આઈ એમ સોરી
લેખક
અશ્વિન મજીઠિયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ ૧
- ફૅમીલીમાં અંગત મરણને કારણે બંધ -
મેં પબની બહારનું આ બોર્ડ વાંચ્યું, અને હું એકદમ નિરાશ થઇ ગયો.
ખીસ્સામાંથી પેકેટ કાઢીને એક સિગરેટ સળગાવી, ફૂંકતા ફૂંકતા હું મારા નસીબને કોસવા લાગ્યો.
હજી તો સાંજના સવા પાંચ જ વાગ્યા હતા.
અહિયાં આવવા માટે હું ઓફિસેથી વહેલો, લગભગ પાંચ વાગે જ નીકળી ગયો, અને પંદર મીનીટમાં તો અહિયાં આ 'વૂ-ડૂ' નામનાં પબ પર પહોંચી ય ગયો.
તો આજે પણ એ બંધ જ છે.
ગઈ કાલે પણ આવેલો, તો કાલે પણ બંધ હતો આ પબ.
કોને ખબર કોણ મરી ગયું છે, આ માઈકલના બચ્ચાનું..!
"હાય નીખીલ," -જવા માટે હું પાછો ફરતો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો.
જોયું તો સોફિયા હતી.
સોફિયા એક ઓસ્ટ્રેલીયન યુવતી છે, અને ત્રણ મહિનાનું વેકેશન ઉજવતી અહીંયા ગોવામાં જ છે. મારી જેમ તે પણ પોતાની વાસનાપૂર્તિ માટે જ અહીં આવી હશે એની મને ખાતરી હતી. યસ, અહીં દારુ પીવા સિવાય..'એ' પણ શક્ય છે.
"હાય સોફિયા, વૉટ્સ ઑન..?" -મેં વળતું પૂછ્યું.
"નથીંગ મચ. ડુડ..! આ માઈકલ કોને ખબર ક્યાં ચાલ્યો ગયો છે. ફૅમિલીમાં ડેથ થયું છે, કે પોતે જ મરી ગયો છે, ગૉડ નોઝ.."- લટકેલા મોઢે સોફિયા બોલી.
"ટૉક ગુડ ગુડ, બેબી.. આવું થશે તો આપણા જેવાનું શું થશે.." -મેં આંખ મારતા કહ્યું.
"યસ..યુ આર સો રાઈટ.." -તેણે સામે આંખ મારી, અને તેનો હાથ મારી કમર તરફ આગળ કર્યો. હું પાછળ ખસી ગયો.
સોફિયા જેવી યુવતીઓનો કંઈ ભરોસો ન કરાય. ખુબ જ બેધડક, એટલે કે ઘણી જ બોલ્ડ ટાઈપ છે, તે. પબ્લિક-પ્લેસમાં ય આડી-તેડી હરકત કરતાં ન ખચકાય.
આમ તો રસ્તા પર બહુ અવરજવર નહોતી.
પણ તો ય...મને તો મારી ફિકર હતી.
ગમે તેમ તોય હું એક ઈજજતદાર અને જવાબદાર જુવાન છું, આ શહેરનો.
એક મોટી રેપ્યુટેડ એડવર્ટાઈઝિંગ કમ્પનીમાં ચીફ એકાઉન્ટંટની મોભાદાર પોઝીશનવાળી જોબ છે, અને હું ક્યારેય નહીં ઈચ્છું કે કોઈને જરા પણ એવો કોઈ શક જાય, જે મારી રેપ્યુટેશનને હાની પહોચાડે.
આખરે કેટકેટલી મહેનત અને કાબેલિયતથી, ફક્ત ૨૯ વર્ષની ઉમરે હું એ મુકામે પહોચ્યો છું, જે બીજા લોકોને ૪૦+ વર્ષની ઉમરે ય બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય.
અને આ તો મારી જુવાનીનું જોશ છે, કે જે મને આવી જગા પર ખેંચી લાવે છે, અને સોફિયા જેવી યુવતીઓ સાથે મળાવે છે.
સોફિયા તો મોટેભાગે અહીં આ 'વૂ-ડૂ'માં રોજ આવે છે.
સાંજના ૭ વાગ્યા પછી તો અહીં બહુ જ ભીડ હોય છે, અને યુવક-યુવતીઓનાં ટોળે ને ટોળા અહીં ઉમટી પડે છે.
૧૯૬૦માં ગોવાને આઝાદી મળતા ઉચ્ચ પોર્ટુગીઝ સત્તાધીશો તો ચાલ્યા ગયા. પરતું તેમાનાં ઘણા ખરા અહીં વસી યે રહ્યા, અને અહીંની પ્રજા સાથે સંસાર ય માંડી દીધો હતો. તેમની બીજી ત્રીજી પેઢી હાલમાં જીવે છે, અને આમ કરતાં આ પોર્ટુ-ઇન્ડિયન લોકોની બહુ મોટી કોલોની અહિયાં બની ગઈ છે. તે ઉપરાંત, વિદેશી સહેલાણીઓથી આ શહેર હમેશાં ઉભરાતું જ રહે છે, અને વૂ-ડૂ જેવા અને પબમાં ગર્દી કરતું રહે છે.
પણ મને આ બધાં સાથે બહુ હળવુંમળવું નથી ગમતું, અને એટલે જ પાંચ વાગ્યાની આસપાસ હું અહિયાં આવું છું, અને મારું 'કામ' પતાવીને સાડા છની આસપાસ, અહીંથી ગર્દી થાય એ પહેલા તો નીકળી ય જાઉં છું.
યસ, આ પબમાં ટોઇલેટ જેવડી એક જગ્યામાં ડાર્ક-રૂમ જેવું બનાવામાં આવ્યું છે, એમાં ઝડપથી 'બધું' પતાવી શકાય છે.
આ પબનો માલિક માઈકલ આ બાબતમાં ઘણો ઉદાર-દિલનો છે, અને આમેય આવે વખતે બહુ ગર્દી ન હોય તો વેઈટ્રેસ પણ બધી ફ્રી હોય અને સોફિયા જેવી યુવતીઓ પણ મળી જ રહે.
એટલે હજી ચાર દિવસ પહેલાં જ આ સોફિયા સાથે મેં મારું 'સેક્સ-સેશન' એ ડાર્ક-રૂમમાં જ પૂરું કર્યું હતું.
આજે પણ એ જ કારણસર આટલો વહેલો આવ્યો હતો, પણ ગઈકાલની જેમ જ આજે પણ 'વૂ-ડૂ' બંધ જ છે. તો હવે લુખ્ખાં-સુકા ઘરે પાછા ફરવા સિવાય મારી પાસે કોઈ જ ઈલાજ ન નથી. મને ખબર છે, કે સોફિયા પાસે કોઈ પ્રાઇવેટ એકાંતવાળી જગ્યા નથી, અને મારી પાસે ય એવી કોઈ સગવડ નથી, એટલે તેનાથી પીછો છોડાવીને મેં મારી બાઈક દોડાવી મૂકી...મારા ઘર તરફ..
એ ઘર, કે જ્યાં કોઈ મારી વાટ જોઈ રહ્યું છે…
મારી ગર્લ-ફ્રેડ…
મારી નિકી…
નિકી એટલે કે નિકીતાશા..! આ મારી ગર્લ-ફ્રેન્ડ છે. એકદમ ખુબસુરત, ૨૫ વર્ષની યુવતી છે એ. મારી પાતળી પરમાર..મારી જાનેમન ! મારા પર જાન ન્યોછાવર કરનારી..નિકીતાશા..!
એનાં તો મનમાં તો જો કે એમ જ છે, કે હું સાડા-છએ ઓફિસેથી નીકળીને સાત વાગે સીધો ઘરે જ આવું છું, એટલે આવે વખતે તે મારી મનપસંદ બ્લૅક-કૉફી તૈયાર જ રાખે છે. પણ તેને ખબર નથી કે હું તો કેટલીયવાર પાંચ વાગ્યે જ ઓફિસેથી નીકળી જાઉં છું, અને વૂ-ડૂમાં એક દોઢ કલાક પસાર કરીને, પછી જ ઘરે પહોચું છું.
પબમાંથી નીકળીને માઉથ-ફ્રેશનરનો એક ડોઝ હું મારા મોઢાની અંદર છાંટી દઉં છું, જેથી દારૂ કે સિગરેટની વાસ મારો ભાંડો ફોડી ન દે, કે ઓફિસેથી સીધો જ ઘરે આવવાની બદલે, હું કોઈ પબ-પીઠામાં જઈને આવ્યો છું. આજે ભલે મેં બીયર પીધો નથી, છતાં ય માઉથ-ફ્રેશનરનો એક ડોઝ તો મોઢામાં છાંટી જ દીધો, કારણ સિગરેટ તો મેં પીધી જ છે ને..અને નિકીને એ ખબર ન પડવી જોઈએ, કે હજી સુધી મેં સિગરેટ છોડી નથી. એને મારી હેલ્થની બહુ જ ફિકર રહેતી હોય છે, અને માટે જ મને તે સિગરેટથી દુર જ રાખે છે. ને હું યે તેની સામે એક 'શરીફ-યુવાન' બનીને રહું છું. ગમે તેમ તો યે, તે મારી એવી ગર્લ-ફ્રેન્ડ છે, જેને હું છેલ્લા ચાર વર્ષથી ઓળખું છું, અને પાછલા ત્રણ વર્ષથી અમે બંને સાથે રહીએ છીએ, અને તેમ છતાંયે, આજે પણ અમારો પ્રેમ એવો ને એવો તાજોમાજો છે. હું ક્યારે ય તેની અવગણના નથી કરતો, કારણ કે હું તેને ખુબ જ પ્રેમ કરું છું.
અને તે?
અરે, તે તો મને પોતાની જાત કરતાં ય વધુ પ્રેમ કરે છે, દુનિયાની કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ પ્રેમ, તે મને કરે છે.
મેરેજ કર્યા વગર સાથે રહેવા માટે ત્રણ વર્ષનો ગાળો ઘણો વધુ કહેવાય, અને તેમ છતાં ય, આજે ય અમે બંને સાથે જ છીએ. કેટલો નસીબદાર છું હું. સાચે ખુબ જ નસીબદાર..!
તો તમને થશે, કે સોફિયા અને એના જેવી બીજી યુવતીઓ..?
ઓકે, હું એક સીરીયલ-ચીટર છું, ને વારંવાર તેને છેતરું છું.
પણ એ તો હું કરું છું, કારણ કે એમાં મને એક ગજબની થ્રીલ મળે છે, ઘણી ઉત્તેજના મળે છે એમાં, માટે.
મને જો કે ઘણી વાર ગુનાહિત લાગણી થઇ આવે છે, હું ગિલ્ટી ફીલ કરું છું. પણ એનો કોઈ ઉપાય નથી મારી પાસે.
આવી મુલાકાતોમાં જે રોમાંચ મને મળે છે, તે જ તો જવાબદાર છે, મને એક ચીટર બનાવવા માટે.
બસ, આ સિવાય તો નિકીનો હું ખુબ જ ખ્યાલ રાખું છું.
એને બહાર ફરવા લઇ જવામાં એક ગજબની મજા આવે છે.
તેની મો-માંગી, મનપસંદ વસ્તુઓ તેને અપાવીને, લાડ કરી કરીને, તેને બગાડવાની મને તો જાણે, એક આદત જ પડી ગઈ છે.
એને જે સારું લાગે, એ બધું કરવામાં મને એક અનેરો આનંદ પ્રાપ્ત થાય છે, કારણ કે હું જાણું છું, કે નિકી વગર હું કંઈ કરતાં કંઈ જ નથી.
ગોવાના ખુબ જ શાંત અને રમણીય વિસ્તાર, એવા અલ્ડોના વિલેજમાં આવેલ મારા ઘરની બહાર મારી બાઈકને પાર્ક કરીને મેં અમારા એ રો-હાઉસ તરફ જોયું, અને એક ગર્વ થઇ આવ્યો, મને.
મેં અને નિકીએ કેટલી મહેનતથી આ ઘર વસાવ્યું છે.
હું જેવો ઘરમાં પ્રવેશ્યો, કે નિકીએ મને આવકાર્યો- 'હેય નીખીલ,' -મને વીંટળાઈને તે બોલી- 'હાઉ વૉઝ ધ ડે? કેવો રહ્યો આજનો દિવસ?"
જવાબ દેવાની બદલે, મેં તેને મારી નજીક ખેંચી, અને એક આવેગભર્યું ચુંબન ચોંડી દીધું, તેના રસીલા હોઠ પર.
"યસ ફાઈન. બટ હની, મેં તને બહુ મિસ કરી આખો દિવસ," -એક કાતિલ સ્માઈલ આપતા મેં કહ્યું. કેટલી પ્રેમાળ યુવતી છે આ નિકી. તેને જોતાંવેત જ હું પીગળવા માંડુ છું.
"બ્લેસ યુ, ચલ તારા માટે કોફી બનાવી દઉં. આજે તું જલ્દી આવી ગયો, એટલે હજી સુધી રેડી નથી કરી મેં." -કહેતા કહેતા તે મને હાથ પકડીને કિચનમાં દોરી ગઈ.
હું તેની પાછળ પાછળ અંદર ગયો.
દરમ્યાન મેં જોયું કે કે તેનું હાઉસ-કીપિંગ એકદમ પરફેક્ટ હતું. બધી જ રીતે ઓરડો એકદમ ચોખ્ખો-ચણક અને શણગારેલો હતો. એકદમ સુઘડ.
નિકી એક પરફેક્ટ ગર્લ-ફ્રેન્ડ છે.
ભગવાન પાસે હું એથી વધુ ક્યારેય કંઈ જ નથી માંગી શક્યો, જે તેમણે વગર માગ્યે જ મને દઈ દીધું છે.
"થૅંક યુ," -તેની કમર ફરતે હાથ વીંટાળી, તેના ગાલ પર એક વધુ ચુંબન કરતાં હું તેનાં કાનમાં હળવે'કથી બોલ્યો.
તેનાં અંગોની માદક સુગંધ મારા શ્વાસમાં ભરાઈને મને પાગલ બનાવતી રહી.
કોફીનો મગ અને સેન્ડવીચ લઈને અમે લીવીંગ-રૂમમાં આવ્યા.
જેવાં અમે બંને બેઠાં, કે અચાનક જ તે મને થોડી નર્વસ જેવી લાગી.
"એવરી થીંગ ઓકે?" -મેં પૂછ્યું.
"યસ.." -તે થોડી ખચકાઈને બોલી- "જો તને કોઈ વાંધો ન હોય તો હું પાપાનાં ઘરે થોડી વાર માટે જઈ આવું ? તેમનાં કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનું સેટિંગ કરવાનું છે. દોઢ બે કલાકથી વધુ મને નહીં લાગે, એમાં." -નિકીએ એવી રીતે પૂછ્યું જાણે કે તે કંઇક ખોટું કરી રહી હોય. તેની આ માસુમિયત પર હસી પડતાં હું મારી જાતને રોકી ન શક્યો. મને મુકીને ક્યાંક બહાર જતાં તેને બહુ ખરાબ લાગે છે, પછી ભલેને એના પપ્પાના ઘરે જ કેમ ન જવાનું હોય.
"હું કાયમ તને કહેતો આવ્યો છું નિકી, કે તારે મારી પરમીશન લેવાની કોઈ જ જરૂર નથી. મને કોઈ જ વાંધો નથી હોતો, એમાં."
"સૉરી, " -થોડું શરમાઈને તે બોલી.
જ્યારે તે શરમાઈ જાય છે ત્યારે તો તે હજુ ય વધુ પ્રેમાળ લાગે છે મને.
'બાય ધ વે, આ કૉફી બહુ મસ્ત બની છે." -મેં એક સ્માઈલ આપતાં કહ્યું.
તેણે શરમાવાનું ચાલુ રાખીને મને એક વળતું સ્માઈલ આપ્યું.
જ્યારે પણ તેનાં કોઈ સારા કામ માટે હું તેને કૉંપ્લીમેન્ટ આપું, ત્યારે તે ઘણું અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, ઘણું ઇનસિક્યોર ફીલ કરે છે તે, જેનું કાયમ મને અચરજ થાય છે. તે આટલા સુંદર દેખાવની છે, એકદમ પરફેક્ટ ફિગર છે તેનું, તો તેને માટે કોઈ કારણ જ ન હોવું જોઈએ, આવી અસલામતી કે ઇનસેક્યુરીટી ફીલ કરવાનું. ન માની શકાય એટલી હદ સુધી તે એક ગુણવાન યુવતી છે.
અરે, કોઈ આંધળો કે બેવકૂફ જ હોય, જે તેની આ ક્વૉલીટીઝની કદર ન કરે. મને તો હમેશાં એમ લાગે છે કે હું ખુબ જ નસીબદાર છું, કે તેને હું મારા જીવનમાં શામીલ કરી શક્યો.
જેવી મેં મારી કૉફી પૂરી કરી કે તે પ્લેટ અને મગ ઉપાડીને કિચનમાં ગઈ. હું તેની પાછળ પાછળ ગયો. તે બધી ક્રૉકરી સાફ રહી હતી, અને હું પાછળથી તેની કમરે વીંટળાઈ તેની ગરદન પર ચુંબનો ચોંડતા ચોંડતા તેનાં વાળની મહેંકની મજા લેતો રહ્યો. "આઈ એમ ગોઇંગ નીખીલ," -તે હળવેથી બોલી- "મને કદાચ બહુ વાર નહીં લાગે""ઓકે બેબી," -કહેતા જ મેં તેને ઉંધી મારી તરફ ફેરવી લીધી, કે જેથી હું તેને જોરથી જકડી શકું."આઈ નીડ ટુ ગો, નીખીલ.." -તેણે હળવે'કથી પોતાની જાતને છોડાવતા કહ્યું.
["પણ અત્યારે મને ખુબ જ મન છે.." -મારે કહેવું હતું, પણ હું કહી ન શક્યો.]"આઈ લવ યુ સો મચ.." -મેં ફક્ત આટલું જ કહ્યું."લવ યુ ટૂ, નીખીલ..મોર ધેન માઈ સેલ્ફ, મોર ધેન એની થિંગ" -કહેતાં જ તે પોતાનાં શુઝ પહેરવાં લાગી અને, "સી યુ સૂન.." -કહીને તે બહાર નીકળી ગઈ.
નિકીના જતાંવેંત જ મેં મારા ફોનમાં નંબરો શોધવા શરુ કર્યા, કે કઈ યુવતી આવી શકે છે અહીંયા.. એકદમ જલ્દી, તરત જ..!આ બે કલાકનો સમય, કે જે મને અણધાર્યો જ મળી ગયો છે, તે દરમ્યાન હું જે સેક્સ-મુલાકાત કરી શકીશ તે ખુબ જ રોમાંચક હશે, તેમાં કોઈ જ શક નથી.
મેં બધાં નંબરો જોયા.રોમા?ના, તે તો અઠવાડિયા પહેલાં જ બહારગામ ગઈ છે.
મોનિકા?ના, તેની સાથે તો હવે ક્યારે ય નહીં. એક વાર તેને થોડો ભાવ આપો, કે બે અઠવાડિયા સુધી ચીટકેલી જ રહે છે આઈ લવ યુ, કહેતી કહેતી, કાં તો ફોન પર, ને કાં તો વૉટ્સઅપ પર.
શિફા?યસ, પરફેક્ટ..! તે એક ટેટૂ આર્ટીસ્ટ છે, અને અત્યારે પોતાનાં સ્ટુડિયો પર જ હશે. આમે ય વીક-ડેઝમાં તેની પાસે બહુ ક્લાયન્ટો નથી હોતા, તો કદાચ તે ફ્રી જ હશે અત્યારે.મેં તેને કોલ કર્યો અને બસ, દસ જ મીનીટમાં તો તે આવી ગઈ.
શિફા મારી કરતાં બસ બે-એક વર્ષ જ મોટી હશે. ત્રીસની આસપાસ. પણ જબરદસ્ત કાતિલ હુસ્નની મલ્લિકા છે તે. અને આવતાંની સાથે જ તે મને વળગી પડી. "ચલ, ઉપર બેડરૂમમાં જઈએ." -મેં તેને અમારા, મારા અને નિકીના, બેડરૂમમાં દોરી જતાં કહ્યું.
શિફાની સાથેનાં સેક્સ-સેશનમાં હું એટલો ખોવાઈ ગયો કે આસપાસનું મને કંઈ ભાન જ ન રહ્યું.ત્યાં સુધી, કે ઘરમાં આવીને કોઈએ બેડરૂમનો દરવાજો ખોલ્યો છે, તે વાતનો ય મને અંદાજો ન આવ્યો.જ્યારે હળવો એવો કંઇક અવાજ થયો ત્યારે હું પાછળ ફર્યો, એ તરફ જોવા માટે.અને મેં જે જોયું તેનાં માટે હું બિલકુલ તૈયાર નહોતો. બિલકુલ જ નહીં..!!!
કોઈની પણ આંખોમાં મેં આટલું દર્દ ક્યારેય નથી જોયું. હું થીજી ગયો, જયારે મેં નિકીને ત્યાં ઉભેલી જોઈ. તેનાં હાવભાવો, ક્યારેય રૂઝાય ન શકે તેવા ઘાવોથી ભરાયેલા હતા. તે એકદમ જ નિરાશ દેખાતી હતી, અને આંસુઓની ધાર તેનાં ગાલ પર વહી રહી હતી.આ જોઇને મારી છાતીમાં એક ભયંકર પીડા ઉઠવા લાગી, જાણે કે કોઈ ખંજર ઘુસી ગયું હોય અંદર.આ..આ મેં શું કર્યું?
નિકી એક તીરની જેમ ત્યાંથી ભાગી. તરત જ મારું ટ્રાઉઝર ચડાવી ને હું તેની પાછળ ભાગ્યો. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું.
"નિકી....!" -મારો અવાજ મારા ગાળામાં જ અટકીને રહી ગયો, જયારે મેં તેને ઘરના મુખ્ય દરવાજામાંથી બહાર જતાં જોઈ. તેને પકડીને રોકી પાડવા માટે હું રસ્તા સુધી તેની પાછળ દોડ્યો. પણ હું તેને રોકું, એ પહેલા તો તે પોતાની કારમાં બેસી ચુકી હતી. અને દરવાજા ય લોક કરી દીધાં હતા.ઓહ ..! હવે તે મારી પહોંચની બહાર હતી.
"નિકી પ્લીઝ.." -કાંચની બારીને થપથાપવતા હું કરગર્યો- "નિકી..!"તે આમ કેમ જઈ શકે..? અમારે આ બાબતમાં વાત કરવી ખુબ જ જરૂરી છે.જયારે તેણે કાર સ્ટાર્ટ કરી ત્યારે હું તેનો ચહેરો જોઈ ન શક્યો, અને ન તો મને કોઈ ઈચ્છા હતી તેનો પીડાયુક્ત ચહેરો જોવાની.તેનાં ચહેરા પર ચિતરાઈ ચૂકેલ દર્દને હું કેમે ય કરીને ખમી શકવાનો નહોતો.હું તેનું નામ લઈને બુમો પાડતો રહ્યો, પણ તે તો જડપથી ડ્રાઈવ કરતી ત્યાંથી નીકળી ગઈ.
ફ્રશટ્રેશનને કારણે હું મારા વાળ ખેંચતો રહ્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા.મારું શરીર જાણે કે કાંપવા લાગ્યું.ગુનાહિત લાગણીઓ અને પસ્તાવો મારી નસનસમાં ઉભરાઈ આવ્યા, અને અસહ્ય પીડા બનીને જાણે કે મારા લોહીમાં વહેવા લાગ્યા. નિકીને આવી રીતે હર્ટ કરવાની, મેં મારી હરામખોર જાતને પરવાનગી આપી જ શું કામ..?
હું ફરી પાછો ઘરમાં આવ્યો, ત્યારે શિફા અમારા બેડરૂમમાંથી બહાર આવતી હતી. મેં તેની તરફ ક્રોધ ભરી નજરે જોયું.વગર કંઈ બોલે, તે મારી બિલકુલ બાજુમાંથી પસાર થઇ ગઈ. હું જાણતો હતો, કે આમાં તેનો કોઈ જ વાંક નહોતો.પણ તોયે...મને તેની પર ગુસ્સો આવી રહ્યો હતો..વગર કોઈ કારણે.
શું કરવું કંઈ સમજાતું નહોતું.નિકીને ખોઈ બેસવાના વિચાર માત્રથી હું ડરી ગયો. નિકી મારી જિંદગીની બેહતરીન અસ્કયામત છે. મને હવે એ બિલકુલ નહોતું સમજાતું, કે મારી આ રીલેશનશીપને આવું નુકસાન પહોચાડવાનું જોખમ મેં લીધું જ શું કામ.
મેં મારો ફોન કાઢ્યો, અને નિકીને કોલ કરવાની ટ્રાઈ કરી. પણ કોઈ જવાબ નહોતો મળતો. ઓછામાં ઓછું છ થી સાત વાર મેં કોશિષ કરી. અને પછી..મેં ફોન પટકી દીધો.
પાછો લીવીંગ-રૂમમાં આવ્યો અને હથેળીઓમાં મારો ચહેરો ઘુસાડીને સોફા પર બેસી પડ્યો. ભીંજાયેલી આંખો સાથે હું બહાના શોધવા લાગ્યો, જેના વડે હું નિકીને કન્વીંસ કરી શકું. પણ તેણે જે જોયું હતું હમણાં થોડીવાર પહેલા, એની ટક્કરનું કોઈ બહાનું મને મળતું નહોતું.
તો યે મારે કોઈક તો એવો રસ્તો શોધવો જ રહ્યો, જેનાથી હું મારી નિકીને ફરીથી મારી પાસે લાવી શકું."તે મને છોડીને ગઈ છે, મને પ્રેમ નથી કરતી હવે, અને મારી સાથે વાતેય કરવા નથી ઈચ્છતી" -આ બધું વિચારતા જ મને શ્વાસ લેવામાં સુદ્ધા તકલીફ થવા લાગી.ના.. હું આ નહીં થવા દઉં. મને મારી નિકી જોઈએ છીએ..ફરી પાછી..મારી સાથે..અને હું બધું જ કરી છુટીશ, એ માટે..!
વધુ બીજા પ્રકરણમાં…
પ્રકરણ ૨
હું, નિખીલ નાણાવટી, મારી પ્રાણથી પ્યારી પ્રિયતમા નિકીતાશાને મારી એક ભૂલને કારણે ગુમાવી બેઠો. જો કે ભૂલ તો તેને કહેવાય, જે અજાણતાથી થાય, જાણી જોઈને તો અપરાધ થાય. તો.. હું અપરાધી છું મારી નિકીનો. જેની સજા હું ભોગવી રહ્યો છું.
ગઈ કાલે સાંજે તેણે મને, એક બે ટકાની બેકાર છોકરી સાથે, અમારા બેડરૂમમાં પકડી પાડ્યો અને તરત જ, કંઈ પણ બોલ્યા વગર રિસાઈને તે ચાલી ગઈ. અને ઘરમાં હું રહી ગયો એકલો..ઉદાસ.. નિરાશ... વિવશ..!
સવારે ઊઠતાંની સાથે નિકીને મારી આગોશમાં ખેંચવા માટે અજાણતા જ મારો હાથ પથારીમાં પ્રસરી ગયો અને બીજી જ પળે તે નીચે ગાદલા પર જઈ પછડાયો. પળવાર માટે હું ગઈકાલ રાતની ઘટના જાણે કે ભૂલી જ ગયો હતો, પણ તરત જ એક જોરદાર થપ્પડની જેમ મને દરેક દર્દનાક વિગત યાદ આવી ગઈ, અને મારા હાથની મુઠ્ઠી વળી ગઈ. અજાણતા જ એ મુઠ્ઠીમાં ફસાયેલ બેડ-શીટને હું મસળવા લાગ્યો, જાણે કે મને એનાથી કોઈ રાહત મળવાની હોય.
સુવા માટે ગઈકાલે રાતે મારે ખુબ જ સ્ટ્રગલ કરવી પડી હતી. અમારા બંને વચ્ચે આ પહેલાં પણ અનેકવાર વાદ-વિવાદ થયા છે, પણ પલંગમાં પડ્યા પછી...સુતાં પહેલા અમે દરેક ફરિયાદને સુખદ રીતે નીપટાવી જ શક્યા છીએ. પણ કાલે રાતે, ન તો નિકી કોઈ આર્ગ્યુમેન્ટ કરવા હાજર હતી, કે ન તો તેને સોલ્વ કરવા માટે. અને એટલે જ સુવાની કોશિષ કરતી વખતે, નિકી વગર મારું ક્યાં સ્થાન હશે તેની અનિશ્ચિતતાએ એક ઝીણી પીડા મારા પુરા શરીરમાં ફેલાવી દીધી.
તેણે જયારે મને શિફા સાથે બેડ-રૂમમાં જોયો એ વખતની તેના ચહેરાં પરની પીડાને હું ભૂલી શકતો નથી. તેણે બિલકુલ બુમાબુમ નહોતી કરી, કે ન તો તેણે પોતાના મગજ પરનો કાબુ ગુમાવ્યો હતો. બસ...ફક્ત તેની આંખો ભરાઈ આવી હતી, અને તેની આંખો કરતાં અનેક ગણું તેનું હૃદય રોઈ રહ્યું હતું, જે તેના ચહેરા પરથી સાફ દેખાઈ આવતું હતું. તેનો તે ચહેરો મારી નજર સામેથી હટતો નહોતો.ગુનાહિત લાગણીઓને કારણે, હું જાણે શારીરિક રીતે બીમાર થઇ ગયો. હું માની નથી શકતો કે નિકીને આટલી હદ સુધી હર્ટ કરવા માટે મેં મારી જાતને પરવાનગી આપી હતી.અને હવે તેને પાછી મેળવવાનું કામ સહેલું તો જ નહીં હોય, તે હું સારી પેઠે જાણું છું.
મેં ઑફીસે ફોન કરીને જણાવી દીધું, કે હું બપોર પહેલાં નહીં આવી શકું. પથારીમાંથી મારી જાતને ખેંચીને હું વોશ-રૂમમાં લઇ ગયો. રોજીંદી ક્રિયાઓ પતાવીને તૈયાર થયો, અને મારી બાઈક લઈને નિકીના પપ્પાના ઘર તરફ નીકળી પડ્યો.
સાવ જ ઉદાસીભરી સવાર હતી. વાદળોથી ભરેલું આકાશ હતું, પવન બિલકુલ ન હતો અને ગમે ત્યારે વરસાદ આવવાની શક્યતા જણાતી હતી. મારી બાઈક નિકીના પપ્પાનાં ઘરની સામે પાર્ક કરતી વખતે હું ફરી પાછો વિચારવા લાગ્યો, કે તેમને હું શું કારણ બતાવું, કે નિકીને મેં શા માટે છેતરી હતી, પણ મગજને કોઈ એવું સોલીડ કારણ મળતું નહોતું.
મને ભલે કોઈ અંદાજો નહોતો કે નિકીના પપ્પા સાથે શું વાત કરવી, પણ નિકીને ફરી પાછી જોવા માટે હું ખુબ જ ઉત્સુક હતો, અને એટલે હું તેમનાં ગેટ તરફ આગળ વધ્યો. દરવાજાને નૉક કરીને હું તે ખુલવાની રાહ જોવા લાગ્યો. અણધારી બેચેનીને લીધે મારું પેટ જાણે કે અપસેટ થવા લાગ્યું.
દરવાજો ખુલ્યો અને નિકીના પપ્પા બહાર ડોકાયા. "ગુડ મોર્નિંગ સ્ટીવ અંકલ" -મેં બનાવટી વિશ્વાસ સાથે પૂછ્યું- "નિકી છે અંદર પ્લીઝ..?""ના, તે તો નથી." -થોડાં ગૂંચવાઈને તેઓ બોલ્યા- "તે કાલે સાંજે અથવા રાતે આવવાની હતી, પણ આવી નથી. ભૂલી ગઈ હશે કદાચ."
ઑફ કોર્સ, આ સાંભળીને મને કોઈ મોટો ધક્કો ન લાગ્યો, પણ તો યે મારું હૃદય બેસવા લાગ્યું. "ઓહહ.. ઓકે.. નો પ્રોબ્લમ..સૉરી, તમને હેરાન કર્યા.""એવરી થીંગ ઓકે ?" "હા, બસ એટલું જ..કે કાલે તે ક્યાં રોકવાની હતી, તે યાદ નથી આવતું." -મેં બને એટલાં સ્વસ્થ રહીને ખોટું બોલવાની કોશિષ કરી- "તેનો ફોન સ્વીચ-ઑફ છે. પણ ઠીક છે, આઈ વીલ ફાઈન્ડ હર."તેમને જો કોઈ ફિકર થઇ આવી હોય, તો તે દુર કરવા મેં એક હળવું મજાકભર્યું સ્મિત મારા ચહેરા પર હાજર કરી દીધું.
અમારાં, મારા અને નિકીના, અમુક કોમન-ફ્રેન્ડઝ પણ છે. હવે તેમને ફોન કરીને પૂછવું જ યોગ્ય રહેશે. મારો ફોન પણ એક અઠવાડિયા પહેલાં જ નવો લીધેલો હતો, જેથી બધાં ફોન નમ્બર આમાં ટ્રાન્સફર નથી કર્યા.અને ફોન-બુક ઘરે હતી, તો હવે ઘરે જઈને આ બધાંને ફોન કરવા પડશે. બાઈક પર બેસીને હું ફરી ઘરે આવી ગયો.દરેક કોલ પછી મારું દિલ વધું ને વધું ભારે થતું ગયું. કોઈને નિકી બાબતની કંઈ જ ખબર નહોતી. કોઈ તેને કાલ સાંજ પછી મળ્યું ય નહોતું, કે નહોતી કોઈએ તેની સાથે ફોન પર વાત કરી.હું ફરી પાછો બહાર આવીને બાઈક પર બેઠો, અને ત્યાં જ મને એક વિચાર આવ્યો.
હવે મારી આખરી આશા હતી રિચર્ડ.... નિકીનો મોટો ભાઈ. મેં તેને કોલ લગાડ્યો અને બેતાબીપૂર્વક સામેથી રિસ્પોન્સ મળવાની વાટ જોવા લાગ્યો. "હલ્લો દીના," -મેં તેની ગર્લ-ફ્રેન્ડનો અવાજ સાંભળી તેનું અભિવાદન કર્યું. રિચર્ડ તેની સાથે લીવ-ઇન રીલેશનશીપમાં રહે છે.
"ઓ..હાઈ નિખીલ,'"મેં આઈ સ્પીક તો રિચર્ડ, પ્લીઝ ?""જસ્ટ વેઇટ, તે બીજાં ફોન પર વાત કરે છે"
રિચર્ડની વાટ જોતાં જોતાં મારી તડપ વધતી ચાલી, એટલે જ્યારે તેણે મારી સાથે વાત કરવી શરુ કરી, તો જરૂર મારા અવાજમાંની બેચેની તે પામી જ ગયો હશે."રીચી, નિકી છે ત્યાં? કે તેનાં કંઈ સમાચાર?"ના. કેમ ? કંઈ ખાસ ?"
હું મારી નિરાશા વધુ સમય છુપાવી ન શક્યો. મોઢામાંથી એક ચિત્કારની સાથે મારા નસીબને દોષ દેતી એક ગાળ મારા મોઢામાંથી નીકળી પડી. મારે ગમે તેમ નિકી સાથે વાત કરવી હતી. પણ સાલી છે ક્યાં..?
"વૉટ હૅપન્ડ નીખીલ?'રિચર્ડ નિકીનો મોટો ભાઈ છે અને જો તેને ખબર પડે કે એક્ષેક્ટ્લી મેં શું પરાક્રમ કર્યું છે, તો તે મને કદાચ બે ઝાપટ લગાવી દે, અને તેવી યે પૂરી વ્યવસ્થા કરી લે, કે નિકી મારી સાથે ફરી ક્યારે ય વાત ન કરે.
"કાલે સાંજે અમારી વચ્ચે થોડી બોલાચાલી થઇ...તે પછી તે ઘરે જ નથી આવી." -થોડું ઓકવર્ડ ફીલ કરતાં કરતાં મેં જવાબ આપ્યો. "તે પપ્પાને અને તેની ફ્રેન્ડઝને પૂછી જોયું?""હા.. બધે પૂછ્યું," -મેં ઉદાસ થઇ કહ્યું- "કોઈને કંઈ ખબર નથી." "તો કદાચ તે કારમાં જ સુઈ ગઈ હશે. કાર લઈને ગઈ છે ને? નિખીલ, બહુ ફિકર નહીં કર, મને ખાતરી છે તે પાછી આવી જશે." -રિચર્ડ થોડા વિશ્વાસ સાથે સધિયારો દેવા લાગ્યો- "તમારા બંનેમાં તો ઓલ્વેઝ બહુ જલ્દી સુલેહ થઇ જાય છે ને..! આ વખતે થોડી રાહ જો. બધું બરાબર થઇ જશે. ડોન્ટ વરી."
રિચર્ડ અને સ્ટીવ અંકલ, બંને જણા મારી અને નિકીનાં લીવ-ઇન રીલેશનશીપથી મહદ અંશે કમ્ફર્ટેબલ છે. નિકીની મમ્મીનાં મરણ પછી તેના પાપાએ, મા અને બાપ, બંનેની ફરજ અદા કરી છે, અને એટલો જ પ્રેમ પોતાના સંતાનોને આપ્યો છે.ઘરમાં એકદમ ફ્રેન્ડલી વાતાવરણ રાખવાની તેઓની હમેશાં જ કોશિષ રહી છે, અને સંતાનોની ખુશીમાં જ તેમની ખુશી સમાયેલી છે. જો કે કેટલી ય વાર તેઓ અમને બંનેને જલ્દી લગ્ન કરી લેવાની સલાહ આપે છે અને અમારી પણ તેવી કોશિષ રહી છે કે તેમની ઈચ્છા બને એટલી જલ્દી પૂરી થાય, પણ કોઈ ને કોઈ કારણસર વાત પાછળ ઠેલાયા કરે. રિચર્ડ અને દીનાની બાબતમાં પણ તેવું જ કંઇક બને છે.
રિચર્ડ લગભગ મારી જ ઉમરનો છે. કદાચ એકાદ-બે વર્ષ મોટો. તે પણ મારા અને નિકીના સંબંધથી રાજી છે.તે જાણે છે કે હું કેટલી સહેલાઇથી મારી અને નિકીના વચ્ચેના નાના નાના પ્રોબ્લ્મ્સને નીપટાવી શકું છું. અને એટલે જ...તેની વાતમાં એક વિશ્વાસ છલકતો હતો, કે અમારી બંને વચ્ચે કોઈ તકલીફ આવે જ નહીં.પણ મને તેનાં જેટલો વિશ્વાસ નથી, કારણ હું જાણું છું કે આ વખતે નાના વાદવિવાદ કરતાં કંઇક વધુ જ ગંભીર બાબત છે. ઇન ફેક્ટ, વાદવિવાદ તો કોઈ છે જ નહીં.
"થેન્ક્સ રીચી, જેવી તે આવી જશે કે હું તને તરત જ ઇન્ફોર્મ કરું છું." -મારી જાત પર દયા ખાતો ખાતો હું બબડ્યો. "ચીયર અપ નીખીલ, મળીયે પછી.." -અને મેં ફોન ડીસકનેક્ટ કર્યો.
તરત જ મેં નિકીનો ફોન ટ્રાઈ કર્યો, એ પ્રાર્થના કરતા કરતાં...કે તે મારા કોલને રીસ્પોન્ડ કરે, તો તેનાથી ઓછામાં ઓછી મને એટલી તો ખાતરી થાય, કે તે સલામત છે. પણ..તેનો ફોન સ્વીચ-ઑફ હતો."શી..." -બાઈકના હેન્ડલ પર હાથ પટકતા હું બરાડી ઉઠ્યો.
મારા માટે હવે એ જાણવું બહુ જરૂરી થઇ ગયું હતું, કે નિકી સહીસલામત છે કે નહીં.આવું ક્યારેય નથી બન્યું, કે નિકીએ પોતાની જાતને બધાથી સાવ અળગી જ કરી મૂકી હોય. ક્યારેક અમારી વચ્ચે બહેસ થાય, અને અમારા બેમાંથી એક, જો ઘરની બહાર ચાલ્યું જાય, તો નિકી કોઈકને તો વાત જરૂર કરે. મોટે ભાગે પોતાના પાપાને..જેથી પોતાના દિલની બધી ભડાશ બહાર કાઢીને પોતની જાતને હળવી કરી શકે.સદભાગ્યે મારી બાબતમાં તેનાં પાપાનો અભિપ્રાય હજી સુધી તો સારો જ રહ્યો છે.
હું ફરી પાછો અંદર ભાગ્યો, કે કદાચ મારી ગેરહાજરીમાં તે ઘરે પાછી આવી ગઈ હોય. પાગલની જેમ હું બધાં જ રૂમ ફરી વળ્યો. પણ એકેએક રૂમ ખાલી હતા, અને મારી દહેશતમાં વધારો કરતા જતાં હતા.
વાઇન અથવા બીયર પીવો તે નિકીના પરિવારની રહેણીકરણીનો એક ભાગ છે. તેમનું કલ્ચર છે. વારે-તહેવારે, કોઈ પ્રસંગની ઉજવણી સ્વરૂપે નિકી વાઇન, બીયર કે એવું કંઇક કોઈકવાર પીવે છે. પણ તે કોઈ એવી હેવી ડ્રીંકર નથી.અને એટલે, એવું પણ શક્ય નથી કે દારૂના નશામાં પોતાના દુઃખને ભુલવાની કોશિષ કરતી, તે ક્યાંક બેઠી હોય. અને બેસે તો ય ક્યાં? તે કોઈ દિવસ પબમાં એકલી તો જતી જ નથી. બીજું એ, કે તે પોતાનું વોલેટ પણ સાથે નથી લઇ ગઈ. તો તેની પાસે એટલા પૈસા પણ ક્યાંથી હોય, આ બધા માટે.
હું પોલીસમાં મિસિંગ-રીપોર્ટ પણ નહોતો કરી શકતો, કેમ કે હજી એટલો બધો સમય પણ નથી પસાર થયો.પણ પછી મને એક ખ્યાલ આવ્યો.મેં ફરીથી મારી ફોન-બૂક કાઢી અને હોસ્પિટલોમાં કોલ કરવા લાગ્યો.
હું ક્યારેય એવું ન ઈચ્છું, કે નિકી મને ઘાયલ અવસ્થામાં કે એવી જ કોઈક સ્થતિમાં મળે. પણ તો ય મારાં મનનો એક ભાગ તો એમ જ ઈચ્છતો હતો, કે તે એક પેશન્ટની અવસ્થામાં કોઈક હોસ્પીટલમાં એડમીટ થયેલી મળે, કે જેથી હું તેને મળી તો શકું...તેને જોઈ તો શકું અને મારી જાતને એક દિલાસો તો આપી શકું, કે તે સલામત છે.
મેં છ હોસ્પીટલમાં કોલ કર્યા, પણ તે એકેયમાં એડમિટ થયેલી નહોતી. મારા હાથ કાંપવા લાગ્યા, અને હવે મારી પરવશતા પર મને રોવું આવવા લાગ્યું હતું.હવે હું નિકીને પાછી મેળવવા નહોતો ચાહતો, તે જ્યાં પણ હોય...મારી તો બસ એક જ અરજ હતી કે તે સલામત હોય. મને વિચાર આવવા લાગ્યા, કે તેણે કોઈ બેવકૂફી કરી લીધી હશે, પોતાની કાર કોઈ સુમસામ જગ્યામાં કદાચ ક્રેશ દીધી હશે, અને હજી સુધી તે કોઈની નજરે ચડી નહીં શકી હોય. જેમ જેમ હું અલગ અલગ જાતની શક્યતાઓની કલ્પના કરતો ગયો, તેમ તેમ મારા હૃદયમાં પીડાની સાથે મારું રુદન પણ વધવા લાગ્યું.
મેં નક્કી કર્યું કે હવે હું આખું ગોવા મારી બાઈક પર ફરી વાળીશ. એક એક ગલી જોઈ કાઢીશ. ત્યાં સુધી કે બધા બીચ અને આખો દરિયા કિનારો પણ. મેં મારી જાતને દિલાસો દેવાની કોશિષ કરી, કે નિકી સલામત જ છે, પણ તેનાથી મારી દહેશત ઓછી ન થઇ.
લગભગ એક કલાક સુધી હું તેને અહીં તહીં ખોળતો રહ્યો, પણ કંઈ ન વળ્યું. અમારી બંનેની પહેલી મુલાકાત જ્યાં થઇ હતી તે 'લેગો બાર-રેસ્ટોરન્ટ'માં પણ જઈ આવ્યો, કે પોતાની પહેલી મુલાકાતને યાદ કરતી તેને હું કદાચ ત્યાં જોઈ શકું.
અને ત્યારે જ મને એક બીજી જગ્યા યાદ આવી.કબ્રસ્તાન...હા, તે ત્યાં જ ગઈ હશે.
બે વર્ષ પહેલાંની જેમ, હવે તે રોજે-રોજ ત્યાં નથી જતી.પોતાની બેન વિક્ટોરિયાની કબર પર જઈને આશ્વાસન કે દિલાસો પ્રાપ્ત કરવાની તેની આદત ધીમે ધીમે હવે ઓછી થતી ચાલી છે.પણ તો ય, જયારે તે હતાશ કે ઉદાસ હોય, ત્યારે ચોક્કસ તે ત્યાં જ જાય છે.નિકી મારી સાથે રહેવા આવી, તેનાં બસ થોડાં જ સમય પહેલાં વિક્ટોરિયા, વિકીનું મરણ થયું હતું.બંને બહેનો એકબીજાની ખુબ જ નજીક હતી, એટલે નિકી માટે તો આ એક ખુબ જ વસમો આઘાત હતો. મેં તેને આ બધાંમાંથી બહાર લાવવાની ખુબ જ કોશિષ કરી હતી. અને પાછલા એક વર્ષ દરમ્યાન તે ફક્ત ત્યારે જ ત્યાં કબરની મુલાકાતે જતી, જ્યારે તેને એવું લાગતું કે તેનાં માટે તેનું પોતાનું કોઈ જ નથી.
નિકી છેલ્લી વાર તે કબર પર ત્યારે ગઈ હતી કે જયારે તેનાં પાપા સાથે કોઈક વાતમાં બોલાચાલી થઇ હતી અને મેં એક મૂરખની જેમ તેનાં પાપાની સાઈડ લીધી હતી. ને પછી ડ્રાઈવ કરીને તે ત્યાં જ ચાલી ગઈ હતી. પણ ત્યારે તો મને ખબર હતી, કે તે ક્યાં ગઈ હશે.
આ વખતે પણ તે ત્યાં જ ગઈ હશે તેવો ખ્યાલ મને અત્યાર સુધી કેમ ન આવ્યો, તેની કોઈ જ આઈડિયા નથી મને. કેવો બેવકૂફ છું હું..!
ચર્ચની પાછળ આવેલા કબ્રસ્તાન તરફ જવા હું જેવો ચર્ચ પાસેથી પસાર થયો કે સામેથી મારાં ઓળખીતા ખ્રિસ્તી સાધ્વી, સિસ્ટર ગ્લોરિયા આવતાં દેખાયા."ગુડ મોર્નિંગ સિસ્ટર.." -મેં તેમનું અભિવાદન કર્યું."વેરી ગુડ મોર્નિંગ નીખીલ.." -સિસ્ટરે સામું વિશ કર્યું, અને આગળ કહ્યું- "નિકિતાશા આજે પાછી વીકી પાસે છે. પ્લીઝ ગો.. તેને સંભાળી લે. ""શ્યોર સિસ્ટર, આ વખતે થોડું વધુ જ...""આઈ અંડરસ્ટેન્ડ, " -તે વયસ્ક સિસ્ટરે મને વધુ બોલવા ન દેતા, મારી વાત કાપીને જવાબ આપ્યો- "નહીં તો કોઈ વાર તે રાત્રે નથી આવતી.""તો આખી રાત, તે..?" મારા પ્રશ્નનો હાર્દ સમજી જતાં વચ્ચે જ તેઓ બોલી ઉઠ્યા- "નો નીખીલ, સિસ્ટર ગ્રેસનું તેની પર ધ્યાન પડ્યું, ત્યારે તેમને તે ખુબ જ કન્ફયુઝડ લાગી, એટલે તેને ડીસ્ટર્બ ન થાય તેવાં કોન્વેન્ટની બાજુનાં એક વોર્ડમાં સગવડ કરી આપી હતી, બટ ફ્રોમ અર્લી મોર્નિંગ તે ત્યાં જ છે. વિક્ટોરિયા પાસે, એન્ડ ડેફીનેટલી શી માઈટ બી નીડીંગ યુ. પ્લીઝ ગો. હરી અપ..એન્ડ યસ, હવે પછી સિસ્ટરને તારો ફોન નંબર આપી રાખજે, પ્લીઝ.." -કહેતા જ સિસ્ટર આગળ વધી ગયા.
મને મહદ અંશે શાંતિ થઇ. નિકી આ જ કોન્વેન્ટની સ્કુલમાં ભણી છે અને નાનપણથી જ અહીંનું વાતાવરણ તેને અનુકુળ લાગે છે. પણ ગઈ રાતે કે આજે, આ વાતાવરણે તેનાં મનને કોઈ કમ્ફર્ટ આપ્યો હશે કે નહીં, તે બાબતમાં મને તો શંકા જ હતી. પણ તો ય, મનમાં આશાના બીજ રોપતો હું કબ્રસ્તાન તરફ આગળ વધ્યો, કે દુરથી જ મને નિકીની કાર દેખાયી.મેં મારી બાઈક તેની કારની પાછળ ઉભી રાખી દીધી, અને વિકીની કબર તરફ હું દોડ્યો. કબ્રસ્તાનના ખુબ જ પાછલા ભાગમાં હતી, તે...મારી નિકી.
દુરથી જ મેં નિકીને જોઈ. કબરની સાવ લગોલગ તે બેઠી હતી. મેં મારી ચાલ ધીમી કરી દીધી, કે જેથી મારા ફૂલેલા શ્વાસને હું કંટ્રોલમાં લાવી શકું.તેની સોજી ગયેલી આંખોમાંથી આંસુ વહેતા હતા. નાનાં નાનાં ધ્રુસકાંના નીકળવાની સાથે તેનો નીચલો હોઠ કાંપી ઉઠતો હતો. મારી નિકીને આટલી અપસેટ મેં કોઈ દિવસ નથી જોઈ. આવું લાગતું હતું, કે કલાકોથી તે રડી રહી હશે. કબરની ખાંભીના પથ્થરની બાજુમાં બંને ઘુટણોની વચ્ચે પોતાની હડપચી ટેકવીને તે બેઠી હતી.
મારી આંખ પણ ભીની થવા લાગી. તેની આસપાસ મારી હાથ ફેલાવીને, તેને કમ્ફર્ટ દેવા માટે હું બેચેન થઇ ઉઠ્યો. પણ હું જાણતો હતો..કે તે મને હડસેલી દેશે.
આ બધું મેં કર્યું છે, તેની સાથે.મારી જીગરજાન પ્રેમિકાને આ બધા ઇમોશનલ મેસ્સમાં ગૂંચવી નાખવા માટે, હું જ કારણભૂત છું.હું જ જવાબદાર છું, કે આજે તે પોતાની જાતને એટલી હડધૂત થયેલી, એટલી હર્ટ થયેલી, એટલી એકલી પડેલી મહેસુસ કરી રહી છે, કે થોડી રાહત અને થોડો કમ્ફર્ટ મેળવવા માટે તેને પોતાની મૃત બહેનનો સહારો લેવો પડ્યો.પણ તે પોતાનાં પાપા પાસે કેમ ન ગઈ? તેઓ તેને પોતાની બાથમાં લઈ લેત, અને કમ સે કમ એક ખભ્ભો તો મળત તેને, કે જેની પર માથું રાખીને તે રોઈ શકત.
હું તેની નજીક ગયો, તો તેણે ઉપર પણ ન જોયું. મારી હાજરીની કદાચ તેને જાણકારી પણ નહોતી થઇ. એટલે હળવે'કથી, હું તેની બાજુમાં સંકોચાઈને બેસી ગયો. તો યે તે બિલકુલ હાલી ચાલી નહીં, અને વિકીની ખાંભીને તાકવાનું ય બંધ ન કર્યું.
મને સમજાતું ન હતું કે હું તેને અડું કે તેને કંઇક કહું, કે જેનાથી તેને મહેસુસ થાય કે તે અહિયાં એકલી નથી. મારી છળને કારણે મારી પ્રેમિકાની થયેલ આવી દયામણી હાલતને આટલા નજીકથી જોયા પછી મારા આંસુઓ પર મારો કાબુ ન રહ્યો. મારો કન્ટ્રોલ જતો રહ્યો.
આટલી લાગણીશીલ પરિસ્થિતિમાં ય ખુબ જ સાવધાનીપૂર્વક મેં નિકીના ખભ્ભાની ફરતે મારો હાથ પ્રસારી દીધો.
મને આશ્ચર્ય થયું, કે તેણે તેનો કોઈ જ વિરોધ ન કર્યો.મારી ગરદન પર પોતાનો ચહેરો ટેકવવા તે ખરેખર થોડી ઝુકી પણ હતી. તેના ગાલ પર મેં જેવો મારો ગાલ રાખ્યો, કે તરત જ મારું શર્ટ પકડીને તે ફૂટી ફૂટીને રોવા લાગી. હું પણ સાથે રોઈ પડ્યો. મને ઘણી રિલીફ મળી કે આખરે હું તેને શોધી શક્યો. જીવતી અને સહીસલામત....!અને સહુથી મહત્વની વાત તો એ કે તે મારી લાગણીઓને રીજેક્ટ નહોતી કરી રહી. "આઈ લવ યુ સો મચ," -હું તેના ધ્રુજતા શરીરને જકડતા બોલ્યો.
કોને ખબર કેટલી વાર સુધી, કદાચ પા કલાક કે અડધો કલાક, અમે બંને એમ જ બેઠાં રહ્યા.ત્યાં સુધીમાં અમારા આંસુ વહેવા ય બંધ થઇ ગયા હતા.
પછી નિકીએ થોડું હલનચલન કર્યું, એટલે મેં મારી પકડ ઢીલી કરી દીધી. આમ થતાં જ નિકી મારાથી અળગી થઇ ગઈ. તેણે પોતાની થાકેલી આંખોને લુછી લીધી, પણ હજી ય તે મારી તરફ જોતી નહોતી.
હું તુટવા લાગ્યો. અમારી વચ્ચે જે અંતર હતું, તે હજુ યે જેમનું તેમ જ હતું, જે મારા માટે ખુબ જ અસહ્ય હતું. હું તેની આંખોની ચમકને ફરીથી જોવા માંગતો હતો. અને તેનું તે ખીલખીલાટ હસવું..કે જેનાથી સાફ ખબર પડે...કે તે મને ચાહે છે, હજુ યે ચાહે છે.
તેને પકડી રાખવા માટે તેણે મને પરવાનગી તો આપી હતી, પણ હું જાણતો હતો કે તે હજી યે ટેન્સ્ડ છે, અને મારી તરફ આવતાં ખચકાય પણ છે. નિકી ઉભી થઇ અને નીચે જમીન પર પોતાની નજર ખોડી રાખીને બોલી, -"હું મારા પાપાના ઘરે જાઉં છું."
"કમ બેક હોમ નિકી..કે આપણે થોડી વાતો કરી શકીએ." -મેં રિક્વેસ્ટ કરી.પણ તેણે નકારમાં માથું ધુણાવ્યું અને ચાલવા માટે પાછળ ફરી.હું તેની સાથે સાથે ચાલવા લાગ્યો અને તેનો હાથ પકડવા ઇચ્છ્યો, પણ તેણે મને તેમ કરવા ન દીધું.
"પ્લીઝ નિકી.." -મેં શાંતિથી કહ્યું- "ઘરે ચલ."પણ તેણે ફરી પોતાની આંખો લુછી અને કંઈ જ ન કહેવાનું ચાલુ રાખ્યું.તેની કાર સુધી હું તેની પાછળ પાછળ ગયો, એ પ્રાર્થના જ કરતો કરતો, કે કારમાં બેસતાં પહેલાં તે મને કહે કે, -તે ફરી પાછી ઘરે આવે છે. "હું મારા પાપાને મોકલીશ ઘરે, ત્યાંથી મારા માટે અમુક વસ્તુઓ લઇ આવવા માટે." -તેણે ત્રુટક અવાજે મને કહ્યું. "નો નિકી, પ્લીઝ, વી નીડ ટુ ટોક, વી નીડ તું ફિક્ષ અપ ધ થિંગ્સ.""હું હજી રેડી નથી તારી સાથે વાત કરવા માટે." તેનાં અવાજની સાથે એક ડૂસકું ય બહાર આવી પડ્યું.
તે હવે મારી તરફ જોવા યે રાજી ન હતી.તો પછી ક્યારે? આપણે ક્યારે.." -હવે મારો ય અવાજ તુટવા લાગ્યો.પણ તેણે તો બસ..પોતાના ખભ્ભા ઉલાળ્યા...
વધુ ત્રીજા પ્રકરણમાં…
પ્રકરણ ૩
મારી પ્રિયતમા નિકીનાં પ્રેમ સાથે મેં છળ કર્યું,કોઈ ખાસ કારણસર નહીં. બસ.. ફક્ત તેમાંથી પ્રાપ્ત થતી અપ્રિતમ ઉત્તેજના ખાતર જ.મેં તેને છેતરી..એક વાર નહીં, અનેકવાર.
પણ આ વખતે તેણે મને પકડી પાડ્યો. અને કંઈ પણ બોલ્યા-ઝગડ્યા વગર... તે ઘર છોડીને ચાલી ગઈ...મને એકલો ઉદાસ વિવશ છોડીને. હું તેને શોધતો રહ્યો..પાગલની જેમ, સાન-ભાન ભૂલીને શોધતો રહ્યો; આખા શહેરમાં ફરી વળ્યો.
આખરે તે મને મળી..મળી તો તેની મૃત બહેનની કબર પાસે...પોતાની મરણ પામેલી વ્હાલસોયી બહેન પાસે મારી ફરિયાદ કરતી.મેં તેને સાંત્વના આપવા ચાહી. મારા પ્રેમનો ફરી એકરાર કર્યો. તેને ઘરે પાછી ફરવાની અરજ કરી. પણ નિકીએ તો નિર્ણય કર્યો હતો, બસ..તેનાં પાપાનાં ઘરે જવાનો જ..!
"પ્લીઝ નિકી.." -મેં હળવા સ્વરે કહ્યું.મારી જીવથી પ્યારી દિલબરની સાથે છેતરામણી કરતી વખતે રંગે-હાથ પકડાઈ ગયા પછી તે રિસાઈને મને છોડીને ચાલી ગઈ.તેનું રીસાવું સાચું છે....હું તેને જ લાયક છું.હવે હું તેને ફરી પાછી ઘરે આવવા માટે સમજાવવાની તનતોડ મહેનત કરતો હતો."ઘરે ચલ."-મેં શાંતિથી કહ્યું.પણ તેણે ફરી પોતાની આંખો લુછી અને કંઈ જ ન કહેવાનું ચાલુ રાખ્યું."હું મારા પાપાને મોકલીશ ઘરે, ત્યાંથી મારા માટે અમુક વસ્તુઓ લઇ આવવા માટે." -તેણે તૂટતા અવાજે મને કહ્યું. "નો નિકી, પ્લીઝ, વી નીડ ટુ ટોક, વી નીડ ટુ ફીક્ષ અપ ધ થિંગ્સ.""હું હજી રેડી નથી તારી સાથે વાત કરવા માટે." તેનાં અવાજ સાથે એક ડૂસકું ય બહાર આવી પડ્યું. તે હવે મારી તરફ જોવા યે રાજી ન હતી. તો પછી ક્યારે? આપણે ક્યારે.." -હવે મારો અવાજે ય તુટવા લાગ્યો હતો.પણ તેણે તો બસ..પોતાના ખભ્ભા ઉલાળ્યા.
હું બેચેન હતો કે નિકી મને એક મોકો આપે મારી જાતને સમજાવવા માટે.મારે તેને હગ કરવી હતી..તેને કિસ કરવી હતી, તેના ચહેરા પરનું સ્મિત ફરી પાછું લઇ આવવું હતું."તો આવતીકાલે આવજે. પ્લીઝ, મારે તારી સાથે વાત કરવી છે, મારી જાતને તારી સામે એક્ષપ્લેન કરવી છે, પ્લીઝ નિકી.." -મેં એક વધુ પ્રયત્ન કર્યો.
તેણે ઉંધી ફરીને કારનો દરવાજો ખોલ્યો અને અંદર બેસતાં પહેલા એક પળ અટકી,"ઓકે.." તે એકદમ ધીમે રહીને બોલી અને કારમાં બેસીને હંકારી ગઈ.
તેનાં ગયા પછી હું ઑફીસે ગયો, થોડા કલાકો માટે.કામમાં મન પરોવાશે તો તેના વિચાર આવતા અટકી જશે એવું મેં વિચાર્યું, પણ તેની સ્મૃતિઓએ મારો પીછો ન છોડ્યો.
મારી આખી લાઈફમાં આટલું ગંદુ મને કોઈ દિવસ ફિલ નહોતું થયું. આટલો ગુનાહિત...આટલો શર્મનાક....આટલો બેવકૂફ..! સાચે જ, મને હવે લાગી રહ્યું હતું, કે હું એક્ચ્યુલી એકદમ મૂરખ છું, આવી હરકત કરવાં માટે.
ઘરે જઈને મારાં નાનકડાં વેલ-મેઈનટેન્ડ [બધી ક્રેડીટ નિકીને] ગાર્ડનમાં બેસીને સિગરેટનાં ધુમાડાઓમાં મારી ફિકરને ઉડાડવાની કોશિષ કરવા લાગ્યો.કેટલો એકલો.. કેટલો ડરેલો..કેટલો નિર્બળ મહેસુસ કરી રહ્યો હતો હું મારી જાતને.
પછી રાત્રે કંઈ પણ ખાવાનો ઇન્કાર કરતો હું પથારીને હવાલે થઇ ગયો. ખુબ જ વ્યથિત હતો હું.. અને હું આને જ લાયક પણ હતો.નિકીના ઓશિકાને કસીને પકડીને, તેમાં બચેલી જરાક એવી તેના શરીરની મહેંકને મહેસુસ કરતો કરતો... હું સુઈ ગયો.
બીજે દિવસે સવારે મેં નિકીને મેસેજ કર્યો કે તે કેટલા વાગ્યે આવવાની છે. પણ અડધી બપોર સુધી તેનો કોઈ જ રીપ્લાઈ ન આવ્યો.
દિવસ આખો હું મારી જાતને ઑફીસમાં બીઝી રાખવાની કોશિષ કરતો રહ્યો. આખો વખત બસ મારું લેપટોપ લઇને બેઠો રહ્યો.પણ હવે મારી ધીરજ મને જવાબ દઈ રહી હતી.હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નહોતો. એટલે મેં તેને કોલ કર્યો. અને મને તાજ્જુબ થયું, કે આ વખતે પહેલી જ વારમાં તેણે ફોન રીસીવ કરી લીધો, બાકી મને તો એમ હતું કે મારે કેટલી ય વાર ટ્રાઈ કરતા રહેવું પડશે. "નિકી?""યસ..?" -તેનો સુર એકદમ ઠંડો હતો."તું..તું કેટલા વાગ્યે આવે છે ?" -મેં પૂછ્યું. બેચેની અને ઉત્સુકતા મારા અવાજમાં સાફ વરતાઈ રહી હતી, પણ મને એ વાતની કોઈ જ પરવા નહોતી.થોડીક પળો માટે એક જીવલેણ શાંતિ છવાઈ રહી, જે એક ડર પેદા કરી રહી હતી કે તે શું જવાબ આપશે.ઈંતજારની આ ઘડીમાં મારા હાથપગ ઠંડા પાડવા લાગ્યા. બસ..એક જ પ્રાર્થના હતી પ્રભુને કે ક્યાંક તેનો ઈરાદો બદલાઈ ન ગયો હોય..!
"આઈ ડોન્ટ નો.."-તેના અવાજમાં એક છુપા ડુસકાંની કંપન સંભળાઈ."આઈ લવ યુ સો મચ" -મેં કઈ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, અને મારી હથેળીમાં મારું માથું ટેકવીને મેં મારી આંખો મીંચી લીધી.
હું વિચારી રહ્યો કે હવે આગળ હું શું કહું, કે જેથી તે આવવા માટે રાજી થઇ જાય અને મારી જાતને એક્ષપ્લેન કરવાનો..તેને ફરી પાછી જીતી લેવાનો મને તે એક એવો મોકો આપે, કે જેને હું લાયક પણ નથી.
"પ્લીઝ નિકી, વી નીડ ટુ ટોક""સેવન.." -અવાજમાં જબરદસ્તી પેદા કરેલી સખ્તાઈની સાથે તેણે જવાબ આપ્યો- " આઈ વિલ કમ એટ સેવન." "ઓકે..આઈ વિલ કુક સમથિંગ ફોર બોથ ઓફ...""નો.." -મારી વાતને કાપતા તે બોલી- "હું બસ એકાદ કલાક માટે જ આવીશ. મારે અમુક વસ્તુઓ લેવાની છે ત્યાંથી."નિકીને ખબર છે કે મને ખાસ કંઈ રાંધતા આવડતું જ નથી, અને તેની ગેરહાજરીમાં હું ભાગ્યે જ કિચનમાં જઉં છું. પણ તે છતાં ય, આ મારી એક સીન્સીયર ટ્રાઈ હતી એ બતાવવાની, કે ફાવે કે ન ફાવે, છતાં ય હું તેની માટે કંઈ પણ કરવા તૈયાર છું. જો કે તેણે મારા આ પ્રયાસને ગણકાર્યો જ નહી.
બે આંસુઓ મારા ગાલ પરથી ટપકીને નીચે ટેબલ પર પડ્યા.હું નથી ઈચ્છતો કે તે ફક્ત એક જ કલાક માટે આવે...અને પછી ભાગી જાય.મને તે પાછી જોઈએ છે. હું ઈચ્છું છું કે તે રહે. હું ચાહું છું, કે તે પછી જાય જ નહીં."અ..પણ.." -હું કંઇક કહેવા ગયો, કે તેણે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો.
"શી..." -મેં ફોનને મારા ટેબલ પર પટકી દીધો.અને ત્યારે જ...મારી કેબીનનાં દરવાજા પર કોઈએ નૉક કર્યું.હું બિલકુલ જ ભૂલી ગયો હતો કે હું ઑફીસમાં છું..
મેં મારી આંખો લુછી લીધી, અને મારી પીઠ પાછળ ટેકવીને બંને પગ આરામથી આગળ ફેલાવી દીધાં.અમારાં ટેકનીકલ સપોર્ટ ડીપાર્ટમેન્ટનો યુવાન અમય અંદર કેબીનમાં આવ્યો.
અમય મારાથી ત્રણેક વર્ષ નાનો, બસ સમજો ને કે નિકીની ઉમરનો યુવાન છે. હાઈટમાં મારી કરતાં ત્રણ ઇંચ નીચો પણ સરસ પર્સનાલીટીવાળો. ચાર વર્ષ પહેલા જયારે હું મુંબઈમાં હતો, ત્યારે આ અમય, મારા મોટા ભાઈ નીતિનનો સાળો હતો. પણ પછી નીતિનના ડિવોર્સ થઇ ગયા.અને તે બંને પતિ-પત્નીના સંબંધોની કડવાશ, પછી મારા અને અમયના રીલાશનમાં પણ થોડી ઘણી ઉતરી આવી હતી. મારો ભાઈ નીતિન તો હાલ જર્મનીમાં સેટ થયેલો છે. અને તેની પત્ની, એટલે કે અમયની બહેનનાં મારી પાસે કોઈ જ સમાચાર નથી. કારણ, હું અમયને આ બાબતમાં કંઈ જ પૂછતો જ નથી.
અગાઉ અમારા સંબંધોમાં આવેલ ઢીલાશની ઉપરાંતે ય અમે બંને થોડા ઘણા નજીક છીએ એનું કારણ એ, કે અહીં ગોવાની ઑફીસમાં અમારી મુંબઈની બ્રાંચના બસ... અમે બે જ જણા છીએ. આમ જૂની ઓળખાણને કારણે અમારો સંબંધ ટકી રહ્યો છે. પણ તેમ છતાં ય, સંબંધોમાં આવી ગયેલ ઔપચારિકતાને કારણે અમે એકબીજા સાથે અંગત વાતો શેર નથી કરતાં. હા, બોલવામાં મીઠાશ અમે ઝાળવી રાખી છે.
"હાઈ નીખીલ, વૉટ'સ અપ " - કેબીનમાં આવીને અમયે અભિવાદન કર્યું."એમ ફાઈન. હાઉ'ઝ યુ ?"-મેં પણ ઔપચારિકતા દાખવી. "બસ સરસ," -અમયે ઔપચારિકતા ચાલુ રાખતા જવાબ આપ્યો- "તબિયત તો સારી છે ને? યુ લુક ટાયર્ડ.""ઓનેસ્ટલી.. આઈ એમ ફાઈન.""ગુડ.. મારે થોડી નેટવર્ક ડીટેલ ચેક કરવાની હતી. ઇફ ઈટ ઈઝ ઓકે ફોર યુ, તો મને તારું લેપટોપ મળશે થોડી વાર માટે?""યસ, નો પ્રોબ્લમ." -મારી ચેર પરથી ઉઠતાં હું બોલ્યો- "હું જરા વોશ-રૂમ જઈ આવું. ત્યાં સુધીમાં તું ચેક કરી લે, જે તારે કરવાનું હોય તે." -મેં એક કમજોર સ્માઈલ આપી, મારો ફોન ઉઠાવતા તેને કહ્યું. અને કેબીનની બહાર નીકળી ગયો.
બાઈકના ગ્લોવ-બોક્ષમાંથી પેકેટ કાઢી એક સિગરેટ સળગાવી. નિકીની ગેરહાજરીને કારણે જે ભારે ફીલિંગ્સ આવી રહી હતી એનાથી હું કંટાળી ગયો હતો. પણ હું જાણતો હતો, કે જ્યાં સુધી તે પાછી નહીં ફરે ત્યાં સુધી મને આમાંથી છુટકારો નથી મળવાનો.
ફોન પર નજર નાખી, તો એક મેસેજ આવેલો પડ્યો હતો. ઓહ..હું તો એકદમ જ ભૂલી ગયો, કે મારો ફોન સાઈલેંટ મોડ પર છે. મેં તરત જ મેસેજ ખોલ્યો. પણ મેં તે ન જ વાંચ્યો હોત તો સારું હોત, કારણ તે મેસેજે મને એકદમ ભાંગી જ નાખ્યો. મુશ્કેલીથી સુકાયેલી મારી આંખો ફરી પાછી છલકાઈ ગઈ. ખાટા પડી ગયેલા મન સાથે મેં ફોનને પાછો ખીસામાં સરકાવી દીધો. અને મારી જાતને રડતો અટકાવવા મેં મારા નીચલા હોઠને મારાં દાંત તળે જોરથી દબાવી દીધો. તેણે જે વાક્ય લખ્યું હતું, તે હતું તો ખુબ જ નાનું પણ એકદમ જ જીવલેણ હતું- "આઈ હેટ યુ."
ઘરે જઈને પહેલાં મેં ઘરને થોડું ઠીકઠાક કરી લીધું, અને પછી શેવ-શાવર પતાવ્યું. હું નિકીની સામે એકદમ બેસ્ટ દેખાવા માંગતો હતો. નિકીની પસંદનું 'બ્લેક પોઈઝન' સમર-ડીઓ છાંટીને, પછી મારું મસ્ત-ફીટીંગવાળું જીન્સ પહેર્યું, અને ઉપર ટાઈટ ફીટીંગવાળું લેમન કલરનું તે જ બનીયન પહેરી લીધું, કે જેનાં નિકી કાયમ વખાણ કરતી હોય છે.જો કોઈ જ રીતે સફળ ન થવાય, તો આવી રીતે પણ નિકીને બહેકાવાનો થોડો થોડો પ્લાન મારા મગજમાં હતો.
પછી આરીસામાં મેં મારી જાતને નિહાળી. હું બોલીવુડનાં કોઈ સ્ટાર જેટલો હેન્ડસમ ભલે ન હોઉં, પણ તોય હું ગૂડ-લૂકિંગ જુવાન તો છું જ. આશરે ૫.૯ ફૂટની હાઈટ અને ૭૦ કિલો વજનવાળો સપ્રમાણ દેહ. સ્નાયુબદ્ધ અને માંસલ બાજુઓ મારા વ્યક્તિત્વને ઘણું આકર્ષક બનાવે છે. અઠવાડિયામાં ત્રણ વખત જીમમાં જઈને વર્ક-આઉટ કરવા જાઉં છું, પણ છેલ્લા ચાર વીકથી જવાયું નથી તો થોડો અનફીટ લાગુ છું, પણ તો ય મારા પહોળા ખભ્ભા મારી એ કમી પૂરી કરે છે.
આ એ જ ખભ્ભા છે, કે જેમાં અમારી આત્મીય ક્ષણો વખતે નિકી પોતાના નખ ભેરવી દે છે. તેનાં નખ બહુ વધુ લાંબા તો નથી, પણ તો ય અમુક ઉજરડા તો પડી જ જાય છે, અને ક્યારેક તો લોહી પણ નીકળી આવે છે. પણ તે છતાં ય, મને તો તે મિશનરી પોઝીશન જ ખુબ પસંદ છે, કારણ તે સ્ટાઈલમાં જ હું તેની આંખોમાં આંખો પરોવીને તેને મોજ માણતી જોઈ શકું છું. નિકી જયારે તેની ચરમસીમાને પામવાની નજીક હોય છે, ત્યારે તે ખુબ જ ખુબસુરત દેખાય છે. તેની પાંપણો એકદમ બોઝલ થઇ જાય છે અને તેને તાકતા તાકતા તેની, કિલકારીઓની વચ્ચે હું મારી ક્લાઈમેક્સ પ્રાપ્ત કરી લઉં છું. અમારા બંને માટે આ પળો, સ્વર્ગીય સુખ સમાન હોય છે.
બીજી યુવતીઓ સાથેની મારી કામ-લીલાઓમાં આ બધું હાજર નથી હોતું. કોઈ પણ સિચ્યુએશનમાં અને ગમે તેવી પોઝીશનમાં, ઘણીવાર તો ઉભા રહીને જ.... બધું જાણે કે યંત્રવત જ થઇ જાય છે. પણ તે બધી સાથેનો મારો આ કહેવતો પ્રેમ...સમીપતા કે આત્મીયતા માટે નથી હોતો, તે તો બસ...થોડી ક્ષણોનો આનંદ ચોરી લેવા માટેનો જ હોય છે. કોઈના આવી જવાનો, કે કોઈ પણ ક્ષણે પકડાઈ જવાનો એક ભય જે સતત માથા પર ઝળુંબતો રહેતો હોય, તે જ આવી મુલાકાતોને મસાલેદાર બનાવતો હોય છે. આવી મુલાકાતોમાં ઉત્તેજનાઓ જેટલી ઝડપથી ઉભરાતી હોય છે, તેટલી જ ઝડપથી શમી પણ જતી હોય છે. અને પછી... જાણે કે એક બીજાને ઓળખતા પણ ન હોય તેમ, 'બાય' સુદ્ધાં કર્યા વિના પોતપોતાના રસ્તે ચાલ્યા જવાનું. આવી ઔપચારિક યાંત્રિક પદ્ધતિની મુલાકાતોનું નિકી સાથેની પ્રેમ-ક્ષણો સાથે કોઈ તુલના જ ન કરી શકાય.
બસ...હવે મને લાગે છે કે... એ બધાં રંગીન ખયાલો મારે હવે બંધ કરવા જોઈએ, કારણ તેનાથી ઉત્પન્ન થઇ રહેલી આ ઉત્તેજનાઓને તૃપ્ત કરવાની બહુ જ આછી પાતળી શક્યતાઓ છે.સાંજના સાત વાગ્યા અને ત્યાં સુધીમાં તો મેં અમારા આ ડબલ-બેડની ચાદર પણ બદલી નાખી. કારણ તેની પર છેલ્લે કોણ સુતું હતું તે વાતનો વિચાર આવતાં જ નિકી તેની પર સુવાનું પસંદ નહીં જ કરે.
બસ, પછી હું નિકીની વાટ જોવા લાગ્યો. મેં મારો ફોન ફરી પાછો સ્વીચ-ઓન કર્યો, એ જ પ્રાર્થના કરતાં કરતાં કે ફરી પાછો નિકીનો એવો કોઈ દિલ દુ:ખાવનારો મેસેજ ન આવ્યો હોય, તો સારું.પણ એક મેસેજ તો આવ્યો જ હતો, રિચર્ડનો- "તું સાલા, અવ્વલ દર્જાનો થરકી છે."
ઓહ...તો આનો મતલબ કે, નિકીએ પોતાના ઘરમાં કંઇક તો વાત કરી જ દીધી છે.ચાલો, સારું છે.થોડી તો હળવી તે થઇ જ ગઈ હશે, આનાથી.ત્યાં જ કોઈએ મારો દરવાજો હળવે'કથી ખખડાવ્યો. મેં મારો ફોન ડ્રોઅરમાં મૂકી દીધો.હું માની નથી શકતો કે જયારે મેં દરવાજો ઉઘાડ્યો તો સામે નિકી ઉભી હતી.
આશ્ચર્યની સાથે સાથે હું થોડો આઘાત પણ પામ્યો, કે તે દરવાજો નૉક કર્યા વિના સીધેસીધી અંદર કેમ ચાલી ન આવી. તેનો તો હક્ક છે તે. હજુ પણ તે અહીં જ રહે છે. આ ઘર અમારું છે, મારું અને નિકી, અમારા બંનેનું.
"તેં દરવાજા પર નૉક શું કામ કર્યું?" -શાંત અને કરુણાસભર અવાજે મેં પૂછ્યું.
તે મારી તરફ જોતી પણ નહોતી. બસ... નીચે જમીન પર તેની નજર ખોડાયેલી હતી.મને રડવાનું ખુબ મન થતું હતું. રડવાનું.. અને તેને મારી આગોશમાં લઇ તેને હગ કરવાનું. પણ.. પણ હું સાઈડ પર ખસ્યો.. અને રસ્તો થતાં તે અંદર આવી.
"મારે અમુક કપડાં જોઈએ છીએ." -તે બબડી."નિકી, મારી સામે જો, " -મેં તેને અરજ કરી- "આમ ને આમ તો તું મને મારી નાખીશ, પ્લીઝ, મારી સામે જો, નિકી..પ્લીઝ""ના.." -દર્દનાક ધીમાં સ્વરે તેણે જવાબ આપ્યો.
મેં તેનો હાથ પકડ્યો. તેને ખેંચીને લીવીંગ-રૂમમાં લઇ આવ્યો અને મારી બાજુમાં બેસાડી.તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો. તેની આવી પરવશ હાલત જોઇને મારી લાગણીઓ પરથી મારો કાબુ ખોવાતો જ રહ્યો, જો કે, તે પોતે ય પણ એકદમ ભાંગી પડેલી દેખાતી હતી..
"આ'મ સૉરી." -ધ્રુસ્કાઓની વચ્ચે હું એટલું બોલી શક્યો- "આ'મ સો સૉરી.""વાય નીખીલ ? -એવા જ ધીમાં સ્વરે તે બોલી- "વાય ડીડ યુ ડુ ઈટ?" શા માટે તે આમ કર્યું? શું હું પુરતી નહોતી?"
મેં તેનો ચહેરો મારી હથેળીઓમાં લઈને મારી તરફ જોવા માટે મેં તેને મજબુર કરી."મેં જે કંઈ કર્યું, તેને તારા પુરતાં હોવા કે ન હોવા સાથે કોઈ જ કનેક્શન નથી, નિકી. "-રડમસ અવાજે હું બોલી ઉઠ્યો- "તું તો મારા માટે, મને પુરતી હોવા કરતાં ય ઘણી વધું છે..આઈ સ્વીઅર નિકી.. !
તે મારા હાથને હડસેલીને ઉભી થવા ગઈ, પણ મેં તેને તેમ કરવા ન દીધું. "નિકી..." -તેનું બાવડું પકડીને તેને મેં ફરી નીચે સોફા પર ખેંચી.
"મેં ક્યારે ય નહોતું વિચાર્યું કે તું મને આવી રીતે હર્ટ કરીશ, નીખીલ. -તે રડતાં રડતાં બોલી- "મને તો એમ હતું કે આપણે બંને ખુબ ખુશ છીએ. મેં તો તને રાજી રાખવા માટે કેટલી કોશિષો કરી હતી.""તે મને રાજી કર્યો જ છે. રોજે રોજ તે મને રાજી કર્યો છે." -હું રડ્યો- "નિકી, દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુનાં બદલામાં હું તને કોઈને ન આપું.""બકવાસ," -તે ઘૂરકીને બોલી- "જો તું ખુશ હોત, રાજી હોત, તો મને છેતરી ન હોત."
ધીમે ધીમે અમારા ડુસકાઓ કંઇક ઓછા થઇને આંસુઓમાં બદલાઈ ગયા અને ત્યારે મને ખ્યાલ આવ્યો, કે મેં હજી સુધી તેને પકડી રાખી છે, એટલે મેં મારી પકડ થોડી ઢીલી કરી દીધી.
"કોણ હતી તે? અને કેટલા વખતથી તું તેને.. તું તેને મળતો હતો?"
શી..!!!દેખીતી રીતે જ આવા સવાલોની મેં આશા તો રાખી જ હતી, પણ જવાબ શું આપવો તેની મને ખબર નહોતી.હું તેને નહોતો બતાવવા માંગતો કે શિફા ફક્ત એક જ યુવતી નથી, કે જેને કારણે મેં તેને છેતરી છે, ચીટ કરી છે. અને હું પેલા 'વૂ-ડૂ' નામના બારમાં વારેઘડીયે જતો હતો, તેનો ઉલ્લેખ પણ મારે કરવો નહોતો. હું તેને ક્યારે ય એમ ન કહી શકું, કે શિફાને હું વૂ-ડૂમાં મળ્યો હતો. એટલે મારે તાત્કાલિક જવાબ તૈયાર કર્યો પડ્યો."બસ, બે અઠવાડિયા પહેલાં -મેં જવાબ તો આપ્યો, પણ ખોટો."કોણ છે તે? અને તેને તું કેવી રીતે ઓળખે ?" -ડગમગતા અવાજે નિકીએ પૂછ્યું."અમે બંને કોલેજમાં સાથે હતાં." -ડરતાં ડરતાં હું આગળ બોલ્યો- "થોડા દિવસ પહેલાં તે મારા ટચમાં આવી, અને અમે અમસ્તા જ એક હોટેલમાં મળ્યા. પછી તો એક વસ્તુની પાછળ બીજી, ને બીજીની પાછળ ત્રીજી એમ થતું ગયું.""વાય..વાય?" -આંખોમાં આંસુઓ ફરી પાછા છલકાતા તેનાં અવાજને બહાર નીકળતા તકલીફ થવા લાગી.
નિકીને હજુ પણ વધુ અપસેટ થતી જોવી, મારા માટે ખુબ પીડાજનક થવા લાગ્યું. મારે તેને કમ્ફર્ટ આપવો હતો અને નહીં કે વધુ ને વધુ વ્યથિત કરવી હતી.હું તેને થોડું હળવું ફિલ કરાવવાની કોશિશમાં હતો, પણ તે તો હજુ ય વધુ બોઝલ થતી ચાલી.
"આઈ ડોન્ટ નો.." -મારા અવાજનો વોલ્યુમ બને તેટલો નીચો રાખીને મેં બસ, એટલો જ જવાબ આપ્યો."ડુ યુ લવ હર? સાચે જ? સીરીયસલી?" "નો નિકી નો.. ઑફ કોર્સ નોટ. હું તો બસ તને અને ફક્ત તને જ લવ કરું છું. તેની સાથે તો બસ પ્લેન સેક્સ જ હતું..બીજું કંઈ જ નહીં."
સેક્સનું નામ સાંભળીને તેનો ચહેરો પીડાથી વિકૃત થઇ ગયો.
કદાચ આ શબ્દથી તેને તે રાત યાદ આવી ગઈ, કે જયારે તેણે મને અને શિફાને તે કરતાં પકડી પાડ્યા હતા.
"મારે એક વાત જાણવી છે તારી પાસેથી," -કાંપતા સ્વરે તે બોલી- "વિકીની સ્મશાનયાત્રા વખતે અડધો કલાક તું ક્યાંક ગાયબ થઇ ગયો હતો.. ત્યારે શું તું તેની સાથે જ હતો ?"
યસ.. યસ..!તેની આ વાત સાચે જ મને હર્ટ કરી ગઈ. હું માની નથી શકતો કે નિકી આવી વાત કરશે. તેની બહેનની મૈયતમાં ય હું તેને ચીટ કરવામાં બીઝી હતો..એવું પણ તે હવે વિચારવા લાગી છે, કેટલો ઉતરી ગયો છું હું, તેની નજરમાંથી..!
તે મૈયતના દિવસે નિકી તો ટોટલી ડીસ્ટર્બડ હતી. પોતાની માનીતી બહેનની લાશને દફ્નાવાતી જોઇને તે તો જાણે કે એકદમ જ ટુકડાઓમાં વિખેરાઈ ગઈ હતી. તેની આ હાલત જોવી, તે સાચે જ અસહ્ય હતું. તે સમગ્ર સમય દરમ્યાન તેણે મને પકડી રાખ્યો હતો. અને મેં પણ તેને સંભાળવાના, તેને કમ્ફર્ટ દેવનાં બધા જ પ્રયત્નો કર્યા હતા, પણ તેનાં દર્દને હલકું કરવું એટલું સહેલું કામ નહોતું, અને એક પોઈન્ટ પર હું ત્યાંથી સરકી પણ ગયો હતો. જો કે તે તો બસ, એક સિગરેટ પીવા માટે જ. હા...આમાં મારો સ્વાર્થ હતો, પણ મારે તો બસ ૫-૧૦ મીનીટો જોઈતી હતી, મારા પોતાના માટે. નિકીને આટલી ગુમસુમ અને ન સંભાળી શકાય એવી અવસ્થામાં જોઇને મારું મન પણ ખુબ જ ભારે થઇ ગયું હતું, તો એકાદ સિગરેટથી થોડી રાહત મળશે એવું મને ત્યારે લાગ્યું હતું.
"ના નિકી, ના.." -મેં શાંતિથી કહ્યું- "જેમ મેં હમણાં જ કહ્યું તેમ, શિફાને હું તો બસ બેએક અઠવાડીયાથી જ જાણું છું.""શિફા? તેનું નામ શિફા છે?" -હવે તેનાં અવાજમાં થોડી કડવાશ ભળી.તો નિકીને હવે એક નામ મળી ગયું, 'તેનાં' માટે.
મેં તેનો હાથ પકડીને હામી ભરી. નિકી હવે મારો હાથ છોડાવીને ઉભી થઇ ગઈ, અને આ વખતે મેં તેને પકડીને રોકી નહીં."વાય ડીડ યુ ડુ ઈટ, નીખીલ?" -તે રડતાં રડતાં બોલી- "તેં મને શા માટે છેતરી?""આયે'મ સોરી. રીઅલી સોરી. મારે તને ક્યારેય છેતરવી નહોતી. આઈ લવ યુ સો મચ.""જો તું મને લવ કરતો હોત, તો બીજી કોઈ સાથે ક્યારે ય સુતો ન હોત." -તે બરાડી ઉઠી- જસ્ટ ટેલ મી, તેં આમ શા માટે કર્યું. મારે જાણવું છે કે હું ક્યાં ઓછી પડી.."
તે હવે છૂટથી રોઈ રહી હતી. અને તેને આમ જોવી મારા માટે ખુબ જ મુશ્કેલ થઇ રહ્યું હતું, અને ખાસ તો ત્યારે, કે જયારે હું એ હાનું છું, કે આ બધાં માટે જવાબદાર હું છું. તે અહીં તહીં આંટા મારી રહી હતી, જાણે કે તેને સમજાતું ન હોય કે હવે તે શું કરે. પોતાના વાળમાં તે નિર્દયતાપૂર્વક આંગળીઓ ખોસતી રહી, અને તેની આંખોના બંધ તૂટી ચુક્યા. બીજી તરફ.. હું સોફા પર બેઠો રહ્યો, મારા જીવનનાં પ્રેમને આમ ટુકડે-ટુકડાઓમાં છિન્નભિન્ન થતાં જોતો."તું ક્યાંય ઓછી નથી પડી, નિકી," -હું ખુબ જ ધીમાં અવાજે બોલ્યો- બસ આ તો ફક્ત સેક્સ હતું, નિકી. અને એ પણ એટલું સારું સેક્સ નહીં, કે જેટલું આપણે બંને વચ્ચે.."
"શટ અપ..!" -તે ફરી બરાડી ઉઠી- "જસ્ટ ટેલ મી વાય. નીખીલ, મને કહે કે તે શા માટે આમ કર્યું. કોઈક તો કારણ જરૂર જ હશે મને ચીટ કરવા માટે. શું હું પલંગમાં એટલું સારું પરફોર્મ નથી કરતી? કે પછી..""નિકી, તું પરફેક્ટ છે. બધી બાબતોમાં પરફેક્ટ છે. ટ્રસ્ટ મી વેન આઈ સે, કે તે કંઈ જ ઓછુ નથી આપ્યું..પ્લીઝ..!" "હું એટલી મૂરખ નથી, નીખીલ. બધાં જાણે છે કે ચીટ કરવા માટે કોઈ ને કોઈ કારણ જરુર હોય જ છે. તો ટેલ મી ધેટ.."
મને તાજ્જુબ થાય છે, કે હવે મને નિકી પર ગુસ્સો આવી રહ્યો હતો. તે મારી વાત માની કેમ નથી શકતી, કે આમાં તેનો કોઈ જ ફોલ્ટ નથી. મેં તેને ચીટ કરી, કેમ કે મને તેમાં ઘણી ઉત્ત્તેજના પ્રાપ્ત થાય છે.
"હું સ્વાર્થી હતો, નિકી. આ.. આ ફક્ત સેક્સ હતું. બીજું કંઈ જ નહીં." -મેં મક્કમપણે કહ્યું- "મારી વાત સમાજ, પ્લીઝ""પણ શું કામ? તેની બદલે તું મારી સાથે કેમ ન સુતો?"
હવે.. આ એક ટોર્ચર હતું મારા માટે.મેં જે તેને દગો આપ્યો, તેને કારણે તે લાગણીઓથી ખળભળી ઉઠી."હા, મારે તારી સાથે સુવું જોઈતું હતું. આયે'મ સોરી.."
"મારી સાથે સેક્સ શું બોરીંગ લાગે છે? તેની સાથે વધુ આનંદ આવ્યો હતો તને?" -તેનો અવાજ હવે મક્કમ બનતો ગયો- "તેની સાથે જે રીતે તે કર્યું, તારે શું એવું જોઈએ છે, કે આપણે પણ એવી રીતે જ...?"
હું તરત બેઢંગી રીતે ઉભો થઇ ગયો. હું હવે બેચેન થઇ ઉઠ્યો, કે નિકી મારી વાત સાંભળે, અને હું જે કહું છું તેનો વિશ્વાસ કરે.
"ના.. નિકી" -મેં વિનંતીભર્યા અવાજે કહ્યું- "તારી સાથેનું સેક્સ મને ગમે છે. તે પરફેક્ટ છે. તેમાંનું કંઈ જ બદલવું નથી, આઈ પ્રોમિસ. મને જે જોઈએ છે તે બધું જ નિકી, તું આપી શકે છે.""ઓકે.. મારી સાથે એવી જ રીતે સેક્સ કર કે જેવી રીતે તે તેની સાથે કર્યું હતું.." -તેણે ધ્રુજતા અવાજે ડીમાંડ કરી. "ના..!" -મેં મક્કમ અવાજે જવાબ આપ્યો."પ્લીઝ, મને ખબર છે કે તને તેવું જ બધું જોઈએ છે. હું તને ખુશ કરીશ.. પ્લીઝ..!""ના..ના..ના..!" વધતી જતી ફ્ર્સટ્રેશનને કારણે હું બરાડી પડ્યો.
બીજી યુવતીઓ સાથે હું જેવી ટ્રીટમેંટ કરતો છું, તેવું બધું નિકી સાથે ન થઇ શકે. હું નિકીને પ્રેમ કરું છું, તેનો રીસ્પેક્ટ કરું છું. તે કોઈ આલતુફાલતુ છોકરી નથી, કે જે ફક્ત સેક્સ કરવા માટે જ હોય.હું તેને એટલો લવ કરું છું, કે ફક્ત માંસના એક લોચાંની જેમ હું તેને ટ્રીટ ન કરી શકું. તે આનાં કરતાં તો કંઇક કેટલા વધુની હક્કદાર છે. અર્થ વગરનાં સેક્સ કરતાં તો ક્યાંય વધુ પામવાને તે લાયક છે. અને એટલે જ.. હું બરાડી ઉઠ્યો કે -ના..ના..ના..!
"શા માટે ના, નીખીલ? તેનાંથી જો તને વધુ આનંદ મળતો હોય, જો તેવી મજા મેળવીને તું બીજે ક્યાં ય જવાનો ન હોય, તો શા માટે નહીં?"
"હું તારી સાથે ખુશ છું." -હું તેનાં આવા નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત થઇ બરાડી ઉઠ્યો- "મારે તારી સાથે એવું બધું નથી કરવું, કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ એટલું જ ઈચ્છું છું કે આપણે પહેલાં જેવું હતું, તેવું જ બધું પાછુ થઇ જાય, "
મેં જ્યારે જોયું કે તે મને ઘુરકી રહી છે, તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોક્ડ, બંને લાગતી હતી."બીજી છોકરીઓ? મતલબ કે શિફાની ઉપરાંત?" -તેણે, જાણે માની ન શકતી હોય, તેવાં અવાજમાં પૂછ્યું.
ઓહ માય ગોડ...!
વધુ ચોથા પ્રકરણમાં….
પ્રકરણ ૪
પ્રેમમાં મેં કરેલ છેતરામણીથી રિસાઈ ગયેલી મારી પ્રિયતમા નિકીને મનાવવાનાં મારાં પ્રયત્નોએ મને વધુ ને વધુ ગૂંચવી નાખ્યો.તેની સાથેની મારી વાતચીતમાં મારાથી એક એવું વાક્ય કહેવાઈ ગયું કે જેનાંથી મારાં બીજા ગુનાઓ પણ ઉઘાડા પડી ગયા.
"હું તારી સાથે ખુશ છું." -તેનાં આવા નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત થઇ હું બરાડી ઉઠ્યો- "મારે તારી સાથે એવું બધું નથી કરવું કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ...આપણે પહેલાં જેવું હતું, તેવું જ બધું પાછુ થઇ જાય, તેમ ઈચ્છું છું."મેં જ્યારે જોયું કે તે મને ઘૂરકી રહી હતી તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોક્ડ, બંને લાગતી હતી."બીજી છોકરીઓ? શિફાની ઉપરાંત?" -જાણે માની ન શકતી હોય, તેવાં અવાજમાં તેણે પૂછ્યું.
ઓહ માય ગોડ...!એક દબાયેલું "અ.અ..ર" મારા મોઢામાંથી નીકળી ગયું જયારે મને ખ્યાલ આવ્યો કે હું શું બોલી ગયો.
"ઈટ મીન્સ શિફા, એ એક જ છોકરી નથી કે જેને લઈને તે મને ચીટ કરી છે?" -તેણે હેરતથી કાંપતા અવાજ સાથે પૂછ્યું- "તું બીજી છોકરીઓ સાથે પણ સુતો આવ્યો છે ?"
જયારે પુરી રીતે તૈયાર હોઉં ત્યારે હું સરસ રીતે ખોટું બોલી લઉં છું, પણ આવા અચાનક મોકાઓ પર તો ક્યારે ય નથી બોલી શકતો.કાશ.. હું પુરા કોન્ફીડેન્સ સાથે ખોટું બોલી શક્યો હોત કે -હા, ફક્ત શિફા જ એક યુવતી છે.પણ મારા મોઢામાંથી તો કોઈ શબ્દ જ ન નીકળી શક્યો, બસ..ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું, તે, જેને કારણે મારા ગુનાઓ મારા ચહેરા પર બિલકુલ સાફ...સહેલાઈથી વાંચી શકાય તેવી રીતે અંકાઈ ગયા.નીકીનાં આંસુ સુકાઈ ગયા અને હવે તે ગુસ્સાથી કડવી બનવા લાગી.
"કેટલી 'બીજીઓ' છે, નીખીલ..?" મારી પીઠ પાછળ કેટલી બીજી છોકરીઓ સાથે તું સુતો આવ્યો છો?""નિકી, પ્લીઝ.." -હું તરડાયેલા અવાજમાં બોલ્યો."જસ્ટ ટેલ મી નીખીલ..કેટલી ?"
મારે કોશિષ કરવી હતી એ કહેવાની, કે શિફા તે એક જ યુવતી છે કે જેની સાથે મેં સેક્સ કર્યું છે, પણ હું જાણતો હતો કે આ પોઈન્ટલેસ વાત હશે. નિકી મૂરખ નથી. હું ક્યારે ખોટું બોલું છું તે પારખી લેવાની હદ સુધી તે મને ઓળખે છે.નિકી તાકી રહી હતી મને, મારા જવાબની વાટ જોતી.. એવા જવાબની, કે જે અમારી બંનેની વચ્ચેનું બધું જ ખતમ કરી નાખે..તરત જ ખતમ કરી નાખે.
"જસ્ટ ટેલ મી નીખીલ..કેટલી ?""આઈ ડોન્ટ નો.." -સવાલને ટાળી નહીં શકાય એ જાણી ધીરા અવાજમાં મેં જવાબ આપ્યો. . "વોટ..? તને ખબર નથી? કેમ..કેમ ખબર નથી? કારણ કે તને યાદ નથી..? કે પછી આવી ઘણી બધીઓ છે એટલે?
"બંને.." -મારો અવાજ અટકવા લાગ્યો..તેને ખોઈ બેસવાના અંદેશાથી.હું પોતે જ શોક્ડ છું..મારી આ ઈમાનદારીથી. એ જ ક્ષણે હું મારી જાતને બરબાદ થયેલો જોવા લાગ્યો. હું કલ્પના પણ નથી કરી શકતો કે આ વખતે નિકીને કેવું ફીલ થઇ રહ્યું હશે. મને છોડીને જતી તેને રોકવાનું હવે ખુબ જ મુશ્કેલ થવાનું છે, તે હું જાણી ચુક્યો છું.મારી તરફ એકદમ હેરતભરી નજરે થોડી વાર જોયા બાદ, બંને હથેળીઓમાં પોતાનો ચહેરો છુપાવીને નિકી એક તીરની જેમ રૂમમાંથી ભાગી નીકળી.
"નિકી...નિકી.. સાંભળ..પ્લીઝ.."-હું તેની પાછળ પાછળ ભાગ્યો. મને લાગ્યું કે ડુસકાઓને કારણે તે શ્વાસ પણ નથી લઇ શકતી."ગો ટુ હેલ..!" -તે બરાડી.તેનું બાવડું પકડીને તેને મારી તરફ ફેરવી, મેં તેને મારી આગોશમાં લઇ લીધી. મને ડર હતો.. એક અંદેશો હતો.. કે તે મને ધક્કો દઈને હડસેલી મુકશે. પણ તેનાથી ઊંધું... તે મારી ભુજાઓમાં ઢળી પડી. આખેઆખું હૃદય તૂટીને બહાર આવી જાય, એટલી હદ સુધી તે રડવા લાગી.કમજોર હાથે તેણે મારું શર્ટ પકડી લીધું, અને મારા ખભ્ભાઓમાં પોતાનું મોઢું દબાવી દીધું. અમે બંને હવે ઉભા રહી શકવાને માટે અશક્ત થતાં ચાલ્યા, એટલે નીચે જમીન પર ઘૂંટણીયે બેસી પડ્યા. મેં તેને પૂરી તાકાતથી જકડી રાખી.. એ ડરને કારણે કે, હવે ભવિષ્યમાં તે મને ક્યારેય આટલો નજીક નહીં ફરકવા દે. હું તેની મહેંક અને તેની ઉષ્માથી મારી જાતને બહેલાવા લાગ્યો. તેના મુલાયમ બાવડાઓના સ્પર્શથી એક અજબ પ્રકારની શાંતિ પ્રાપ્ત થતી હતી મને. તેની તે નાની નાની ખૂબીઓ વિષે હું વિચારવા લાગ્યો કે જેનાથી મારા દિલ-ઓ-જાન હમેશાં ઈમ્પ્રેસ થયેલા રહેતાં. તેની ત્વચાની મુલાયમતાથી માંડીને તેનાં બદનમાં રહેલી ગજબની ખુશહાલ ઉર્જા, જે તે હમેશાં મારાં માટે જ વાપરે છે.
પણ ત્યારે જ અચાનક તેણે પોતાની જાતને મારી પકડમાંથી છોડાવી લીધી. "નિકી, આઈ લવ યુ સો મચ.."
'મારાથી દુર રહે પ્લીઝ.." -તે ઢીલા અવાજે બોલી- "આ બધું સહન નથી થતું મારાથી ..યુ કાન્ટ ઈમેજીન કે તે મને કેટલી હર્ટ કરી છે." "મારે તને ક્યારે ય હર્ટ કરવી નહોતી.." -હું પણ રડમસ અવાજે બોલ્યો- "આ ફક્ત સેક્સ હતું.. સાવ મિનીંગલેસ સેક્સ. જેની જેની સાથે મેં આ કર્યું છે તેની તરફ મને કોઈ જ લાગણી નહોતી."નિકી મારી પકડથી અલગ થઇ ને ઉભી થઇ ગઈ. મેં તેનાં બંને પગની આસપાસ મારા હાથ ફેલાવી તેને મારી બાથમાં લીધા અને મારાં આંસુઓથી તેનાં બંને પગ ભીંજવવા લાગ્યો.મારી સમસ્ત જીંદગીમાં ક્યારેય મેં મારી જાતને આટલો ડરેલો..આટલો વ્યથિત થયેલો નહોતો ફીલ કર્યો."હું તને ખોઈ નથી શકતો નિકી, પ્લીઝ.." -હું કરગર્યો- "તું મારી દુનિયા છે, નિકી. પ્લીઝ ડોન્ટ લીવ..,પ્લીઝ."તેના પગને, ન છોડવાની જીદ સુધી પકડી રાખી તેની સામે એવી રીતે કરગર્યા બાદ, હું મર્દ કહેડાવવાને લાયક નથી રહ્યો, અને તો યે..ભલે હું ગમે તેટલો માનહીન થયો હોઉં, પણ તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી. નિકી વગરની જીંદગી જીવવાને લાયક જ નથી તે હું જાણું છું, અને તે મારી સાથે રહે એટલું જ મને જોઈએ છે.
"હું કઈ રીતે રહું તારી સાથે, નીખીલ ? ટેલ મી. હું તારા ઉપર ભરોસો કેમ કરી શકીશ? કેવી રીતે હું માની શકીશ કે તું મને સાચે જ પ્રેમ કરે છે..અને હું તારા માટે પુરતી છું..?
"કારણ કે હવે પછી રોજેરોજ હરએક મીનીટ હું તારી સાથે જ વીતાવીશ, એ બતાવવા કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તું કેટલી પરફેક્ટ છે મારા માટે. અને તેનાં માટે જે કંઈ પણ જરૂરી છે તે બધું જ હું કરી છુટીશ, એ બતાવવા કે હા, તું મારી પર ભરસો કરી શકે છે. હું તારી નજરોથી બિલકુલ દુર નહીં થાઉં. તું મારો ફોન પણ રાખી લેજે. મારી બાઈક... કે તારે જે જોઈએ તે બધું. હું તે બધું જ કરીશ કે જે તને જરૂરી લાગતું હોય નિકી, એ સાબિત કરવા કે હું હવે પછી કોઈ પણ છોકરીની સામે નહીં જોઉં." -મારાથી બને એટલી બધી જ જાતની ખાતરી મેં તેને આપી દીધી.
થોડી વાર પછી મેં તેનાં પગ છોડી દીધાં અને ઉભો થઇ ગયો. મારી છાતી અને પેટમાં એવી કોઈ અજાણી પીડા ઉપડી કે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. હું ખુબ જ થાકી ગયો. તેના બંને ગાલો પર મારી હથેળીઓ રાખી તેનાં કપાળ પર મારું કપાળ ટેકવી દીધું. કેટલીય ક્ષણો સુધી અમે બંને આંખો બંધ કરી એમ જ ઉભા રહ્યા. અને બંનેના મૂક હૈયાં હાંફતા જ રહ્યા.
"પ્લીઝ..આપણો સંબંધ પૂરો નહીં કરતી.." -ધીરે રહીને હું બોલ્યો."હું કરું છું પૂરો? આ કામ તો તેં જ કરી નાખ્યું છે. મને છેતરીને..સુઈને....ગમે તેની સાથે..બધીઓની સાથે." "આઈ'મ સોરી..પ્લીઝ.. કેન વી જસ્ટ..ટોક ?.જાણે કોઈ સંશોધન કરી રહી હોય તેવી નજરે થોડી વાર મારી સામે જોયા બાદ તે બોલી-"ઓકે, પણ તે એટલા માટે, કારણ કે મારી પાસે અમુક સવાલો છે તારા માટે.."અને તે ઝડપથી કિચન તરફ ગઈ. હું તેની પાછળ ગયો.મેં જોયું તો તેણે ફ્રીઝમાંથી વોડકાની બોટલ કાઢી. ચુપચાપ તેણે બે ગ્લાસમેં રેડી અને એક ગ્લાસ મને આપ્યો, જે મેં આભારપૂર્વક લઇ લીધો. આટલી મથામણ અને જહેમત પછી મને પણ અત્યારે એક કડક ડ્રીંકની જરૂર હતી, અને જે પ્રકારે તેણે એક મોટો ઘૂંટડો ભર્યો તે જોતાં, તેને પણ તેટલી જ જરૂર હતી.ફ્રીઝમાં વોડકા વધેલી પડી જ હતી, કારણ અમે બંને મોટેભાગે બીયર અથવા વાઇન જ પસંદ કરીએ છીએ. વોડકા તો અમે ભાગ્યે જ પીએ છીએ.
મને યાદ છે, છ-સાત મહિના પહેલાં, એક સાંજે અમે બંને બહુ જ બોર થતાં હતાં, તો અમે એક ડ્રીન્કીંગ-ગેમ રમવાનું નક્કી કર્યું હતું. આનાં માટે અમે બંને વોડકાની બાટલીઓ પણ સાથે લઇને તેની કારમાં લોઅર ગાર્ડન ગયા, જ્યાં મોટેભાગે યુવાન-યુવતીઓની જ કાયમ ગર્દી રહે છે. અમે બંને કારમાં બેઠા જ રહ્યા. અને નક્કી કર્યું કે આસપાસમાંથી કોઈ એક ખાસ શબ્દ જો અમને સંભળાય તો અમારે એક એક ઘૂંટડો ભરવો. કયો શબ્દ? તે અમે વિચારી ન કરી શક્યા, તો આખરે નક્કી કર્યું કે જો કોઈ અંગ્રેજી ગાળ સંભળાય, તો નીકીએ એક ઘૂંટડો ભરવાનો, અને જો કોઈ હિન્દી ઇન્ડિયન ગાળ સંભળાય તો મારે એક ઘૂંટ મારવાનો. અહીંતહીં ગ્રુપમાં ટોળે વળીને ટોળટપ્પા મારતા, કે બાજુમાંથી પસાર થતાં ગોવાનાં બેફીકર જુવાનીયાઓ અને વિદેશી સહેલાણીઓની મહેરબાનીથી અમને એટલી બધી ગાળો સાંભળવા મળી અને અમારે એટલાં બધાં ઘૂંટ મારવા પડ્યા, કે એકાદ કલાકમાં તો અમે બંને પૂરેપુરા ટલ્લી થઇ ગયા હતા. પણ તોય, આ એક નવા જ પ્રકારનો અનુભવ હતો. .તે મજેદાર પ્રસંગ યાદ આવતા જ આવી કરુણ પરિસ્થિતિમાં ય મને થોડું સારું લાગ્યું, પણ નિકીની સામે નજર કરતાં જ વાસ્તવિકતા સામે આવી ગઈ. તે બારીમાંથી બહાર તાકતી, ગુમસૂમ ઉભી હતી.
"બહાર લીવીંગ-રૂમમાં જઈને બેસવું છે ?" -તે ઝબકી ન જાય તેવાં ધીમાં સ્વરે મેં પૂછ્યું.માથું ધુણાવી તે આગળ ચાલી અને હું પણ બહાર લીવીંગ-રૂમમાં આવ્યો.
"તે કહ્યું તારે કંઈ સવાલો પુછવા છે..?" -મારો ગ્લાસ પૂરો કરતાં હું બોલ્યો. વોડકાની હુંફથી મારાં ગળામાં અને મારી છાતીમાં ઘણું સારું લાગતું હતું. ખાલી ગ્લાસ મેં કોફી-ટેબલ પર મુક્યો. મારું જોઇને નિકીએ પણ તેમ જ કર્યું.."હું ઈચ્છું છું કે હું જે કંઈ પણ પૂછું તેનો તું ઓનેસ્ટલી જવાબ આપે." -તે થોડી બેચેની સાથે બોલી- "મને ખબર નથી કે તારો એક પણ શબ્દ હું સાચો માનીશ કે નહીં, પણ તો ય તું મને પ્રોમીસ આપ કે તું સાચું જ બોલીશ.""યસ, આઈ પ્રોમીસ નિકી.. હવે કોઈ જ જુઠાણું નહીં.".અને આ વાક્ય હું બોલ્યો, ત્યારે મારો ઈરાદો પણ એવો જ હતો..સાચેસાચું કહી દેવાનો. ખાસ કરીને હવે, જયારે સહુથી સીરીયસ વાત તો મેં તેને ઓલરેડી કહી જ દીધી છે, કે હું એકથી વધુ યુવતીઓને લઈને તેને ઘણીવાર ચીટ કરી ચુક્યો છું. ."તું મને.. તું મને ક્યારે ચીટ કરતો હતો? તું તો એકલો ભાગ્યે જ બહાર જતો હતો." -તેણે પોતાની મૂંઝવણ જાહેર કરી. "હું ઘણી બધી વાર ઓફિસેથી વહેલો પાંચ વાગ્યે જ નીકળી જતો હતો" -સાચું બોલવાનો મારો ઈરાદો બદલાઈ જાય એ પહેલાં હું જલ્દીથી બોલી ગયો.વોટ..?" -તે ચોંકી ગઈ."હું આ બાર...વૂ-ડૂમાં જતો..ઓફિસેથી નીકળ્યા પછી. -ભોંઠપભર્યા અવાજે હું બોલ્યો- "અહીં જ હું એ છોકરીઓને મળતો, કે જેની સાથે મારું સેક્સ થતું..શિફા સહીત."
ખલાસ...!બસ, હવે પાછળ હટવાનો કોઈ જ ચાન્સ નથી..તેનાં રીએક્શનની વાટ જોતો હું ટેન્શનમાં જ બેઠો રહ્યો. અને એમાં કોઈ જ શક નથી કે મને તેનાં ઓવર-રીએક્ટ થવાનો બહુ ડર લાગી રહ્યો હતો..મને શરમિંદો કરી મુકતી નજરથી તે મને તાકતી રહી.મને હવે મારી જાતથી ઘૃણા થઇ આવી, આ બધું જે મેં તેની સાથે કર્યું છે, તે બદલ હું મારી જાતને ક્યારેય પણ કેવી રીતે માફ કરી શકીશ.
"તું.. શું.. " -તે હક્લાવા લાગી, જાણે કે તેને શબ્દો ન મળી રહ્યા હોય તેમ- "ક્યાં? ક્યારે? શું કામ?""વૂ-ડૂમાં.. શરૂઆતમાં હું મોટેભાગે ઓફિસેથી ત્યાં ડ્રીંક માટે જતો. અને આમ જ એક વાર ત્યાં કોઈક સાથે લાગુ પડી ગયો." -હું કબુલતો ગયો- "તે દિવસે હું ટેન્શનમાં હતો, અને મને એવું લાગ્યું'તુ કે મને થોડી રિલીફ... થોડી મસ્તીની જરૂર છે."
"તો શું હું તને બોર કરું છું, કે એવું કંઇક ?" -તે અક્ડીને બોલી- "તે મારી પાસે આવીને કેમ ન કહ્યું અને શા માટે મારી સાથે 'મસ્તી' ન મારી?""મારે તેમ જ કરવું જોઈતું હતું.." -મારા આંસુઓ ફરી આવી ગયા, મને કમજોર બનાવવા માટે- "મને બસ..તેમાંથી મળતી એકઝાઈટમેન્ટ ગમતી હતી." .મારા જવાબમાં રહેલા કારણો મને પોતાને જ ખુબ અજુગતા લાગ્યા..! કેટલી તર્કહીન વાતો હું કરી રહ્યો હતો..! મેં ક્યારે ય એવું વિચાર્યું જ કેમ, કે અજાણી યુવતીઓ સાથેની મસ્તીની વેલ્યુ એટલી બધી વધુ છે, કે તેને માટે થઈને હું મારા જીવનનાં પ્રેમ સાથે ખિલવાડ કરી લઉં. ."તું અને તારી તે ફાલતું એકઝાઈટમેન્ટ.." -તે પોતાની અકડ ચાલુ રાખતા બોલી- "શું? તો મને છેતરવામાં તને એકઝાઈટમેન્ટ મળતી હતી? તારી નજરમાં મારી કિંમત શું આટલી... સાવ બે કોડીની જ છે?""મારો એ મતલબ નહોતો. તું તો મારી દુનિયા છે નિકી. મેં જે તારી સાથે કર્યું, તેને કારણે મારી જાતને હું નફરત કરું છું. આઈ રીઅલી હેટ માયસેલ્ફ.""બટ નોટ, એઝ મચ એઝ આઈ હેટ યુ, નીખીલ." -તે જે આ વાક્ય બોલી ગઈ તે અણધાર્યું તો નહોતું જ, પણ તોય એક જોરદાર ધક્કો દઈ ગયું મને."યુ ડોન્ટ મીન ધેટ, તારો મતલબ એ નથી જે તું બોલી રહી છો.." -છલકાતી આંખો સાથે તેનો હાથ પકડતા હું બોલ્યો- બોલ નિકી, કહી દે કે તારો બોલવાનો મતલબ એ નથી કે જે તું બોલી રહી છે..પ્લીઝ..!".પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોઈ રહી હતી. "હું પણ તે જ ઈચ્છું છું કે મારા કહેવાનો તે મતલબ ન હોય, નીખીલ. આઈ વિશ કે હું તને ધિક્કારી શકતી હોત. તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલી હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે મારામાં એટલી એનર્જી ય નથી બચી કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ..આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું." .તેનાં પછી મેં સાચે જ એક મૂરખની જેમ એક વાત કહી. તે વખતે તો મને લાગ્યું કે તેનાથી આ મેટર સુલજાઈ જશે, તેને મારી નજીક લઇ આવશે, તેની પીડા ઓછી કરશે. પણ ઉલટું એવું થયું, જાણે કે મેં કોઈ સ્વીચ ઓન કરી દીધી જેનાથી તે એક ક્રોધી અને કડવી વ્યક્તિ બની ગઈ.
વધુ પાંચમાં પ્રકરણમાં…..
પ્રકરણ ૫
મારી રિસાયેલી પ્રેમિકાને મનાવવાના મારાં પ્રયત્નો દરમ્યાન તે એટલી વ્યથિત થઇ ગઈ કે પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોતી રહી. "નીખીલ. આઈ વિશ કે હું તને ધિક્કારી શકતી હોત. તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલો હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે નિખિલ, મારામાં એટલી ય એનર્જી નથી બચી, કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ.. આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું." .મેં તેના ખભ્ભામાં મારું માથું ઝુકાવી તેની ગરદનમાં મારો ચહેરો મૂકી દીધો. થોડી પળો માટે હું તેમ જ ચુપચાપ રહ્યો, તેના સાન્નિધ્યની પ્રસંશા કરતો. તેણે પણ પોતાનો ચહેરો મારા ચહેરા પર મૂકી દીધો. ઓનેસ્ટલી...મને તો લાગ્યું, કે અમારા બંને વચ્ચે વાત હવે બની રહી છે. પણ તે ત્યાં સુધી જ .. કે જ્યાં સુધી મેં મારું બેવકૂફ જેવું મોઢું નહોતું ખોલ્યું. ."ચાલ મારી સાથે પલંગમાં.." -હું તેનાં કાનમાં ગણગણ્યો.વેલ...હું તેને બહેકાવતો નહોતો, સેક્સની તો કોઈ ઈચ્છા ય નહોતી તેમાં. મારે તો બસ.. તેને મારી આગોશમાં જકડી રાખવી હતી. તેને એ દેખાડવાનો નમ્ર પ્રયાસ કરવો હતો, કે હું તેને કેટલી ઉન્મત્તતાથી પ્રેમ કરું છું..પણ નિકી તો એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ, અને પોતાની ક્રોધ ભરેલી ત્રાડથી મને ચોંકાવી દીધો."આ જ છે તારી કાળજી અને લાગણી મારા માટે..? સેક્સ..? હું અત્યારે જ્યારે કહી રહી છું, કે હું કેટલી થાકી ગઈ છું.. કેટલી પીડા અનુભવું છું, ત્યારે તને બસ એ જ બધું કરવું છે..? બસ એ જ બધું અજમાવવું છે મારી ઉપર?"
"નો નિકી નો..!" -હું ઝડપથી બોલ્યો."આપણી રીલેશનશીપનો આટલો જ મતલબ છે તારા માટે..? ફક્ત સેક્સને ખાતર જ..? આટલાં વર્ષોમાં આનાથી વધુ મારી કોઈ જ વેલ્યુ નથી તારા માટે..?" -બોલતાં બોલતાં તેનો ક્રોધ વધતો ચાલ્યો...હું તેને ધરપત દેવા માટે ઉભો થઇ ગયો. ન માની શકાય તેટલું પીડાદાયક હતું તેનું એ કહવું, કે અમારી રીલેશનશીપ એક કમજોર પાયા પર ઉભી છે, અને તેની આખી બુનિયાદ જ સેક્સથી બનેલી છે.."હાઉ કેન યુ સે ધેટ, નિકી..? -હું રડી પડ્યો- "આઈ લવ યુ વિથ ઓલ માય હાર્ટ. અને આપણે બંને ભલે કોઈ દિવસ, ક્યારે ય સેક્સ ન કરીએ, તો ય મારા મનમાં તારા માટે એટલી જ ફીલિંગ્સ રહેશે. અને કોઈ પણ સેક્સ-રીલેશન વગરે ય, મારે તારી સાથે જ આખું જીવન વિતાવવું છે, નિકી... આ લવ યુ ધેટ મચ.. "
"હાઉ કેન યુ લવ મી, નીખીલ?" -ડુસકાઓને કારણે તેનો અવાજ પાછો તુટવા લાગ્યો- "કોને ખબર કેટલા સમયથી તું મારી આગળ એટલાં માટે ખોટું બોલી રહ્યો છે, કે જેથી તું કોઈ ગંદા બારમાં જઈને છોકરીઓ સાથે પેચ લડાવી શકે. તારામાં તો હવે એટલી ય તાકાત આવી ગઈ છે એ કહેવાની, કે તું તારી ઓફીસનું કામ કોઈ અલગ જ સમયે નીપટાવી નાખે છે, કે જેથી રોજબરોજ તું સેક્સ માણી શકે... મારા સિવાય, બીજા બધા સાથે. અને...અને આ બધું તે કોઈ નબળી ક્ષણોમાં નથી કર્યું. બલકે... એક્ચ્યુલી એક સરસ પ્લાન બનાવીને તું આ બધું કરતો આવ્યો છે.".હું કંઈ જ ન કહી શક્યો. ને કહેત પણ શું..? નિકી મારી સામે જ ઉભી હતી, વિખરાયેલી... પોતાની તે પીડાઓઓની વાતો દોહરાવતી, કે જે પીડા મેં જ તેને આપી હતી.."અને આટલું ય તારા માટે પુરતું નહોતું. હતું પુરતું..? બારમાં સેક્સ કર્યા બાદ પણ તને હજી યે વધું ને વધુ જોઈતું હતું. એટલે, તું તે બધીઓને અહિયાં લઇ લઇ આવે છે. અહિયાં.... કે જેને આપણે આપણું 'ઘર' કહીએ છીએ. આપણે આ મકાન માટે કેટલી તનતોડ મહેનત કરી છે, કે જેથી તે આપણા બંનેનું 'ઘર' બને. અને તેં.. તેં એને બનાવી નાખ્યું.... શું કહેવાય તેને.. એક વેશ્યાવાડો..!".નીકીના અવાજમાંથી પ્રતિબિંબિત થતું દર્દ મને શર્મીન્દગીના બોજ તળે દબાવતું ચાલ્યું, કે જયારે તેણે મને અહેસાસ કરાવ્યો, કે હું કેટલો સ્વાર્થી બની ગયો હતો.. છેલ્લા કેટલા ય સમયથી. .હું ફરી તેની નજીક ગયો અને તેનો ચહેરો હથેળીઓમાં લઇ તેનાં માથા પર મારું માથું ટેકવી દીધું. પીડાના આ અસહ્ય અને અતિરેક ડોઝથી અમારી પાંપણો ભારે થઇ ગઈ.
"તે મારી સાથે આવું કેમ કર્યું, નીખીલ? વાય? શું હું ક્યારેય પુરતી નહોતી તારા માટે?""તું પુરતી જ હતી મારા માટે, નિકી. પણ મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું. આઈ વિશ, કે આ બધું હું પાછુ લઇ શકું. તું મને છોડીને જઈશ એ વાતનો હું સામનો નહીં કરી શકું નિકી. તારા વગર જીવવાનાં વિચારમાત્રને હું હેન્ડલ નથી કરી શકતો."."હું પોતે ય તને ખોવાનો વિચાર સહન નથી કરી શકતી નિખિલ, પણ..." -આ બોલતી વખતે તેનો અવાજમાંની પીડા મહત્તમ સ્તરે પહોંચી ગઈ ને હું થંભી ગયો...જો કે તેણે પોતાની વાત આગળ વધારી- "પણ મારે જવું જ છે. કોઈ કારણ જ નથી અહીં રહેવા માટે. હું ઉપર જાઉં છું, થોડી વસ્તુઓ લેવા માટે. તું પ્લીઝ.. બેડરૂમમાંથી મને મારા થોડા કપડાં લાવી આપ."
એક જ વાક્યમાં નિકીએ બે વાતો એવી કહી દીધી જે મને આંચકો દઈ ગઈ. પહેલી એ, કે તે ફરી પાછી તેના પાપાના ઘરે જઈ રહી છે. અને બીજી એ, કે હું તેને અમારા બેડરૂમમાંથી થોડાં કપડાં લાવીને દઉં.બેમાંથી એકે ય વાતમાં હું તેનો વાંક ન કાઢી શકું. શીફાને મારી સાથે અમારા બેડરૂમમાં જોયા બાદ તે એ બેડરૂમમાં જવા તૈયાર નહોતી, કદાચ એમાં તેને મારી દગાબાજીની દુર્ગંધ આવતી હશે. સ્વાર્થીપણા સાથે, મેં તેને અહીં સોફા પર જ સુઈ જવા માટે રાજી કરવાનું ય વિચાર્યું. પણ તેને તો એકલાં જ રહેવું હતું. થોડી સ્પેસ જોઈતી હતી તેને, અમારી રીલેશનશીપનું ગંભીરતાપૂર્વક વિશ્લેષણ કરવા માટે..અમારું આ સગપણ..અમારી આ સગાઇ..અમારી આ લીવ-ઇન રીલેશનશીપ, અત્યાર સુધી એટલી મજબુત હતી કે લગ્ન જેવા દેખાડાની તેને કોઈ જ જરૂર નથી એવું અમે બંને માનતા હતા. લગ્ન પછી અમારો પ્રેમ હજુ વધુ ગાઢ બની જશે, એવું કંઈ જ અમને લાગતું ન હતું. અને માટે જ બંનેમાંથી કોઈએ લગ્ન કરવાની ખાસ કોઈ ઉત્સુકતા કે ઉતાવળ દાખવી નહોતી. પણ આજે, સામાજિક માન્યતા વગરનાં અમારા આ સગપણ પર મને દયા આવી. એક જ ઝાટકે આ તાંતણાને તોડી નાખતાં, નિકીને જરાય વાર નહીં લાગે, એવું મને લાગવા લાગ્યું..અત્યારે રાતે તેની ઘરે જવાની વાતથી હું ઉદાસ થઇ ગયો. હવે ફરી પાછી તે નહીં આવે તો? તેને મળવાની ફરી પાછી તે મને પરમીશન નહીં આપે તો?
આખરે અસહાય બનીને મેં તેની વાત માની લીધી. તે વોશરૂમમાં ગઈ થોડી ટોઇલેટરીઝ લેવા માટે, અને હું બેડરૂમમાં ગયો. અમારા બેડરૂમમાં ન આવી શકવાનાં નિકીના ઈશારા માટે ખુદને જ દોષી કરાર દેતાં દેતાં, મેં એક ઓવર-નાઈટ બેગ કાઢી. એમાં તેનું એક જીન્સ અને બે-એક ટીશર્ટ ભર્યા. સોક્સ અને તેનું એક ટ્રેક-પેંટ ભર્યું. બસ, તેનાથી વધુ કંઈ જ ભર્યું, કારણ હું નહોતો ઈચ્છતો કે તે વધુ દિવસ અહીંથી દુર રહે.મને મળવાની તેને કોઈ ઉતાવળ ન પણ હોય, તો યે પોતાનો સામાન લેવા માટે તો તેણે અહીં ફરી આવવું જ પડે એવો આશય હતો, આ પાછળ.
"ફરી પાછા ક્યારે મળશું આપણે?" -અસહાયતા સાથે હું બસ એટલું જ પૂછી શક્યો કારણ મારી તૂટતી હિંમત સાથે મારો અવાજ પણ તુટવા લાગ્યો હતો."આઈ ડોન્ટ નો.." -મારી તરફ જોઉં વગર તે પણ એટલું જ ધીમી બોલી.
મારા હાથ કાંપવા લાગ્યા, અને છાતીમાં એક અજાણી પીડા ઉપડવી શરુ થઇ ગઈ. તેની તરફ ઝુકીને મેં મારા હાથ આગળ વધારી તેના ગાલ પર મુક્યા, જે ઘણા ગરમ અને કંઇક અંશે ચીકણા થઇ ગયા હતા.. કદાચ સુકાયેલા આંસુઓને લીધે..નીકીએ મારા હાથને હટાવ્યા નહીં, ઉલટું તેણે પોતાની આંખો મીંચી લીધી અને પોતાનો ચહેરો મારા હાથ તરફ વધુ ઝુકાવ્યો, કદાચ મારા સ્પર્શથી તેને કંઇક રાહત લાગતી હશે. તેણે મને સ્પર્શ કરવા દીધો, તેનાથી હું જાણે કે તેનો અહેસાનમંદ થઇ ગયો હોઉં તેવી લાગણી મારા મનમાં આવી ગઈ. તે જાણે કે તણાવમાંથી મુક્ત થઈને થોડી રિલેક્ષ્ડ લાગવા લાગી જેનાથી તેની સુંદરતામાં ય નિખાર આવવા માંડ્યો.હું કદાચ મારું નસીબ અજમાવતો હતો, પણ જયારે હું મારા હોઠ તેનાં હોઠ સુધી લઇ ગયો, તો તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો. તેનાં આવા રીએક્શનથી હું થોડો ટેંસ્ડ થઇ ગયો, અને પ્રાર્થના કરવા લાગ્યો કે તે ક્યાંક પાછળ ન હટી જાય.
એન્ડ યસ.. તેણે તેમ ન જ કર્યું. બલ્કે મને કીસ-બેક પણ કરી. ત્યારે મને જે લાગણી થઇ આવી તે અકલ્પનીય હતી... જાણે કે તે કે મિશ્રણ હતું તે રાહતનું, આશાનું, અને સંતોષનું..અમે બંનેએ, પ્રેમ, અને ધીરે રહીને જાગૃત થતી ઉત્તેજનાઓ સાથે, ગાઢ ચુંબનની શરૂઆત કરી. એ તો એકદમ સાફ હતું, કે તેણે ય મારી જેટલું જ આ બધું મિસ કર્યું હતું. કદાચ મીનીટ કે બે મીનીટ સુધી અમે તે ચાલુ રાખ્યું. અને તે સમયગાળાની પ્રત્યેક પળ પેલાં લાગણીભીના ઘાવોને રુઝાવતી ચાલી, અને મારાં મનમાં આશાનું ઇંધણે ય ભરતી ગઈ.પણ.. આ બધું વધું વાર ન ચાલ્યું. એકાએક એક ડગલું પાછળ ખસીને તે મારાથી અળગી થઇ ગઈ.
"નિકી.." -ન માની શકતો હોઉં તેમ હું ચમકી ગયો."આઈ કાન્ટ ડુ ધીસ.." -કહીને તે જાણે કે હોશમાં આવી હોય, તેમ દરવાજો ઉઘાડીને બહાર ભાગી નીકળી.."નિકી.." -મેં બુમ પાડી- "કમ બેક પ્લીઝ..!"પણ કોઈ અસર ન થઇ. પોતાની કારમાં બેસીને તે ચાલી ગઈ.મારી તે સઘળી પીડાઓ, કે જે થોડી ક્ષણો માટે અલોપ થઇ ગઈ હતી, તે ફરી પાછી પોતાની હાજરી વર્તાવા લાગી.હું અંદર ગયો અને સીધો પલંગ પર જઈ પછડાયો. એવું લાગતું હતું મને, કે જાણે હું.... હારી ગયો..!
હવે આજે બીજા દિવસે... ઓફિસે જવાનો મારો કોઈ જ ઈરાદો નથી. પણ હું તે ય જાણું છું કે ઓફિસમાં જઈને ને કંઇક કામ કરીને જ હું મારું મન બીજે વાળી શકીશ..ઓફિસમાં જેવો હું મારી કેબીનમાં આવીને બેઠો, કે એકદમ પ્રફ્ફુલિત મૂડ સાથે અમય પણ અંદર આવી ગયો."ગુડ મોર્નિંગ નીખીલ.." -તે ચહેકીને બોલ્યો- "યુ ઓલરાઈટ..? સાવ લેવાઈ ગયો હોય તેવો લાગે છે તું તો..""યસ.. આઈ'મ ફાઈન," -મેં થોડી બેપરાઈથી જવાબ આપ્યો. મને આજે બિલકુલ મન નહોતું થતું કોઈને એક સ્માઈલ પણ દેવાનું...અમયને પણ નહીં. આજે ફરી એક થકવી નાખે એવો દિવસ જવાનો એવું મને લાગી રહ્યું હતું."લેટ નાઈટ સુધી 'ડોલ્સ' સાથે કે શું.." -તેણે આંખ મારીને મને પૂછ્યું.કાશ.. એવું જ કંઇક હોત..હું મનોમન બબડ્યો.
આખી ઓફિસમાં એક ફક્ત અમય જ છે, કે જે મારી આ પબવાળી સિક્રેટ લાઈફ વિષે જાણે છે. પેલી બધી ચાલુ ટાઈપ છોકરીઓનો તે 'ડોલ્સ' કહીને ઉલ્લેખ કરે છે, જો કે પબમાં ય બધાં એમ જ કરે. બહુ મહિના પહેલા નિકીના પાપાનું આંખનું ઓપરેશન હતું, ત્યારે બે દિવસ માટે તે ત્યાં રહેવા ગયેલી. એટલે મોડી સાંજ સુધી હું પબમાં બેઠેલો, ત્યારે અચાનક મને ત્યાં અમય મળી ગયો હતો.તેને જોઈ મારા તો હોશ જ ઉડી ગયા હતા, કે હવે આ બધું ઓફિસમાં અને ધીરે ધીરે ગમે ત્યાંથી નિકી અથવા તેનાં ભાઈ રિચર્ડ સુધી ખબર પડી જશે. પણ અમય એક ઠરેલ ટાઈપનો યુવાન નીકળ્યો. ઓફિસમાં હું તેનો સીનીયર છું. પણ મારો આ ભેદ જાણવાનો તેણે કોઈ જ ગેરલાભ નથી લીધો. આમ છતાંય અમારી બંને વચ્ચે જરૂરી અંતર રાખવાનું તો મેં ચાલુ જ રાખ્યું. કોઈ અંગત વાતો કે મારી ફેમીલી લાઈફ વિષે અમે ભાગ્યે જ કોઈ ઉલ્લેખ કરીએ છીએ."લેટ નાઈટ સુધી..?" -તેણે જયારે આંખ મારીને મને પૂછ્યું, ત્યારે તેનાં ચહેરા પર એક અજાણી ખુશી છલકી રહી છે.
"હમમમ.." -હું ફક્ત હામી ભરીને અટકી ગયો અને પછી ટોપિક બદલવા માટે તેને પૂછ્યું- "બાકી? આજે સવાર સવારમાં તું કેમ આટલો ખુશ જણાય છે?""કાલે રાતે એક બિલકુલ નવી અને મસ્ત 'ડોલ' સાથે 'સેશન' થઇ ગયું." -તેણે હસતાં હસતાં કહ્યું.
કોઈક 'નવી'ને મળીને તે આજે કંઇક વધુ જ ખુશ જણાઈ રહ્યો હતો. એટલો ખુશ, કે અમારા બંને વચ્ચેના વણકહેલા કાયદાઓને પણ વિસારે પાડી તે ખુલ્લંખુલ્લા વાતો કરવા લાગ્યો.'વૂ-ડૂ' પબમાં અમય સાથે મુલાકાત પછી થોડી ખીલેલી અમારી લીમીટેડ ફ્રેન્ડશીપથી તે ફક્ત એટલું જાણી શક્યો છે, કે હું કોઈકની સાથે લીવ-ઇન-રીલેશનશીપમાં છું, પણ મારી પાર્ટનરનું નામ અથવા બીજી કોઈ વિગત તે જાણતો નથી. મેં આ બધી વાતો તેની સાથે શેઅર કરી જ નથી.. અમુક અંતર તો મેં જાળવી જ રાખ્યું છે.
જો કે આજે તો મને ય જરૂર હતી કોઈક એવા દિલની, કે જેની સામે હું કંઇક હળવો થઇ શકું. તો અમયની આ ખુલ્લી વાતોથી મને કોઈ અનકમ્ફર્ટ ફીલ ન થયું.."બહુ જ મસ્ત હતી યાર," -તેણે પોતાની વાત ચાલુ રાખી- "બટ આઈ થીંક, એને ફક્ત 'વન-નાઈટ-સ્ટેન્ડ' જ જોઈતું હતું. જો કે મને પણ તે વાતથી કંઈ જ ફરક નહોતો પડતો""તમે લોકોએ ફોન નંબર લીધા, કે નહીં એકબીજાનાં ?" "ના..પણ તારી સાથે શું થયું છે..? ગઈ કાલથી જ તું કંઇક બદલાયેલો લાગે છે." -તેને જે પેટમાં દુ:ખતું હતું, તે તેણે પૂછી જ લીધું.. કેટલું ય મેં ઈચ્છ્યું કે આ પ્રોબ્લમ મારી અને નિકી વચ્ચે જ રહે, તેમ છતાય તેનાં આ સવાલથી મારી આંખો છલકાઈ જ ઉઠી. "બસ.. રાતે નીંદર સરખી થઇ નથી." -જવાબ આપતા આપતા મારો અવાજ તરડાઇ ગયો. પણ પછી જાતને સંભાળીને મેં લેપટોપમાં કામ કરવામાં બીઝી છું, તેવો ઢોંગ કરવા લાગ્યો."સાચ્ચે..?" -તેણે શાંતિથી પૂછ્યું"હા.. પણ ઓનેસ્ટલી કહું તો આ એવી વાત નથી કે જે મારે તારી સાથે કરવી જોઈએ." -મેં નાજુકાઈથી અને રીસ્પેક્ટથી તેને કહ્યું..એ બહુ સારું હતું કે અમય મારાં માટે આટલી ફિકર દેખાડતો હતો, પણ એક્ચ્યુલી હું મૂડમાં જ નહોતો."વેલ.. તને જો મારી જરૂર પડે, તો તને ખબર છે કે હું ક્યાં છું." -કેબીનની બહાર નીકળતા તે બોલ્યો.અને હું ફરી એકલો પડી ગયો મારી કેબીનમાં.
અમયના જવા બાદ હું કેબીનમાં એકલો રહી ગયો. નિકીની યાદ હરપળ આવતી રહી. મેં પોતે જ ઉભા કરેલા સંજોગોથી હું હવે થાકી ગયો હતો અને મારી જાત પર જ મને ગુસ્સો આવતો હતો. નિકીને બહુ જ વધુ હું મિસ કરવા લાગ્યો અને કાલ રાતવાળી કિસ મારી આંખોની સામે હરપળ તરતી રહી. કેટલી અદભૂત કિસ હતી તે.
બપોર પછી મેં નિકીને એક મેસેજ કરવાનું વિચાર્યું. પણ કઈ રીતે શરુ કરું કંઈ સમજમાં નહોતું આવતું, તો બસ કંઇક સિમ્પલ રીતે લખ્યું- "કેવું ફિલ થાય છે?"
હું જાણતો હતો કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખતાં આ એક મુર્ખ જેવો સવાલ હતો. પણ મારા અચરજ વચ્ચે, તરત જ તેનો રીપ્લાઈ આવ્યો, જે કે એક સારી નિશાની કહી શકાય એવું મને લાગ્યું. પણ તેનો રીપ્લાઈ કોઈ જ રીતે પોઝીટીવ નહોતો જ. કારણ તેણે લખ્યું હતું- "ઉકરડા જેવું....લાઈક અ શીટ""ઓહ.. સોર્રી. તો ફરી પાછા મળીયે ?""ના.. આજે રાતે નહીં.." -તેનો જવાબ આવ્યો..તેની 'ના' સાંભળીને મારું મન હતાશ થઇ ગયું.પણ તેણે ફક્ત આજની રાત માટે જ ના પાડી છે, હમેશા માટે નહીં. તો આનો તો મતલબ તો સારો જ સમજવો જોઈએ એવું મને લાગ્યું.કે પછી એવું તો નથી કે હું કંઇક વધુ પડતી જ આશા બાંધીને બેઠો છું?.હવે આગળ શું લખવું જોઈએ તેની મૂંઝવણ થઇ આવી.હું નક્કી નહોતો કરી શકતો કે તેને રાજી કરવા માટે હજી વધુ પ્રયત્નો કરવા જોઈએ કે પછી અમુક સમય માટે તેને થોડી સ્પેસ દેવી જોઈએ.જેટલો વધુ સમય હું તેને આપું તેટલો જ હું વધુ ને વધુ તે ખતમ થતો જાઉં છું.હવે.. ફરી પાછી એક એક રાત નિકી વગર કાઢવાની વાત મારી સહનશીલતાની બહારની વાત હતી.અને ત્યારે જ.. મારા વિચારોમાં ખલેલ પાડવા માટે કોઈએ મારી કેબીનનો દરવાજો ખખડાવ્યો."કમ ઇન..," -મેં અવાજ દીધો, પણ સાથે સાથે નિકીને એક મેસેજ પણ મોકલી દીધો -"આઈ લવ યુ.".અમય અંદર આવ્યો, ચહેરા પર એક સહાનુભુતિભર્યું સ્માઈલ લઈને. મૂડ ખરાબ હોવાને કારણે મને તો જો કે એવું જ લાગ્યું કે તે સાલો મસ્કા મારવા જ આવ્યો છે. પણ મનોમન હું જાણતો જ હતો કે એક્ચ્યુલી તે એવું નથી કરી રહ્યો.
"આઈ ડોન્ટ નો, કે તારી લાઈફમાં અત્યારે શું ચાલી રહ્યું છે," -તેણે સહાનુભુતિ દેખાડતા કહ્યું- "પણ મને લાગે છે કે એકાદ બીયર અને થોડી હલકીફૂલકી વાતો કંઇક ફરક કરશે.""ઓફર તો સારી છે અમય, પણ.." -એક નિશ્વાસની સાથે મેં કહેવાનું શરુ કર્યું."મારે ના નથી સાંભળવી," -મારી વાત કાપીને તે બોલ્યો- "આખા દિવસ દરમ્યાન તારું મોઢું એવું જ રહ્યું છે જાણે કે કોઈએ તારા 'પછવાડા' પર એક જોરદાર લાત મારી હોય. દોસ્ત, યુ ક્લીઅરલી નીડ ટુ ચીઅર અપ."
એક નાનું એવું સ્માઈલ મેં આપ્યું અને તે પણ જબરદસ્તી. મારો કોઈ જ મૂડ નહોતો બની રહ્યો, ક્યાંય બહાર જવા માટે."કમ ઓન નીખીલ," -તેણે રીક્વેસ્ટ કરી- "મજા આવશે યાર તને. એટમોસ્ફીઅર ચેન્જ કરવાની ટ્રાઈ તો કરવા દે મને."
હું આગળ કંઈ કહું તે પહેલા.."તારો જે કંઈ પ્રોબ્લમ હોય તેની વાત કરવાનો તારો મૂડ ન પણ હોય તો વાંધો નહીં.. એટ લીસ્ટ મને તો વાત કરવા દેજે, કાલ રાતની મારી વન-નાઈટ-સ્ટેન્ડવાળી મોજમસ્તીની. તને મજા આવશે." -તેણે આંખ મારીને કહ્યું."ઠીક છે.. એક ડ્રીંક..." -મેં મારી હાર માની લીધી."ગુડ.." -તેણે સ્માઈલ આપી- લેટ'સ ગો ધેન. ચાર તો ઓલરેડી વાગી ગયા છે. .મેં તેને એક કમજોર સ્માઈલ આપી, મારું લેપટોપ સ્વીચ-ઓફ કર્યું અને મારા ફોન પર એક નજર કરી. પણ નિકીનો કોઈ જ મેસેજ નહોતો આવ્યો. 'આઈ હોપ યુ સ્ટીલ લવ મી' -મેં નિરાશાપૂર્વક વિચાર્યું.
વધુ છઠ્ઠા પ્રકરણમાં…..
પ્રકરણ ૬
મારી પ્રિયતમા નિકીનો વિયોગ મારા વર્તન, મારા મુડ અને મારા ચહેરાને એટલી હદ સુધી પ્રભાવિત કરી ગયો, કે મારા ઓફિસ-મિત્ર અમયને જબરદસ્ત ડાઉટ આવ્યો કે મારી જિંદગીમાં કંઈક તો ખોટું થઇ રહ્યું છે. અને એટલે જ ખાસ આગ્રહ કરીને તેણે મને તેની સાથે એકાદ-બે ડ્રીંક લેવાનો પ્રોગ્રામ બનાવ્યો. જો કે મને પણ એવું લાગ્યું કે આમ કરવાથી જ કદાચ મારું ધ્યાન બીજી દિશામાં દોરી શકાશે, એટલે હું પણ તેની સાથે જવા માટે સહમત થયો અને ઓફિસેથી સીધા જ અમે ત્યાં રેસ્ટોરાંમાં પહોચી ગયા.
"ચીયર્સ...!" -ગોવા-પૂના હાઈવે પર આવેલી એક શાંત રેસ્ટોરાંમાં બીયરના ગ્લાસ ટકરાવાના રણકારની વચ્ચે અમય ચહેકી ઉઠ્યો. તેણે જાણી જોઇને આ રેસ્ટોરાં સજેસ્ટ કરી, કારણ અહિયાં ભાગ્યે જ કોઈ દિવસ ગરદી હોય છે. પોતાની કાર ગેરેજમાં હોવાથી તેને મારી બાઇક પર પાછળ બેસીને આવવું પડે તેમ હતું, તે છતાં ય તેણે અહીં જ આવવાનો આગ્રહ રાખ્યો, ત્યારે હું સમજી ગયો કે અહીંના શાંત એકાંતમાં તે પોતાની મજેદાર 'ટ્રીપલ એક્સ' સ્ટોરી મને બેધડક રીતે સંભળાવી શકે, તે માટે જ તેણે અહીં આવવાનું પસંદ કર્યું છે.
"ચીયર્સ ટુ યુ ટૂ, દોસ્ત.." -મારી જાત માટે સોરી ફીલ કરતાં કરતાં મેં તેની ખુશીની દુઆ કરીને તેનાં પર ઉપરથી નીચે સુધી નજર કરી..રેસ્ટોરાંના ઝાંખા પીળા પ્રકાશમાં અમય કંઇક વધુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ખુબ જ મસ્ત ફીટીંગવાળા બ્લેક ટ્રાઉઝર અને ડાર્ક બ્લુ શર્ટમાં તેનો પાતળો પણ કસાયેલો દેહ દીપી ઉઠતો હતો. ગોવાના મોટાભાગના ઘઉં વર્ણના, કે પછી શામળા વર્ણના યુવાનોની સરખામણીમાં મુંબઈનો આ ગોરો ગુજરાતી યુવાન સહેલાઈથી યુવતીઓ પટાવી શકતો હશે, તેવું મને લાગ્યું. મારી કરતાં ત્રણ-ચાર વર્ષ નાનો અને ત્રણેક ઇંચ નીચો આ યુવાન તરવરાટથી ભરપુર જણાતો હતો.."શું જુએ છે?" -તેણે મારી તરફ આંખ મારતાં કહ્યું- "નિયત તો સાફ છે ને ?" -તેની આવી વિચિત્ર મજાકથી હું ઓછપાઈ ગયો. ."ચુપ કર સાલા.. શું સમજે છે તું મને.." -મેં વાતાવરણને થોડું હળવું બનાવવા કહ્યું"સાલો તો તારા ભાઈ નિતીનનો હતો, પણ તે તો એક જમાનામાં, અત્યારે નથી. તો એવા કોઈ રીલેશનનું ટેન્શન નહીં રાખ. બિન્દાસ કહી દે.. હેન્ડસમ તો તું પણ છે.. એટલે 'કંઇક' વિચારી જરૂર શકાય... હેહેહે...!" -અમયને તો જાણે પીધા પહેલાં જ મસ્તી ચડી ગઈ.
"અબે ઓય મિસ્ટર રોંગ નમ્બર...! ખોટા ફાંફા મારવાનું મુકીને એ બતાવ કે ગઈકાલ રાતની તારી 'ડેટ' કેવી હતી?" -તે આ ફાલતું ટોપિક આગળ વધારે, કે મારી બાબતમાં મને કંઈ પૂછે, એ પહેલા મેં તેનો જ ટોપિક શરુ કરી દીધો.
"હા યાર.. બહુ જ હોટ હતી યાર તે.." -પોતાનો મનપસંદ ટોપિક શરુ થતાં જ, અમયે તક ઝડપી લીધી અને તરત જ શરુ થઇ ગયો- "પણ દોસ્ત, એકદમ તાજ્જુબ થઈ જાય એટલી સહેલાઇથી તે હાથ આવી ગઈ. તું સમજે છે હું શું કહેવા માંગુ છું? શું કહું યાર..અમે તો બસ.. હજી પંદર કે વીસ મિનીટ જ વાત કરી હશે.. કે તેણે તો ડાઈરેકટલી મને કહી જ દીધું, કે તેને મારી સાથે સુવામાં ઇન્ટરેસ્ટ છે. ટૂ મચ યાર.. બાકી તને તો ખબર છે હું કેટલો રીઝર્વડ ટાઈપનો છું." ."હેહેહેહે...! રીઅલી..? એટલી બોલ્ડ હતી તે ?" -મેં જોરથી હસતા હસતા પૂછ્યું અને હું તેનાં તે વખતના ચહેરાની કલ્પના કરવા લાગ્યો. એવું લાગતું હતું જાણે આ બંદાને કોઈએ એક ખુબસુરત હસીના સીધી પ્લેટમાં મુકીને જ ઓફર કરી દીધી હોય. અને અમય જેટલો સીધો છે, તે હિસાબે તો મને ખાતરી છે કે તે આવી ફોરવર્ડનેસથી ટેવાયેલો ન જ હોય.. કારણ, અમુક હદે શરમાળ તો તે છે જ. ."હા બંધુ, ઘણી બોલ્ડ કહેવાય, હું તો યાર હક્કોબક્કો જ રહી ગયો." -તેણે હસતા હસતા જવાબ આપ્યો."શરૂઆતના જ આ જોરદાર ફટકા પછી તેં હા પાડી ? કે પછી પસીનો છૂટી ગયો?" .હો..હો.. ! આવો મોકો જવા દઉં કે.. ? મને તું શું અલીબાગથી આવેલો સમજે છે કે..?" -અમય રંગમાં આવવા લાગ્યો.
.'ઓકે..તો પછી તમે લોકો ગયા'તા ક્યાં ? તેની પાસે જગા હતી કોઈ?"."ના, તેની પાસે તો નહોતી, પણ મારો એક ફ્રેન્ડ હમણાં ગણપતિના તહેવારને લીધે ગામ ગયો છે, એટલે તેનું ઘર ખાલી જ છે અને તે ચાવી મનેદઈ ગયો છે. તો પછી અમે ત્યાં ગયા. થોડીવાર.. યાર બહુ જ થોડી વાર માટે અમે વાતો કરી, અને પછી સેક્સ...અને પછી પોતપોતાના રસ્તે. બાત ખતમ..! પણ યાર.. મારી સાથે વધુ વાર રહેવામાં તેણે કોઈ ઝાઝો ઇન્ટરેસ્ટ ન બતાવ્યો.. કોને ખબર કેમ યાર..!"."સો સૅડ યાર..! આજકાલની આ છોકરીઓ પણ.. શું કહેવું હવે.. ! એની વે.. પણ તેનાં આવા લુખાસુકા વર્તનથી તારા પરફોર્મન્સ પર તો કોઈ અસર નહોતી પડી ને? -મેં તેની મજાક ઉડાવતાં કહ્યું.
"ઓફ કોર્સ નોટ. તું મને સમજે છે શું યાર..?" -તેણે બનાવટી ગુસ્સા સાથે કહ્યું- "ઘણા વખત પછી ય ડ્રાઈવિંગ કરીએ તો શું થયું..? કંઈ ડ્રાઈવિંગ ભૂલી થોડું જ જાય કોઈ..? મસ્ત પરફોર્મ કર્યું, દોસ્ત."."યાહ.. એમાં મારે ડાઉટ કરવાનું કોઈ કારણ જ નથી." -મેં મસ્તીમાં જ કહ્યું- "બાઈ ધ વે, ફોન નમ્બર તો, તેં પહેલાં કહ્યું તેમ, ભલે એક્ષચેન્જ ન કર્યા, પણ નામ તો ખબર પડી કે નહીં? શું હતું તેનું નામ?"
"નિકી.." -તેણે એકદમ સહજરીતે કહ્યું- "હર નેમ વોઝ નિકી."
હું ચોંકી ગયો."શું બકવાસ કરે છે..?" -હું ગુસ્સાથી ઉછળી પડ્યો- "તું સાલા....નિકી સાથે સુતો હતો..?".તરત જ એક ડર, એક ઈર્ષાએ મારા દિલોદિમાગ પર કબજો કરી લીધો. મારા ધડકન એટલી વધી ગઈ, કે મારા થરથર કાંપતા હાથને બીયરના ગ્લાસનું વજન પણ વધુ લાગવા લાગ્યું. મેં ગ્લાસ નીચે રાખી દીધો અને હું અમયની સામે ને સામે જ જોતો રહ્યો, હરામજાદો કંઇક મોઢામાંથી ભસે તેની વાટ જોતો જોતો..ના, મારી નિકી એવી નથી.. તે મારી સાથે છળ ન કરે મને તેની પર વિશ્વાસ છે- મારા હૃદયે પોતાનાં વિરોધનો સુરો છેડ્યો."વિશ્વાસ હોવાથી શું ફરક પડે છે..? વિશ્વાસ તો તેને ય તારી પર હતો, પણ શું થયું? તેં તો તેની સાથે છળ કર્યું જ ને.." - મારા મગજે તરત જ પોતાનો તર્ક રજુ કર્યો. અને મારા કપટી મગજની આ વહેમીલી દલીલ સામે મારું પ્રેમાળ મન હારી ગયું..એક જ ઝાટકે હારી ગયું...!.તો આણે ..આ બે બદામનાં છોકરાએ નિકી સાથે મજા મારી..? મારી નિકી સાથે..?હું જેમ નિકીને કિલકારીઓ ભરાવું છું, શું આ કુતરાએ પણ એમ જ કર્યું હશે? - મને એક જાતનો મુંઝારો થવા લાગ્યો, જાણે કે મારી છાતી ભીંસાવા લાગી.. મારી આંખોમાં ક્રોધ અને કરુણા બંને એક સાથે છલકાવા લાગ્યા. પણ તેનાંથી, તે બંનેની આત્મીય પળોની જે છબી મારી નજર સામે ઉપસી આવી હતી, તે ધૂંધળી ન પડી શકી. બંનેના નગ્ન દેહો, બંનેની જીભ એકમેકમાં અટવાતી...!
આ....હ..! કેટલો બીમાર કરી દેવાવાળો, કેટલી પીડા ઉત્પન્ન કરવાવાળો ખયાલ હતો તે.."તું.. તું ઓળખે છે તેને?" -મારાં આવા અનપેક્ષિત વર્તનથી અમય ચોંકી ગયો, ને હક્લાતો હક્લાતો તે આટલું યે માંડ માંડ બોલી શક્યો.
"ઓળખવાની વાત કરે છે?" -હું ઉભો થતો થતો બોલ્યો- "તે તો સાલી મારી ગર્લ ફ્રેન્ડ છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારો એફેર ચાલે છે અને.. અને છેલ્લા બે વર્ષથી મારી સાથે રહે છે..મારી વાઈફની જેમ..! મૂરખ સાલા..કંઈ સમજાય છે તને..? "બંને હાથની મુઠ્ઠીઓ ભીંસીને હું તેનાં માથા પર નમીને ઉભો હતો. ગુસ્સાની કે તકલીફની, કોને ખબર શેની રેખાઓ મારા ચહેરા પર વધુ ઉપસી આવી હતી..!
"નહીં યાર નિખીલ," -તે કાંપતા સ્વરે બોલ્યો- "તેણે તો આપણી કમ્પનીનું નામ પણ નથી સાંભળ્યું. તારી ગર્લફ્રેન્ડને તો ખબર જ હોય ને... કે તું કઈ કમ્પનીમાં કામ કરે છે.મને થોડી રાહત થઇ. બટ વેઇટ..પોસીબલ છે કે નિકી તેની પાસે ખોટું બોલી હોય, કે તેણે આ કંપનીનું નામેય નથી સાંભળ્યું.."તારી નિકી કેવી દેખાય છે ?" -અમયે ઉતાવળિયા થઈને પૂછ્યું- "તારા ફોનમાં તેનો ફોટો છે?"મારો હાથ મારા ફોન પર ગયો અને મનોમન એક ગાળ બોલાઈ ગઈ.. કારણ ત્યારે જ મને યાદ આવ્યું કે આ હેન્ડસેટ તો મેં હજી માંડ અઠવાડિયા પહેલાં જ બદલાવ્યો છે. હજુ તો પુરા કોન્ટેકસ પણ ટ્રાન્સફર નથી કર્યા આમાં, તો પીક્સ કે મ્યુઝીક કે એવા બધાંનો તો કોઈ ચાન્સ જ નહોતો.."પહેલા તું મને કહે બધું, " -હું દાંત ભીંસીને બોલ્યો- "એટલે મને ખબર પડે, કે તું મને બેવકૂફ નથી બનાવતો.""ઓકે.. તે લગભગ મારી જ હાઈટની હતી." -એક શ્વાસ રોકીને પોતાની જાતને તૈયાર કરીને તે બોલ્યો.ચેક..! એકદમ બરોબર. નિકી પણ મારાથી ત્રણ ઇંચ જેટલી જ નીચી છે, એટલે કે અમયની જેટલી જ હાઈટ છે એની. ."ઉમર..લગભગ મારા જેટલી જ.." -તે આગળ બોલ્યો.ચેક અગેઇન...! ફરી પાછુ બરોબર. મારી નિકી, અને અમય બેઉ મારાથી ત્રણેક વર્ષ નાના છે. એટલે બંનેની ઉમર એકસરખી જ છે. ."એકદમ કાળા વાળ. જેટ-બ્લેક..!"ચેક...!
"ડાર્ક ગ્રીન ટીશર્ટ અને જીન્સ પહેરેલા તેણે.." -તેણે વર્ણન ચાલુ રાખ્યું.હું પાછો થોડો રીલેક્ષ થયો..નિકી કાલે રાતે ઘરે આવી હતી, ત્યારે તેણે તો રેડ કલરનું લેડીઝ ટાઈપ ટોપ્સ પહેરેલું. કોઈ ટીશર્ટ નહોતું પહેર્યું તેણે.બટ વેઇટ..! મને ખ્યાલ આવ્યો કે પાપાના ઘરે જઈને કદાચ ડ્રેસ-ચેન્જ કર્યો પણ હોય.. કદાચ. અને... કાલે રાતે મેં તેને કયા રંગના ટીશર્ટસ્ પેક કરીને આપ્યા હતા તે મને કંઈ જ યાદ નથી.
"પાતળી..સ્લીમ..!"સાલું.. ફરી પાછુ ચેક. ."બ્રાઉન કલરની આંખો..મારા ખ્યાલ મુજબ..""તારા ખ્યાલ મુજબ..? એટલે ?" -ગુસ્સાથી મારો અવાજ તરડાવા લાગ્યો. આ સાચે જ ગુસ્સો અપાવે તેવી વાત હતી. મારે વધુ ને વધુ જાણવું હતું એ ખાતરી કરવા માટે, કે જેની સાથે આ હલકટ સુતો હતો, તે છોકરી મારી નિકી જ હતી, કે બીજી કોઈ.
."મને યાદ નથી. પણ હું મોટેભાગે શ્યોર જ છું, કે તેની આંખો બ્રાઉન હતી.."તેનાં પ્રાઇવેટ પાર્ટ પર કોઈ નિશાની..? -મેં બેશરમીથી પૂછ્યું. અમય એક પળ માટે આંચકો ખાઈ ગયો. મારી વાઈફ સમાન ગર્લ-ફ્રેન્ડને ઓળખી કાઢવા મેં કેવી બેહુદી વાતનો સહારો લીધો, એ વાતથી તે અવાચક જ બની ગયો.પણ મને તો જાણે કે.. કોઈ પરવા જ નહોતી.
"કોઈ લાખુ..? કે કોઈ એવો બર્થ-માર્ક..?" -મેં મારી નિર્લજ્જ પૂછપરછ ચાલુ રાખી. હું એટલી શરમજનક રીતે ઉતાવળિયો થઇ ગયો હતો, કે મારે કોઈ પણ રીતે ખાતરી કરી લેવી હતી. હું તો પુરુષ મનની ફક્ત એક ખાસિયત જાણું છું, કે આવી કોઈ જગ્યા પરનાં નિશાનો કાં તો ખુબ જ આકર્ષક હોય છે. અથવા તો એટલા ગંદા, કે આખા મૂડનો સત્યાનાશ કરી નાખતાં હોય છે, અને માટે જ તે તરત યાદ રહી જતાં હોય છે.
"એવે વખતે યાર... હું એવું બધું થોડું જ જોવા બેસવાનો.." -અમયે પોતાનો વિરોધ દર્શાવ્યો- "બટ વેઇટ..યસ,..!" .હું થંભી ગયો.. તે શું કહેવાનો છે હવે? કારણ, આવું પૂછીને પરોક્ષ રીતે મેં તો તેને કહી જ દીધું છે, કે મારી નિકીને અમુક જગ્યા પર એવો કોઈક બર્થ-માર્ક છે. અને જો અમય પણ પેલી છોકરીના એવા કોઈક બર્થ-માર્કનું જગ્યા સાથેનું વર્ણન કરે, તો એ નક્કી થઇ જાય, કે તે છોકરી નિકી જ હતી.."તેનાં ડાબા ઘુંટણથી એકાદ ફૂટ ઉપર, કોઈ એકસીડન્ટ પછીના આવેલા ટાંકાનું લાંબુ નિશાન હતું.. કદાચ." -અમય ખાત્રીપૂર્વક બોલ્યો.
સાચું કહું? ત્યારે મને જે રિલીફ મળી, તેનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી, કારણ મારી નિકીનાં ડાબા કે જમણા, કોઈ જ પગ પર એક અડધી ઇંચ જેટલું ય કોઈ નિશાન નથી. તેનાં બંને પગ તો ઘૂંટણથી જાંઘ સુધી કેળનાં સ્તંભ જેવા લીસ્સા-લચક છે. ."શ્યોર..?" - સાફ વરતી જવાય તેવી કંપન સાથે મેં પૂછ્યું. રડી પડવાની લાગણી સામે હું અંદરઅંદર લડી રહ્યો છું, એ વાત તેનાથી છુપી નહીં જ રહી હોય.
"હા.. યસ.. કસમથી.. સ્ટીચીઝનું લાંબુ પાંચ-છ ઇંચ જેટલું નિશાન હતું. ડેફીનેટલી..!"
બસ.. આ સાથે જ હું ઉભો થઇ ગયો અને રેસ્ટોરાંથી બહાર આવી ગયો.. તેને અંદર મુકીને જ.અચાનક નિર્માણ થયેલી પરિસ્થિતિથી, અમયને એકદમ આંચકો ખાધેલી દશામાં રાખીને હું મારી બાઈક પર સવાર થઇ ઘરે આવી ગયો. બાઈકને બહાર પાર્ક કરીને પડતો-આખડતો હું દરવાજા સુધી પહોચ્યો, અને અંદરથી દરવાજો બંધ કરતાંની સાથે જ હું નીચે લાદી પર જ ફસડાઈ પડ્યો. લાગણીઓનો બંધ સમજો તૂટી જ ગયો અને આંખોમાં જાણે કે રાહત અને ધરપતનાં આંસુઓનું પુર આવી પડ્યું..અમય મારી સાથે મારી બાઈક પર જ આવેલો, આવી દુરસુદુર જગ્યા પરની હોટલમાં. તો મારી એ ફરજ હતી, કે તેને ટાઉનમાં કોઈક એવી જગ્યા સુધી લઇ જઈને ડ્રોપ કરું, કે જ્યાંથી તેને રીક્ષા, ટેક્ષી મળી રહે..પણ એટલું બધું વિચારવાની તાકાત જ ક્યાં હતી મારામાં..! હું તો ત્યારે બસ છુટકારો મેળવી રહ્યો હતો એવા બધાં વિચારોથી, કે હું નિકીની ચોરી પકડી રહ્યો છું. .કલાકેક કદાચ, આ જ અવસ્થામાં હું જમીન પર જ પડ્યો રહ્યો હોઈશ. અને પછી મેં મારો ફોન કાઢ્યો. મને લાગ્યું કે મને ઘણી રાહત મળી ગઈ છે, પણ તો ય... નિકીને અમય સાથે ઈમેજીન કરવાની વાત હજી પણ મને આટલી જ તકલીફ દઈ રહી હતી, જેટલી કે પહેલાં.. કે જયારે તે છોકરી નિકી હોવાની હું ધારણા કરતો હતો..
નિકી મને ચીટ કરે છે એ આઈડિયા જ એટલો ગંદો અને પીડાદાયક છે. પણ અત્યારે જે થયું તેની કરતાં પણ વધુ જોરદાર આંચકો મને તે વાતે આપ્યો, કે જયારે મેં મહેસુસ કર્યું કે નિકીએ કેવું ફિલ કર્યું હશે જયારે તેણે મને પકડી પાડ્યો હતો, બીજી છોકરી સાથે..તેને ચીટ કરતો. મને આ પીડાનો અહેસાસ પહેલાં નહોતો. પણ એ અહેસાસનો અત્યારે અનુભવ થતાંની સાથે જ હું મારી જાતને હજુ ય વધુ ધિક્કારવા લાગ્યો.ઢીલાઢાલા હાથે મેં નિકીને ફોન લગાડ્યો. મારા ડુસકાઓને કાબુમાં રાખવાની મેં કોશિષ કરી જોઈ, પણ હું નાકામ રહ્યો."નિકી..?" -તે ફોનમાં રીપ્લાઈ કરે તે પહેલાં જ હું ઉતાવળો થતો ચાલ્યો- "નિકી, આયે'મ સોરી. આઈ એમ સો સોરી..નિકી..!"
મને કોઈ જ આઈડિયા નથી કે મારા ડુસકાઓની વચ્ચે મેં જે કંઈ પણ કહ્યું, તે બધું તે સમજી શકે છે, કે નહીં. પણ તો યે મેં મારી વાત ચાલુ જ રાખી."આઈ લવ યુ સો મચ. નિકી, આઈ કાન્ટ બીલીવ કે આ બધું મેં તને કર્યું છે. હું માની નથી શકતો કે મેં તને આટલી બધી વાર હર્ટ કરવાનું રિસ્ક લીધું છે. હું માની જ નથી શકતો કે મેં કોઈ બીજી યુવતીની સામે પણ જોયું છે. તારી સરખામણીમાં તો તે બધીઓ કંઈ જ નથી, નિકી..કોઈ જ તારા જેવી નથી. આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ.".હું મારું હૃદય ખોલીને ફોનમાં રેડવા લાગ્યો. ત્યારે વચ્ચે વચ્ચે તેનાં ય ધ્રુસકાઓનો અવાજ આવી રહ્યો. મેં નિકીને કહ્યું, કે હું ક્યારે ય કોઈ એવી વ્યક્તિને નથી મળ્યો કે જેણે મને તેના જેટલું સુખ આપ્યું હોય.મેં તેને એ પણ કહ્યું કે મેં તેને જ્યારે જ્યારે 'પરફેક્ટ' કહી છે ત્યારે તેમાં કોઈ જ અતિશયોક્તિ નહોતી. મેં તેને કહ્યું કે તે ખુશ રહેવા માટે...અને એક દેવતા જેવો વ્યવહાર પામવાને માટે એક્ચ્યુલી હકદાર છે. જેટલી થઇ શકે તેટલી મેં તેની પ્રસંશા કરી, પણ એ આશાએ નહીં કે હું તેને પાછી મેળવી શકું, અને ન તો આ બધી કોઈ ચાપલુસી હતી. મેં તેની પ્રસંશા કરી, કારણ કે એ બધી હકીકત છે, અને વાસ્તવમાં જ મારો આ બધું કહેવાનો મતલબ હતો. મારા દુઃખી મન સાથે મેં તેને કહ્યું કે હું બસ..તેને ખુશ જોવા માંગુ છું, ભલે એનો મતલબ એવો પણ હોય કે ખુશ રહેવા માટે તે મારી સાથે ન પણ રહે..! 'આખરે જયારે હું શ્વાસ લેવા રોકાયો ત્યારે મારા હાથમાંથી ફોન સરકીને નીચે પડી ગયો. અને હું નીચે ફર્શ પર જ બેઠો રહ્યો. બેઠો જ રહ્યો ત્યાં સુધી.. કે જ્યાં સુધી કોઈક આવ્યું અને મારા દરવાજા પર નોક કર્યું.
વધુ સાતમા પ્રકરણમાં…..
પ્રકરણ ૭
નિકી મને ચીટ કરી રહી છે એ ખ્યાલ માત્રથી હું એકદમ અસ્વસ્થ થઇ ગયો.અને ત્યારે મને અહેસાસ થયો કે નિકીએ એક્ચ્યુલી મને ચીટ નથી કર્યો, તો યે હું આટલો ડીસ્ટર્બ થઇ શકું છું, તો જયારે નિકીએ મને રંગે-હાથ તેને ચીટ કરતો પકડી પાડ્યો હતો, ત્યારે તેનાં મન પર શું વીતી હશે.આ જ બધાં વિચારોમાં કેટલી ય વાર સુધી હું નીચે, જમીન પર બેહાલ થઇ પડ્યો હતો..કે કોઈ એ દરવાજો ખટખટાવ્યો.
મેં મારી રિસ્ટ-વોચમાં જોયું, સાંજના આઠ વાગી ગયા હતા. મતલબ કે ઓછામાં ઓછી ત્રીસ મિનીટ હું આમ જ નીચે લાદી પર પડ્યો રહ્યો..ફક્ત નિકીના વિચારો કરતો. .આ સમય દરમ્યાન હું એ વિચારતો રહ્યો, કે નિકીએ મને કેટલી મદદ કરી હતી આ મકાન ખરીદવા માટે.. આને સાચા અર્થમાં એક ઘર બનાવવા માટે.. અમારું ઘર..!!!.મારા મા-બાપ તો અમને, મને અને નીતિનને, નાના મૂકીને જ બહુ પહેલાં ગુજરી ગયા. નીતિન પણ વર્ષોથી એકલો જ જર્મનીમાં જ રહે છે, અને તેની પોતાની અલગ જ લાઈફ છે. મારો બહુ ઓછો કોન્ટેક્ટ છે, તેની સાથે. .પણ.. નિકી તો પોતાની ફેમીલી સાથે હમેશા લાગણીઓ થકી જોડાયેલી જ રહી છે. તેની મા તો બહુ પહેલાં જ ગુજરી ગઈ હતી.. કદાચ પંદર વર્ષ પહેલાં. પણ તો ય તેનાં પાપાએ બીજા લગ્ન ન કર્યા અને પોતાનાં ત્રણે ય સંતાનો રિચર્ડ, નિકી અને વીકીને તેમણે મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. તેમણે ક્યારે ય પોતાનાં સંતાનોના નિર્ણયોમાં દખલગીરી નથી કરી. બલકે હમેશા તેમણે એક બાપીકી રીતે બધાને પ્રોપરલી ગાઈડ કર્યા. તેનાં પરિણામ સ્વરૂપે ઘરનું વાતાવરણ એકદમ ફ્રી અને ફ્રેન્ડલી રહ્યું, અને એક બાપ અને તેનાં ત્રણ સંતાન એકમેકથી એકદમ એટેચ્ડ રહ્યા. એથી પણ વધુ એ, કે નિકી પોતાની મોટી બેન વિકી સાથે તો બહુ જ વધુ ઈમોશનલી સંકળાયેલી રહી. તે બંને બહેનોની ઉમરમાં બસ... બે જ વર્ષનો તફાવત હતો, કદાચ આ જ તેનું કારણ હોઈ શકે. આવા ફ્રી અને ફ્રેન્ડલી કુટુંબને છોડીને નિકી મારી સાથે રહેવા આવી..ફક્ત મારા માટે.અને મારી પાસેથી તેને શું મળ્યું..? ફક્ત પીડા અને અન્યાય..!!
અને ત્યાં જ, ઘરના દરવાજા પર નોક થયાનો ફરી પાછો અવાજ આવ્યો. બહાર જે કોઈ પણ હતું તે બહુ ઉતાવળું થઇ રહ્યું હતું. મેં દરવાજો ખોલ્યો.. એકદમ સ્વાભાવિક રીતે, બહાર કોણ હશે તેની કોઈ પણ ઉત્સુકતા વિના.. પણ બહાર નજર કરી તો મારો શ્વાસ થંભી ગયો.
બહાર નિકી હતી..! નિકી આવી હતી મારા ઘરે, પણ બિલકુલ ખુશ નહોતી લાગતી તે. મેં જોયું, કે તે એકદમ રડમસ અને થાકેલી લાગતી હતી. ."વોટ ધ હેલ..નીખીલ..?" -તેણે જોરથી બરાડીને મને કહ્યું.મારી છાતી પર હાથથી ધક્કો દઈને મને પાછળ ધકેલ્યો.. અને આગળ..અંદર આવીને પાછળ જોરથી દરવાજો પટકીને બંધ કર્યો..તે ઘણી ગુસ્સામાં લાગી. આટલું આક્રમક થવું, તેનાં માટે એકદમ નવી જ વાત કહેવાય. આ તેનાં સ્વભાવમાં જ નથી, અને આમે ય, અમે બંને એકબીજાની ઉપર એક આંગળી સુધ્ધાં ય નથી રાખતા.તો તેનું મને આમ ધક્કો મારીને અંદર આવવું...હું એકદમ હેબતાઈ ગયો. નીકીનું આવું રૂપ જોઇને સાચે જ હું હેરત પામ્યો. ફોન પરની અમારી વાત.. એ કોઈ વાદવિવાદ કે ઝગડો તો નહોતો જ. મેં તેને કંઈ જ ખરુંખોટું નહોતું સંભળાવ્યું. ."વોટ્સ રોંગ..?" -મેં હેરતથી કહ્યું. "ફોન પરનો તારો એ બકવાસ.. શું છે આ બધું..?" -તે બરાડી- "તું મને ફોન કરે છે અને મારાં માટે તું શું ફિલ કરે છે તે બધું તું બોલે જાય છે... મને કહે છે કે તને આ બધાનો અફસોસ છે... અને એવું બધું..! અને પછી એકાએક ફોન કાપી નાખે છે. આનો મતલબ શું..? તારે મને શું ખોટેખોટી ફિકરમાં નાખવી હતી..? કે અહિયાં એકલા, તે કોણ જાણે શું ય કરી નાખ્યું હશે.. એમ?.હું એકદમ અવાચક થઈને જોઈ રહ્યો તેને.તે ઈમોશનલી એકદમ ભાંગી ચુકેલી લાગતી હતી. એક જ સમયે રોતી અને બરાડતી પણ...! કંઈ પણ કહેવા માટે હું એકદમ જ ક્ન્ફ્યુસ્ડ હતો.આવો સામનો મેં ક્યારે ય એક્ષ્પેક્ટ નહોતો કર્યો. ઓનેસ્ટલી, મને કંઈ જ સમજમાં નહોતું આવતું.
"હેં..? -હું બસ એટલું જ બોલી શક્યો."ઈઝ ઈટ ઓવર..? બધું ખત્મ થઇ ગયું આપણી વચ્ચેનું?" -તેનો ગુસ્સો અચાનક ગાયબ થઇ ગયો- "તારા કહેવાનો એ જ મતલબ હતો..?"
"ના.." -હું શ્વાસ લેવા રોકાયા વગર જ બોલી ઉઠ્યો. તેનો ચહેરો મારી હથેળીઓમાં લઈને હું બોલ્યો- "ના.. હું તો બસ એટલું જ કહેવા માંગતો હતો, કે હું તને ખુશ જોવા માંગુ છું. જો મારી સાથે નહીં તો ભલે મારી વગર જ. હું સમજી શકું છું. મને તો બસ તારી જ ફિકર છે. તારી ખુશીની જ ફિકર છે મને..".મને તેની આંખોમાં વેદના દેખાણી. એકદમ ચોક્ખી વાત હતી, કે તે અમારું આ સગપણ.. આ સંબંધ તે ખતમ કરવા નહોતી માંગતી. પણ સાથે સાથે.. તે સામેથી મારી આગોશમાં આવવા ય તૈયાર નહોતી.
ભીની આંખો સાથે અમે બંને એકબીજાને જોતાં રહ્યા. નિહાળતા રહ્યા. કાશ.. હું તેનાં દિલને ફરીથી ભરોસો અપાવી શકું..!.અને ત્યારે જ અચાનક તે આગળ આવી અને મને પોતાની બાથમાં લઈને એકદમ આવેગથી એક ઊંડું ચુંબન કરવા લાગી.ડેફીનેટલી, આ એક સરપ્રાઈઝ હતું મારા માટે.પણ એક પળની સરપ્રાઈઝ બાદ મેં મારી જાતને સંભાળી લીધી.. અને તેને સહકાર આપવા લાગ્યો. બે-ત્રણ પળની એ ઉત્તેજનાસભર ઊંડી કિસ, થોડા સમય બાદ એક હલકી-ફૂલકી નિર્દોષ કિસ બની ગઈ, જેમાં કોઈ જ વાસના ન હતી... જો કંઈ હતું, તો બસ... એકબીજા પ્રત્યેનો પ્રેમ...! એકમેક પ્રત્યેની લાગણી..!!!.એકબીજાને પોતાનાં આશ્લેષમાં લઈને, પોતપોતાનાં હોઠને અલગ કર્યા વિના, અમે બંને સોફા પર બેસી ગયા... અને અમે તે ચુંબન ચાલુ જ રાખ્યું.. ઘણા લાંબા સમય સુધી..!!
કેટલી ય વાર બાદ, હું જ્યારે જાગ્યો, તો નિકી હજુ યે મારી બાથમાં જ હતી. થોડા સમય માટે અમને બંનેને એક ઝોકું આવી ગયું હતું.હું ઘણી જ હળવાશ અનુભવતો હતો, કે આનો કંઇક તો મતલબ નીકળતો જ હશે, કે જે મારી તરફેણમાં હોય.અમારી આ રીલેશનશીપનું ભવિષ્ય જો ઉજ્વળ ન હોત, તો તે આમ સામેથી મને કિસ ન કરત..! અને તેનાં પછી પણ અમે અગણિત નાની નાની કિસ કરી હતી. આ બધાંએ મને એ જ બતાવ્યું, કે તેણે પણ મને એટલો જ મિસ કર્યો છે, કે જેટલી મેં તેને.હું એટલી તો આશા રાખી જ શકું, કે મેં તેને મારા પ્રેમનો અહેસાસ કરાવ્યો છે, અને તેનાં મનમાં એવો ભરોસો ઉત્પન્ન કરી શક્યો છું, કે મારી સંવેદનાઓનો હર એક અંશ તેનાં.. અને ફક્ત તેનાં જ માટે છે.
મારી છાતી પર પોતાનો ચહેરો રાખીને કેટલી ય વાર સુધી તે એમ ને એમ પડી રહી.હું તેને નિહાળતો રહ્યો.તેનાં નાજુક પતલા હોઠ, તેનાં ગાલના ઉપસેલા હાડકાં કે જે તેનાં ચહેરાને લંબગોળ આકાર આપે છે. તેની ધારદાર આંખો..!! લાંબી ઘટ્ટ ભ્રમરો..!!! હું અંદાજો નથી લગાવી શકતો, કે હું તેને કેટલો પ્રેમ કરું છું. અમે બંને એક પરફેક્ટ ટીમ બનાવી શક્યા છીએ. અને આ વાત જયારે અમારે આ મકાન લેવું હતું, ત્યારે સાબીત થઇ ચુકી છે..પોતાની પત્ની સાથે ડિવોર્સ બાદ મારો ભાઈ નીતિન તો પરદેશ ચાલ્યો ગયો અને સ્થાયી પણ થઇ ગયો. પરંતુ બે વર્ષ પહેલાં તે એક મોટા અકસ્માતનો તે ભોગ બન્યો હતો. આવે વખતે મારે તેને ઘણો વખત સુધી નાણાકીય સપોર્ટ આપવો પડ્યો હતો. જો કે અહીંયા અમારા આ મકાનનાં ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં મને ઘણી જ તકલીફ પડતી, તો યે મેં મારા ભાઈને મદદ કરવાનું ચાલુ જ રાખવાનું નક્કી કર્યું.પણ મારા આ નિર્ણયમાં નિકીએ કોઈ જ દખલગીરી ન કરી. .તેણે પોતે એક વધારાનો પાર્ટ-ટાઈમ જોબ શોધી લીધો. પોતે તો એક MNCનાં HR ડીપાર્ટમેન્ટમાં જોબ કરતી હતી, તો આવું તો કોઈ કામ તેને પાર્ટ-ટાઈમમાં મળી ન શકે. એટલે એક બીયર-બારમાં મોડી સાંજ બાદ તે કેશિયરનો જોબ કરવા લાગી.હું તો એમ જ ઈચ્છતો હતો કે જેમ બને તેમ જલ્દી નિકી આ જોબ છોડી દે. પણ તેણે તો જાણે નક્કી જ કર્યું હતું કે અમારી આ નાણાકીય કટોકટી જ્યાં સુધી પૂરી ખત્મ ન થાય, ત્યાં સુધી તે જોબ કરતી જ રહેશે. ઘરના હપ્તાઓ ન ભરાય, તો બેંક અમારા ઘર પર જપ્તી પણ લાવી શકે તેમ હતી. પણ સામાજિક માન્યતા વગરના સાવ પોકળ પાયા પર ઉભેલ અમારા આ સગપણના આવા ગંભીર સમયમાં નિકીએ પોતાની ખાનદાની દેખાડી દીધી..!પણ મેં... તેનાં આ બધાં જ પ્રયત્નોને.... જાણે કે અમાન્ય જ કરી દીધાં, શીફાને અમારા બેડ-રૂમમાં લાવીને..!!!
હવે આ બધું જ પાછળ રહી જવાનું છે એ વાતના અહેસાસથી થોડી રાહત અનુભવતા મેં તેને ફરી મારી બાથમાં ખેંચી. પણ તેણે પોતાનો ચહેરો પાછળ હટાવવાનો એક હળવા પ્રયત્ન કર્યો."કમ ઓન નિકી.. " -હું ગણગણ્યો- "મેં તને બહુ જ મિસ કરી છે...!"
તેનો ચહેરો તણાવમુક્ત જણાતો હતો. તે પ્રેમથી મારી તરફ જોતી રહી અને બોલી- "મેં પણ તને બહુ જ મિસ કર્યો છે. મારે તને ફરી પાછો ગુમાવવો નથી, નીખીલ. મને એ ન જ પરવડે. તને ખબર છે..? તારા વગર હું ક્યારે ય મારી જાતને સંભાળી ન શકી હોત."
'સંભાળી શકવા' થી તેનો મતલબ હતો 'સામનો કરવો.. મુકાબલો કરવો..'પોતાની બહેનના અકાળ મૃત્યુના વસમા આઘાતનો સામનો, તેનો મુકાબલો...!..હું સમજી શકું છું, કે 'તે' ખોટ નિકી માટે ખુબ જ જોરદાર સાબિત થઇ હતી. અમારા બંનેના આ બ્રેક-અપએ જ જો મને આટલો ભાંગી નાખ્યો હોય, તો ભગવાન ન કરે, પણ જો મારી નિકીને કંઇક થઇ જાય, તો મારી જે હાલત થાય તેનાં વિચારમાત્રથી હું કાંપી જાઉં છું. અને એટલે જ, નિકી માટે પોતાનાં જીવથી યે પ્યારી, એવી પોતાની બહેન વિકીના મોતનો આઘાત કેટલો વસમો હશે.. એ વાત હું સારી પેઠે સમજી શકું છું...પણ તોય યાર..વિકીના મૃત્યુને બે વર્ષ વીતી ગયા છે. અને આજે બે વર્ષ બાદ પણ... તેને આટલું મુશ્કેલ કેમ થઇ રહ્યું છે, તે વાતનું મને અચરજ થાય છે..હા કદાચ.. જે રીતે અચાનક જ વિકીનું મૃત્યુ થયું છે, તે વાત જ આના માટે જવાબદાર હશે. આ જ વાત તેને એક ઊંડો ઘા દઈ ગઈ હશે.
આજે પણ કોઈક વાર નિકી, અડધી રાતે અચાનક જ ડર અને દર્દને કારણે ચીસો પાડતી ઊંઘમાંથી એવી રીતે ઝબકીને જાગી જાય છે, કે ત્યારે તે બધું જોવું, તે એક ખુબ જ પીડાદાયક બની રહે છે. પોતાની છાતીને તે એવી રીતે દબાવીને મસળે છે, જાણે કે તેને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હોય.આખા ઓરડામાં અહીંતહીં તે એવી રીતે દોડતી ભાગતી રહે છે, જાણે બસ થોડી જ વારમાં તેનું નર્વસ બ્રેક-ડાઉન થઇ જશે, તેવું લાગે.
તે પ્રેમથી મારી તરફ જોતી રહી અને બોલી- "મેં પણ તને બહુ જ મિસ કર્યો છે. મારે તને ફરી પાછો ગુમાવવો નથી નીખીલ. મને તે પરવડે જ નહીં. તને ખબર છે..? તારા વગર હું ક્યારે ય મારી જાતને સંભાળી ન શકી હોત."
"આઈ એમ નોટ ગોઇંગ એનીવેર, નિકી" -મેં એકદમ મુલાયમ સવારે કહ્યું- "આઈ લવ યુ મોર ધેન એનીથીંગ.."
એકાએક તેની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ, અને તેણે પોતાની નજર ફેરવી લીધી. મારી છાતીમાં પોતાનો ચહેરો છુપાવીને મારા પેટમાં પોતાની આંગળીઓ ખોસીને દબાવવા લાગી.."વોટ્સ રોંગ..?" -મેં પૂછ્યું."નથીંગ.." -ઊંડા વિચારમાં ખોવાઈ ગયેલો તેનો અવાજ આવ્યો."આઈ પ્રોમીસ.. હવે હું તને ક્યારેય હર્ટ નહીં કરું, નિકી. આઈ પ્રોમીસ, કે મારી આખી જિંદગી હું આ બધાની ભરપાઈ કરવામાં જ વીતાવીશ. ""આઈ થીંક ઈટ'સ ટૂ લેટ.." -તેણે ફરી રડમસ અવાજે કહ્યું- "મને નથી લાગતું કે આ પીડા ક્યારે ય મારો પીછો છોડશે."ગળા અને આંખોમાં મને તેનાં આંસુઓ સાંભળવા લાગ્યા.."એવું ન બોલ નિકી..બધું જ સારું થઇ જશે. આપણા બંને પરનો તારો વિશ્વાસ ન ગુમાવ." -મેં ખુબ ધીરેથી કહ્યું. પણ મને પોતાને મારી આ વાત પર વિશ્વાસ નહોતો. મને ડર હતો, કે મારી આ છેતરપીંડીના કાળા ઓળા લાંબા અરસા સુધી અમારી આ રીલેશનશીપ પર છવાયેલા રહેશે, ભલે હું કેટલા યે પ્રયત્નો કરતો રહું, મારા પોતાનાં આપેલા આ ઘાવને ભરવાની..નિકી હળવે'ક થી ઉભી થઇ.હું પણ મારી મરજી વિરુદ્ધ તેનાંથી અળગો થઈને બેઠો થયો.તેની સાથેનું આ શારીરિક સામીપ્ય હવે પૂરું થવા જઈ રહ્યું હતું. મને અંદાજો આવી ગયો, કે હવે નિકી ફરી પાછી અમારી વચ્ચે ઉભા થયેલ પ્રોબ્લમની વાત છેડવાની છે.."હું તમારા બંનેની કલ્પના કરતાં મારી જાતને રોકી શકતી નથી. અને તેનાં ઉપરાંત બીજા કોની કોની સાથે તું રહ્યો હોઈશ, તેનાં જ વિચારો આવે રાખે છે...!"
યસ.. આઈ વોઝ રાઈટ..!મારો અંદાજો બરાબર હતો..!!"નિકી, પ્લીઝ.."- મેં મારો અવાજ હળવો રાખતા કહ્યું, કારણ કે હું જાણતો હતો કે તેને હક હતો, આ વાત છેડવાનો. પણ સ્વાર્થી બનીને હું તો એવું જ ઈચ્છતો હતો, કે અમારું આ સગપણ એવી રીતે જ ચાલતું રહે, જાણે કંઈ બન્યું જ ન હોય. અને એટલે જ મને કોઈ જ મન નહોતું ફરીથી એ વાત શરુ કરવાનું.
"બસ, મારે નીકળવું જોઈએ હવે, "-તેણે એક ઠંડો નિશ્વાસ નાખતાં કહ્યું, અને પોતાનાં કપડાં ઠીકઠાક કરવા લાગી. હું તેની સુંદર કાયાને નીરખતો રહ્યો. વિખરાયેલા વાળ સાથે તે કોઈ મસ્ત ફિલ્મ-મોડેલ જેવી દેખાઈ રહી હતી.
"આપણે આ બધામાંથી પસાર થઈ શકીશું, એન્ડ યુ નો ધેટ.." -મેં એ જ આશા સાથે કહ્યું, કે તે મારી વાતમાં વ્યક્ત થઇ રહેલ વિશ્વાસને તે અનુભવી શકે. અચાનક જ મને તે ઘણી થાકેલી લાગવા લાગી. તેની ભારે બોજલ પાંપણો, આંખોની નીચે કાળા કુંડાળા, અડધું ખુલ્લું તેનું મોં કે જેનાં કારણે તેનો લંબગોળ ચહેરો હજુ વધુ લાંબો દેખાતો હતો..હા, મેં જ તેને આટલી થાકેલી અને નિરાશ બનાવી દીધી છે..મારા ખભ્ભાઓને એક ઝટકો દઈને, મારી વાતો પર ધ્યાન દીધાં વીને તે ચાલતી થઇ.હું તેની પાછળ પાછળ ગયો. "નિકી.." -તેને મારી આશ્લેષમાં લેતાં મેં કહ્યું- "અહીં આવ..!""મારે વિકીને જોવા જવું છે.." -મારા ખભ્ભામાં ડૂબતું તેનું એક ડૂસકું મેં સાંભળ્યું, એટલે મેં તેને જોરથી જકડી લીધી..તેની પીડામાંથી તેને થોડી રાહત મળે, તે આશયથી.. હું ઈચ્છતો હતો કે હું તેનામાં એ જ આત્મવિશ્વાસ ફરીથી પરોવી શકું, જે એક સમયે તેનામાં હમેશ રહ્યા જ કરતો."જસ્ટ રિલેક્ષ નિકી..તારી પાસે હું છું ને.." -હું હળવે'ક થી બોલ્યો..આ સાંભળીને તે અચાનક રડી પડી. મેં વધુ સખ્તાઈથી જકડી..કે તરત જ એકદમ જોરથી તે મારાથી અળગી થઇ ગઈ, અને એક ઝાપટ મારા ગાલ પર મારી દીધી. .હું હેબતાઈ ગયો. કોઈ જોરદાર થપ્પડ ન હતી તે, પણ આ એવી હરકત હતી જે તેણે આજ પહેલાં કોઈ દિવસ કરી નથી."બકવાસ નહીં કર, નિખિલેશ નાણાવટી, " -તે રડતાં રડતાં બોલી- તું મારી પાસે નથી, અરે..તું મારી પાસે ક્યારે ય હતો જ નહીં."અને મને એવી જ... અવાચક અવસ્થામાં છોડીને તે પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી.
[નિકીની મનોગત]
નિખીલથી દુર ભાગીને હું મારી કારમાં બેસીને ખુબ જ ઝડપથી ત્યાંથી નીકળી ગઈ.મારી આંખોમાંથી આંસુઓ એક પળ માટે પણ જાણે થંભવાનું નામ નહોતા લેતાં. પણ આ વખતે તેનું કારણ કંઇક અલગ જ છે.મને ગુસ્સો આવે છે મારી જાત પર નિખીલ સાથે આમ શારીરિક રીતે નજીક જવા માટે.. તેને કીસ કરવા માટે. ભલે હું કેટલી ય ઉતાવળી અને વિવશ કેમ ન હોઉં તેનો પ્રેમ મેળવવા માટે, પણ આવી રીતે મારે મારી જાતને તેને હવાલે કરવી જોઈતી ન હતી.હવે મને લાગવા લાગે છે, કે મેં પોતાને કેટલી હલકી, કેટલી સસ્તી બનાવી નાખી હતી, તે અમુક ક્ષણો માટે.
હું નથી ઈચ્છતી કે નિખિલને એવું લાગે કે તેણે મને ફરી પાછી મેળવી લીધી છે.હવે પોતાએ વધુ કોશિષ કરવાની જરૂર નથી, એવી લાગણી મારે તેનાં મનમાં નથી લાવવી. તે આટલો જલ્દી કેવી રીતે માનવા લાગે, કે મેં તેને માફ કરી દીધો છે.ના.. ક્યારે ય નહીં..!તે મારા પ્રેમ, મારી વફાદારી, મારી ભક્તિને લાયક નથી. બિલકુલ જ નથી..!મેં તેને બધું જ આપ્યું.. શારીરિક રીતે, ભાવનાત્મક રીતે, આર્થિક રીતે.. બધું.. એટલે બધું જ..!પણ શેના માટે? મને છેતરીને આ બધું જ, ફરી મારા મોઢા પર મારવા માટે ? મને હર્ટ કરવા માટે? જાણે કે તેનાં માટે મારી કિંમત કંઈ જ ન હોય, તેમ બહારે જઈને જ્યાં ત્યાં સુવા માટે?એમાં કોઈ જ શક નથી, કે હું એક બેવકૂફની જેમ તેને પ્રેમ કરતી રહી છું અને સાચે જ.. મને તેની બહુ જ જરૂરત છે.પણ તો યે, અત્યારે તો મારો ક્રોધ બિલકુલ જ શાંત નથી થયો..! .અહીં તહીં, કોઈ પણ દિશામાં હું ડ્રાઈવ કરતી રહી. ક્યાં જાઉં તે સમજાતું નહોતું. કોઈ પણ એવી જગ્યા દેખાતી નથી કે જ્યાં મને થોડીકે ય શાતા મળી શકે. મારી ફેમીલી..મારી ફેન્ડસ.. ક્યાંય નથી જવું મારે. આ વખતે તો વિકી પાસે જઈને રોવાથી ય કોઈ શાંતિ નથી મળવાની.
વિકીની સામે જઈને બેસવાથી તો સ્મૃતિઓનો દરિયો ફરીથી ઉમાડવા માંડશે. એવી દર્દનાક યાદો, જે મારી હિંમત... મારી તાકાતને ખતમ કરી નાખવાને સક્ષમ છે. કેટકેટલા...અગણિત સવાલો ઉભા કરીને તે મારાથી દુર થઇ, આ દુનિયાથી ચાલી ગઈ છે.વિકીને કઈ પીડા ખાઈ રહી હતી?તેણે આવું કેમ કર્યું?આવું આખરી પગલું તેણે શા માટે ભર્યું?હું વિકીને ખુબ જ પ્રેમ કરતી હતી અને હજી યે કરું છું. પણ હું તેને ય માફ નથી કરવાની, મને આવી રીતે સાવ એકલી છોડીને જવા બદ્દલ..તેનાં મૃત્યુ બાદ, તેની હરેક દોસ્ત, દરેક ઓળખીતા-પાળખીતાને મેં કેટલી ય પૂછપરછ કરી હતી, કે તેને કઈ વાતથી આટલું ડીપ્રેશન આવી ગયું હતું. પણ કોઈ કંઈ જ જાણતું નહોતું. કદાચ, તેણે પોતાનું હૃદય કોઈ પાસે ખોલ્યું જ નહોતું. કેટલી તડપી હશે તે અંદર ને અંદર..! તેનું તે જ દર્દ આખરે તેનો જીવ લઈને રહ્યું. જોબમાં કોઈ પ્રોબ્લમ ન હતો. કેટકેટલા ફ્રેન્ડઝ હતાં તેનાં..! અને ફેમીલીમાં ય કેટલી ક્લોઝ હતી તે..પાપા સાથે, મારી સાથે..રિચી સાથે..!!!અમારામાંથી કોઈને ય કંઈ જ કહી ન શકી તે.. ! કેમ..? શા માટે..?
જ્યારે આ બધાં વિચારો તડપાવી તડપાવીને મારી ઊંઘ ઉડાડીને અડધી રાતે મને જગાડી દેતાં.. અને મને રોતી તડપતી કરી મુકે તેટલા જુલમ હું સહન કરતી હતી, એ વખતે.. એ વખતે નિખીલ જ મારી સાથે રહેતો..કાયમ..! .એક તે જ છે.. જે મને હિંમત દેતો રહ્યો, આવી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ તે જ દઈ શકતો હતો, મને.ફક્ત તેની જ મોજુદગી એક એવી ચટ્ટાન બની જતી, જેની સાથે ટકરાઈને વિકીની યાદની હરેક લહેર તૂટીને ચૂર ચૂર થઇ જતી.મારા પાપા અને રિચી બંને મારી સાથે હતા, પણ તે બંને ય પણ કેટલા ભાંગી ચુક્યા હતા, તો મને ક્યાં સંભાળવાના હતા, તે વખતે..!અને ત્યારે મને એક બીજા જ તાકાતવાન ઇન્સાનની જરૂર હતી. અને તે બીજો તાકાતવાન ઇન્સાન બન્યો...નિખીલ. તે મને ધક્કો મારી મારીને આગળ ધકેલતો હતો..તે બધી વાતોનો સામનો કરવા માટે, કે જે એક હકીકત બની ચુકી હતી, અને ફરી ક્યારેય બદલાવાની નહોતી.તેણે મને અંધારામાંથી બહાર કાઢી અને ફરીથી જીવવાની રાહ બતાવી આ બે વર્ષોમાં. નહીં તો... હું તો આ દુનિયાનાં બધાં જ દરવાજાઓ બંધ કરીને, એકલી જ ઘુંટાઈને મરી જવાનું નસીબ લઈને આવી હતી.
વિકીની સહુથી નજીક હોવાને કારણે મને તો એવું જ લાગવા માંડ્યું હતું, કે ભલે તે મને કંઈ કહે કે ન કહે, પણ તેની પીડાને ખરે સમયે ઓળખી કાઢવાની મારી તો ફરજ જ હતી.. મારી જવાબદારી હતી એ. પણ ત્યારે નિખીલ મને એમ કન્વીન્સ કરવામાં સફળ રહ્યો, કે હું જો કંઈ પણ જાણી યે શકી હોત, તો પણ હું કંઈ જ નહોતી કરી શકવાની. અને મારે મારી જાતને દોષ દેવાની કોઈ જ કારણ નહોતું, કારણ વિકી તો તે જ કરવાની હતી કે જે તેને જરૂરી લાગ્યું હોય.પણ તો યે..કાશ.. હું તેનાં મોતનું.. તેનાં ડીપ્રેશનનું કારણ જાણી શકી હોત..!
[નિખીલનાં વિચારો]નિકી મને સાવ અવાચક અવસ્થામાં છોડીને પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી.મારે એની પાછળ પાછળ દોડવું જોઈતું હતું, પણ હું ન દોડ્યો કારણ, બસ.. મેં હવે તેને થોડી સ્પેસ... થોડું એકાંત દેવાનું નક્કી કરી લીધું.મેં તેને એક એવી છોકરીમાં ફેરવી નાખી છે, કે જેને હું પોતે જ નથી ઓળખી શકતો.હવે તેને પાછી મેળવવા માટે મારે કોઈક તો તરકીબ વિચારવી જ પડશે.
આ બધું એકદમ મેસ્સ થઇ ગયું છે. બધો જાણે કે કે ગૂંચવાડો ઉભો થઇ ગયો છે. એક પળમાં તે મારી લાગણીઓનો પોઝીટીવ રિસ્પોન્સ આપે, તો બીજી જ પળે અમારાં આ સગપણની સામે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાડીને, મને છોડીને ભાગી નીકળે..કેમ કરવું શું કરવું, કંઈ જ સમજાતું નથી. પણ હું એટલું તો જાણું જ છું, કે આ ગુંચવાડાને આમ, વચ્ચે તો ન જ છોડી શકાય, ભલે ગમે એટલો જટિલ તે કેમ ન બની ગયો હોય…
વધુ પ્રકરણ આઠમા માં…..
પ્રકરણ ૮
હમણાં થોડી જ વાર પહેલા, જયારે નિકીએ મને પોતાની આગોશમાં લઈને એક પ્રગાઢ અને પછી અગણિત નાનાંનાનાં ચુંબનોથી આશ્ચર્યજનક રીતે તૃપ્ત કરી દીધો, ત્યારે ક્ષણભર માટે તો મને લાગ્યું કે અમારા વચ્ચે ચાલી રહેલ આ તણાવ કદાચ હવે પૂરો થવાની આરે છે,પરંતુ તરત જ બીજી જ પળે તેનો મૂડ બદલાઈ ગયો. સાવ અચાનક જ મને એક ચમાટ મારીને તે મને ખરુંખોટું સંભળાવવા લાગી.
હું તો તેનાં આવા વિરોધાભાસી વર્તનથી એકદમ હેરત જ પામી ગયો.અને તે પછી તરત જ, મને સાવ અવાચક અવસ્થામાં છોડીને નિકી પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી. મારે એની પાછળ પાછળ દોડવું જોઈતું હતું, પણ..
હું ન દોડ્યો, કારણ...બસ..મેં હવે તેને થોડી સ્પેસ... થોડું એકાંત દેવાનું નક્કી કરી લીધું.મને લાગ્યું કે અત્યારે મેં તેને એક એવી છોકરીમાં તબદીલ કરી નાખી છે, કે જેને હું પોતે જ નથી ઓળખી શકતો. હવે તેને પાછી મેળવવા માટે મારે કોઈક તો તરકીબ વિચારવી જ પડશે.. આ બધું સાવ..એકદમ મેસ્સ થઇ ગયું છે. બધો જાણે કે ગૂંચવાડો ઉભો થઇ ગયો છે. એક પળમાં તે મારી લાગણીઓનો પોઝીટીવ રિસ્પોન્સ આપે છે, તો બીજી જ પળે અમારાં આ સગપણની સામે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાડીને, મને છોડીને ભાગી નીકળે છે..કેમ કરવું શું કરવું, કંઈ જ સમજાતું નથી. પણ હું એટલું તો જાણું જ છું, કે આ ગુંચવાડાને આમ.. સાવ વચ્ચે તો ન જ છોડી શકાય, ભલે ગમે એટલો જટીલ તે કેમ ન બની ગયો હોય...!..શાવર લીધા પછી મને ભૂખ લાગી, ત્યારે મને અમયનો વિચાર આવ્યો. મને લાગ્યું કે મારે અમયને મેસેજ કરવો જોઈએ. જે રીતે મેં તેની સામે વર્તન કર્યું છે, તો મારે તેની માફી તો માંગી જ લેવી જોઈએ. તે એક ભલો અને સમજદાર છોકરો છે.હા, એ વાત અલગ છે, કે મેં જ તેની સાથે અત્યાર સુધી એક સલામત અંતર જાળવી રાખ્યું છે, પણ તેનું કારણ ફક્ત અને ફક્ત કૌટુંબિક જ છે.
તેની બહેન નયનાનાં લગ્ન મારાં ભાઈ નિતીન સાથે થયા હતા. અમે ચારેય, હું નિતીન નયના અને અમય, ત્યારે મુંબઈમાં રહેતા હતાં.અને આ લગ્નને કારણે જ હું અમયને ઓળખતો થયો, બાકી તે પહેલાની અમારી કોઈ જ દોસ્તી કે ઓળખાણે ય નહોતી. સાચું કહો તો અમયને મારી કમ્પનીમાં જોબ પણ મેં જ અપાવી, એમ કહી શકાય. કારણ ત્યારે નિતીન અને નયના બંને એક ખુશ દંપતી હતાં. અને એટલે જ આ સુખી સગપણથી જોડાયેલ હું અને અમય પણ ત્યારે સારા એવાં નજીક હતાં,બીજું કારણ એ કે અમારી ઉમર પણ લગભગ સરખી જ કહેવાય.નિતીન મારો ભાઈ છે, એટલે તેનાં વખાણ જ કરવા જોઈએ એવું નથી, પણ ઓનેસ્ટલી કહું, તો નિતીન એક ખુબ સારો પતિ બની શકે, તેવા કદાચ બધાં જ ગુણ તેનામાં મોજુદ હતાં.
પણ છતાં ય તે બંને પતિ-પત્ની વચ્ચે કોઈ એક ગુઢ તિરાડ પડી ગઈ, જે દિવસે દિવસે મોટી થતી ચાલી. એટલી મોટી... કે આખરે તે બંને સામસામે છેડે જઈને ઉભા રહી ગયા. નયના એક ગુજરાતી છોકરી છે, તો કલ્ચરલ ટકરાવનો તો કોઈ ચાન્સ જ નહોતો. અરે, હું અને નિકી તો સાવ અલગ અલગ દુનિયામાંથી આવ્યા હતાં, અને તે પછી અમે અમારી એક અલગ જ દુનિયા ય વસાવી. પણ તો ય...
અમારી વચ્ચે એવો ટકરાવ નથી આવ્યો. .નિકીની રહેણીકરણી, તેનું ઉઠવું-બેસવું, તેનો ડ્રેસ-કોડ, તેની ધર્મ-આસ્થા બધું જ અલગ છે. પણ અમારા પ્રેમ પાસે આ બધું જ કમજોર પડી ગયું.તેનું ખાવુંપીવું ક્યારેક મને નહોતું ફાવતું, પણ માણસની સાથે રહેતા-રહેતા તેનાં ગુણ-અવગુણની પણ આપણને આદત પડી જાય..પણ હા, જો તે વ્યક્તિને અપનાવવાની આપણી પૂરી તૈયારી હોય તો..!માંસાહારનો મને કોઈ ધાર્મિક બાધ નથી, પણ તેની આદતે ય નહોતી, મને. તે છતાય નિકી જયારે તે રાંધે, ત્યારે હું તેની પ્રશંશા કર્યા વિના ન રહી શકું.. કારણ..? કારણ..તે ખાણું મારી નિકીએ બનાવેલું હોય,અને તેની બનાવેલ કોઈ પણ ડીશ, કે તેણે પહેરલ કોઈ પણ ડ્રેસ મારા માટે હમેશા આક્રર્ષણનું કેન્દ્ર બની રહે. આને તમે મારી સમર્પણની ભાવના કહો, તો ય મને કોઈ જ એતરાજ નથી... હા... હું સમર્પિત છું, મારી નિકીને..પૂરી રીતે સમર્પિત...!ભલે શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે તો...બેશક !
તો સામે પક્ષે નિકી પણ મારી પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવામાં ક્યારેય પાછી પડી નથી.નોનવેજ પ્રત્યેની મારી અરુચીને તે ક્યાંયથી પણ ઓળખી કાઢે.મેં જો કે ક્યારેય એવું જતાવા નથી દીધું, બલ્કે હંમેશ તેની સોડમનાં વખાણ જ કરું.અરે, વઘાર કરતી વખતે ધુમાડો બહાર જાય તે માટે તે બારીઓ ખોલવા જાય તો તે હું પણ ખોલવા ન દેતો, રખેને ધુમાડા સાથે તે બધી સુવાસ પણ બહાર ન ચાલી જાય.
પણ તો ય... મોટેભાગે નોન-વેજ, કાં તો તે પોતાનાં પાપાના ઘરે ખાઈ આવે, અથવા તો મારી ગેરહાજરીમાં જ બનાવે, કારણ તેની બનાવેલ ડીશ જો હું ભાણામાં ન લઉં, તો મારી સામે તે રાંધવાનો કોઈ અર્થ જ નથી, તેવું તે માને.અને જયારે પણ કોઈ ટ્રેડીશનલ પ્રોગ્રામ, કોઈ હિંદુ તહેવાર, કે કલ્ચરલ ઇવેન્ટ હોય, તો મારે કંઈ કહેવાની કોઈ જરૂર ન પડે. તે અચુક સાડી જ પહેરે. કપાળે ચાંદલો લગાવી, બંગડી ને એવું બધું પહેરીને..મને સુખદ આંચકો આપવામાં તેને જાણે કે કોઈ મોજ જ પડે.
ખેર, તો નિતીન અને નયનાને આવું કંઈ જ કરવાની જરૂર નહોતી, કારણ બંને સમાનધર્મી છે. અને યાર, તેઓ તો લગ્નનાં બંધનથી યે જોડાયેલા. સામાજિક માન્યતા પામેલ કાયદાકીય પતિ-પત્ની હતા બંને..!તે છતાં ય કોઈ કારણસર તેઓ છુટ્ટા પડ્યા ત્યારે...ખુબ જ મજ્બૂત એવી ‘લગ્ન’ના નામે ઓળખાતી આ સામાજિક વ્યવસ્થા તેમને કોઈ જ મદદરૂપ ન શકી. અને બંને છુટ્ટા પડ્યા..
હમેશ માટે !
આનાથી મારા અને અમય વચ્ચે પણ મન-ટકરાવની એક અદ્રશ્ય ગાંઠ બંધાઈ ગઈ.અમારા બંને વચ્ચે તો જો કે કોઈ જ બોલાચાલી કે એવું કંઈ જ નહોતું થયું, તે છતાં ય...!જો કે અમયે જોબ ન છોડી..અને અમે બંને એક જ ઓફીસમાં કામ કરવું ચાલુ જ રાખ્યું. અમુક મહિનાઓ બાદ મારી કમ્પનીએ ગોવામાં નવી બ્રાંચ ખોલી, અને મને ગોવા ટ્રાન્સફર આપવાની વાત થઇ. ત્યારે મેં મુંબઈ બ્રાન્ચના જ કોઈ સાથીદારની માગણી કરી, કે જેથી મને ગોવામાં અજાણ્યાઓ સાથે કામ કરવામાં કે કામ કઢાવવામાં બહુ સમસ્યા ન આવે. અને જો આવે, તો એવે વખતે મારો જુનો અને ઓળખીતો એવો કોઈ સાથીદાર હોય, તો મને માનસિક સપોર્ટ મળી રહે. તો મારી આ માંગણીના જવાબમાં કમ્પનીએ મને અમય જ સોંપી દીધો, એ કારણ બતાવીને, કે આ અમયને કામે તો મેં જ લગાડ્યો છે.હું ઇનકાર ન કરી શક્યો; મારી ફેમિલી સમસ્યા, મારી કૌટુંબિક ગુંચવણ હું તેમની આગળ ઉઘાડી ન કરી શક્યો.આવે વખતે આ અમય..કોઈ પણ પૂર્વગ્રહ વગર મારી સાથે ગોવા આવવા તૈયાર થઇ ગયો.અમારી વચ્ચે મેં જ ઉત્પન્ન કરેલ અંતરની પરવા કર્યા વગર જ, તે પોતાનાં પેરેન્ટ્સ અને ઘરને છોડીને ગોવામાં આવી વસવા તે તૈયાર થઇ ગયો.જો કે એ વાત અલગ છે..કે હું તેની આ ભાવનાની કદર આજ દીવસ સુધી કરી ન શક્યો.પણ આજે, કે પાછલા આ બે દિવસોમાં..મને એવું લાગી રહ્યું છે, કે અમય સાચે જ લાગણીશીલ અને વફાદાર યુવાન છે, કે જેની કદર જો હું હવે ન કરું, તો હું નગુણો જ કહેવાઉં.
તો..મેં તેને મેસેજ કર્યો-"હેય.. આઈ'મ સોરી અબાઉટ ધેટ. હું...યાર, સાવ કંટ્રોલ જ ખોઈ ચુક્યો હતો. અને મારે એવું તો નહોતું જ કરવું જોઈતું હતું."
"ઈટ'સ ઓકે.. હું અહીં જ છું.. જો તારે કંઈ વાત કરવી હોય તો." -તેનો રીપ્લાઈ આવ્યો.
ઘણું સારું ફીલ થયું મને.. હા, મારે વાત કરવાની તો જરૂર છે જ. મારી લાઈફમાં આ જે બધું થઇ રહ્યું છે, તે બધું મારે કોઈકની સાથે તો શેઅર કરવું જ રહ્યું.એટલે વધુ કંઈ વિચાર્યા વિના મેં અમયને મારા ઘરે કોફી માટે ઇન્વાઇટ કર્યો.તે હજી પોતાને ઘેર નહોતો પહોચ્યો, રસ્તામાં જ હતો હજી.તો તેણે મારું ઇન્વીટેશન સ્વીકારી લીધું.રાતના ૧૦ વાગી ચુક્યા હતા પણ તો ય તે મારે ઘરે આવવા તૈયાર થઇ ગયો.અને હું તેની રાહ જોવા લાગ્યો.
પાછલા બે દિવસોથી મારો ચહેરો અને મારો મૂડ, આ બંને, મારા જીવનમાં ચાલી રહેલ કોઈ મુશ્કેલ કાળની, અમયને આછેરી હિન્ટ તો ચોક્કસ દઈ જ રહ્યા છે.અને તે ઉપરાંત..તે જેની સાથે સુતો હતો તે છોકરીને નિકી સમજીને.... મારો જાત પરથી મારો કાબુ ગુમાવવો.. !
તો હવે અમયને બે ને બે ચાર કરતાં વાર નહીં લાગે, તે હું સમજી ચુક્યો છું, એટલે તેની આગળ કોઈ પણ વાત છુપાવ્યા વગર મેં મારો પ્રોબ્લેમ રજુ કરવાનું, જાણે કે નક્કી જ કરી લીધું.આવું વિચારતા વિચારતા, ચોમાસાંની આ ઋતુને અનુરૂપ એવી ખુબ જ કડક બ્લેક કોફી બનાવીને મેં થર્મોસમાં ભરી લીધીં.બહાર વરસાદ વરસી જ રહ્યો છે એટલે મોટેભાગે પાણી આપવાની ફોર્માલીટીની જરૂર નહીં જ પડે, તે છતાં ય ફ્રીઝમાંથી એક બોટલ ચિલ્ડ પાણીની કાઢીને બહાર લીવીંગ રૂમમાં મૂકી દીધી...ડોરબેલ વાગી એટલે હું ઝડપથી ઉઠ્યો.અને ત્યારે મને સાચે જ એવું લાગી રહ્યું, કે મારા પગમાં કોઈ અજબ ઉત્સાહને કારણે ગજબનું જોમ આવી ગયું છે.
"હેલ્લો અમય.. પ્લીઝ કમ ઇન.." -દરવાજામાં મેં તે નવજુવાનને જોયો, અને આટલા વર્ષોમાં નહોતું ઉભરાયું, તેવું હેત તેની પર ઉભરાઈ આવ્યું.કદાચ તેની સાથે કરેલ ગેરવર્તનની ગુનાહિત લાગણીને છાવરવા ય તે ઉભરાઈ આવ્યું હોય, તો મને નથી ખબર. પણ તે અંદર આવે તે પહેલાં મેં તેને મેં દરવાજામાં જ હગ કર્યો.કદાચ તેને માટે આ અનપેક્ષિત હતું, એટલે થોડો અચંબિત તો તે થયો જ હશે. પણ તેની ઠરેલ, પરિપક્વ પ્રકૃતિએ તેનાં બાહ્ય વર્તનને તો નોર્મલ જ રહેવા દીધું.
તે અંદર આવ્યો, એટલે હું તેને લીવીંગ-રૂમમાં દોરી ગયો, અને અમે બંને રિલેક્ષ થઈને બંને બેઠા."હિયર.. ડ્રાઈ યોર-સેલ્ફ.." -તે સાધારણ ભીંજાયેલો હતો, એટલે વાળ લુછવા તેને નેપકીન આપતાં હું બોલ્યો. મેં રૂમનું એ.સી. ફેન-મોડ પર લાવીને મૂકી દીધું, અને તે વાળ લુછી રહે તેની હું વાટ જોવા લાગ્યો."રેસ્ટોરાંથી મેઈન-રોડ પર આવતાં તકલીફ પડી હશે..રાઈટ..? ચાલતો આવવું પડ્યું, કે લીફ્ટ મળી ગઈ ?" -કોફીનો એક મોટો એવો મગ તેનાં હાથમાં પકડાવતા મેં પૂછ્યું,
"એવું રોયલ નસીબ લખાવીને હું નથી આવ્યો યાર. ચાલતો જ આવ્યો મેઈન રોડ સુધી. આઈ થેંક ગોડ, કે તેમણે વરસાદને થોડી વાર માટે બ્રેક આપ્યો..! -કોફીનો સીપ મારતાં તે બોલ્યો. "અમય.. યાર આઈ'મ સોરી. વન્સ અગેઇન સોરી.." -મારો કોફીનો મગ હાથમાં લેતા મેં ફરીથી દિલગીરી વ્યક્ત કરી. "રિલેક્ષ યાર, ઈટ હેપન્સ.. તું ભલે ગમે તેટલી ટ્રાઈ કરે, પણ તારી મેન્ટલ કન્ડીશન મારાથી છુપી નથી. યુ આર ડિસ્ટર્બડ...આઈ નો.. સો જસ્ટ રિલેક્ષ. ઓલ ઈઝ વેલ..! થ્રી ઈડિયટ્સનો તે ડાઈલોગ યાદ છે ને..?" - કોફીનો મગ ટીપોય પર મુકતા તે હસ્યો. .મારા પેલા જંગલી જેવા વર્તનને અમયે જાણે કે એકદમ લાઈટલી જ લઇ લીધું હતું. અને આ જોઈ મારું આ યુવક માટેનું માન ખુબ જ વધી ગયું. તે જાણે છે, કે સમથીંગ ઇસ ધેર ઇન માઈ લાઈફ, વિચ ઇસ નોટ રાઈટ..!!! પણ તે કોઈ પણ જાતની ક્યુરીયોસીટી નથી બતાવતો એ બધું જાણવાની. તેને બધી વાત કરવા માટે મારી જાતને પ્રિપેર કરવાનો જાણે કે તે મને પુરતો ટાઈમ આપી રહ્યો હતો. .અને મેં મારો નિર્ણય અમલમાં મૂકી દીધો. ધીરે ધીરે મેં તેને બધું કહી દીધું.બધું એટલે...બધું જ કહી દીધું..!.મારી નિખાલસતા અને પ્રમાણિકતા પર હું પોતે જ અચંબીત થઇ ગયો, કે મેં તેનાથી કંઈ જ ન છુપાવ્યું.અને હવે હું ઘણી જ હળવાશ અનુભવવા લાગ્યો, જાણે કે એક બોજ હટી ગયો, મારા હૃદય પરથી.
હું વૂ-ડૂમાં જાઉં છું તે વાત તો તે જાણે જ છે, કારણ તે પોતે મને ત્યાં એક વાર મળ્યો છે.પણ સાવ અજાણી યુવતીઓ સાથે સેક્સ માણવા હું ત્યાં નિયમીત જાઉં છું, એ વાત જ્યારે મેં તેને હમણાં કહી.
તો તેનો રિસ્પોન્સ તો એટલો જ હતો કે -હું કોન્ડોમ વાપરવાની સાવચેતી તો રાખું છું કે નહીં.તેણે એવો કોઈ જ રીમાર્ક ન આપ્યો કે હું મારી રીલેશનશીપમાં કેટલો સ્વાર્થી થતો ચાલ્યો છું.
પછી મેં જયારે તેને કહ્યું કે કેવી રીતે નિકીને આ બધી ખબર પડી ગઈ, અને અત્યારે અમારી વચ્ચે કેવી રીતે..શું શું થઇ રહ્યું છે, તો તેણે મને આ સવાલ કરીને અચરજમાં નાખી દીધો કે- "નિકીની બાબતમાં તને સહુથી વધુ શું ગમે છે..? તેની કઈ વાત તને સહુથી વધુ પસંદ છે..?"અમયના આવા ડાયરેક્ટ પ્રશ્નથી હું અચરજ પામ્યો.
"બધું જ, " -મારા મોઢામાંથી નીકળી ગયું.અને સાચે જ મને નિકીમાં કોઈ જ કમી નથી દેખાતી. બધું જ પરફેક્ટ છે તેનું. તેનું બોડી..તેનું ફિગર..તેની ખુબસુરતી..તેનું સ્માઈલ.. ."તું કહે છે, બધું જ," -અમય મારી નજીક આવીને બોલ્યો- "તો પછી, ડેફિનેટલી તું આ...જે બધું 'વૂ-ડૂ'માં જઈને કરે છે, તે ન જ કરે. નીખીલ, તમારી રીલેશનશીપમાં કંઇક તો ખૂટે જ છે. અથવા તો તેનામાં કોઈ'ક તો કમી હશે જ, જે તને પજવે રાખે છે.. આઈ'મ શ્યોર..!"."મને લાગે છે...બલકે મને ખાતરી છે અમય, કે નિકી એકદમ પરફેક્ટ છોકરી છે અને એટલે જ હું તેને ખુબ પ્રેમ કરું છું..અને એ જ કારણ છે, કે હું તેને ફરી પાછી જીતી લેવાનાં પુરા પ્રયત્નો કરું છું."."યાર, જો તું નિકીને આટલી હદે ચાહે છે તો પછી તેને આટલી બધી વાર છેતરી શું કામ મૂરખ...? આપણે બંને ફ્રેન્ડસ છીએ માટે એટલું તો હું કહીશ જ કે, દોસ્ત, તું એક તદ્દન 'ગયેલો' કેસ સાબીત થઇ રહ્યો છે, પેલી બિચારી નિકી માટે..!".હું કંઈ જ ન બોલ્યો..એટલે તેણે ફરી તેનો પોઈન્ટ મુક્યો- "ઓકે. તો ટેલ મી, કે તેં તેને છેતરી શું કામ..?""મને લાગે છે કે... થોડું એટેન્શન મેળવવા." -એક નિશ્વાસ નાખી મેં મારી જાતને ફરી તૈયાર કરી, મારી હજુયે વધુ અંગત એવી વાતો તેને કરવા માટે."એટેન્શન મેળવવા..? વોટ..?" -તેણે મારી વાતને સીરીયસલી ન લેતાં ફરી પાછું પૂછ્યું."મને ખબર છે, હું જે કહું છું તેમાં તને કંઈ જ દમ નથી લાગતો. રાઈટ ?""વેલ..! નિકી તને જે એટેન્શન આપે છે તેમાં શું ઓછું પડે છે? તે તને એટેન્શન તો આપતી જ હશે ને..?"
"હેહેહેહે.. વીચ એટેન્શન? કયું એટેન્શન? તે મને હગ કરે છે, કે કીસ કરે છે ક્યારેક. બસ એટલું જ..! પણ તેનાથી ‘વધું’ શેનાં ય માટે તે તૈયાર નથી હોતી." -મેં હવે મારું હૃદય પૂરું ખોલી નાંખવા ચાહ્યું -અમે 'ભેગા' થઈએ છીએ ક્યારેક ક્યારેક..અઠવાડિયે દસ દિવસે એકાદ વાર કે એવું કંઇક. બસ એટલું જ. અને આ..આવું બધું..કેટલા ય મહિનાઓથી આમ જ ચાલે રાખે છે."
અમયની ભ્રમરો ઉંચે ચડી ગઈ. તે પોતે લગભગ મારી જ ઉમરનો એક નોર્મલ અને તંદુરસ્ત યુવાન છે, તો મારી શારીરિક જરૂરીયાતની તીવ્રતાને તે સારી રીતે સમજી શકતો હોય, તે સમજવાની વાત છે.બીજો કોઈ મોકો હોત, તો તેણે પોતે આ વાતનો દોર ઉપાડી લઈને પોતાની ‘જરૂરીયાત’ મારી કરતા કેટલી વધુ અને કેટલી તીવ્ર છે તે બાબતમાં કદાચ બડાઈ હાંકવાનું શરુ કરી દીધું હોત.પણ આ યે સમજી શકાય એવી વાત છે. કારણ મોટેભાગે બધા યુવાન દોસ્તોમાં ‘આવી’ બડાઈ હાંકવાનું છાશવારે થતું જ હોય છે. અને તેમનાં વચ્ચે તો ‘આવી બધી’ વાત સાવ નોર્મલ ગણાય.પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી, વાતાવરણ ગંભીર કહી શકાય એવું હતું. એટલે અઠવાડિયે દસ દિવસે ફક્ત એક વાર જરૂરિયાત પૂરી થવાની મારી ફરિયાદ સાંભળીને તેની ભ્રમરો આશ્ચર્ય અને સહાનુભુતિથી ઉપર ખેંચાઈ ગઈ.
આ જોઇને મને લાગ્યું, કે તે હવે આ ડિસકશનને આગળ લઇ જવા માંગે છે.એટલે મેં મારી વાત આગળ વધારી- "સોરી અમય, પણ આ યે મારા માટે મુખ્ય પ્રોબ્લમ નથી. કોઈ મોટો મુદ્દો નથી આ મારા માટે. જયારે તે મને સેક્સ ન આપી શકે, તે ટાઈમ જો તેનાં ડીપ્રેશનનો હોત, તો હું સેક્સની આટલી ઓછી માત્રાને પણ ચલાવી લેત, કોઈ મોટી વાત ન હોત આ. દોસ્ત,મને ખબર છે કે આ બધું તને વિઅર્ડ..એકદમ અજુગતું લાગતું હશે, પણ યાર...નિકી સાથે ઓલ્વેઝ કંઈ ને કંઈ તકલીફ હોય જ છે. એને કાયમ કોઈ ને કોઈ પ્રોબ્લમ થતો જ રહે છે."."ઓલ્વેઝ ? વોટ'સ રોંગ વીથ હર..ઓલ્વેઝ?". "આ ઘરમાં સાથે રહેવા આવ્યા બાદ..બસ, થોડાં જ મહિનાઓમાં તે એકદમ બદલાઈ જ ગઈ. એકદમ મુડી ટાઈપની થઇ ગઈ. ઈનસિક્યુરીટીની, અસલામતીની લાગણીઓ તેને એ હદ સુધી ઘેરી વળી, કે તે મારી સમક્ષ કપડાં ઉતરતા ય ખચકાય. તું સમજે છે હું શું કહું છું..?" "યસ.. કેરી ઓન..!""મને આવા બધાંની આદત નથી અમય, અને એમાં ય વિકીનાં મરણ બાદ તો વાત એકદમ વણસી ગઈ.""વિકી..?""તેની બહેન. વિક્ટોરિયા..તેનાથી બે-એક વર્ષ મોટી. બેઉ જણીઓ એકબીજાની ખુબ જ ક્લોઝ હતી.""ઓકે..!""શરૂઆતમાં તો સમજી શકાય. પણ યાર, મહિનાઓ વીતી ગયા એને. બે વર્ષ થઇ ગયા વિકીના મરણને. અને તો ય તે આમાં જ અટવાયેલી છે, હજી સુધી. તે બધી વાતોથી આ નિકી હમેશાં બહુ બધી ડરેલી રહે છે. વિકીનાં મૃત્યુથી તે બસ મેન્ટલી ડીસ્ટર્બ જ રહે છે...હજી સુધી..આજ સુધી.. દોસ્ત, ક્યારેક તો મને એમ જ લાગે છે કે હું તેનો બોયફ્રેન્ડ ઓછો અને તેનો ડોક્ટર વધુ છું...હમેશાં તેની સારવાર કરતો, તેની ટ્રીટમેન્ટ કરતો...!"
અમય મને એકટશ નજરે જોતો રહ્યો. કંઇક કહેવા ઈચ્છતો હતો, પણ કંઈ બોલ્યો નહીં. બસ જોતો જ રહ્યો, મારી તરફ..!."સોરી.." -ફરી એક થાકેલો નિસાસો નાખી મારા કપાળ પર હાથ ફેરવતાં હું બોલ્યો- "એક્ચ્યુલી આ વાત મેં કોઈને જ કરી નથી, એક વિકીના સિવાય.""વિકી..? વિક્ટોરિયા ?""ઓનેસ્ટલી કહું, તો લોકોને આ બધું કહેવું મને પસંદ નથી." -વિક્ટોરિયા સાથે થયેલ એક અજુગતા બનાવને યાદ કરતાં હું બોલ્યો.
"નિકી સાથેની તારી આ રીલેશનશીપની બાબતમાં તને જો આવું જ ફીલ થાય છે, તો તું તેની સાથે વાત કેમ નથી કરતો? અને તેની બદલે..ગામની છોકરીઓ સાથે સુતો કેમ ફરે છે? અને તે ઉપરાંત, તું જે કહે છે કે નિકી એકદમ પરફેક્ટ છે..તે વાતમાં હવે મને કંઈ દમ નથી લાગતો."."મને ખબર છે આ બધું તને હાસ્યાસ્પદ લાગે છે. પણ યાર.. દિવસે દિવસે બધું બહુ મુશ્કેલ થતું જાય છે." -મેં તેનાં મહેણા પર ધ્યાન ન આપી, ઉદાસ સ્વરે મારી વાત આગળ વધારી. જે રસપૂર્વક તે મારી વાત સાંભળી રહ્યો હતો, તેનાથી મને ઘણી રાહત લાગવા લાગી.."મુશ્કેલ..? કઈ રીતે..? "જો....'હું ખુશ નથી' એવું કહીને નીકીને અપસેટ કરવાની મને હિંમત નથી થતી, કારણ તે ઓલરેડી ભાંગી ચુકેલી છે. તે પરફેક્ટ જ છે, મારી નિકી પરફેક્ટ જ છે. અને જો તે ડિપ્રેસડ અને ઇન્સેક્યોર ફીલ કરે છે... તો તેમાં તેનો વાંક નથી, કારણ જે દિવસે તે નોર્મલ હોય છે, તે દિવસ ખુબ જ મસ્ત જાય છે, અને ત્યારે તે પોતે પણ દુનિયાની સૌથી પ્રેમાળ વ્યક્તિ બની ગઈ હોય છે. પણ જો કે મોટે ભાગે તો...મને એમ જ લાગે છે કે હું કોઈક પડછાયા હેઠળ જીવી રહ્યો છું. અને તે પડછાયો જાણે કે અમારા આ સગપણ ઉપર હરદમ કાળો પીંછો ફેરવી રહ્યો છે.."."અને એટલે તું નિકીને બીજી બધી જગ્યાઓ પર શોધવા લાગ્યો..?""યાર, મને ખબર છે કે હું તેનાં માટે એક સ્વાર્થી કુતરો બની ગયો હતો. પણ હું બહાર 'મસ્તી' માટે જે જવા લાગ્યો, તેની શરૂઆત એવી રીતે થઇ, કે પહેલાં તો હું તે બારમાં ફક્ત ફલર્ટ કરવા, કોઈકનું એટેન્શન મેળવવા જ જતો..બસ એટલું જ. પણ પછી હું એક્ચ્યુલી સેક્સ કરવા લાગ્યો. અને તેનાં પછી તો બધું જ મારા કન્ટ્રોલની બહાર જવા લાગ્યું. સાચે જ.. મા કસમ.. !"."તારે આ બધુ નિકીને કહેવું જ પડશે." -અમયે હળવે'કથી મને સમજાવતા કહ્યું- "નિખિલ, તું તારા આ સગપણનાં આગળ વધવાની આશા રાખી જ કેવી રીતે શકે, કે જયારે તું પોતે જ તેની સાથે ઓનેસ્ટ નથી. તેની સાથે વાત કર્યા વિના આનો કોઈ ઉપાય જ નહીં નીકળે...""શી વીલ લાફ એટ મી, અમય. તે હસશે મારી ઉપર. અને કોણ ન હસે? આ બધું કેટલું સ્ટુપીડ જેવું લાગે છે.'"નો નિખીલ, એવું કંઈ જ નથી. ઓફ કોર્સ, કંઈ જ સ્ટુપીડ નથી લાગતું. તું આપે છે ટાઈપનો સપોર્ટ તમે કોઈને હરઘડી હમેશ માટે તો ન જ આપી શકો. હરદમ કેટલો વખત તું તેને સપોર્ટ કરતો રહીશ? બદલામાં તને પણ લવ એન્ડ કેરની જરૂર છે. પણ નિકી દેખીતી રીતે આમ કરતી જ નથી. ગીવ એન્ડ ટેક, એક હાથ દે એક હાથ લે, આ ખુબ જ જરૂરી છે."
"આઈ નો..આઈ નો.. મને ખબર છે અમય. પણ તે પાછુ આપે છે. તે ખુબ મહેનત કરે છે તે માટે. પૂરી કોશિષ કરે છે તે મને કોઓપરેટ કરવાની. મને ખબર છે કે શી લવ્સ મી. પણ તેને તેનાં મગજમાં ભરાયેલ પેલી બકવાસ વાતો સાથે સતત ઝઝુમવું પડતું હોય છે. તેનાં દિમાગમાં ઘણી હલચલ મચેલી હોય છે. અમારાં બંને વચ્ચે બધી વસ્તુઓ..ઈમોશનલી ખુબ વધુ પડતી જ હોય છે. હું તેને કેટલો બધો પ્રેમ કરું છું તેનો અંદાજો આવતા જ હું તો જાણે કે..છળી પડું છું. તેને ખોઈ બેસવાનો ડર હું સહન નથી કરી શકતો, અમય..! અને બીજી છોકરીઓ સાથે હું જઉં છું ત્યારે આ બધી બાબતોથી હું થોડી વાર માટે છુટકારો અનુભવું છું. મારું ધ્યાન બીજી છોકરીઓમાં અટકાવીને હું આ બધી બાબતોમાંથી મારું મન થોડા વખત માટે હટાવી શકું છું. મને ખબર છે કે તને મારી વાતોમાં કોઈ જ સેન્સ નહીં લાગતી હોય. પણ યાર.. મને લાગે છે કે બહુ મુશ્કેલ છે આ બધું સમજાવવું."
"તું ધારે છે તેની કરતાં ઘણી જ સેન્સ છે તારી વાતોમાં, નિખીલ." -અમય બોલ્યો અને ચહેરા પર એક મજાકભર્યું સ્માઈલ લાવી આગળ ચલાવ્યું- "ચલ ફરી એક કોફી પિવડાવ..!"થેંક ગોડ.. મેં થર્મોસ ભરીને કોફી બનાવી હતી, એટલે ફક્ત મગમાં રેડવાની જરૂર હતી. ."મેં કોઈને ય આ બધી બાબતે કોઈ જ વાત નથી કરી." -અમારા બંનેના મગમાં કોફી રેડતાં મેં પણ હસીને તેને જવાબ આપ્યો- "કારણ, ભલે કંઈ પણ હોય, પણ યાર.. આ કોઈ જ બહાનું નથી નિકીને આટલી ગંદી રીતે ટ્રીટ કરવા માટે. તે તો કેટકેટલું વધુ મેળવવા માટે હકદાર છે. શી ડિઝર્વ્સ મચ મોર ધૅન ધીસ."."હેહેહેહે.. યસ..અફ કોર્સ.." -અમય હવે જાણે કે વાતાવરણ ફરીથી હળવું બનાવવા માગતો હોય તેમ હસીને બોલ્યો.અને ત્યારે મને લાગ્યું કે ગંભીર વાતો બહુ થઇ ગઈ હવે, મારે જે કહેવું હતું, તે તો બધું મેં કહી જ નાખ્યું છે એટલે કોફીનો બીજો રાઉન્ડ પૂરો થતાં જ મેં આ મુલાકાત વાઈન્ડ-અપ કરવાનાં ઈરાદે કહ્યું- "આઈ થીંક યુ મસ્ટ ગો નાઉ, અમય.. ઘણું લેટ થઇ ગયું છે અત્યારે...અને મને પણ થોડી પ્રાઈવસીમાં હવે ફરીથી બધું વિચારવું છે. વી'લ ટોક ટુમોરો. ઓ કે?"
"હજુ યે વધુ રોકાઈને બીજી કોઈ વાતો કરવી હોય, તો નિખીલ...આઈ ડોન્ટ માઈન્ડ."-તે ઉભા થતાં બોલ્યો. "ઓનેસ્ટલી યાર..ઈટ'સ ફાઈન. યુ હેવ બીન અમેઝીંગ," -મેં તેની પ્રશંશા કરતા કહ્યું- "બહુ સારું લાગ્યું તું આવ્યો તો. આઈ નીડેડ સમવન એટ ધીસ ટાઈમ. થેન્ક્સ ફોર કમીંગ હિયર.""ઓકે..ચલ ત્યારે. સી યુ ટુમોરો..!" -દરવાજે જતાં જતાં તે બોલ્યો અને પોતાની પાછળ દરવાજો બંધ કરીને તે નીકળી ગયો..
દરવાજો બંધ થવાના અવાજ સાથે જ હું સોફા પર પથરાઈ ગયો. આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ ઊંઘ તો જાણે કે માઈલો દુર ભાગી ગઈ હતી. મારું મન જાણે કે ભૂતકાળની યાદોમાં સરવા લાગ્યું.વિક્ટોરિયા -વિકી ફરી મારી યાદોમાં આવવા લાગી.તેની સાથે બની ગયેલ તે ઘટનાને હું ફરીથી યાદ કરવા લાગ્યો.હું જાણું છું, કે ત્યારે તે પોતાનાં કન્ટ્રોલમાં નહોતી, પણ તો..તો હું કેમ ત્યારે ખમી ન ગયો..?થોડી'ક વાર માટે પણ જો..હું તે રાતે તેની આગળ રોકાઈ ગયો હોત... તો કદાચ આજે…
વધુ પ્રકરણ નવમા માં…..
પ્રકરણ ૯
અમયનાં ગયા બાદ, દરવાજો બંધ થવાનાં અવાજ સાથે જ હું સોફા પર પથરાઈ ગયો. તેને હમણાં મારા ઘરે બોલાવવાનું બે કારણ હતાં.એક તો તેની સાથેનાં મારાં વિચિત્ર વર્તન માટેની માફી માગવી.. અને બીજું એ, કે મારાં અંગત જીવનમાં હાલમાં ચાલી રહેલ મુશ્કેલ કાળ બાબત તેની સાથે ખુલ્લા મને વાત કરી મારું મન થોડું હળવું કરવું.આ બંને કામ વ્યવસ્થિત પાર પડી ગયાં.
પરિણામસ્વરૂપે તેનાં ગયા પછી હું ખુબ જ હળવાશ અનુભવવા લાગ્યો. માનસિક તાણ જાણે ઘણી ઓછી થઇ ગઈ અને આ વિષમ પરિસ્થિતિનો સામનો કરી તેનું સમાધાન શોધવાનો નવો જ ઉત્સાહ..એક નવું જ જોમ મારા મનમાં ઉભરાવા લાગ્યું હોય તેવી લાગણી મને થઇ આવી.મન જયારે હળવું હોય તો ઊંઘ સરસ અને તરત આવે, પણ આજે મારી સાથે એવું ન થયું. આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તો ઊંઘ તો જાણે કે માઈલો દુર ભાગી ગઈ હતી. અને મારું મન જાણે કે ભૂતકાળની યાદોમાં સરવા લાગ્યું.વિક્ટોરિયા -વિકી ફરી મારી યાદોમાં આવવા લાગી.તેની સાથે બની ગયેલ તે ઘટનાને હું ફરીથી યાદ કરવા લાગ્યો.હું જાણું છું, કે ત્યારે તે પોતાનાં કન્ટ્રોલમાં નહોતી, પણ તો..તો હું કેમ ત્યારે ખમી ન ગયો..?થોડી'ક વાર માટે પણ જો હું તે રાતે તેની આગળ રોકાઈ ગયો હોત... તો કદાચ આજે....વિકીને હું કેમ ભૂલી શકું..!નિકી સાથે મારી પ્રથમ મુલાકાત આ વિકી દ્વારા જ તો થઇ હતી. વિકી મારી જ ઓફિસમાં કેટલાક સમય માટે જોબ કરવા આવી હતી. તેની નાની બેન નિકી ત્યારે પોસ્ટ-ગ્રેજુએશન કરી રહી હતી.અમે બંને, હું અને વિકી, એક જ ઓફિસમાં કામ કરતાં હતાં, તે દરમ્યાન વિકી મારી તરફ આકર્ષિત થઇ હતી, પણ તેણે મને એપ્રોચ કર્યું નહીં, અને એવી જ રીતે, મેં પણ તેને અપ્રોચ કર્યું નહોતું.
વિકી જો કે એક ખુબસુરત યુવતી હતી, ટીપીકલ ગોવાની ‘પોરગી’ જ જોઈ લો.શામળી પણ તો ય નમણી ય એટલી જ. સરસ મજાની હાઈટ, પ્રમાણસર વજન. શરીરના વળાંકો એવા, કે ઉડીને આંખે વળગે. મસ્ત ડ્રેસિંગ સેન્સ..!ઓલ્વેઝ હેલ્પીંગ નેચર,હસમુખી...!મુંબઈની છોકરીઓ જેવો કોઈ જ ફાલતું ઈગો નહીં..!!
પણ, આ બધાં ઉપરાંતે ય મેં વિકીને અપ્રોચ ન કર્યું, કારણ મને મુંબઈથી ગોવા ટ્રાંસફર થયે હજી બહુ વખત થયો નહોતો, બસ માંડ બે-ત્રણ મહિના જ સમજો, તે ઉપરાંત ગોવામાં કેટલો વખત રહીશ તે પણ નક્કી નહોતું. એટલે કારણ વગરનાં એટેચમેન્ટ અને કોમ્પલીકેશન્સ ઉભા કરવાનો કોઈ મતલબ નહોતો. અને પાછુ એક જ ઓફીસમાં કામ કરતાં હોવાથી ઓફીસમાં રેપ્યુટેશનનું પહેલાં ધ્યાન રાખવું પડતું. છોકરો છેલબટાઉ અને રંગીન મિજાજનો છે -એવું મારે નહોતું લાગવા દેવું કદાચ.તો છ મહિના અમે બેઉએ સાથે જોબ કર્યો, પણ એકદમ ઈમાનદારીપૂર્વક.
જો કે નિકી સાથે એકદમ ઉલટો જ કેસ થયો. પહેલી જ નજરે હું તેને જોતો જ રહ્યો. જયારે વિકીએ મને નિકીનો ઇન્ટ્રો કરાવ્યો તો હું મારાં હોશ ખોઈ બેઠો, આટલી ખુબસુરત યુવતીને જોઈને.નિકી પણ ઘણી ખરી તેની બહેન જેવી જ દેખાય, પણ તોય તેનાં કરતાં ચાર ચાસણી ચડે તેવી. .તે એક નાની એવી મુલાકાત હતી, પણ મારાં દિલ પર ઊંડી અસર છોડી ગઈ. ઓફિસેથી ઘરે પહોચ્યો તેટલી વારમાં તો મેં સો વખત પ્રાર્થના કરી હશે કે, -હે ભગવાન, આ છોકરીનાં મનમાં મારા માટે એટ્રેક્શન પેદા કરો. મને કોઈ પણ રીતે આ છોકરી મળી જાય, એવો કંઇક ચમત્કાર કરો, પ્રભુ..!.કદાચ વિચિત્ર લાગતું હશે, પણ આ જ હકીકત છે. પછીનાં ચાર-પાંચ દિવસોમાં તો મને આ ગોવા શહેર અચાનક જ ગમવા લાગ્યું. આમે ય મુંબઈમાં તો મારું કોઈ હતું જ નહીં. પરિવારમાં એક ભાઈ છે, નિતીન અને એ પણ પરદેશ.ગુજરાતમાં સગાઓ ખરા, પણ બધાં દુરના. માબાપની ગેરહાયાતીમાં તે સંબંધો તો બસ, નામ-માત્રનાં જ રહી ગયા છે. તો ગોવામાં જ હવે સેટ થઇ જવાનો વિચાર આવવા લાગ્યો. ગોવાના કોંકણી-હિંદુ ખુબ ભલાં લાગવા લાગ્યા. તો પોર્ટુગીઝ ખ્રિસ્તીનો વસવાટ છે તે ‘અલ્ડોના’ વિલેજમાં વારે ઘડીએ આંટા મારવાનું અમસ્તું જ મન થવા લાગ્યું કે કદાચ અકસ્માતે જ નિકીનો ભેટો થઇ જાય. આ રળિયામણા ગામડાંનાં જૂનાં..ખુબ જૂનાં પોર્ટુગીઝ સ્ટાઈલ બાંધણીનાં મકાનો, ત્યાંની ચર્ચ અને ચેપલ જાણે અહીં જ વસી જવાનું મને આમંત્રણ આપતાં રહ્યા, તો સાદી, સરળ અને તે છતાંય યે બ્રોડ-માઈન્ડેડ એવી આ ખ્રિસ્તી જમાત જાણે મારી પોતીકી હોય તેવી આત્મીયતા તેમનામાં મને જણાવા લાગી.
વિકી સાથે આડકતરી વાતો કરી તે લોકોની રહેણીકરણી, ખાણીપીણી વગેરેની માહિતી મેળવવા લાગ્યો. વિકી પણ જરૂર કરતાં વધુ જ ઉત્સુકતાથી મને બધું કહેવા લાગી. કદાચ તેની ગેરસમજણ તેને આમ કરવા પ્રેરતી હશે, પણ મને એ વાતની પરવા નહોતી. મારી પ્રાર્થના તો બસ નિકી માટે જ હતી, અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી યે ખરી. સરવા કાન કરીને સાંભળી હશે કદાચ... કારણ.. બીજે અઠવાડિયે જયારે નિકી તેની બહેન વિકીને મળવા અમારી ઓફિસે આવી, ત્યારે તેની નજર સતત મારી પર જ ખોડાયેલી રહી. એક અઠવાડિયામાં જ કદાચ, ઈશ્વરે મને એકએક એટલો હેન્ડસમ બનાવી દીધો હશે, કે તેની નજરમાં હું વસી ગયો.નિકી જેટલી વાર ઓફિસમાં રહી તેટલી વારમાં મને અનેક એવા સિગ્નલ આપી દીધા, કે યસ..તેને મારામાં ઇન્ટરેસ્ટ છે. અને આ સિગ્નલ્સ પણ એટલા લાઉડ..એટલા પાવરફુલ હતાં, કે મને બસ્સો ટકા ખાતરી થઇ ગઈ કે આ ફટકડી ચોક્કસ મારામાં રસ ધરાવે છે. મારી ખુશીની તો કોઈ સીમમાં જ ના રહી.
તે સાંજે હું ટેક્સીની વાત જોતો ઉભો હતો, કે અચાનક જ નિકી એક ‘જીન’ની માફક મારી સામે પ્રગટ થઇ, પોતાની કાર સાથે.મારી બાઈક સર્વિસમાં આપી હોવાને કારણે, મારે ગેરેજમાં જવાનું હતું. એટલે તેણે જ્યારે મને લીફ્ટ આપી તો મને મારાં સદભાગ્ય પર વિશ્વાસ જ નહોતો બેસતો..તેની સાથે ફ્રન્ટ-સીટ પર બેઠા બાદ મારી હિંમત એટલી બધી વધી ગઈ...અને તેનો પણ એટલો પોઝીટીવ રિસ્પોન્સ હતો, કે મારી બાજુમાં રાખેલ તેનાં બીજા હાથ પર મેં મારો હાથ મૂકી દીધો. તે એક હાથે ડ્રાઈવિંગ કરતી રહી, પણ પોતાનો હાથ ન હટાવ્યો.જો કે હસીને તે બોલી ખરી -"નીખીલ, લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ડ્રાઈવિંગ"હું હસી પડ્યો..એક ક્ષણ માટે થંભી પણ ગયો.પણ તોય મારું નસીબ અજમાવવાનું તો ચાલુ જ રાખ્યું. હું તેનાં હાથનાં પંજા પર મારો હાથ ફેરવતો જ રહ્યો, જે ધીરે ધીરે તેનાં કાંડા સુધી પહોંચી ગયો.
પણ પછીની બે મિનીટ બાદ જ... નિકીએ અચાનક ગાડી રોકી દીધી અને એકદમ સીરીયસ મોઢું બનાવીને બોલી- "નીખીલ, તું મારું ધ્યાન ભટકાવી મુકે છે. આઈ કાન્ટ ડ્રાઈવ ઇન ધીસ વે..!"
એક કે બે પળ માટે અમે બંને એકબીજાને તાકતાં જ રહ્યા. અને ત્રીજી પળે હું આગળ વધ્યો. મારાં હોઠ તેનાં ચહેરાની નજીક લઇ ગયો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, કે ન તો તે પોતે પાછળ હટી,.તે અમારી પહેલી કિસ હતી.પણ એકદમ દીર્ઘકાલીન..!બહુ લાંબો સમય સુધીની અને ખુબ જ ઊંડી પણ..!! .આમ ખુબ જ ટૂંકા સમયમાં અમારો પ્રેમ-સંબંધ બંધાઈ ગયો. બંને જણા જાણે વર્ષોથી એકબીજાની વાટ જોતાં હતાં..તો કોઈ પણ જાતની ફોર્માલીટી કર્યા વિના, કે કોઈ પ્રોપોઝ કરે તેની વાટ જોયા વિના, શબ્દોનો સહારો લીધા વગર જ, ફક્ત આંખોથી જ બંનેએ એકમેકને બેધડક રીતે કહી દીધું કે, -યસ, આઈ લવ યુ. આઈ લવ યુ મૅડલી..! .તે પછી તો અમે પાછળ વળીને જોયું જ નહીં. મને તેની હર એક વસ્તુઓ ગમતી. પોર્ટુગીઝ હોવાને કારણે તેની બોલ્ડ વિચારસરણી, નોન-વેજ ખાવું, ડ્રીન્કસ માટેની રૂચી.. આ શેમાં ય મને કંઈ જ વાંધાજનક ન લાગ્યું.હા, તેને મારામાં કંઇક વાંધાજનક જરૂર લાગ્યું... અને તે હતી મારી સિગરેટની આદત.નિકી પોતે શરૂઆતમાં મારી સાથે સિગરેટના કશ લગાવતી.પણ જયારે તેણે જોયું કે મને શોખ નહીં પણ આદત છે, તો તેણે મને વારવાનું શરુ કર્યું. મારી સાથે સિગરેટ પીવાનું તો તેણે સદંતર બંધ જ કરી દીધું અને સોગંદ આપી આપીને...ભાષણો આપી આપીને મને સિગરેટથી દુર રાખવાની કોશિષ કરવા માંડી. હું પણ તેની હર વાત માનવામાં અજબ ખુશી મહસૂસ કરવા લાગ્યો.
પ્રેમની કબુલાત પહેલાં જ ઊંડી-લાંબી કિસ કરવાની બેધડકતા નિકીએ ભલે દાખવી હોય, પણ સેક્સ-સંબંધ બાંધવાની બાબતમાં તે અન્ય સામાન્ય ભારતીય યુવતી જેટલી જ જુનવાણી નીકળી.હું મારી રૂમમાં એકલો જ રહેતો હતો, પણ તો યે મારાં બેડરૂમ સુધી પહોંચવામાં તેણે ત્રણેક મહિના કરતાં ય વધુ સમય લીધો હશે.તેનું માનવું હતું કે જ્યાં સુધી બની શકે આ શારીરિક-સંબંધને મુલત્વી રાખીને, પહેલાં એકમેકમાં વિશ્વાસ પ્રાપ્ત કરી લેવો જરૂરી છે.જયારે પોતાનો આત્મા.. પોતાનો વિશ્વાસ એ વાતની સાક્ષી પૂરે કે સામેનું પાત્ર જીન્દાગીભરનો સંબંધ જોડવા માટે યોગ્ય છે, ત્યાર બાદ જ શારીરિક સમીપતા કેળવાવી જોઈએ.ત્રણ મહિનાં જેવા લાગી ગયા, તેને આ બધું વિચારતાં અને નક્કી કરતાં. પણ એક વાર નક્કી થઇ ગયા બાદ, તે નિશ્ચિંત બની ગઈ. અને મારી સાથેનો દેહ-સંબંધ તો જાણે કે તેને અજબ જ વિશ્વાસ આપી ગયો કે આ યુવાન તેને બધી રીતે ખુશ રાખી શકશે.અને મને પણ આ ખુબસુરત હસીનાનાં હુસ્નએ ગજબનો દીવાનો કરી મુક્યો હતો. તેનો સ્વભાવ મને દિવસભર તેનાં વિષે જ વિચારવા માટે મજબુર કરતો રહેતો.આમ એકમેક સાથેના શારીરિક અને માનસિક સંબંધથી અમે બંને ખુબ જ તૃપ્ત અને સંતુષ્ટ હતાં. એકબીજામાં કોઈ જ ઉણપ નહોતી દેખાતી અને દેખાતાં તો બસ... સુખમય ભવિષ્યના સપના..!
વિકી, વિક્ટોરિયા.. !કદાચ દુનિયાની આ છેલ્લી વ્યક્તિ હશે, કે જેને મારે નિકી સાથેના પ્રેમ-સંબંધની વાત કરવાનું હું પસંદ કરું. અને એટલે જ.. આ વાત મેં ઓફીસમાં ય છુપાવેલી જ રાખી. અમયને તો કહેવાનો કોઈ સવાલ જ નહોતો કારણ તેની સાથેના સંબંધોમાં ઢીલાશ તો મુંબઈમાં હતાં ત્યારથી જ આવી ગઈ હતી. અને એટલે જ હમણાં થોડીવાર પહેલાં મેં તેને જયારે નિકીની બહેનનું નામ વિકી-વિક્ટોરિયા છે એમ કહ્યું, તો તેને એક ઝબકારો ય ન થયો કે આ વિકી એટલે..ત્રણ વર્ષ પહેલાં અમારી ઓફીસમાં કામ કરતી હતી..તે જ યુવતી હોઈ શકે. જો કે મેં પણ એવી ઓળખાણ નહીં આપીને મારી ને નિકીની વાત સાઈડ-ટ્રેક પર ન ચાલી જાય તેની કાળજી લીધી હતી..ખેર..મેં દરેક કોશિષ કરી, કે નિકી સાથેના મારા આ એફેરની વાત તેની આ મોટી બહેન વિકીથી છુપી રહે. પણ નિકી તો પાગલપણાની હદ સુધી મારાં પ્રેમમાં હતી, એટલે તેણે તો પોતાનો બધો સંકોચ અને શરમ નેવે મૂકીને અમારા લવ-એફેરની વાત પોતાનાં પાપાને કરી જ દીધી..પોતાની સહુથી નાની દીકરી એક હિંદુ-ગુજરાતી, વેજીટેરીયન યુવાનને સીરીયસલી પસંદ કરે છે, તે વાત તેનાં પાપાને સહેલાઈથી પચી નહીં. નારાજ તો થયા જ તેઓ... પણ પોતાની દીકરીની ખુશીમાં પોતાની ખુશી જોઈને નસીબને દોષ દેતા બેસી રહ્યા.
નસીબને દોષ એટલાં માટે...કારણ કે તેમનો મોટો દીકરો રીચર્ડ, દીના નામની એક પારસી યુવતીનાં પ્રેમમાં હતો.પારસી કોમ તે આમ ખુબ જ કડક કોમ ગણાય. કહેવાય છે કે તેઓમાં નોન-પારસી સાથેનાં મેરેજ માન્ય નથી હોતા. છોકરો કે છોકરી બેમાંથી જે કોઈ પણ નોન-પારસી હોય, તેણે પારસી ધર્મ ફરજીયાત અપનાવવો જ પડે.તો આવા સંજોગોમાં રીચી અને દીનાએ ટ્રાયલ-બેસીસ પર અમુક વર્ષો લીવ-ઇન-રીલેશનમાં જ ગાળવાનું નક્કી કર્યું.મૂળે જુનવાણી ખ્રિસ્તી, એવા નિકીનાં પાપા, સ્ટીવ-અંકલ માટે બહુ જ ઓછા ગાળામાં મળેલા આ બબ્બે આંચકા પચાવવા ખુબ ભારે હતાં.લગભગ ૮-૧૦ હજારની વસ્તી ધરાવતા અલ્ડોના ગામમાં આસપા,સ ચારેકોર બસ...પોતાની જાતનાં જ લોકો રહેતાં હોય, જેમાં કેટકેટલાય લાયક યુવાનો-યુવતીઓ હોય, તે છતાં ય પોતાનું સંતાન જીવનસાથી તરીકે પરનાત અને પરપ્રાંતનાં પાત્ર પર પોતાની પસંદગી ઉતારે, ત્યારે તેનો આ નિર્ણય એક વિધુર બાપ માટે વસમો આંચકો જ બનીને રહી જાય..જ્યારે સ્ટીવ-અંકલ માટે તો એક નહીં, બે આંચકા આવ્યા અને તે પણ બસ..બે-ચાર મહિનાનાં ગાળામાં. પ્રભુ-ઈચ્છા ગણીને તેમણે અમારાં સંબંધને મંજુરી તો આપી..પણ ઈશ્વર પાસે પોતાનો અસંતોષ તો જરૂર વ્યક્ત કર્યો હશે, કારણ તેમને એમ કરતાં તેની વચેટ દીકરી વિકી એક વાર સાંભળી ગઈ હતી.
આવા વાતાવરણમાં વિક્ટોરિયા, વિકીએ ચુપ જ રહેવાનું પસંદ કર્યું. પોતે જેને છેલ્લા કેટલાય મહિનાંઓથી મનોમન પ્રેમ કરતી હતી, અને બસ...એક મોકાની, સામેથી એક ઈશારાની જ વાટ જોતી હતી, ત્યાં અચાનક નિકીએ આવીને આંખનાં પલકારામાં પોતાનું કામ કરી નાખ્યું.. તેને જોઈતું મેળવી લીધું.. અરે, પોતા પાસેથી ઝુંટવી લીધું..અને પોતે તો બસ... જોતી જ રહી ગઈ..સામે પક્ષે કોઈ બીજી યુવતી હોત તો કદાચ પોતે કોઈક એવી હરકત કરત, કે જેનાંથી પોતાનાં મનનાં મહેબુબને પોતાનાં પ્રેમનો અણસારો આવી જાય.. કંઈ નહીં તો, પોતાનું નસીબ તો તે જરૂર જ અજમાવત. .પરંતુ અત્યારે સામે પક્ષે તેની હરીફ બીજી કોઈ નહીં પણ પોતાની જીવથી વ્હાલી નાની બેન નિકી હતી.નાની હતી એટલે પસંદ કરવાનો અને પસંદગીનું પામવાનો તેનો પહેલો હક્ક ગણાય. મોટાની તો ફરજ હોય છે નાનાંને આપવાની.. તેની ઈચ્છા પુરી કરવાની.આવું બધું વિચારી, વિકી મનમાં સમસમીને ચુપ રહી ગઈ.
તેનો વાંક એટલો જ હતો કે તે નિકી જેટલી બોલ્ડ નહોતી. નિકીને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પોતે પોતાનાં પ્રેમીને પહેલી વાર મળી તેનાથી યે પહેલાંથી તેની મોટી બેન વિકી પોતાનાં મનમાં એ જ યુવાનનાં સપના સજાવી રહી હતી. વીકીનાં મનની પ્રેમ-લાગણીઓથી અજાણ નિકી જયારે હસી હસીને પોતાનાં પ્રેમની બધી વાતો કરતી ત્યારે વીકીનાં મન પર જાણે કે કરવત ચાલતી. પોતાની શરમ અને સંકોચના પડદા પાછળ તે પોતાની છાની પ્રીતની પીડાનો શિકાર બનતી રહી... હર રોજ, હર પલ, છેલ્લા શ્વાસ સુધી..!.વિકી તો બસ મૂક બનીને રહી ગઈ... કોઈને કંઈ જ ન કહ્યું કારણ તે પાપાને હજુ કોઈ વધુ તકલીફ દેવા નહોતી માંગતી. કે ન તો તેને કોઈ એવી મરજી હતી, નિકી પાસે પોતાની કુરબાનીઓની વાતો કરીને, પોતાને મહાન ચીતરવાની કે તેની કોઈ સહાનુભુતિ પ્રાપ્ત કરવાની.તે તો બસ એક ચકોરી બનીને રહી ગઈ.. કે જે પોતાનાં ચંદ્રને ફક્ત દુરથી જ નિહાળીને પ્રેમ કરે છે.તેનાં સુધી કોઈ દિવસ ય પહોંચી શકતી નથી..!. પણ દરેકનાં જીવનમાં કોઈ ને કોઈ નબળી ક્ષણો તો આવે જ છે કે જયારે તે પોતાની સમસ્ત તપસ્યા ભૂલીને મોહવશ થઇ જાય છે..અમુક પળ માટે..!
વધુ દસમા પ્રકરણમાં…..
પ્રકરણ ૧૦
હા,દરેકનાં જીવનમાં કોઈ ને કોઈ નબળી ક્ષણો તો આવે જ છે, કે જયારે તે પોતાની સમસ્ત તપસ્યા ભૂલીને મોહવશ થઇ જાય છે..અમુક પળ માટે..!
વિકીની સાથે પણ તેવું જ થયું.
ત્રણેક વર્ષ પહેલાની એ ક્રિસમસની સાંજ હતી.
રીચાર્ડ અને દીના હાલમાં થોડાં જ મહિનાં પહેલાં લીવ-ઈનમાં જવા કમીટ થયા હતા અને પોતાનું ઘર લઇને અલગ રહેવા ગયા, તે પછી આ તેમની પહેલી જ નાતાલ હતી.
અહે એટલે બપોરથી જ એ બંને પાપાના ઘરે હતા.
હું અને નિકી હજી બસ ડેટિંગ જ કરતાં હતાં, અને નાતાલ સેલીબ્રેટ કરવાનું પાપાનું ઈન્વીટેશન મળવાથી, સાંજના ચારની આસપાસ ત્યાં ગયો હતો.
.
આમ નિકીના ઘરમાં અનન્ય ઉલ્હાસમય વાતાવરણ હતું.
લાઈટીંગ, બલુન્સ, ગ્રીટિંગ-કાર્ડ્સ, રીબીન્સ વગેરેથી ઘર અને આંગણાનો નાનો ગાર્ડન શણગારવામાં આવ્યો હતો.
ગાર્ડનના એક ખૂણામાં વેલ-ડેકોરેટેડ ક્રિસમસ ટ્રી રાખવામાં આવેલું.
ઘર આખામાં છવાયેલી રોનકમાં આ ત્રણે લેડીઝ..નિકી, વિકી અને દીનાની જહેમત સાફ દેખાઈ આવતી હતી.
પાંચ વાગ્યાની આસપાસ છાંયડો આવતા જ, આંગણાનાં નાનકડા એવા એ ગાર્ડનમાં વચોવચ ટેબલ રાખીને તેની ફરતે હું, દીના, નિકી, રિચર્ડ અને તેમનાં પાપા, અમે પાંચેય જણા ખુરસીઓ ગોઠવીને બેઠા બેઠા બીયર પી રહ્યાં હતાં.
પોતાનાં ઘરનું ડેકોરેશન પૂરું થતાં જ વિકી તેની કોઈ ફ્રેન્ડના ઘરે નાતાલ નિમિત્તે તેને હેલ્પ કરવા ગઈ હતી,
અને તે આવે તેની જ અમે લોકો વાટ જોઈ રહ્યા હતા, કે બસ...તે આવે એટલે અહીં સેલિબ્રેશન સ્ટાર્ટ કરાય.
"તો રીચાર્ડ..? હાઉ ઇસ લાઈફ ? આઈ મીન આ લીવ-ઇન-રીલેશનવાળી લાઈફ..? -મેં બીયરની ચૂસકી સાથે ફોર્મલ વાતો શરુ કરી.
"ફેન્ટાસ્ટિક.. નિખિલ આઈ એમ એન્જોયીંગ ઈટ..શું કહે છે દીના..? -રિચર્ડે પોતાનો ફેણીનો ગ્લાસ મોઢે માંડતા તેની ગર્લફ્રેન્ડ દીનાને પૂછ્યું.
તે દિવસે ત્યાં તેઓએ ક્રિસમસ નિમિત્તે ખાસ ઘરે બનાવેલ કાજુની ફેણી મંગાવી હતી. પણ તેનો નશો થોડો તીવ્ર હોવાને કારણે ઘરની લેડીઝને ફેણી પીવાની પરવાનગી નહોતી.
અને હું પણ માઈલ્ડ ડ્રીન્કર જ છું, એટલે મેં પણ લેડીઝને બીયરમાં કમ્પની આપવાનું જ નક્કી કર્યું હતું.
"યસ.." -દીનાએ સમાન સૂરમાં ટાપશી પુરાવી- "ધી લાઈફ ઈઝ વન્ડરફૂલ.."
"બેટર ધેન મેરીડ લાઈફ ઓલ્સો ? -મેં થોડાં મજાકિયા ટોનમાં પૂછ્યું.
"નોઓઓઓ..... હાઉ ઇસ ઈટ પોસ્સીબલ..!" -પાપાએ વચ્ચે ટાપશી પુરાવી.
જુનવાણી વિચારોને કારણે આ એરેન્જમેન્ટ બાબતે તેમના મનમાં જે થોડીઘણી નારાજગી હતી તે તેમના આ વાક્યમાં જણાઈ આવી.
"રિલેક્ષ પાપા.." -રિચર્ડે હસતા હસતા કહ્યું- "આ ટોપિક પર ફૂલ કોન્ફીડંસથી તો આપણા પાંચેયમાંથી કોઈ જ નહીં કહી શકે કારણ, તમે કોઈ દિવસ લીવ-ઇનમાં ગયા નથી, અને મેં ને દીનાએ હજી મેરીડ લાઈફ જોઈ નથી..અને બાકીનાં આ બે..નિખિલ અને નિકી તો હજી ડેટિંગ જ કરે છે, તો એમની પાસેથી કઈ એક્ષ્પેકટ જ નહીં કરવાનું. ઉલ્ટાનું આ નિખિલ તો જુઓને હજી સુધી ઇન્ક્વાયરી જ કરે છે, કે વિચ ઇસ બેટર...મેરીડ-લાઈફ કે લીવ-ઇન લાઈફ ? હાહાહાહા.."
આ સાંભળી હું થોડો ખચકાઈ ગયો.
મેં તો બસ ફોર્માલીટી ખાત્ર પૂછ્યું હતું. પણ વાત તો જાણે મારાં પર જ આવી ગઈ હોય તેમ સાવ અલગ જ પાટા પર ચાલી ગઈ.
"મેરેજ કરવા માટે તો મને લાગે છે કે... વિકી મોટી છે નિકી કરતાં, તો આ બંનેએ તેની માટે થોડું વેઇટ કરવું જોઈએ.." -પાપાએ એ વાત આગળ વધારી.
વિકી ત્યારે ત્યાં હાજર નહોતી એટલે તેમણે ખુલ્લા મને પોતાનો અભિપ્રાય પણ આપી દીધો.
"હેય.. તો નિખિલ ચલ, આપણે પણ લીવ-ઇનમાં જઈએ" -નિકી હસતા હસતા બોલી.
"નોટ અ બૅડ આઈડિયા.." -નિકીની આ હળવી વાતને રિચર્ડે સીરીયસલી લઈને તેને સપોર્ટ કર્યો.
"વૉટ..!" -પાપા થોડા અસ્વસ્થ થઇ ગયા.
"રિલૅક્ષ પાપા.." -રિચર્ડે ધરપત આપી- "ધીસ વે ધે વીલ ગેઇન સમ કોન્ફિડેન્સ..એક બીજાને વધુ સારી રીતે ઓળખી શકશે..મેરેજ પહેલાં આ બહુ જ જરૂરી છે. તારો શું ઓપીનીયન છે દીના ?"
"પાપા.. ઓનેસ્ટલી કહું તો, મને પણ આ ડીસીશન બરોબર જ લાગે છે." -દીનાએ પોતાનાં હસબંડને સપોર્ટ કર્યો.
પાપાની તો ઈચ્છા હતી કે અમે મેરેજ કરી લઈએ, પરંતુ સાથે સાથે મનમાં એવું ય હતું કે પહેલાં જો વિકીનાં લગ્ન થઇ જાય.. તો વધુ સારું.
પરંતુ અમે બન્નેએ લગ્ન માટે હજી વિચાર્યું નહોતું.
લીવ-ઇનવાળી વાત મને ય સગવડવાળી લાગતી હતી.
મારાં કુટુંબમાં તો આમે ય કોઈ હતું નહીં, કે એમ કરતાં મને રોકે.
અને નિકીને લીવ-ઇન-રીલેશનમાં કોઈ જ વાંધો નહોતો, કારણ શારીરિક સમીપતા તો અમસ્તીયે અમે કેળવી જ લીધી હતી, અને લગ્ન માટે જો ખમવું પડે એમ હોય, તો તે સમયગાળામાં સાથે કેમ ન રહેવું..?
જયારે રિચર્ડે જોયું કે તેનાં પાપા અમારા લીવ-ઇનમાં જવાથી થોડા અચકાય છે, તો વાતનો દોર તેણે હાથમાં લઇ લીધો.
તેણે બહુ જ ફ્રેંકલી પોતાનાં પાપાને અમુક વાતો સમજાવી, જે ભાગ્યે જ કોઈ દીકરો તેનાં પાપાને સમજાવાની હિંમત કરી શકે. આ વાતોથી મને એ પણ અહેસાસ થઇ આવ્યો કે આ કુટુંબ કેટલું બધું ફ્રેંક, ફ્રેન્ડલી અને ઓપન-માઇન્ડેડ છે.
રિચર્ડે તેનાં પાપા સાથે મને અને નિકીને એ સમજાવ્યું કે પારિવારિક કારણોસર પણ જો, લીવ-ઇનમાં જવું પડતું હોય તો તેમાં કંઈ જ ખોટું નથી, બલ્કે એમાં ફાયદો જ છે કારણ લગ્નના નિર્ણયમાં ઉતાવળ કોઈક વાર રિસ્કી બની જતી હોય છે. લગ્નનું પગલું ભર્યા બાદ એમાંથી પીછેહટ કરવી, મોટેભાગે મોંઘી પડી જતી હોય છે, ઈમોશનલી અને ફાઇનાન્સિયલી પણ.
જયારે લીવ-ઇન પીરીયડમાં, એક જ છત નીચે રહીને એકબીજાની સાથેનો તાલમેલ ચેક કરવાનો મોકો મળે છે, ઉપરાંત તેમને એક ઝલક પણ મળે છે, કે આની સાથેની મેરીડ-લાઈફ કેવી હશે.
ઘણા પ્રેમીઓ એકમેકની સાથે મહિનાઓ ખુબ હરેફરે ત્યારે ખુબ જ ખુશ હોય છે, પણ લગ્નના એકાદ-બે મહિનામાં તો જાણે દુઃખી દુઃખી જેવા લાગે છે, કારણ મોટાભાગના મેરીડ કપલમાં એવું જ થતું હોય છે કે લગ્ન પછી રોજેરોજ તેમનાં જીવનસાથીની કોઈક નવી જ સાઈડ..તેનું કોઈક નવું જ સ્વરૂપ તેમની નજરે પડતું હોય છે, જેને જોઈને તેઓ વિચાર કરતાં રહી જાય છે કે આ..આનું... આવું બધું મને પહેલાં કેમ ન દેખાણું ?
કોઈકને બહાર પબ્લિક પ્લેસમાં થોડો સમય માટે મળવું અને એ જ વ્યક્તિને ઘરની પ્રાઈવસીમાં જોવી.. તેમાં બહુ મોટો ફરક હોય છે.
કામેથી થાક્યા-પાક્યા આવ્યા પછી કોની પાસેથી કેટલાં કામની, કેટલાં પ્રેમની..કેટલાં એટેન્શનની અપેક્ષા પૂરી થાય છે એ બધું લીવ-ઇન-રીલેશનમાં શક્ય છે.
.
આ સાંભળી મને ગુજરાતી ભાષાની એક કહેવત યાદ આવી કે "સોનું જુઓ ઘસી અને માણસ જુઓ વસી" મતલબ કે સોનાને ચકાસવા તેને ઘસવું પડે અને માણસને ચકાસવા તેની સાથે વસવું પડે. કારણ બહાર બે-ચાર કલાક મળતી વખતે તો બસ.. એકબીજાને ઈમ્પ્રેસ કરવાની જ વાત હોય છે.
સારી સારી હોટેલોમાં ડીનર.. ખાલી ખીસ્સે પણ બીલ ચુકવવાની જીદ..ચાર ડગલા દુર થીએટર સુધી જવામાં પણ ટેક્સીમાં લઇ જવાની ફોર્માલીટી, વગેરે વગેરે..
.
રિચર્ડે પણ એ જ કહ્યું કે,લીવ-ઇનમાં આવ્યા બાદ, આ બધું અદ્રશ્ય થઇ જતું હોય છે અને વાસ્તવિકતાનો સામનો કરવો શરુ થઇ જતો હોય છે.
ઉપરાંત..સેક્સ, રીલીજન, દૌલત, સંતાન, કરિયર, ઘરકામની જવાબદારીઓ... વગેરે બાબતમાં એકબીજાના વિચાર અને વર્તન ખુબ વિસ્તારમાં જોવા-જાણવા મળે છે.
હું રિચાર્ડને સાંભળી રહ્યો..
તે લગભગ મારી જ ઉમરનો છે,. મારાથી બસ એકાદ બે વર્ષ મોટો, પણ તેની વાતોમાં ખુબ જ ઠરેલપણું હતું.
લીવ-ઇન-રીલેશનશીપ સાથે સેક્સ સંકળાયેલું હોવાની વાતમાં રિચર્ડે પોતાનો એવો ઓપીનીયન આપ્યો કે લીવ-ઇન-લાઈફમાં સેક્સ શામેલ હોય છે એ વાત જો વાંધાજનક લાગતી હોય, તો લગ્ન પહેલાં સેક્સ તો ઘણા પ્રેમીઓ માણતા જ હોય છે. ગેસ્ટહાઉસ, થીએટર, પીકનીક, આઉટીંગ કે જ્યાં થોડુક એકાંત મળે ત્યાં...પણ આ બધામાં તો બસ.. પા-અડધા કલાકની ઉત્તેજના જ મોટો ભાગ ભજવતી હોય છે.
નથીંગ મોર એન્ડ નથીંગ સીરીયસ.
જયારે લીવ-ઈન-લાઈફમાં રહેતા યુગલો તો એકમેકનો સહવાસ માણવાની સાથેસાથે, બેડરૂમમાં એકબીજાનાં પરફોર્મન્સને પણ જજ કરતા હોય છે અને આ બાબતમાં સજેશન પણ આપતા હોય છે.
બટ યસ.
એક પત્નીનું આ બાબતે કોઈ રીમાર્ક, કે કોઈ સજેશન...પતિના ઈગોને બહુ સહેલાઈથી હર્ટ કરી જાય, પણ એક ગર્લફ્રેન્ડનું નહીં. અને લીવ-ઈનમાં રહેતા યુગલો, જવાબદારી વહેંચી સાથે રહેતા ફ્રેન્ડસ હોય છે, અને નહીંકે એકબીજા પર રોફ જમાવતા પતિ-પત્ની.
મેરેજને સમાજ અને કાયદાનું પીઠબળ હોવાથી તેમનાં મનમાં એક હાનીકારક વિશ્વાસ ઉત્પન્ન થઇ જાય છે, કે ઠીક છે ને..ગમે એવું વર્તન કરો, હવે આ મને છોડીને ક્યાં જશે..?
એટલે પછી થાય છે એવું.. કે મોટેભાગે પતિ-પત્ની એકબીજાને 'એઝ ગ્રાન્ટેડ' લઇ લેતાં હોય છે, ઘરકી મુર્ગી જાણે દાલ બરાબર જ ક્ષુલ્લક ગણીએ તેવું. અને ધીમે ધીમે બંને એકબીજા તરફ લાપરવા થતાં જાય છે, કે પછી કોઈ પણ એક.. પેલા બીજા પર રોફ જમાવવા માંડે છે.
જયારે લીવ-ઇન-લાઈફમાં એક અસલામતીની ભાવના હોય છે, કે થોડું ય આડું અવળું થશે તો આ મને છોડી દેશે, એટલે આ ભાવના જ એકમેક તરફની કાળજીને ઓછી થવા દેતી નથી. કે નથી એકમેક પર હાવી થવાની કોશિષ કરવા દેતી.
આ વાત હજુયે આગળ ચાલી હોત, પરંતુ તેટલામાં વિકી આવી ગઈ, એટલે વાતો પડતી મૂકી ને અમે લોકોએ ક્રિસમસ સેલીબ્રેટ કરવાનું શરુ કરી દીધું.
મ્યુઝીક પ્લેયરમાં મસ્તી ભર્યા કોંકણી ભાષાનાં મસ્ત ગીતો એક પછી એક વાગી રહ્યા હતાં.
દરેક ગીત પર રીચર્ડ, દિના અને નિકી તાલ દઈ દઈને ઝૂમી રહ્યા હતાં.
વિકી પણ વચ્ચે વચ્ચે તેઓ સાથે જોડાઈ જતી, પણ થોડી થોડી વારે પાછી આવીને પોતાનો બીયર લઈને બેસી જતી.
મારી સાથેની પહેલી ક્રિસમસ હતી એટલે નિકી ખુબ જ ખુશ હતી. તેનાં હાવભાવ..તેનાં વર્તનમાં આ ખુશી છલકાઈ ઉઠતી હતી. અને ત્યાં જ પેલું ગીત વાગ્યું કે જે નિકીને ખુબ ખુબ પસંદ છે.
"માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત ગડ્યા નારળ મધા ચે
કડ્યા કપારી મધોની ઘટ ફૂટતી દુધા ચે
માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત ઉન્હાળાત ખારા વારા
પાવસાત દારા પુઢે સોન્યા ચાંદી ચ્યા રે ધારા
માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત યેતે ચાંદણે માહેરા
ઓલાવલ્યા લોચાનાંની ભેટે આકાશ સાગરા
માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત ગડ્યા સાળી ચા રે ભાત
વાઢી આઈ ચ્યા માયેને સોનકેવડ્યા ચા હાત
માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત લાલ માતી, નીળ પાણી
ખોલ આરક્ત ધાવાંત શુદ્ધ વેદનાં ચી ગાણી..."
આ ગીતનાં તાલ ઉપર નિકી સોળે કળાએ ખીલી ઉઠી.
ગોવાની રળિયામણી ભૂમિનો મહિમા ગાતાં આ કોળી-ગીત પર નાચવા માટે તેણે મને પણ ખેંચ્યો.
હું પણ જાણે જન્મજાત ગોવાનો જ હોઉં, તેમ આ ગીત પર ન્યોછાવર થઇ ગયો.
બીયરનો હલકો એવો નશો અને પ્રિયતમાનું સામીપ્ય મારાં અંગમાં રોમાંચ ભરવા લાગ્યું.
આસપાસનું ભાન ભૂલી અમે બંને એકમેકમાં, જાણે કે ખોવાઈ ગયા.
આ ગોવન કુટુંબનાં બાકીના બધાં સભ્યો અમને જોઇને ખુશ થતાં રહ્યા...કદાચ એક વિકીને છોડીને.
.
રીચર્ડ અને દીનાને બીજા ફ્રેન્ડસ પાસે જવાનું હોવાથી તેમને થોડી ઉતાવળ હતી.
તો મ્યુઝીક પૂરું થતાં જ તેઓએ વિદાય લીધી.
.
પણ તે બંનેનાં જવાથી જાણે પાર્ટી પૂરી થઇ ગઈ હોય તેવું લાગ્યું.
નાચી નાચીને નિકી થાકી ગઈ અને માથું ય ભારે લાગતું હતું, તો તે પણ ઉપર ઓરડામાં ચાલી ગઈ.
બીયર વધું થઇ જતાં વિકી યે જાણે હોશ ખોવાની અણી પર આવી ગઈ, તો બીજી પંદરેક મિનીટમાં તે પણ ઉપર બેડરૂમમાં ચાલી ગઈ.
નીચે હું અને સ્ટીવ-અંકલ બેઠાં બેઠાં અલકમલકની વાતો કરતાં રહ્યા.
તેઓ મને મારી ફેમીલી, મારા બાળપણ બાબત પૂછતાં રહ્યા અને નિકી બાબતની મારી લાગણીઓને પણ ખોતરતા રહ્યા. હું પણ પુરી ઈમાનદારીથી તેમનાં સવાલોના ઉત્તર દેતો રહ્યો.
પંદરેક મિનીટ બાદ બાથરૂમ જવાની ઈચ્છા થઇ આવતાં હું ઉપર નિકીના ઓરડામાં ગયો.
પણ ત્યાં ઉપર..
મેં વિકીને ફક્ત એક શોર્ટ અને બનીયન પહેરીને ઉંધી પડીને પલંગ પર સુતેલી જોઈ.
નિકીનાં ઓરડામાં તેની મોટીબેન વિકીને આવી હાલતમાં જોઇને હું આંચકો ખાઈ ગયો.
કદાચ થાકીને લોથપોથ એવી નિકી, સહુથી નજીક ઓરડો જે મળ્યો તેમાં જઈને સુઈ ગઈ હશે, જે કે વિકીનો હતો.
અને પછી જયારે વિકી ઉપર આવી, તો નિકીને પોતાની રૂમમાં સુતેલી જોઈ, તે નિકીની રૂમમાં સુઈ ગઈ હશે આવું મેં અનુમાન કર્યું.
જે હોય તે..
પણ, ઓરડાનાં એકાંતમાં વિકીની માદક જવાનીને પળભર માટે હું ચુપચાપ નિહાળતો જ રહી ગયો.
મારાં બદનમાં કામોત્તેજના જાગવા લાગી.
તે જ પળે, મેં નિકી સાથે વહેલી જ તકે આવેગ અને જોશભર્યું સેક્સ કરવાનો નિર્ધાર કરી લીધો હતો,
.
પણ તો યે..
વિકીની સામેથી હટવાનો મારો વિલ-પાવર, જાણે કે ખતમ જ થઇ રહ્યો હતો ગયો.
થોડીવાર તેને આમ જ નિહાળી, પછી મહત્તમ ચુપકીદી જાળવીને હું વિકીની નજીક ગયો.
અને તેની બાજુમાં પલંગ પર બેસીને વિકીનાં ખુસુરત અંગોપાંગ અને જબરદસ્ત એવા વળાંકો નિહાળવા લાગ્યો. મેં ઘણી કોશિષ કરી હતી, કે ન્યુનતમ અવાજ થાય, પણ બીયરના નશાને કારણે મારી હિલચાલ કંઇક વધુ પડતી જ લાઉડ થઇ ગઈ હશે, કારણ..
તરત જ વિકીએ પોતાની આંખો ખોલી અને મારી તરફ એકટશ નજરે જોવા લાગી.
હું સફાળો ઉભો થઇ ગયો,
પણ તેણે મારો હાથ પકડી લીધો- "નિખીલ, પ્લીઝ અહીં જ બેઠો રહે થોડી વાર.."
મેં મારો હાથ છોડાવવા ચાહ્યો, પણ મારી મરજી અને નામરજી, બેઉ આમાં પોતાનો એકસરખો ફાળો આપતી રહી, એટલે મારી કોશિષમાં કોઈ વધુ અસર નહોતી બચી.
વિકીએ કોણ જાણે મારા નયનોમાં શું વાંચી લીધું હશે, કે આવેગમાં આવી મને વીંટળાઈ ગઈ.
બસ.. એક જ ક્ષણ..
એક જ ક્ષણ..અને તરત જ મારા હોશ ઠેકાણે આવવા લાગ્યા, એટલે હું પાછળ હટી ગયો.
વિકીની ગોવન બ્યુટી મને તેની તરફ લલચાવી રહી હતી, પણ હું કોઈ જ રિસ્ક લેવા નહોતી માંગતો.
હું મારી રીલેશનશીપમાં કોઈ જ કોમ્પ્લીકેશન ઉભી કરવા નહોતો માંગતો.
.
પણ તોય..
તે એક ક્ષણ પુરતી ય વિકી મને એટલા જોશભેર વીંટળાયેલી રહી, કે હું તેને મારાથી અલગ ન કરી શક્યો.
મને પોતાની આગોશમાં રાખીને વિકીએ પહેલીવાર પોતાનાં પ્રેમની કબુલાત કરી.
ફેમિલીમાં પોતાની ઓક્વર્ડ થઇ રહેલી પોઝીશનને તે શ્રાપ દેતી રહી.
ત્રણ સંતાનોમાં વચેટ હોવાને કારણે મોટા ભાઈ રિચર્ડને માન-સન્માન સહીત, મોટો હોવાનાં તેનાં બધાં જ હક્ક તેને તે દેતી રહી, તો નાની બહેન નિકીને, સહુથી નાની હોવાનાં બધાં બેનીફીટ પણ તે આપતી રહી..જીંદગીભર.
તેણે આગળ કહ્યું કે,
પોતે નિકી જેટલી બોલ્ડ ન હોવાની સજા તેને મળી રહી છે, અને આ વાતમાં પાપા તરફની તેની ઊંડી લાગણીઓએ તેને દગો દીધો છે.
હું બધી જ વાતો સાંભળતો રહ્યો અને પછી હળવે'કથી તેનાથી અળગો થવા લાગ્યો.
તે મને છોડવા નહોતી માંગતી.
હું તેને કહેવા લાગ્યો કે આ ક્ય્રારેય યોગ્ય નહીં હોય, અમારા ત્રણે ય માટે. નિકીને આખી જિંદગી ખુશી દીધા બાદ તેનું આ એક જ પગલું તેનાં સઘળા કર્યા-કારવ્યા પર પાણી ફેરવી દેશે, એવું મેં તેને સમજાવ્યું.
તે રડી પડી.
તે કહેવા લાગી કે, તેને કોઈ રીતે મહાન નથી બનવું. તે એક સામાન્ય છોકરી જ છે કે કે જેની પાસે પોતાનું એક દિલ પણ છે. અને જીંદગી આખી એ દિલ એટલી ચોટ ખાતું આવ્યું છે, કે હવે કોઈ પણ પ્રકારની વાત તેને દિલાસો નહીં આપી શકે. જીવનમાં ખુશી મેળવવાનો તેને પણ હક્ક હોવો જોઈએ.
.
મને લાગ્યું કે બીયરના નશામાં વિકી ઈમોશનલ થઇ ગઈ છે, એટલે તેની કુરબાનીઓને એપ્રિશિએટ કરતાં શબ્દો બોલીને હું ઓરડામાંથી બહાર નીકળવા લાગ્યો.
.
વિકીએ મને બસ થીડી વાર માટે..બસ પાંચ-દસ મિનીટ માટે રોકાઈ જવા માટે કહ્યું, પણ તેની વાતને ગંભીરતાથી લીધા વગર જ હું ચાલતો બન્યો.
મને ડર હતો કે ક્યાંક સ્ટીવ-અંકલ ઉપર ઓરડામાં ન આવી જાય, જો કે હું તે પણ જાણતો હતો કે અસ્થમાને લીધે તેઓ દાદરા ચડવાનું મોટેભાગે ટાળતા જ હોય છે.
તે રાત પછી, બીજે દિવસે, વિકી મને મળી તો પાછલી રાતનાં તેને વર્તનને કારણે ખુબ જ છોભીલી પડી ગઈ હતી. આ વાત નિકીને ન કરવા માટે તેણે મને રીક્વેસ્ટ કરી. મેં તેને ભરોસો આપ્યો કે એ વાત અમારા બેઉ વચ્ચે રહેશે.
.
તે દિવસ પછી તે ક્યારે ય મને એકલી મળી જ નહીં. જાહેરમાં મને મળવાનું પણ બને એટલું તે ટાળતી હતી એ વાત મારાથી છુપી ન રહી.
.
પણ એક વાત હતી જે કાયમ મારાથી છુપાયેલી જ રહી...
અને તે એ કે.. ધીમે ધીમે તે ડીપ્રેશનમાં સરવા લાગી હતી.
તેણે હસવાનું લગભગ છોડી દીધું હતું.
હર પળ પોતાનાં વિચારોમાં રહેવાને કારણે તે પોતાની યાદશક્તિને સુદ્ધા હાની પહોચાડતી રહી.
થોડા સમય બાદ તો તે કોઈને ઓળખવાની સ્થિતિમાં યે ન રહી.
તેને શી પીડા હતી, કયો રોગ હતો જે તેને કોરી ખાતો હતો, તે કોઈ જ ન જાણી શક્યું. કોઈ ઈલાજ તેની પર અસર નહોતો કરતો.
અને એક રાત્રે..
પંખાથી લટકીને તેણે પોતાની જાતને ફાંસી આપી દીધી.
આ આઘાત બહુ જ વસમો હતો.. બધાં માટે..!
ખાસ કરીને નિકી માટે.
કારણ એક તે જ હતી, કે જે છેલ્લી ઘડી સુધી વિકીની સાથે રહી હતી...તેની સઘળી સાર-સંભાળ લેતી..સદાય તેની ફિકર કરતી..
પણ પોતાનાં લાખ પ્રયત્નો છતાં ય, તે વિકીનું હૃદય ખોલાવી ન શકી.
નિકીને આ અફસોસ કાયમ રહ્યો, કે જો પોતે વિકીની તકલીફને જાણી શકતે, તો કદાચ તે તેનો ઉપાય પણ શોધી શકતે.
મેં પણ નિકીને હજાર વાર સમજાવ્યું હશે આ બાબતમાં..
મેં તેને કહ્યું...કે જો તે વિકીની પીડાને જાણી પણ શકી હોત, તો યે તે કંઈ જ કરી શકી હોત કારણ વિકીએ તો તે જ કર્યું હતું, જે તેણે આગળથી નક્કી કરી લીધું હશે. આ કોઈ એવું કામ નહોતું કે જે તેણે રાતોરાત અચાનક જ કર્યું હોય. આના માટે તેણે પુરતી માનસિક તૈયારી પહેલેથી જ કરી લીધી હશે.
અને આ રીતે નિકીને કન્વીન્સ કરવામાં આખરે સફળ પણ રહ્યો.
ખેર..
નિકીને ગળે તો કદાચ હું આ વાત ઉતારી શક્યો હતો. પણ મારાં ગળે આ વાત નહોતી ઉતરતી.
મને મનમાં ને મનમાં એવું જ લાગ્યા કરે છે કે... તે રાતે જો હું થોડીક વાર તેની સાથે હું રોકાઈ ગયો હોત, તો કદાચ વિકી આજે જીવતી હોત.
મેં નિકીને તે રાત વિષે કંઈ જ ન કહ્યું.
ન કહ્યું તેને કે... વિકી એવી કોઈ જ આદર્શ છોકરી નહોતી કે જેવી તે સમજી રહી છે.
વિકી જીવતી હતી ત્યારે, અને મર્યા બાદ પણ નિકીની નજરોમાં તે હમેશાં એક એવા દાખલા રૂપે જ રહી છે, કે જેને નિકી ચાહતી હતી, જેનાં પગલે જ ચાલવાની તે કોશિષ કરતી હતી. વિકી એક હીરો હતી નિકી માટે, કે જેનાં રસ્તે રહીને તે આગળ વધવાનો પ્રયત્ન કરતી રહી છે. પણ એક ગુનાહિત લાગણી મારાં મનને કોરી ખાય છે રોજ..હર રોજ..કાયમ.. કે તેનાં મોતને રોકી શકવાની સ્થિતિમાં તો હું હતો જ... જો મેં ઈચ્છ્યું હોત તો.. !
આવા જ સર્વે વિચારોમાં ડૂબેલો હું, આખરે થાકીને ક્યારે સુઈ ગયો... તે મને કંઈ ખબર જ ન પડી.
બીજા દિવસે હું ઓફિસે ગયો કે થોડી જ વારમાં અમય કેબીનમાં આવ્યો.
આગલી રાતનાં તેની સાથેના નિસંકોચ વર્તન અને વાતચીત બાદ તેની સાથે હવે મને પોતીકાપણું લાગવા લાગ્યું હતું.
તો અડધોએક કલાક હું તેની સાથે ઓફીસ બાબતની જનરલ વાતચીત કરતો રહ્યો, કે અચાનક એક હાયકારા સાથે હું ઉભો થઇ ગયો.
"શું થયું..?" -અમયે ચોંકીને મને પૂછ્યું.
"યાર, મેં નિકીને ગઈ કાલે રાતે કોઈ જ મેસેજ નથી કર્યો, કે નથી આજ સવારથી અત્યાર સુધી કોઈ મેસેજ કર્યો. "
કહેતા કહેતા મેં તરત જ ખીસામાં હાથ નાખીને મારો ફોન બહાર કાઢ્યો અને જોયું... તો નિકીનો યે કોઈ જ મેસેજ આવ્યો નહોતો.
"ઓકે..તો ડુ ઈટ નાઉ." -અમય હસીને બોલ્યો- "આટલો બેબાકળો નહીં બન. આ રીતે તે એને થોડી સ્પેસ આપી, તે એક રીતે તો સારું જ કર્યું ગણાય."
"યસ, યુ આર રાઈટ.." -મેં ફોનનાં બ્લેન્ક સ્ક્રીન પર નજર નાખતા કહ્યું. શું લખવું તે મને કંઈ જ સમજાતું નહોતું.
"બહાર હોટલમાં એકાદ ડ્રીંક માટે પૂછ તેને.." -અમયે મને સજેશન આપ્યું.
"રીયલી..?" -મેં પૂછ્યું- "અત્યારની આવી કન્ડીશનમાં તેને ડ્રીંક માટે પૂછવું તે એકદમ કેઝ્યુઅલ તો નહીં લાગે ને?"
"નો યાર..થોડી મોજ મજા કરવાની કોશિષ કર. તમારા બંને વચ્ચેનાં વાતાવરણને થોડું નોર્મલ બનાવવાનાં પ્રયત્નો કર .." -કોઈ એક્ષ્પર્ટ કન્સલ્ટન્ટની જેમ અમય બોલ્યો.
અમયની વાત માનીને મેં નિકીને મેસેજ કર્યો - "હેય.. આઈ હોપ યુ આર ઓ કે. બહુ મીસ કરું છું તને. આજે રાતે એકાદ ડ્રીંક માટે બહાર જવું છે? છ વાગ્યાની આસપાસ? હું તને પાપાનાં ઘરેથી પીક-અપ કરી લઈશ."
મારું ગળું સુકાવા લાગ્યું ને મારાં દિલ ધક-ધક થવા લાગ્યું.
પ્લીઝ હા પાડ... પ્લીઝ..!
મને મારો ફોન નીચે મુકવાનું મન નહોતું થતું. હું બસ તેની તરફ તાકતો જ રહ્યો..તેને રિસ્પોન્સનો વેઇટ કરતો કરતો.
"રિલેક્ષ.." -મેં અમયને કહેતા સાંભળ્યો. મારાં હાથમાંથી ફોન લઈને નીચે મુકતા તે બોલ્યો- "તે જો ના પણ પાડે, તો તેનો એવો મતલબ નથી કે તે તને ફરી પાછો સ્વીકારવાની જ નથી."
મેં એક કમજોર સ્માઈલ આપી, અને મારી ખુરસી પર પાછળ ઝુકીને હું બેસી ગયો. અમયનાં દિલાસાથી કદાચ હું કન્વીન્સ નહોતો થઇ શકતો.
"એની વે, હું મારું ઓફીસ-વર્ક સ્ટાર્ટ કરું હવે.. તું યે તારા કામમાં જોતરાઈ જા.. ચલ પછી જોઈએ.. જે થાય તે.."
"હા.. ઠીક છે.. ચલ, પછી મળીયે.." -કહેતો તે મારી કેબીનમાંથી ચાલ્યો ગયો.
જેવો કેબીનનો દરવાજો બંધ થયો હશે કે ફોનનાં વાઈબ્રેશનથી મારી ડેસ્ક ધ્રુજવા લાગી.
મેં તરત જ ફોન ઉઠાવી લીધો. નિકીનો મેસેજ હતો- "હા, પણ એક શરતે.."
મેં તરત જ રીપ્લાય કર્યો એ પૂછવા કે શું શરત હતી તેની... જો કે મને કોઈ જ પરવા નહોતી.
હું તો બસ ઉતાવળો બની ગયો હતો, પાપાનાં ઘરેથી પીક-અપ કરીને લઇ જવા માટે..તેને રાજી કરવા માટે.
જવાબ આવ્યો- "ડ્રીંક માટે જવું હોય તો આપણે 'વૂ-ડૂ'માં જ જઈએ."
હું થંભી ગયો. પણ મારી પાસે કોઈ જ રસ્તો નહોતો, તેની વાત માનવા સિવાય.
"ઠીક છે. હું તને પીક-અપ કરવા આવું છું." -મેં રીપ્લાય મેસેજ મોકલ્યો.
વધુ અગીયારમા પ્રકરણમાં…..
પ્રકરણ ૧૧
મને તો અચંબો થઇ આવ્યો કે, ઉશ્કેરાટમાં આવીને મને એક ચમાટ મારીને ભાગી જવા જેવા, નિકીનાં આગલી સાંજનાં વિચિત્ર વર્તનને હું અવગણી જ કેમ શક્યો..!અને તે પણ તે હદ સુધી, કે આખી રાત અને બીજે દિવસે સવારે ઓફીસ પહોચ્યો ત્યાં સુધી મેં તેને એક મેસેજ પણ ન મોકલ્યો.તે મને કેટલો બેદરકાર સમજતી હશે, તે વિચારીને હું ભોંઠપ અનુભવવા લાગ્યો.પણ મારી ઓફીસનાં પેલા અમયે મને ધરપત આપી, કે આમ કરીને મેં અજાણતા જ તેને થોડી સ્પેસ.. થોડી મોકળાશ આપી, જે તેને માટે જરૂરી હતી.ઉપરાંત તેણે મને સલાહ આપી, કે હું નિકીને આજે સાંજે ક્યાંક બહાર લઇ જાઉં કે કદાચ આસપાસના ખુશનુમા વાતાવરણની અસર તળે અમારી વચ્ચેનો તણાવ થોડો હળવો થાય.મને પણ તેની આ વાત રૂચી ગઈ, અને મેં નિકીને એક ડ્રીંક માટે ઇન્વાઇટ કરી. મને આશા હતી કે આમ કરીને અમે અમારા સગપણમાં નવી તાઝગી ભરી શકીશું. અમારી વાતોમાં નવો વિષય ઉમેરાશે, તો જુનો વાસી અણગમતો વિષય વિસારે પાડી શકાશે.નિકીએ વળતા જ મેસેજમાં મારી સાથે આવવાની હા તો પાડી... પણ સામે એક શરત પણ મૂકી કે ડ્રીંક જો લેવું હોય... તો 'વૂ-ડૂ'માં જ જવું.
તેની શરત વાંચીને હું હેબતાઈ ગયો.વૂ-ડૂમાં..?નિકી સાથે..?હાઉ ઈસ ઈટ પોસીબલ ?દુનિયાભરનાં મારાં કલંકિત કરતૂતોનું જન્મ-સ્થળ એટલે આ વૂ-ડૂ..!, મારી દુષ્કર્મ-ભૂમિ.. એટલે આ વૂ-ડૂ..!ત્યાં મારી મહેબુબાને લઇ જવી એટલે અમારા મૃતપ્રાય થઇ રહેલાં પ્રેમ-સંબંધની કફન-પેટીમાં છેલ્લો ખીલો ઠોકવો…
વૂ-ડૂ, અને દરિયા-કિનારા પરનાં બીજા તેનાં જેવા જ પબ, ગોવામાં ૧૯૮૦નાં દાયકામાં હિપ્પી-કલ્ચરનાં આગમન બાદ બહુ ઝડપથી ખુલવા લાગ્યા હતાં. અહિયાં વિદેશી યુવાન અને યુવતીઓ માટે સહિયારી અને અલાયદી એવી જોઈતી બધી જ સગવડો ઓછાવત્તા પ્રમાણમાં પ્રાપ્ત હોય છે, અને તે પણ સાવ જ પોસાય તેવા દામમાં. કાળાંતરે આવા પબ્સ ઘણાં તો બંધ પણ થઇ ગયા; તો ય વૂ-ડૂ અને અમુક તો હજુ ય પુરજોશમાં ચાલે છે, તે આ દેશ-વિદેશના સહેલાણીઓનાં જોર પર જ.
ભારતીય સ્ટાઈલની રેસ્ટોરાંમાં હાર્ડ-ડ્રીન્કસ પીરસવામાં આવે છે, પણ તોય ત્યાનું વાતાવરણ એકદમ સભ્યતાભર્યું અને સુસંસ્કૃત હોય છે; ત્યાં તમને એક ગેસ્ટની જેમ ટ્રીટ કરવામાં આવે છે. જયારે આ.. પેલાં પબમાં તો સભ્યતા અને વિનમ્રતાનો પડછાયો સુદ્ધા ન પડે.ન્યુનતમ સગવડોની વચ્ચે સાંકડ-મોકડમાં કાઉન્ટરની સામે સ્ટૂલ પર બેસીને જ પીવું પડે.આછા અજવાળામાં સ્ટૂલ પર બેઠાં-બેઠાં તમારા ઘુટણ.. બાજુવાળા/બાજુવાળીનાં ઘુટણને ટકરાતા હોય, ત્યારે ઉત્તેજના અને અગવડ બંને એકસાથે અનુભવવા પડે.ગીર્દીનાં સમયે સ્ટૂલ્સ ઓછા પડે, તો સ્ટૂલ્સની પાછળ ઉભા રહીને ટોળટપ્પા મારતા મારતાં પી રહેલાં ટોળાઓને પણ સહન કરવા પડે.કાઉન્ટર પરથી તેમનો ગ્લાસ ઉપાડતા જો છલકાઈને સ્ટૂલ પર બેસેલાંનાં ખોળામાં પડે, તો યે મોઢું તો હસતું જ રાખવું પડે. [જો કે 'સોરી' તો તેઓ અચુક કહે જ.]બાકી જે ભાવમાં ત્યાં દારુ પીરસાય તે જોતાં વેઈટરની સર્વિસ આ પબનાં માલિકને પોસાય પણ નહીં.નામ ખાતર વેઈટ્રસો હોય ખરી, પણ તેમનું કામ કંઇક 'અલગ' જ હોય.જેન્ટ્સ-લેડીઝની પ્રાથમિક સગવડ એવા ટોઇલેટ્સ અલાયદા ખરાં, પણ એટલાં જ ગંદા.અને આખા ય પબમાં ચોમેર ફેલાયલી દારૂની વાસ તો નવાસવાને ગૂંગળાવી નાખે તેવી.હિપ્પી-કલ્ચર વાળા યુવાન-યુવતીને આ બધું જ પોસાતું અને ગમતું.પણ આજની તારીખમાં ય અડધા ઉપરાંત ભારતીય યુવાન-યુવતીઓ આ બધું ચલાવી લે અને આ એટમોસફીયરને એન્જોય પણ કરે, તે ગોવા બહારની પબ્લિકને તો અચંબામાં જ નાખી દે.
પણ મારી પાસે કોઈ બીજો ઉપાય જ નહોતો.. નિકીની ત્યાં લઇ જવાની શરત કબુલ કરવા શિવાય.કારણ.. જો હું તેને ત્યાં લઇ જવાની ના પાડું તો, મારાં બધાં છળને ઈમાનદારીપૂર્વક કબુલ કરી લીધા બાદ પણ, તેનાં મનમાં નવેસરથી શંકાનાં બીજ રોપાય અને તે ન જોઈતી નવી નવી અને વિચિત્ર કલ્પનાઓ કરી કરીને મારાથી દૂર ને દૂર થતી જાય. એટલે મને-કમને મેં તેને રીપ્લાય મેસેજ મોકલ્યો- "ઠીક છે. ફાઈન..હું તને પીક-અપ કરવા આવું છું."
ચોમાસું પૂરું થઇ ગયું હતું એટલે આખો દિવસ કોરોધાકોર વીતી ગયો, પણ તોયે સાંજે નીકળતી વખતે વરસાદના અણસાર દેખાવા લાગ્યા.
મારાં મન પર છવાયેલ વિષાદનાં વાદળો જાણે આકાશમાં દેખાવા લાગ્યા અને વાતાવરણે ય ઉદાસ અને શોગીયલ બનતું ચાલ્યું.
મોસમનો આ છેલ્લો વરસાદ હોઈ શકે પણ જતાં જતાં પણ એક આખરી લાત મને તે મારીને જશે તેવું મને લાગ્યું કારણ આવા મોસમમાં બાઈક પર નિકીને લઈને જવી મને મુશ્કેલ લાગ્યું.
શું કરવું તેનો હું વિચાર કરવા લાગ્યો. વરસાદનું બહાનું કાઢીને હું વાતને ટાળીશ, તો નિકીની કાર તો છે જ.
અને તેની જ કારમાં તેને બહાર લઇ જવી, તે આજની તારીખમાં મારાં ઇગોને જરા પણ રુચતું નહોતું.
એટલામાં જ બાજુની કેબિનમાંથી અમયનો ફોન આવ્યો,
ઓફીસની અમુક જરૂરી વાતો અને સૂચનોની આપ-લે બાદ અમે પર્સનલ વાતો પર આવી ગયા.તો વાત પડતી મુકીને તે દોડતો જ મારી કેબીનમાં આવી ગયો, અને મારી સામેની ચેર પર બેસી ગયો.જો કે પોતાનું આવું અતિ ઉત્સાહપૂર્ણ વર્તન અચાનક જ તેનાં ધ્યાનમાં આવતાં તે ઓછ્પાઈ ગયો, અને બોલ્યો-"નિખિલ, તને એવું તો નથી લાગતું ને, કે હું તમારાં બંનેમાં વધુ પડતો રસ લઇ રહ્યો છું?""અરે નહીં દોસ્ત, એવું હોત તો કાલે સાંજે તને સામેથી મારાં ઘરે બોલાવીને હું મારી આખી જાત તારી સામે ઉઘાડી ન કરત..એવું કેમ વિચારે છે તું..? શીહ...!""ઓકે..ઓકે. સોરી યાર. ચલ તો હવે એ બતાવ કે નિકીની સાથે ક્મયુનીકેટ કર્યું ..? ક્યાંય બહાર જવાનો પ્લાન બન્યો કે નહીં..?""યાર.. પૂછ નહીં.. અલગ જ ફસાઈ ગયો છું તેને બહાર આવવા માટે પૂછીને. તેણે હા તો પાડી પણ તેની શરત છે કે જવું તો વૂ-ડૂમાં જ છે.""વોટ...? વૂ-ડૂમાં ? -અમય ચોંકી જ ગયો- "તેનું મગજ ઠેકાણે છે ને..?""ઠેકાણે..એટલે કે કંઇક વધુ પડતું જ ઠેકાણે છે. નહીં તો મને આમ ખૂણામાં લઇ જઈને આવો ઘેરી લેવાનો તેને વિચાર આવે જ કઈ રીતે..!" -મેં મારાં મનની ભડાશ બહાર કાઢી."દોસ્ત, તારી હાલત પર દયા તો આવે જ છે. પણ તો ય હું તારો વેલ-વીશર છું, એ નહીં ભૂલતો..""આઈ નો.. આઈ નો. અમય. આઈ એપ્રિશિએટ યોર ફિલિંગ્સ.. પણ યાર જો ને આ કુદરતે ય મારી વિરુદ્ધ કાવતરું રચતી હોય તેવું લાગે છે. આવા વરસાદમાં જો હું વરસાદની વાત કાઢીને જવાનું કેન્સલ કરવાનું કહું, તો નિકીને લાગશે કે હું ટાળી રહ્યો છું. અને તે ઉપરાંત.. તરત જ તે પોતાની કાર ઓફર કરશે, જે મને આજે તો નહીં જ ફાવે. યુ સી.. મારી જગ્યાએ તું હોય..""રિલેક્ષ.." -મારી વાત તોડતાં અમય બોલ્યો- "મારી કાર લઇ જા ને. એટલું તો તારો ઈગો પરમીટ કરશે ને..? તારી બાઈક હું લઇ જઈશ. કાલે ફરી પાછી એક્ષચેન્જ કરી લઈશું."
મારા મન..મારા ઈગોને આટલી સહેલાઈથી ઓળખી જનાર આ યુવાનને એક પળ માટે હું નીરખતો રહ્યો. અને પછી તરત જ મેં માથું ધુણાવીને ભણી દીધી."થેન્ક્સ દોસ્ત.. ચલો એક પ્રોબ્લમ તો તેં સોલ્વ કર્યો, બાકી બીજો તો હવે મારે જ સોલ્વ કરવો રહ્યો..""ડેફીનેટલી...! એન્ડ આઈ પીટી યુ ફોર ધેટ, દોસ્ત..!! બટ, ઓલ ધ બેસ્ટ.." -મને પોતાની કારની ચાવી આપતાં તે બોલ્યો.મારી બાઈકની ચાવી તેને સોંપીને હું બહાર આવી ગયો.તેની કાર સેકંડ-હેન્ડ હતી, પણ તો ય મારી બાઈક કરતાં તો વધુ જ કમ્ફર્ટેબલ કહેવાય.
ઓફિસેથી નીકળીને નિકીનાં પાપાનાં ઘરે પહોચતા પહોંચતા તો વરસાદ શરુ યે થઇ ગયો.મેં ઘરની બહાર રોડ પર કાર ઉભી રાખીને હોર્ન વગાડ્યો.
નિકી કદાચ તૈયાર થઈને જ બેઠી હતી, કારણ તે તરત જ દોડતી દોડતી બહાર આવી. વરસાદથી બચવા માટે તેણે પોતાનું માથું નીચે ઝુકાવી દીધું હતું. અને આવતાની સાથે જ 'ધડામ' દઈને તે મારી બાજુની સીટ પર બેસી ગઈ."બાપ રે.. બહુ ઠંડી છે.." -કહેતા જ તેણે ઉપર, સામેવાળો આરીસો નીચેની તરફ નમાવ્યો અને પોતાનાં ભીના ચોંટી ગયેલા વાળમાં આંગળીઓ ખોસીને તેને ઓળવા લાગી.
નિકી આરીસામાં જોતી વાળને રી-શેપ કરવામાં મશગુલ હતી, તે દરમ્યાન હું તેને ચુપચાપ નીહાળતો રહ્યો. બસ..ત્રણેક દિવસ પહેલાં જ તેણે તેનાં શોલ્ડર-કટ વાળને બરગંડી રંગે કલર કર્યા હતાં. અને અત્યારે તે લીસ્સા સુવાળા વાળમાં પ્રકાશને કારણે લાલાશ પડતી ઝાંય પડતી હતી, જેને કારણે તેનાં દેખાવમાં અનેરો બદલાવ આવી રહ્યો હતો. તેનો ખુબસુરત ચહેરો, ડાર્ક-બ્રાઉન ચમકદાર આંખોથી હજુ વધુ ચમકી ઉઠ્યો હતો.મારી નજર પછી તેને ચહેરાં પરથી હટીને નીચે સરકતી ચાલી. તેનાં શરીરનાં તે અંગો, કે જેની ચકાસણી કરવાનો મને હવે કોઈ જ હક્ક નહોતો રહ્યો, તે સર્વે અંગોની પ્રશંશા કરતી કરતી મારી નજર તેની ગરદન તેની છાતી તેની નાભી પર જઈને અટકી ગઈ.તેણે એક સ્ટાઈલીશ કેઝ્યુઅલ શર્ટ પહેર્યું હતું, જેની સ્લીવ્ઝ ઉપરની તરફ રોલ કરીને એક બટનની મદદથી ત્યાં કોણી પાસે અટકાવી દીધી હતી. સફેદ કલરનાં ફેબ્રિકમાં શોભતા તેનાં તાજા જ બ્લીચ કરેલા લીસ્સા સરકણા કાંડા, તરત જ હાથ ફેરવવાની લાલચ થઇ આવે, તેવું આમંત્રણ આપી રહ્યા હતાં. તેની ડાબી છાતીનાં મધ્ય ઉભારની આસપાસનાં એરિયા પર બ્લેક-ઈગલની ડીઝાઈન, અને નીચે પોરોજી રંગમાં 'રેન્જર' લખેલો લોગો, તેનાં શર્ટને રંગીનપણું આપતો હતો. કાયમ તેનાં શર્ટ પરફેકટ ફીટીંગવાળા જ હોય છે, પણ આ શર્ટ કંઇક લુઝ-ફીટીંગનું લાગી રહ્યું હતું.તેણે શું પોતાનું વજન ગુમાવ્યું હશે..?
હજી નીચે નજર કરતાં મારું ધ્યાન તેની જાંઘો પર ગયું. પાછલી વેળાએ જે મજબુતાઈથી આ બંને જાંઘો મારી કમરની આસપાસ વીંટળાઈ ગઈ હતી તે ક્ષણ યાદ આવતાં જ મારાં હોઠ પર મારી જીભ અનાયાસ જ ફરવા લાગી.પાછલા બર્થડે પર મેં ગીફ્ટ આપેલું જીન્સ તેણે પહેર્યું હતું; કોન્ટ્રાસ્ટ કલરની સિલાઈને લીધે એ જીન્સ મને બરોબર યાદ રહી ગયું હતું.ફરીથી મારી નજર તેનાં ચહેરા પર જઈ પહોંચી, તો જોયું કે તેણે પોતાનાં વાળ સાથે રમવાનું બંધ કરી દીધું હતું અને રિલેક્ષ થઇને હવે પાછળ ટેકીને વ્યવસ્થિત બેસી ગઈ હતી, અને મારી તરફ એકટશ નજરે જોઈ રહી હતી.
"સોરી..!" -થોડો ભોઠો પડીને હું બોલ્યો- "તો? કઈ બાજુ જવું છે આપણે..?""વૂ-ડૂ.." -તેણે બેધડક બોલી દીધું, જેને કારણે મારા મોઢામાંથી એક નિશ્વાસ નીકળી ગયો."તું જો એનો જ આગ્રહ રાખતી હોય તો.. ઓકે.." -હું વધુ કંઈ જ બોલી ન શક્યો. જો કે મને આ બાબતમાં આરગ્યુમેંટ કરવાનું મન તો હતું જ.
મારે તેનાં મગજમાં એ વાત ખોસવી હતી કે વૂ-ડૂમાં જવું તે એક ટેરીબલ પ્લાન હોવાનો. હું હવે એક્ચ્યુલી ઈમેજીન કરી શકતો હતો, કે આ સાંજ કેવી વિતવાની છે. ત્યાં દેખાનારી દરેક યુવતીને જોઈ તેની બાબતમાં તે પૂછવાનું શરુ કરી દેશે અને પછી રાતે તે બાબતમાં વાદ-વિવાદ ચાલતો રહેવાનો. કે- "તું આવું કરી જ કેમ શકે..?" -અને- "તે આમ કર્યું જ શા માટે..?"યસ.. આજની રાત સાલી 'મસ્ત' વિતવાની..!
પંદર મીનીટની આખી ડ્રાઈવ દરમ્યાન તે બારીની બહાર વરસતા વરસાદને જોતી રહી. વિદાય લઇ રહેલાં ચોમાસાનો કદાચ આ છેલ્લો વરસાદ હતો, પણ તેને માણવાની કોઈ જ ઈચ્છા મારાં મનમાં આકાર નહોતી લઇ રહી.હું તો બસ ચુપચાપ ગાડી હંકારતો જ રહ્યો એ જ પ્રાર્થના સાથે કે કંઇક એવું બની જાય રસ્તામાં કે જેથી અમારું ત્યાં જવું મુશ્કેલ થઇ જાય. અમયની આ કાર જૂની સેકન્ડ-હેન્ડ હતી.. પણ તેનાં કોઈ જ એવા લક્ષણ નહોતા દેખાતાં કે તે વચ્ચે અટકી પડે. તેની આ કાર જેટલી તેને વફાદાર હતી, એટલો વફાદાર કાશ.. હું હોત મારી નિકીને. તો...! .એની વે..જેવા અમે બંને વૂ-ડૂની બહાર આવીને ઉભા રહ્યા, કે મારાં પેટમાં મને એક ન સમજાય તેવું ખાલીપણું મહેસુસ થવા લાગ્યું.કારના ઇન્જીનને બંધ કરતાં પહેલાં મેં નિકી તરફ જોયું. સામે દેખાતાં ગેરકાયદેસર મોજ-મજા પીરસતા બારને, તે એક સખ્ત નજરે જોઈ રહી હતી.."હજી મન છે તારું અંદર જવાનું..?" -મેં પૂછ્યું.તેણે માથું હલાવીને હા પાડી, એટલે મેં ચાવી ફેરવીને ઈન્જીન બંધ કર્યું, અને કારની બહાર નીકળ્યો.જો કે મારી પાછળ દરવાજાને ધડામ દઈને બંધ કરતાં હું મારી જાતને રોકી ન શક્યો.તેની વફાદારી અને કાર્યક્ષમતાનો આ જ શિરપાવ હોઈ શકે.
કારની ફરતે આંટો મારીને નિકીને સામે ફૂટપાથ પર મળ્યો ત્યાં સુધી મેં તેની સામે પણ ન જોયું.મારો હાથ જોશભેર પકડતાં પહેલાં, પોતાનું મનોબળ એકઠું કરી રહી હોય તેમ, મેં તેને એક ઊંડો શ્વાસ લેતા સાંભળી,
"ચલ આજે પૂરું કરી નાખીએ.. મતલબ કે.. આ યે બધું જોવાનું પૂરું કરી લઈએ.. " -તેણે સાવ રુક્ષ અવાજે કહ્યું. મારો હાથ છોડીને તે મારી આગળ ચાલવા લાગી અને પોતાનાં ખુબસુરત બદન પર છાંટેલા ડીઓની મહેંક પાછળ છોડતી ચાલી. મેં એક ઊંડો શ્વાસ અંદર ખેંચ્યો, જાણે તેનાંથી મારા મનમાં ફેલાઈ ગયેલી નિરાશાને હું ધોઈ નાખવા માંગતો હતો. અંદર પેસતાની સાથે મેં મારી ઓળખાણ-પીછાણ વાળી અમુક છોકરીઓને ત્યાં જોઈ, તો મારું માથું પોતમેળે જ નીચે ઝુકી ગયું- બસ યાર... હવે કોઈ મારી સામે આવીને વાત કરવાનું શરુ નહીં કરી દેતાં.. પ્લીઝ..!.વૂ-ડૂ એક પબ છે અને કોઈ બીયર-બારની જેમ ટેબલ-ખુરસી પર બેસીને વેઈટરના આવવાની વાટ ન જોવાની હોવાથી અહીં તો પોતે જ કાઉન્ટર પર જઈને ઓર્ડર આપીને ત્યાં પડેલા સ્ટૂલ પર બેસીને પીવું પડે. તો એ કાઉન્ટરવાળો એરિયા આજે ઘણો જ અંધારિયો અને વ્યસ્ત જણાતો હતો, રોજ રાતની જેમ સ્તો..!સોફ્ટ-ડીમ લાઈટને કારણે ઉત્પન્ન થયેલા કાળા લાંબા પડછાયાઓનું તો જાણે કે પૂર જ આવ્યું હતું. .નિકીએ પોતે ભૂતકાળમાં એક બીયર-બારવાળી રેસ્ટોરાંમાં જોબ કરેલી છે. પણ તોય, કોઈ રેસ્ટોરાંની સરખામણીએ આવા પબમાં નિકી સાથે આવવું અમસ્તું ય બિલકુલ સુઘડ ન ગણાય, તો પછી આવી ડરેલ માનસિક અવસ્થામાં તો આજે મને બહુ જ મુશ્કેલ લાગતું હતું, આ બધું.. કાઉન્ટર પાસે જઈને ઉભા રહીને તેની લાકડાની સપાટી પર અજાણતા જ મારી આંગળીઓ નાચવા લાગી. મારી નર્વસનેસ ભગાડવાનો કદાચ આ હું કોઈ પ્રયત્ન કરી રહ્યો હતો. નીકી મારા ખભ્ભા સાથે પોતાનો ખભ્ભો અડાડીને મારી બિલકુલ નજીક જ ઉભી હતી. તેની સાથે નજર મેળવવાનું હું જાણી જોઇને એવોઈડ કરી રહ્યો હતો. મારા કપાળ પર બાઝી ગયેલ પરસેવાની બુંદોથી મને ગલીપચી થઇ રહી હતી, પણ મારા હાથ એટલા અકડાઈ ગયા હતા કે ઉપર જઈને પરસેવો લુછવાને પણ તે લાયક રહ્યા નહોતા.."ટુ કિંગફિશર સ્ટ્રોંગ.." -મેં કાઉન્ટર પાછળ ઉભેલી યુવતીને ઓર્ડર આપ્યો. તેણે બે મોટા કિંગ-સાઈઝ મગમાં બીયર ભર્યો અને "ધડ" દઈને કાઉન્ટર પર મુક્યા.આ અવાજથી હું ચોકી ગયો અને તેની સામે જોયું તો તે યુવતીએ મને લુચ્ચું સ્માઈલ આપ્યું. તે મને ઓળખતી હતી એટલે.ઓહ નો..નિકીએ આ ન જોયું હોય, તો સારું.
મોટા મોટા ઘૂંટ મારીને તેણે બે મગ ફક્ત દસ મીનીટમાં જ પુરા કરી નાખ્યા, અને ત્યારે જ અચાનક મારું ધ્યાન ગયું કે નિકી મારાથી અંતર વધારતી થોડે દુર સરકી ગઈ હતી. મેં જોયું કે તે કોઈ ખાસ વ્યક્તિને ધ્યાનથી જોઈ રહી હતી. તેની નજરની દિશામાં મેં મારી નજર દોડાવી તો મેં ત્યાં શિફાને જોઈ.ઓહ ગોડ...!
મેં મારો નીચલો હોઠ જોરથી મારા દાંત હેઠળ દબાવી દીધો. પહેલેથી જ અસ્વસ્થ એવાં મારા પેટમાં એક નવો જ સન્નાટો છવાઈ ગયો. નિકીના નસકોરા ફુલાઈ ગયા અને તે જોર જોરથી શ્વાસ લઇ રહી હતી, જાણે કે કોઈ આખલો જોશભેર આગળ દોડવાની તૈયારી કરી રહ્યો હોય. મારા ગાલ એકદમ ઠંડા પડી ગયા હોવા છતાં મેં તેની તરફ બળજબરીપૂર્વક નજર કરી..નિકીએ પોતાના બંને હોઠ એકદમ જોશભેર ભીડી લીધા હતા. એક ઝટકા સાથે તે મારી તરફ વળી અને મારું હૃદય એક ધબકારો ચુકી ગયું.પોતાની સખ્ત ઠંડી નજરથી તે મને ઘૂરકવા લાગી.."હવે તું મને કહે કે બીજા કોની કોની સાથે તેં સેક્સ કર્યું છે" -તે લગભગ બરાડી- "આ.. આ તારી શિફાને છોડીને. કારણ એ તો આપણે બંને જાણીએ છીએ કે તેની સાથે તો તેં કર્યું જ છે.."હે ભગવાન.. મારાવાળી નિકી ક્યાં ગઈ..?આ કોણ ઘુસી આવ્યું છે તેનાં અંગમાં..?."આપણે તે સબ્જેક્ટ પર વાત નથી કરવાનાં" -મેં થોડી હિંમત ભેગી કરીને બેધડક કહ્યું, જો કે મારી છાતી અને ગળામાં થુંક અટકાઈ રહ્યું હોય તેવું મને ચોક્કસ લાગ્યું.."જસ્ટ ટેલ મી," -તેણે તીખા ઝેરીલા અવાજે કહ્યું- "મને તો સાલો પૂરો હક્ક છે, એ બધું જાણવાનો.""અને એટલા માટે જ તારે અહિયાં આવવું હતું.. બરોબર ? કે જેથી હું એક એક સામે આંગળી ચીંધી ચીંધીને કહું કે હું કોની કોની સાથે હતો. અને તે બધી વિગતવાર માહિતી આપું, કે અમે શું શું અને કેવી કેવી રીતે કર્યું હતું. આ બધાથી તને કંઈ જ મળવાનું નથી નિકી. તું કારણ વગરની અપસેટ થઇ જઈશ.""અપસેટ..? તો હું ઓલરેડી છું જ, નિખિલ.. મને.." "એકઝેટલી..તું ઓલરેડી હર્ટ કરી ચુકી છે તારી જાતને.. તો શા માટે તેમાં વધારો કરવો છે તારે? શા માટે આવું કરવું છે તારી પોતાની જાત સાથે?" -તેની વાતને કાપતા હું બને તેટલા ધીમા અવાજે હું બોલ્યો.
નિકી મારી તરફ તાકતી રહી... પોતાનાં બધા ગુસ્સા, બધાં દુ:ખ, બધાં આક્રોશ, બધી પીડા... અને કોણ જાણે શેની શેની સાથે, અને આવા નકારાત્મક આવેગોને કારણે તેનો ચહેરો હવે કંઇક વિકૃત થતો ચાલ્યો.હું ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે કંઇક એવું બની જાય...
કંઇક એવું બની જાય, કે આ વાત બસ અહીં જ અટકી જાય.
વધુ બારમા પ્રકરણમાં…..
પ્રકરણ ૧૨
પબમાં આવતી વેળાએ જ નિકી ડીસ્ટર્બડ હતી તે તો મને ખબર જ છે. પણ આવતાની સાથે જ જે સ્પીડથી તે બીયર પી ગઈ, તેથી એ જરૂર જ તેનાં મગજ પર ચડી ગયો હશે, કેમ કે શિફાને જોઇને તેનો મિજાજ જે હિસાબે બદલાઈ ગયો.. તે નિકી માટે નોર્મલ તો નથી જ, કે આવી હિંસક રીતે તે રીએક્ટ કરે. .મને અહિયાં વૂ-ડૂમાં લઇ આવવામાં નિકીનો શું હેતુ છે તે તો હું જાણતો નથી. પણ, મને લાગે છે કે અહિયાં આવીને તે પેલી બધી છોકરીઓને જોવા માંગતી હતી કે જે તેનાં હિસાબે તેનાં પોતાનાં કરતાંયે વધુ આકર્ષક હોઇ શકે. કેમ કે તે કદાચ એવું જ માનતી હશે કે મેં તેને છોડીને આ બધી યુવતીઓ સાથે જોડાવાનું પસંદ કર્યું, એનો મતલબ એ કે આ બધીઓ તેનાં કરતા વધુ એટરેકટીવ હશે..તે બધી યુવતીઓ સાથે તો નિકી બદમિજાજીથી વર્તણુક કરશે નહીં એટલું તો જાણું છું, કારણ નિકી એક રાંક જેવા શાંત સ્વભાવની છે અને ઝગડા-કંકાસથી તે વધુ કરીને દુર જ રહે છે. પણ હા, આ પેલી બધીઓનો ગુસ્સો મારી ઉપર તો તે જરૂર ઉતારશે જ, એની મને ખાતરી છે. જો કે એટલું પઝેસીવ થવું તો સ્વાભાવિક છે, હું સહમત છું એ વાતમાં. ગમે તેમ તોયે છેલ્લા ત્રણ વર્ષોથી અમે બંને સાથે છીએ..તો, શિફાને જોઇને નિકીનો મિજાજ બદલાવા લાગ્યો તે જોઈને, મેં તરત જ મારી જાતને આવી રહેલા વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર કરી લીધી. જો કે તોય.. મારા માટે આમ કરવું અઘરું તો ઘણું જ હતું, કારણ હું ક્યારે ય તેની સાથે આટલી સખ્તીથી વર્ત્યો જ નથી.
અમારી વચ્ચે આની પહેલા પણ નાના મોટા ઝગડા થયે રાખ્યા છે, પણ તે બધાની સરખામણીમાં આ બહુ જ ગંભીર પ્રકારનો ગૂંચવાડો છે. મોટેભાગે અમારો ઝગડો એવી નજીવી બાબતો પર થાય, કે તે ખતમ થયા બાદ અમે બંને કાં તો એકબીજા પર હસીએ, અથવા તો પોતાની જાતની જ મજાક ઉડાવીએ.દાખલા તરીકે,મારું ગીફ્ટ કરેલું જીન્સ આજે કેમ ન પહેર્યું..? [થયો વિવાદ]પાપાનો ફોન આવ્યો'તો, તો મને કેમ જણાવ્યું નહીં? [થયો ઝગડો]કાયમ આટલું બીઝી રહેવું હતું, તો પછી એકલા જ રહેવું'તુને..! [બસ કર યાર..]દંડ લાગી ગયો, ક્રેડીટ-કાર્ડનું પેમેન્ટ ડ્યુ-ડેટ પહેલા કેમ ન કર્યું..? [ફરી શરુ]દરરોજ પલંગની અંદરની બાજુએ મારે જ શું કામ સુવાનું..? [ઝગડવાનું ચાલુ]
જે લોકો રીલેશનશીપમાં નથી તેમને આ બધું બહુ ક્ષુલ્લક જણાશે, પણ આ બધામાં પોતાની એક અલગ જ મજા હોય છે.એની વે, પણ આ વખતે જે પ્રોબ્લમ ઉભો થયો છે તેમાં તો કોઈ જ મજા નથી.નિકીએ આગ્રહ કર્યો કે શિફા સિવાય અહીં મોજુદ યુવતીઓમાંથી કોની કોની સાથે મેં સેક્સ કર્યું છે, તેનો પૂરી વિગત સાથે હું તેને રીપોર્ટ આપું.મેં મનમાં આગાહી તો કરી જ હતી કે આવો સવાલ ઉઠવાનો જ છે. અને એટલે જ એ વાત પર જોર દઈને મેં કહ્યું કે હું તેને કંઈ જ બતાવવાનો નથી, કેમ કે એ બધાથી તેને કંઈ જ પ્રાપ્ત નથી થવાનું.. શિવાય કે ફ્રસટ્રેશન અને ડિપ્રેશન..નિકીને ગૂંથાયેલી રાખવા માટે મેં તેનો ત્રીજો અને મારો બીજો મગ બીયરનો ઓર્ડર કર્યો.સદનસીબે, ઓર્ડર તરત જ પૂરો કરવામાં આવ્યો અને કાઉન્ટર-લેડીએ ફરી બે મોટા ગ્લાસ અમારી સામે રાખી દીધા. .નિકીએ તરત જ મગ મોઢે માંડ્યો અને એક મોટો ઘૂંટડો ભર્યો.સામાન્ય રીતે બે રાઉન્ડ પછી હું તેને પીવાને રોકું છું, કેમ કે મને ખબર છે બસ... આટલી જ તેની લીમીટ છે.પણ આજે... બસ હું ઈચ્છતો હતો, કે તે આમાં જ અટવાયેલી રહે.આમે ય એ તો મને ખાત્રી હતી કે બે રાઉન્ડ પછી ઘરે પાછા ફરવાની મારી વાત તો તે માનવાની નથી જ. અને પછી.. અહિયાં પબમાં કંઈ જ કર્યા વગર બેઠા રહીને તે આવા જ સવાલો પૂછ્યે રાખવાની કે જે મારા માટે મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ પેદા કરી શકે. તેની કરતાં...
મને આ શિફા પર પણ થોડો ગુસ્સો આવી ગયો. પોતે એક ટેટુ આર્ટીસ્ટ છે, તો અત્યારે તે પોતાનાં સ્ટુડીઓ હાજર હોવી જોઈએ, અને નહીં કે આ પબમાં. કામકાજના સમયે, કામ-ધંધો મુકીને આવી બધી જગ્યાઓ પર આમ રખડતી રહે, તો બીઝનેસ પર કેટલી અસર પડે તે શું આ નહીં સમજતી હોય? સાવ નકામી છોકરી છે. તેને કારણે મને કેટલી મુશ્કેલીઓ પડે છે..!!
ખેર, આ વખતે પીતી વખતે નિકી સાવ શાંત જ રહી. તે મારી તરફ જોતી, તો પણ સખ્ત નજરે. અને નહીં તો.. પબમાં હરતી ફરતી પબ્લિકને જ બસ જોયે રાખ્યું.તેની આ ચૂપકીદીમાં કંઇક રાહત મહેસુસ કરતો, હું પણ મારો બીજો રાઉન્ડ પૂરો કરવા લાગ્યો, કે અચાનક તે ઉભી થઇ ગઈ."હું વોશરૂમ જઈ આવું." -તેણે પોતાનો વધ્યો-ઘટ્યો બીયર પૂરો કરીને મગ કાઉન્ટર પર મુકતા કહ્યું, અને એ એરિયા તરફ તે જવા લાગી.
હવે જયારે મારી પર સવાલનો મારો ચલાવવાવાળું કોઈ નહોતું, એટલે મેં પબમાં આસ-પાસ જોવાનો મોકો ઉઠાવી લીધો. શિફા હવે ક્યાંય નજરે નહોતી આવતી, પણ હા.. એક ટોળામાં મેં સોનિયાને જોઈ. સોનિયા... પેલી ઓસ્ટ્રેલીયન છોકરી, જે બે-ત્રણ મહિનાંનું વેકેશન મનાવવા અહિયાં આવી છે. તે દિવસે શિફાને મારા ઘરે મેં બોલાવેલી એનાં એકાદ કલાક પહેલાં જ આ સોનિયા મને અહીં પબની બહાર મળી હતી, પણ પબ બંધ હતું એટલે અમારી મુલાકાત લાંબી નહોતી ચાલી. .જો કે અત્યારે તો મને તેની સાથે કોઈ ટૂંકી મુલાકાતનું પણ મન નહોતું, એટલે મેં બીજી જ પળે તેની પરથી મારી નજર ફેરવી લીધી અને આસપાસ જોવા લાગ્યો, તો બે-ત્રણ બીજી પણ એવી છોકરીઓ જોઈ, કે જેનો ઈતિહાસ ઉખેળવા જેવો નથી. એટલે તે બધીઓથી નજર બચાવતો હું અહીંતહીં જોઈ રહ્યો હતો, કે કોઈએ મારા ખભ્ભા પર ટપલી મારી.હું પાછળ ફર્યો, જે પણ હતું તેને એમ કહેવા કે, -આજે કાંટો ભીડાવવાનો મારો કોઈ ઈરાદો નથી.પણ જોયું તો..પાછળ શિફા ઉભી હતી.મારી આંખો પહોળી થઇને રહી ગઈ.."વોટ..વોટ ધ હેલ આર યુ ડુઈંગ યાર..? હમણાં વાત નહીં કરી શકાય. નિકી અહિયાં મારી સાથે છે." -મેં અચકાતા અચકાતા તેની સાથે વાત કરી.."આઈ નો, મેન. તેને જોઈ મેં. પણ તે દિવસે જે કંઈ બન્યું તેનાં માટે મારે સોરી કહેવું હતું. અને સોરી ડૂડ.. તે દિવસે તમારા બંનેનો પેચ-અપ કરાવવા માટે હું ઉભી ન રહી. બહુ જ ઓક્વર્ડ સિચ્યુએશન હતી, યાર.."."વેલ..તું રોકાઈ પણ જતે, તો કંઈ વધુ સારું તો ન જ કરી શકત. એન્ડ સોરી, તારી તરફ આટલું રૂડ બિહેવીયર કર્યું તે માટે. બટ યાર.. હું ખુબ જ ગુસ્સામાં હતો, ઓબ્વીયસલી મારા ઉપર, તારા પર તો નહીં જ."."તો પછી..? તમારા બંનેમાં કોમ્પ્રોમાઈઝ થયું કે નહીં..?"
"ના..તે ઘરે સુધ્ધા પાછી નથી આવવા માગતી. અમે બંને અમારી ગાડીને ફરી પાછી ટ્રેક પર લાવવાની કોશિશ કરીએ છીએ, પણ મંઝીલ હજી બહુ દુર લાગે છે."."ઓહ્હ.. આઈ હોપ, કે બધું જલ્દીથી પહેલાં જેવું થઇ જાય. એની વે, તે મને તારી સાથે વાત કરતી જોઈ લે, તે પહેલાં હું સરકી જાઉં." -તેણે આજુઆબ્જુ નજર નાખતાં કહ્યું.
"ઓકે..ઓકે.." -ટૂંકો જવાબ આપી મેં તેને જલ્દી રવાના કરી દીધી..પછીએ એક ઊંડો શ્વાસ છોડીને મારી છાતીમાં જમા થયેલ પ્રેશરને મેં હળવું કર્યું"શી..યાર, નિકીને શું જરૂર હતી અહિયાં મને સાથે લઇ આવવાની..!..પબની ચીકણી ફર્શ પર અધીરતાથી હું મારા પગથી ટપલીઓ મારવા લાગ્યો.જલ્દીથી નિકી આવી જાય એટલે બસ... બંને સરકી લઈએ અહિયાથી, નહીં તો કોણ જાણે કોણ કોણ હજી મળવા આવતું જ રહેશે.. પણ ..પણ આ નિકીને આટલી વાર કેમ લાગી અંદર..? -મેં વોશરૂમની તરફ જોતાં વિચાર કર્યો.એક કોમન પેસેજ છે, કે જેમાંથી પસાર થઈને ડાબી બાજુ જેન્ટ્સ ટોઇલેટ અને જમણી બાજુ લેડીઝ ટોઇલેટ છે. પેસેજમાં હજી આગળ.. ઊંડે જતાં પેસેજને છેડે એક સાવ નાની એવી ઓરડી છે, જેને અહીંની પબ્લિક 'ડાર્ક-રૂમ' તરીકે ઓળખે છે.ડાર્ક-રૂમનો વિચાર આવતા જ તેની સાથે જોડાયેલ જૂની યાદોથી મારું હૃદય થડકારો ચુકી ગયું.. પણ પેસેજમાં ઘણું અંધારું હતું એટલે અહીંથી કંઈ જ જોઈ શકાતું નહોતું. અને તે તરફ ખાસ કોઈ અવરજવર કે ચહલપહલ ય નહોતી લાગતી.કેટલીય વાર સુધી મારી નજર ત્યાં ખોડાયેલી રહી, પણ કોઈ જ આવતું-જતું નહોતું.
[ નિકીની મનોગત ]ગુસ્સો અને નિરાશાને ડામવા હું ત્રણ ગ્લાસ બીયર ગટગટાવી ગઈ, અને એ પણ ખુબ જ ઝડપથી. અને અચાનક જ મને વોશ-રૂમ જવાની તીવ્ર સેન્શેશન થઇ આવી, ત્યારે મને લાગ્યું કે આ બિયરની અસર મારા મગજ અને મારા શરીર પર રાબેતા મુજબ કરતાં થોડી વધુ જ થઇ ગઈ છે. થોડીવાર સુધી મારી તે ઈચ્છાને ડામીને મેં આસપાસ પેલી બધી રંભાઓને જોવાનું ચાલુ તો રાખ્યું, પણ પછી ન રહેવાતાં, નિખીલને કહીને હું વોશરૂમ તરફ ચાલી.
અમે જયારે અહિયાં આ પબમાં પ્રવેશ કર્યો, ત્યારે અહીંનું વાતાવરણ જોઇને જ હું ઠરી રહી. નિખીલ વગર એકલી તો બે ડગલા પણ ચાલવાની હિંમત નહોતી કરી શકતી, પણ આ બીયરની અસરને લીધે મારામાં અચાનક જ જોશ અને જનુન બંને આવી ગયા હતાં.એટલે રસ્તામાં વચ્ચે ઉભેલાં એક ટોળાને બેધડકપણે હડસેલીને હું આગળ વધી ગઈ. મારે તેમને ‘સોરી’ કહેવું જોઈતું હતું, પણ તેય મેં ન કહ્યું. સાલી..આવી હલકી પબ્લિક સામે એવી બધી ફોર્માલીટીની શી જરૂર..? અને તેઓમાંથી કોઈની કોઈ હિંમત પણ ન થઇ, કે મને કંઈ કહે.કદાચ મારી મસ્તાની ચાલ જોઈને મારી પર ફિદા થઇ ગયા હોય, તો કહેવાય નહીં.. બટ હું કેર્સ..!!.આટલા ગંદા પબનું વોશરૂમ આલીશાન હોય તેવી આશા જ નકામી ગણાય, તે હું જાણતી હતી. પણ આ તો મારી કલ્પના કરતાં પણ વધુ અંધારિયું અને ગરીબ જણાતું હતું.પેસેજમાં આગળ વધવાનું મન નહોતું થતું.. પણ નેચર’સ કોલ તો એટેન્ડ કરવો જ રહ્યો.નિખિલ આવી જગ્યા પર રોજ રોજ નહીં તો ય નિયમિત આવતો હતો, તે વિચાર માત્રથી મને કંપારી છૂટી આવી.તે તો એક શરમાળ અને સભ્ય યુવક છે. મારી કેટલી કાળજી રાખનારો..પણ ના..હવે મને લાગે છે કે આ બધો તેનો દેખાડો હશે, કદાચ. અને એટલે જ.. મારો તેની પર ગુસ્સો વધી રહ્યો હતો..અહિયાં દેખાતી આ બધી છોકરીઓ તો કેટલી ચીપ અને કેવી ચાલુ ટાઈપની લાગે છે, ને આમાંથી કોઈ એવી બ્યુટીફૂલ નથી..કે જેમને કારણે નિખિલે મારી સાથે આવું કરવું પડે.નો..નેવર... તેને માફ તો ન જ કરાય.
ગોબરાં અન કાબરચીતરા ટોઇલેટમાં મને આવા આવા વિચારો આવતાં રહ્યા. ઉફ્..આ ટોઇલેટનું એન્ટ્રન્સ પણ કેટલું ડરામણું છે. જેન્ટ્સ અને લેડીઝ બંને ટોઇલેટ સાવ સામસામે..! અને કેટલું બધું અંધારું..! સામે કોઈ સાથે ભટકાઈ જઈએ તો? અને બંને ટોઇલેટની વચ્ચે, આગળ ઊંડે..હજુ એક દરવાજો છે. ત્યાં શું હશે..? સ્ટોર રૂમ? પણ...પણ ટોઇલેટની સાવ લગોલગ?.વિચારોમાં ને વિચારોમાં હું ટોઇલેટમાંથી બહાર નીકળી, કે સામે જ કોઈક યુવક દેખાયો.. અને હું થંભી ગઈ.તે મને નીરખી રહ્યો, અને હું તેને. મારા પગ થંભી ગયા.
તેને આગળ પેલા સ્ટોરરૂમમાં જવું હશે.. જો તે અગાળ વધે તો આ સાંકડા પેસેજમાં ચાલવાની જગ્યા થાય. અને પળવારમાં તે એક ડગલું આગળ વધ્યો ય ખરો, પણ.. પણ, મારી તરફ..!
મારી ધડકન વધી ગઈ, ગળું સુકાવા લાગ્યું.તો ય.. નજર તેની પરથી ખસતી નહોતી..તે હજુયે મારી નજીક આવ્યો.. સાવ લગોલગ...!તેની અને મારી છાતી વચ્ચે બસ... એકાદ ઈંચની જ દુરી રહી..તેં મારી કરતાં ખાસ્સો ઉચો હતો, તો તેની સામે જોવા મારે ગરદન ઉચી કરવી પડી અને તે પોતાની ડોક નીચેની તરફ વાળીને મને તાકી રહ્યો.તાકી જ રહ્યો..!કદાચ..મારી આંખોમાં હવે એક અજાણી હિંમત આવી ગઈ હતી, કારણ તે એક પલકારો ય નહોતી મારતી.મારે પાછળ હટી જવું જોઈતું હતું, પણ પણ... હું ન હટી.જીદ કરીને પણ હું ત્યાં જ ઉભી રહીઅને જીદમાં ને જીદમાં તે એક ઈંચનો ગેપ પણ મેં મિટાવી દીધો.
તે નીચે નમ્યો. અને તેનો ચહેરો મારી ઉપર ઝળુંબી રહ્યો... બસ એક ક્ષણ પુરતો..!મેં આંખો બંધ કરી દીધી, અજાણતા જ... કે કદાચ મરજીથી..!જો નિખિલ મને ચીટ કરી શકે, તો તેને એક ધડો તો શીખવાડવો જ રહ્યો.હા.. તે આને જ લાયક છે..મને આમાં કોઈ જ મોજ..કોઈ જ થ્રીલ નહોતી મળતી, પણ નિખિલને એક પાઠ ભણાવવા, મારે સહકાર તો કરવો જ રહ્યો.પેલો યુવક મારાં હોઠ ચુસતો રહ્યો, અને હું...મારી હઠ પુરી કરવા બેધડક જ ઉભી રહી.ઉભી રહી..નિખિલના વિચાર કરતી...!તેનાં વિચારોમાં એટલી ગરકાવ રહી.. કે પેલાનાં બંને હાથ મારી કમર પર વીંટળાઇ ગયા, તે વાતથી પણ હું બેખબર રહી ગઈ.
એક સેકન્ડ કે એક મિનીટ કે પછી એક કલાક.. !કેટલો સમય વીત્યો હશે મારી આ અભાનાવસ્થામાં, તેનું મને કોઈ જ ભાન ન રહ્યું.પોતાની આગોશમાં રાખીને હવે તે યુવક, મને ખેંચીને આગળ પેલા સ્ટોરરૂમ તરફ લઇ જવા લાગ્યો.અને અચાનક મને ભાન આવ્યું. આ.. આ બધું હવે કંઇક વધુ જ થઇ રહ્યું છે.હું આ શું કરી રહી છું? મેં આ શું કર્યું?મારે જલ્દી અહીંથી નીકળી જવું જોઈએ.. નિખિલ મારી વાટ જોઈતો હશે.
મેં તે યુવકને બને તેટલા જોશથી ધક્કો માર્યો.તે મારા આવા રીએક્શન માટે કદાચ બિલકુલ જ તૈયાર નહીં હોય, તો મારા આવા અકલ્પ્ય વર્તનનો તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો અને સ્તબ્ધાવાસ્થામાં જ મારાથી અળગો થઈને એકલો જ પેલા સ્ટોરરૂમમાં સરકી ગયો..હું તરત જ બહાર અજવાળામાં આવી ગઈ.થોડે દૂર નિખિલને ઉભેલો જોયો. તે આ તરફ જ જોઈ રહ્યો હતો, પણ અંધારાને કારણે હું તેને દેખાઈ નહીં રહી હોઉં.હું તેને જોતી ઉભી જ રહી ગઈ, પણ તેનાં સુધી પહોંચવા મારા કદમ આગળ નહોતા વધતા.ગુનાહિત લાગણીઓને કારણે મારું સઘળું ય જોમ હણાઈ ગયું.વીસ-પચીસ ડગલાનું અંતર પણ મારાથી કપાતું નહોતું.નીખીલે મને ચીટ કરી એટલે મેં પણ તેમ કર્યું..?તો મારામાં અને તેનામાં ફરક શું?મારો પ્રેમી મારાથી દૂર જઈ રહ્યો હોય, તો તેને ખેંચીને મારી નજીક લાવવાની વાત તો બાજુ એ રહી, આ તો હું પોતે જ તેની વિરુદ્ધ દિશામાં આગળ વધવા લાગી, તો આ અંતર તો ક્યારે ય ન ઘટે.તેણે મને ચીટ કરી તો તેનું કારણ તે જાણે..પણ મારી પાસે તો કોઈ જ કારણ નહોતું..તો ફક્ત દેખાદેખીમાં જ..?હું.. હું બેવકૂફ તો છું જ કદાચ, પણ આટલી ચીપ..? આટલી ચરિત્રહીન..?હું ય શું આ બધી રંભાઓ જેવી જ..?ધિક્કાર છે મારી જાત પર..!!
પણ હું.. હું સામનો કેવી રીતે કરી શકીશ નિખીલનો..?તેને કેમ હું કહી શકીશ કે તારામાં અને મારામાં હવે કોઈ જ ફરક નથી રહ્યો..?શું કરવું? સીધી બહાર નીકળી જાઉં?પણ તે માટે ય.. મારે પસાર તો નિખિલની પાસેથી જ થવું જ પડશેને.કદાચ થોડું ઉતાવળું ચાલુ તો આ ભીડમાં તેની નજર ચૂકવીને સરકી જવાશે.હા..બરોબર..એમ જ કરું..!
[ નિખીલનો પોઈન્ટ ઓફ વ્યુ ]નિકીની વાટ જોતાં જોતાં, કેટલી ય વાર સુધી મેં મારી નજર તેની દિશામાં ખોડાયેલી રાખી.કેમ વાર લાગી ? તેની તબિયત તો ઠીક હશે ને..? ઉલ્ટી થઇ હોય કદાચ..?જઈને જોઉં ? કે હજી થોડી રાહ જોઉં..?
હું ગડમથલમાં અટવાયલો રહ્યો, કે થોડી વારમાં મેં નિકીને ત્યાંથી આવતા જોઈ એટલે મને ટાઢક વળી.અને અહીંથી નીકળી જવાની ફરી ઉતાવળ થઇ આવી.પણ મેં જોયું કે, આજુબાજુ જોયા વિના જ મારી તરફ કંઇક ઉતાવળા પગલે આવી રહેલ નિકીનો ચહેરો કંઇક ઉતરેલો હતો. બેશક અસ્વસ્થ લાગતી હતી તે. થોડો ગભરાટ કે શર્મીન્દગી.. કે એવું કંઇક. પણ સમજાતું નહોતું કંઈ..!તે તો હજીય આગળ વધતી ચાલી, પણ હું તેની બરોબર સામે જઈને ઉભો રહી ગયો.."નિકી...! નિકી..યુ ઓકે..?" -તે નજીક આવી એટલે મેં પૂછ્યું..મારી સામે આવતાની સાથે જ તેણે આસપાસ જોવાનું શરુ કરી, મારી નજરને તે ચુકવવા લાગી. "નિકી.. નિકી, વોટ'સ રોંગ..?" -મેં બેચેન થઇ ઉઠીને પૂછ્યું.."અ...અ..નિખિલ...આઈ'મ સોરી.. પણ...નિખિલ મેં..." -આખરે મારી તરફ જોઇને તેણે કંઇક કહેવા ઈચ્છ્યું.તેનાં હોઠ કાંપતા હતાં તે સાફ દેખાઈ આવતું હતું.."નિકી, વોટ'સ ઈટ..?" -મારા અવાજને હવે બહાર નીકળવામાં તકલીફ થવા લાગી.તેણે પાછળ ફરીને ભાગવા ચાહ્યું, પણ મેં તેને અણીના વખતે જ પકડી લીધી."મેં કોઈને ત્યાં...ત્યાં ટોઇલેટ એરિયામાં મેં કીસ કરી.." -હું કંઇક કહું તે પહેલાં જ તે બોલી પડી- "એટલું જ નહીં, તે જે કોઈ પણ હતું તેણે મને... મને સ્મૂચ પણ કરી..અને મેં.. મેં કોઈ પ્રોટેસ્ટ પણ ન કર્યું, નિખીલ..નિખીલ તને ખબર છે..નીખીલ ?".મારા હાથની પકડ ઢીલી પડી ગઈ, અને નિકી મારી પકડમાંથી છૂટી ગઈ.મારો હાથ મારા પેટ પર ગયો.. એક ગજબની પીડા ઉપડી અંદર. એક શૂન્યવકાશ જાણે કે અંદર ઉત્પન્ન થઇ ગયો.
હવે મારાથી ઉભું નહોતું રહેવાતું...એટલે પછી નિકીને હળવો એવો ધક્કો દઈને હું ત્યાંથી બહારની તરફ જવા લાગ્યો. મને તાજી હવાની સખત જરૂર વરતાવા લાગી.
બહાર વરસાદની સાથે જોશભેર ઠંડો પવન વહી રહ્યો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો. મને લાગ્યું કે મારા ફેફસા જાણે કે કચરાઈને કુચો વળી ગયા છે.વરસાદના જોરદાર ટીપાં મારા ચહેરાને ભીંજવવા લાગ્યા.હું પાછળ દીવાલને ટેકો દઈને, નીચે ફરશ પર નજર ટેકવીને ઉભો રહી ગયો..ત્યારે મેં નિકીને મારી નજીક ઉભેલી જોઈ.તેનો અવાજ તેનાં આંસુ એ વાતની પૂર્તિ કરી રહ્યા હતાં, કે તેણે જે કંઈ હમણાં કહ્યું તે સાચોસાચ ઘડી ચુક્યું હતું.
"નિખિલ.. આઈ'મ સોરી.. આઈ'મ સોરી.." -નિકી કોઈ એક નાના બચ્ચા જેવી લાગી રહી હતી, કે જે પોતાનાં વાલી પાસે માફી માગી રહ્યું હોય. તે એટલી હદે ગરીબ.. રાંક.. ઇનોસેન્ટ અને ફરગીવેબલ લાગતી હતી, કે મારું મન પીગળવા લાગ્યું.."ઓકે.. ઓકે.." -તેની તરફ જોતાં પહેલાં મેં ફક્ત એટલું જ કહ્યું. વરસાદની થાપટોથી તે પણ આખી ભીંજાઈ ચુકી હતી- "તેમાં તારો વાંક નથી..""ઓફ કોર્સ.. મારો જ વાંક છે. મેં હમણાં ચીટ કર્યું છે.. હાઉ ધીસ કેન બી ઓકે..? મેં ચીટ કર્યો છે તને નિખિલ..મેં તને છેતર્યો.." -આંખમાંથી આંસુઓની સાથે સાથે પોતાની વફાદારી છલકાવતા તે ઊંચા અવાજે બોલી પડી. એક સળગતી વેદના મારા તનબદનમાં દોડવા લાગી. દીવાલનો સહારો મુકીને હું હવે સીધો ઉભો રહી ગયો.."મેં આપણી સાથે આ કર્યું.. " -ધીમા અવાજે તે બોલી.અને તે વાતનો અહેસાસ થતાં જ મારા શરીરની તાકાત ખતમ થવા લાગી."જો.. નિકી જો.. મેં તારા કેવા હાલ કર્યા છે તે જો..." -તેનાં બન્ને ખભ્ભાઓ પકડીને મેં તેને હલબલાવી નાખી- "જો મેં આવું ન કર્યું હોત, તો જીંદગીમાં ક્યારે ય તે કોઈ અજાણ્યાને કીસ ન કરી હોત. તું એવી છો જ નહીં નિકી, તું એવી નથી, આઈ નો. પણ મેં તને કેવી બદલી નાખી. આ..આ બધું મારા કારણે જ થયું છે નિકી..હું જ કારણ છું આ બધાનો.."
"ના.." -એક ધ્રુસકાં સાથે શ્વાસ લેતાં તે બોલી- "મને લાગ્યું કે મારે તને હર્ટ કરવો હતો. પણ ના.. તેવું કંઈ જ નથી. મને લાગ્યું કે હું તને ધિક્કારું છું..પણ મારાથી તેવું થતું જ નથી. આઈ લવ યુ સો મચ..નિખીલ.. આઈ એમ સોરી."
હું એક ડગલું આગળ વધ્યો. અમારી ભીની ત્વચા સાથે ટકરાતી ઠંડી હવાને કારણે અમારા બંનેના શરીર કંપી રહ્યા હતા. "યુ આર સો ઇનોસેન્ટલી બ્યુટીફૂલ, યુ નો નિકી..? -મારા બંને હાથ ઉઠાવી તેનાં ચહેરા સુધી લાવીને હલકા મુલાયમ સ્વરે હું બોલ્યો. મારા બંને અંગુઠાઓથી તેનાં આંસુના ટીપાં લૂછતાં મેં કહ્યું- "તું રોતી હોય છે, ત્યારે પણ તું કેટલી ખુબસુરત લાગે છે." -હું તેને સારું ફીલ કરાવવાની કોશિષ કરવા લાગ્યો..વાય આરન'ટ યુ એન્ગ્રી..નિખિલ..? તું ગુસ્સે કેમ નથી થતો..?" -થોડા ઉંચા અવાજે તે બોલી- "તું મારી પર ચિલ્લાવતો કેમ નથી ? કેમ નથી કહેતો, કે આપણી વચ્ચેનું બધું પૂરું થઇ ગયું છે..?"."કારણ..કારણ હું આને જ લાયક છું. આવી રીતે હર્ટ થવાને જ હું લાયક છું..નિકી..!" - તેનાં ખભ્ભાઓ છોડીને તેનાથી દુર ખસતા, ત્રુટક ત્રુટક સ્વરમાં મેં જવાબ આપ્યો. .તેણે હળવેથી મને તેની નજીક ખેંચ્યો. "નો..નિકી નો.. હું તારે લાયક નથી નિકી.. બલ્કે, ક્યારે ય હતો જ નહીં.. " -હું ફક્ત એટલું જ બોલી શક્યો.
વધુ તેરમા પ્રકરણમાં…..
પ્રકરણ ૧૩
અમે બંને થોડી વાર સુધી ચુપચાપ ઉભા રહ્યા.અને હું આગળ ચાલ્યો.. નિકી મારી પાછળ પાછળ આવવા લાગી.બેમાંથી કોઈએ એમ કહેવાની જરુર ન પડી કે -ચલ અહીંથી જઈએ હવે..!આમે ય હવે...બચ્યું ય શું હતું, તે પબમાં..?ત્યાં મને જે મળ્યું હમણાં થોડી વાર પહેલાં -એક ઊંડો આઘાત.. એક જોરદાર ધક્કોતો હવે મારી હિંમત નહોતી થતી, ત્યાં અંદર પાછાં જવાની.
અમે બંને કારમાં બેઠા. અચકાતા અને મૂંઝાયેલા હાથે મેં ઇગ્નીશનમાં ચાવી ફેરવી. મારા ભીના હાથ કાંપી રહ્યા હતા...ઠંડીથી કે પેલા ધક્કાને લીધે, કે જે નિકીએ મને હમણાં હમણાં આપ્યો.હું હજી સુધી એ માનવા તૈયાર નહોતો, કે નિકીએ, ભલે પળવાર માટે...પણ મને ચીટ કર્યો છે.કાર સ્ટાર્ટ થઇ..પણ, હવે તો તેનાં ઈન્જીનનો અવાજે ય સહન નહોતો થતો. ."તું ઘરે આવે છે?" -વિન્ડસ્ક્રીન પર જોરથી ટકરાતાં અને ત્યાંથી નીચેની તરફ વહી જતાં વરસાદની તરફ જોતાં મેં હળવે'કથી પૂછ્યું..આ વરસાદથી હું સાચે જ કંટાળી ગયો. ચોમાસું પૂરું થઇ ગયું, તોયે તે રોજે રોજ વરસતો હતો અને છેલ્લા અઠવાડિયાથી મારાં જીવનમાં ચાલી રહેલ મુશ્કેલ કાળને, આ વરસાદી વાતાવરણ વધુ જ બોરીંગ બનાવતું ગયું. લાગતું તો હતું કે મોસમનો આ છેલ્લો જ વરસાદ હશે કદાચ, પણ આજનો આ દિવસ હંમેશ માટે યાદ રહી જાય તેવી પીડા હું અનુભવી રહ્યો હતો.
એક અજબ પ્રકારની ચક્રીઓ મારા પેટમાં ઉઠી રહી હતી. અને મારી છાતીમાં એક અજાણ્યું દર્દ ઉપડી આવતું હતું, જયારે મને નિકીનાં એ શબ્દો યાદ આવતા હતાં, કે તેણે કોઈકની સાથે કિસિંગ અને સ્મુચિંગ કર્યું છે.
મારા હાથપગ ખુબ જ કમજોર પડતા જતાં હતાં, પણ તોયે.. મનમાં એવી એક ઈચ્છા થઇ આવતી હતી, કે હું જઈને તપાસ કરું તે શખ્સ..તે યુવાનની, અને તેનાં મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દઉં.નિકી કંઈ 'એ' પ્રકારની છોકરી નથી. તેને તો બેશક, ખુબ જ લોયલ અને વફાદાર ગણી શકાય. નો ડાઉટ ઇન ધેટ..! તો પછી તે નિકી સાથે આવું કરી જ કેમ શકે..?
પણ.. પણ મને કોઈ જ હક્ક નથી આ પ્રકારનું વિચારવાનો, કે આમ કંઈ કહેવાનો, કારણ..શરૂઆત તો મેં કરી છે તેને ચીટ કરવાની..અને તે પણ એકવાર નહીં.. કેટલીયે વાર..!હું તેની સામે જોઈ પણ નહોતો શકતો. રડી પડવાની જોરદાર લાગણીને ગળામાં અટકાવી દેવાને કારણે, હું ત્યાં..મારી ભીતરમાં ખુબ જ અસ્વસ્થતા અનુભવતો હતો.
નિકીની તરફથી મારા સવાલનો કોઈ જ જવાબ નહોતો મળતો કે તે ઘરે આવે છે, કે પાપાના ઘરે જવાની છે. તેમ છતાંય મેં વાઈપર ચાલુ કર્યા અને ડ્રાઈવિંગ સ્ટાર્ટ કરી દીધી. મારે કંઇક તો કરવાનું જ હતું. કોઈક એવી ક્રિયા.. કે જેનાથી મારું ધ્યાન બીજે ક્યાંક પરોવાય.ઠંડા ભીના શર્ટનું ફેબ્રીક મારા શરીર સાથે ચોંટીને એક ડંખીલી સેન્સેશન ઉત્પન્ન કરી રહ્યું હતું. મને એક ગરમ શાવરની જરૂર હતી. શાવર...નિકીની સાથે..!."નિકી..તું ઘરે આવે છે?" -આખરે મેં મારો સવાલ દોહરાવ્યો."ઓકે.. યસ..!" -અચાનક જ નક્કી કર્યું હોય તેમ નિકીએ હવે જવાબ આપ્યો.ઘરે આવવાની પોતાની મરજી જાહેર કરીને નિકી સીટની અંદર ઘૂસીને બેસી ગઈ અને બારીમાંથી બહાર જોવા લાગી. બેઉ ચુપચાપ જ રહ્યા. કારની સાથે-સાથે મારાં વિચારોની ગાડી પણ આગળ ચાલવા લાગી. નિકી કોણ છે..? -મેં મારી જાતને પૂછ્યું "મારી પ્રિયતમા..! -એક પળનાં ય વિલંબ વગર મારાં હૃદયે જવાબ આપ્યો.ઉત્તમ..મહત્તમ..પ્રિયત્તમ..પ્રિયતમા હા.. પ્રિયતમા એટલે આ જગતમાં સહુથી પ્રિય હોય તેને કહેવાય..પ્રિયતમ કે પ્રિયતમા..! કેટલો સાચો..કેટલો પર્યાપ્ત શબ્દ છે આ, મારી નિકી માટે..! કારણ આ દુનિયામાં તેનાથી વધુ પ્રિય તો મને કોઈ છે નહીં..! બલ્કે મારી દુનિયા જ આ નિકી છે. સામેનાં આરીસમાં તેની તરફ એક નજર નાખતાં મેં વિચાર્યું- કેટલી ખુબસુરત છે, મારી આ દુનિયા..! મેં તેને જે ચીટ કરી તે બેશક મારી ભૂલ તો ન જ કહેવાય. કહેવાય તો એક ગુનો જ કહેવાય.
પણ..પણ આટઆટલી વાર ગુનો કબુલ કરીયે, તો યે કંઇ જ રાહત ન મળે..?
નિકી તો પોતે ક્રિશ્ચિયન છે, અને ખ્રિસ્તી ધર્મમાં એક પ્રણાલી છે, એક રસમ છે.. કન્ફેશન કરવાની.તમે જયારે કોઈ ગુનો કે પાપ કરો, અને જો તમને તેનો પસ્તાવો થાય, તો ચર્ચમાંનાં કન્ફેશન-બોક્સમાં જઈને કન્ફેશન એટલે કે કબુલાત કરવાની, એ પ્રણાલી. તમે કન્ફેશન-બોક્સમાં એકલા જ બેઠા હો, અને બાજુમાં દીવાલની પેલી બાજુએ એક પાદરી બેઠેલા હોય. તમારી પર્સનલ પ્રાઈવસી જળવાઈ રહે તે હેતુથી પાદરી તમને જોઈ ન શકે તેવી વ્યવસ્થા હોય, પણ તમારી કબુલાત..તમારું કન્ફેશન બહુ સ્પષ્ટ સાંભળી શકે તેવી સ્થિતિમાં તે હોય છે. કહેવાય છે કે, તમારી આ કબુલાત પાદરીના માધ્યમથી પરમેશ્વર સુધી પહોચે છે. અને પ્રભુ આ સાચા હ્રદયની કબૂલાતની કદર કરીને તમને માફી બક્ષે છે.
તો.. મેં તો કેટકેટલી વાર મારાં ગુનાહોની કબુલાત..તેનો પશ્ચાતાપ કર્યો છે... અને એ પણ કોઈ પાદરીને માધ્યમ રાખીને નહીં, પણ સાક્ષાત મારી દેવી સમક્ષ..મારી પ્રેમ-દેવી સમક્ષ..! મને યાદ પણ નથી એટલી અગણિતવાર મેં 'સોરી', 'આઈ'મ સોરી', 'આઈ લવ યુ સો મચ' કહ્યું હશે. તો કેમ મારા આ નિખાલસ સાદનો પડઘો નિકીનાં હૃદય પર નહીં પડતો હોય...?તે આટલી પત્થર દિલની તો છે નહીં.. ક'દી હતી પણ નહીં.. તો આમ કેમ થાય છે..? મેં કેટલું કલ્પાંત કર્યું છે તેની સામે..મારી બાઈક..મારો ફોન..બધું જ તેને હવાલે કરી દેવાની મેં ઓફર મૂકી હતી તેની સામે, કે જેથી હું ફરી પાછો તેનો પ્રેમ, તેનો વિશ્વાસ પાછો મેળવી શકું.. તો...તો હું ક્યાં ઓછો પડ્યો.. ?હું ક્યાં પાછો પડ્યો કે નિકીનાં મનમાં આ વેરનો અગ્નિ પ્રગટ થતો હું રોકી ન શક્યો? આ..આ હમણાં જે નિકીએ કર્યું, તે બેશક વેર અને બદલાની ભાવનાથી જ કર્યું છે. તેણે જે કર્યું તેમાં ચોક્કસ તેની કોઈ જ મરજી..કોઈ જ ઈચ્છા નહીં હોય તેની મને સો ટકા ખાતરી છે..! તેનાં મારી તરફના ગુસ્સાએ જ આ તેની પાસે આવું પગલું ભરાવ્યું છે. તેનાં આ દુષ્કૃત્યથી તેની મારી તરફની વફાદારી એક ટકો પણ ઓછી નથી થઇ, તે હું ચોક્કસપણે જાણું છું. .તો હજી મારે શું કરવાનું બાકી છે..?ઈશુ ખ્રિસ્તને જયારે ક્રોસ પર ચડાવવામાં આવ્યા, તે પહેલાં તે ક્રોસ તેમણે પોતે જાતે જ પોતાનાં ખભ્ભા પર ઊંચકીને વધ-સ્થળ સુધી લઇ જવો પડ્યો હતો. ત્યારથી એમ કહેવાય છે કે, -યુ હેવ ટુ કેરી યોર ઓઉન ક્રોસ..!મતલબ કે તમારી પીડા, તમારી તકલીફ, તમારી સજા.. તમારે પોતે જ વેંઢારવી પડે છે, ઉચકવી પડે છે, ભોગવવી પડે છે. તો પછી આ..મારો આ ક્રોસ હવે મારે જ ઉચકીને ફરવાનું છે, પણ..પણ જિંદગીભર..? હા..કદાચ જિંદગીભર..! આમ, સામેની સડકને જોતો જોતો હું કોણ જાણે શું યે વિચારતો રહ્યો.
ને ત્યારે મેં જોયું, કે નિકીએ પોતાની બંને મુઠ્ઠીઓને વાળીને પોતાની હડપચીની નીચે લાવી દીધી હતી અને પોતાનાં વળેલાં હાથ પોતાની છાતી સાથે ભીડી દીધાં હતા. આ જોઇને મારા ચહેરા પર, ન ઈચ્છવા છતાં ય એક સ્માઈલ આવી ગયું.મને જો એમ ન ખબર હોત કે તે ઠંડીને કારણે આમ કરી રહી છે, તો ચોક્કસ હું તેને આમ કોઈ નાદાન ટીનેજર જેવું વર્તન કરવા બદ્દલ ટોકત. તે ઉપરાંત અત્યારનાં સંજોગો અને બંનેની માનસિક સ્થિતિને જોતાં, આ બાબતમાં કંઈ જ ન કહેવું મને યોગ્ય લાગ્યું. હું તેની સાથળ પર મારો હાથ રાખવા ઈચ્છતો હતો. પણ મેં મારી જાતને રોકી લીધી, એવું વિચારીને કે આવી હરકત ક્યાંક તેનાં મન પર ઉંધી અસર ન કરી દે.
જેમ જેમ હું ડ્રાઈવ કરતો ગયો તેમ તેમ મારી છાતી વધુ ને વધુ ભારે થતી ગઈ. મારું હૃદય ફરી પાછું બેસતું ગયું. મેં બસ એવી અને એટલી જ આશા રાખી, કે આજે કંઇક નિવેડો આવે. અમે ક્યાંક પહોંચી શકીએ..આ વખતે..!!
જેવી મેં કાર પાર્ક કરી કે તે સીધી ટટ્ટાર થઇને બેસી ગઈ. તેની નજર મને પાર કરતી અમારા ઘરને તાકી રહી. તેની ભ્રમરો ઉંચે ચડીને તેનાં કપાળની કરચલીઓ વધારતી રહી. તેની આંગળીઓ પોતમેળે નાચવા લાગી અને ભારે ઊંડા શ્વાસને કારણે તેની છાતી જોર જોરથી ઉપર નીચે ઉછાળવા લાગી હતી. ."વોટ'સ રોંગ ?" -મેં ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યું."નથીંગ..મને લાગે છે કે રાત રોકવા માટે હું હજી રેડી નથી. થોડીવાર પછી તું મને પાપાનાં ઘરે લઇ જઈ શકીશ..?" -નિકીએ ધીમા અવાજે અને ભીની આંખો સાથે કહ્યું.."જો હું તારું હૃદય બદલી ન શક્યો હોઉં, તો ઠીક છે. શ્યોર, હું તને પાછી લઇ જઈશ." -નિરાશાથી મેં એક કમજોર સ્માઈલ આપતા કહ્યું..ઘરની અંદર પેસતાં જ અમે બંને એકબીજાને તાકવા લાગ્યા. તે ઠંડીને કારણે કંપી રહી હતી..."તારે...તારે શાવર લેવો છે?" -તેનાં ભીના બદન પર ચોટેલા તેનાં શર્ટ પર નજર નાખતાં હું બોલ્યો. મારા શરીરમાં હલચલ પેદા થઇ રહી હતી. કોઈ અજબનું નિમંત્રણ દેતું હોય તેમ તેનું ભીનું યૌવન ખુબ જ મોહક લાગી રહ્યું હતું, . .મારી નજીક સરકતા તેણે હા પાડી. મારી ધડકનો થંભી ગઈ જાણે. એ ખ્યાલમાત્રથી..જે કદાચ હવે થવા જઈ રહ્યું હતું. મને તારા આશ્લેષમાં લઇ લે. મને કિસ કર, મને ફરી તારો પોતાનો બનાવી લે, નિકી....!
"આઈ'મ સોરી અગેઇન ફોર વોટ આઈ ડીડ..." -કહેતા કહેતા નિકીનો નીચલો હોઠ કંપી ઉઠ્યો અને તેનો અવાજ તુટવા લાગ્યો- "આઈ ફિલ સો ગિલ્ટી, નિખીલ..!"ેં જલ્દીથી તેણે મારી આગોશમાં લઇ લીધી. તેનું બર્ફીલું ભીનું શરીર મારા શરીરમાં વીજળીઓ પેદા કરી રહ્યું હતું. તેણે પોતાનો ચહેરો મારી ગરદનમાં છુપાવી દીધો, ત્યારે મને લાગ્યું કે આંસુઓની ચીકાશે તેનાં ચહેરાને ચીકણો બનાવી દીધો છે. અમારી આ સમીપતાએ આસપાસના વાતાવરણનું જાણે કે વિદ્યુતીકરણ કરી નાખ્યું હતું.
"આઈ લવ યુ નિકી..તેં જે કંઈ કર્યું તેનાં માટે હવે તારી જાતને વધુ સજા ન આપ. મેં તને ફરગીવ કરી દીધી છે, ઓકે..? કસમથી..આઈ સ્વીયેર..!" -મેં મુશ્કેલીથી એક શ્વાસ નીચે ઉતરતા કહ્યું.
[ફરગીવ કરી દીધી..? બટ યાર, હજી તો એ વાત મારા ગળે પણ નથી ઉતરી..!].એક ડૂસકું ભરતા તેણે પોતાનાં હાથ મારી કમરની આસપાસ ફેલાવી દીધા. મેં તેને મારી ભીંસમાં લેતાં મારા ભીંસાતા ફેફસામાંથી એક લાંબો શ્વાસ છોડ્યો.મને લાગે છે કે અમે આમાંથી બહાર નીકળી શકીશું..અમારે નીકળવું જ પડશે. આ બધામાંથી બહાર નીકળવું જ રહ્યું, આમ ને આમ અમે બંને કેમ કરીને જીવી શકીશું..!!.નિકીએ જાતને મારાથી અળગી કરતાં પોતાનાં શરીરને મારાથી દુર ખેંચી લીધું, અને પોતાની ચમકીલી આંખોથી મને નીરખવા લાગી."આઈ નીડ અસ ટુ બી ઓકે, નિખીલ. હું એકી સમયે તને પ્રેમ પણ કરું છું અને ધિક્કારું પણ છું. પણ તો ય મારે તને ખોવો નથી. તને કોઈ જ આઈડિયા નથી નિખિલ કે હું કેટલી હર્ટ થઇ રહી છું, પણ તારા વગર જીવવાનો ખયાલ માત્ર મારાથી સહન નથી થઇ શકતો.”."તને આનંદમાં રાખવા, તારો વિશ્વાસ ફરી પાછો જીતવા મારાથી બને એટલા બધાં જ પ્રયત્નો હું કરી છૂટીશ, નિકી. કસમથી કહું છું કે આ બધાની ભરપાઈ કરવા માટે મારી જીંદગી આખી હું ગુજારી નાખીશ. આઈ નીડ યુ નિકી, આઈ લવ યુ, એન્ડ ધેર ઈઝ નો વે.. આઈ કેન લુઝ યુ." -મારા આંસુઓને ઉભરાઈ આવતા રોકવા માટે મારો નીચલો હોંઠ મારા દાંત તળે એટલા જોરથી દબાવવો પડ્યો કે લોહીની ટશર ફૂટી નીકળી. .લોહીને ફૂટી નીકળેલું જોઇને જાણે મારા પ્રયત્નની તીવ્રતાનો ખ્યાલ આવ્યો હોય તેમ નિકીએ ફરીથી મને ભીંસી લીધો અને એક આવેગભર્યું ચુંબન મારા હોઠ પર ચોડી દીધું. તેનાં હુંફાળા હોંઠે મારી નસ-નસને જગાડી દીધી. મારા લોહીના તે ટીપાંઓની અમે અંદરો-અંદર આપ-લે કરી, અને બંનેના મોઢામાંથી આવતી બિયરની સુવાસે અમને મદહોશ કરી દીધા. તેણે મને ભીંસેલો રાખીને જ પાછળની તરફ હળવો ધકેલ્યો, અને દીવાલ સરસો ચાંપી દીધો. ."ઓહ.. નિકી...!" -ઈચ્છેલું છતાંયે અણધાર્યું અચાનક બનતું જોઇને મારા મ્હોમાંથી ઉદગાર નીકળી ગયો.
"આઈ વોન્ટ યુ ટુ મેક લવ ટુ મી..ઇન આવર બેડ...!" -તે ધીમાં પણ મદહોશ સ્વરે બોલી.
અને અમે બંનેએ પ્રેમ કર્યો. સેકસથી ખચોખચ પ્રેમ..એક બીજાની સાથે..!હું જાણું છું કે અમારા આ લવ-સેશનમાં, આની પહેલાનાં અમારા સેશન્સ જેટલી તીવ્રતા નહોતી. પણ આ વખતની મારી માનસિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવામાં આવે, તો મેં બહુ સરસ જ પરફોર્મ કર્યું કહેવાય.એ દરમ્યાન મેં તેને એ આપ્યું, કે જેની તે હક્કદાર છે.
ફક્ત તેનો જ હક્ક છે જેની પર..એ સઘળો પ્રેમ મેં તેનાં પર વરસાવી દીધો.અમારી શારીરિક સમીપતા દ્વારા મેં અમારા દિલ વચ્ચેની દૂરીને ખતમ કરવાનાં પુરા પ્રયત્નો કર્યા. તેનાં તન અને મનને મેં પૂર્ણ સંતોષથી ભરી દીધા.. અને તે સંતોષ તેની આંખોમાં છલકાતો, હવે ચોખ્ખો નજર આવી રહ્યો હતો.
***
બીજા દિવસે સવારે જાગતાની સાથે જ..
"તને કોઈ જ આઈડિયા નથી નિખીલ, કે કાલે રાતે તેં મને પ્રેમ-પામ્યાની લાગણીઓથી કેટલી તરબોળ કરી દીધી હતી...!" -નિકીએ મારી આંખોમાં આંખ પરોવતા કહ્યું.."થેંક યુ" -અચાનક ફરી પાછી મારી આંખોમાં ભીનાશ છવાવા લાગી, અને મેં એક રડમસ સ્માઈલ વિખેરતા કહ્યું- "યુ આર માઈ વર્લ્ડ..!" .અમે બંને ફરી એકબીજાની નજીક સરકી આવ્યા, અને ચાર હોઠ ફરી પાછા એકમેકમાં ગૂંથાઈ ગયા. વાસનાની વેલ ફરી મારા તનબદન ફરતી વીંટળાવા લાગી. પણ નિકીનો રિસ્પોન્સ નબળો જણાતા મેં મારી અર્જન્સી બતાવી-
"નિકી, ચાલને ફરી પાછા.." ."વી નીડ ટુ ટોક, નિખીલ.." -મારી વાતને કાપતા તે બોલી- “કારણ તું ભલે કંઈ પણ કહે, પણ ચીટીંગ કરવા પ્રેરે તેવું કોઈ ને કોઈ તો કારણ ચોક્કસ હોય જ..!"નિકીનો અવાજ અચાનક આશ્ચર્યજનક રીતે કઠોર થઇ ગયો.."હમમમ.." -મેં એક કમજોર હામી ભરી.શી ઈઝ રાઈટ..તે સાચી છે. તો તેને જાણવું છે, મારાં ચીટીંગનું અસલી કારણ. "ઓ કે..." -હું ગણગણ્યો
અમે બંનેએ પોતપોતાને ખેંચીને એકમેકથી દુર કર્યા, અને પાછળ દીવાલને પીઠ ટેકવી, ટટ્ટાર બેસીને હું ઉપર છત તરફ તાકવા લાગ્યો.
યસ...મારે ઓનેસ્ટ થવું પડશે. નિર્દયતાની હદ સુધી મારે હવે નિકી સાથે ઓનેસ્ટ થવું પડશે..! અમારા આ સગપણને..આ સંબંધને જો નવપલ્લવિત બનાવવો હોય, તો હવે મારે પૂરી વાત કરવી પડશે. કઠોર ઈમાનદારીની સાથે તેની સાથે વાત કરવી પડશે.દર્દથી વિચલિત મારું ગળું મને બોલવાની મંજુરી આપે, તે પહેલાં મેં મારી આંખો મીંચી દીધી..અને મેં શરુ કર્યું..
વધુ ચૌદમા પ્રકરણમા.....
પ્રકરણ ૧૪
નિકીની સાથે રાત આખી ભરપુર પ્રેમ કર્યા પછી સવારે જયારે અમે રિલેક્ષ મૂડમાં પલંગમાં આડા પડ્યા હતા ત્યારે..તેણે ફરી પાછી તે જ વાત ઉપાડી કે મેં તેની સાથે ચીટ કર્યું, તો તેનું કોઈ ને કોઈ તો કારણ તો ચોક્કસ હશે જ.
શી ઈઝ રાઈટ..કોઈ કારણ તો છે જ ને.. !
અમે બંનેએ પોતપોતાને ખેંચીને એકમેકથી દુર કર્યા અને પાછળ દીવાલને પીઠ ટેકવી, ટટ્ટાર બેસીને હું ઉપર છત તરફ તાકવા લાગ્યો.યસ.. મારે નિકી સાથે હવે નિર્દયતાની હદ સુધી ઓનેસ્ટ થવું પડશે. તેની સાથે વાત કરવી પડશે. અને તે પણ પૂરી ઈમાનદારી..કઠોર ઈમાનદારીની સાથે. સત્ય ભલે કેટલું ય કડવું હોય પણ એક દવાની જેમ તેની સામે મુકવું જ રહ્યું...તેને ગળે ઉતરવું જ રહ્યું.આળપંપાળ અને વેવલા વખાણથી અમારી આ પ્રેમ-લતા કરમાવા લાગી છે.અમારા આ સંબંધની વેલને જો ફરીથી નવપલ્લવિત બનાવી ફૂલવા-ફળવા દેવી હોય, તો ભલે થોડું આકરું લાગતું પણ એમાં જ ભલું છે અમારું.. અમારા દામ્પત્યનું.. અમારા ભવિષ્યનું..!અમયની વાત સો ટકા સાચી છે. મારે તેમ કરવું જ રહ્યું. પીડા તો ખેર, મને ય થતી હતી આમ કરવામાં. પણ તોયે..
દર્દથી વિચલિત, એવું મારું ગળું મને બોલવાની મંજુરી આપે, તે પહેલાં મેં મારી આંખો મીંચી દીધી..કે જેથી મારું મનોબળ મજબુત બને..અવાજમાં મક્કમતા આવે. અને મેં શરુ કર્યું..
"હું... હું કેટલું હું ઈચ્છુ છું કે તું વિકીના પડછાયામાંથી નીકળીને આગળ વધે.." -મેં એટલી ઝડપથી આ વાત કહી દીધી જાણે કે તેનાં હૃદય પરથી બેન્ડ-એડની કોઈ પટ્ટી ઉખાડી રહ્યો હોઉં- "આઈ વિશ કે તારામાં વધુ કોન્ફિડન્સ હોય. એન્ડ આઈ વિશ કે તું આટલી પરફેક્ટ ન હોત..."
મેં એક ઊંડો શ્વાસ લીધો અને આંખો ઉઘાડી તેની સામે જોયું. તે ઉપર છતની તરફ તાકતી રહી. તેની આંખોમાં ભીનાશ છવાવા લાગી."એન્ડ આઈ વિશ, કે આપણે ફરી પાછા ભૂતકાળમાં જઈ શકીએ, અને ફરીથી તે મોજ-મજા માણી શકીએ, જે આપણે પહેલાં માણતા હતાં, વિકી મરણ પામી તે પહેલાં..!"
હા, નિકીને મારી વાતો ચોટદાર લાગી રહી હશે.. તેને ચોટ લાગતી જ હશે..ડેફીનેટલી...! કારણ મારી વાત સાંભળતા જ તેણે પોતાની આંખો મીંચી લીધી, જેને કારણે મારી છાતી હજુ વધુ વજનદાર બનતી ચાલી.મારા ગાળામાં અટકેલો પેલો ડચૂરો હજુયે વધુ મોટો થતો ચાલ્યો, જેને હું બહાર કાઢી ફેંકવા ઈચ્છતો હતો. નિકીને હજુયે વધુ હર્ટ કરતાં કેટલું ગંદુ ફીલ કરતો હતો, હું..!
"યુ આર રાઈટ.." -નિકી આખરે બોલી- "હું આ બધું છોડી શકતી નથી તેવું મનેય લાગે જ છે. મને ખબર છે, નિખીલ. આઈ નો..કે હું તને દુર હડસેલતી રહી છું. જાણે કે અજાણે... ! પણ વિકીએ આવું કેમ કર્યું તે જાણવા માટે હું કંઈ પણ ખોવા કે ત્યાગવા તૈયાર છું. તે કેમ મને છોડી ગઈ...?"
ગળામાં બાઝેલ ડૂમાને કારણે તેનો અવાજ ત્રુટક રીતે બહાર આવી રહ્યો હતો. તેનો નીચલો હોઠ કાંપવા લાગ્યો હતો.
"આઈ વિશ આઈ કુડ હેલ્પ યુ.." -હવે મારો અવાજ તુટવા લાગ્યો, પણ મેં ચાલુ જ રાખ્યું- "અને મેં તને હેલ્પ કરવાની ટ્રાઈ પણ કરી જ છે.".મેં એક નિશ્વાસ મુક્યો. નિકીને દિલાસો આપવાનાં મેં કેટકેટલાં પ્રયત્નો કર્યા હતાં તે બધું મારાં મગજમાં ફરી પાછું ઉભરવા લાગ્યું-
"નિકી, હું ચીટ કરું છું, કારણ મને ઉત્તેજનાની..થ્રીલની..એક્સાઈટમેન્ટની જરૂર પડે છે. રોમાંચિત થવું મને ખુબ ગમે છે. અને મારાં માટે જરૂરી પણ છે..આપણા બંને માટે તે જરૂરી છે કે બેડરૂમમાં આપણે બંને સરખી માત્રામાં ઉત્તેજિત-અવસ્થા પ્રાપ્ત કરીએ. મને ખબર છે આ બધું તને અજુગતું લાગતું હશે. પણ નિકી, આપણું દામ્પત્યજીવન સાવ ખાડે ગયું છે. તને ખબર છે? યુ નો? જેને કમ્ફર્ટ આપી જ ન શકાય તેવી વ્યક્તિને કમ્ફર્ટ આપવો, ઈટ'સ સો હાર્ટ-બ્રેકીંગ... ઈટ'સ સો એક્ઝોસ્ટીંગ..! યાર નિકી.. હું થાકી જાઉં છું તને પંપાળી પંપાળીને. અને પછી આવી સ્થિતિમાં પરફોર્મ કરવું..! કાશ, કે તું કોઈક પુરુષ હોત, તો આ બધું સહેલાઇથી સમજી શકતે..! " ."આઈ'મ સોરી.." -મારો હાથ જોરથી પકડીને નિકી મોકળા મને રડી પડી. ."આ બધું કહેતા હું કેટલું ગિલ્ટી ફીલ કરું છું, " -મેં ધીમેથી કહ્યું- "કારણ મને ખબર છે કે યુ આર અમેઝિંગ. અદભૂત છો તું..! મને ખબર છે કે આમાં તારો વાંક નથી. તું સાવ તૂટી ગઈ છો. ભાંગી પડી છો. તારામાં કોન્ફીડંસનો અભાવ છે. પણ,..પણ હું પહેલાંની નિકીને મિસ કરું છું, નિકી..! પ્લીઝ, મને નિકી જોઈએ છે. ખરી નિકી..મારી અસ્સલ નિકી.."."હું મારાથી બનતી કોશિષ કરું છું તને સહકાર આપવાની.. કરું છું કે નહીં..?" -નિકીએ નીચે જોતાં રહી જવાબ આપ્યો.
"યસ, હું કબુલ કરું છું અને કદર પણ કરું છું તારા પ્રયત્નોની. પણ હાફ-હાર્ટેડ પ્રેમ ક્યારેય આપણને ચરમ-સીમાની મંઝીલ ન દેખાડી શકે.. એ ચડાણ ચડવા તન અને મન બંનેમાં ભરપુર જોશ હોવું જોઈએ." -આવું કહીને મેં જાણે કે તેનાં તે બધાં પ્રયત્નોને સાવ રીજેક્ટ કરી નાખ્યા હોય તેવી લાગણી મને થઇ આવી.
કદાચ નિકીને પણ મારાં આ રીજેકશનની એવી કોઈ ફીલિંગ થઇ આવી હોય તેમ તે વિચારોમાં ખોવાઈ ગઈ. આગળ શું બોલવું, તે મને કે તેને કંઈ જ સમજાતું નહોતું. બે પળની ચુપકીદીએ વાતાવરણને ભારેખમ બનાવી દીધું.
"વિકી મૃત્યુ પામી તે પહેલાં તે મને ક્યારેય ચીટ કરી હતી..?" -પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી નિકી પૂછી બેઠી..મારું આખું શરીર જાણે કે અક્કડ થઇ ગયું.. એટલા માટે નહીં કે હું ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો. પણ એટલા માટે, કારણ કે મને ત્યારે વિકી સાથેની વાતચીત યાદ આવી ગઈ. અને મને યાદ આવી ગઈ તેની તે કોશિષ..
મારી સાથે પ્રેમ લડાવવાની કોશિષ, મને કિસ કરવાની કોશિષ..!. શું આને તે બધું ય કહેવું જ પડશે..? મારું ગળું અને મારું મોઢું સુકાવા લાગ્યા. વાત કરવા માટે જીભ ચલાવવામાં મને તકલીફ પાડવા લાગી. ."યસ.. થ્રી ટાઈમ્સ.." -મેં એટલા ધીમેથી કહ્યું, કે તે સાંભળી પણ ન શકે. અને મેં નિકીનું તે ડૂસકું સાંભળ્યું, જેનાં અવાજે જાણે મારા હૃદયમાં ખંજર ભોંકી દીધું. ."વાય..? બટ વાય..?" -તે રડી પડી..!"યાદ છે તું બીયર-બારવાળી રેસ્ટોરાંમાં જોબ કરતી'તી..?" -હવે મારા પણ આંસુ વહેવા લાગ્યા- "અને તને ત્યાં તે ખુબ જ ટફ પડતું હતું..? તું કેટલી હતોત્સાહ..કેટલી ડાઉન રહેતી હતી..! કોઈક ટાઈમે તો એકદમ ડીપ્રેસ્ડ પણ...! તું મને આંગળી પણ લગાડવા નહોતી દેતી. મને ખબર છે, ત્યાંના કેટલાક વિકૃત અજાણ્યા કસ્ટમરોનાં ઝુંડ દ્વારા સતામણી થવી..તારા માટે આ બધું બહુ મુશ્કેલ જતું હતું. જો કે મેં તને કહ્યું હતું, કે ત્યાં ફરી પાછી જોબ કરવા જવાની જરૂર નથી. મેં તને કહ્યું હતું, પણ તેં..તે જોબ છોડી નહીં. કારણ, થોડી એક્ષટ્રા ઇન્કમ ઘરમાં લઇ આવવા તું મક્કમ હતી. પણ આ બધાએ તને સાવ બદલી નાખી હતી. ખબર છે તને આ બધું..?"
"હમમમ...અને એટલે તેં મને ચીટ કર્યું..!" -તેનું આ બયાન જાણે કે તેનાં તારણ જેવું લાગતું હતું. ."હું પ્રાઉડ નથી નિકી. મને કોઈ ગર્વ નથી મેં જે કંઈ કર્યું તેનાં માટે.." -મેં એકદમ નમ્ર સ્વરમાં કહ્યું- "મને ખબર છે આ સદંતર ખોટું હતું. બધી સમસ્યાનો મેં એકદમ એક નાદાનની જેમ ઉકેલ કાઢવા ચાહ્યો. મારે તારી સાથે વાત કરવી જોઈતી હતી. અને નહીં કે, બીજી છોકરીઓ પાસે એક્સાઈટમેન્ટ મેળવવા દોડી જવું. અને આ બધાં પછી પણ, તારી પાસેથી બીજી બધીયે અપેક્ષાઓ રાખવી."
"તો...? તો આપણે ફરી પાછા એક કેવી રીતે થઇ શકીશું.." -નિકીના ડુસકાઓ વધવા લાગ્યા- "કારણ, જેટલી વાર હું ડીપ્રેસ્ડ અને ડાઉન રહીશ, એટલીવાર તું દોડી જઈશ મને ચીટ કરવા માટે, બરાબર ને..? એમ આઈ રોંગ..? જેટલી વાર મુશ્કેલીઓ આવશે, તું બીજે ભાગી જઈશ..!".મેં એક ઝટકા સાથે તેની તરફ પડખું ફેરવ્યું. એક હાથથી તેનાં ગાલ પકડ્યા અને તેને મારી તરફ જોવા મજબુર કરી. તેની ખુબસુરત આંખોમાં દર્દ ભર્યું હતું. એટલું દર્દ કે જે મારી સહનશક્તિની હદ કરતાં ક્યાય વધું કહેવાય.."આઈ સ્વિઅર નિકી, હું તને ફરી ક્યારેય ચીટ નહીં કરું. પરિસ્થિતિ જો કથળશે, તો આપણે તેની ઉપર મહેનત કરશું. વી'લ વર્ક ઓન ઈટ. પણ હું ક્યારે ય બીજે નહીં ભટકું. બીલીવ મી નિકી, પ્લીઝ, આઈ લવ યુ સો મચ..!" -મારા આંસુઓ મારા અવાજને બહાર નહોતા આવવા દેતાં, પણ તોય હું કહેતો ગયો..મારું હૃદય મને ભારે અને હળવું..બંને એકી સાથે લાગવા લાગ્યું..કે જયારે નિકીએ અચાનક પોતાની બાંહ મારી આસપાસ પ્રસરાવી દીધી. મારી ગરદનમાં પોતાનો ચહેરો ખોસીને ધીમા ધીમા ડુસકાં ભરતી તે મને ટાઈટ-હગ કરવા લાગી. મેં પણ તેને એટલી મજબુતીથી જકડી લીધી, જાણે મારી જીંદગી તેની પર જ નિર્ભર હોય, અને તેનાં વાળને મારા ચુંબનોથી નવડાવવા લાગ્યો.મારું નાક અને મારી આંખ બંને એકી સાથે વહેવા લાગ્યા હતાં, પણ મને એની કોઈ જ પરવા નહોતી.."નિકી, આપણે આમાંથી પાર પડી શકીશું. વી કેન ડુ ઈટ નિકી, માઈ લવ..પ્લીઝ.." -હું જાણે કે આક્રંદ જ કરવા લાગ્યો. હું ઈચ્છતો હતો કે તે મને એક મોકો આપે. હું તેને કોઈ પણ કીંમત પર ખોવા નહોતો માંગતો.."હું પણ એ જ ચાહું છું, નિખીલ. હું પણ ચાહું છું કે હું તારી વાતો પર ભરોસો કરું..!" -ભરેલા અને ભારે અવાજે તે બોલી.
હું તેનાથી થોડો દુર ખસી ગયો કે જેથી હું તેને જોઈ શકું."તને ચીટ કરી, મારા જીવનની તે સહુથી મોટી ભૂલ હતી. તને હર્ટ કરવા માટે, તારી સાથે દગો રમવા માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરું. પણ, હું તને તારી પાસેથી પાછી તો ત્યાં સુધી ન જ માંગી શકું, કે જ્યાં સુધી હું મારી જાતને તારી સામે એકદમ પ્રમાણિક રીતે ન મુકું." -મેં હિંમત એકઠી કરતાં કહ્યું.
નિકીએ ચોંકીને મારી સામે જોયું. તેની આંખો પહોળી થતી ચાલી જાણે પોતાની જાતને તૈયાર કરી રહી હોય..તે સાંભળવા, કે જેનો તેને થોડો એવો અંદેશો આવી ગયો હતો.
"નિકી, હું...વિકી..""તું વિકી સાથે સુતો હતો..?" -થોડું બરાડીને તે મારાથી અળગી થઇ ગઈ.પણ મેં તેણે ફરીથી પકડીને મારા અંગ સાથે જકડી લીધી.."નો નિકી, ઓફ કોર્સ નોટ.." -મેં શાંત અવાજે કહ્યું- "તેણે ફક્ત મારી ઉપર ટ્રાઈ કરી હતી.. અમે બસ એક કિસ કરી હતી.." -મેં મારું થુંક ગળે ઉતારતા કહ્યું- "હું પીધેલો હતો ત્યારે, નહીં તો આ પણ ન થયું હોત. કસમથી...!" .મારાથી મોઢું ફેરવીને નિકી બીજી તરફ જોવા લાગી. તેણે પોતાનો ચહેરો ઢાંકી લીધો અને તેનાં આંસુ ફરી પાછા જોરથી વહેવા લાગ્યા..મારા હૃદયમાં એક તેઝ તર્રાર એવું દર્દ ઉપડી આવ્યું. હું માની જ નહોતો શકતો કે હું કેટલી બધી વાર તેને હર્ટ કરતો આવ્યો છું, કેટકેટલી વાર મેં તેને રડાવી છે. "આઈ'મ સોરી..આઈ'મ સો સોરી.." -તેનું બાવડું પકડતા હું બોલ્યો.
"મને..મને એમ કે તે ખોટું બોલી રહી હતી. મને એમ જ હતું કે તે અમસ્તી જ કોઈક સ્ટોરી બનાવી રહી છે.." -નિકી પોતાનાં ધ્રુસકાઓ વચ્ચે બોલી..હું થંભી ગયો.
મારો શ્વાસ જાણે અટકી ગયો."વોટ..?" -હું જાણે કે હક્લાઈને બોલી પડ્યો.
"એકવાર અમે બંને પીધેલી અવસ્થામાં હતાં ત્યારે તેણે મને કહ્યું હતું, કે તેણે તારા ઉપર ટ્રાઈ કરી હતી. કે તેણે તને પલંગમાં ઘસડી જવાની કોશિષ કરી હતી, પણ તેં તેને ગણકારી નહોતી. તેણે મને કહ્યું હતું કે જયારે તેણે તને કિસ કરવાની ટ્રાઈ કરી'તી તો ત્યારે તેં તેને હડસેલી મૂકી હતી, અને તેને એમ કહ્યું હતું કે તું મને પ્રેમ કરે છે." -મુશ્કેલીથી નીકળતા અવાજમાં નિકીએ પોતાનું વાક્ય પૂરું કર્યું, અને આગળ બોલી- "મને ત્યારે લાગ્યું કે તે બસ મને અપસેટ કરવા માટે જ આવું બોલી રહી હતી, કારણ ડાઈનીંગ ટેબલ પરની એક બોલાચાલી દરમ્યાન તે આ બધું મને બોલી હતી. મેં ક્યારેય આ વાતને સાચી માની જ નહોતી. મને..મને ભાગ્યે જ એવો કોઈ અંદાજો હતો, કે તેને તારી પર કોઈ ક્રશ હતો."
હવે મારી આંખોની સાથે સાથે મારું ગળું યે સુકાવા લાગ્યું. નિકીની વાત હજમ નહીં થવાને કારણે મારું મ્હો ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું.
"આર યુ સીરીયસ..? આ બધો સમય શું તને ખબર હતી..? શું આ બધું તને જાણમાં હતું ?" -અણીદાર સ્વરમાં મેં મારું વાક્ય પૂરું કર્યું. ક્રોધની એક લહેર મારી અંદર વહેવા લાગી. મેં હવે થોડા જોરથી નિકીનું કાંડું પકડી લીધું હતું.
આટલો સમય હું એક ગુનાહિત લાગણી મહેસુસ કરતો આવ્યો..મારી જાતને નફરત કરતો આવ્યો, કે મેં નિકીથી વિકીની આ વાત છુપાવી રાખી છે. પણ..પણ તે તો આ વાત ઓલરેડી જાણતી જ હતી. તે તો જાણે જ છે, આ વાત..!
હું પલંગ પરથી કુદીને નીચે આવ્યો અને જલ્દીથી મારું પેન્ટ પહેરવા લાગ્યો. "વોટ'સ રોંગ? મારી પર આટલો ગુસ્સે કેમ થઇ ગયો?" -નિકીએ હળવા સવારે પૂછ્યું. તેનાં ડુસકા હવે બંધ થતાં ગયા. ઝીપ ઉપર જરૂરત કરતાંય વધુ જોર આપીને મારું પેન્ટ પહેરતાં મેં તેની સામે જોવાનું ટાળ્યું.."તને નિકી, કોઈ જ અંદાજો નથી કે આ વાત મને વર્ષોથી કેટલી ખાઈ જઈ રહી છે," -મેં આવેગમાં આવીને કહ્યું- "મને ડર હતો કે આનાથી તમારો..બંને બહેનો વચ્ચેનો સંબધ ખરાબ ન થાય. અને તેનાં મરણ પછી હરદમ હું ડર્યા કર્યો કે તારા મનમાં તેની જે સ્વચ્છ છબી છે, તે આનાંથી મેલી ન થઇ જાય. પણ, હાહાહહા... તને તો બધી જ ખબર હતી. અને કોઈ પરવા પણ નહોતી, તને તો. ને હું તો યાર..નાહકનો જ, મુરખની જેમ મારી જાત પર ન જોઈતા જુલમ કરતો રહ્યો, અત્યાર સુધી. વાહ...!"."ઓ કે. મેં વાત ન કરી. તો તેં પણ તો વાત છુપાવી જ ને..!" -નિકીએ પણ થોડા ઊંચા સ્વરે જવાબ આપ્યો. તે પણ પલંગ પરથી ઉભી થઈને પોતાનાં કપડાં પહેરવા લાગી- "મેં તને ન પૂછ્યું, કારણ કે ત્યારે મને તારી પર..મારા નિખિલ પર ભરોસો હતો. કેટલી બેવકૂફ છું હું પણ.. એહ..!"
નિકીની તરફ પીઠ કરીને હું દીવાલ તરફ તાકતો.. હું અટકી ગયો.
થંભી ગયો હું. મારા ભીંસાતા ફેફસાઓમાંથી એક નિશ્વાસ નીકળી ગયો. મારે નિકી પર ગુસ્સે નહોતું થવું જોઈતું. નિકીએ જો એક સિક્રેટ રાખ્યું, તો મેં પણ તો રાખ્યું હતું. એક કરતાં અનેક સીક્રેટ્સ મેં તો રાખ્યા હતા..જો કે વિકીનાં મોત બાદ બહુ જ પીડાદાયક હતું આ વાતને સહન કરવી, કે હું એવી કોઈક વાત જાણું છું જે નિકી નથી જાણતી. અને પછી એ વિચારવું, કે જો આ વાત સામે આવી ગઈ તો આનાથી નિકીનાં મનમાં જે વિકીની મધુર સ્મૃતિઓ છે, તે બધીને ઘણું નુકસાન થઇ જશે.
"સોરી.." -મારો અવાજ ધીમો પડી ગયો- "મને ખબર છે કે મને કોઈ જ હક નથી તારા ઉપર ગુસ્સે થવાનો. પણ જે દિવસે તે મૃત્યુ પામી તે દિવસથી આ વાત મને અંદર-અંદર ચીરતી રહી છે. મને આ વાત તને કહેતા ડર લાગતો હતો. તું તેને કેટલાં અહોભાવથી જોતી આવી છે. અને તારી એ મીઠી-મધુર યાદોને મારે બિલકુલ જ હાની નહોતી પહોચાડવી."
"પણ તેનાં મોત પહેલાંનું શું..? તે જીવતી હતી ત્યારે તેં કેમ આ વાત મને ન કહી?"
નિકીનો ઉલટતપાસ કરવાનો એટીટ્યુડ મારા ચહેરા પર મુસ્કાન લાવવાની કોશિષ કરવા લાગ્યો. આવો એટીટ્યુડ દેખાડતી વખતે નિકી ખુબ જ ક્યુટ લાગે છે. પાછળ ફરીને એક નજર તેને જોઈ લેવાની મને એક ઈચ્છા થઇ આવી, પણ હું તેમ જ મોઢું ફેરવીને ઉભો રહ્યો-"કારણ, ત્યારે પણ તું તેને એટલો જ પ્રેમ કરતી હતી. તું તેને એટલાં માનભરી નજરે જોતી હતી, કે મારે તને આ વાત કરીને કોઈ પીડા નહોતી આપવી. તમારાં બંને વચ્ચે જે બોન્ડ હતો, તેને મારે કોઈ પણ રીતે કમજોર નહોતો કરવો." ."તો.. તો તારા આ ધુત્કારને કારણે જ તે ડીપ્રેશનમાં ચાલી ગઈ હશે. યસ, આ જ કારણ હશે. આઈ કેન નાઉ ફીલ હર પેઈન..! વિકી.. મારી વિકી.." -તેનો અવાજ ઢીલો પડવા લાગ્યો- "નિખિલ, આઈ કેન ઓલ્સો ફીલ, કે તેનાં મોત માટે જવાબદાર તારું તે વર્તન જ હતું, કે જે કારણે.."."તો શું કરત હું..? શું કરવું જોઈતું હતું મારે..? તેની સાથે સુઈ જવું જોઈતું હતું..? બટ વાય..? હું તને પ્રેમ કરતો'તો, તો શા માટે મારે બીજે નજર નાખવી પડે..?"."રિયલી..? નિખિલ તું ભૂલી ગયો લાગે છે, કે જે બધું તેં હમણાં જ કબુલ કર્યું છે."."યસ.. અને હજી પણ તે વાતથી મને કોઈ જ ઇન્કાર નથી. પણ એ બધું ચીટીંગ તો બહુ સમય બાદ થયું, કે જયારે મારી ફીઝીકલ ડીમાંડને હું હેલ્પલેસલી વશ થઈ ગયો હતો. પરંતુ ત્યારે..તે સાંજે એવું કંઈ હતું જ નહીં, યુ નો ધેટ. આપણો સાવ નવો-નવો અને તાઝો પ્રેમ. તું કેટલી ઉત્સાહથી છલોછલ. અને તે ઉપરાંત, આપણને જોઈએ ત્યારે અને જોઈએ એટલી મળતી પ્રાઈવસી, કારણ ત્યારે હું મારાં જૂનાં ફ્લેટમાં એકલો જ રહેતો હતો. તો તેવા ગોલ્ડન સમયગાળામાં વિકીને એન્ટરટેન શા માટે કરું..? ટેલ મી.."
"તો એટલે ધુત્કારીને તેને મોતનાં મુખમાં ધકેલી દેવાની..?" -નિકીનો પોતાની બહેન તરફનો પ્રેમ, ફરિયાદ કરી ઉઠ્યો, કે જેની સામે હું પળભર સ્તબ્ધ થઇને ચુપ રહી ગયો. અને મારી તે ચુપકીદીએ જાણે કે મારી ગુનેગારી સાબિત કરી દીધી હોય, તેમ નિકી બરાડી ઉઠી- "તું ક્યારેય ઇન્કાર ન કરી શકે નિખીલ, કે વિકીનાં મોત માટે તું જવાબદાર નથી. ઓ વિકી.. માઈ પુઅર સિસ્ટર.." -તેનો અવાજ તુટવા લાગ્યો.
તેની તરફ જોઇને તેને સાંત્વના દેવાનું મને મન થઇ આવ્યું.પણ મેં તેમ ન કર્યું. કારણ, મારો એવો કોઈ પણ પ્રયત્ન તેનાં આરોપને સાબિત કરવાવાળો જ પુરવાર થાય, કદાચ. એટલે હું ઉંધો ફરેલો રહીને દીવાલ તરફ જ તાકતો રહ્યો.પણ આખરે ન રહેવાતાં હું બોલી પડ્યો- "હા, કબુલ છે. જવાબદાર છું. પણ હું એકલો નહીં..આપણે બંને જવાબદાર છીએ.."
“બંને..?” -નિકી એક ડૂસકું ચુકી ગઈ- "બંને કેવી રીતે..?”."કારણ, તે સાંજે સહુથી પહેલાં તું ઉપર ગઈ હતી. પણ તારા પોતાનાં ઓરડાની બદલે વિકીનાં ઓરડામાં જઈને ત્યાં સુઈ ગઈ. થોડીવાર પછી વિકી ઉપર આવી, તો તને ત્યાં સુતેલી જોઈ તે તારી રૂમમાં જઈને સુઈ ગઈ. અને આટલો પીધેલો હોવા છતાં, હું તેની રૂમમાં ભૂલથી પણ ન ગયો. પણ સીધો તારી જ રૂમમાં આવ્યો હતો, કે જ્યાં મેં તેને સુતેલી જોઈ. અને પળવાર માટે હું બહેકી ગયો. જો તું તારી જ રૂમમાં જઈને સુઈ ગઈ હોત, તો કદાચ.."."પણ..પણ મને થોડી જ ખબર હતી, કે આ બધું થવાનું છે..? નહીં તો હું ક્યારેય..""એકઝેટલી...! તો મને પણ થોડી જ ખબર હતી કે મારા તે પેલા હળવા ધુત્કારથી તે એટલી બધી હર્ટ થશે કે..ડીપ્રેશનમાં ચાલી જશે..? જો મને ખબર હોત તો હું પણ કોઈ વચલો જ રસ્તો વિચારત, નિકી. તું સમજે છે મારી પોઝીશન..?".હવે થોડીવાર માટે ચુપ થવાનો વારો નિકીનો હતો. એટલા માટે નહીં કે તે મારી દલીલથી અવાચક થઇ ગઈ હતી, પણ એટલા માટે કે તેને હવે મારી મજબૂરી..મારી તે વખતની મન:સ્થિતિ ટોટલી સમજાઈ ચુકી હતી. .કદાચ એકાદ બે પળ લાગી હશે તેને મારી વાત ગળે ઉતરતા. અને હું પણ ચુપચાપ જ ઉભો રહ્યો ઉંધો ફરીને, તેની કોઈ નવી દલીલ..નવા આરોપની વાટ જોતો.પણ ત્યારે જ મને લાગ્યું કે તે મારી પાછળ આવીને..સાવ લગોલગ ઉભી રહી ગઈ છે. અને બસ, એક કે બે સેકન્ડ ખમીને..કદાચ થોડું અચકાઈને..નિકીએ પાછળથી પોતાનાં હાથ ફેલાવી મને પોતાની પાશમાં જકડી લીધો.તેનાં આગોશમાં જતાં પહેલાં હું પણ થોડો ખચકાયો. તેણે મારા ખભ્ભા પર પોતાનો ગાલ ટેકવી દીધો. મેં પણ મારું માથું પાછળ ઢાળી દીધું, થોડી સમીપતા મેળવવાના હેતુથી.
"વેલ..આ તો ફક્ત એક જ વારની વાત હતી, કે જયારે વિકી પોતે પણ પુરા હોશમાં નહોતી" -નિકી અમારા બંનેની તે ભૂલને માફ કરતાં બોલી."હા, અને પછી સોબર થયા પછી તેણે તો મારી માફી પણ માંગી લીધી હતી..!" -મેં તેનું વાક્ય પૂરું કર્યું.
આ પ્રકરણ પૂરું થયાનો અહેસાસ થતાં અમે બંનેએ એક આહ ભરી. હવે એવી કોઈ જ વાત..એવો કોઈ જ ગુનો મને યાદ નહોતો આવતો, કે જેની મારે કબુલાત કરવી બાકી રહી હતી.
અને આ કારણે ફૂલ જેવી હળવાશ અનુભવતો હું મારી આંખ મીચેલી રાખીને જ ઉભો રહ્યો..સાવ જ સ્થિર..!
મારા ઉઘાડા પેટ પર નિકીએ રાખેલા હાથ પર મેં મારા હાથ મૂકી દીધા. સાચે જ, તેનાં હાથ કેટલાં નરમ..અને ગરમ આંચથી ભરપુર હતા.."મારે ફરી એક ટ્રાઈ આપવી છે, નિખિલ. પણ મને એક વચન જોઈએ છે તારી પાસેથી, કે તું મારાથી કોઈ જ વાત છુપાવશે નહીં. હું જો કોઈ રીતે તને દુર રાખું કે કોઈ પ્રકારની અવગણના કરું, તો પ્લીઝ ટેલ મી. પ્લીઝ...પ્લીઝ મને વાત કરજે, નીખીલ..!" -પોતાનાં હોઠ મારી પીઠ પર દબાવતા પહેલાં નિકીએ ધીમેથી કહ્યું. .તેનાં આ શબ્દોનાં તાલ પર મારું હૈયું તો જાણે અફલાતુન નાચ કરવા લાગ્યું. તેની તે કિસથી મારાં પેટમાં જાણે કે પતંગિયાની લહેર ઉત્પન્ન કરી દીધી.."મેરી જાન કી કસમ..મેરી જાન...!" -રંગમાં આવીને એક શાયરના અંદાઝમાં મેં જવાબ આપ્યો. .એકએક ટીપું આંસુનું, ત્યારે ય મારી બંને આંખોમાંથી ટપકી પડ્યું.
પણ આ વખતે કોઈ પીડા કે દર્દ નહોતું તેમાં. કારણ આ વખતે તો આ બંને ટીપાં નવજીવનનો, એક નવપ્રભાતનો સંદેશ લઈને બહાર આવ્યાં હતા..!
વધુ પંદરમા પ્રકરણમા.....
પ્રકરણ ૧૫
પોતાની આંગળીઓથી વાળમાં જેલ લગાડતી નિકીને હું ક્યારનો નીરખી રહ્યો."યાર..! પરફેક્ટ લાગે છે તું.. ચલને હવે, લેટ થાય છે ક્યારનું.." -મેં તેને પ્રેમથી ટોકતા કહ્યું.
"સોરી..!" -પોતાનાં જ વિચારોમાં ગૂંથાઈ રહેતાં નિકીએ જવાબ આપ્યો.મારી તરફ વળીને, માથા પર પોતાનાં હાથ લઇ જતાં પહેલાં તે થોડી અટકી, અને પછી બોલી-"એક્ચ્યુલી મેં તારા માટે એક ગીફ્ટ લીધી છે."અને એક નશીલું સ્મિત આપીને તે સાઈડ-ટેબલ તરફ ગઈ.."હેય..! રીયલી..? શું લાવી છો ?" -મારી અંદરનું બાળક જાણે કે જાગી ઉઠ્યું, પણ બહાર કંઈ જ ન બતાવતા હું એમ જ ચુપચાપ ઉભો રહ્યો, અને નિકીને ટેબલના ડ્રોઅરમાંથી એક નાનું એવું બોક્ષ કાઢતાં જોઈ રહ્યો..નિકી મારી તરફ આવી. પોતાની ચમકદાર આંખોથી મને તાકતા રહી, તેણે મારા હાથમાં ડાર્ક બ્લુ કલરનું એક બોક્ષ આપ્યું, કે જેનાં પર ગોલ્ડન કલરની એક પાતળી રીબીન બાંધેલી હતી.મેં તેને એક સ્માઈલ આપ્યું. મારા હાવભાવમાં આવી રહેલ બદલાવને જોઇને પોતાનું હસવું રોકી ન શકતી નિકીએ પોતાનાં હોઠ ચાવવાનો પ્રયત્ન કર્યો. કેટલી માસુમ કેટલી પ્રેમાળ લાગી રહી હતી તે આમ કરતાં..!હળવે'કથી મેં રીબીન કાઢી, કે જેથી બોક્ષનું ઢાંકણ હું ખોલી શકું.
"આ..? આ..? નિકી...!" -હું ઉત્સાહથી ચહેકી ઉઠ્યો- "તેં ક્યારે આ..? થેંક યુ.. થેંક યુ સો મચ. ઈટ'સ પરફેક્ટ..!"મારા દિલમાં ખુશીની એક લહેર દોડી ગઈ. યાર..આઈ કાન્ટ બિલીવ કે તેણે મારી માટે આ ખરીદી કરી છે. લેપટોપ પર ઓન-લાઈન પરચેસ કરાવતી વેબ્સાઈટ પર આ ખુબસુરત વસ્તુને કેટલીયે વાર પ્રેમથી તાકતા નિકીએ મને જોઈ લીધો હશે અને પરફેક્ટલી યાદ પણ રાખી લીધું હશે. .તે બહેતરીન 'હુગો-બોસ'ની રિસ્ટ-વોચને મેં પલંગ પર રાખી, કે જેથી હું નિકીને મારી આગોશમાં લઇ શકું. "થેંક યુ..! કેટલું થોટફૂલી તે આ પસંદ કરી." -તેને એક ટાઈટ હગ આપતાં હું તેનાં કાનમાં ગણગણ્યો.
તેનાં સિલ્કી વાળ મારા ગાલ પર મસ્તીનાં રંગ ભરી રહ્યા હતા. મેં એક ઊંડો શ્વાસ લીધો, થોડા દિવસ પહેલાં જ મેં ગીફ્ટ કરેલ કોલન તેણે લગાવ્યું હતું. તેનાં કપાળ પર એક કિસ દઈને હું તેનાંથી અળગો થયો, અને પછી થોડો પાછળ હટીને તેને ઉપરથી નીચે સુધી નીરખવા લાગ્યો.
અફલાતુન ફીટીંગવાળા જીન્સ ઉપર તેણે રેડ એન્ડ વાઈટ કલરનું સ્લીવલેસ લેડીઝ ટોપ્સ પહેર્યું હતું, જેને તેણે પોતાનાં જીન્સમાં ઇન્સર્ટ કરી નાખ્યું હતું, અને કમર પર એવો જ રેડ એડ વાઈટ શેડવાળો બેલ્ટ પહેર્યો હતો, કે જેની પહોળાઈ અધધધ કહી શકાય.તે બેલ્ટનું બક્કલ ખાસ ધ્યાન ખેંચે તેવું હતું, કારણ સિલ્વર કલરના આ ચમકીલા મેટલ-બક્કલમાં એવી જ સિલ્વર કલરની સાવ જ પાતળી એવી, આઠ-દસ સાંકળ લટકતી હતી કે જેની લંબાઈ દોઢ-બે ઇંચ જેટલી હતી. નિકીની થોડી થોડી હિલચાલમાં ય તે બધીઓ સતત વિખરાતી અને સમેટાતી હતી. કોણ જાણે તે આવા ડ્રેસ ક્યાંથી પસંદ કરી લાવે છે, પણ તેની ડ્રેસ-સેન્સ ગજબની છે. સાચે જ આ ડ્રેસ-પેરમાં તે જબરદસ્ત લાગી રહી હતી. એકદમ પરફેક્ટ...!તેણે પોતાની હેર-સ્ટાઈલ પણ હવે ચેન્જ કરી નાખી છે. શોલ્ડર કટ વાળને તેણે ખુલ્લા જ રાખ્યા હતાં અને વાળની પાંથી વચ્ચે પાડવાને બદલે તેણે એક સાઈડ પર પાડી હતી, જેનાથી તેનો તાજો જ બ્લીચ કરેલો ચમકદાર ઘઉંવર્ણો ચહેરો થોડો બોયીશ લાગતો હતો, કે જે તેનાં આ ડ્રેસ સાથે જબરદસ્ત મેચ થતો હતો. હમણાં હમણાં નિકીએ થોડું વેઇટ પણ ગેઇન કર્યું છે, તો આ જીન્સની પરફેક્ટ ફીટીંગ તેનાં સપ્રમાણ સાઈઝનાં હીપ્સને એક સેક્સી આકાર આપી રહી હતી. ઓ... માય નિકી...!
"યુ આર સો બ્યુટીફૂલ.. યુ નો..?" -હું તેને જોઇને બોલી પડ્યો, જો કે મનમાં તાજી-તાજી ઉત્પન્ન થઇ રહેલ ‘ઈચ્છાઓ’ને કારણે મારો અવાજ થોડો ઘોઘરો થતો ચાલ્યો. હળવા સ્મિતનાં મીઠા મીઠા મોતી વિખેરતી નિકીએ શરમાઈને નજર ફેરવી લીધી. .પલંગ પરથી તે રિસ્ટ-વોચ ઉઠાવીને મેં મારા કાંડા પર બાંધી લીધી. અને પછી મારો હાથ લંબાવીને તેને મારી આંખ સમક્ષ લઇ આવ્યો કે જેથી આ ખુબસુરત વસ્તુને મારા કાંડા પર વીંટળાયેલી હું જોઈ શકું. ."વાઆઆઉ..! થેંક યુ સો મચ.." -કોઈ ટીનેજર પોતાનાં ફેવરેટ ફિલ્મ-સ્ટાર કે ક્રિકેટરને રૂબરૂ જોઈને જેમ આહ ભરે, એવાં જ કોઈક ઉદગાર મારા મોઢામાંથી નીકળી પડ્યા.."વેલ..! એક્ચ્યુલી મારે તારા માટે કંઇક લેવું જ હતું. આજે આપણી સિક્સ-મન્થ-એનીવર્સરી છે...!" -નિકીએ પોતાની આંખો નચાવીને આજની રાતનું મહત્વ બતાવતા કહ્યું..મારી ચીટીંગની આદતને કારણે છુટા પડીને, છ મહિનાં પહેલાં આજની જ તારીખે અમે ફરી પાછા એક થયા હતાં. પણ મને આ બીજો મોકો દેવા બદલ, ત્યાર પછીના હર-એક દિવસે હું નિકીનો થેંકફૂલ રહ્યો છું.
"હા..! વેલ..યસ ! અને મારી પાસે પણ કંઇક છે તને દેવા માટે, પણ તે માટે તારે થોડી વાટ જોવી પડશે." -તેનાં ઉત્સાહને વધારતા મેં કહ્યું, અને જોયું કે તેની ચમકદાર આંખો વધુ ને વધુ ઘેરી અને નશીલી બનતી ચાલી, તેમાં ભરાતી મસ્તીને કારણે..! "કમ ઓન..!" -તેનો હાથ મારા હાથમાં લેતાં હું બોલ્યો.
જેવો હું દરવાજાને લોક કરવામાં બીઝી થયો, કે નીકી મારાં 'પછવાડા' પર રમતિયાળ રીતે થપાટ મારીને ભાગવા લાગી. હું હસતાં હસતાં તેની પાછળ દોડ્યો, તેને પકડીને છાતી સાથે જકડી લેવા માટે. પણ તે તો દોડીને કારમાં જઈને બેસી ગઈ. મારી નજરમાં તેને માટે હેત વરસવા માંડ્યું. પણ ચહેરા પર બનાવટી ગુસ્સો અને નિખાલસ સ્મિત સાથે મેં અંદર ડોકિયું કરી, આંખ મારીને બોલ્યો- "ઠીક છે. બટ ટ્રસ્ટ મી..આનો બદલો હું ચોક્કસ રાતે લેવાનો જ..!" ."હરી અપ..! અંદર આવ જલ્દી. મને ભૂખ લાગી છે." -નિકીએ આંખો નચાવતાં કહ્યું- "એમ થાય છે ભાગીને જલ્દી રેસ્ટોરાંમાં જઈ, કાર્બોનારા અને ગાર્લિક-બ્રેડ પર તૂટી પડું.".પણ એટલામાં તો વરસાદ તૂટી પડ્યો. હેહેહેહે...! ખેર.. તૂટી પડ્યો તેમ ન કહેવાય.. પણ ઝરમર ઝરમર વરસવો શરુ થઇ ગયો. અને હું ઝડપથી કારની અંદર, નિકીની બાજુમાં બેસી ગયો.હજી તો કાયદેસર ચોમાસું બેસવાને બે મહિનાં જેવી વાર હતી. પણ તોય, આજે તેને શું વરસવાનું સુજ્યું કંઈ સમજાયું નહીં.આ વરસાદને જો મોસમનો પહેલો વરસાદ ગણીએ, તો મને ગઈ મોસમનો છેલ્લો વરસાદ એક ક્ષણ પુરતો યાદ આવી ગયો, કે જયારે અમે બંને નિકીની જીદને લીધે ‘વૂ-ડૂ’માં ગયેલા. અને પછી ઉદાસ ચિત્તે વરસતાં વરસાદમાં પાછા ફર્યા હતાં. હા, કેટલી ઉદાસ મોસમ હતી તે છેલ્લા વરસાદની..!અને હવે આ પહેલાં વરસાદની મોસમ જાણે કે ફૂલ જક્કાસ.. એકદમ માદક લાગી રહી હતી. કેટલો ફરક છે એ દિવસોમાં અને આ દિવસોમાં..!!.ત્યાં જ નિકીએ કાર-રેડીઓ ઓન કર્યો, અને મારાં મનની આ સ્થિતિને વાંચીને જ જાણે કે રેડીઓ એનાઉન્સરે એ ગીત વગાડ્યું."કભી રાત-દિન હમ દૂર થે.. દિન-રાત કા અબ સાથ હૈ,કભી રાત-દિન હમ દૂર થે.. દિન-રાત કા અબ સાથ હૈ....."
મેં નિકી તરફ જોયું. માદક મોસમની સાથે તેની આંખો પણ મદહોશ બનતી ચાલી હતી. તેની તરફ જોતો જોતો હું, રેડીઓ પર વાગતું એ ગીત કંઇક વધુ જ ઉંચા અવાજે ગણગણવા લાગ્યો-
"તેરી આંખમેં હૈ ખુમાર સા..તેરી ચાલમેં હૈ સુરૂર સા યે બહાર કુછ હૈ પીયે હુએ..યે સમા નશેમેં હૈ ચૂર સા યે સમા નશેમેં હૈ ચૂર સા... કભી ઈન ફીઝાઓ મેં પ્યાસ થી..અબ મૌસમ-એ-બરસાત હૈ...! કભી રાત-દિન હમ દૂર થે..દિન-રાત કા અબ સાથ હૈ..! "
અને એકાએક મને શું સુઝ્યું, કે હું દરવાજો ખોલીને બહાર નીકળી આવ્યો. મારા બંને હાથ ઉંચા અને પહોળા કરી, આકાશ તરફ જોઇ, ને વરસતાં વરસાદમાં ભીંજાવા લાગ્યો.નિકી મારું પાગલપણ જોઇને હસવા લાગી, અને હું તેને હસતી જોઇને ખુશ થવા લાગ્યો.કારનો દરવાજો ખોલીને મેં તેને ડ્રાઈવિંગ સીટ પરથી બહાર ખેંચી. વગર કોઈ અનાકાનીએ તે બહાર આવી ગઈ અને મારી સાથે ભીંજાવા લાગી. તેણે પોતાની નજરો ઢાળી દીધી.
તે કંઈ બોલતી નહોતી પણ છતાં યે...
મને કોણ જાણે કેમ એવું લાગતું હતું કે તે પણ મારી સાથે સાથે રેડીઓ પર વાગતા ગીતમાં સુર પુરાવી રહી હતી. હા યસ.. તેનું હૈયું મારાં હૈયાને ચોક્કસ કહી રહ્યું હતું-
" મુઝે તુમને કૈસે બદલ દિયા..હૈરાં હૂં મૈં ઈસ બાત પર મેરા દિલ ધડકતા હૈ આજકાલ, તેરી શોખ નઝરોં સે પૂછ કર તેરી શોખ નઝરોં સે પૂછ કર.... મેરી જાં કભી મેરે બસ મેં થી..અબ ઝીંદગી તેરે હાથ હૈ...! કભી રાત-દિન હમ દૂર થે..દિન-રાત કા અબ સાથ હૈ..!"
વરસતાં વરસાદમાં કારને અઢેલીને ઉભેલા અમે બે પ્રેમીઓ, દુનિયાની પરવા કર્યા વિના, આંખોમાં આંખો ગૂંથીને એકમેકની સામે નેહ-નીતરની નજરે જોતાં રહ્યા..કેટલીયે મીનીટો સુધી..! ચાર હોઠ જાણે કે વાચા ખોઈ બેઠાં, તો બે હૈયાં જાણે કે બોલકા થઇ ગયા.
" યૂં હી આજ તક રહે હમ જુદા..તુમ્હે ક્યા મિલા હમે ક્યા મિલા. કભી તુમ ખફા, કભી હમ ખફા..કભી યે ગીલા, કભી વો ગીલા.. કભી વો ગીલા.... કિતને બુરે થે વો દિન સનમ..કિતની હસીન યે રાત હૈ. કભી રાત-દિન હમ દૂર થે..દિન-રાત કા અબ સાથ હૈ..!"
વરસાદ જેવો થંભી ગયો, કે અમે પાછા હોશમાં આવ્યા અને નિકીને પોતાની ભૂખ સાંભરી- "હેય.. યુ હેવ ગોન ક્રેઝી, પણ મને શું ભૂખે મારવી છે..? ચલ, ક્યારની કહું છું ‘ફ્રેન્કી’ રેસ્ટોરાંનાં કાર્બોનારા અને ગાર્લિક બ્રેડ કયારનાં મારી વાટ જુએ છે."
હું હસી પડ્યો. કારણ, તેણે કંઈ જ નવું નહોતું કહ્યું. કેટલાય અરસાથી હું જાણું છું કે એગ, ચીઝ અને સ્ફ્ગેટ્ટીથી બનતી આ ઇટાલિયન ડીશ 'કાર્બોનારા' હમેશાં નિકીની ફેવરીટ રહી છે. તેની સાથે લસણવાળા બ્રેડ તેને પરફેક્ટ મેચ લાગે છે.એટલે આ વાક્ય બોલતી વખતે તેની નાચી ઉઠેલી આંખોને જોઈ, મને તો મોજ પડી ગઈ.રીયલી, હું આ..આટલી ભોળી નિખાલસ છોકરીને ચીટ કરી જ કેવી રીતે શક્યો..? આ તો મને કેટલી ખુશી આપે છે..!
'ફ્રેન્કી' રેસ્ટોરાંમાં એક યુવાન વેઈટરે અમને એક ખાલી ટેબલ તરફ દોર્યા. "કેન આઈ ગેટ યુ સમ ડ્રીન્કસ..?" -પોતાનાં થાકેલા ચહેરાં પર એક હળવું સ્મિત સજાવીને તે વેઈટરે અમને પૂછ્યું."અમ્મ્મ..આઈ'લ હેવ અ કિંગફિશર બીયર સ્ટ્રોંગ.. નિકી તારું મન છે ડ્રીન્કસનું ? કે સીધું ખાઈ જ લેવું છે..?""યસ. મારાં માટે પણ એ જ મંગાવી લે. એટલી વારમાં હું મેનુ જોઈ લઉં.." -અને મેનુ-કાર્ડ હાથમાં લઈને તે તેને સ્ટડી કરવા લાગી. જયારે પણ તે કોઈ ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરીને જુવે છે, ત્યારે તેની જીભ તેનાં હોઠ વચ્ચેથી બહાર આવી જાય છે. અને આ મુદ્રામાં તે એટલી ક્યુટ લાગે છે, કે એમ જ થાય કે તેની સામે જોતો જ રહું. મને ખબર હતી, કે તેને શું જોઈએ છે, અને એમાં ય કોઈ શક નહોતો કે તે ગમે તેટલું પેલા મેનુ-કાર્ડને સ્ટડી કરે, પણ આખરે તો તે કાર્બોનારા અને ગાર્લિક બ્રેડ જ મંગાવવાની છે.
"હિયર આર યોર બીયર્સ સર..!" -વેઈટરે બીયર-બોટલ લાવીને બે મોટા મગમાં અમારી સામે ભર્યા- "યુ રેડી ટુ ઓર્ડર ફૂડ? ઓર આફ્ટર સમ ટાઈમ..?" -તેણે પૂછ્યું."એક કાર્બોનારા વિથ ગાર્લિક બ્રેડ. એક વેજ-કોલ્હાપુરી, સ્ટફડ પરોઠાં. એન્ડ ફિગર ચિપ્સ." -મેં અમારા બંને માટેનો ઓર્ડર આપ્યો."ઓકે સર..!" -કહીને વેઈટરે નિકીની સામેથી મેનુ-કાર્ડ હળવે'કથી સરકાવી લીધું.
નિકીનું મ્હોં ખુલ્લું જ રહી ગયું. "અરે..! તને કેમ ખબર પડી કે હું બીજું કંઈ નથી મંગાવવાની..?" -અચંબિત થઇ તે આછેરું હસી પડી- "હું કદાચ પિઝ્ઝા પણ મંગાવત..!"
"ના, કારણ કે તું હમેશાં કાર્બોનારા જ મંગાવે છે." -મેં તેને ટોકતા કહ્યું.
"યસ સર..! વાય ટુ ચેન્જ અ હેબીટ ઓફ લાઈફ-ટાઈમ..?" -વેઈટર મને સપોર્ટ આપતાં બોલ્યો, અને ત્યાંથી ચાલ્યો ગયો.
અમે બંને તેને જતો જોઈ રહ્યા, અને પછી એકમેકની સામે જોવા લાગ્યા. અજાણતા જ ભલે, પણ તે કેવી એક સોલીડ વાત કહી ગયો..!!!અમને બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી..છેલ્લા કેટલાં મહિનાં, કેટલાં વર્ષોથી. તો પછી મારે એને બદલવાની કોશિષ પણ શું કામ કરવી જોઈતી હતી..? યસ, હી ઈઝ સો રાઈટ..!
મને અવાચક બનેલો જોઇને નિકીએ ટેબલ નીચે ધીમેથી મને પગ માર્યો.હું જાણે કે હોશમાં આવી ગયો. અને અમે બંને, જમણ આવે ત્યાં સુધી અમારા પીણાંઓને ન્યાય આપવા લાગ્યા. પણ જેમ હમેશાં બને છે તેમ, એક ગ્લાસ પૂરો થતાં જ મને નેચર'સ કૉલ આવ્યો.
"એક્સક્યુઝ મી. હું આવું હમણાં..!" મેં ટચલી આંગળી ઉંચી કરીને નિકીને કહ્યું.
"ઓ યસ..! ના થોડી પડાશે..? જઈ આવ જા. પણ તારી આ બીમારીનો ઈલાજ કરાવ. એક ગ્લાસ બીયર પણ તું પેટમાં સ્ટોર નથી કરી શકતો. હાહાહાહા..!" -નિકી મારી મજાક ઉડાવતાં બોલી.
"ઠીક છે ઠીક છે..! તારા જેવી મોટી ટાંકી નથી મારી. બેવડી ક્યાંની..!" -કહેતા જ હું હસતાં હસતાં ઉભો થયો.
"અચ્છા..? તો ગુજરાતીઓ કંઈ ઓછા બેવડા હોય છે..? અને એમાં ય, તું તો પાછો મુંબઈનો..!" -નિકીનો જવાબ હાજર હતો, પણ હું દલીલ કરવા રોકાયો નહીં, અને તેને આંખ મારતો હું વોશરૂમ તરફ ગયો.
અંદરે ય નિકી સાથેનાં આ સંવાદો યાદ આવતાં મારાં મોઢા પર સતત સ્મિત રેલાયા કર્યું, પણ બહાર આવતાંની સાથે જ, તે સ્મિત અચાનક ગાયબ થઇ ગયું.. ગાયબ થઇ ગયું, કારણ વોશ-બેસીન પાસે શિફા ઉભી હતી. !
"શિફા...!" -મારાં મોઢામાંથી ઉદગાર સારી પડ્યો. "નિખિલ..? શું ચાલે છે આજ-કાલ..?" -શિફાએ મારી નજીક આવીને પૂછ્યું."તું સાલી..અહિયાં શું કરે છે..? અરે, આ તો ફેમીલી રેસ્ટોરાં છે." -હું થોડો પાછળ ખસતા બોલ્યો."યાર, આજે તો કંઈક વધુ જ હેન્ડસમ લાગે છે ને..! શું વાત છે..?" -મારા સવાલને ગણકાર્યા વગર તેણે પોતાનો લવારો ચાલુ રાખ્યો."આઈ કાન્ટ ટોક..! મારે નિકી પાસે જવું છે." -બેબાકળો બનીને બોલતા મેં આસપાસ જોયું.બહાર રેસ્ટોરાંમાં ગર્દી સાવ જ ઓછી હતી. અને..આ વોશ-રૂમને તો દરવાજો પણ નહોતો. બસ એક પડદો જ હતો, કે જે મને અને શિફાને નિકીથી છુપાવી રાખતો હતો.
તે મારી તરફ વધુ ઝુકી. પોતાની આંખો થોડી ઝીણી કરીને તેને માદક બનાવવનો તેણે પ્રયાસ કર્યો."જાનુ, આપણી પેલી મુલાકાતો હું બહુ મીસ કરું છું. પેલી 'નાની બચ્ચી' સાથે તારું કેવું'ક ચાલે છે આજકાલ..? પાછો બોર થઇ ગયો કે નહીં, તેનાથી..?""બહુ મસ્ત ચાલે છે. ઇન ફેકટ, અમે લોકો હવે તો હજુ યે વધુ કોલ્ઝ થઇ ગયા છીએ." -મારી જાતને મેં સંભાળી લીધી, એટલે મારો અવાજ પણ કડક થઇ ગયો.પણ તોય એક મદહોશ મુસ્કાન પોતાનાં ચહેરા પર સજાવતા તે બોલી- "અફ કોર્સ તમે લોકો ક્લોઝ હશો. સો..? સો વોટ..?"
મારું ગળું સુકાવા લાગ્યું. હું નહોતો ઈચ્છતો કે નિકી આ બલાને અહીંયા જુવે. આ રીતે તો આ આખી અમારી સાંજનો સત્યાનાશ થઇ જશે.
"વોટએવર શિફા..!" -મારી મુઠ્ઠીઓ જોરથી વાળતા હું બહાર નીકળવા લાગ્યો.પણ તેણે એક આંગળી નાખીને મારાં પેન્ટનાં બેલ્ટનું હુક પકડી લીધું અને બોલી- "કમ ઓન નિખીલ..! તને યાદ છે ને તને શું ગમે છે..? પેલા પબનું ટોઇલેટ અને..."
અને મને યાદ આવી ગયો વૂ-ડૂનો પેલો ટોઇલેટ સાઈઝનો ડાર્ક-રૂમ, જેમાં મેં આની સાથે...એક પળ તો હું થંભી ગયો. શરીરના નીચલા હિસ્સામાં જાણે કે ઝીણી ઝીણી હલચલ મચવા લાગી.પણ પેટમાં પેદા થયેલ પેલા અજાણ્યા સન્નાટાએ મને તરતજ સાવધ કરી દીધો.મારું મન, મારું શરીર..ફક્ત અને ફક્ત નિકી માટે જ છે. યસ, ઓન્લી ફોર હર..!
ટોઇલેટ-સેક્સમાં બેશક મજા આવી શકે, પણ જે સૅટીસફેક્સન નિકી આપી શકે છે, તેની સરખામણીમાં તો કંઈ જ ન આવી શકે. [કાશ...આવું મેં પહેલાં વિચાર્યું હોત, નિકીને ચીટ કર્યા પહેલાં..]
"નો..શિફા..નોટ એ ચાન્સ..! નેવર..! હવે તો આ બિલકુલ નહીં થાય. ગેટ લોસ્ટ..!" -કોણીથી તેને હળવો ધક્કો મારીને, પડદો હટાવી હું બહાર આવી ગયો.
અમારા ટેબલ પર જઈને હું બેઠો, કે મારો ચહેરો જોઇને નિકીની આંખો પહોળી થઇ ગઈ."વોટ'સ રોંગ..? કેમ આવો બેબાકળો લાગે છે..? યુ ઓકે..?" -મૂંઝવણ અને ફીકરભર્યા અવાજે તે બોલી પડી.ેં ફક્ત મારું માથું અહીંતહીં હલાવ્યું. હું કંઈ જ બોલી ન શક્યો."નિખિલ, ટેલ મી..!" -નિકીએ ડીમાંડ કરી. તેનાં અવાજમાં હવે થોડો ડર પણ શામેલ થઇ ગયો.
"સોરી, પણ અંદર..અંદર શિફા ભટકાઈ ગઈ, મને.." -મારી હાંફને કાબુમાં કરતાં હું બોલ્યો.અને તરત જ નિકીનાં ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખો ભીની થતી ચાલી.
"કંઈ થયું નથી નિકી. મેં તેને કહી દીધું, કે મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી હવે તેનામાં, કે તેનાં જેવી કોઈમાં પણ..! આઈ સ્વેઅર..! બસ, તેણે પોતાનાં રીએક્શનથી મને થોડો ગુસ્સો અપાવી દીધો એટલું જ. બાકી એવરીથિંગ ઈસ ફાઈન.. આઈ પ્રોમિસ..!" -મારાં જવાબમાં આજીજી ભળી ગઈ.
પોતાનાં હોઠ ચાવતી નિકી નીચે ટેબલ તરફ જોવા લાગી. હું ઉભો થયો. તેનાં બાવડાં પકડીને મેં તેને ઉભી કરી. પણ તે મારી તરફ જોવાનો ઇનકાર કરતી રહી. હું તેને ખેંચીને બહાર લઇ જવા માંડ્યો, કે જેથી અમને થોડી પ્રાઈવસી મળી રહે.બહાર નીકળીને એક ખૂણામાં જતાં જ તેનો ચહેરો પકડીને મેં મારી તરફ ફેરવ્યો. પણ હજી ય તે મારી તરફ જોવા રાજી નહોતી. એવું લાગતું હતું કે જાણે હમણાં તે ભાંગી પડશે."નિકી..! આમ જો, નિકી..! મા-કસમ, કંઈ જ નથી થયું અંદર. પ્લીઝ.. પ્લીઝ.. બીલીવ મી..!" -મેં અરજ કરી.
આખરે તેણે મારી તરફ જોયું. મને તેની આંખોમાં ફરી એ જ જુનું દર્દ દેખાવા લાગ્યું, કે જે છ મહિનાં પહેલાં મેં બહુ બધી વાર સહ્યું હતું. પણ તોય..
એટલી ધરપત થઇ, કે તેની આંખોમાં આંસુ નહોતા.
પણ ત્યાં જ.."આઈ બીલીવ યુ નિખિલ..! સો સોરી માય બેબી, કે મેં આવી રીતે રીએક્ટ કર્યું." -પોતાનાં ખભ્ભા ઉછાળી થોડું શરમાતા તે બોલી- "પણ શું કરું.. મને જલન થઇ આવી. તરત જ હું જલેસ થઇ ગઈ. તે ચુડેલ તને ફરી પાછો બહેકાવી લેશે એ વિચારવું જ મને આગભર્યું લાગે છે. તે વેશ્યા સાલી..! એવું વિચારી જ કેમ શકે, કે તને તે મારાથી છીનવી શકશે..!"
"અરે તે તો શું, કોઈ જ નહીં, નિકી..! મને તારાથી હવે કોઈ જ દુર નહીં કરી શકે. યુ નો..? તને હર્ટ થાય તેવું હું હવે કોઈ દિવસ કંઈ કરીશ જ નહીં. આઈ પ્રોમીસ..!" -તેને ભરોસો આપતું એક સ્મિત મેં તેને ઓફર કર્યું, અને તેનાં ચહેરા પર મારા અંગુઠા ફેરવતાં મેં મારી નજર તેની આંખમાં ખોસી દીધી.
"આઈ નો..!" -નિકીએ માથું ધુણાવીને હામી ભરી- "એન્ડ થેન્ક્સ, કે તેં મને શિફાની આ મુલાકાતની વાત કરી. બટ આઈ'મ શ્યોર, કે તું આ વાત મને કહેતાં ડરતો હતો. બોલ, લાગી શરત..?" -પોતાનું સુમધુર સ્મિત વિખેરીને તે સાંજને વધુ રળિયામણી બનાવતા તે બોલી.
ઉત્તેજિત થઈને મેં પણ તેને એક કીસ ચોડી દીધી. તેણે કોઈ જ વિરોધ ન કર્યો. બલ્કે તેનાં હાથ મારા શર્ટને મજબૂતીથી પકડી રહ્યા. અમે જાણતા હતાં કે આ સેમી-પબ્લિક એરિયા છે. પણ અમને કોઈ જ પરવા નહોતી. ઘરે જઈને તેને આવેગભર્યો પ્રેમ કરવા હું ઉતાવળો બની ગયો.અમારા હૃદયનાં સ્પંદનોની ગતિ વધી જતાં જ અમે બંને અલગ થઇ ગયા, અને મેં તેની તરફ એક એવું દિલફેંક સ્માઈલ ફેક્યું, કે તે તો શરમાઈ જ ગઈ.
મેં મારાં ખીસામાં હાથ નાખ્યો અને એક નાનું એવું બોક્સ કાઢ્યું, કે જે હું નિકી માટે લઇ આવ્યો હતો."મારે તને ઘરે જઈને જ આપવું હતું, પણ મને લાગે છે કે આ જ રાઈટ ટાઈમ છે, હવે.."
નિકીની આંખોમાં તો જાણે હજારો દીપ પ્રગટી ઉઠ્યા. જે ઇન્તઝારીપૂર્વક તે પેલું બોક્સ ખોલી રહી હતી, તે જોઇને મને ખુબ જ મોજ પડવા લાગી.તેણે બોક્સની અંદર નજર નાખી તો એકચ્યુલી મેં તેને પોતાનો એક શ્વાસ ગળાની નીચે ઉતારતાં સાંભળી, અને મારું દિલ પણ એક શ્વાસ ચુકી ગયું જાણે.
તેણે બોક્સમાંથી પેલી બેન્ડ-રીંગ કાઢી કે જેની ઉપર મેં ખાસ ઓર્ડર આપીને એકદમ બારીક અક્ષરોમાં કંઇક કોતરાવ્યું હતું. મેં આશા રાખી હતી કે આટલું બારીક તે વાંચી શકે. અને મારી આશા ફળી.તેણે તે સેન્ટેન્સ વાંચ્યું. રીંગને આખી ગોળ ફેરવતા ફેરવતાં તેની ચોતરફ ફેલાયેલ અક્ષરો તેણે વાંચ્યા- "niki, i'll luv u 4evr, n b urs 4evr"
તેનાં પ્રતિભાવો જોવા હું મારો શ્વાસ રોકીને ઉભો હતો. તેણે ઉપર મારી તરફ જોયું. તેની આંખો બેશક ભીની થઇ ગઈ હતી, પણ તેનો ચહેરો એક ખુસુરત ફૂલની જેમ ખીલી ઉઠ્યો હતો.
"આઈ લવ યુ સો મચ, નિખિલ..! મોર ધેન માઈસેલ્ફ. આઈ લવ યુ સો મચ..!" -તેણે મારી કમર ફરતો હાથ ફેરવીને મને હગ કર્યો, તો મને લાગ્યું કે જાણે હું કોઈ પીંછાથી યે હલકો થઇ ગયો હોઉં.
"આઈ લવ યુ ટૂ.." -તેનાં કપાળ પર એક ચુંબન ચોડતા હું બોલ્યો- "અને જિંદગીભર હું આ બાબત સાબીત કરતો રહીશ.,નિકી..!" -તેની આંખો પર આવી ચડેલી એક લટને હટાવતા હું બોલ્યો- "હવે ચલ અંદર..આપણું પેલું ડીનર આપણી વાટ જોઈતું હશે.."અને અમે અંદર રેસ્ટોરાંમાં જવા લાગ્યા. જોકે મને વધુ ફિકર તે ડીનરની નહીં, પણ અમારી વાટ જોઈ રહેલાં અમારા બેડરૂમની હતી..!
[સમાપ્ત]