રહસ્યમય સાધુ, પ્રકરણ-11 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય સાધુ, પ્રકરણ-11

રહસ્યમય સાધુ

પ્રકરણ : 11

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે હિતના પપ્પાનુ અવસાન થતા તેને ગાંધીનગર આવી જવુ પડયુ. તેના પિતાજી વગરની દુનિયા સુની બની ગઇ. તેને કયાંય ગમતુ ન હતુ પરંતુ મૃત્યુ પામેલ વ્યક્તિ પાછળ મરી શકાતુ ન હતુ. તે પરાણે જીવવા લાગ્યો. તેમાં એક દિવસ અચાનક બેલાનંદે તેને જંગલમાં આવવા કહ્યુ. પ્રશાંતે તેને મદદ કરવાની ના પાડી દીધી. હવે તે શું કરશે? જાણવા માટે વાંચો આગળ) સમયનુ ચક્કર કોઇના માટે રોકાતુ નથી. તે સતત ફરતુ જ રહે છે. જીંદગી ગમે કે ન ગમે શ્વાસ સદા ચાલતા જ રહે છે. સમય ચાલતો રહ્યો. વિદ્યાને આસપાસના બધાએ પુન: લગ્ન માટે સમજાવી પરંતુ તેને હિત ખાતર એકલા રહેવાનુ જ નક્કી કર્યુ.

હિત ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તે પોતાની પરિસ્થિતિ સમજીને અભ્યાસ પર પુરતુ ધ્યાન આપવા લાગ્યો અને અગ્રેસર રહેવા લાગ્યો. તેને સાધુ પાસે જુનાગઢ જવુ હતુ પરંતુ, મનની મનમાં જ રહી ગઇ અને તે યુવાન બની ગયો.

***

યુવાન થયા બાદ પણ તે સાધુને ભુલ્યો ન હતો.“મમા, હું જુનાગઢ જવા માંગુ છુ.” એક દિવસ બપોરે હિતે તેના મમ્મીને કહ્યુ.“બેટા, કેમ ઓંચિતા આજે જુનાગઢ યાદ આવ્યુ?”“મમ્મી, બધા મિત્રોની ખુબ જ યાદ આવે છે. હમણાં મારે કોલેજમાં રજાઓ છે તો બધાને મળી આવુ.”“હા, તો જઇ આવ પરંતુ ધ્યાન રાખજે. ફરી પાછો જલ્દી પરત આવી જજે.”“હા, મમ્મી થોડા જ દિવસમાં આવી જઇશ. બેંકની એક્ઝામ છે ને મારી.”“કયારે જવાનુ છે? ટિકિટ બુક કરાવી છે?”“બસ હવે કરાવી છે. કાલે સાંજે નીકળી જઇશ.”

***

“આવો હિત આવો.” બધા જંગલમાં સાધુની ઝુંપડી પાસે ગયા ત્યારે સાધુએ સમાધિ અવસ્થામાં આંખો મીચેલી રાખીને કહ્યુ. હિત જુનાગઢ આવ્યો અને બધાને મળ્યો અને માંડ માંડ બધાને જંગલમાં આવવા સમજાવ્યા અને તેઓ બધા અહીં આવી ગયા. આટલા વર્ષોનો સમય વિતી ગયો હતો છતાંય સાધુની આભામાં કોઇ ફેર પડ્યો ન હતો અને તે આંખો બંધ કરીને પણ બધા બાળકોને ઓળખી ગયા હતા. સાધુ મહારાજ ઉઠ્યા અને બધા પર અંજલિ છાટયુ અને બધા બાળકોને અંદર ગયા. “મહારાજ, નમસ્કાર.” “નમસ્કાર બાળકો.”“સાધુ મહારાજ અમે...” હિત બોલતો હતો ત્યારે વચ્ચેથી સાધુએ કહ્યુ. “હું તમારી જિજ્ઞાસા સમજી શકુ છું. કાલે પુનમ છે. આવતીકાલે સવારે તમે બધા સુર્યાસ્ત પહેલા પહોંચી જજો.” “હા મહારાજ.” હિત અને બધાએ સાધુને નમસ્કાર કરી નીકળી ગયા.

***

“હિત, આ શું યાર પુનમ પુનમ કરે છે અને આપણે ગોળ ગોળ ફેરવે છે. બધી સ્પષ્ટતા કરતા તેનુ શું જાય છે?” સાંજે બધા જમીને મેદાનમાં વાતો કરતા હતા ત્યારે પ્રશાંતે ચિડાઇને કહ્યુ.

“અરે યાર, પ્રશાંત આ સાધુ મહારાજની વાતો આપણે દુન્યવી લોકોને ન આવે.” હિતે તેની સામે દલીલ કરતા કહ્યુ. “અરે, એવા કોઇ નિયમો થોડા હોય કોઇને કાંઇ કહેવુ નહીં.” “ઓહ, પ્રશાંત ચીલ યાર. એક રાત સુધી જ રાહ જોવાની છે કાલે સવારે તો કાંઇક ખબર પડશે જ. આટલા દિવસો ગયા અને હવે થોડી કલાકમાં શુ?” કોષાએ કહ્યુ.

***

સવારે બધા વહેલા ઉઠી ગયા. હવે તેઓ બાળકો ન હતા. આથી, તેઓને બહાર જવા માટે પરમિશનની જરૂર ન હતી. તેઓ સુર્યોદય પહેલા નીકળી ગયા. હવે જંગલ સુધીનો રસ્તો પણ સુધરી ગયો હતો. દીપક અને પ્રશાંત અને કોષાએ પોતાના બાઇક લીધા હતા અને તેઓ ડબલ સવારીમાં નીકળી ગયા. ફટાફટ પાંચ મિનિટમાં તેઓ જંગલમાં પહોંચી ગયા. સાધુ ઝુંપડીની બહાર ધ્યાન મગ્ન હતા. બધા ત્યાં આવ્યા એટલે ફરીથી સાધુએ અંજલિમાંથી પાણી છાટ્યુ. બધા અંદર આવ્યા એટલે સાધુએ બધાને ઝુંપડીમાં બેસાડયા અને કહ્યુ, “તમારી સમજશક્તિમાં પરિપકવતા આવી ગઇ છે. આજે તમે જીવનનુ સત્ય સમજવાને કાબેલ થઇ ગયા છો. તમે બધા ફરીથી આ સાદડી પર બેસી જાઓ.” “મહારાજ, માફ કરજો. પરંતુ તમે માનો છો કે અમારી સમજશક્તિમાં પરિપકવતા આવી ગઇ છે ત્યારે તમે હવે તો અમને સમજાવો કે આ બધુ શુ છે? તમારુ કાંઇ ન બોલવાનુ કારણ શુ છે?” પ્રશાંતે પુછ્યુ. “બેટા, સમય આવ્યે બધુ સમજાય છે આનુ નામ જીંદગી છે. જીવનમાં બધા સવાલના જવાબો આસાનીથી મળતા નથી. તમે અત્યારે સમયની સફર કરવા માટે તૈયાર થઇ જાવ.”

સાધુની વાત સાંભળી પ્રશાંતને સંતોષ ન થયો પરંતુ તે બધા સાથે સાદડી પર ઉભી ગયો અને સાધુએ બધા માટે કપડુ ઢાંકી દીધુ. થોડી વાર થઇ એટલે બેલાનંદે કપડું હટાવી લીધુ. આશ્ચર્ય વચ્ચે બધા ત્રેતાયુગના ઝુંપડામાં હતા. “બેલાનંદજી, ફરી આપણે ત્રેતાયુગમાં આવી ગયા?” હિતે પુછ્યુ. “ના, આપણે દ્રાપર યુગમાં છીએ.” “આ ઝુપડું તો ત્રેતાયુગમાં આપણા આવ્યા તે જ છે.” પ્રશાંતે આશ્ચર્ય સહ કહ્યુ. “હા, બેટા એ જ છે પરંતુ તે દ્રાપર યુગમાં લાવ્યા છીએ.” “ઓહ, માય ગોડ તમે ઝુપડાને પણ યુગોની સફર કરાવી?” કોષાએ આશ્ચર્યચકિત થતા પુછ્યુ. “ના, બેટા મારી ચમત્કારિક શકિતથી તેના જેવુ જ અહીં બનાવ્યુ છે. તમે અહીં આવવાના હતા એટલે તમારા માટે મેં પહેલા બનાવ્યુ.” “પરંતુ દ્રાપરયુગમાં તો બધા આવા ઝુંપડાં રહેતા ન હતા. લોકો પાસે પાકા મકાન હતા. તમારે બનાવવુ હતુ તો કોઇ પાકુ મકાન બનાવવુ હતુ.” પ્રશાંતે કહ્યુ. “બેટા, કુદરતી રહેઠાણની મજા અને તમારે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનુ છે તેની જરૂરિયાત મુજબ આ મેં બનાવ્યુ છે. હવે તમે ચાલો યુગ દર્શન કરવા માટે.” બધા બેલાનંદ સાથે ઝુંપડીની બહાર ગયા. લોકો તેના કરતા ઉંચા હતા પરંતુ ત્રેતાયુગ કરતા નીચા હતા. ચારે તરફ હરિયાળીના પ્રમાણમાં ફેરફાર હતો. લોકોના ચહેરા પર પ્રેમભાવ અને ખુશીની ઝલક ચોખ્ખી દેખાતી હતી.

“બેલાનંદજી, મહારાજ અમને યુગની સફર શા માટે કરાવે છે?” દીપકે ચાલતા ચાલતા પુછ્યુ. “સ્વાનુભવ માટે” “એટલે?” બધાએ એક સાથે પુછ્યુ.

“તમે બધા એકવાર આ ચાલી રહેલા સમયનો આનંદ લઇ લો પછી તમને બધી ખબર પડી જશે.” બેલાનંદની વાત સાંભળી બધા તેની સાથે ચાલવા લાગ્યા. ચારે તરફ શાંતિ અને સુકુન હતુ. અંદરથી આનંદ થતો હતો. વાતાવરણ શુધ્ધ અને પ્રદુષણ મુકત હતુ. બપોર થવા લાગી હતી છતાંય તડકાનો આનંદ આવતો હતો. લોકો એકબીજાની મદદ કરતા હતા અને તેઓના ચહેરા સ્મિત સભર હતા. બપોરે તેઓ ઝુંપડીમાં ગયા બેલાનંદ તેઓ માટે જમવાનુ લાવ્યો. મસાલા વિનાનો ખોરાક હતો પરંતુ તેનો સ્વાદ અજોડ હતો. બપોરે જમીને તેઓ સુઇ ગયા. સાંજે પણ તેઓએ અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી. પથ્થરના મજબુત બાંધકામ હતા અને ચારે તરફ સ્વછતા હતી. કચરા કે ગંદકીનુ નામોનિશાન ન હતુ. લોકો સરસ સંસ્કૃત બોલતા હતા.

***

બીજે દિવસે ફરી તેઓ પરત આવી ગયા. પરત આવ્યા ત્યારે સમય તે જ હતો. સવારે નીકળ્યા તે જ સમયે પરત આવી ગયા. આજે તેઓ ઘરેથી આખો દિવસ જંગલમાં ટ્રેકિગ માટે જવાનુ કહીને આવ્યા હતા. આથી તેઓને ઘરે જવાની ઉતાવળ ન હતી.

સાધુએ બધાને બહાર બેસાડયા અને પુછ્યુ, “યુગની સફર કેવી રહી?” “તમે કોણ છો અને શા માટે તમે આવી રીતે અમને યુગોની સફર કરાવી રહ્યા છો?” હિતે પુછ્યુ.

“વર્ષો પહેલા આપણે શાંત અને સુકુન ભર્યા વાતાવરણમાં હતા. તો આજે અહી કેમ આવી ગયા?” દીપકે પુછ્યુ. સાધુએ ફરીથી કાંઇક બોલીને હાથમાંથી કાંઇક ધુમાડા જેવુ કાઢ્યુ અને બધાને ઉંઘ આવવા લાગી. થોડી જ સ્નેપ બાદ તેઓએ આંખો ખોલી તો અલગ જગ્યાએ હતા. ટેકનોલોજીથી ભરપુર આધુનિક શહેર હતુ. શોપિગ મોલ, પાર્ક, બાર, રેસ્ટોરન્ટ, અનેકવિધ મનોરંજનના સાધનો હતા. સાફ અને એકદમ પાકા રસ્તા પર આધુનિક ગાડીઓ દોડી રહી હતી. કોઇને કોઇની સામે જોવાનો સમય ન હતો. માણસ નામે મશીન દોડી રહ્યા હતા. થોડીવારમાં ફરી આંખો બંધ થઇ ગઇ અને ફરી આંખો ખુલી ત્યારે તેઓ ફરીથી સાધુની ઝુંપડી પાસે હતા. “તમે બધા જે દુનિયાની સફર કરી આવ્યા તે 100 વર્ષ બાદની દુનિયા છે. તમારા બધાની જીજ્ઞાશા હુ સમજી શકુ છું. પરિવર્તન સદાય આવતુ રહે છે. યુગનો બદલાવએ કોઇ કુદરતી ઘટના નથી આપણે સૌ એ બદલાવ લાવ્યા છે. આપણે સૌ ભૌતિકવાદ તરફ જ ભાગીએ છીએ. કુદરતી સુખ શાંતિ ભર્યા જીવનને છોડીને નશ્વર ભૌતિકવાદને પકડવા માટે ગાંડી રેસ લગાવીએ છીએ. જેમાંથી અંતે કાંઇ પ્રાપ્ત થતુ નથી. ઇશ્વરે મનુષ્ય શરીરની રચના એક સરખી કરી છે જયારે આપણે આપણી વિકૃતિને કારણે વર્ણ, ધર્મ, નાત જાતના વાડા ઉભા કરી ઝઘડા કરીએ છીએ. તમે ઇશ્વરના દર્શનની વાત કરતા હતા. ઇશ્વરનુ કોઇ સાકાર સ્વરૂપ નથી. તે નિરાકાર સ્વરૂપે આપણી સાથે રહે છે. આંખો બંધ કરીને જે નિરાકાર સ્વરૂપ દેખાય તે આપણો ઇશ્વર. બાકી, દુન્યવી દુનિયામાં સર્વે દંભ જ છે. ઇશ્વર અને ધર્મ નામે બધા બિઝનેશ જ ચલાવે છે.

આ સુષ્ટિમાં આપણો જન્મ શાંતિ, આનંદ અને સંતોષ મેળવવા થયો છે. આપણી પાસે અખુટ સિધ્ધિઓ અને શક્તિઓ પડેલી છે. જે હું કરી શકુ તે આપણે બધા જ કરી શકીએ છીએ. સાધુને વચ્ચેથી જ અટકાવીને કોષાએ પુછ્યુ, “શું અમે પણ યુગ પાર કરવાની શક્તિ મેળવી શકીએ છીએ?”

સાધુએ હસીને જવાબ આપતા કહ્યુ, “તમે કોઇ યુગ પાર કર્યો નથી. મેં તમારી માનસિક અવસ્થામાં બદલાવ લાવ્યો હતો. જેમ સપનુ આવે અને તે આપણે જીવતા હોય તેવો અનુભવ થાય છે. તેમ તમને તંદ્રા અવસ્થામાં લાવી તમે તે યુગમાં જીવ્યા હોય તેવો આભાસ કરાવ્યો છે. કોઇ સદેહ સમય પાર કરી શકતુ નથી. બસ આપણા મગજ પાસે જ અખુટ શક્તિ છે. જે તે ઇચ્છે તે મેળવી શકે છે. વર્ષોના ધ્યાન અને આસનના કારણે હું આ બધુ કરી શકુ છુ. તમે સૌ તમારી માનસિક શક્તિના ઉપયોગ દ્રારા મન ચાહી વસ્તુ મેળવી શકો છો. દુન્યવી દંભોમાં ફસાસુ તો એક દિવસ આવ્યા તેવા જ ખાલી જઇશુ. મનુષ્ય જન્મ વેડફાઇ જશે. આપણી શક્તિઓ આપણે બહાર લાવીએ અને તેનો ઉપયોગ કરીએ તો સાચી ખુશી મેળવી શકીશુ.” “તમારી જ્ઞાનની વાતો તો અમે સમજી શકીએ છીએ. પરંતુ તમે અમને બીજા બધા યુગના દર્શન શા માટે કરાવ્યા?” હિતે પુછ્યુ. “પહેલા હું તમને મારા વિષે જણાવુ. હું તમારા જેવો જ એક સામાન્ય મનુષ્ય છું. મારા માતા પિતાનુ અવસાન થઇ જતા હું એકલો પડી ગયો. મારું આ દુનિયામાં કોઇ ન હતુ તે મારા માટે સારુ હતુ. હું જંગલમાં આવી ગયો અને ધ્યાન કરવા લાગ્યો. વર્ષોથી જંગલમાં તપ અને ધ્યાન કરી રહ્યો છું. કોઇ પણ જાતની ભૌતિક સુખ સગવડ વગર માત્ર માનસિક શક્તિના ઉપયોગ દ્રારા સુખ શાંતિ મેળવી શકુ છુ અને શારીરિક જરૂરિયાતો પુરી કરી શકુ છું. તમારી બાળપણ જીજ્ઞાશા જોઇ મેં તમે યુગોના દર્શન કરાવ્યા. તમે એ વસ્તુ સમજી શકો કે સમય કયારેય બદલાયો નથી. આપણે જ બદલાતા જઇએ છીએ. આજે આ દુનિયાએ જ છે જે કરોડો વર્ષો પહેલા હતી. આપણી માનસિકતા જ બદલાતી જાય છે.

“વર્ષો પહેલાની દુનિયાના વાતાવરણમાં એક શાંતિની ઠંડક હતી. એક સુકુન હતુ તે કેવી રીતે બદલાઇ ગયુ?” પ્રશાંતે પુછ્યુ. “બધા વિચારો નકારાત્મકતા તરફ વળી રહ્યા છે એટલે વાતાવરણમાં પણ નકારાત્મકતાની અસર આવતી જાય છે. જયારે આપણી આસપાસના સૌ હકારાત્મકતા તરફ વળી જઇશુ ત્યારે વાતાવરણ પણ બદલાઇ જશે. જ્ઞાનનો સાગર ખુટે નહિ તેઓ છે. અનુભવે તે સમજાય તે જ ઉપયોગી બને છે. તમે તમારી આ અનુભવને સદાય યાદ રાખજો અને મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો.” “ખુબ ખુબ આભાર મહારાજ.” બધા આજના અનુભવથી ખુબ જ ખુશ હતા.

***

જેઓ બધા પાછા ગામમાં આવ્યા. હિત થોડા દિવસ રોકાઇ અને ગાંધીનગર જતો રહ્યો. બધા મિત્રો સાધુની જેમ સાવ ભૌતિકવાદ તો છોડી ન શક્યા પરંતુ પોતાનાથી બની શકે તેટલા અલિપ્ત રહીને માનસિક શક્તિનો ઉપયોગ કરી બધાને મદદ કરતા.

અસ્તુ