Rahasymay sadhu 7 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય સાધુ , પ્રકરણ-૭

રહસ્યમય સાધુ

પ્રકરણ : ૭

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. હવે શું થશે? સાધુ તેઓને શું બતાવવા માંગે છે? જાણવા માટે વાંચો આગળ) ઝુંપડીમાં કંઇક ચિત્ર વિચિત્ર વસ્તુઓ પડેલી હતી. ઝુંપડી અંદરથી ખુબ જ રહસ્યમય લાગતી હતી. હિત થોડીવાર માટે ગભરાય ગયો કે સાધુ શું કરવા માંગે છે? તે બસ હવે જે થાય તે જોયુ જશે તેમ વિચારી ચુપચાપ બધુ જોતો રહ્યો. ઝુંપડીની વચોવચ એક મોટી શેતરંજી પાથરેલી હતી. સાધુએ બધા બાળકોને એ શેતરંજી પર ઉભા રહેવા કહ્યુ. બધા થોડા ગભરાતા અને કચવાતા ઉભા રહ્યા. હિતે બધાને આંખથી ઇશારો કર્યો એટલે બધા કચવાતા કચવાતા શેતરંજી પર એકબીજાનો હાથ પકડી ગોળાકાર ઉભા રહ્યા. સાધુએ પછી હિતના હાથમાં કંઇક ઘડિયાળ જેવુ નાનકડુ મશીન આપ્યુ. અને બધા બાળકો માથે એક ધાબળો ઓઢાળી દીધો. એટલે પ્રશાંતે તે હટાડીને કહ્યુ, “મહારાજ, આ શું છે? અમને કાંઇક તો કહો?” “બેટા, તમે થોડીવાર શાંતિ રાખો. હમણાં થોડીવારમાં તમને બધુ સમજાય જશે.” “પરંતુ મહારાજ..” હિત હજુ બોલવા જતો હતો ત્યાં વચ્ચેથી અટકાવીને સાધુએ કહ્યુ, “બેટા, તમને જીવનનો એવો અનુભવ મળશે કે તમારી જીંદગી જ બદલાય જશે. તમે મારા પર ભરોસો રાખો.”

હિતને સાધુની આંખોમાં એક અજબ તેજ દેખાતુ હતુ. જેના કારણે તે તેના પર ભરોસો કરી શકતો હતો. એટલે તેને સાધુને ધાબળો ઓઢાળવા દીધો. ધાબળો ઓઢાળવાથી તેઓ કાંઇ જોઇ શકતા ન હતા એટલે અવની અને કોષા તો ખુબ જ ગભરાય ગયા. તેને પોતાની આંખ જ બંધ કરી લીધી. બહાર કાંઇ દેખાતુ ન હતુ અને કોઇ અવાજ પણ આવતો ન હતો. હિતે બધાને શાંતિ જાળવવા કહ્યુ. બધા બાળકો જોવા લાગ્યા શું થાય છે? ઘણીવાર થઇ ગઇ કોઇ કાંઇ બોલતુ ન હતુ અને કયાંયથી અવાજ પણ આવતો ન હતો. તેઓ માટે એક એક સેકન્ડ પસાર કરવી ખુબ જ આકરી બનતી હતી. તેઓની ઉત્તેજનાનુ સ્થાન ડરે લઇ લીધુ હતુ. ઓંચિંતા એકદમ ગરમી લાગવા લાગી. દિવસ ઉગવાને કારણે ગરમી લાગતી હશે. તેવુ પહેલા બધાએ વિચાર્યુ. ત્યારબાદ એકદમ અસહ્ય ગરમી પડવા લાગી એટલે કોષાએ ધાબળો હટાવી નાખ્યો તો ઝુંપડીમાંથી સુરજ દેખાવા લાગ્યો. ગરમી અસહ્ય પડતી હતી એટલે બધા જ બાળકોએ સ્વેટર કાઢી નાખ્યા. અચાનક હિતનુ ધ્યાન પડ્યુ કે સાધુ ઝુંપડીમાં ન હતા અને ગરમી પણ વિચિત્ર પડી રહી હતી. “હે ગાઇસ, આ સાધુ પાછા કયાં જતા રહ્યા?” હિતે બધાને કહ્યુ. “હિત બહાર તો જો આ જંગલ પણ નથી દેખાતુ કોઇ ગામ હોય એવુ લાગે છે.” પ્રશાંતે બારી પાસે ગયો અને બારીમાંથી બહાર જોતા કહ્યુ એટલે બધા બાળકો દોડીને બારી પાસે આવી ગયા. “મિરેકલ યાર આ શું છે? આપણે કયાં આવી ગયા?” દીપકે બારી બહાર આશ્ચર્યથી જોતા કહ્યુ. “ઓહ, માય ગોડ આ સાધુએ આપણને કયાં પહોંચાડી દીધા. હવે આપણે ઘરે કેમ જઇશું?” કોષાએ થોડી ગભરાહટ સાથે કહ્યુ. “કોષા, તમે ગભરાવ નહિ આપણે બહાર જઇને જોઇએ છીએ આ ગામ કેવુ છે અને આપણે કયાં છીએ? બધી તપાસ કરીએ. આપણે બહાદુર બાળકો છીએ. ડોન્ટ વરી આપણા ઘર જરૂરથી શોધી લઇશુ.” હિતે હિમ્મત આપતા કહ્યુ. “પણ હિત કોઇ તંત્ર મંત્ર અને પિશાચોનુ ગામ તો નહિ હોઇને?” પ્રશાંતે ચિંતાના સ્વરે કહ્યુ એટલે કોષા અને અવની વધારે ગભરાવા લાગ્યા. “હા હિત, આપણે કયાંક ફસાઇ તો નથી ગયા ને?” દીપકે પણ ચિંતા વ્યકત કરતા કહ્યુ. અજાણ્યી મુશ્કેલી વખતે માણસને નકારાત્મક વિચારો વધારે આવે છે. અને અત્યારે બાળકોની પરિસ્થિત પણ એવી જ હતી. તેઓ પહેલેથી ડરેલા હતા અને પિશાચોના વિચારે તેઓને વધારે ગભરાવી મુક્યા. “અરે યાર ખોટા ખોટા વિચારો છોડીને ચાલો મારી સાથે.” તેઓને ગભરાતા જોઇ હિતે તેઓને હિમ્મત આપતા અને આગળ વધતા કહ્યુ.

બધા થોડી ચિંતા અને ગભરાહટ સાથે હિતની પાછળ જવા લાગ્યા. તેઓને હિત પર ભરોસો હતો કે તે જરૂર કાંઇક રસ્તો શોધી કાઢશે. તેઓ બધા થોડે દુર ગયા ત્યાં બધાના ઘર દેખાવા લાગ્યા. ગામ એકદમ જુનવાણી ઢબનુ હતુ. છતાંય ખુબ જ સુંદર હતું. ગામમાં બધા મકાનો કાચા હતા. કોઇ દુકાન જેવુ કાંઇ પણ દેખાતુ ન હતુ. ગામમાં ખાસ કાંઇ વસ્તી જેવુ દેખાતુ ન હતુ. પશુ પંખીઓ નિર્ભય રીતે ફરી રહ્યા હતા.

તેઓ બધા થોડે દુર ગયા ત્યાં એક માણસ ધોતી ઝબ્બો પહેરીને સામે મળ્યો. બધા બાળકો પાસે આવીને બોલ્યો, “બાળકો, તમને અમારા મહારાજે અહીં મોકલ્યા છે ને? ચાલો મારી સાથે.” બધા બાળકો તેને જોઇ આશ્ચર્યમાં મુકાય. જેને તેઓએ જીંદગીમાં કયારેય જોયો ન હતો તે માણસ તેઓને ઓળખતો હતો. સાધુનો કોઇ ચેલો હશે તેમ વિચારી બધા તેની સાથે ગયા. ચાલતા ચાલતા હિત તેમને પુછ્યુ, “તમે કોણ છો? સાધુ મહારાજે તમને અહીં મોકલ્યા છે?” “હિત બેટા, મારું નામ બેલાનંદ છે અને જુનાગઢના જંગલમાં તમને મળ્યા હતા તે મારા ગુરૂદેવ વિશ્વાનંદ છે. તેઓ પરમજ્ઞાની છે. તેની વિદ્યાના બળે તે કાળ પણ પસાર કરી શકે છે. તેમની વિદ્યાના બળે જ આપણે બધા અહીં પહોંચી શક્યા છીએ.” “આપણે અત્યારે કયાં ગામમાં છીએ અને અમે અહીં કેવી રીતે પહોંચી ગયા?” પ્રશાંતે જીજ્ઞાનાવશ પુછ્યુ.

“બેટા આપણે અત્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ ની નગરી અયોધ્યામાં છીએ.” બેલાનંદની વાત સાંભળી બધાની આંખો પહોળી થઇ ગઇ. તેઓ યુગો પાર કરીને પળવારમાં અહીં પહોંચી ગયા હતા. કોઇને તેના પર વિશ્વાસ આવતો ન હતો. એક ધાબળો ઓઢાવાથી કેમ યુગ પાર થઇ શકે? “તમે તો અમારી સાથે ન હતા. તો તમે અહીં કેમ પહોંચી ગયા?” હિતે બેલાનંદને પુછ્યુ. “મને તમારી બધાની મદદ કરવા માટે મારા ગુરૂદેવે તમારી પહેલા અહીં મોક્લી આપ્યો છે. ત્રેતાયુગના દર્શન બાદ હુ ફરીથી તમને જુનાગઢ પહોંચાડી આપીશ. “તમને પણ યુગ પાર કરવાનુ જ્ઞાન છે?” અવનીએ પુછ્યુ. “હા, હુ શીખી રહ્યો છુ. તેના દ્રારા અને બાકીનુ મારા ગુરુદેવ ટેલિપથી મને જ્ઞાન આપતા જશે અને તેનો ઉપયોગ કરી આપણે પહોંચી જઇશુ. હિત તને કાંઇક યંત્ર આપ્યુ છે ને ગુરૂદેવે તે સાચવીને રાખજે.” બેલાનંદે કહ્યુ એટલે હિતને યાદ આવ્યુ કે સાધુ તેના હાથમાં કાંઇક ઘડિયાળ જેવુ યંત્ર આપ્યુ તેને જોયુ કે હજુ તે તેની પાસે જ હતુ. તેને જોયુ કે તે એક સામાન્ય ઘડિયાળ જેવુ જ હતુ. તેને એ બેલાનંદને આપી દીધુ.

***

શું બધા બાળકો બેલાનંદના અધુરા જ્ઞાન સાથે ફરીથી પોતાના યુગમાં પહોંચી શકશે? કે ત્રેતાયુગમાં ફસાય જશે!!!!!!! બાળકો બધા માતા પિતાને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા છે. તેના માતા પિતાને ખબર પડશે તો શું થશે? અને ત્રેતાયુગમાં મોકલી સાધુ બાળકોને શું જણાવવા માંગે છે? અને કોણ છે એ સાધુ? ઓહ્હ્હ્હ

જાણવા માટે વાંચજો નેક્ષ્ક્સટ પાર્ટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED