમમાં અત્યારે તે અને વિષ્ણુ પંડ્યા બે જ હતા.શેખર ને અહી હાજર રહેવું હતું પરંતુ એ કાયદા વિરુદ્ધ હતું એટલે તેને બહાર રખાયો હતો.તેમ છતાં વિષ્ણુ પંડ્યા અત્યારે જે બયાન આપી રહ્યો હતો એ ત્યાં રખાયેલા કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યું હતું જે બહાર મુકાયેલા એક મોનીટર ઉપરથી શેખર સાંભળી રહ્યો હતો.તેજાનીએ અત્યારે જે સવાલ પુછ્યોએ સાંભળીને ટટ્ટાર થયો હતો

    "હા...સુરભી જેવી આધેડ ઉમરની ઓંરતને અમે એટલા માટે નોકરી પર રાખતા કે અમારા ઉપર કોઈને શક ન જાય પરંતુ સુરભિને કોલ સેન્ટરમાં ચાલતા ગોરખ ધંધાની ગંધ આવી ગયી હતી એટલે સત્યેન્દ્ર્સિંગના કહેવાથી તેને રસ્તામાંથી હટાવવામાં આવી હતી..."વિષ્ણુ પંડ્યા એ કહ્યું.

    "કેવી રીતે...?"

    "અમારી એક મોડસ એપરેનટીસ હતી.સત્યેન્દ્ર સિંગ જયારે ભારત આવતો ત્યારે નવી ભરતી થનાર યુવતીઓને પોતાની કેબીન માં બોલાવતો..એ યુવતીઓમાં જે સોંથી વધુ આકર્ષક દેહ ધરાવતી હોય,ઉમર માં નાની હોય તેને પસંદ કરતોં અને બાકીની યુવતીઓને પછી મોકલી આપતો..જે યુવતીઓ ને તેને પસંદ કરી હોય તેમને તેજ દિવસે નોકરીમાંથી રાજા આપવામાં આવતી અને તેમને ઓફીસની પીકઅપ વાનમાં ઘરે મુકવાના બહાને વાનમાં જ બેહોશ કરી બંદી બનાવવામાં આવતી ત્યારબાદ તેઓંને એક કન્ટેનરમાં બંધ કરી એ કન્ટેનર ગલ્ફ કન્ટ્રી જતા સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતું..એ કન્ટેનર ત્યાના એજન્ટો છોડાવી લેતા અને યુવતીઓને જેમની સાથે સોદો થયો હોય તેમના સુધી પહોચાડી દેવામાં આવતી..અને એ દરમ્યાન જો અહી ભારતમાં તે યુવતીઓના પરિવારમાંથી કોઈ હોબાળો મચાવતું તો તેમને પૈસા આપીને અથવાતો ધમકી આપીને ચુપ કરી દેવાતું.."વિષ્ણુ પંડ્યા ખામોશ થયો.તેને હળવો નિશ્વાસ નાખ્યો અને ફરી વખત બોલવાનું શરુ કર્યું.

    "એવી જ એક યુવતીના માતા પિતા એક દિવસ ઓફિસે આવી ચડ્યા હતા અને તેમની વાત સુરભીએ સાંભળી હતી.ખબર નહિ કેમ,પણ તેના મનમાં શંકા ઉદ્ભવી હતી અને તેને ખાખા ખોલા ચાલુ કાર્ય હતા..અને સાવ અચાનક તે એક દિવસ મારી ઓફિસમાં આવી તે યુવતી વિષે મને પૂછવા લાગી.હું ગભરાઈ ગયો હતો.તેને મને ધમકી આપી હતી કે તે એ યુવતી વિષે જાણીને જ રહેશે..તેના ગયા બાદ મેં સત્યેન્દ્ર સિંગને ફોન કર્યો.સત્યેન્દ્ર સિંગ એ તે જ દિવસે તેના મોતની સોપારી આપી દીધી હતી..એ સંભાળીને હું વધુ ગભરાયો હતો કારણકે યુવતીઓની હેર-ફેરી સુધીની વાતતો બરોબરહતી પરંતુ કોઈના લોહીથી હાથ રંગવા હું ત્યાર નહતો.કોઈનું ખૂન કરી નાખવું એ મારા ગજા બહારની વાત હતી અને એટલે જ મેં સુરભિને ચેતવવા એક ધમકી ભર્યો SMS તેને મોકલ્યો હતો જેથી કરીને તે ડરી જાય અનેપોતાની તપાસ પડતી મુકે..પરંતુ તેમ થયુ નહિ ..બીજા જ દિવસે સુરભી કોલ સેન્ટરથી છૂટીને પોતાને ઘરે જતી હતી ત્યારે સત્યેન્દ્ર્સિંગ એ જેને સોપારી આપી હતી એ માણસો એ તેને ટ્રકની અડફેટે ચડાવી હતી અને તેનું મોત નીપજાવી ભાગી છૂટ્યા હતા..."

    "તારા એ SMS ના કારણેજ અત્યારે તમે લોકો અમારી ગિરફતમાં છો.."તેજાનીએ ખુલાસો કરતા કહ્યું.

    "મને ખબર છે સાહેબ,એ મારી ભૂલ હતી.પરંતુ જે થયું તે સારુજ થયું.."તૂટેલા અવાજે પંડ્યાએ કહ્યું.

    "મતલબ ...?" ભારે આશ્ચર્યથી તેજાનીએ પૂછ્યું.

    "મતલબ એટલોજ સાહેબ કે સુરભીના ખૂનથી હું ખળભળી ઉઠ્યો હતો.મને મારા જ ધંધા માંથી મન ઉડી ગયું હતું.."

    "કઈ સમજાયું નહિ..અને પેલી સાડીઓ પેરવાવાળું શું નાટક હતું..?છેલે સત્યેન્દ્ર સિંગ આવ્યો ત્યારે તે સાડીઓ પહેરાવી યુવતીઓને તેની સામે પેશ કરી એ શું હતું..?"તેજાનીએ પૂછ્યું.

    "મેં કહ્યુંને સાહેબ કે મને સુરભીના મોત બાદ આ ધંધા માંથી રસ ઉડી ગયો હતો..અને તમે તો બહુ સારી રીતે જાણતા હશો કે ગુનાખોરીની દુનિયામાં દાખલ તો આસાની થી થઈ જવાય છે પરંતુ બહાર એટલી આસાનીથી નીકળતું નથી.આ ધંધામાંથી મોત જ મને બહાર કાઢી શકે તેમ હતું..અને એટલે મેં અસહકાર નો માર્ગ અપનાવ્યો હતો.સત્યેન્દ્ર સિંગને જુવાન અને ખુબસુરત યુવતીઓન જોઈતી હતી અને તેને એ ન મળે તો તે મને છૂટો કરીને બીજાને રાખી લે એ નીર્વીવાદિત હતું..મેં એક કીમિયો અજમાવ્યો.નવી ભરતી છોકરીઓ મોટી ઉમરની દેખાય તે માટે મેં એ યુવતીઓ ને સાડી પહેરવાનું અને માથામાં તેલ નાખીને આવવાનું કહ્યું જેથી તેઓં થોડી બેડોળ અને નીરસ દેખાય અને સત્યેન્દ્ર સિંગને તેમાં રસ પડે નહિ..એવું થયું પણ ખરું.તેને મને ખખડાવ્યો પરંતુ યુવતીઓને તો પણ તેને મોક્લાવીજ.."

    "હમમ.."તેજાનીએ ફરી હુકાર ભણ્યો.તેના મનમાં સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ હતી.તેને એ પણ સમજાતું હતું કે વિષ્ણુ પંડ્યા અત્યારે સંપૂર્ણ સહકાર આપવાના મૂળ માં હતો.

    "જો પંડ્યા..તે આપેલું બયાન ઓલરેડી રેકોર્ડ થઈ ગયું છે.હવે આજ બયાન જો તું લેખિતમાં લખી આપેતો તને ઓછી સજા થાય એવું હું મારા રીપોર્ટમાં લખી શકીશ..."

    "સાહેબ..તમે જેમ કહો તેમ હું કરીશ"

    "ઓ.કે..પેન અને પેપર મોકલવું છું.તું વિસ્તાર થી તારું બયાન લખી આપ.."તેજાનીએ કહ્યું અને ઉભો થઈ તે બહાર આવ્યો.

    ****************************************************************************

    "યંગ બોય..વધુ એક સફળતા તારા નામે લખી ચુકી છે.તે ખરેખર સારું દિમાગ ચલાવ્યું..બક અપ બોય.."તેજાનીએ દિલથી શેખરની પીઠ થાબડી.

    "તારા કારણે હ્યુમન ટ્રાફીકીંગ નું ઇન્ટરનેશનલ ધોરણે ચાલતું રેકેટ ઝડપાયું છે.આ ગુનામાં શામેલ કોઇજ વ્યક્તિને બક્ષવામાં નહિ આવે એ હું તને વચન આપું છું."

    "સર"..આ પ્રસંસાની ખરી હકદાર માનસી છે.જો તેને હિમત ન દાખવી હોત તો કદાચ હું પણ કઈ ન કરી શકત.."શેખરે કહ્યું.

    "હા..એ છોકરી પણ ભારે હિંમતવાળી નીકળી.તેને તેની મમ્મીના ખૂનીઓને પકડાવ્યા જ છે પરંતુ એથી વિશેષ બીજી ઘણી યુવતીઓને આ લોકોના હાથમાં સપડાતા બચાવી લીધી છે..સરકાર શ્રી જે બ્રેવરી એવોર્ડ આપે છે તેના માટે હું માનસીનું ના સિફારિશ કરીશ.."તેજાની એ કહ્યું.

    "અને હા ... આ સમગ્ર બનાવની વિગત સોંથી પહેલા તારા ન્યુઝ પેપરમાં છપાય એવી વ્યવસ્થા પણ હું કરીશ.."

    "આભાર સર.."શેખર મલકી ઉઠ્યો.તે માનસી પાસે જવા માંગતો હતો કારણકે તેને બેહોશીની હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.શેખરે તેજાનીની રાજા લીધી અને બાઈક પર સવાર થઈ તેને હોસ્પીટલની દિશા પકડી.થોડીજ વારમાં તે માનસી સમક્ષ હતો.

    માનસી હજુ હમણાજ ભાનમાં આવી હતી.તેની ખુબસુરત આંખોમાં હજુ પણ ઘેન છવાયેલું હતું.શેખર તેના પલંગ પાસે બેઠો હતો અને તેને જે બન્યું હતું એ વિગતવાર કહી સંભળાવ્યું..શેખરની કેફિયત સાંભળીને માનસીના રૂપાળા ચેહરા પર પહેલા આશ્ચર્ય અને પછી રાહતના ભાવો છવાયા હતા.તેની મમ્મીના ખૂનીઓને સજા મળશે એ જાની તેને આનંદ થયો હતો..

    અને આ સમગ્ર ઘટનામાં શેખરે તેનો જે રીતે સાથ નિભાવ્યો હતો એના લીધે તેના મન માં શેખર પ્રત્યે ભાવ ઉભરાયો હતો.તેને બેડ પર સુતા સુતા જ શેખરના હાથ પર પોતાનો હાથ મુક્યો અને આંખો દ્વારા પોતાનો આભાર પ્રગટ કર્યો.એ નજરમાં લાગણી ભરેલી હતી..

    શેખર થોડીવાર માનસી પાસે રોકાયો અને પછી બહાર નીકળ્યો..હજુ તેને ઘણું કામ કરવાનું બાકી હતું.સોંથી પહેલાતો આ સમગ્ર ઘટનાક્રમનો રીપોર્ટ તેને પોતાના સીનીયર દીપશર્માને આપવાનો હતો..હોસ્પીટલમાંથી બહાર આવી તેને બાઈક ચાલુ કરી"દૈનિક ન્યુઝ"ની ઓફિસની દિશા માં ભગાવી મૂકી..

    (સમાપ્ત)