Dhoran 12 Pachhi - Aatlu Karie... Aatlu Na Karie... Kintu Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dhoran 12 Pachhi - Aatlu Karie... Aatlu Na Karie...

ધોરણ-૧૨ પછી

આટલું કરીએ... આટલું ના કરીએ...

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

kintugadhvi@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ધોરણ-૧૨ પછી

આટલું કરીએ... આટલું ના કરીએ...

ધોરણ-૧૨ના પરીણામની ઘડીઓ વાગે એટલે સ્વાભાવિક રીતે કોઈપણ વિદ્યાર્થીને ઉંઘ ના આવે. પરીણામ આવે એટલે ક્યાંક ખુશીનો તો ક્યાંક ઉદાસીનો માહોલ સર્જાય. ધોરણ-૧૨ પછી શું કરવું એની ચર્ચાઓ તો દરેકના મનમાં નક્કી હોય છે પરંતુ શું ના કરવું એ વિષય પણ વિસ્તૃત અને વિશાળ છે.

હવે શિક્ષણનું બજાર ઓપન થઈ ગયું છે. પહેલાં એક ચોક્કસ ઢબે સરકારી ધોરણે પ્રવેશ અપાતો હતો પરંતુ હાલ તો રિશફલિંગ પછી પ્રવેશની પ્રક્રિયામાં સતત બદલાવ આવ્યા કરે છે. ઘણાંને પ્રાઈવેટમાં એડમિશન મળે છે તો ઘણાં સરકારી કોલેજમાં પહેલા જ રાઉન્ડમાં પ્રવેશ મેળવે છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પછી પણ બીસીએ અને બીબીએમાં પ્રવેશનો ક્રેઝ બરકરાર છે. બી.કોમની કોઈ વેલ્યુ રહી નથી. છતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે બી.કોમ કરો તો ચાલે. ધોરણ-૧૨ પછી દરેક વિદ્યાર્થીએ કોલેજ પસંદગી માટે આટલું જાણવું જોઈએ. પ્રથમ તો તેની કોલેજ એઆઈસીટીઈ માન્ય છે કે નહીં. એન્જિનિયરિંગ કોલેજ એઆઈસીટીઈ માન્ય હોય તો જ માન્ય ડીગ્રી મળી શકે છે. પહેલા મોટા ભાગની કોલેજો ગ્રાન્ટેડ હતી અને ગ્રાન્ટેડ કોલેજ સરકાર હસ્તક હોવાને કારણે તેની પ્રમાણિત હોવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હતો. પરંતુ આજે અનેક લેભાગુ ટ્રસ્ટીઓ રાતોરાત મંજૂરી લાવીને કોલેજ બનાવી દેતા જોવા મળે છે. પરંતુ આવી કોલેજોમાં અનેક પ્રશ્નો હોઈ શકે છે.

વિદ્યાર્થીએ નવી કોલેજમાં પ્રવેશ કરતી વખતે આટલું ધ્યાન રાખવું જોઈએ :

૧.કોલેજ કેટલી જૂની છે.

૨.કોલેજમાં ફેકલ્ટીની કેવી વ્યવસ્થા છે અને તે વિશે જૂના અને વર્તમાનમાં ભણતા વિદ્યાર્થીઓને પૂછવું જોઈએ.

૩.કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ વિશે પૂછપરછ કરવી.

૪.એઆઈસીટીઈની વેબસાઈટમાં જે તે કોલેજ વિશે જાણકારી મેળવી લેવી.

૫.કોલેજથી પોતાના ઘરનું અંતર અને ઘરથી દૂર હોય તો હોસ્ટેલનો ખર્ચ વિગેરે નક્કી કરીને સમગ્ર અભ્યાસક્રમ કરતાં કેટલો ખર્ચ થશે તેની ગણતરી કરીને કોલેજ પસંદ કરવી જોઈએ.

૬.કોલેજના ટ્રસ્ટ વિશે પણ જાણકારી મેળવવી જોઈએ. કોલેજનું ટ્રસ્ટ જૂનું અને પ્રામાણિક હોય તો તેમની સંસ્થા પણ સારી જ હશે.

૭.બહારની યુનિવર્સિટી કે ડિમ્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતાં પહેલાં જૂના અને વર્તમાનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પૂછી લેવું જોઈએ.

૮.કોઈ ટ્રસ્ટી કે ક્લાર્ક એવું જણાવે કે હાલમાં ઝડપથી પ્રવેશ લઈ લો, તો આવા સંવાદોને કારણે ઉતાવળથી પગલાં ના ભરશો. હવે મોટા ભાગની વિદ્યાશાખાઓમાં ખાલી જગ્યાઓ રહે છે.

૯.જે વિદ્યાશાખાનો ક્રેઝ વધુ હોય તેના ક્રેઝમાં આવીને ઉતાવળ કરવાને બદલે પોતાને કઈ વિદ્યાશાખામાં રસ છે તે જાણવું જરૂરી છે.

ધોરણ-૧૨ પછી ઘણાં વિદ્યાર્થીઓને કેટલાંક એજન્ટો દ્વારા વિદેશ જવાની લાલચ આપે છે. ઘણાં એજન્ટો વહેલાં તે પહેલાંના ધોરણે વિદેશમાં સેટ થવાની લાલચ આપે છે. નાની ઉંમરે પૈસા કમાવવાની વાત કરે છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે ડીગ્રી પછી જવાથી વધુ ફાયદો થાય છે. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓ એવી છે જે માત્ર ધુપ્પલ અભ્યાસક્રમ ચલાવ છે. બ્રિટિશ કાઉન્સિલની વેબસાઈટ અથવા અમેરિકન સેન્ટરની યોગ્ય વેબસાઈટ દ્વારા અનુક્રમે યુ.કે અને અમેરિકાની વેબસાઈટ થકી સ્ટાન્ડર્ડ કોલેજને સમજીને પ્રવેશપાત્ર બની શકીએ.

મેડિકલ કાઉન્સીલ દ્વારા વિદેશ જઈને મેડિકલ કરનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે છે તેમને જ મેડિકલ પ્રકિટસ માટેનું લાઈસન્સ મળે છે. હાલમાં ચીન, રશિયા, ફિલિપાઈન્સ, બેલારસ અને અનેક રાજ્યોમાં મેડિકલના અભ્યાસક્રમો ચાલે છે. પરંતુ વિદેશની ઘણી કોલેજોમાં ફેકલ્ટીના ધાંધીયા, ભાષાના પ્રશ્નો પણ હોય છે. ઘણી મેડિકલ કોલેજો વિદેશોમાં એવી પણ ચાલે છે જેમાં ફેકલ્ટી ભારતમાંંથી આવતી હોય અને ટ્રસ્ટીઓ પણ ભારતના હોય.પરંતુ તે કોલેજ માન્ય છે કે નહીં તે વેબસાઈટ થકી જાણી શકાય. ગુગલમાં કેટલીક કોલેજોના નામ લખવાથી પણ ઓનલાઈન રિવ્યૂ મળી શકે છે.

છેલ્લા સાત વર્ષથી એ ગ્રુપમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં લગભગ ૧૦,૦૦૦થી પણ વધુ જગ્યાઓ ખાલી રહે છે. આ ખાલી જગ્યાઓને કારણે કેટલીક પ્રાઈવેટ કોલેજો ઓછી ફીમાં પણ પ્રવેશ આપે છે. જો ઉતાવળ કરશો તો પ્રાઈવેટ કોલેજોમાં વધુ ફી ભરીને ફસાવવાનો વારો આવે. એના કરતાં રિશફલિંગ સુધી રાહ જોઈને પણ પ્રવેશ પ્રક્રિયામાં ધીરજના મીઠા મળે છે.

એક સમય હતો કે જ્યારે લોકો આઈટી પાછળ દોડતા હતા, એ પછી કેમિકલ એન્જિનિયરિંગનો ક્રેઝ આવ્યો, ત્યારબાદ લોકોમાં આઈસી અને ઈસીમાં જવાનો ક્રેઝ આવ્યો. ક્રેઝવાળી ફેકલ્ટી સતત ભ્રામક હોય છે. આજે મિકેનિકલ માટે લોકો પડાપડી કરે છે પરંતુ બે-પાંચ વર્ષ પછી ચિત્ર જુદું હશે. આવી રીતે સતત બદલાતાં જતાં ટ્રેન્ડમાં વહ્યા કરતાં પોતાના રસના વિષયને પસંદ કરવાથી સંતોષ અને શાંતિ મળે છે આગળ જતાં ભવિષ્ય પણ સારું જ રહેેશે. ફોર્મ ભર્યા પછી પણ દરેક વિદ્યાર્થીએ પોતાની ગમતી વિદ્યાશાખાઓ, તેને લગતાં પાઠ્યપુસ્તકો, કેમ્પસ અને ફેકલ્ટીની મુલાકાત લઈ લેવી જોઈએ. આમ કરવાથી પોતાને ગમતી વિદ્યાશાખાનો ચોક્કસ ખ્યાલ આવે છે. ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓએ પણ બીબીએ અને બીસીએ કરતી વખતે દરેક કોલેજમાં ફેકલ્ટીની શું સ્થિતિ છે તે જાણવું જોઈએ. ફર્નિચર, કેમ્પસથી કોલેજ નથી બનતી પરંતુ સારી ફેક્લ્ટી અને સારા વિદ્યાર્થીઓથી કોલેજ બને છે. આ બંન્ને વસ્તુ યોગ્ય રીતે બેલેન્સલી જયાં હોય તે કોલેજમાં ભરોસો મૂકી શકાય. હાલ તો નાના નાના શહેરો અને નગરોમાં પણ સરકાર દ્વારા બીબીએ અને બીસીએને કોલેજોને માન્યતા આપવામાં આવી છે. માન્યતા મળવાથી કે સુંદર બિલ્ડિંગ બનાવવાથી કે એરકન્ડિશનિંગ પ્લાન્ટથી કોલેજ શ્રેેષ્ઠ નથી થઈ જતી પરંતુ કોલેજમાં શિક્ષણ કેવું છે. પાસ આઉટ અને કેમ્પસ ઈન્ટરવ્યુમાં નોકરીના સ્કોપ કેવા છે તે તમામ પાસાઓને જોઈને નિર્ણય લેવો જરૂરી છે.

ધોરણ-૧૨ પછી કોઈ ધાડ મારવાની નથી. જીવનની ધારા ઘણી લાંબી છે. સતત ફેરફારો અને બદલાવો આવ્યા કરે છે. કોઈ નિર્ણય ઉતાવળે લેવાઈ જાય કે ખોટો લેવાઈ જાય તો પણ ચિંતા કરવી નહીં. ક્યારેક ગમતી વિદ્યાશાખામાં એડમિશન ના પણ મળે તો પણ નિરાશ ના થવું. હવેનો સમય ઓપન માર્કેટનો છે. દરેકને તક મળે છે. દરેકને વિકાસની સ્પેસ મળે છે. એક તરફ પ્રાઈવેટાઈઝેશન છે પરંતુ સામે હોશિયાર વિદ્યાર્થીઓ તેમની આવડત સાથે માર્કેટમાં પોતાનો રસ્તો કરી લે છે. ડોનેશન આપીને ભણનારા કરતાં પોતાની આવડતથી આગળ આવનારા માટે હવે શ્રેષ્ઠ સમય છે તે ના ભૂલવું. ધોરણ- ૧૨ પછી ઘણાં બેબાકળા બનીને સીધા ફોર્મ ભરવાની લાઈનોમાં ગોઠવાઈ જાય છે. પરંતુ થોડા શ્વાસને ધીમા રાખીને પોતાની ગમતી વિદ્યાશાખામાં ગણતરીપૂર્વકના પ્રયત્નો કરીને આગળ વધવું જોઈએ. પોતાને શેમાં રસ છે એ જાણ્યા વગર સવારે થેલો લઈને આખા ગામની કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં ફોર્મ ભરીને ઝેરોક્સ ઠાલવવા કરતાં આપણી પસંદગીના ધોરણો અને આપણું જીવન અમૂલ્ય છે. માટે શાંતિથી નિર્ણય લઈને આગળ વધવું સૌના માટે હિતાવહ છે. બારમા ધોરણમાં જ્વલંત પરીણામ આવે કે ના આવે. નિરાશા સાંપડે કે સફળતા પરંતુ હતાશ ના થવું કે ઉન્માદમાં ના આવી જવું. જીવન ઘણું લાંબુ છે, અનેક મંજીલો છે અને અનેક રસ્તાઓ છે. ધોરણ -૧૨ તો એક પગથીયું છે જેને ચઢીને આગળની દિશાઓ માત્ર ખુલે છે.

ઘણાં પરિવારોમાં પરિણામ આવ્યા પછી લેખાંજોખાં કરીને સંતાનો પર માછલાં ધોવાની વર્ષો જૂની આપણી પરંપરા છે જે હવે તોડી નાંખવી જોઈએ. જે આવ્યું તે આવ્યું અને જે થયું તે થયું. હવે શું કરવાનું છે તે દિશા તરફ આગળ વધવું જોઈએ તો આપોઆપ ભવિષ્ય પણ સારું થશે અને યોગ્ય દિશા મળવા લાગશે. જે પરીણામ આવે પરંતુ આપણે ક્યારેય નાસીપાસ કે હતાશ થઈશું નહી ં અને ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધીશું.