Safalta Ni Vato - Article 4 - Around the world with 196 books books and stories free download online pdf in Gujarati

Safalta Ni Vato - Article 4 - Around the world with 196 books

સફળતાની વાતો

અરાઉન્ડ ધ વર્લ્ડ વીથ ૧૯૬ બુક્સ

કિન્તુ ગઢવી



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અરાઉન્ડ ધ વર્લ્ડ વીથ ૧૯૬ બુક્સ

વિશ્વ પ્રવાસીઓ અને પર્વતારોહકોએ પોતાના સાહસ થકી અનેક પ્રકારના રેકોર્ડસ નોંધાવીને અનેકને પ્રેરણા આપી છે પરંતુ ઘણી વ્યક્તિ વિશિષ્ટ સફળતાઓ થકી સમગ્ર વિશ્વને કંઈક જુદો વિચાર આપે છે.

બ્રિટિશ લેખિકા એન મોર્ગનનું નામ આપણાં માટે એક રીતે બહુ પ્રસિદ્ધ નથી પરંતુ તેની સફળતામાં તેના વિશ્વપ્રસિદ્ધ ૧૯૬ પુસ્તકોનો ચોક્કસ સમાવેશ થાય છે. ગત વર્ષ એન મોર્ગનને વિચાર આવ્યો કે ગમે તેમ કરીને દરેક દેશનું એક જાણીતું પુસ્તક વાંચવું છે. આખરે તેણે આ મિશનમાં બ્રિટિશ સરકારની મદદ લીધી અને તેને સરકાર તરફથી મદદ પણ મળી. દરેક દેશનું જાણીતું પુસ્તક વાંચવું હોય તો પહેલાં તો વિશ્વના ૧૯૬ દેશોનું લીસ્ટ બનાવવું પડે, ત્યારબાદ તે દેશની ભાષા શીખવી પડે અથવા તો તેનું ઈંગ્લિશમાં ભાષાંતર કરાવવું પડે. એન મોર્ગને ભાષાંતર થકી આ પુસ્તકો વાંચવાનો પ્રારંભ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે એન મોર્ગનને જ્યારે કેટલાંક આફ્રિકન દેશોની મુલાકાત લીધી તો ઘણાં દેશો એટલા પછાત છે કે ત્યાં આજની તારીખમાં એક પણ પુસ્તક લખાયું નથી. આફ્રિકાના કોમોરસ, મડાગાસ્કર, જીનિવા, બિસો અને મોઝામ્બિક જેવા દેશોમાં તો આજે પણ પ્રિન્ટિંગ થતું નથી. આ કારણથી કેટલીક હસ્તપ્રતો મંગાવીને એન મોર્ગનને વાંચવાની હતી અને તે જે કાંઈ વાંચે તેનો રિવ્યૂ પણ તેણે લખવાનો હતો. આફ્રિકાના જે દેશોમાં આજ સુધી એક પણ પુસ્તક નથી લખાયું ત્યાં એન મોર્ગન રુબરુ ગઈ અને ત્યાંના સ્થાનિક વાર્તાકારની વાર્તા સમજીને તેને પુસ્તકનું સ્વરુપ આપ્યું.

એન મોર્ગને એક વર્ષના અંતે આ આખું આભિયાન પુરું કર્યું અને બીબીસીમાં પોતાનો ઈન્ટર્વ્યૂ આપ્યો.

એન મોર્ગન જણાવે છે કે, હું મારી જાતને એક કોસ્મોપોલિટન વ્યક્તિ તરીકે જોતી. પરંતુ મારા ઘરની અલમારીમાં સાવ જૂના પુસ્તકો પડ્યા રહેતા જેમાં જૂની કેટલી ભારતીય નવલકથા સિવાય વિચિત્ર ઓસ્ટ્રેલિયન અને સાઉથ આફ્રિકાના પુસ્તકો વાંચતી. મારી પાસે જે સાહિત્ય છે તેમાં મુખ્યત્ત્વે બ્રિટિશ અને અમેરિકન ટાઈટલ્સ વધુ હતા. મને ભાષાંતર કરેલા પુસ્તકોમાં કોઈ જ મજા આવતી ન હતી. આ કારણથી મેં નક્કી કર્યું કે મારે દરેક દેશનું એક પુસ્તક વાંચવું. આખા વિશઅવના ૧૯૫ જેટલા દેશ મેં નક્કી કર્યા. જેમનું સાહિત્ય મારે એક વર્ષમાં વાંચીને મારે એ વાત નક્કી કરવી હતી કે મારા વાંચનમાં શું ખુટે છે. મને કશી જ ખબર ન હતી કે મારી આ પ્રકારની યાત્રા કેટલું લાંબુ ચાલશે. મેં નક્કી કર્યું કે આ કામ શરૂ કરતાં પહેલા આખા વિશ્વના વાચકો સાથએ પણ કંઈક ચર્ચા કરું. આખરે મેં એક બ્લોગ બનાવ્યો જેમાં મેં લોકોને અપીલ કરી કે વાંચવા માટે મને સારા ટાઈટલ્સ સજેસ્ટ કરવામાં આવે. જેથી અંગ્રેજીમાં વાંચી શકું. મારી વાત સાંભળીને લોકોના જોરદાર પ્રતિભાવો મળ્યા. લોકો તરફથી વિવિધ પ્રકારના વિચારો અને મદદ આવવા લાગી. કેટલાંકે તો તેમના ઘરેથી પુસ્તકો પણ મોકલ્યા. કેટલાંકે મારા માટે કલાકો સુધી શોધ્યા કર્યું કે મને કેવું પુસ્તક ગમશે. કેટલાંક લેખકો જેમ કે તુર્કેમેનિસ્તાનના વેલસપર અને પનામાના જુઆન ડેવિડ મોર્ગને તેમની ન છપાયેલી નવલકથાઓના અનુવાદ મોકલ્યા અને વાંચવાનો દુર્લભ લ્હાવો આપ્યો. લગભગ ૬૨ ટકા પુસ્તકો એવા હતા જે હું અંગ્રેજીમાં વાંચી શકી જ્યારે ૫ ટકા પુસ્તકો એવા હતા જેનું સાહિત્ય યુકે અને આયર્લેન્ડમાં જ પ્રકાશિત થયેલું હતું. જો કે ઈંગ્લિશ વાર્તાઓ મેળવવી એ પણ ઘણું અઘરું હતું. છતાં મને મળી તેનો મને આનંદ થયો. હવે મારે મોટું કામ તો આફ્રિકાના વિવિધ દેશોમાંથી પુસ્તકો મંગાવવાનું હતું. આફઅરિકા, કોમોરસ, મડાગાસ્કર, જીનિવા, બિસો અને મોઝામ્બિક જેવા દેશોમાંથી પુસ્તકો મંગાવવા એ પણ એક નવો અનુભવ હતો. ઘણીવાર આ અભિયાનમાં ન છપાયેલી હસ્તપ્રતો પર પણ આધાર રાખવો પડે તેમ હતો. કેટલાંક એવા પુસ્તકો પણ મળ્યા જે હાથેથી લખાયેલા હતા. જ્યારે એક નાના આઈલેન્ડ સાઓ ટોમ અને પ્રીન્સીપનો વારો આવ્યો ત્યારે મેં થોડા મિત્રોની મદદ લીધી અને યુરોપમાં ભાષાંતર કરનારા મિત્રો દ્વારા આ પુસ્તકો મેળવ્યા. આ પ્રકારના પુસ્તકોમાં મને સેન્ટોમિનના લેખક એલિન્ડા બેજા દ્વારા બહુ જ સારો પ્રતિભાવ મળ્યો. ઘણાં દેશોમાંથી મારી પાસે એવી વાર્તાઓ પણ આવી જે મેં ક્યારેય વાંચી ન હતી. એક દેશ એવો હતો જ્યાં ક્યારેય વાર્તા લખાઈ જ નથી. તે દેશનું નામ છે માર્શલ આઈલેન્ડ. તમે ત્યાં જાઓ અને પૂછો તો તેમને સ્થાનિક વાર્તા કહેનાર મળે જેમાંથી તમારે લખઈને વાર્તા પસંદ કરવાની. એ જ પ્રમાણે નાઈજર આઈલેન્ડમાં પણ ખાસ વાર્તા કહેનાર લોકો છે જે તમને સંગીત સાથે વાર્તાની મજા કરાવે. આ એક અદ્દભૂત અનુભવ હતો. એવા ઘણાં સ્થળો હતા કે જ્યાં ક્યારેય વાર્તા લખાઈ જ નથી. માર્શલ આઈલેન્ડમાં તો અમે જઈને એક સ્થાનિક સરદારને મળ્યા જેણએ અમને સારા વાર્તા કહેનારા સાથએ સંપર્ક કરાવ્યો હતો. આ અનુભવ ખૂબ સારો રહ્યો. વાર્તા વાંચવામાં પણ આટલી તકલીફ પડી શકે તેવો અનુભવ મેં પહેલીવાર કર્યો. આમાં પણ એક દેશના રાજકારણનો અમારે સામનો કરવો પડ્યો. દક્ષિણ સુદાનમાં ૯મી જુલાઈ ૨૦૧૧ના રોજ આ દેશમાં આનંદના દિવસો ચાલતા હતા. લાંબા ગાળાના ગૃહયુદ્ધ પછી આ દેશમાં ખુશહાલીનો માહોલ હતો. રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ અને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગરના આ દેશમાં છ મહિનાથી કોઈ જ પુસ્તક છપાયું ન હતું. મારે ત્યાંના કોઈ લેખકનો સંપર્ક કરવો હતો કે જે દક્ષિણ સુદાનનું કોઈ સારું પુસ્તક વાંચવા માટે આપે અને મારા અભિયાનને આગળ ધપાવે. પરંતુ બધું જ અશક્ય અને અઘરું હતું. આખરે જુલિયા ડુઆની નામના એક લેખકે મને વાર્તા આપી. આ એવી કટોકટી હતી કે કદાચ આ સમયે મેં પ્લેન પકડી લીધું હોત. પણ હું પાર પડી ગઈ. પુસ્તક વાંચવા કરતા તો તેની શોધવાના અને મેળવવાની માથાકૂટ વધુ હતી. શોધવાથી લઈને ભાષાંતર કરવાની મહેનત એક સાથે કરવાની હતી. હું સરેરાશ ૧.૮૭ દિવસમાં એક પુસ્તક વાંચતી હતી.

છતાં મારા પ્રયત્નો અને મારી મહેનત રંગ લાવતી હતી. આખરે મેં મારી લાઈબ્રેરીમાં એક અદ્દભૂત ઘટના ઘટતી જોઈ. પ્રવાસ, સંશોધન, ભાષાંતર અને વાંચને મારામાં અદ્દભૂત પરિવર્તન આણ્યું અને મારામાં વાર્તાઓ વહેવા લાગી. આખા વિશ્વની વાર્તાઓ, તેની શૈલી તેમની સંસ્કૃતિ સાથે હું વહેવા લાગી. એક ભૂતાની લેખકની વાર્તામાં હું એક વિશિષ્ટ મંદિર જોઈ રહી હતી. આ મંદિર ભગવાન બુદ્ધનું હતું. આ એક સુંદર અનુભવ હતો. તો વળી મોંગોલીયા જેવા દેશના ગાયો ચરાવનારા ગોવાળો પણ મારા મનમાંથી જતા નથી. મ્યાનમારનો ધાર્મિક મહોત્સવ પણ મારા જીવનના સુંદર સંસ્મરણો બનીને રમ્યા કરે છે. મારા આભિયાન દરમ્યાન કોઈએ મને પુસ્તકો પેક કરી આપ્યા તો કોઈએ મને પુસ્તકો શોધવામાં મદદ કરી. આ બધું છાપાઓમાં છપાતા ન્યુઝ રિપોર્ટ કરતાં અનેકગણું વિશેષ છે. મારી એક વર્ષની સમગ્ર યાત્રા સફળ રહી. એક વર્ષમાં તો હું પણ સાવ બદલાઈ ગઈ છું. એક વર્ષની અંદર આખા વિશ્વના અનેક વિશિષ્ટ લોકોને હું મળી અને તેમના દેશની વાર્તાઓ વાંચીને મને ઘણું બધું શીખવા મળ્યું. આજે તમામ ૧૯૬ દેશના પુસ્તકો મારી લાઈબ્રેરીમાં છે. દરેક પુસ્તકને જોઉં છું અને એ દેશ મારી આંખો સામે તરી આવે છે. એ પ્રદેશની સંસ્કૃતિ અને વાર્તાઓ મારી સામે જીવંત થવા લાગે છે. મારી આખી યાત્રામાં અનેક અનુભવો થયા. ક્યારેક આનંદની છોળો ઉડતી, તો વળી ક્યારેક નિરાશા તો ક્યારેક ગુસ્સો તો વળી કોઈ અજાણ્યા દેશમાં અને અજાણી ભાષા વચ્ચે ભય પણ લાગતો હતો. પરંતુ આખરે મેં નક્કી કરેલા અભિયાનમાં હું સફળ ગઈ.

બીબીસીમાં એન મોર્ગનના ઈન્ટરવ્યૂને અહીં ગુજરાતીમાં મૂકવામાં આવ્યો છે. આખા વિશ્વનું સાહિત્ય, તેમાં રહેલી સંવેદનાઓ અને વાર્તાઓ કેવી વિશિષ્ટ હશે તે તો એન મોર્ગન જ અનુભવી શકે. પરંતુ પોતાના વિચારોમાં અનેક રસપ્રદ વ્યક્તિઓ વિવિધ પ્રકારના સાહસ ખેડીને અનેક અભ્યાસુઓને પ્રેરણા આપે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED