Khanjar books and stories free download online pdf in Gujarati

Khanjar


ખંજર

પ્રવિણ પીઠડિયા ’ પાર્થ ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

¾tsh

MkwLke÷Lkku ïkMk Ä{ýLke su{ [k÷íkku níkku. yufÄkYt Ëkuzíkk hunðkÚke íkuLkk પગભરાઈ ગયા હતા. પગમાં જાણે બે-બે મણના લોખંડના ગઠા બાંધ્યા હોય એવું દર્દ ઉમર્યું હતુ. મહા-મેહનતે એક-એક ડગલુ આગળ ભરતો તે ભાગી રહ્યો હતો. માથે તપતા સુરજની આકરી ગરમી તેના શરીરમાં પ્રાણ ચૂસી રહી હતી. તેનું ગળું સુકાતુ હતુ. પાણી પીવાની તીવ્ર ઈચ્છા થતી હોવા છતાતે કોઈ ઠેકાણે રોકવા માંગતો નહોતો ... તેને દુર નીકળી જવુ હતુ. જ્યા કોઈ તેને ઓળખતુ ન હોય એવી જગ્યાએ પહોંચવું હતુ... લોકોની ભીડમાં ખોવાઈ જવુ હતુ. અને એટલેજ તે બેતહાશા, આડબીડ ભાગી રહ્યો હતો. તેને પોલીસની બીક લાગતી હતી. પીઠ પાછળ પોલીસ જીપની સાઈરન વાગતી હોય એવો ભણકારાથી તે થડકી ઊંઠતો હતો.

તેની પાસે પોતાની બાઈક હતી, છતા તે એ લેવા રોકાયો નહોતો. તે જાણતો હતો કે તેણે જે કારસ્તાન કર્યું છે. એમાં પોલીસને જાણ થતા થોડો સમય લાગશે. અને ત્યાં સુધીમાં તે ઘણો દુર નીકળી જવા માંગતો હતો. તેના માટે સૌથી સલામત સ્થળ અમદાવાદ હતુ. તેના ગામથી અમદાવાદ ખાસ કંઈ દુર નહોતુ. જો કોઈ બસ કે ટ્રક મળી જાય તો તેમાં બેસીને તે અમદાવાદ પહોંચી શકે તેમ હતો.... સુનીલને પોતાની ઝડપ વધારી. ખેતરોના આડબીડ રાસ્તાઓ ઉપર આખડતો-પડતો આખરે તે હાઈવે સુધી પહોંચ્યો હતો... પગના બન્ને ગોઠણો ઉપર હાથની હથેળીઓ ટેકવીને તે શ્વાસ ખાવા રોકાયો. છાતીના પોલાણમાં રીતસરની ઘડબડાતી બોલતી હોય એવો એહસાસ તેને થયો. પોતાના અનિયંત્રિત શ્વાસો શ્વાસને નિયંત્રિત કરતો તે હાઈવેના કિનારે વાહનની રાહ જોતો ઉભો રહ્યો... દુરથી એક ટ્રક આવતી દેખાઈ એટલે તેણે બન્ને હાથ ઊંંચા કરીને, ફેલાવીને તેને ઉભી રખાવી . ટ્રકમાં સિમેન્ટની બોરીઓ ભરેલી હતી અને તેના સારા નસીબે તે અમદાવાદ તરફજ જઈ રહી હતી... સુનીલ ડરાઈવરની કેબીનમાં ચડી બેઠો. ટ્રક ચાલી એટલે તેને થોડી ઘરપત થઈ કે હવે તે સલામત રીતે અમદાવાદ પહોંચી જશે અને ત્યારબાદ અમદાવાદની ભીડમાં ઓગળી જશે... ટ્રકના લયબઘ રીતે ગતી પકડી.. હજુ હમણા કલાક પેહલાજ તેણે કરેલા અપરાધનું દૃશ્ય તેના માનસ પટલ ઉપર છવાયુ...

તે સ્વસ્નેય ન વિચારી શકે એવુ ક્રુત્ય તેણે કરી નાખ્યુ હતુ... અને એ ક્રુત્ય તેણેજ કર્યું છે એવુ પોલીસ ક્યારેય સાબીત કરી શકે એમ નહોતી. પરંતુ કમબખ્ત પેલુ ખંજર... મુસીબત એ ખંજરના કારણે જ ઉભી થવાની હતી. અનીલના પેટમાં ખુન્નસથી ખૂપાવી દીધેલા એ ખંજરને એમજ રેહવા દઈને તે ભાગ્યો હતો. અને આખુ ગામ જાણતુ હતુ કે એ ખંજર સુનીલનું છે. તેને પોતાની એ બેવકુફી ઉપર ચીડ ચડી.. શું-કામ તેણે એ ખંજર અનીલના પેટમાં રેહવા દીધુ...? તે અનીલના પેટમાંથી પાછુ ખેંચીને પોતાની સાથે લઈ આવી શક્યો હોત. પરંતુ એ સમયે તેની અક્કલ બહેર મારી ગઈ હતી. ભયંકર ગુસ્સામાં તેણે ખંજર અનીલના પેટમાં હુલાવી તો દીધુ, પણ બીજુ જ ધડીએ તે કાંપવા લાગ્યો હતો કે તેણે આ શું કરી નાખ્યુ..? એક જીવતા જાગતા વ્યક્તિનુ તેણે ખૂન કરી નાખ્યુ હતુ. તે થથરી ગયો હતો અને પછી ત્યાંથી ભાગ્યો હતો. પરંતુ તેના ગુનાહના પુરાવારૂપ એ ખંજર તે મુકતો આવ્યો હતો.

"સાલી... આ બધી ઉપાધી પેલા ખંજરના કરાણે જ ઉભી થઈ છે..." તે મનમાં બબડયો. જ્યારેથી તેણે એ ખંજર ખરીદયુ હતુ ત્યારથી તેના વિચારો બદલાઈ ગયા હતા. હંમેશાં શાંત અને પ્રસન્ન રેહવા વાળો તે અચાનક જ ક્રોધી અને જોધડાળુ બનવા લાગ્યો હતો... ગયા વરસે તે મિત્રો સાથે ’આબુ’ ફરવા ગયો હતો. ત્યાં નખીલેક પાસેની માર્કેટમાંથી એક દુકાનમાંથી તેણે એ ખંજર ખરીદયુ હતુ. પેલા દુકાનવાળાએ પણ તેને ચેતવ્યો હતો કે તેની જાની ઉંમર પ્રમાણે આ ખંજર તેના લાયક નથી તેમછતા તે માન્યો ન હોતો અને તેણે એ ખંજર ખરીદયુ હતુ. જોતાજ ગમી જાય એવુ ચાંદીનુ મુઠવાળુ ખંજર તેણે ખરીદી લીધુ હતુ અને દુકાનદાર જાણે કોઈ મનહુસ ચીજ તેની દુકાનમાંથી ગયી હોય એવા ભાવ સાથે થોડો રાજી થયો હતો... છ ઈંચના લાંબા ફણાવાળુ ખંજર જયારે તેણે ખોલીને જોયુ ત્યારે તેની આંખો ચમકી ઉઠી હતી. અણીદાર નોક અને તેજ ધારને તે એકીટશે જોઈ રહ્યો હતો ત્યારે તેના મનમાં ચાલતા વિચારોમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી. હાથમાં પકડેલા ખંજરના કારણે તેની છાતીમાં ગર્વ ભરાયો, શરીરની નસોમાં વહેતા લોહીની ગતી તેજ થઈ અને મનમાં ખતરનાક વિચારો ઉદભવવા લાગ્યા... તેણે મંડપથી ખંજરને જયાન કરી દીધુ...આ દુકાનદાર ઠીક કેહતો લાગે છે, જરૂર આ ખંજર બીજાથી અલગ છેજ , નહિતો તેને આવી અનુભુતી કેમ થાય...? તે દિવસ પછી એ ખંજર તેનું હમસફર બની ગયુ. પગમાં પેહરેલા મોજાની અંદર ખંજરને તે સાચવી રાખતો. આખા ગામને તે એ ખંજર બતાવતો ફરતો... એ ખંજારમાં પેલા દુકાનદારના કહયા પ્રમાણે કોઈ શક્તિ હોય કે નહિ એ તો ભગવાન જાણે, પરંતુ સુનીલ પાસે એ આવ્યા બાદ તેની જીન્દગી બદલાઈ ગઈ હતી..

દરેક હથિયારનું પોતાનું આગવુ એક અસ્તિત્વ હોય છે. માંયકાંગલા અને બીકણ વ્યક્તિના હાથમાં પણ જો કોઈ હથીપાટ આવી જાય તો અચાનક તે માનુની બની જાય છે. આમાં વ્યક્તિના સ્વભાવ કરતા હથિયારનું પાસે હોવુ વધુ ભાગ ભજવે છે. ઠંડા લોખંડના સ્પર્શ ભલભલાને ગર્વીટક બનાવી દે છે અને ક્યારેક એ ન કરવાનું કરી નાખે છે. આવોજ કઈક વિચિત્ર અનુભવ સુનીલને થઈ રહયો હતો... બહારથી શાંત, સૌમ્ય દેખાતા સુનીલનું મન એ ખંજરમાં ખૂંપી ગયુ હતુ. તે હંમેશાં કોઈના કોઈ બહાને ખંજરને મોજામાંથી બહાર કાઢીને સ્પર્શી લેતો. એ સ્પર્શમાં તેને અનહદ આનંદ આવતો. વારંવાર મિત્રો સામે એ ખંજરનું પ્રદશન કર્યા કરતો. ખંજર ખોલીને બતાવ્યે રાખવુ એ ધીમે-ધીમે તેની આદત બની ગઈ હતી. એ આદત ક્યારે ધેલછામાં ફેરવાઈ ગઈ એનો ખ્યાલતો સુનીલને પણ નહોતો રહયો. એક મહિનામાંતો તેનો સ્વભાવ સંપૂર્ણ બદલાઈ ગયો હતો... નાની નાની વાતોમાં તેને ક્રોધ આવવા લાગ્યો કારણ વગરની સાવ ફાલતુ વાતોમાં તે ગમેતેની સાથે ઝધડો વહોરી લેવા માંડયો. તેના મનમાં હિંસક ભાવનાઓ ઉભરવા લાગી અને ગામમાં ગમે એની ઉપર હાથ ઉપાડી ખંજર બતાવીને મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો... એ સંપૂર્ણ ખંજર પરસ્ત બની ચૂક્યો હતો. તેના મા-બાપને પણ આના લીધે દુખ થતુ હતુ પરંતુ એ બીચારાતો ભગવાનના માણસો હતા... એમની પાસે ફરિયાદ લઈને આવતા લોકોની તેઓ સમજાવવાની કોશીષ કરતા... પરંતુ સુનીલ ફરી પાછો બીજાદિવસે કોઈ નવુ પરાક્રમ કરીને આવ્યો જ હોય એટલે એમણે પણ હવે સુનીલને સમજાવાનું બંધ કરી પ્રભુ ભજનમાં ધ્યાન પરોવ્યુ હતુ.

ટ્રકમાં બેઠા-બેઠા સુનીલ પોતાનાજ વિચારમાં ખોવાઈ ગયો... તેને મીના યાદ આવી. મીના તેના ધરની સામેના ઘરમાં રેહતી હતી. તેઓના ધરવાળાઓ વચ્ચે સારો મનમેળ હતો એટલે એક-બીજાના ઘરમાં આવશે. જાવરો પણ રહેતો. સુનીલ મીના પ્રત્યે આકર્ષાયો હતો અને મનોમન તે એને ચાહવા લાગ્યો હતો. સામા પહલે મીના પણ તેની સાથે સારી રીતે હસી-બોલી લેતી અને ક્યારેક થોડીક છૂટછાટ પણ લેવા દેતી એટલે સુનીલ તો રીતસરનો મીના ઉપર ખોળ-ધોળ થઈ ગયો હતો. મીના પણ સુનીલ તરફ ખેંચાઈ હતી પરંતુ હજુ તે નક્કી નહોતી કરી શકી કે સુનીલને ચાહે છે કે ફક્ત પસંદ કરે છે ...?

એજ અરસામાં સુનીલ આબુ ફરવા ગયો અને ત્યાંથી પેલુ મનહુસ ખંજર લેતો આવ્યો હતો... ધીરે-ધીરે સુનીલનો સ્વભાવ ઉગ્ર થતો ગયો તેમ-તેમ મીના પણ તેનાથી અંતર વધારવા લાગી હતી. મીનાએ સુનીલને તેના વિચિત્ર સ્વભાવ વિશે ટકોર કરી ત્યારે સુનીલ ઉલટાનો ગરમ થઈ ગયો અને મીનાને ગમે તેવુ સંભળાવી દીધુ. તે દિવસથી મીના જાણી-જોઈને સુનીલથી દુર રેહવા લાગી... આખરે એક દિવસ ધડાકો થયો... મીનાનું વેવીથાળ તેનાજ ગામમાં રેહતા અનીલ સાથે નક્કી થયું. એ ખબર સાંભળીને સુનીલ ભડકી ઉઠ્‌યો. તેના મગજમાં ક્રોધની જ્વાળાઓ ઉઠવા લાગી અને તેનો હાથ આપોઆપ ખંજર તરફ વળ્યો... પેહલાતો તેણે નક્કી કર્યું કે મીનાને જ પતાવી દેવી... નારહેગા બાંસ ઔર ના બજેગી બાંસૂરી ...પરંતુ નહિ, અનીલને તે ઓળખતો હતો. એટલે સૌથી પેહલા તો તેને સમજાવી જોઉં. જો અનીલ મારા અને મીનાના રસ્તામાંથી હટી જાય તો પછી ખૂન-ખરાબો શું-કામ કરવો જોઈએ એવુ વિચારીને સુનીલ અનીલને ઘર તરફ ચાલ્યો... અને અનિલનો ભેટો તેને ગામની ભાગોળે જ થઈ ગયો.

"અનીલ, તું મીના સાથે તારૂ સગપણ તોડી નાંખ..." સુનીલે સીધુ જ ધારદાર આવજે કહયું " કારણ કે હું અને મીના એકબીજાને પ્રેમ કરીએ છીએ..."

"હાં, એ મને મીનાએ કહયુ. પરતું તે હવે તને પ્રેમ નથી કરતી. હવે અમારૂ સગપણ નક્કી થઈ ગયુ છે અને મહિના પછી અમારા લગ્ન પણ છે.... એટલે તું તેને ભુલીજા. એ તરજેવા માણસ સાથે વાત પણ કરવા નથી માંગતી..." અનીલ કહયુ. તે પણ ગાંજ્યો જાય એવો નહોતો.

અને... ધીમે-ધીમે કરતા એ બન્ને વચ્ચે વાત વણસી પડી. સુનીલનો હાથ આપોઆપ તેના પગમાં ખોસેલા ખંજર તરફ ખેચાંયો... તેણે ફક્ત સુનીલને ડરાવવા માટે જ ખંજર બહાર કાઢયો હતુ... પરંતુ ખંજરની મુઠ હાથમાં આવતા વેંત જ જાણે તેના હાથમાં કોઈ શેતાની તાકતે પ્રવેશ કર્યો હોય એમ ભયાનક વેગથી તેનો હાથ વીંજોયો અને ખંજર મુંઠ સુધી અનીલના પેટમાં ખૂંપી ગયુ... છ ઈંચનું ખંજર અનીલના પેટની કોમળ ચામડી ચીરીને આંતરડાને તહસ-નહસ કરતુ છેક તેની કરોડરજ્જુ સુધી પહોંચી ગયુ હતુ. અનિલે પેહરેલા સફેદ શર્ટ ઉપર લાલ ધાળુ ઉપસી આવ્યુ... લોહી જોઈને અચાનક સુનીલે પોતે શું કરી નાખ્યુ હતુ તેનું ભાન થયું અને ખંજર એમનું એમ રેહવા દઈને તે ભાગ્યો....

પરંતુ તેનું નસીબ તેનાથી બે ડગલા આગળ હતુ. તે અમદાવાદની સરહદમાં પ્રવેશે એ પેહલાતો ગામમાં હો-હા થઈ ગઈ હતી અને ગામની પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અનીલના પેટમાં ખૂંપેલું ખંજર જોઈને બધાને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે આ કારસ્તાન કોનું હોવુ જોઈએ... પોલીસ અફસરે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક વાયરલેસ દ્વારા આસપાસના તમામ પોલીસ સ્ટેશનોમાં આની જાણ કરી દીધી. ખાસતો અમદાવાદ પોલીસ ને સતર્ક કરાઈ કારણકે પોલીસ અફસરે એવુ અનુમાન લગાવ્યુ કે સુનીલ માટે ભાગી જ્વા માટે સૌથી સુરક્ષિત સ્થળ અમદાવાદ જ હોઈ શકે .... અમદાવાદ પોલીસની બે જીયો હાઈવે પર નાકાબંધી કરીને ચેકીંગમાં ગોઠવાઈ... આખરે સુનીલ પકડાયો હતો. એક સિમેન્ટની ટ્રકમાંથી તેને પકડી, ઘરપકડ કરીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો.

પોલીસ ચોકીમાં સુનીલની આકરી પુછ-પરછ ચાલુ થઈ. સુનીલે એક જ રટ પકડી રાખી હતી કે, " મેં કાંઈ નથી કર્યું ..." " હું નિર્દોષ છુ...". પરંતુ જયારે બીજા દિવસે અનીલને ડેડબોડીને પોસ્ટમાર્ટમ માટે અમદાવાદ લાવવામાં આવી ત્યારે પેલુ ખંજર પણ તેના માટે ફાંસીનો ફંદો બનીને સાથે આવ્યુ હતુ.

સુનીલને પોલીસને સ્ટેશનમાં ખુરશી પર બેસાડવામાં આવ્યો અને તેની સામે મુકાયેલા ટેબલ ઉપર એ ખંજરને મુકવામાં આવ્યુ...ખંજરની ચળકતી ધાર સુનીલની આંખોમાં સમાણી અને તે ભાંગી પડયો... ખંજરની લોહીભીની અણી તેના તરફ તકાયેલી હતી. એકીટશે ખંજરને નિહાળતો તે મનમાંજ બબડયો....

" કાશ... મેં આ ખંજર ન ખરીદયુ હોત...."


Pravin Pithadiya ‘Parth’

9099278278

Author of ‘No Return’ Novel

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED